Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગવાર -- ગપHIR () (1. નાની બારી, છીંડી 2. ગુપ્તદ્વાર) પૂર્વના કાળે રાજાના મહેલોમાં શ્રેષ્ઠીઓના ઘરોમાં ગુસદ્ધારો રાખવામાં આવતા હતાં. જ્યારે કોઇ આપત્તિ આવી પડે અથવા વિશિષ્ટ કાર્ય ઉપસ્થિત થતાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમદાવાદમાં જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયમાં આવું જ એક ગુપ્તદ્વાર હતું જે છેક ખંભાતમાં નીકળતું હતું. અવઢ - ગવાહન (2) (ડામ, રોગ મટાડવા વૈદ્યો દ્વારા કરવામાં આવતો પ્રયોગ) આજના સમયે સાયન્સે ખુબ પ્રગતિ કરી છે. દરેક પ્રકારના રોગોની દવાઓ શોધી કાઢી છે. કિંતુ શોધાયેલી દવાઓ એકલા રોગોનું હરણ કરનારી જ નહિ અપિતુ સાથે સાથે આડઅસરો કરનારી છે. જયારે પૂર્વેના વૈદ્યશાસ્ત્રમાં દરેક રોગોની દવાઓ અને પ્રયોગો એટલા અકસીર હતાં કે શરીરમાંથી એકવાર રોગ કાઢ્યો એટલે ફરી ક્યારેય ઉત્પન્ન ન થાય. એટલું જ નહિ તેની કોઈ આડઅસરો પણ નહોતી થતી. જેમ અત્યારે લેસર ટેકનીકથી મસા, ફોડા કે ગાંઠ મટાડવામાં આવે છે. તેમ તે સમયમાં ડામ આપીને મસા વગેરેનો ઇલાજ કરવામાં આવતો હતો. સદ્ધ - માધ્વંસ (ઈ.) (ભાવનાવિશેષ) જે ભાવનાથી ચારિત્ર અને તેનું ફળ અસાર થઈ જાય તેને અપધ્વંસ કહેવામાં આવે છે. અર્થાત જે ચારિત્રનું ફળ મોક્ષ અપાવવાની યોગ્યતાવાળું હોવા છતાં જે ભાવનાથી ચારિત્રફળ સાવ તુચ્છ થઇ જાય તેવી ભાવનાને અપધ્વંસ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં આવા અપવૅસ અર્થાત ભાવના ચાર પ્રકારે કહેલ છે. 1. આસુરી 2. આભિયોગ 3. સંમોહ અને 5. કિલ્બિષિક ભાવના. આ ભાવનાથી જીવ અસુરાદિ યોનિમાં ઉત્પત્તિને પામે છે. अवधारियव्व -- अवधारयितव्य (न.) (અવધારણ કરવું, નિશ્ચય કરવો) અવયક્તિ - મવથરિત (2) (અપમાનિત, તિરસ્કૃત) સીતા અને ચાણક્ય બન્ને બીજા દ્વારા અપમાનિત થયેલા હતાં. રામે સીતાને અપમાનિત કરીને કાઢી મૂકી હતી. જયારે ચાણક્યને નિંદરાજાએ ભિક્ષુક અને ભિખારી કહીને તિરસ્કૃત કર્યા હતાં. પણ બન્નેએ થયેલ અપમાનમાંથી અલગ અલગ માર્ગને અપનાવ્યા. અપમાનિત થયેલ સીતાને વેદનામાંથી સંવેદના અને વૈરાગ્ય પ્રગટ્યો. તેઓએ મુક્તિના પુનિત માર્ગે પ્રયાણ કર્યું. ચાણક્ય વૈરાગ્યના બદલે વૈર અને હિંસાનો માર્ગ સ્વીકાર્યો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા તેણે નંદવંશનો સંપૂર્ણ નાશ કરાવ્યો. અવધૂર - વપૂત (કું.) (1. તિરસ્કૃત, અનાદર પામેલ 2. તે નામે પ્રસિદ્ધ લૌકિકાચાય) વાચસ્પતિ અભિધાન ગ્રંથમાં કહ્યું છે કે “જે સર્વે આશ્રમો અને વર્ષોને ઉલ્લંઘી ગયેલ છે, જે માત્ર પોતાના આત્મામાં જ સ્થિત છે. તેવા અતિવર્ણાશ્રમી યોગી પુરુષ અવધૂત કહેવાય છે.' વામન - મવા (g) (વિરુદ્ધ ઔષધિનો યોગ) રોગની ઉપશાંતિમાં કારણભૂત એવી ઔષધિનું જો સપ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો તે રોગનાશક અને બળવર્ધક બને છે. પરંતુ મતિદોષ કે અજ્ઞાનતાવશ જો વિરુદ્ધગુણવાળી ઔષધિઓનો યોગ કરવામાં આવે તો તે રોગની વૃદ્ધિ કરનાર અને પ્રાણઘાતક બને છે. જેમ મગ અને દૂધ બન્ને બળને વધારનારા છે. પણ જો બન્નેનું સાથે ભક્ષણ કરવામાં આવે તો કરોળિયાનો રોગ થાય છે