Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મવડું - અપતિ () (વિનાશ, ધ્વસ) માણસમાત્ર ભૂલને પાત્ર ઉક્તિ અનુસાર ભૂલ થઈ જવી તે કોઇ મોટી વાત નથી, પણ તે ભૂલને નજર અંદાજ કરવી કે છાવરવી તે ખોટી વાત છે. દઢપ્રહારીએ ચાર મહાહત્યા કરીને ભૂલ કરી. પરંતુ પોતાની ભૂલ સમજાઈ જતાં તેણે ભૂલને સુધારવાનાં પ્રયત્નો કર્યા અને આત્મકલ્યાણ સાધ્યું. જ્યારે રાવણે સીતાનું અપહરણ કરીને ભૂલ કરી. તે જાણતો હોવાં છતાં પોતાની ભૂલને સુધારવાને બદલે તેને છાવરી જેનું પરિણામ જગપ્રસિદ્ધ છે. લંકાનો વિનાશ, કીર્તિનો નાશ અને પ્રાણનો પણ નાશ કર્યો. અવઠ્ઠ - મહત્વ () (1. ત્યાગીને, છોડીને 2. છીનવીને, આંચકી લઇને) ગવદક - મહંત (કિ.). (1, ત્યાગેલ, છોડી દીધેલ 2. છીનવી લીધેલ, આંચકેલ 3. દેશાંતર લઇ ગયેલ). બહારથી આવેલ અંગ્રેજોએ આ દેશ ઉપર બસો વર્ષ જેટલું રાજ કર્યું. આ બસો વર્ષોમાં તેઓ આ દેશની કેટલીય અમૂલ્ય વસ્તુઓ પોતાના દેશમાં લઇ ગયેલા. તૈમૂરલિંગનું મયૂરાસન, કોહીનૂર હીરો, રજવાડાના હીરા, મોતી, ઝવેરાત એવું તો કંઇ કેટલીય વસ્તુઓ વિદેશમાં લઇ ગયેલા. આવા લૂંટારુ અંગ્રેજોને આપણે સભ્ય અને આપણા સંસ્કારી પૂર્વજોને અસભ્ય માનીએ તેમાં મૂર્ખામી નથી તો બીજું શું છે. ઝવસ્થિય - મપતિત (3) (પરિત્યક્ત, દૂર કરેલ) શ્રીરામના કહેવાથી સારથિએ સીતાને વનમાં ઉતારી અને પાછા ફરતાં પૂછ્યું દેવી ! રાજા રામને કાંઇ સંદેશો કહેવો છે? ત્યારે સીતાએ કહ્યું મારા સ્વામી શ્રીરામને કહેજો કે બીજાની વાત સાંભળીને મારી પર અવિશ્વાસ કર્યો અને ત્યાગી દીધી. મને તેમનાથી દૂર કરી તેનો વાંધો નથી. પણ બીજાની વાતોમાં આવીને જિનધર્મનો ત્યાગ ક્યારેય ન કરતાં, अवहट्टुसंजम - अपहृत्यसंयम (पुं.) (અસંયમના 17 પ્રકારમાંનો એક) જેટલા સંયમના પ્રકાર છે એટલા જ અસંયમના પ્રકાર કહેલા છે. શાસ્ત્રમાં જણાવેલ વિધિથી ઉચ્ચાર- પ્રગ્નવણને પરઠવવાથી સંયમવૃદ્ધિ થાય છે. કિંતુ જે વિધિ કહેલ છે તેથી વિપરીત રીતે ઉચ્ચારાદિ પરવવાથી અસંયમનો દોષ લાગે છે. વUT - પ્રવહનન () (મુસલ, ઉખલ) વહમા - મનન (રિ.). (નહિ હણતો, પીડાને નહિ કરતો) દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “અજયણાપૂર્વક ઉઠતો, બેસતો, ચાલતો, આહારાદિ કાર્ય કરતો જીવ અશુભકર્મનો બંધ કરે છે. તથા તેના કડવાફળને ચાખે છે. જયારે જયણાપૂર્વક આહારાદિ કાર્ય કરવા દ્વારા એકેંદ્રિયાદિ જીવોને નહિ હણતો આત્મા શુભકર્મને બાંધે છે અને તેના મીઠાફળને પ્રાપ્ત કરે છે.” ઝવદર - 1 (થા) (જવું, ગમન કરવું) દુનિયામાં માણસ આવે છે બંધમુઠ્ઠી લઇને, જાણે આખું જગત તેને પોતાના હાથમાં બાંધી દેવાનો હોય તેમ સંદેશો આપે છે. પણ બંધમુટ્ટીવાળાને ખ્યાલ નથી કે જવાનો વારો આવશે ત્યારે તો ખાલી હથેળીએ જ જવાનું છે. જગતનું આ જ નગ્નસત્ય છે. વાય -- પાથ (કાવ્ય) (ત્યજીને, છોડીને, ત્યાગ કરીને) 1000