Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઉપસર્ગ, પરિષહને સહન કરવા અને ચારિત્રના નિરતિચાર પાલન દ્વારા મોહનીયાદિ કર્મોનો નાશ કરવો તે ભાવપરાભવ છે. મલિવ - (પત્ર) (જીતીને) fમમૂય - મિશ્નર ( વ્ય) (૧.પીડા પામીને 2. પરાભવ કરીને 3. તિરસ્કાર કરીને) अभिभूयणाणि (ण) - अभिभूयज्ञानिन् (पुं.) (કેવલજ્ઞાની) આઠ કમાંના ચાર ઘાતિકર્મોનો સર્વથા ક્ષય કરીને પંચમજ્ઞાનને વરેલા કેવલજ્ઞાની ભગવંતને અભિભૂયજ્ઞાની પણ કહેવાય છે. શાસ્ત્રમાં અભિભૂયજ્ઞાનીની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “અત્યાદિ ચાર જ્ઞાનોને પરાભવીને જે પાંચમાં કેવલજ્ઞાનસહિત વર્તે છે તે અભિભૂયજ્ઞાની છે.' પતિ - મમમંચ(વ્ય.) (મંત્રપાઠ વડે સંસ્કારિત કરીને) કાલિકાચાર્ય માટે કહેવામાં આવે છે કે તેમની પાસે એવી વિદ્યા હતી કે મંત્રપાઠ વડે તેઓ સરસવના દાણાને સંસ્કારિત કરીને તેમાંથી સૈનિકો ઉત્પન્ન કરતાં હતાં. તેમણે આ વિદ્યાનો ઉપયોગ પણ જિનશાસનની પ્રભાવના માટે ક્યો હતો. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ક્યારેય નહિ. મિમલ્સ - મમવું () (અભિમન્યુ, અર્જુન અને સુભદ્રનો પુત્ર) બાણાવલી અર્જુનનો પુત્ર અને વીરયોદ્ધા અભિમન્યુ મહાભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ થઇ ગયો. પિતાની ગેરહાજરીમાં અભિમન્યુએ કૌરવો દ્વારા રચવામાં આવેલ સાત કોઠાને ભેદ્યા હતાં. તેણે કૌરવોને એકલા હાથે સ્પર્ધા આપીને હંફાવ્યા હતાં. જયારે કૌરવોએ કપટ કરીને ભેગા મળીને શસ્ત્રરહિત થયેલા અભિમન્યુને માર્યો હતો. fમમય - આયાત ( (ઇચ્છિત, સંમત, ઇષ્ટ) अभिमयट्ठ- अभिमतार्थ (पुं.) (ઇષ્ટાર્થ, ઈચ્છિત અર્થ) ગંગા નદી ભલે જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામે વહેતી હોય પરંતુ તેનું ઉદ્ગમ સ્થાન તો એકમાત્ર કૈલાસ પર્વત છે. તેમ આ જગતમાં ભલે વિવિધ મતો કે પંથો પ્રવર્તતા હોય પણ તે બધાનું મુખ્ય ઉદ્દગમ સ્થાન તો જિનેશ્વર પરમાત્માની વાણી છે. ભગવાનની વાણી તો અનેક ધર્માત્મક અને સાપેક્ષ હોય છે. તેને સાંભળનારાઓએ પોતાના ઇચ્છિત અર્થને પકડીને નવા માર્ગોને સ્થાપ્યા તેમાં ભૂલ એકાંતવાદને પકડનારા કદાગ્રહીઓની છે જિનવચનની નહિ, મમur -- ગમન (કું.) (ગર્વ,અહંકાર) જે વિષય કે વસ્તુને આશ્રયીને પોતાને ઊંચો અને અન્યને ઠેઠ માને તો તે અહંકાર છે. આવો અહંકાર કર્મબંધનું કારણ બને છે. પણ જયારે તે જ વિષય કે વસ્તુને આશ્રયીને બીજાને નીચા ન માનતાં,પોતે ભાગ્યશાળી છે કે તેને ધન, ધર્માદિની પ્રાપ્તિ થઇ છે એમ માને તે ગર્વ સન્માનનીય અને પુણ્યબંધનો હેતુ બને છે. માદ્ધ - મધમાન (2) (અભિમાનનું સ્થાન, અત્યંત અભિમાની) - 16 -