Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સચેતન જીવો વૃદ્ધાવસ્થામાં પરવશ અને લાચાર બની જતા હોય છે. વૈરાગ્યશતકાદિ ગ્રંથોમાં કહ્યું છે કે જેણે ઇંદ્રિયોના દમન અને ભોગોમાં અનાસક્તભાવ વડે આત્માને વશમાં કર્યો છે. તેણે ક્યારેય પરાધીનતા સેવવી પડતી નથી. ગવદ - વિથ (g.) (ઘર, મકાન, આશ્રય). જ્યાં બધાના મન મળેલા છે. જયાં સંસ્કારોનો દીપ પ્રજવળે છે. જયાં માણસાઇના ગુણો ગણગણાટ કરી રહ્યા હોય છે. તે સ્થાન ઘર બને છે અને જ્યાં આ બધાનો અભાવ છે તે સ્થાન માત્ર મકાન અર્થાત્ ચાર દિવાલોનો ડબ્બો જ બની રહે છે. મકાન માણસને આરામ આપે છે. જયારે ઘર માણસને આનંદ અને પૂર્ણતાનું સુખ આપે છે. અવસાવા - અવશ્રાવા (2) (1. કાંજી 2. ભાત વગેરેનું ધોવણ) કોજી લોકપ્રસિદ્ધ શબ્દ છે. વસ્ત્રોને કડક કરવા માટે આર કરવા માટે આ કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં લખ્યું છે કે શુદ્ધ નિર્દોષ જલના અભાવમાં ભાત વગેરેનું ધોવણ અચિત્ત હોવાથી સાધુને તે ગ્રાહ્ય બને છે. અર્થાત પાણીના અભાવમાં સાધુ ચોખા વગેરેનું ધોવણ પાણીના સ્થાને વાપરી શકે છે. કેવસિતંત - માસિદ્ધાન્ત (ઈ.) (દૂષિતસિદ્ધાંત, અસત્ય સિદ્ધાંત) એક ઠેકાણે પોતાનો મત ધારદાર દલીલોથી સિદ્ધ કર્યો હોય અને આગળ જતાં એવી વાત કહી દે કે જેનાથી પૂર્વનો પોતાનો સિદ્ધાંત બાધા પામે. એવા શાસ્ત્રો કે મતો અપસિદ્ધાંત કહેવાય છે. પોતાની વાતનું ખંડન કર્યા પછી બીજી વાતથી તેનું ખંડન થાય તે સિદ્ધાંત દૂષિત કહેવાય છે. આવા દૂષિતસિદ્ધાંતો ક્યારેય પોતાનું કે બીજાનું કલ્યાણ કરી શકતાં નથી. મવરે - મવચમ્ ( વ્ય.) (નિશે, અવશ્ય, જરૂ૨) ઝવણ - ઝવણો (ઈ.) (બાકી, વધેલું, બચેલું) વિદ્વાન જગતમાં વાચકમુખ્ય તરીકે જેઓ પ્રસિદ્ધિ પામ્યાં છે. તેવા ઉમાસ્વાતિજી મહારાજ પ્રશમરતિગ્રંથમાં પોતાની લઘુતા - જણાવતા લખ્યું છે. જેમ કોઇ ભિખારી બીજાએ આરોગી લીધા બાદ વધેલા આહારના દાણાઓ એકઠા કરે છે. તેમ ચૌદપૂર્વીઓએ જે જ્ઞાનને પ્રસરાવ્યું છે તેમાંથી શેષ રહેલ દાણાઓને એકઠા કરીને જ તમારી સામે મૂકી રહ્યો છું. આમાં મારું પોતાનું કશું જ નથી. ધન્ય હોજો ! આવા ઉદારહૃદયના સ્વામીને. અવદ - () (જવું, ગમન કરવું) અવદ - નર (થા) (નાશી જવું, ભાગી જવું, પલાયન થવું) જંગલની અંદર શિયાળો અને વરુઓ ત્યાં સુધી જ મનમાની કરી શકે છે. જયાં સુધી સિંહ પોતાની નિદ્રામાંથી જાગ્યો હોતો નથી. સિંહની એક ત્રાડથી બધા જ જાનવરો ભીગીબિલ્લી બનીને આમથી તેમ છૂપાઇ જાય છે. આત્મામાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, ઇર્ષ્યાદિ વરુઓ ત્યાં સુધી જ ટકી શકે છે. જ્યાં સુધી જિનાજ્ઞારૂપી સિંહની ત્રાડ નથી પડી. જિનાજ્ઞાના સિંહનાદથી બધા જ કષાય જાનવરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે. ઉમરણોm - મોજ(ઈ.) (1. શોકરહિત 2. જંબુદ્વીપથી બારમાં દ્વીપનો અધિપતિ દેવ) - - - 98 -