Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જેમ દારૂ પીધેલ વ્યક્તિ નશાની હાલતમાં અસંબદ્ધ વર્તન અને ભાષણ કરે છે. તેમ મોહનીયકર્મના નશામાં ચકચૂર વ્યક્તિ અકર્તવ્યને કર્તવ્યરૂપે અને કરણીયને અકરણીયરૂપે જુવે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે તેવા જીવ પર દ્વેષ કરવાને બદલે દયા ચિંતવવી જોઇએ. નWપુરી મનપુરી (સ્ત્રી) (કુબેરદેવની નગરી) અનપુર - મરતપુર (ર) (તે નામે એક નગર) - p (ઈ.). (લાક્ષારસ, અળતાનો રંગ) જિનધમદ્વિષી ધનપાલ કવિએ ગોચરી આવેલ ભાઈમુનિ શોભનને દહીં વહોરાવ્યું. ત્યારે મુનિએ પૂછ્યું કે કેટલા દિવસ થયા? ધનપાલે કહ્યું થયા હશે ત્રણ ચાર દિવસ અહિં કોણ ગણવા બેઠું છે. શોભનમુનિએ કહ્યું અમને આ દહીં ન ખપે કેમકે ભગવાને કહ્યું છે કે જે દહીં બે રાત ઓળંગી જાય તેમાં જીવડા પડે છે. કવિ ધનપાલે કહ્યું આ તો એકદમ સફેદ દેખાય છે તેમાં જીવડા ક્યાંથી હોય. એટલે મુનિએ સ્ત્રીઓ દ્વારા પગમાં લગાવવામાં આવતાં અળતાનો રંગ મંગાવીને દહીંમાં થોડું નંખાવ્યું. દહીંએ રંગ પકડ્યો પરંતુ તેમાં રહેલા જીવોએ રંગ ગ્રહણ ન કર્યો. તરત જ દહીંમાં ખદબદતા જીવડા દેખાયા. ધનપાલકવિનું મસ્તક શરમથી ઝૂકી ગયું. નવ - અનp(ઈ.) (લાખથી રંગેલ, અળતાથી લાલ થયેલ) દ્ધ - મનહ9 (કિ.) (નહિ મળેલ, પ્રાપ્ત નહિ થયેલ) વૈરાગ્યશતકાદિ ગ્રંથોમાં કહ્યું છે કે “સંસારી જીવ પ્રાપ્ત થયેલ જીવન, ભોગસમાગ્રી વગેરે માટે ઇશ્વરનો આભાર માનવાને બદલે જે પ્રાપ્ત નથી થયું તેની સતત ફરિયાદ કરતો રહે છે. નહીં મળેલ વસ્તુને મેળવવાની લાલચમાં મળેલ જીવનના સુખને પણ તે ગુમાવી દે છે.' अलद्धिजुत्त - अलब्धियुक्त (त्रि.) (સ્વલાભ વિહિન, લબ્ધિરહિત) લબ્ધિ એટલે લાભ, સ્વકૃત પુણ્યના પ્રતાપે જે સામગ્રીની પ્રાપ્તિ થઈ છે તે જીવ લબ્ધિયુક્ત છે. પરંતુ પૂર્વભવમાં કરેલ અંતરાયકર્મના પ્રતાપે ભોગો માટે સંપૂર્ણતયા યોગ્ય હોવાં છતાં તેને પ્રાપ્તિ ન થાય તેવા જીવ અલબ્ધિયુક્ત કહેવાય છે જેમકે ઢઢણમુનિ. - અસ્થિ # (.) (લબ્ધિરહિત, લાભરહિત) મ7મfસર - મન્નમસ્ત્રી (સ્ત્રી) (અલાદેવીની પૂર્વભવની માતા) મનમંg (રે.) (સમર્થ, શક્તિમાન) યોગશતકાદિ ગ્રંથમાં કહ્યું છે કે “દરેક ધાર્મિક ક્રિયા યથાશક્તિ કરવી જોઇએ. અર્થાત્ જે જીવનું જેટલું સામર્થ્ય હોય તદનુસાર અનુષ્ઠાન આચરવું જોઇએ. શક્તિથી અધિક કે શક્તિને ગોપવીને અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનનું કથિતફળ પ્રાપ્ત થતું નથી.” - - 58 -