Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહિમા - મરિન (!) (1, ઋષભદેવના સીત્તેરમાં પુત્રનું નામ 2, વસંતપુરના એક રાજાનું નામ જેની રાણીએ ચોરને અભયદાન આપી છોડાવ્યો હતો) રહો (મધ્ય) (પાદપૂરક અવ્યય) રિસ - મf (7) (બવાસીર, હરસ, પૂંઠના મસા, એક જાતનો રોગ) અર્શ નામક રોગ લોકમાં હરસ કે બવાસીરના નામે પ્રસિદ્ધ છે. આ રોગ પૂંઠે મળવિસર્જનના સ્થાને થાય છે. આ રોગમાં વ્યક્તિને મળમૂત્ર વિસર્જનમાં અત્યંત કષ્ટ થાય છે. તેનું મસ્તક અત્યંત વેદનાપૂર્ણ બને છે અને શરીરમાં અત્યંત અસક્તિ આવી જાય છે. મરિશિષ્ટ - ગોવન () (હરસના રોગવાળો, જેને બવાસીર થયેલ છે તે) દ - wદું() (1. પૂજવું 2. યોગ્ય બનવું 3. પૂજાને યોગ્ય બનવું) મર્દ (3) (1. પૂજય 2. આચાર્યાદિ પદવીને યોગ્ય) વરાહમિહિર અને ભદ્રબાહુસ્વામી બન્ને સગા ભાઇઓ હતાં. વરાહમિહિર દીક્ષામાં વડીલ હોવાં છતાં તેઓ આચાર્યપદવીને યોગ્ય ન હોવાથી ગુરુએ તેમને આચાર્યપદ ન દીધું. જયારે નાનાભાઈ ભદ્રબાહમાં જ્ઞાન એવં અન્ય ગુણાદિએ પદવીની પાત્રતા હોવાથી તેઓને સૂરિપદ આપ્યું. જૈનધર્મમાં ઉંમરની મહત્તા કરતાં આત્મિક ગુણનું મહત્ત્વ વધારે ઓકવામાં આવેલ છે. રિહંત - અર્રત (6) (તીર્થકર, અરિહંત, જિન) શાસ્ત્રમાં અરિહંત શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે “ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસદિ આંતરિક શત્રુઓ છે: જેમણે આ અત્યંતરશત્રુઓને હણ્યા છે. તે જ સાચા અર્થમાં અરિહંત છે.' अरिहंतकमभोयभव -अर्हक्रमाम्भोजभव (त्रि.) (જિનેશ્વરના ચરણકમલમાંથી ઉત્પત્તિ છે જેની તે) अरिहंतकमंभोयसमासिय - अर्हक्रमाम्भोजसमाश्रित (त्रि.) (જિન ચરણકમલને આશ્રિત). ધર્મનાથના સ્તવનમાં આનંદઘનજી મહારાજે કહે છે કે “હે પ્રભુ! આ દુખભર્યા સંસારમાં અમે તારા ચરણકમલનું શરણું રહ્યું છે. હવે અમને બીજા કોઇનો ખપ નથી. તને છોડીને અમે ક્યાંય જવાના નથી. આ અમારી કુલવટ રીત છે. તારવું કે ડૂબાડવું તારા હાથમાં છે.” રિહંત -- અબૈત્ય (2) (1. જિનમંદિર, જિનાલય 2. જિનપ્રતિમા, જિનમૂર્તિ) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે જ્યાં સુધી જીવને નિરાલંબનધ્યાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી સાલંબનધ્યાન એ ઉત્તમ માર્ગ છે. સાલંબનધ્યાન માટે જિનાલય અને જિનમૂર્તિ એ શ્રેષ્ઠ માધ્યમ છે. જિનમૂર્તિનું ધ્યાન કરતાં કરતાં પરમાત્મા સાથે તાદાભ્યતા બંધાય છે. ત્યારે બધા જ આલંબનો છૂટી જાય છે અને નિરાકારગુણો શેષ રહે છે.” - 52 -