Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ *મવત (.) (નમેલ, નમ્ર બનેલ) દશવૈકાલિસૂત્રના પાંચમાં અધ્યયનમાં અવનત બે પ્રકારે કહેલા છે.૧. દ્રવ્યથી અવનત જેણે બે હાથ જોડેલા છે. મસ્તક નમાવેલું છે તે કાયાથી અવનત. 2. ભાવથી અવનત જે ભિક્ષાદિ અલાભ પ્રસંગે કે અન્ય કોઇ ઉપસર્નાદિ પ્રસંગે અદીનમન છે તેવા શ્રમણ ભાવઅવનત છે. કવયિન - માનવન (7) (નિષેધ) નિષેધ બે પ્રકારે છે 1. સદ્ નિષેધ અને 2. અસદુ નિષેધ. કોઇ આત્મા ખોટા માર્ગે જતો હોય. અસત્યવૃત્તિમાં લીન હોય તેવા જીવને સદુપદેશાદિ દ્વારા ગેરમાર્ગે જતો રોકવો તે સદ્ નિષેધ છે. આ સદ્ નિષેધ જીવને પુણ્યનો અનુબંધ કરાવે છે. જયારે કોઇ જીવ ધર્મમાર્ગે ઉદ્યમી હોય તેવા જીવને ધર્મથી પાડવા તેને કટુ વચન કહેવા. બળજબરીએ ધર્મપ્રવૃત્તિ કરતો રોકવો તે અસદ્ નિષેધ છે. આ અસનિષેધ એકાંતે ઘોરાતિઘોર કર્મનો બંધ કરાવનાર છે. अवणीयउवणीयवयण - अपनीतोपनीतवचन ( न.) (વચનનો એક પ્રકાર, સોળ વચનોમાંનું બારમું વચન) આચારાંગસૂત્રમાં સોળ પ્રકારના વચનોનું વિવરણ કરવામાં આવેલ છે. અપનીતોપનીતવચન તેમાંનું બારમું વચન છે. આ પ્રકારના વચનમાં નિંદા અને સ્તુતિ બન્ને એકસાથે કરવામાં આવે છે. જેમ કોઈ સ્ત્રી કદરૂપી હોય પણ વ્યવહારકુશળ, કાર્યકુશળ હોય તો એમ કહેવાય કે આ સ્ત્રી બહુ રૂપવતી નથી પરંતુ કાર્યાદિમાં અતિકુશળ છે. अवणीयचरय - अपनीतचरक (पु.) (વિશેષ અભિગ્રહધારી) કોઇ વસ્તુ વગેરે એક સ્થાનેથી બીજે સ્થાને રાખવામાં આવી હોય તેની ગવેષણા કરનારને અપનીતચરક કહેવાય છે. યથા દેવદ્રવ્યમાંથી પ્રયોજન પચ્ચે ધન ઉપાડીને અન્ય ક્ષેત્રમાં રખ્યું હોય તો સમય ગયે છતે તેની ગવેષણા કરનાર અભિગ્રહધારી અપનીતચરક છે. अवणीयवयण - अपनीतवचन (न.) (નિંદાયુક્ત વચન) નિંદા અને કુથલી કરનાર વ્યક્તિ ભલે એમ કહેતો હોય કે આ તો તે જેવો છે તેવી જ વાતો કરીએ છીએ. પરંતુ એક વાત સમજી રાખો કે નિંદાવચનો તમારામાં રહેલ ઈર્ષાતત્ત્વને ઉજાગર કરે છે. તે વ્યક્તિવિશેષ પ્રત્યે તમારા મનમાં રહેલ દ્વેષભાવને છતો કરે છે. આથી નિંદનીય તે વ્યક્તિ નહિ કિંતુ આપણામાં રહેલ દુર્ગુણ છે. અવUCT - અaf (a.) (1. અરૂપી, અમૂર્તદ્રવ્ય 2. અપયશ, અપકીર્તિ 3. નિંદા) પૂર્વના કાળે કોઇને એકવાર વચન આપ્યું હોય ત્યારબાદ પ્રાણના ભોગે પણ તેનું પાલન કરવામાં આવતું હતું. તેઓને પ્રાણઘાત એટલી પીડા નહોતું આપતું જેટલી પીડા લોકમાં ફેલાયેલ અપયશ આપતો હતો. તે સમયમાં ખાનદાન, સ્વાભિમાન વગેરે મહત્ત્વ રાખતાં હતાં. આથી જ તો કહેવાયું છે કે “રઘુકુલ રીત સદા ચલી આઇ પ્રાણ જાય અરુ વચન ન જાઈ યશ અને અપયશ વગેરેને ઘોળીને પી જનારા નિર્લજ્જ અને કાળા કાળજાના માનવીના ભેજામાં આ વાતો કેવી રીતે ઉતરે ? અવાઇવિંત - ઝવUવત (કિ.) (નિંદા કરનાર) વાઘાવાડુ () - ઝવવાવિત (ઈ.) (નિંદક, અપકીર્તિ કરનાર)