Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે આત્મામાં સાચું જ્ઞાન, દઢ શ્રદ્ધા અને અખંડિતાચારવાળું ચારિત્ર એમ ત્રિવેણી સંગમ થાય છે તે જ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકે છે. આથી જ ઊમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રના આદ્ય સૂત્રમાં કહ્યું છે કે “afજ્ઞાનવારિત્રાળ મોક્ષમr:' મહત્ત - ગમત (રિ.) (અગ્નિથી તપાવેલ) શુદ્ધ સુવર્ણની પરીક્ષામાં એક પરીક્ષા આવે છે તાપની. ઝવેરીને અગ્નિમાં તપાવેલું સોનું કેટલું શુદ્ધ અને કેટલું અશુદ્ધ છે તેનો ખ્યાલ આવે છે. કહેવાય છે કે સોનાને જેટલો તાપ આપો તેટલું વધારે શુદ્ધ બને છે. તેમ જીવનમાં આવતા દુખો, કઠીનાઈઓ તકલીફો વ્યક્તિને દુર્બળ કે દુખી નહીં કિંતુ વધારે મજબૂત અને શુદ્ધ બનાવે છે. अभितप्पमाण - अभितप्यमान (त्रि.) (કદર્થના પામતો, પરિતાપ પામતો) બીજાની પીડાઓમાં આનંદ પામનાર, મહારંભ સમારંભને કરનાર, દુરાચારશ્રેષ્ઠ કૂરકર્મી આત્મા નિર્દય અને કૂર એવા કર્મરાજા દ્વારા પ્રતિપળ કદર્થના પામતો ભવભવાંતરમાં રખડતો રહે છે. મમતવિ - અમિતાપ (વ્ય.) (1. તાપની સન્મુખ, 2. દાહ, પીડા ) દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે નિગ્રંથ સાધુએ સ્ત્રીની તરફ નજર ઊઠાવીને પણ જોવું નહિ. સંજોગવશાત સ્ત્રી પર નજર પડી જાય તો સૂર્ય તરફ દૃષ્ટિ કરતાં આંખમાં પીડા ઉત્પન્ન થવાથી જેમ તરત નજર હટાવી લઇએ છીએ. તેમ એકદમ જ દૃષ્ટિને પાછી વાળી લેવી.” મયુર - મહુત (3) (સ્તવાયેલ, પ્રશંસા પામેલ, ગ્લાશિત) જેનો આત્મા ગુણભરપૂર છે. જેનું મન સદૈવ ધર્મમાં લીન છે, જે સદાચાર વડે પોતાની કાયાને પવિત્ર બનાવે છે. તેવા આત્માનાં ગુણોની સ્તવના કરતાં દેવલોકના દેવેંદ્રો પણ થાકતાં નથી. આવા દેવેંદ્રોથી ખવાયેલ આત્માને પ્રાતઃકાળે ઉઠીને નમસ્કાર કરવાં જોઈએ. જેથી આપણો દિવસ સારો જાય અને તેમના જેવા ગુણો આપણામાં પણ પ્રગટે. fમત્યુબ્રમણ - મહુવન (3.) (સ્તવના કરાતો) મહૂયમાન (.) (સ્તવના કરાતો, અભિનંદન અપાતો) fમા - મિતુf(ઈ.) (1. અતિવિષમ,ગહન 2. અગ્નિસ્થાન) અતિગહન અને દુર્ગમ જંગલમાં ફસાયેલા પુરુષને જંગલમાં રહેલ તકલીફોનો ખ્યાલ હોવાથી તેમાંથી નીકળવા માટે જેટલો ઉત્સુક અને ચંચળ બની જાય છે. તેમ સંસારાટવીમાં રહેલ યોગીપુરુષો તેની વિષમતા અને વિકરાળતાને જાણીને તેમાંથી નીકળવા માટે અત્યંત ઉત્સુક અને વિહ્વળ બની જતાં હોય છે. મgય - મfકુતિ (.) (1. દુખના અધ્યવસાયરૂપે વ્યાપ્ત 2. ગર્ભાધાનાદિ દુખથી પીડિત) જ્ઞાની ભગવંતોએ કહેલું છે કે “મોહનું સામ્રાજ્ય એટલું મજબૂત છે કે જે ભૂલો દ્વારા વિવિધ દુખો અને પીડાને પામે છે. છતાં પણ પુનઃ પુનઃ તેમાં પ્રવૃત્ત થતા રહે છે અને પીડાને પામતાં રહે છે.” - 14 -