Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નિયમો બાંધવામાં આવ્યાં તદનુસાર જ વર્તવું તે ઉત્સર્ગમાર્ગ છે. કિંતુ ક્યારેક પરિસ્થિતિવશ, અવસ્થાવશ કે અન્ય કોઈ કારણોસર ઉત્સર્ગમાર્ગનું આચરણ થઇ ન શકે. તેવા સમયે ગીતાર્થ ગુરુવર્ય દ્રવ્ય ક્ષેત્રકાળભાવને અનુલક્ષીને નિયમોમાં છૂટછાટ આપે તેને અપવાદમાર્ગ કહેવાય છે. અપવાદમાર્ગનું સેવન કર્યા પછી પણ ગુરુ સમીપે તેનું પ્રાયશ્ચિત્ત લેવું અનિવાર્ય છે. अववायकारि (ण)- अपवादकारिन (पुं.) (આજ્ઞાકારી, આજ્ઞાનુસાર વર્તનાર) શાસ્ત્રવચન છે કે ગુરુમા IU Mઅર્થાત્ ગુરુની આજ્ઞામાં ધર્મ રહ્યો છે. ધર્મસચિવાળા આત્માઓ ક્યારેય પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોતાં નથી. તેઓ ગીતાર્થ ગુરુની આજ્ઞાનુસાર જ વર્તન કરનારા હોય છે. જે સ્વચ્છંદી આત્માઓ ગુરુની આજ્ઞાનું ઉત્થાપન કરે છે. તેઓ અધર્મનું આચરણ કરનારા અને દુર્ગતિગામી જાણવા. ઝવવાય, - વાવસૂત્ર () (અપવાદમાર્ગને જણાવનાર સૂત્ર) ઝવવિદ - વિથ (!) (ત નામે પ્રસિદ્ધ આજીવકમતોપાસક) અવસત્ર - મવસર (.) (પ્રસંગ, અવસર, પ્રસ્તાવ) જીતકલ્પાદિ શાસ્ત્રોમાં લખ્યું છે કે દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાદિ પ્રસંગને અનુરૂપ આચરણ કરનાર અને કરાવનાર હોય તે જ ગીતાર્થ છે. પ્રત્યુત્પન્નમતિ હોય તો જ અવસર પ્રમાણે વર્તી શકાય છે. આવી મતિના સ્વામી ગીતાર્થ સિવાય બીજું કોઈ હોઈ શકતું જ નથી.' વાદીદેવસૂરિએ જો અવસર અનુસાર વર્તન કર્યું ન હોત તો જિનશાસનને સિદ્ધસેનદિવાકર જેવા કવિસમ્રાટની પ્રાપ્તિ જ થઇ ન હોત. વસ - મવા (ઈ.) (કર્મપરવશ, પરાધીન) ગાય, ભેંસ, બકરી, કૂતરો, ઘેટાં વગેરે પરાધીન હોવાથી પાલતું પ્રાણીઓ છે. તે હંમેશાં બીજાએ આપેલ વસ્તુ પર નિર્ભર રહેતા હોય છે. જયારે પોતાની આજીવિકા મેળવવા સક્ષમ એવો સિંહ સ્વાધીન હોવાથી જંગલમાં એકલો ફરે છે. તેને કોઇ બીજાના આશરે જીવવું પડતું નથી. તેથી તે જંગલનો રાજા કહેવાય છે. તેમ જેઓ પુણ્યના કારણે મળેલ ભોગોને આધીન હોય છે. તેઓ પાલતું પ્રાણીની જેમ સંસારમાં બંધાઇને રહે છે. જયારે કર્મોને આધીન ન રહેનાર સિંહ જેવા પરાક્રમી આત્માઓ મોક્ષરૂપી વનમાં વિહરતાં હોય છે. *મવશ્વમ્ (કાવ્ય.) (નિશ્ચ, ફરજીયાત, અવશ્ય) સામાન્યથી કહેવાય છે કે બીજ વાવ્યું એટલે નિચે ભવિષ્યમાં વૃક્ષ થવાનું જ. વાદળા બંધાયા એટલે વરસાદ ફરજીયાત થવાનો. પેટમાં કોળિયો ગયો એટલે ભૂખ શાંત થવાની જ. તેમ તમે શુભ કે અશુભ કમોં બાંધો છો ત્યારે જ નક્કી થઇ જાય છે કે તેનું શુભાશુભ ફળ પ્રાપ્ત થવાનું જ છે. અવકા - અપભુ (જ.) (અશુભસૂચક નિમિત્તનો એક ભેદ) યુદ્ધપ્રયાણ, યાત્રાપ્રયાણ, તેમજ શુભકાર્યાદિ પ્રસંગે જતી વખતે પ્રારંભમાં જ શુકનશાસ્ત્રમાં કહેલ કોઈ અશુભ નિમિત્ત પ્રાપ્ત થાય તો તેને અપશુકન કહેવામાં આવે છે. શુભપ્રસંગે અપશુકન થવાથી ઇચ્છિતકાર્ય પાર પડતું નથી. શુકનશાસ્ત્રમાં અપશુકનો તો ઘણાં કહ્યાં છે. પણ તેમાંના કેટલાક આ પ્રકારના છે. પ્રાયણ સમયે કાગડાનો, ઘૂવડનો, કૂતરાનો અવાજ થવો. દરિદ્રભિખારી સામે મળવો. શ્વાનનું ડાબેથી જમણે ઉતરવું વગેરે અપશુકન કહેવાય છે.