Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004902/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુદગલનો પરિહાર ? પરિમાર્થિની પ્રાપ્તિ Vain Education International આ સનંદાબહેન વોરા For Private e penalise C wwija nella y.org Page #2 -------------------------------------------------------------------------- ________________ તા northerwecarnowser : Amar with #grt જનજાકબ ના જનક મને મારા જનમ જન્મ હાજીકના - કાજે, ડાક પુગલનો પરિવાર : પરમાર્થની પ્રાપ્તિ પૂ. શ્રી ચિદાનંદજી રચિત પુદ્ગલગીતાનો ભાવાર્થ કાલ ના છોકરા ના કાકા મામા સંપાદક-લેખક : સુનંદાબહેન વોહોરા પ્રેરક : પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિ . શ્યામલ-૩, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો અમેરિકા-અમદાવાદ પ્રકાશનવર્ષ : વી. ૨૫૨૪, વિ. ૨૦૫૪, ઈ.સ. ૧૯૯૭-૯૮ પ્રથમ આવૃત્તિ : ૧૨OO પ્રાપ્તિસ્થાન : ૧. સુનંદાબહેન વોહરા ૨. દક્ષાબહેન મહેતા ૫, મહાવીર સોસાયટી, ૩૯, માણેકબાગ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૭ કંચનદીપ શોપિંગ સેન્ટર સામે, ફોન નંબર : ૬૬૩૭૯૫૪ સુરેન્દ્ર મંગળદાસ રોડ, સાંજે ૬થી ૮ અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬થી ૮ ૩. શ્રી કુમારભાઈ ભીમાણી ૧૩/૩૯ જેએમ. કમ્પાઉન્ડ, ત્રીજો ભોઈવાડો, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન નંબર : ૩૭પ૭૦૧૩ સાંજે ૫થી ૭ ૪. Kalpana Pravin Shah 992, Mcnair Drive Landsdale PA 19446-U.S.A. Tel. 215-362-5598 મુખપૃષ્ઠચિત્ર : વી. રામાનુજ લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોનનંબર : પ૩પ૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, દરિયાપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ફોન નંબર : ૩૮૭૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ્ય ભદ્રગુપ્તસૂરિ ‘ઓ મારા મન ! પરભાવનાં આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે !' જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે ? અત્યાર સુધી તો જીવાત્માએ પુગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી પુદ્દગલભાવોની જ રમણતા જીવે કરી છે. હવે આત્મવિચાર કરવો છે ? તો એક કામ અવશ્ય કરવું પડશે; પુદ્ગલભાવ કે જે પરભાવ છે, એ પુદ્દગલભાવોનાં આવરણને ચીરી નાખવા પડશે. પુદ્દગલભાવોનાં આવરણો નષ્ટ કરવા માટે પુદ્ગલભાવોની અનર્થકારિતા તથા ભયંકરતા અને પરમાર્થનું સ્વરૂપ જાણવું પડશે, સમજવું પડશે. ‘પુદ્ગલગીતા’માં યોગી ચિદાનંદજીએ પુદ્દગલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજાવી છે. ખરેખર, કુરુક્ષેત્ર ઉપર શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો બોધ જેમ આપ્યો, તેમ ભીતરના કુરુક્ષેત્ર ઉપર, પુદ્ગલભાવરૂપ કૌરવોનો સંહાર કરવાનો ઉપદેશ ચિદાનંદજીએ વિષાદગ્રસ્ત બનેલા સાધકને આપ્યો છે. એટલે આ કાવ્યનું નામ એમણે પુગલગીતા’ આપ્યું છે. સુશ્રાવિકા સુનંદાબહેન અધ્યાત્મમાર્ગનાં પ્રવાસી છે. તેઓ શ્રદ્ઘાવંત તો છે જ, સાથેસાથે સમ્યજ્ઞાનના ઉપાસક છે ! એમાંય આ કાવ્ય ઉપર વિવેચન લખવા, મેં જ એમને પ્રેરિત કર્યાં હતાં; અને તેમણે એ વિવેચન લખ્યું ! સરળ, સુંદર અને સ્વાદિષ્ટ બન્યું છે વિવેચન. એનું નામકરણ તેમણે પુદ્ગલનો પરિહાર અને પરમાર્થની પ્રાપ્તિ' આપ્યું છે તે વિવેચનના માધ્યમથી સાર્થક છે. પુદ્ગલની ઓળખાણ કરાવતાં શ્રી ચિદાનંદજી સરળ શબ્દોમાં કહે છે : પાણીમાંહે ગલે જે વસ્તુ, લે અનિ સંયોગ, પુદ્ગલ-પિંડ જાણે તે ચેતન ત્યાગ હરખ અરુ સોગ. છાયા આકૃતિ તેજદ્યુતિ સહુ પુદ્ગલની. સડન-પડન-વિધ્વંસ ધર્મ એ જાય, કહેવાય. વખાણે, પર જાય. પુદ્ગલકો કહેવાય. મળ્યા પિંડ જેહને બંધે બે કાલે વિખરી ચરમનયણ કરી દેખીયે તે સહુ પુદ્દગલ પુરણ-ગલન ધર્મથી પુદ્ગલનામ જિગંદ કેવળ વિણ પરખાય ન અનંતા ચાર જ્ઞાન નવિ જાણે. શુભથી અશુભ, અશુભથી શુભ, મૂળ સ્વભાવે થાય, ધર્મપાલટણ પુગલકો ઈમ, સદ્ગુરુ દિયો બતાય ! ← જે વસ્તુ પાણીમાં ગળી જાય છે, → જે વસ્તુ અગ્નિમાં બળી જાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ એને ‘પુદ્ગલ’ જાણવું. હે ચેતન ! પુદ્ગલભાવમાં હર્ષ-શોક ન કરવો. જે છાયા દેખાય છે, પ્રકાશ દેખાય છે, આકૃતિ દેખાય છે, તે બધા જ પુદ્ગલના પર્યાય છે. પુદ્ગલના ધર્મ છે સડવું, પડવું અને નાશ થવો - સડન-પડન-વિધ્વંસંન પુદ્ગલની નિયતિ છે. જેમ બે પિંડ એકઠા થાય છે અને કાળક્રમે વિખરાઈ જાય છે, જેને જીવાત્મા પોતાની ચર્મદૃષ્ટિથી જુએ છે, એ પુદ્ગલ છે. જે વધે છે, ઘટે છે, જેનું પૂણગલન થાય છે, એ જેનો સ્વભાવ છે તે પુદ્ગલ છે. એના અનંત પર્યાયો હોય છે, અને એ પર્યાયો કેવળજ્ઞાની જ જાણી શકે છે. પુદ્ગલપરિવર્તનશીલ હોય છે. શુભ અશુભ અને અશુભ શુભ થાય છે. પુદ્ગલભાવ સ્થિર ન રહે, માટે એના ઉપર રાગદ્વેષ નથી કરવાના. એના કારણે હર્ષ-શોક નથી ક૨વાના. પુદ્ગલ-રાગનું આવરણ દૂર થશે ત્યારે જ આત્મવિચાર પ્રગટ થશે. સમાધિશતક'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણખોજ ઘટમેં ભી પ્રગટે તદા ચિદાનંતકી મોજ ! જો ભીતરમાં ચિદાનંત પામવો હોય તો આત્મચિંતન કરવું જ પડશે. આત્માના સહજ જ્ઞાનાદિ ગુણોનું ચિંતન કરવું જ પડશે, અને પરમાર્થદૃષ્ટિથી વિચારીએ તો માત્ર આત્મજ્ઞાનઆત્મબોધ જ મોક્ષમાર્ગ છે, શિવપંથ છે. સમાધિશતક'ના પ્રારંભે જ કહ્યું છે : કેવળ આતમબોધ હૈ પરમાર્થ શિવપંથ, સોઇ ભાવનિગ્રંથ. તા મેં જિનકી. મગનતા આત્મબોધમાં - આત્મજ્ઞાનમાં મગ્નતા જ ભાવસાધુતા છે. જો આત્મજ્ઞાનમાં મગનતા ન હોય તો ભાવસાધુતા ન આવે. ભલેને વ્રતોનું પાલન કરતા રહો યા ઉગ્ર તપશ્ચર્યા કરતા રહો. જ્ઞાનમગનતા વિના ભાવસાધુતા હોઈ શકતી નથી. આતમજ્ઞાને મગન જો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખ ને મિલે ન તિહાં મન મેલ ! આત્મજ્ઞાનમાં નિમગ્ન આત્મા તમામ પુદ્ગલ-નિર્મિત ખેલોને ઇન્દ્રજાલ - જાદુ સમજે છે. એની સાથે એનું મન લાગતું જ નથી. એક વાર આત્મજ્ઞાનમાં મગનતાનો અપૂર્વ અનુભવ થતાં પુદ્ગલરચનાઓમાં મન લાગતું જ નથી. આત્મજ્ઞાનની મગનતાનું સુખ શબ્દાતીત છે. શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી. “પુદ્દગલગીતા’ પુદ્દગલનો પરિહાર એટલે પરમાર્થની પ્રાપ્તિનું વાચન-મનન અને ચિંતન કરી સહુ જીવાત્માઓ પુદ્ગલભાવોમાં અનાસક્ત બનો અને આત્મજ્ઞાનમાં અને ૫રમાર્થપ્રાપ્તિમાં નિમગ્ન બનો, એવી મંગલકામના સાથે વિરમું છું. ૬૫, શ્યામલ રોહાઉસ ૩-એ, ભદ્રગુપ્તસૂરિ સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫ તા. ૨૪-૧૧-૧૯૯૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક સમસ્ત સૃષ્ટિના પ્રાણીમાત્રમાં જીવનનાં બે વહેણ છે. એક છે પૌગલિક-ભૌતિક-પાર્થિવ કે નિર્જીવ. બીજું છે પરમાર્થ-આત્માર્થ-મોક્ષાર્થ અને ચૈતન્ય. પીગલિક તમામ પદાર્થો નિર્જીવ-જડ છે. તે સ્પર્ધાદિ લક્ષણવાળા છે. સ્થૂલ નજરે જણાય તેવા છે. અને અભ્યાધિક સમયે