Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હૃદયના ભાવપૂર્વક નહિ કિંતુ માત્ર શારીરિક આચારોનું પાલન કરે છે. તેવા જીવોને વ્યવહારસૂત્રમાં ભાવસુ કહેલા છે. આંખો ખુલ્લી હોવાથી લોકો ભલે તેમને જાગતા કહે. પણ જ્યાં સુધી ચિત્તમાં ધર્મભાવના નથી જાગી ત્યાંસુધી તેઓ ભાવનિદ્રામાં સૂતેલા છે. મવિમળન - મતિમાજ (શિ) (વિભાગ કરવાને અશક્ય) વિમત્ત - ઉમર (રે.) (જનો વિભાગ કરવામાં નથી આવ્યો તે) अविभत्ति - अविभक्ति (स्त्री.) વિભાગનો અભાવ) વનવાસ ભોગવી રહેલા પાંડવોને જ્યારે ખબર પડી કે બહારના રાજાએ આવીને કૌરવોને બંદી બનાવી લીધા છે. ત્યારે યુધિષ્ઠિરે ચારેય ભાઇઓને યુદ્ધ કરવા માટે આજ્ઞા કરી. મહાબલી ભીમે કહ્યું મોટા ભાઈ ! માફ કરજો પણ આપણી જોડે દુર્વ્યવહાર કરનાર કૌરવો માટે આપણે શું કામ લડવું જોઇએ. ભીમનો જવાબ આપતાં યુધિષ્ઠિરે કહ્યું. કૌરવો અને આપણી વચ્ચે જે મતભેદો છે તે આપણા બેની વચ્ચેનાં છે. પરંતુ તેનો ફાયદો કોઇ બહારનો ઉઠાવે તે યોગ્ય નથી. કૌરવો અને આપણા યુદ્ધમાં આપણે સો અને પાંચ છીએ. પણ બહારના દુશ્મન માટે તો એકસો પાંચ છીએ. તેમાં આપણું વિભાજન શક્ય નથી. વિમલ - વિમવ (ઈ.) (દરિદ્રતારહિત) આ જગતમાં ધનવાન અને ગુણવાન એમ બે પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો પાસે ધન હોય છે પણ તેમનામાં ઉદારતાદિ ગુણો નથી હોતા. આથી તેઓ માત્ર ધનવાન જ કહેવાય છે. જ્યારે કેટલાક લોકો પાસે પૈસાની અમીરી નથી હોતી પણ તેમનું હૃદય પરોપકારીતાદિ ગુણોથી સદૈવ ઉભરાતું હોય છે. આવા લોકો ધનથી ભલે દરિદ્ર હોય પણ ગુણોથી તો તેઓ ધનવાન જ છે. अविभाइम - अविभागिम (त्रि.) (ભાગશૂન્ય, ભાગરહિત, એકરૂપ) પાણીમાં રંગ ભળતા પાણી અને રંગ બન્ને એકબીજામાં એવાં ભળી જાય છે કે કલર અને પાણીનો વિભાગ કરવો અશક્ય બની જાય છે. વિવિધ વનસ્પતિઓને વાટીને કાઢવામાં આવેલ રસો એકબીજામાં એકરૂપતાએ એવાં ભળી જાય છે કે તેમનો ભેદ બતાવવો અશક્ય બની જાય છે. તેમ યથાખ્યાતચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચેલ આત્મામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણો એવા ભળી જાય છે કે આ ગુણો અને આ ગુણી એમ વિભાજન કરવું નિરર્થક બને છે. માફ - વિમા () (વિભાગ કરવાને અશક્ય) વિમા - મવમm (g) (વિભાગનો અભાવ, અત્તરરહિત) अविभागपलिच्छेय - अविभागपरिच्छेद (पुं.) (જેના વિભાગ ન પડી શકે તેવા અંશ) કર્મગ્રંથમાં કહ્યું છે કે “કેવલી ભગવંતોએ બુદ્ધિકલ્પનાએ અત્યંત સૂક્ષ્મતાથી જેનું વિભાજન કર્યા પછી પુનઃ તે અંશનું કોઇપણ રીતે વિભાગ પાડી ન શકાય તેવા અંશને અવિભાગપરિચ્છેદ કહેવામાં આવે છે.” अविभागुत्तरिय - अविभागोत्तर (त्रि.) (રસના એકેક અંશે ઉત્તરોત્તર વધતું) 112 -