Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પિતા જેવા યશ, નામ, પ્રતિષ્ઠા પ્રાપ્ત ન કરી શકે, તે પુત્રને અપજાત કહેવામાં આવે છે, જેમ ભરત ચક્રવર્તી અને તેનો પુત્ર આદિત્યયશા. ગુવ - અવધુત (.) (ભિન્ન, અલગ, પૃથભૂત). સંત તુલસીદાસે એક સરસ મજાની પંક્તિ કહેલી છે. તુલસી ઈસ સંસાર મેં તરહ તરહ કે લોગ, સબસે હીલમિલ ચલીયે ક્યું નદીનાવ સંજોગ” અર્થાત આ જગત વિચિત્રતાથી ભરેલું છે. તેમાં વસનારા પ્રાણીઓ પણ વિચિત્ર પ્રકારના અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. પરંતુ જેમ ડુબાડવાના સ્વભાવવાળી નદી અને તારવાના સ્વભાવવાળી હોડી બન્ને ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં સાથે રહે છે. તેમ દરેક પ્રકારના સ્વભાવવાળા વ્યક્તિ સાથે વિખવાદનો ત્યાગ કરવાપૂર્વક હળીમળીને રહેવું જોઇએ. અવM - ઝવદા (જ.) (નિંઘકર્મ, પાપ) કહેવાય છે કે તમારું મન તમારા દરેક સારાખોટા કાર્યમાં તમને સાથ આપે છે. પરંતુ તમારો આત્મા સદૈવ સાચા અને સારા કામમાં જ સાથ આપશે, જયારે પણ કોઈ પાપકર્મ આચરતા હશો ત્યારે તમારો આત્મા અંદરથી એકવાર તો જરૂરથી ડંખશે. પછી ભલે તમે તેના અવાજને દબાવી દો. વી#િર - વજ્જર (પુ.). (નિંદ્યકર્મ કરનાર, પાપકર્મ આચરનાર) પાપકર્મ આચરનારને ખબર નથી કે તેની એક દુષ્ટપ્રવૃત્તિથી કેટલા લોકોને તેની અસર પડે છે. જેમ ચોરે એક ઘરમાં ચોરી કરીને પોતાના એકલાનો શોખ પૂરો કર્યો. પરંતુ જે ઘરમાં ચોરી કરી ત્યાં તો શોકનું વાતાવરણ ફેલાઈ જાય છે. પોતાની કેટલાય સમયની મહેનતે ભેગો કરેલો પૈસો જતાં રહેતાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. દીકરીના લગ્ન કેવી રીતે કરાવીશ? છોકરાના ભણતરનું શું થશે? ઘરમાં વૃદ્ધ માતાપિતાની સારવારનો ખર્ચો કેમ નીકળશે? આવા તો અનેક જાતના પ્રશ્નો તેનું હૈયુ બાળી નાંખે છે. પણ નિંઘકર્મ આચરનારને તેનાથી શું ફરક પડે છે? अवज्जभीरु - अवद्यभीरु (त्रि.) (પાપભીરુ) મિત્રોનું ગ્રુપ ભેગું થઈને વારાફરતી સિગારેટના કશ લગાવી રહ્યું હોય. દરેક જણ એક પછી એક કશ પર કશ લગાવતું હોય. તમારો વારો આવે અને તમે ના પાડો ત્યારે દોસ્તો કહેશે. તું તો સાવ બીકણ અને ડરપોક છે. એક કશ લગાવવામાં તારા બાપાને ખબર નહિ પડી જાય. આવી રીતે મિત્રો ચાનક ચડાવે તો બીકણ શબ્દ સાંભળવાનું પસંદ કરજો પરંતુ જોશમાં આવી જઈને ભવ બગાડનારું દુષ્કૃત્ય ન આચરતા, પાપભીરુ તે દુર્ગણ નહિ પણ એક સગુણ છે. મલાઈ - અપધ્યાન (જ.) (અપ્રશસ્ત ધ્યાન, દુર્ગાન). જિનધર્મમાં ચાર પ્રકારના ધ્યાન કહ્યા છે. તેમાંના પ્રથમ બે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જીવને અશુભકર્મનો બંધ અને દુર્ગતિમાં લઇ જનાર હોવાથી તેને અપ્રશસ્ત તથા ત્યાજ્ય કહ્યા છે. જ્યારે બાકીના બે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સગતિ તથા સિદ્ધિગતિ અપાવનાર હોવાથી પ્રશસ્ત એવં સદૈવ ધ્યાતવ્ય છે. अवज्झाणया - अपध्यानता (स्त्री.) (અપ્રશસ્ત ધ્યાન ધ્યાવવું તે) अवज्झाणायरिय - अपध्यानाचरित (पुं.) (અનર્થદંડનો એક ભેદ) - 75 -