Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વ્યક્તિને આગળ વધવા માટે સારા મિત્રોની આવશ્યક્તા હોય છે. પરંતુ તેને ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવા માટે તો સારા દુશ્મનોની જ જરૂરીયાત હોય છે. મર - (ig) (1. શત્રુ, દુશ્મન 2. રથનું ચક્ર 3. છ પ્રકારના કામ) ખનિય - રિચ (ઈ.) (ઋષભદેવના ૮૨માં પુત્રનું નામ) મહિબ્રા - મલિન (ઈ.) (છ દુશ્મનોનો સમુદાય, આંતરિક શત્રુનો સમૂહ) બાહ્યશત્રુ તો વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોઈ શકે છે પણ આંતરિક દુશ્મનો તો છ જ કહેલ છે. તેને અરિષવર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર, મોહ અને મદ, બહારનો દુશ્મન જેટલું નુકસાન નથી પહોંચાડતો તેનાથી કઇઘણું નુકસાન આ છ આંતરરિપુ આત્માને પહોંચાડે છે. તેના વિપરીત વૈરાગ્ય, ક્ષમા, સંતોષ, ઋજુ, નિર્મમતા અને વિનય ગુણ વડે અરિવર્ગનો નાશ કરવો જોઇએ. ટ્ટિ - મષ્ટિ (.) (1. લસણ 2. કાગડો 3. ફળવિશેષ 4. પંદરમાં તીર્થકરના પ્રથમ ગણધરનું નામ છે. ચકવરલીપગત રુચકવરપર્વતની નજીકમાં આવેલ પાંચમો કૂટ 6. અનિષ્ટસૂચક, અપ્રશસ્ત ૭.વૃષભાસુર 8. કંક નામક પક્ષીવિશેષ) સ્વભાવની સજઝાયમાં કહેલું છે કે “લીમડાને આંબાની બાજુમાં વાવવાથી પોતાની કડવાશ છોડતો નથી. કસ્તૂરીને લસણની બાજુમાં મૂકવાથી લસણ પોતાની દુર્ગધ ત્યજતું નથી, ગધેડાને ઘોડાની સાથે બાંધવાથી તે લાત મારવાનું છોડતો નથી. તેમ સજ્જનની સોબત હોવા છતાં જેનો સ્વભાવદુષ્ટતાભર્યો છે તે દુર્જન પોતાની દુર્જનતાને ત્યાગતો નથી.” अरिह्रकुमार - अरिष्टकुमार (पुं.) (કુમાર અવસ્થામાં રહેલ અરિષ્ટનેમિકુમાર, બાવીસમાં તીર્થપતિ) अरिट्ठणेमि - अरिष्टनेमि (पुं.) (બાવીસમાં તીર્થપતિ, આ અવસર્પિણીના તે નામે એક તીર્થંકર) પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવીના પુત્ર, બાવીસમાં તીર્થકર અને વાસુદેવ કૃષ્ણના નાનાભાઈ નામે અરિષ્ટનેમિ હતાં. તેઓએ કુમાર અવસ્થામાં પોતાના પરાક્રમ વડે કૃષ્ણ મહારાજાને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. તેમની ઇચ્છા ન હોવાં છતાં તેઓના લગ્ન ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે નક્કી કરવામાં આવ્યા. વિવાહનિમિત્તે આમંત્રિત રાજાઓ માટે ભોજન તરીકે લાવવામાં આવેલ પશુઓનો પોકાર સાંભળીને હૃદય દ્રાવિત થયું, અને તેઓ અડધી જાનથી પાછા ફરી ગયા. ગિરનારતીર્થ પર તેમના અનુક્રમે દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણકો થયા છે. મf - મણિ (રુ.) (કચ્છ નામક વિજયની રાજધાની) ટ્ટર - ગરિ (ઈ.) (અરિષ્ટ નામક વૃષભાસુરમર્દિક, શ્રીકૃષ્ણ મહારાજા) કૃષ્ણ મહારાજા રાજા સમુદ્રવિજયના સહુથી નાના ભાઈ વસુદેવ અને દેવકીના પુત્ર હતાં. આ અવસર્પિણી કાળના નવ વાસુદેવોમાંના અંતિમ વાસુદેવ હતાં. શત્રુઓનો નાશ કરીને ત્રણ ખંડમાં પોતાની આણ પ્રવર્તાવી હતી. તેઓ ક્ષાયિકસભ્યત્વના સ્વામી હતાં. તેઓએ પોતાને બધી જ પુત્રીઓને દીક્ષા અપાવી હતી. આવતી ચોવીસીમાં તેઓ તીર્થંકર પદવીને પ્રાપ્ત કરશે. ગરિત્તા - સરિતા (સ્ત્રી) (દુશ્મની, દુશ્મનાવટ, શત્રુભાવ)