Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગવર્નન -- અવનબ્રિજ (7). (દંડ, લાકડી) દુનિયામાં દરેક વસ્તુના સારા અને નરસા એમ બે પાસા હોય છે. જેમ શિક્ષકના હાથમાં રહેલ લાકડી વિદ્યાર્થી માટે ડરનું કારણ બને છે. તે જ લાકડી એક વૃદ્ધ માટે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે આધારભૂત બને છે. સાધુ માટે દંડ વિહારમાં જંગલી પશુઓથી રક્ષણ માટે મહત્ત્વનું અંગ બને છે. ઝવવા - ઝવત્નપ્પન () (1. વસ્તુના સામાન્ય અને વિશેષ અર્થનું જ્ઞાન 2. આધાર, આશ્રય, ટેકો 3. ઓટલો, વેદિકા 4. મસ્તક નમાવવું) જ્યારે એક પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ ગુણધર્મનું પણ જ્ઞાન થાય છે. જેમ એક ધટનું જ્ઞાન થયું એટલે આ ઘડો શબ્દ નથી, રૂપ નથી, ફૂલ નથી એવા નકારાત્મક રૂપ સામાન્યનું જ્ઞાન થયું. તેવી જ રીતે અન્યરૂપે ન રહેલ વિશેષધર્માત્મક ઘટ છે. એવું જ્ઞાન થાય છે. આમ એક જ પદાર્થમાં રહેલ સામાન્ય અને વિશેષનું જ્ઞાન તે અવલંબન છે. अवलंबणया - अवलम्बनता (स्त्री.) (અવગ્રહ જ્ઞાન, મતિજ્ઞાનનો એક પ્રકાર) મતિજ્ઞાનના પ્રકારમાં એક પ્રકાર છે અવગ્રહનો. જયારે કોઇ વસ્તુ શરીર સાથે સ્પર્શમાં આવે છે ત્યારે તેનો જે અસ્પષ્ટ બોધ થાય છે. તે અવગ્રહજ્ઞાન કે અવલંબનતા કહેવાય છે. अवलंबणबाह - अवलम्बनबाहा (स्त्री.) (1. બન્ને બાજુ આધારભૂત ભીંત 2. કઠેડો) પ્રત્યેક ઘરની ગેલેરીમાં એક કઠેડો હોય છે. તે કઠેડાનું કામ બે રીતનું હોય છે 1. તેનો ટેકો દઈને ઉભા રહી શકાય છે. 2. તે કઠેડો એક સીમાચિહ્નરૂપ છે. તે જણાવે છે કે આની આગળ ન જશો નહિતર નીચે પડી જવાશે. માણસ ગેલેરીમાં કઠેડો રાખીને એક ચોક્કસ મર્યાદા નક્કી કરે છે. પણ પોતાના જીવનમાં આવો કોઈ કઠેડો નથી રાખતો. જે જણાવે કે ભાઇ આનાથી આગળ ન જવાય નહિતર જીવનનું પતન થઇ જશે. દરેકના જીવનમાં મર્યાદારૂપ એક કઠેડો તો ચોક્કસ હોવો જોઇએ. જો હોય તો ખુશીની વાત છે અને ન હોય તો આજથી કોઇ કઠેડો બનાવી લો. ગવર્નાલિઝ - ગવર્નાક્ય (વ્ય.) (1. આશ્રયીને 2. વિષય કરીને) अवलंबित्तए - अवलम्बितुम् ( अव्य.) (આકર્ષવા માટે) આજના સ્પર્ધાત્મક જમાનામાં દરેક કંપનીઓ, દુકાનદારો, ધંધાદારીઓ ગ્રાહકને પોતાની તરફ આકર્ષવા માટે જાતજાતના પ્રલોભનો આપતાં હોય છે. તે પ્રલોભનોમાં ફસાઇને કોઇક તો ચોક્કસ છેતરાશે એવી તેમની ગણતરી હોય છે. અને એવું બનતું પણ હોય છે. જ્ઞાનીભગવંતો કહે છે કે મોહરાજા સંસારીજીવોને જાતજાતના પ્રલોભનો આપીને પોતાની મોહજાળમાં ફસાવે છે. અને સંસારીજીવો પણ તેમાં આકર્ષાઇને પોતાના વિનાશને નિશ્ચિત કરી દે છે. अवलंबिय - अवलम्बित (त्रि.) (1. નિરંતર, હંમેશાં 2. અવલંબન કરેલ, લટકેલ) કોઇક લેખકે એક ઠેકાણે બહુ જ સરસ વાત લખી છે. કહે છે કે ગયા વર્ષ સુધી તમે જે કરતાં હતાં આ વર્ષે પણ જો તે જ કરી રહ્યા છો. તો સમજી લે જો કે તમે અધોગતિ તરફ જઇ રહ્યા છો. જીવનમાં સતત કંઇક નવીન કરતાં રહેવું જોઇએ. જેથી જીવન અને કામનો આનંદ જળવાઇ રહે. *વત્રવ્ય ( વ્ય.) (1, લાગીને 2. અવલંબીને)