Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ રાત્રિએ આકાશમાં અર્ધચંદ્ર શોભે છે તેમ ઋષભદેવ પ્રભુનું અર્ધચંદ્રના આકારે રહેલું ભાલતિલક શોભે છે.” અવIN - પર્થમા(g.). (ચોથો ભાગ) લૌકિક જગતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વિશ્વના ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં લોકો વસે છે. જ્યારે જૈન માન્યતાનુસાર અસંખ્ય દ્વીપ અને સમુદ્રો માનાવામાં આવેલા છે. જે દ્વીપ જેટલા ક્ષેત્ર પ્રમાણનો હોય તેનાથી ડબલ પ્રમાણનો સમુદ્ર જાણવો. જેમ એકલાખ યોજનનો જંબુદ્વીપ છે તો લવણસમુદ્ર બે લાખ યોજનપ્રમાણ છે. अवडोमोयरिया - अपार्धमौदरिका (स्त्री.) (ઊણોદરી તપનો એક ભેદ) શાસ્ત્રમાં કકડીના ઇંડાપ્રમાણનો એક કોળિયો તેવા બત્રીસ કોળિયાનો આહાર પુરુષ માટે કહેલો છે. તેમાં પણ બત્રીસ કોળિયાથી કાંઇક ઓછું જમવું તે ઉણોદરી તપ કહેવાય છે. ભગવતીસૂત્રમાં કહેવું છે કે “શાસ્ત્રોક્ત કોળિયાપ્રમાણથી ઓછા પ્રમાણવાળા બાર કોળિયાનો આહાર કરવાથી અપાર્ધમૌદરિકા તપનો લાભ મળે છે.’ મવા - મવાર () (1. ગમન, ગતિ 2. અનુભવ, વેદન) આજનો માનવ સ્વીડનો ચાહક છે. ત્રણસો કે તેનાથી વધુ સીસીવાળી બાઇક, હોર્સપાવરવાળી કાર, આંખના પલકારામાં ક્યાંય દોડતી મેટ્રો ટ્રેન, સુપરસોનિક પ્લેન આ બધા તેને આશ્ચર્યમાં મૂકી દેનારા સાધનો છે. આ બધા સાધનોની સ્પીડથી અંજાઈ જનારા માનવને પોતાના આત્માની ગતિની કાંઇ જ ખબર નથી, આવા બાઇક, ટ્રેન કે સુપરસોનિક વિમાનોને પણ ગોકળગતિ કહેવડાવે તેવી ગતિ આત્માની કહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે આંખના એક પલકારામાં અસંખ્ય સમય વીતે છે. તેવા સમયપ્રમાણમાં આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે માત્ર બે કે ત્રણ સમયનો જ કાળ લાગે છે. અoid - સપનયન (3) (અસમર્થ) ષના પ્રસંગે જેટલી હિમ્મત પોતાના બળથી સામેવાળાને ચૂપ કરાવવમાં છે. તેનાથી કઇઘણી હિમ્મત છતી શક્તિએ તેને ક્ષમા આપવામાં છે. સજ્જન અને દુર્જનમાં એ જ તો તફાવત રહેલો છે. દુર્જનપુરુષ સત્કાર્યમાં અસમર્થ અને દુષ્કાર્યમાં સમર્થ બની જાય છે. જ્યારે સજ્જન દુકાર્યમાં અસમર્થ અને સત્કાર્યમાં સદૈવ સમર્થ હોય છે. વધામંત - ગવનમત (ત્રિ.) (નીચે નમતો, નમ્ર થતો) જેની ડાળીએ મોર પાક્યા છે. ખાટી અને મીઠી કેરીઓ જેની શાખાઓ પર ઝૂલી રહી છે. તેવું નમેલું આમ્રવૃક્ષ લોકોના આનંદ અને પ્રેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. જયારે નાના નાના તાડથી ઉન્નત થયેલતાડના વૃક્ષ પર કોઇ નજર પણ નાંખતું નથી, તેમ વિનય, વિવેકાદિ ગુણોથી નમ્ર થતો પુરુષ સર્વનો પ્રીતિપાત્ર બને છે. જ્યારે ગમે તેટલો વિદ્વાન કે કલાયુક્ત વ્યક્તિ જો ગર્વિષ્ઠ હશે તો લોકમાં નિદાને પાત્ર બને છે. ઝવય - પ્રપના (ઈ.) (1. દૂર કરવું 2. દોષનું ઉદુભાવન 3. નિંદા) ઘરમાં રહેલો કચરો માણસના મનમાં વારંવાર ખટક્યા કરે છે. ઝાડુ વગેરે લઇને જ્યાંસુધી ઘરમાંથી કચરો દૂર ન કરે ત્યાં સુધી તેને શાંતિ વળતી નથી. સમજવાની વાત એ છે કે ઘરમાં રહેલ કચરો ખટકે છે. પરંતુ આત્મામાં રહેલ દોષોરૂપી કચરો ક્યારેય ખટક્યો છે ખરા? તેને દૂર કરવાની તસ્દી ક્યારેય લીધી છે જરા? ના ક્યારેય પણ નહિ. ઘરમાં રહેલ કચરો સાફ કરવાથી ઘર સ્વચ્છ થાય છે અને જીવનમાં રહેલ કચરો દૂર કરવાથી આત્મા ઉજ્વળ થાય છે. સ્વચ્છતાપ્રેમી ઘરમાં કે જીવનમાં ગંદકી રહે તેવું ક્યારેય ઇચ્છતા નથી. - 78 -