Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अवसक्कण - अवष्वष्कण (न.) (પાછળ જવું તે, પાછા હટવું). સુભાષિત સંગ્રહમાં કહેલું છે કે પોતાનાથી બુદ્ધિ, બળ કે ધનાદિમાં વધુ બળવાન હોય. તેની સાથે ક્યારેય પણ દુશ્મનાવટ કરવી નહિ.” અજાણતાં પોતાનાથી અધિક બલિષ્ઠ સાથે ઘર્ષણ થઇ જાય અને ખ્યાલ આવી જાય કે સામેવાળો અધિક બળવાન છે. તો ત્યાંથી પાછા હટવામાં બુદ્ધિમત્તા છે. કેમકે તેવા બળવાનથી પરાજિત થઇને બદનામ થવા કરતાં ચૂપ રહેવું વધુ હિતાવહ છે. સુભાષિત સંગ્રહમાં તેને બુદ્ધિશાળી અને ઘર્ષણ કરનારને મૂર્ખ કહેલ છે. વસર્જાિ () - મવશ્વઝિન (ક.). (પાછળ જનાર, દૂર જનાર) મવF% - નમ્ (થ.) (નવું) માણસ દિવસમાં કેટલીય વાર બોલતો હોય છે. “ચલો! હું જઉ છું' હું ચાલ્યો' હું નીકળ્યો' વગેરે વગેરે. આવા વાક્યો વાપરનારને એ ખબર નથી કે એક દિવસ એવો આવવાનો છે. જેમાં એકવાર નીકળ્યા પછી પાછા ક્યારેય નથી આવવાનું. કાયમ માટે સ્મશાનમાં સોડ તાણીને સૂવાનું છે. આથી જ્યારે જઉં છું' બોલો ત્યારે એકવાર મૃત્યુને અવશ્ય સંભાળજો. અવસM (M) - અવસર્જન (f3.) (ત્યાગ કરનાર, છોડનાર). ધન્યકુમાર સ્નાન કરતાં હતાં. તેમની પત્નીઓ તેમને નવડાવતી હતી. અચાનક શરીર પર ગરમ પાણી પડતાં ધન્યકુમારે ઊંચુ મુખ કરીને જોયું. તો શાલિભદ્રની બહેન અને પોતાની પત્ની રડતી હતી. ધન્યકુમારે રડવાનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું “હે સ્વામી ! મારો વીરો વૈરાગી થયો છે. રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે. ધન્ના બોલ્યા “તેને ત્યાગ કરનાર કે વૈરાગી ન કહેવાય, તે તો કાયર છે. છોડવું જ હોય તો એકવારમાં છોડી દેવું જોઈએ.’ પત્નીએ કહ્યું “સ્વામી ! કહેવું સહેલું છે પણ કરવું અઘરું.’ બસ! પત્નીના આ એક જ શબ્દ તે જ ઘડીએ તેમણે સંપત્તિ, સંતતિ અને પત્નીઓનો ત્યાગ કરીને વૈરાગ્યમાર્ગ આદર્યો. અવસર - માર (ઉ.) (તુચ્છ, અધમ) બોરનું ફળ મોટું અને મીઠું હોય છે. બોર મીઠું ભલે હોય પણ તેની મોટાઈ અંદરમાં રહેલ ઠળીયાને કારણે હોય છે. જેને ફેંકી દેવાનું હોય છે. આ ઠળીયો બોરની તુચ્છતાને દર્શાવે છે. તે જાણે કહે છે કે બહારથી ભલે મોટો દેખાતો હોય પણ અંદરથી તો તે કઠોર અને નિષ્ઠુર છે. આ દુનિયામાં એવાં કેટલાય લોકો હોય છે જેના માટે કહી શકાય કે નામ મોટે ઔર દર્શન ખોટે. બહારથી સારા દેખાતાં અંદરથી તો અત્યંત તુચ્છસ્વભાવના અને કઠોર પરિણામવાળા હોય છે. અવસર - અવસર (ઈ.) (1) પ્રસ્તાવ, સમય, પ્રસંગ 2. વિભાગ) અવસર - નવUT (ન.) (સમવસરણ) જિનશાસનમાં સમવસરણ શબ્દ અતિપ્રસિદ્ધ છે. સમવસરણ દેવનિર્મિત હોય છે. તેમજ તેના ત્રણ ગઢ હોય છે. પ્રથમ ગઢ રૂપાનો, દ્વિતીય સોનાનો અને ત્રીજો ગઢ રત્નનિર્મિત હોય છે. આ સમવસરણમાં બેસીને તીર્થકર ભગવંતો લોકોપકાર કાજે ધર્મદેશના ફરમાવતાં હોય છે. નર્વસવસ - અપવવા (ઉ.) (પરવશ, પરાધીન) પરવશતા અને પરાધીનતા પ્રકૃતિનો સનાતન નિયમ રહ્યો છે. જવાનીમાં અલ્લડ મદમસ્ત દેખાતા માણસ, પ્રાણીઓ કે વૃક્ષાદિ