નાશ થવાવાળા છે. આ પૌગલિક પદાર્થો એટલે ભૌતિક પદાર્થો, જેની આ વૈજ્ઞાનિક યુગમાં વિપુલતાની વૃદ્ધિ છે. અને પ્રતિષ્ઠા છે. તેથી માનવ તેના પ્રત્યે આકર્ષણ પામી તે પદાર્થો વધુ ને વધુ મેળવવા પ્રયાસ કરે છે. તેમાંથી સ્પર્ધા, અજંપો અને અશાંતિ પેદા થાય છે. જો તે મેળવવામાં સફળતા મળે તો સુખી થાય છે. નિષ્ફળતા મળે તો દુઃખી થાય છે. વળી વૈજ્ઞાનિક ક્ષેત્રની ખૂબી એ છે કે નિત નવી નવી શોધો કરી નવું નવું આપ્યા જ કરે છે. તેથી માનવને નવું મેળવવા મથવું પડે છે. આમે આત્મારૂપી આ હંસલો ઘણુંયે સમજાવ્યા તોયે નવું પિંજરું માંગતો જ રહ્યો છે. પરિણામે નવા દેહ ધારણ કરીને ક્યારેક સુખ અને પ્રાયે દુઃખ અનુભવે છે. પરંતુ પૌદ્ગલિક પદાર્થોની મૂછ છોડી શકતો નથી. આ પૌદ્ગલિક પદાર્થો એટલે દેહ અને દેહને તથા મનની ઈચ્છાને પોષનારા બધા જ જડ પદાર્થોનો એમાં સમાવેશ થાય છે. ચારે દિશામાં તેનો પથારો પ્રસરેલો છે. અને અનાદિકાળથી જીવ તેનો પરિચયી રહ્યો છે. ગ્રંથકાર શ્રી ચિદાનંદજીએ પુગલગીતા'માં પુદ્ગલની જાળ અને તમાસો કેવા અજબગજબના છે તેનું તાદેશ્ય અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. વળી તેનાથી શું પ્રાપ્તિ છે, શું હાનિ છે તે પણ ઉપદેશ્ય છે. તેથી સમજાય છે કે માનવ પુદ્ગલ ઘણો પ્રભાવિત થયો છે. • પાંચ ઇન્દ્રિયો વડે સેવાતા સર્વ પદાર્થોનો સમાવેશ પુદ્ગલના પારાયણમાં થાય છે. પુદ્ગલમાં જડતા હોવા છતાં માનવચેતના તેનાથી અત્યંતે પ્રભાવિત થયેલી છે. તે પ્રભાવમાં ચૈતન્યનું સામર્થ્ય નબળું પડે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ४ તેથી ગ્રંથકારે તેનો પરિહાર બતાવી પરમાર્થની અત્યંત વિશિષ્ટતા બતાવી છે. પરમાર્થ એટલે અનુપમ અને અદ્વિતીય તત્ત્વ. શુદ્ધઆત્માનું પ્રાગટ્ય તે પરમાર્થ છે. જેમાં પરમ રહસ્ય કે પરમ ઐશ્વર્ય રહ્યું છે. પરમાર્થ માર્ગને મોક્ષમાર્ગ કહેવાય છે. પરનું અહમ્ અને મમત્વ જવાથી પરમાર્થ પ્રગટ થાય છે. પરમાર્થ એટલે આત્માના સંપૂર્ણ વૈભવને તથા સામાને જણાવતું રહસ્ય છે. જે રહસ્ય પામ્યા પછી કશું પામવાનું જીવને બાકી રહેતું નથી. પરમાર્થ ચૈતન્યમય હોવાથી તેમાં અજડત્વ છે. પુદ્ગલનો વાસ જડમાં છે. પરમાર્થનો વાસ ચૈતન્યમાં છે. આમ બંને પરસ્પર છેડાનાં તત્ત્વો છે. ૫રમાર્થ ચૈતન્યમય હોવાથી આનંદ અને સુખનું નિધાન છે. તેની પ્રાપ્તિ માટે પુદ્ગલના પદાર્થોનો પરિત્યાગ-પરિહાર આવશ્યક છે. પૌદ્ગલિક સુખ અને પારમાર્થિક સુખ બંને સાથે રહી શકે તેવી જગતમાં વ્યવસ્થા નથી. પૌદ્ગલિક પદાર્થો છૂટે, તેની મૂર્છા ઘટે, પરમાર્થ માર્ગના પ્રયોજનનો પુરુષાર્થ કરે, જ્યારે અંતરંત શુદ્ધિ થાય ત્યારે પરમાર્થનું અનુપમ સુખ પ્રાપ્ત થાય. જડ પદાર્થો સાથેનું જીવનું તાદામ્ય પરમાર્થ માર્ગને બાધક છે. જડત્વ અને જીવત્વને મેળ નથી. શુદ્ધ જીવત્વ એ પરમાર્થ છે. મહાપુરુષોએ તે પરમાર્થ સ્વરૂપ સુખની પ્રાપ્તિ માટે મહાસાહસ કર્યા છે. સુખ, સંપત્તિ, સમૃદ્ધિને સત્તા જેવાં કારણોને છોડ્યાં છે. અતિ પ્રિય એવા દેહને પરમાર્થ પ્રાપ્તિનું સાધન માની, સંયમ વડે સમત્વ સાધી જન્મમરણની સમાપ્તિ કરી છે. પરમાર્થનું પ્રયોજન જ ચમત્કારી છે. તે માર્ગે જેઓએ સાહસ કર્યું તેઓ સિદ્ધિ પદને પામ્યા છે. પરમાર્થનું અંતરંગ સાધન જ્ઞાનમય શુદ્ધતા છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ પરમાર્થની સાધનાનાં સાધનો છે. પરમાર્થની પ્રાપ્તિ પછી કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાનું પ્રયોજન