Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સમ્મતિતર્કમાં કહ્યું છે કે “જેના દ્વારા આત્મા સર્વદુખો અને કર્મોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે તે સઘળાય અનુષ્ઠાનો અમૃતસાર કહેવાય છે.' અર્થાત જે અનુષ્ઠાનો મોક્ષ પ્રાપ્તિમાં સહાયક બને તે બધા જ અનુષ્ઠાન અમૃતસાર છે. અમર - અમર (ઈ.) (1. દેવ 2. ઋષભદેવના તેરમાં પુત્રનું નામ 3. સિદ્ધ ભગવંત 4. અનંતવીર્ય નામક ભાવિજિનના પૂર્વભવનું નામ). વ્યુત્પત્તિ કોષમાં અમર શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “જેને મૃત્યુ સ્પર્શી નથી શકતું તે અમર છે.” દેવોના વિવિધ નામોમાં એક નામ આવે છે અમર. દેવોને અમર તરીકે ઓળખાય છે કિંતુ ખરા અર્થમાં તે પણ અમર નથી. કેમકે મૃત્યુનો સામનો તેમને પણ કરવો પડતો હોય છે. જ્યારે સિદ્ધ ભગવંતો નામથી અને ગુણથી બન્ને રીતે અમર છે. તેમને જન્મ કે મરણ સાથે કોઈ જાતનો સંબંધ રહ્યો નથી. આથી તેઓ સાચા અર્થમાં અમર છે. અમરા - અમર તુ (પુ.) (ત નામે એક રાજકુમાર) વિજયક્ષેત્રમાં તમાલનગરીના રાજા સમરજંદનની પત્ની મંદારમંજરીની કૂખે ઉત્પન્ન થયેલ પુત્રનું નામ અમરકેતુ હતું. અમર વંદુ- મમરઘદ્ર (પુ.) (1, નાગૅદ્રગચ્છીય શાંતિસૂરિના શિષ્ય 2. વાયડગચ્છીય જિનદત્તસૂરિ શિષ્ય) એક અમરચંદ્રસૂરિ જેમણે સિદ્ધાંતાર્ણવ નામક ગ્રંથની રચના કરી અને ગૂર્જરાધિપતિ સિદ્ધરાજ પાસેથી વ્યાઘશિશુની પદવીને પ્રાપ્ત કરી હતી. તથા બીજા અમરચંદ્રસૂરિ વિક્રમના ૧૩માં શતક થયેલા છે. તેમણે પહ્માનંદાબ્યુદય કાવ્ય, બાલમહાભારત, કાવ્યકલ્પલતા, કાવ્યકલ્પલતાપરિમલ, છંદોરત્નાવલી આદિ ગ્રંથોની રચના કરી હતી. તેમની કાવ્યશક્તિથી પ્રભાવિત થયેલા તે સમયના ગુર્જરેશ્વર વસલદેવ રાજાએ તેમને સન્માન આપ્યું હતું. ગમન - મમરા () (મૃત્યુનો અભાવ) મમરાથM - મમરાન (2) (તીર્થંકર) પંચવસ્તક ગ્રંથમાં તીર્થકર ભગવંતને અમરણધમ કહ્યા છે. કેમકે આ તેમનો અંતિમ ભાવ હોવાથી તેમને ફરી મૃત્યધર્મનો સામનો કરવાનો રહેતો નથી. મૃત્યુ તેનું જ થાય છે જેનો જન્મ હોય છે અને તીર્થકર ભગવંત મૃત્યુ પામ્યા પછી ફરી જન્મ થવાનો નથી. આથી તેમને મૃત્યધર્મ પણ હોતો નથી. અમરત્ત - અમરત્ત (ઈ.) (જયઘોષ શ્રેષ્ઠીપુત્ર) अमरपरिग्गहिय -- अमरपरिगृहीत (त्रि.) (દવ વડે સ્વીકારાયેલ, દેવ વડે ગ્રહણ કરાયેલ). એકવાર દેવને અર્પણ કરેલ આહારાદિ વસ્તુ દેવનિર્માલ્ય બને છે. તે દેવસ્વીકત હોવાથી લોકો માટે અભોગ્ય ગણાય. અજૈનોમાં દેવને ચઢાવેલી વસ્તુનો પ્રસાદી તરીકે સામાન્ય જન ઉપભોગ કરે છે. જ્યારે જૈનો તેને દેવનિર્માલ્ય ગણીને તેનો સ્વ અર્થે ઉપયોગ કરવાનું ટાળે છે. અમરઘમ - મરઘમ (ઈ.) (ત નામે એક આચાર્ય) વિક્રમના ચૌદમાં સૈકામાં તેમની સત્તા માનવામાં આવે છે. તેઓએ ભક્તામર સ્તોત્ર ઉપર ટીકા રચી હતી. તેમજ કલ્યાણમંદિર સ્તોત્રની ટીકાના રચયિતા ગુણસાગરના ગુરુ સાગરચંદ્રના ગુરુ હતા. અર્થાત્ અમરપ્રભ ગુણસાગરના દાદાગુરુ હતા.