Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અવયવ+GIT - અક્ષમાળ (શિ). (અપેક્ષા કરતો, આકાંક્ષા રાખતો) આપણે દરેક પાસે કોઇને કોઇ અપેક્ષા રાખતા હોઇએ છીએ. માતાપિતા સંતાન પાસે, પુત્ર પિતા પાસે, પત્ની પતિ પાસે, પતિ પત્ની પાસે, માલિક નોકર પાસે, એક સ્વજન બીજા સ્વજન પાસે. આમ દરેક માણસ અપેક્ષાના રોગથી ગ્રસ્ત છે. મહાવીર જિનેશ્વર કહે છે કે અપેક્ષા રાખવી એટલે દુખને નોતરું આપવા જેવી વાત છે. કેમકે અપેક્ષા હોવાની ત્યાં તેનો ભંગ પણ થવાનો અને અપેક્ષાભંગ થશે તો દુખ ચોક્કસ લાગવાનું. આથી નિરપેક્ષ જીવનની આદત પાડવી હિતાવહ છે. વયન (રે.). (અંત, છેડો, પર્યન્ત) ઝવય - I (aa .) (જોવું, દેખવું). અવયur -- વજન () (દુષ્ટ વચન, નિંદ્યવચન) સ્થાનાંગસૂત્રમાં કહેવું છે કે “સાધુ કે સાધ્વીને કહેવાતા છ વચનો બોલવા કલ્પતા નથી, 1, અલીક્વચન 2. હીલિતવચન 3. બિસિતવચન 4. પરુષવચન 5. ગાઈથ્યવચન અને 6, વ્યવશમિતવચન. આ છ વચનો નિંદ્ય અને અપ્રીતિકારક હોવાથી શ્રમણ-શ્રમણીએ તેનો ત્યાગ કરવો ઘટે.” મવયવ - અવયવ (. (1. અવયવીનો એક ભાગ, અંશ 2. અનુમાનપ્રયોગનો વાક્યાંશ) ન્યાયના ગ્રંથોમાં અવયવ અને અવયવીનો પ્રચૂરમાત્રામાં ઉપયોગ થયેલ છે. ઘણા બધા અવયવોથી યુક્ત હોય તેને અવયવી કહેવાય છે. તેમજ અવયવીના એક અંશ કે ભાગને અવયવય કહેવામાં આવે છે. અનુમાન કરવા માટે જે વાક્ય પ્રયોગ કરવામાં આવે તેના એકદેશને પણ અવયવ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારે છે. 1. પ્રતિજ્ઞા 2. હેતુ 3. ઉદાહરણ 4. ઉપનય અને 5. નિગમન. અવયવ (m) - ઝવલિન (.). (અવયવવાળું, જેના ભાગ પડી શકે તે) ન્યાયની ભાષામાં કહીએ તો ઘટમાં ઘટત્વ રહે છે. પટમાં પટવ રહે છે. મનુષ્યમાં મનુષ્યત્વ રહે છે. તેમ અવયવમાં અવયવી રહે છે. ઘણા બધા અવયવો ભેગા મળીને જે દ્રવ્યનો એકરૂપે બોધ કરાવે તેનું નામ અવયવી છે. યથા આપણને જે વસ્ત્રનો બોધ થાય છે તે ઘણાબધા રેસાઓની સંયુક્તતાને કારણે. ઘણા બધા તાંતણા ભેગા થઇને એક વસ્ત્રનો બોધ કરાવે છે. આમ અવયવી અવયવ વિના રહેવો અશક્ય છે. अवयासण - अवत्रासन (न.) (વૃક્ષાદિનું પ્રભાવથી ચલિત થવું તે) ષા (ર) (આલિંગન, ભેટવું) આલિંગન એ પ્રેમનું પ્રતીક છે. સામેવાળા માટે મનમાં રહેલ સ્નેહ અને પ્રેમને જણાવવાનું માધ્યમ છે આલિંગન, આલિંગનો ઘણા પ્રકારના હોય છે. પ્રેમી-પ્રેમિકાનું, પતિ-પત્નીનું, પિતા-પુત્રનું વગેરે વગેરે. આ જગતમાં જો કોઇ સર્વોત્કૃષ્ટ આલિંગન હોય તો તે છે માતા અને પુત્રનું. કેમકે તે આલિંગન નિરપેક્ષ અને એકાંતે પવિત્ર હોય છે. તેમાં કોઈ દંભ કે સ્વાર્થની ગંદકી હોતી નથી. - 88 0