Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અમi - (.) (ભાજન, પાત્ર) જેવી રીતે ઉત્તમકુળના લોકો સુવર્ણ, ચાંદી કે કાંસા જેવા ઊચ્ચ ભાજનમાં ભોજન કરતા હોય છે. તેવી રીતે ઊચ્ચ વિચારસરણીવાળા ગુણવાન પુરુષો હંમેશાં શિષ્ટ આચરણ કરતાં હોય છે. તેઓ કુળ કે ધર્મ લાજે તેવી એકપણ પ્રવૃત્તિ કરતા નથી. મમમ - ગમ (ત્રિ) (1. મમત્વરહિત 2. આવતી ચોવીશીમાં થનાર ૧૨માં તીર્થકર 3. યુગલિકમનુષ્યની જાતિનો એક ભેદ 4. દિવસનું પચ્ચીસમું મુહૂત) ભગવાન નેમિનાથના મોટા ભાઇ, આ અવસર્પિણીકાળના નવમાં વાસુદેવ અને વર્તમાનકાળે ત્રીજી નરકમાં દુઃખો ભોગવી રહેલા કૃષ્ણ મહારાજાએ અઢારહજાર સાધુઓને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક વંદન કર્યા હતાં. તેના પ્રભાવે આવતી ચોવીશીમાં બારમાં અમમ નામે તીર્થંકર પદવી પ્રાપ્ત કરશે. अममत्तय - अममत्वक (त्रि.) (મૂછરહિત, મમત્વરહિત) જગતમાં કોઇ વસ્તુ કે વ્યક્તિ મારક અથવા તો તારક નથી હોતી. જીવને જો કોઇ દુર્ગતિમાં કે સદ્ગતિમાં લઈ જનાર છે તો તેના પ્રત્યેની આસક્તિ કે નિર્મમતા. આથી જ તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજનના ત્યાગી મહાત્મા પુણ્યનો બંધ અને અતિનિંદનીય તથા હેય એવી વિષ્ટાનું ભોજન કરનાર ડુક્કર અશુભકર્મનો બંધ કરે છે. अममायमाण - अममीकुर्वत् (त्रि.) (મમત્વ નહિ કરતો, કોઈપણ વસ્તુ પર મૂછ નહિ રાખતો) ૩મમUTI - એકમના (સ્ટit) (અઅલિત અને સ્પષ્ટ વાણી) આચાર્યપદને યોગ્ય ગુણોમાં એક ગુણ છે અમન્મના, આચાર્યપદવીની યોગ્યતા ધરાવનાર શ્રમણની વાણી અસ્મલિત અને સ્પષ્ટ હોવી જોઈએ. તેમનું કથન સામેવાળો શ્રોતા અત્યંત સ્પષ્ટ રીતે સમજી શકે તેવું અને નદીના પ્રવાહની જેમ અખ્ખલિત ગતિવાળું હોવું જોઇએ. અન્યથા અર્થનો અનર્થ થઇ જાય છે. અથવા સમજી ન શકવાથી અબોધવ્ય રહી જાય છે. શ્રમય - અમૃત (2) (1. અમૃત, સુધા 2. ક્ષીરોદધિસમુદ્રનું જળ 3. મોક્ષ 4. ઘી 5. હોમમાં અવશિષ્ટદ્રવ્ય 6. બહેડાનું વૃક્ષ 7. મરણશૂન્ય 8. અયાચિત વસ્તુ) ભોજનની મધ્યમાં જલ અમૃતસમાન છે. રોગમાં ઔષધિ અમૃતસમાન છે. દુખમાં મીઠાવચન અમૃત સમાન છે. બળવૃદ્ધિ માટે ઘી અમૃત સમાન છે અને ધર્મવૃદ્ધિ માટે શુદ્ધઅંતઃકરણ એ અમૃતસમાન છે. ઉમથ (2.) (1, વિકારરહિત 2. ચંદ્ર) જલનો સ્વભાવ અત્યંત શીતલ અને સ્વચ્છ રહેવાનો છે. પાણીમાં ઉઠતા તરંગોના કારણે તેમાં ડહોળાપણું જણાય છે. તેવી રીતે આત્માનો સ્વભાવ અનંત જ્ઞાનદર્શન અને ચારિત્રમય છે. તેમાં કોઇપણ જાતનો વિકાર નથી. પરંતુ આત્મામાં ઉઠતા ક્રોધ, લોભ, માન, માયાદિ કષાયોના કારણે તે મલિન જણાય છે. अमयकलस - अमृतकलश (पुं.) (અમૃતપૂર્ણ કુંભ).