Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મામકા પરાયાના વાડા માણસે સ્વયં ઊભા કરેલા છે. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, સંતાન જેવા કેટલાય સંબંધોના જાળામાં ગૂંચવાઇ ગયો છે. મનથી માની લીધેલા સંબંધો માત્રને માત્ર શોક અને સંતાપ આપે છે. જે દિવસે આત્માના જ્ઞાનાદિ ગુણો સાથેના તાત્વિકસંબંધોનું ભાન થાય છે. તે દિવસથી બધા જ સાંસારીક સંબંધો છૂટી જાય છે. બધા જ શોક અને સંતાપ ચાલ્યાં જાય છે. માણસ અશોક અને નિર્ભય બની જાય છે. મક્સ - ઝવય (વિ.) (નિશ્ચ, નિયત, જરૂરી) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું છે કે જે વસ્તુ અત્યંત દૂર છે. જે દુખેથી સાધી શકાય છે. તેવા કાર્યો તપ દ્વારા અત્યંત આસાનીથી સાધી શકાય છે. યાવતુ જેનું ભોગવવું નિશ્ચિત છે તેવા નિકાચિત કર્મોનો નાશ પણ તપ દ્વારા થઇ જાય છે. તો પછી સાંસારિક સમૃદ્ધિ તો શું વિસાતમાં છે.' अवस्सकम्म - अवश्यकर्मन् (न.) (આવશ્યક ક્રિયા) સામાન્ય માણસની આવશ્યક ક્રિયા હોય છે. સવારે ઉઠવું, બ્રશ કરવો, નહાવું, નાસ્તો કરવો, તૈયાર થવું, કામધંધે જવું, સાંજે ઘરે આવીને જમવું, ટીવી જોવું અને સૂઈ જવું. શ્રાવકની આવશ્યક ક્રિયા સવારે ઉઠીને પરમાત્માનું સ્મરણ કરવું, સ્નાન કરવું, પરમાત્માના દર્શન-પૂજને જવું, આવીને મોંમા પાણી નાંખવું, નવકારશી કરવી, વડીલોને પગે લાગવું, વ્યાપારાદિ માટે જવું, નીતિપૂર્વક વ્યાપારાદિ કરવા, સાંજે ઘરે આવીને ચોવિહાર કરવા, સાંજે પ્રતિક્રમણ કરવું, ધર્મગોષ્ઠી કરવી અને રાત્રે પરમાત્માના નામસ્મરણપૂર્વક નિદ્રાધીન થવું. પ્રવૃત્તિ એ જ છે પણ વૃત્તિ અલગ અલગ છે. अवस्सकरणिज्ज - अवश्यकरणीय (न.) (અવશ્ય કરવા યોગ્ય) અવશ્ય કરવા લાયક કાર્યોને અવશ્યકરણીય કહેવાય છે. આપણા જીવનમાં એવા કયા કાર્યો છે જેને આપણે અવશ્યકરણીય માનીએ છીએ ? પૈસા કમાવવા, ઘરનું ભરણપોષણ કરવું, સંતાનોને ભણાવવાં, તેમના ઘર વસાવી આપવાં, હરવા-ફરવા જવું. સામાન્યથી વ્યક્તિ આ બધા કાર્યોને અવશ્યકરણીય માને છે. પણ ના આ બધા કરણીય કાર્ય નથી. કેમકે આંખ મીંચાયા પછી તો આ બધા અહીં જ રહી જવાના કોઇ જ કાર્યોનો ફાયદો તમને નથી થવાનો. જે કાર્યો કરવાથી તમને ફાયદો થાય તે જ સાચા અર્થમાં કરણીય છે. ધર્માનુષ્ઠાનો તમને આ ભવમાં અને પરભવમાં પણ ફાયદો કરાવે છે. આથી તે અવશ્યકરણીય છે. अवस्सकिरिया - अवश्यक्रिया (स्त्री.) (આવશ્યક અનુષ્ઠાન, આવશ્યક ક્રિયા) કવર - 2 (aa.) સમર્થ, સક્ષમ) બીજાને ડરાવી ધમકાવીને દાબમાં રાખનાર ખરા અર્થમાં સક્ષમ નથી. સાચો સમર્થ વ્યક્તિ તે છે કે જે પોતાના બળનો ઉપયોગ બીજાના દુખો અને તકલીફોને દૂર કરવામાં કરે. બીજાને દાબમાં રાખવાનું કામ ગુંડાનું છે. જયારે બીજાના દુખો દૂર કરવાનું કામ સજ્જનનું છે. નક્કી તમારે કરવાનું છે કે તમારા સામર્થ્યનો ઉપયોગ શેમાં કરવો છે. અવર- ર૬(થા.) (રચવું, નિર્માણ કરવું) અંગ્રેજીમાં એક કહેવત છે જેનો ગુજરાતી અનુવાદ કંઈક આવો થાય છે. માણસ પોતાના બુદ્ધિબળે જાત જાતની વસ્તુ બનાવે છે. નવાં નવાં નિર્માણી કરે છે. બિલ્ડીંગો, શોપિંગ મોલો, ઓફીસ કોમ્પલેક્ષો વગેરે વગેરે. આ બધું બનાવવામાં તેને દિવસો, મહીનાઓ અને વર્ષો લાગી જતાં હોય છે. પણ જયારે કુદરત રૂઠે છે ત્યારે એક જ ઝાટકે બધું ધરાશાયી કરી નાંખે છે. કુદરતની આગળ બધા જ વામણાં છે. ચીન, જાપાન અને ગુજરાતના ભૂકંપો તેના જીવંત ઉદાહરણો છે.