Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મv - મન (કું.) (1. અભિનય, નાટકનું એક અંગ 2. ઓગણીસમાં તીર્થકર મલ્લિનાથના એક ગણધરનું નામ) નાટકની અંદર મુખ, હાથ, પગાદિની ચેષ્ટાઓ દ્વારા હૃદયગત ભાવોને પ્રકાશિત કરવા તેને અભિનય કહેવામાં આવે છે. સાચો અભિનેતા તે છે જે પોતાના અભિનય દ્વારા લોકને પોતાના તરફ આકર્ષિત કરી શકે. અષાઢાભૂતિ ભરત રાજાના નાટકમાં અભિનય કરતાં કરતાં કેવલજ્ઞાનને પામ્યા હતા. મra - મનવ (2) (1, નૂતન, નવું 2. વિશિષ્ટવર્ષાદિગુણથી યુક્ત) વ્યક્તિ કપડા જૂના થઇ ગયા નવા લે છે. ઘર જૂનું થઇ ગયું નવું લે છે. સામાન જૂનો થઇ ગયો નવો લઈ લે છે. આમ જૂની વસ્તુથી ઉબકી જઇને કાંઇક નવું લાવીને પોતાના આનંદને જાળવી રાખતો હોય છે. હાય રે ! અનાદિકાળથી એકના એક સંસારમાં ભટકવા છતાં, આ ફેરાઓથી થાકીને નવા પંચમગતિ મોક્ષને મેળવવાના પ્રયોત્નો કેમ કરતો નથી? friquષ્ણ - નવઘઈ (ઈ.) (નૂતન દીક્ષિત સાધુ) ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસગણિએ કહ્યું છે કે પુરુષપ્રધાન જિનશાસનમાં એક દિવસના નૂતન દીક્ષિત સાધુને પણ સો વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજી વંદન કરે છે.' મક્ષિત - નિત્તિ (f) (ભણેલ શાસ્ત્રાર્થના ચિંતનથી જેનો ચારિત્રપરિણામ વૃદ્ધિગત થયો છે તે) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કથનાનુસાર પોતે ભણેલા આચારાંગાદિ શાસ્ત્રોના અર્થોના ચિંતન-મનનથી જેમનો ચારિત્રરૂપ પરિણામ વૃદ્ધિ પામ્યો છે તેવા શ્રમણ અભિનિષ્ક્રાન્ત છે. f - fમનિઈ ( ગવ્ય) (રોકીને, અટકાવીને) પ્રાણાયામમાં શ્વાસોશ્વાસ રોકવાની એક પ્રક્રિયા આવે છે. શ્વાસનું સંધન ચિત્તની એકાગ્રતા અને તેના પર કાબૂ મેળવવા માટે થાય છે. જો એક બાહ્ય શ્વાસોશ્વાસ રોકીને જીવ મન પર કાબૂ મેળવી શકતો હોય, તો તુચ્છ અને સંસારવર્ધક ભોગોનો ત્યાગ કરીને આત્મિક આનંદ અને મોક્ષમાં સ્થાન અપાવનાર સદનુષ્ઠાનોનું આચરણ કેમ ન કરી શકાય? મffiારિયા - નિવાાિ (.) (1. એકઠા થઇને ચાલવું, સમુદાયરૂપે ચાલવું 2. ભિક્ષા માટે ગતિવિશેષ) વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે લોકોપકાર કાજે પણ સાધુએ એકલા ન વિચરવું. કેમકે તેમ કરતાં લોકહિત તો દૂર રહો સ્વઅહિત થઇ જાય છે. આથી સાધુએ સમુદાયમાં વિચરવું એટલું જ નહિ વિહારમાં પણ એકલા ન ચાલતા સંઘાટકની સાથે વિહરવું જોઇએ. મળિયા - મરિના (.) (અલગ અલગ રહેલી પ્રજા) अभिणिबोह - अभिनिबोध (पुं.) (મતિજ્ઞાન, પાંચ જ્ઞાનમાંનું પ્રથમ જ્ઞાન) વ્યક્તિને અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાપૂર્વક વસ્તુનું જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન જૈનધર્મમાં માનવામાં આવેલ પાંચ જ્ઞાનમાંનું પ્રથમ જ્ઞાન છે. મતિજ્ઞાનવરણીયના ક્ષયોપશમથી તે અનેક પ્રકારનું હોય છે. - 11 -