Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આશ્ચર્ય છે આંખમાં પડેલું એક તણખલું માણસને પરેશાન કરે છે, પણ જીવનમાં દુર્ગુણોના કાંટા ભરેલા પડ્યા હોવા છતાં પણ તે ખૂંચતા નથી. ગવંતુવાર - પ/વૃત્ત (સિ.) (જેના દ્વાર કે બારી ખૂલ્લા છે તે) ગૃહસ્થ માટે કહેવાયું છે કે તેનું ઘર અભંગદ્વારવાળું હોય. તેના દરવાજે આવેલ કોઇપણ દીનદુઃખી, શ્રમણ વગેરે ક્યારેય ખાલી હાથે પાછા ન જાય. જો શ્રમણ જેવા ઉત્તમપાત્ર આવે તો ઉછળતા ભાવ સાથે આહારાદિ વહોરાવે તથા ભિક્ષુ કે માંગણાદિ આવે તો અનુકંપાદાન દ્વારા જિનશાસનની પ્રભાવના કરે. ગવંa - અવઝ (ર.) (અન્યને નહિ ઠગનાર) अवंचकजोग - अवञ्चकयोग (पुं.) (આત્માને નહિ ઠગનાર યોગ) જે યોગ આત્માની પુષ્ટિ કરવાને બદલે તેની અધોગતિ કરનાર હોય તેવા દરેક યોગો વંચકયોગ છે. ક્તિ જે યોગ આત્માને ઉત્તરોત્તર સદ્ગતિ અને પરમગતિ અપાવનાર હોય તેવા યોગ અવંચકયોગ કહેવાય છે. ષોડશક પ્રકરણમાં આવા ત્રણ અવંચક્યોગ કહેલા છે. 1. સદ્યોગાવંચક 2, ક્રિયાવંચક અને 3. ફલાવંચક. अवंजणजाय - अव्यञ्जनजात (त्रि.) (જેને દાઢી મૂછ ઉગ્યા નથી તે) અવંક્તિ - મવશ્વ (ર.) (વંદનને અયોગ્ય, અવંદનીય) બાવા, સંન્યાસી વગેરે તો સર્વથા વંદનને અયોગ્ય છે. પણ સાધુવેષને ધારણ કરેલો હોવાં છતાં જેઓ વંદનને અયોગ્ય છે, તેના પાંચ પ્રકાર ધર્મસંગ્રહાદિ ગ્રંથમાં કહેલા છે. 1. પાર્થસ્થ 2. ઓસન્નો 3. કુશીલ 4. સંસક્ત અને 5. યથાણંદ આ પાંચેય સાધુ વેષયુક્ત હોવા છતાં પણ ઉન્માર્ગગામી હોઇ સર્વથા અવંદનીય છે. વંતરામજ્ઞ - ગવાક્તરસમજ () (સત્તાઘટક અપરસત્તા) अवंतिवडण - अवंतिवद्धन (पुं.) (અવંતિના રાજા પ્રદ્યોતના પુત્ર પાલકરાજનો તે નામે પુત્ર) अवंतिसुकुमाल - अवन्तिसुकुमाल (पुं.) (ભદ્રા શેઠાણીનો પુત્ર, આર્યસુહસ્તિનો એક શિષ્ય). ઉજ્જયની નગરમાં રહેતા ભદ્રાશેઠાણીનો અવંતિસુકમાલ નામે પુત્ર હતો. એક રાતે તેણે નલિનીગુલ્મ વિમાનના વર્ણનવાળા પાઠનું અધ્યયન કરતાં મુનિનો અવાજ સાંભળ્યો. ઘણાં બધાં ઉહાપોહ પછી તેમને જાતિસ્મરણશાન થયું કે પૂર્વભવે હું નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતો. તેઓ શીઘ ઉપાશ્રયસ્થિત આર્યસુહસ્તિ પાસે આવ્યો અને વિનંતી કરી. હે ગુરુવર ! હું પુનઃ નલિનીગુલ્મવિમાનમાં દેવ થવા માંગું છું. આપ મને રસ્તો બતાવો. આચાર્યએ કહ્યું તેના માટે દીક્ષા લેવી પડે. વાત સ્વીકારીને તે જ ક્ષણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને ગુરુની આજ્ઞા લઇને નગર બહાર અનશન કર્યું. ત્યાં જંગલી શિયાળવી આવીને તેમના બન્ને જંપા સુધીનું માંસ, પેટ અને મસ્તકખાઇ ગઇ. છતાં પણ સમતાભાવધારી રાખ્યો. તેના પ્રતાપે કાળ કરીને તેઓ પુનઃ દેવગતિને પામ્યા. તેમના ક્ષમાભાવને જોઇને દેવોએ કાળધર્મ મહોત્સવ કર્યો અને તેમના એક પુત્રએ તેઓના સ્મરણમાં જિનાલયની રચના કરી. જે વર્તમાનમાં મહાકાળી મંદિરના નામે ઓળખાય છે.