Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अलंकारियसहा - अलङ्कारिकसभा (स्त्री.) (વિભૂષાગૃહ, અલંકારગૃહ) પ્રાચીનકાળમાં રાજમહેલોમાં જેમ રાજસભા, નૃત્યસભા વગેરે રહેતા હતા તેમ અલંકારસભા રહેતી હતી. આ અલંકારસભા. રાજા, રાણી વગેરે સ્નાન કર્યા પછી શરીર પર આભૂષણો ધારણ કરવા માટે ઉપયોગ કરતાં હતાં. તેને અલંકારગૃહ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મલ્જિય - મનડુત (ઉ.) (1. મુગટાદિ અલંકારોથી વિભૂષિત 2. ગાયનનો એક ગુણ 3. ઉપમાદિ કાવ્યાસંકરોથી યુક્ત) જેવી રીતે વ્યક્તિ વિવિધ અલંકારો વડે પોતાના શરીરને શણગારે છે. તેમ કવિઓ વિવિધ છંદો અને અલંકારોથી કાવ્યોને શણગારે છે જેથી તે કર્ણપ્રિય અને લોકપ્રિય બને. ગીતગોવિંદ, શાંતસુધારસાદિ કાવ્યોમાં તેના કર્તાઓએ વિવિધ છંદો અને અલંકારોનો સુંદર ઉપયોગ કરેલ છે, अलंचपक्खगाहि (ण) - अलञ्चापक्षग्राहिन् (पुं.) (લાંચ નહિ લેનાર, કોઇ એકનો પક્ષ ન ગ્રહનાર) રાજા યુધિષ્ઠિરને ધર્મરાજ પણ કહેવામાં આવેલ છે. કેમકે તેઓ ક્યારેય પણ કોઈને અન્યાય થવા દેતાં નહોતા. તેઓ કોઇ એકનો પક્ષ ગ્રહણ કરીને પક્ષવાદ કરતાં નહોતા. આથી જ્યારે દુર્યોધને યુદ્ધ સમયે યુધિષ્ઠિરને પૂછ્યું કે “હેયુધિષ્ઠિર ! ભીષ્મપિતામહની બુદ્ધિ ભ્રષ્ટ કરવી હોય તો શું ઉપાય?' યુધિષ્ઠિરે કહ્યું કે “દુષ્ટના ધરનું ભોજન કરવાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થશે. તેમની વાત સ્વીકારીને દુર્યોધને તેમને સ્વગૃહનું ભોજન કરાવ્યું, જેથી બીજા દિવસે પાંડવોને ખૂબ માર સહન કરવો પડ્યો. આટલું બધું નુકસાન થવા છતાં પણ તેઓ અસત્ય ન બોલ્યા કે ન કોઇ એકનો પક્ષ લીધો. અનંધૂમ - નંધૂમ (ઈ.) (અત્યંતમલિન) ભિખારીના ખરાબ વસ્ત્રો જોઇને આપણને ચિતરી ચઢે છે. પણ મલિન વસ્ત્રો ધારણ કરનાર તે ભિખારી સારો છે. તે જેવો છે તેવો દેખાય તો છે. જયારે અત્યંત મલિન મનવાળા આપણને ધિક્કાર છે. આપણું ચિત્ત ઇર્ષ્યા, અસૂયા, માયા આદિ દુર્ગુણોથી દુર્ગધી હોવા છતાં તેની સુગ ચઢતી નથી. શરીર પર સ્વચ્છ વસ્ત્રો પહેરવા માત્રથી આપણી જાતને ઉજળી માનીએ છીએ. અનંતૃપા - અત્તવુસા (#i.) (ઉત્તરદિશામાં રહેલ રુચકવાસિની દિકુમારીદેવી) अलंभोगसमत्थ - अलंभोगसमर्थ (त्रि.) (ભોગો ભોગવવાને સમર્થ હોય તે) દશવૈકાલિકસૂત્ર આગમમાં કહ્યું છે કે “ભોગો ભોગવવાની સામગ્રી ન હોવાથી ત્યાગ કરવામાં આવે તે ત્યાગ નથી. કિંતુ દરેક ભોગસામગ્રી હોય, તેને ભોગવવાનું સામર્થ્ય હોય, છતાં પણ તેના પ્રત્યે અનાસક્ત થઇને ત્યાગ કરવો તે સાચો ત્યાગ છે.” મન -- અનર્જ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ વારાણસીનો રાજા). વારાણસી નગરીનો અલર્કનામે રાજા થઇ ગયો. એક વખત પરમાત્મા વિહાર કરતાં વારાણસીમાં આવ્યા. પરમાત્માની દેશના સાંભળીને વૈરાગ્યવાસિત ચિત્તવાળા રાજાએ જયેષ્ઠપુત્રને રાજગાદી સોંપીને પરમાત્મા સમીપે દીક્ષા લીધી. ચિરકાળ સુધી ચારિત્રનું સુંદર પાલન કરીને અંતકાળે વિપુલપર્વત પર સિદ્ધિગતિને પામ્યા. અંતઃકૂદશાંગસૂત્રમાં તેમની કથા વિસ્તૃતરૂપે વર્ણવેલી છે. अलक्खणया - अलक्षणता (स्त्री.) (અસમંજસ ભાષણ, અસંબદ્ધ બોલવું)