શેષ રહેતું નથી. સુનંદાબહેન વોહોરા Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપકૃત છું. પ્રસ્તુત ગ્રંથસંપાદનમાં પ્રેરણા આપવા માટે તથા લેખન ઉપર દૃષ્ટિ કરી યોગ્ય સૂચન કરવા માટે, પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી પ્રત્યે ઉપકૃત છું. પૂ. શ્રી ભદ્રબાહુવિજય પ્રત્યે ઉપકૃત છું. સ્વ. પૂ. શ્રી ચિદાનંદજી મહારાજ પ્રત્યે ઉપકૃત છું. અભિવાદન પ્રસ્તુત ગ્રંથનો અર્થસહયોગ નકલ સહયોગ ૫૦૦ શ્રી લક્ષ્મી ધરમશી, નોર્થજસી, અમેરિકા ૧૫૦ અરુણાબહેન, શશીન શાહ, ક્લીવલેન્ડ, અમેરિકા ૧૫૦ પલ્લવી, સતીશચંદ્ર, ચેરીહીલ, અમેરિકા ૧૦૦ સંઘવી પરિવાર, અમદાવાદ છેલ્લાં દસ વર્ષથી અવિરતપણે પુસ્તકપ્રકાશનમાં પરદેશના મિત્રોનો અર્થસહયોગ પ્રશંસનીય છે. લગભગ ૪૫ જેટલાં પુસ્તકોનું લેખન થયું, તેમાં ૩૦ જેટલાં પુસ્તકોના પ્રકાશનની ભાવના પરદેશના મિત્રોએ જ સાકાર કરી છે. તેમની આવી ભાવનાઓ વિસ્તૃત થાય અને તેઓ આત્મકલ્યાણને પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. અર્થસહયોગ બદલ સૌનું અભિવાદન કરું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુનંદાબહેન વોહોરા લિખિત શિષ્ટ સાહિત્યસૂચિ ક્રમ પુસ્તકનું નામ ૧. શ્રી કલ્પસૂત્ર કથાસાર સચિત્ર . . . . . ચોથી આવૃત્તિ સુધારા સાથે ૨. નવતત્ત્વનો સરળ પરિચય . . . . . . . . . . . . . સચિત્ર ૩. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન . . . . . . . . . . . . . . . સચિત્ર ૪. મુક્તિબીજ . . . . . . . . . . . . . . સમ્યગદર્શન વિષે પ. આઠે કોઠે અજવાળાં . . . . . . . . . . . . આઠ ગુણ વિષે ૬. અંતરનાદ . . . . . . . . . . . . . . ૨૫૦ પદો, સ્તવનો ૭. ઔષધ જે ભવરોગના . . . . . .વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૮. સૈકાલિક આત્મજ્ઞાન સંપાદન : તાત્ત્વિક લેખો, લેખક પન્નાલાલ ગાંધી ૯. તત્ત્વમીમાંસા . . . . . . . . . . . . . . . તત્ત્વાર્થભિગમ ૧૦. મૌનધારી મહાવીરથી મળેલી (હિતશિક્ષા) . . . . . . . . . . . . મહાવીરકથા તથા બોધ ૧૧. શ્રી અધ્યાત્મસાર સંપાદન . . શ્રી યશોવિજયરચિત ગ્રંથનો ભાવાનુવાદ ૧૨. તું શું કરે વિચાર ? . . . . . . . . . ઉત્તમ ભાવપ્રેરક લેખો ૧૩. આતમ ઝંખે છુટકારો . . પૂ. યશોવિજયજી રચિત સમાધિશતકનું વિવેચન ૧૪. પગલે પગલે પ્રભુતા . . . . . . . જીવનવિકાસના પ્રાયોગિક લેખો ૧૫. કેડીને કંડારો . . . . . . . . . . . . . . . નાની પુસ્તિકા ૧૬. શ્રુતસાગરમંથન . . . . . . . . . . . . . . . (છપાય છે.) (સ્થાનિક રહેવાસીએ પુસ્તકો જાતે લઈ જવાં. પત્રવ્યવહાર જવાબી કાર્ડ લખીને કરવો.) પ્રાપ્તિસ્થાન : ૧. સુનંદાબહેન વોહોરા પ, મહાવીર સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નંબર : ૬૬૩૭૯૫૪ સાંજે ૬થી ૮ ૨. દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી, કંચનદીપ શોપિંગ સેન્ટર સામે, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬થી ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ સૂનું તો થયું રે પીંજર દેશી : જૂનું તો થયું સૂનું તો થયું રે પીંજર સૂનું તો થયું, પંછી તો ઊડ્યું ને પીંજર સૂનું તો થયું. ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહ્યા ભેગા હવે થવું એકલા રે. પછી તો ૧ કાયા બોલે વેણ મીઠાં સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન, અનાદિના જુદે જુદા રે. પછી તો ૨ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું. રેશમના ચીર હીરા મોતીથી મઢી દીધું રે. પછી તો કે કાયા બોલે, ચેતન ભોળા તું ભીંત ભૂલ્યો, પુદ્ગલના ખેલ એમાં તું કેમ રાચ્યો રે. પછી તો ૪ ચેતન કહે વાત છેલ્લી, સાંભળ એ કાયા ઘેલી, મારો સંગ છોડવાથી ભસમ થાવું પડશે રે. પંછી તો ૫ વાહ રે ચેતન વાહ તારી, મને તેની તમા નહીં રે. માટીના પૂતળાને, હરખ શોક કંઈ નહીં રે. પછી તો ૬ ગુરુ કહે મીઠી વાણી સાંભળ એવા ભવી પ્રાણી, હીરા જેવી જિંદગાની, આતમરામ ભજી લે રે. પછી તો ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના હે પ્રભુ ! આ જગતમાં જન્મ ધારણ કરીને મને દુ:ખના કે સુખના ગમે તે પ્રતિબંધ હો, પરંતુ તારા કૃપામૃતમાં મને કોઈ પ્રતિબંધ બાધક ન થાય તેવી ભક્તિયુક્ત શક્તિ આપજે. રોજ પ્રભાતે તેજરાશિના કિરણો તમસને દૂર કરે છે તેમ મારામાં રહેલા અજ્ઞાનના તમસને તારા જ્ઞાનપ્રકાશનાં કિરણો અજવાળી દે તેવી મારી પ્રાર્થના સ્વીકારજે. સાંસારિક આપત્તિથી ઘેરાયેલા તારા ભક્તો જ્યારે પ્રભુ ! તારી સમક્ષ આવીને ઊભા રહે છે, ત્યારે તે આપત્તિ તેમને સંપત્તિ બની જાય છે. એટલે તારા સહૃદયથી ભક્તો તારી પાસે તુચ્છ વસ્તુઓ માંગી શકતા નથી, અને તેથી તેમને તારામાં રહેલો અમૃત સ્રોત પ્રાપ્ત થાય છે. પરમાર્થની પ્રાપ્તિ સહજ થાય છે. હે પ્રભુ ! તમારી ભક્તિના રહસ્યો અદ્ભુત છે. એટલે ગમે તેવા કષ્ટમાં પણ તમારું વાત્સલ્ય અમને ટકાવી દે છે. અને અમારે તારી પાસે કંઈ માંગવાનું જ રહેતું નથી, અને શું આપવું તે આપ જાણો છો. અંતમાં પ્રભુ, તારા ગુણગાન ગાતાં ગાતાં મારી ચેતના શુદ્ધ બની જાય અને તારામાં સમર્પિત થાય તેવી મારી પ્રાર્થના છે, તે સ્વીકારજો. પરમાર્થના પંથે ટકાવજો. ઇતિ શિવમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિદાનંદજી કૃત પુદ્ગલગીતા શ્રી ચિદાનંદ સદ્ગુરુભ્યો નમઃ પુદ્ગલનો પરિહાર : ૫રમાર્થની પ્રાપ્તિ શ્રી ચિદાનંદજીએ પુદ્ગલનું લોભામણું સ્વરૂપ જોઈને તથા તેની લીલામાં જગતને એકાકાર થતું જોઈને તે પુદ્ગલની વાસ્તવિકતા શું છે, તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વળી સવિશેષ સંતોને ઉદ્દેશીને પ્રારંભ કર્યો છે. કારણ કે સંતોએ તેની વાસ્તવિકતાની સમજથી સંસારત્યાગ કર્યો છે. સંસારની રચના એટલે જ પુદ્ગલો તમાસો. સંતો દેખીયે બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા. પુદ્ગલ ખાણો પુદ્ગલ પીણો, પુદ્ગલ હૂંથી કાયા; વર્ણ ગંધ ૨સ ફરસ સહુ એ, પુદ્ગલફુંકી માયા. (બે) અરે સંતજનો ! જુઓ, ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતી આ પુદ્ગલની રચના કેવી નાટક-ખેલ-તમાસા જેવી છે ? પૂરો સંસાર એની જાળમાં ફસાયેલો છે. હે સંતો ! તમે આ ફસાયેલા સંસારનું નાટક જોઈને આશ્ચર્યચકિત થયા અને તેને સલામ કરી ચાલી નીકળ્યા. આ પુદ્ગલની જાળમાં ફસાયેલા જીવોની ચેષ્ટા પણ કેવી છે ? પોતે જ શરીરરૂપે પુદ્ગલ છે. તે જે જે પદાર્થોને આરોગે છે, તે પુદ્ગલ ક્યાં તો સજીવ જીવોના શરીર અને ક્યાં તો તેમણે છોડેલા લેવો છે. અને તે જે કંઈ પ્રવાહી પીએ છે તે પણ પુદ્ગલો છે. આમ જીવ અજ્ઞાન, પરવશતા, પરભાવ કે પરવૃત્તિને કારણે પુદ્ગલને ખાય છે, પીએ છે અને પૂરા પુદ્ગલરૂપી કાયામાં માયા કરીને રાચે છે. માયા તેને મૂંઝવે છે. માયા, કાયાની છાયા બનીને તેના ગુણગાન ગાયા જ કરે છે. પણ તેને પાયાની હકીકત જ ખબર નથી કે આ પ્રગટ દેખાતી પુદ્ગલની માયા છાયારૂપે છે તે ક્યારે પકડાતી નથી. પોતાની થઈ નથી. