Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અર્થાત એક જ આસને બેઠેલો હોવો જોઇએ. જે વારંવાર સ્થાન બદલ્યા કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠબેસ કર્યા કરે છે. તેને શાસ્ત્ર આગના ગોળા સમાન ભાખે છે. મિત્ર - મમત (ન.) (ઉનનું વસ્ત્ર) જેટલું મહત્ત્વ રેશમી અને સુતરાઉ કપડાનું છે એટલું જ મહત્ત્વ ઉનના વસ્ત્રનું પણ કહેલું છે. જીવદયા પાલન માટે ઉનની બનાવટના વસ્ત્રો સર્વશ્રેષ્ઠ છે. કેમકે તે અતિમુલાયમ અને સૂક્ષ્મ જીવોની રક્ષા કરનાર છે. આથી જ તો સાધુના રજોહરણ અને દંડાસણની દશીઓ તથા કામળી ઉનની બનાવટની હોય છે. તે સિવાયની બનાવટનો વપરાશ કરવો શાસ્ત્રનિષેધ છે. કિન્નરવું - ઝઝૂંછ (પુ.) (આર્ય, મ્લેચ્છભાષા ન જાણનાર) ૩fમા - મામા (સં.) (1. એકવીસમાં નેમિનાથ તીર્થંકરની મુખ્ય સાધ્વી 2. પાડી, નાનીભેસ) મિનાઇ - મરનાર (ઉ.) (કરમાયેલ નહિ, તાજું) નવપદના રાસમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આચાર્ય ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં લખ્યું છે કે, “તેઓ જિનશાસનના રાજા છે. નવતત્ત્વમાં રમણ કરવાથી પ્રસન્ન મુખમુદ્રાવાળા છે. તેઓનું મુખ ક્યારેય પ્લાન કે ક્ષતિને અનુભવતું નથી. આવા શાસનના રાજાને વંદન હોજો !" મન - મસ્નિાન (.) (શીધ્ર પ્લાન ન થનાર, તાજું) अमिलायमलदाम - अम्लानमाल्यदामन् ( न.) (નહિ કરમાયેલ ફૂલની માળા) દેવલોકના દેવોએ ગળામાં જે ફૂલની માળા પહેરી હોય છે તે ક્યારેય કરમાતી નથી. તે તાજા ખીલેલા પુષ્પસમાન સદૈવ સુગંધથી મહેકતી હોય છે. માત્ર આયુષ્યના અંતિમ છ માસ બાકી રહેતા તે પુષ્પમાળા કરમાવવાની શરૂ થઈ જાય છે. જેથી તેમને પોતાના અલ્પાયુની જાણ થઈ જાય છે. િિતય - મતિ (2) (મિશ્રિત ન હોય તે, સૂત્રદોષરહિત) એક સૂત્ર બોલતાં તેમાં અન્યસૂત્રોના પદોનું મિશ્રણ કરીને બોલવું તે મિલિતદોષ કહેવાય છે. જેમકે દશવૈકાલિકસૂત્રના પાઠમાં ઉત્તરાધ્યયનસૂત્રના પદોનું મિશ્રણ કરીને બોલવું તે મિલિતદોષ છે. પરંતુ જે સૂત્ર તેવા પ્રકારની ભેળસંભેળ વગર બોલાય તે અમિલિત કહેવાય છે. મુ - કવિન(વિ.) (મૂકવાનો સ્વભાવ નથી જેનો તે, લીધેલ કાર્ય વચ્ચેથી ન છોડનાર) જયારે ગાંધીજીએ દેશને આઝાદ કરવવા માટેનો પ્રયાસ ચાલુ કર્યો ત્યારે તેમની સાથે ઊભું રહેનાર કોઈ નહોતું. તેમને ઘણીબધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. વિદેશીઓ તો વિદેશીઓ પરંતુ જાતભાઈઓ દ્વારા પણ ઘણીબધી અડચણો ઊભી કરવામાં આવી. પરંતુ તેમણે એકવાર મનમાં ઠાની લીધું હતું કે મેં જે કાર્યને પ્રારંભ કર્યો છે તેને કોઈપણ ભોગે છોડીશ નહીં. તેમણે સેવેલા સપનાનું ફળ આજે આખો દેશ ચાખી રહ્યો છે. - 35