Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અવસ્થા - પાર્થ (2) (પૂર્વાપરના સંબંધ વિના બોલાયેલ વાક્ય, અસંબદ્ધ વચન, સૂત્રનો એક દોષ). સામાન્ય જનજીવનમાં આપણે એવા ઘણાબધા લોકોને જોઇએ છીએ. જેઓ એવી વાતો કરતાં હોય છે કે જેનું કોઇ ધડકે માથું હોતું જ નથી. તેમની વાતો પૂર્વાપર વિરોધાભાસી હોય છે. પૂર્વાપર અસંબદ્ધ વચન ક્યારેય ગ્રાહ્ય થતું નથી. સૂત્રના વિવિધ દોષમાં અસંબદ્ધ ઉચ્ચારને પણ એક દોષ તરીકે માનવામાં આવેલ છે. શ્રમણે આવા અપાર્થક દોષના ત્યાગપૂર્વક સૂત્રપઠન કરવું જોઇએ. અવસ્થવ - અવાસ્તવ (ઉ.). (અવાસ્તવિક, તે રૂપે ન હોય તે) જ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ અનંત જ્ઞાનદર્શનચારિત્રમય છે. તેનો સ્વભાવ સદૈવ ઉર્ધ્વગતિ પામવાનો છે. કિંતુ આવો ગુણવાન આત્મા રાગી, દ્વેષી, મોહાંધ, માયાવી વગેરે અવસ્થાઓમાં જણાય છે તે કર્મોના સંયોગનો પ્રભાવ છે. રાગી, દ્વેષી વગેરે તેનું અવાસ્તવિકસ્વરૂપ છે. જે દિવસે આત્મા અને કર્મનો સર્વથા વિયોગ થાય છે. તે દિવસે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અવસ્થા -- અવસ્થા (.) (દશા, સ્થિતિ) આપણી દશા કે અવદશા પાછળ કારણ છે આપણે સ્વયં અપનાવેલી દિશા. સાચી દિશામાં ચાલનારાની અવદશા કદાપિ થતી નથી. અને જેની અવદશા થઇ હોય છે સમજી લે જો કે તેની દિશા ક્યારેય પણ સાચી નહિ હોય. ઝવત્થતિન - અવસ્થાનિસ્ () (અવસ્થાત્રિક, ત્રણ અવસ્થા ભાવવી તે) દેવવંદન ભાષ્યમાં દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે “પરમાત્માના દર્શન પૂજન કરતી વખતે ત્રણ અવસ્થા ભાવવી. 1, છબી 2, કેવલી અને 3. સિદ્ધાવસ્થા.’ આ ત્રણ અવસ્થાના ચિંતનને અવસ્થાત્રિક કહેવાય છે. अवस्थापरिणाम - अवस्थापरिणाम (पुं.) (અવસ્થાપરિણામવિશેષ) દ્વાત્રિશત્કાત્રિશિકાની ટીકામાં લખ્યું છે કે “ઘટના પ્રથમ અને દ્વિતીય ક્ષણના અન્વયિપણાથી જે પરિણામ વિશેષ છે. તે અવસ્થા પરિણામ છે.' અવસ્થામર - અવસ્થામરા () (અવસ્થાને ઉચિત આભરણ) શાસ્ત્રમાં કહેલ છે કે શ્રાવકે પોતાની અવસ્થાને ઉચિત ઘરેણાને પહેરવા જોઇએ. જો પોતે સમૃદ્ધિવાનું હોવા છતાં અવસ્થાને ઉચિત આભરણ ધારણ નથી કરતો તો લોકમાં નિંદાને પામે છે. તેમજ પોતે દરિદ્રાવસ્થામાં હોય અને આભૂષણો લાખોના પહેરે તો પણ લોકો નિંદા કરે છે. કહે કે જોયું ! ભાઇ સાહેબ પાસે ફૂટી કોડીય નથી અને શોખ લાખોના પાળે છે. આવું ન થાય તે માટે કહ્યું છે કે પોતાની જેવી પરિસ્થિતિ હોય તદનુસાર આભરણ ધારણ કરવા જોઇએ. ઝવસ્થિય - ઝવસ્તૃત (ત્તિ.) (પ્રસરેલ, ફેલાયેલ). આઠ કર્મોમાં મોહનીયકર્મને કર્મોનો રાજા કહેલ છે. ઉપમિતિભવપ્રપંચી કથામાં કહ્યું છે કે મોહનીયકર્મનું સામ્રાજ્ય સંપૂર્ણ ચૌદરાજલોકમાં ફેલાયેલું છે. તેના મોહબળ આગળ ભલભલા વિદ્વાનો, તપસ્વીઓ, મહારથીઓ પણ ભૂ પીવે છે. તે આ જગતમાં કોઇથી પણ ભય પામતો નથી. એકમાત્ર જિનાજ્ઞાને વળગીને રહેલા જીવોને જ તે હરાવી શકતો નથી.