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ માયાનો પણ ખૂબ વિસ્તાર છે. વિષયો પાંચ છે પણ તેની જાળ ઘણી મોટી છે. વર્ણ : નીલ, રાતો, પીળો, ધોળો, કાળો, . . . . . . ૫ ગંધ : સુગંધ, દુર્ગધ, . . . . . . . . . . . . . ૨ રસ : તીખો, કડવો, મીઠો, ખાટો, તૂરો, . . . . . . . ૫ સ્પર્શ : શીત-ઉષ્ણ, ચીકણો-લૂખો, કોમળ-કર્કશ, હલકો-ભારે, ૮ શબ્દ : સચિત્ત, અચિત્ત, મિશ્ર, . . . . . . . . . . ૩ કુલ ૨૩ તમે એમ ન માનતા કે ૨૩ વિષયમાં પુદ્ગલની માયા સમાઈ જાય છે. આ પાંચ વિષયના ભેદમાં એકના અનેક પ્રકાર થઈને રહે છે. જેમકે એક કાળો વર્ણ લો. તેના તરતમતાની દૃષ્ટિએ કેટલાયે પ્રકારો થશે. વળી સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોતાં દરેક વિષયને જે જે અન્ય પુદ્ગલજનિત અવસ્થાઓ લાગુ પડે તે વિચારના વિષયો અનેક પ્રકારના બની જાય છે. જેમકે – વિષય પાંચ, ભેદ ૨૩ X ૩ યોગ વડે ૬૯ ૪ ૫ અવ્રત વડે જોતાં ૩૪૫ ૩૪પ × ૪ કષાય વડે ૧,૩૮૦ ૧,૩૮૦ x ૪ વિકથા વડે કારણ કે જગતમાં પુદ્ગલની જ કથાની મુખ્યતા છે ૫,૩૨૦ ૫,૩૨૦ x ૫ અસંયમ વડે ૨૬,૬૦૦ ૨૬,૬૦૦ x ૨૫ કાયિકી ક્રિયા વડે ૬,૬૫,OOO ૬,૬૫,OOO x ૫ આશ્રવ વડે ૩૩,૨૫,૦૦૦ ૩૩,૨૫,૦૦૦ x ૮ (આર્તધ્યાન ૪, રૌદ્રધ્યાન ૪ = ૮) ૨,૬૬,00,000 ૨,૬૬,૦૦,૦૦૦ x ૪ સંજ્ઞા ૧૦,૬૪,00,OOO ૧૦,૬૪,૦૦,૦૦૦ x ૬ વેશ્યા વડે ૬૩,૮૪,૦૦,૦૦૦ અહોહો ! આ તો ગજબની વાત થઈ. જીવ તો જાણતો હતો કે આ ઇન્દ્રિયના વિષયો પાંચ પ્રકારે છે. તેને જીતવા શી મોટી પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #14 -------------------------------------------------------------------------- ________________ વાત છે ? પાંચ જ છે ને ! ના, ભાઈ ઉપરના આંકડા જોજે અને વિચારજે કે આ લશ્કર કેટલું લાંબું છે ? ટૂંકમાં સમજવું હોય તો જેટલી તૃષ્ણા તેટલી પુદ્ગલની માયા. તૃષ્ણા અનંત, માયા પણ અનંત. તૃષ્ણા દુસ્તર, માયા દુસ્તર. તૃષ્ણા દૂત, માયા દુરંત. આશ્ચર્ય ! આ જીવ એક અને પુદ્ગલના ખેલ અનેક. બંનેની જાણે હોડ ચાલી હોય તેમ દરેક જન્મે પૂર્વે છોડેલા એ જ પુદ્ગલોને ગ્રહણ કરવા, અને છતાં નવા છે તેમ માનીને તેમાં જ રાચવું. પુદ્ગલ એ જ જાણે જીવનું સ્વરૂપ છે તેમ માની જીવ પુદ્ગલમય બનીને તેના દ્વારા અંશતઃ કાલ્પનિક સુખ અને મહદ્ અંશે તો દુઃખ જ ભોગવે છે. ખાન પાન પુલ બનાવે, નહીં પુગલ વિણ કાય; વર્ણાદિક નહીં જીવમે બે, દીનો ભેદ બતાય. પુદ્ગલ પુદ = ભરાવું – ભેગું થવું. ગલ = ગળવું – સડવું. આખું વિશ્વ આ પુદ્ગલના પરમાણુથી ઠાંસી ઠાંસીને ભર્યું છે. એક તલના સહસ્ત્રાંશ જેટલી પણ જગાનો અવકાશ નથી કે જ્યાં આ પુદ્ગલનું અસ્તિત્વ ન હોય. છતાં તેનું લક્ષણ તો ક્યાં ભેગા થવું અને ક્યાં વિખરાઈ જવું તે છે. પુદ્ગલ અત્યંત પરિવર્તનશીલ અર્થાત્ વિનશ્વર છે. છતાં સમગ્ર સૃષ્ટિ આ પુદ્ગલના નાટકનું રંગમંચ છે. પુદ્ગલનું સૂક્ષ્મ અને મૂળ સ્વરૂપ પરમાણું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શદિના વિવિધ આકર્ષણોથી આ પુગલે જીવોને પ્રભાવિત કર્યા છે, જાણે કે જીવને જીવ વગર ચાલે, પણ પુગલ વગર ન ચાલે ! પુદ્ગલ એ રૂપી - દશ્યમાન પદાર્થ છે. પુદ્ગલ દેશ્ય અને જીવ અદશ્ય છે. ઉભયની જોડી અનાદિકાળથી બનીને રહી છે. જેમ માટી અને સોનાનો સંયોગ છે તેમ આ જીવ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #15 -------------------------------------------------------------------------- ________________ અને પુદ્ગલનો અનાદિનો સંયોગ છે. એ સંયોગે