Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સદ્ધ - ઝવવદ્ધ (વિ.) (નિયંત્રિત, બાંધેલ) બાળકો પર માતા-પિતાનું નિયંત્રણ હોય છે. ઘર પરવડીલનું નિયંત્રણ હોય છે. દેશ પર રાજા કે વડાપ્રધાનનું નિયંત્રણ હોય છે. સમસ્ત જગત પર કર્મસત્તાનું નિયંત્રણ હોય છે. આખા વિશ્વમાં જે ધનવાનું-નિર્ધન, સુખી-દુખી, વી-રોગી વગેરે દેખાય છે. તે કર્મસત્તાને આધીન છે. કિંતુ આ બધા જ નિયંત્રણોથી સર્વોપરિ નિયંત્રણ છે આત્માનું. જિનેશ્વર પરમાત્મા કહે છે આત્મામાં એટલી શક્તિ પડી છે કે તે કર્મોને પોતાના ગુલામ બનાવી શકે છે. તે સર્વે કર્મોનો ખાત્મો બોલાવીને સિદ્ધશિલામાં રાજાના સ્થાને બિરાજિત થઇ શકે છે. अवबुद्ध - अवबुद्ध (पुं.) (બોધ, જ્ઞાન) ગૌતમબુદ્ધને જે વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ તે બોધિવૃક્ષના નામે પ્રસિદ્ધ થયું. આપણામાં પણ ચોવીસ તીર્થકરોને જે વૃક્ષોની નીચે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે કેવલપ્રાપ્તિ વૃક્ષ તરીકે ઓળખાય છે. આમ વૃક્ષનો અને જ્ઞાનપ્રાપ્તિનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આજે પોતાની સ્વાર્થપૂર્તિ માટે માનવ વૃક્ષો આડેધડ કાપવા માંડ્યો છે. વૃક્ષના અભાવની સાથે સાથે માણસ પણ કુંઠિતબુદ્ધિનો થઇ ગયો છે. વોહં - ઝવવો (કું.) (1. જ્ઞાન, બોધ 2. જાગરણ 3. સ્મૃતિ, યાદ) નવલોહળ - મવજોયન (ર) (1. ઠગવું, છેતરવું 2. શીખવવું) રોજબરોજની જીંદગીમાં દરેક જણ એક કે તેથી વધુ વખત ક્યાંક ને ક્યાંક છેતરાતો હોય છે. કોઈક ખિસ્સા કાતરુથી, કોઈક ઠગથી, તો આજે સફેદ કોલરવાળી કંપનીઓથી લોકો છેતરાતાં હોય છે. આવા ઠગથી ઠગાયેલા મનમાં દુખ અને દ્વેષની લાગણી અનુભવતા હોય છે. કિંતુ આ વિશ્વના મહાઠગ કર્મોથી છેતરાવવા છતાં માણસ તેમાં પોતાનું અહોભાગ્ય માનતો હોય છે. કેવું આશ્ચર્ય છે ! अवबोहि - अवबोधि (पुं.) (નિશ્ચય, નિર્ણય) જીવનમાં આવતી નાનીમોટી તકલીફો, વિશ્નો અને પરેશાનીઓથી આપણે મૂંઝાઇ જઇએ છીએ. હતાશ બની જઇએ છીએ. કોઇ વાતનો નિર્ણય લઇ શકતા નથી. પરમાત્મા કહે છે કે આમ હતાશ કે નિરાશ થઇ જવાની જરાય જરૂર નથી. એકવાર તમે કમર કસી લો. મનમાં મક્કમ નિર્ણય લઇ લો કે હું દરેક મુસીબતોનો સામનો કરીશ, કોઇપણ હાલતમાં ઘર નહિ માનું. આત્મા જો સહુથી મોટા વિઘ્નો કર્મોનો નાશ કરવા સમર્થ હોય તો પછી જીવનમાં આવનારી બીજી તકલીફોની શું વિસાત? વર્માસ - મvi (ઈ.) (ભાષાવિશેષ) સંસ્કૃતને શાસ્ત્રમાં દેવભાષા કહેવામાં આવેલ છે. જયારે સંસ્કૃતનો શુદ્ધ શબ્દ લોકમાં વપરાશાનુસાર વિકૃતિને પામે છે ત્યારે તે અપભ્રંશ કહેવાય છે. જેમ દેવપત્તનનું પત્તન અને પિત્તનનું પાટણ અપભ્રંશ થયું. એવી જ રીતે અમૃતસર શબ્દનું રાજસ્થાની ભાષામાં અંબરસર અપભ્રંશ છે. આ અપભ્રંશ ભાષા દેશાનુસાર અનેક પ્રકારની હોય છે. ઝવમાન - ગવમાસ (ઈ.) (1. તેજ અને જ્ઞાનનો પ્રકાશ ર. દેખાવ, દશ્ય) પ્રકાશ બે પ્રકારના હોય છે. 1. આખા જગતને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ અને 2. જ્ઞાનનો પ્રકાશ, સૂર્યાદિનો પ્રકાશ જગતના જડ પદાર્થનું જ જ્ઞાન કરાવે છે. જ્યારે જ્ઞાનનો પ્રકાશ આત્માનું આત્માના ગુણોનું અને આધ્યાત્મિક જગતનું જ્ઞાન