Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શાસ્ત્રમાં કહેલ છે કે જે વ્યક્તિ કેવલીની, જ્ઞાનની, ધર્મની, ધર્માચાર્યની, સર્વસાધુ વગેરેની નિંદા કરે છે, તે પરભવમાં કિલ્બિષિકના ભવને પામે છે અર્થાત તેવા જીવો કિલ્બિષિક દેવતા બને છે જે દેવલોકમાં નિંદ્ય અને ત્યાજય ગણાય છે.” अवण्णवाय - अवर्णवाद (पुं.) નિંદા, અપયશ કરવો) સ્થાનાંગસૂત્રમાં કહેલું છે કે “સંસારચક્રમાં જીવ દુર્લભબોધિ પાંચ કારણે બને છે. 1. અરિહંતનો અવર્ણવાદ 2. કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનો અવર્ણવાદ 3. આચાર્યોપાધ્યાયસાધુનો અવર્ણવાદ 4. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ તથા પ. તપ અને બ્રહ્મચર્યાદિના પ્રભાવે દેવગતિને પામેલ દેવનો અવર્ણવાદ. આ પાંચ અવર્ણવાદને કરનાર જીવ દુર્લભબોધિ અર્થાત સમ્યક્ત અને ધર્મથી વંચિત બને છે.” સવ - અવજ્ઞા (જ.) (તિરસ્કાર, અનાદર) આજની પેઢીના લોકો માતા-પિતાને ઓર્થોડોક્ષ અને જૂનવાણીના કહીને તેમનો તિરસ્કાર કરતાં હોય છે. આજના જમાનાની તમને ખબર ન પડે એવું કહીને સદૈવ તેમને તતડાવતા હોય છે. આવી મોર્ડન પેઢીને એનું ભાન નથી કે જો તમારા માતા-પિતા ઓર્થોડલ ન હોત અને મોર્ડન પેઢીના હોત તો તેઓ આ ધરતી પર જન્મ જ પામ્યા ન હોત. માતાના પેટમાં આવતાની સાથે જ તેમનું એબોર્શન થઈ ગયું હોત. તમારું નસીબ છે કે તમને જૂનવાણી વિચારના મા-બાપ મળ્યા છે. એનો હરખ માનજો ખેદ ન કરતાં. અavgવન - પદ્વવન (7) (મૃષાદંડ, અપલાપ કરવો) અનાદિકાળથી આત્માનો એક સ્વભાવ રહ્યો છે કે જે વસ્તુ છૂપાવવાની હશે તેને જાહેર કરશે. અને જેને જાહેર કરવાનું હશે તેને છૂપાવીને રાખશે. પોતાની પાસે રહેલ ધન લોકોપયોગ માટે જાહેર કરવાનું હશે તો તેને એવું છૂપવીને રાખશે કે પોતાના સ્વજનોને પણ ખબર ન પડે. પોતાના દોષો ગુરુ પાસે જાહેર કરવાને બદલે માયા કરીને છૂપાવી રાખશે. જ્યારે કોઇ સત્કાર્ય કરેલ હશે તો વાહ વાહના મેળવવા માટે ચાર ઠેકાણે તે સત્કાર્યને છૂપાવવાને બદલે ઢેરો પીટતો રહેશે. જે દિવસે આ બન્ને બાબતોનું શીર્ષાસન થશે તે દિવસથી અભ્યદયકાળ શરૂ થઇ ગયો સમજજો . મવા - પન્ના () (સંસ્કારિત જળથી સ્નાન કરવું તે, દ્રવ્યમિશ્રિત જળથી સ્નાન કરવું તે) પૂર્વના કાળમાં રાજા, શ્રેષ્ઠી કે સામાન્ય જનતા સુગંધી ચૂર્ણાદિ મિશ્રિત જળ વડે સ્નાન કરતાં હતાં. તે દ્રવ્યમિશ્રિત જલ શરીરને લાભકારી અને બળવૃદ્ધિમાં કારણભૂત હતું. તેવા જલના સ્નાનથી ચિત્ત અને તન બન્ને પ્રસન્ન થઇ જતાં. તે સમયમાં આજની જેમ ક્લોરાઈડમિશ્રિત જલનો સર્વથા અભાવ હતો. આજના ભેળસેળીયા જમાનામાં તેવા શુદ્ધ જલની અપેક્ષા રાખવી તે નિરર્થક છે. અવત૬ - ઝવણ (ત્રિ.) (પાતળું કરેલ) શરીરમાં લોહી જાડું થઇ જાય તો તરત જ બધી નળીઓ બ્લોક થઇ જાય છે. અને તેનાથી હાર્ટએટેક આવી જાય છે. એટેક ન આવે તે માટે ડોક્ટર લોહી પાતળું કરવા માટે ગોળી આપે છે. તેની જેમ જીવનમાં દુર્ગુણોરૂપી કુસંસ્કાર વધી જતાં આત્માનો વિકાસ બ્લોક થઇ જાય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ધર્મગુરુ આપણને સદાચારની ગોળીઓ આપે છે. સમજવાની વાત એ છે કે ડોક્ટરની ગોળીઓને લેવી આપણે જેટલી આવશ્યક સમજીએ છીએ તેટલી આવશ્યક ગુરુભગવંતે આપેલ સદાચરની માનીએ છીએ ખરા? મવ7 - અવ્ય (ઈ.) (1. અપરિણત વય, બાળક 2. અગીતાર્થ)