જીવે પૂરો સંસાર રચ્યો છે. પુદ્ગલનો સંયોગ જ્યારે આત્યંતિકપણે વિયોગરૂપે પરિણમશે ત્યારે આત્મા શુદ્ધ સોનાની જેમ સિદ્ધ રૂપે પ્રગટ થશે. માટે પુદ્ગલ અને જીવ બંને ભિન્ન તત્ત્વ છે, તેનો ભેદ સમજી આત્માની ઉપાસના કરવી. આથી જ્ઞાનીઓએ દેહાદિક દૃશ્ય જગતને વિસ્તૃત કરી, તેને અદશ્ય કરી દીધું, નિર્વાણ પામ્યા. અને જે અદશ્ય તત્ત્વ સત્તામાં રહ્યું હતું તેને દેશ્ય કર્યું. સિદ્ધપણે પ્રગટ કર્યું. જ્યાં સુધી જીવને જડ – પુદ્ગલ, વર્ણાદિ, દેહાદિકનું દે દશ્યમાન વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ કે ભેદ ન સમજાય અને જ્ઞાનસ્વરૂપ આત્માનું સામર્થ્ય કળવામાં ન આવે ત્યાં સુધી જીવ, પુદ્ગલની અનેક લીલાઓથી પ્રભાવિત થાય છે. અને તેને ચારે ગતિના ચક્કર લગાવવા પડે આત્માની સત્તા અનાહારક છે. પરંતુ પુદ્ગલ સંયોગે દેહાદિકમાં સુખની કલ્પના કરીને જીવ પુદ્ગલ દ્વારા પુદ્ગલ માટે પુદ્ગલને ખવરાવવા, પિવરાવવાની ચેષ્ટા કરે છે. અરે ! જીવને મળેલું પૂરું શરીર અને તેની સર્વ ક્રિયા પુદ્ગલરૂપ છે. અરે ! જીવ તું વિચાર તો કર કે જે પુદ્ગલને તું તારું માને છે, તે પુદ્ગલના લક્ષણ વર્ણાદિક તે આત્માના એક પણ પ્રદેશ છે કે નહીં ? પ્રગટ લક્ષણથી તને આ ભેદ જણાય તેવો છે. પુદ્ગલ માત્ર વર્ણાદિરૂપવાળું છે. તેમાં કોઈ ને કોઈ રસ છે. ગંધ છે અને સ્પર્શ – કાયારૂપે છે. હવે તું આત્માનો વિચાર કર કે આત્માનો રંગ કેવો ! સ્પર્શ કેવો ! તેની ગંધ કેવી આવે ! તેમાં મીઠાશ-કડવાશ કેવી હોય ! આત્મા નથી રંગવાળો, નથી ગંધવાળો, નથી સ્પર્શવાળો કે નથી કડવાશ કે મીઠાશવાળો, ભલે તે અરૂપી છે પરંતુ તેનાં લક્ષણ તો પ્રગટ-સાક્ષાત છે કે જ્ઞાનસ્વરૂપ છે. જીવ – આત્મા ચૈતન્યસ્વરૂપ છે. જાણવું તે તેનું લક્ષણ છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #16 -------------------------------------------------------------------------- ________________ સુખાદિનો અનુભવ તે જ્ઞાનના ઉપયોગ દ્વારા થાય છે. જગતમાં પુદ્ગલના ગમે તેવા ચમકારા તમે જોતા હોવ, હવાઈ જહાજ કે માનવયંત્ર વગેરે પરંતુ તેમાં જાણવાની ક્રિયા થતી નથી. જહાજ તૂટી પડે તેમાં મુસાફરી કરતા માનવો આગમાં શેકાઈ જાય, બૂમો પાડે પણ જહાજ ચીસ પાડતું નથી. આત્મામાં જેમ બાહ્ય પદાર્થોને જાણવાની શક્તિ છે, તેમ પોતાના જ આત્મસ્વરૂપને જાણવાની શક્તિ છે. વળી પોતાને જાણ્યા સિવાયનું સૃષ્ટિના પ્રકારોને જાણવું વ્યર્થ છે, કારણ કે જીવ દેહ છોડીને અન્ય દેહમાં સ્થાન લે છે ત્યારે તે જાણેલું વ્યર્થ જાય છે. પણ જો પોતાને જાણે છે અને તેની જ ઉપાસના કરે છે તો પુદ્ગલની જાળમાંથી તે મુક્ત થઈ દુઃખ વગરના સુખને પ્રાપ્ત કરે છે. ખાવાપીવા વગર સુખ પામે છે, શરીર વગર સુખ પામે છે. એ તને હવે પછી સમજાશે. કોઈ બુદ્ધિમાન તબીબ દુનિયામાં નિષ્ણાત મનાય, આયુષ્ય કર્મ પૂરું થયે અવસાન પામે. ધારો કે અન્યત્ર નરદેહ પામે. પરંતુ બાળક તરીકે જ્યારે શાળાએ જાય ત્યારે તેને કે.જી.