Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગલ - પ (મત્ર.) (1. સંભાવના 2. સમૂહ 3. નિશ્ચય, અવધારણા 4. પ્રેરણા 5. પાદપૂર્તિ અર્થે) સંસ્કૃત ભાષામાં જેના કોઇ રૂપ ન થઇ શકે તેને અવ્યય કહેલા છે. આ અવ્યયના રૂપ ભલે ન થઇ શકતાં હોય પણ તેના અર્થો અનેક થતાં હોય છે. એક જ અવ્યય જુદા જુદા સ્થાને અલગ અલગ અર્થે ઉપયુક્ત થતાં હોય છે. જેમ કે ઇનામક અવ્યય ક્યાંક સંભાવનાના અર્થમાં, ક્યાંક સમૂહ, ક્યારેક અવધારણના અર્થે તો ક્યારેક માત્ર પાદપૂર્તિના અર્થમાં વપરાતો હોય છે. બલિમ - વિ(મત્ર) (સમુચ્ચય, સમૂહ) વિમવલંત -- અર્વક્ષમાળ (વિ.) (પાછળથી જોતો) કોઇપણ દુખદ ઘટના બને ત્યારબાદ પાછળથી એનું એનાલિસીસ થવું જોઇએ. કેમકે બની ગયેલ દુર્ઘટનાને બદલી તો નથી શકાતી. પણ ભવિષ્યમાં તેવી ભૂલ ફરી ન બને તેની તકેદારી તો રાખી જ શકાય છે. સમજદાર તેને જ કહેવાય કે જે પ્રત્યેક બનાવને પાછળથી જોઇને તેનું સમાલોચન કરે. સીતા, અંજના, લવ-કુશ, દઢપ્રહારી આ બધાએ પોતાની સાથે બનેલ પ્રસંગનું એનાલીસીસ કર્યું અને બધાદુખોનું મૂળ સંસાર જાણીને તેનો ત્યાગ કર્યો હતો. વિય - પ્રતિથિ (.) (અન્યથી ભિન્ન, એકમાત્ર). જે બીજા બધા કરતાં સાવ અલગ હોય. અથવા જેના જેવું બીજું કોઇ જ ન હોય તેને અદ્વિતીય કહેવાય છે. જેમ વિનયમાં ગૌતમસ્વામી, ક્ષમામાં પરમાત્મા મહાવીર, દેવોમાં ઇંદ્ર, તીર્થોમાં શત્રુંજય, પર્વતોમાં મેરુપર્વત આ બધા જ અદ્વિતીય શ્રેણીમાં બિરાજે છે. अविउट्टमाण - अवित्रुटयमान (त्रि.) (પીડાતો, દુખ પામતો) ઘણાં એવા ભારે કર્મી જીવો હોય છે. જેઓ સઘળાય દુખનું કારણ સંસાર છે એવું માનવા હરગીઝ તૈયાર નથી થતાં. ગમે એટલી તક્લીફ થતી હોય. દુખોથી ભયંકર પીડાતો હોય તો પણ મધમાખી જેમ ગોળને ચોંટી રહે તેમ ભોગમાં ગળાડૂબ ડૂબેલો રહે છે. આવા જીવોને શાસ્ત્રમાં દુર્લભબોધિ કહેલા છે. अविउप्पगमा - अव्युत्प्रकटा (स्त्री.) (વિશેષ કરીને પ્રગટ નહિ તે, વિશેષથી અપ્રગટ) લોકોત્તર જીવદયાના પ્રતિપાલક શ્રમણ ભગવંતોને જે સ્થાનમાં પ્રકાશ પડતો ન હોય. જે સ્થાન નરી આંખે જોઇ શકાય તેવા ઊજાસ કરીને વિશેષ રીતે અપ્રગટ હોય. તે સ્થાને રહેવાનો તથા આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવેલ છે. પ્રાયઃ કરીને તેવા અંધકારના સ્થાનોમાં જીવોત્પત્તિ વિશેષ કરીને સંભવતી હોવાથી તે સ્થાનને વાસ કે પિંડગ્રહણ ત્યાજય બને છે. મવિજૂિતા (.) (અવિદ્વાનોએ કહેલ) મવિડસરા -- આવ્યુત્સર્જનતા (સ્ત્રી.) (અત્યાગ) દેવવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશ કરતાં શ્રાવકે સાચવવા યોગ્ય પાંચ પ્રકારના અભિગમ કહેલા છે. તેમાં અત્યાગ નામનો બીજા પ્રકારનો અભિગમ કહેલો છે. જિનાલયમાં પ્રવેશતાં શ્રાવકે પોતાની પાસે રહેલ પૈસા, આભૂષણ તેમજ વસ્ત્રાદિ અચિત્ત વસ્તુનો અત્યાગ અર્થાતુ સાથે રાખવાનું હોય છે. તેનો ત્યાગ કરવાનો હોતો નથી. 14 -