માં બેસવું પડે. પૂર્વજન્મમાં તબીબ હોવા છતાં તે બાળકને આગળ તબીબી શિક્ષણ અપાતું નથી, તેથી સમજાશે કે બુદ્ધિથી માંડી જે કંઈ પુદ્ગલના ખેલ છે તે જન્માંતરે બદલાઈ જાય છે. કેવળ એવા પરિવર્તનશીલ પુદ્ગલમાં સુખ ક્યાંથી હોય ? પુદ્ગલ કાલા નીલા રાતા, પીલા પુગલ હોય; ધવલાયુક્ત એ પંચવરણ ગુણ, પુદ્ગલકુંકા જોય. પુગલ વિણ કાલા નહિ બે, નીલ રક્ત અરૂ પીત; શ્વેત વર્ણ પુદ્ગલ વિના બે, ચેતનમે નહીં મીત. ૪ ભાઈ ! તારી વૃત્તિ જેનાથી લોભાય છે તેવા કાળા, નિલા, રાતા પીળા કે ધોળા વર્ણનું નામ નિશાન ચેતનમાં નથી. વળી આ વર્ણ – રંગને જોઈને તને ગમો અણગમાના વિકલ્પ ઊઠે છે. જેમકે વાળ કાળા ગમે, ચામડી ગોરી ગમે, આમ તને એક જ વર્ણ એક પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્થાને ગમે અને બીજા સ્થાને ન ગમે. પુદ્ગલની કરામત જ એ છે કે તે ગમો અણગમો પેદા કરે. એટલે જ્યારે તને ધોળો કે પીળો રંગ ગમે ત્યારે તું જાણે પોતે જ તે રંગ – વર્ણમય બની જાય છે. પણ ચેતન અરૂપી છે તેને વર્ણ રંગ હોતો નથી. સુરભિગંધત દુરગંધતા બે, પુલહુંમે હોય; પુદ્ગલકા પરસંગ વિના તે, જીવમાંહે નવિ હોય. ૫ પુદ્ગલ તીખા કડવા પુદ્ગલ, યુનિ કસાયેલ કહીયે, ખાટા મીઠા પુદ્ગલકેરા, રસ પાંચ સદંહીયે. ૬ શીત ઉષ્ણ અરૂ કાઠા કોમલ, હલુવા ભારી સોય; ચિકણા રૂખા આઠ ફરસ એ, પુદ્ગલમે હોય. ૭ પુદ્ગલ જેમ વર્ણવાળું છે તેમ ગંધવાળું છે. કોઈ પણ પૌગલિક પદાર્થમાં અલ્પાધિકપણે સુગંધ હોય કાં દુર્ગધ હોય. પુદ્ગલ સંગથી પુષ્પ સુગંધવાળું કહેવાય છે કે વિષ્ટા દુર્ગધવાળી કહેવાય છે. પરંતુ પુષ્પાદિકનો જીવ તેથી કંઈ સુગંધ કે દુર્ગંધવાળો બનતો નથી. વળી પુદ્ગલ જેમ સુગંધવાળું છે તેમ તીખા કડવા, તૂરા, ખાટા, અને મીઠા એમ પાંચ રસવાળું છે. રસેન્દ્રિય દ્વારા આત્મપ્રદેશના ઉપયોગમાં રસનો સ્વાદ જણાય છે, એટલે આત્મા એમ માને છે કે આત્મામાં કડવો કે મીઠો રસ છે. આત્મામાં જાણવાની જ્ઞાન શક્તિ હોવાથી તે પુદ્ગલના વર્ણાદિ જાણે છે પરંતુ તે લક્ષણયુક્ત થતો નથી. વળી પુગલ સંયોગે સ્પર્શ વડે આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી તેના ઉપયોગમાં પુદ્ગલનો શીત-ઉષ્ણ, કઠોર-કોમળ, હલકો-ભારે, ચીકણો કે લૂખો સ્પર્શ અનુભવે છે. પરંતુ આત્મા કંઈ શીત ઉષ્ણાદિ રૂપે થતો નથી. અરૂપી એવા આત્મામાં સ્પર્શનો ગુણ નહિ હોવાથી તે સ્પર્શનો અનુભવ કરે છે પણ સ્પર્શરૂપે થતો નથી. પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી જીવ; તાકા અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુ ગમ કરો સદીવ. જેમ આકાશમાં ગમે તેવા મેઘધનુષ્યના રંગનું ચિતરામણ થાય પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #18 -------------------------------------------------------------------------- ________________ છતાં આકાશ તો રંગરહિત છે. આકાશની શ્રેણિએ ઇન્દ્રાધાર વર્ષા થાય તો પણ આકાશ તો ભેજથી અસ્પર્શ જ રહે છે. આકાશ પદાર્થને જગા આપે છે પરંતુ તે પદાર્થમય થતું નથી. અંતર એ છે કે આકાશનું લક્ષણ, અજીવ છે તેથી તેમાં આ દૃશ્ય પ્રતિબિંબિત થતા નથી અને તેમાં કોઈ ભાવ પણ ઊઠતા નથી. આત્મા ભલે અનાદિકાળથી પુદ્ગલ સંયોગે રહ્યો પરંતુ સદાય ન્યારો જ રહે છે. તેની સત્તામાં પુદ્ગલના વર્ણાદિ ગુણો એક પ્રદેશે પણ પ્રવેશ કરી શક્યા નથી. પુદ્ગલ સંયોગમાં છતાં સ્વરૂપે અસ્પર્શ રહ્યો છે. તો પછી આ તમાસો કેમ થયો છે ! ભાઈ ! આત્મા ચૈતન્યજ્ઞાનસ્વરૂપ છે. તેના જ્ઞાનમાં જગતના પૌદ્ગલિક તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય ત્યારે તેને જાણે, અજ્ઞાનવશ પુદ્ગલના સંયોગથી તેનામાં એક સંસ્કાર પડ્યો છે કે જ્ઞાનમાં જેનું પ્રતિબિંબ પડે તેનો વિકલ્પ ઊઠે. તે વિકલ્પમાં રાગાદિ ભાવ ભળે અને જીવની અવસ્થા તે તે પુદ્ગલના સંયોગે પુદ્ગલ જેવી જણાય છે, ત્યારે જીવને એમ લાગે છે કે આ પુદ્ગલ સ્વરૂપ હું જ છું. પરંતુ ભાઈ ! તું ગમે તેમ માને કે દેહ તે જ હું છું પરંતુ આત્માનું સ્વરૂપ જ એવું છે કે તે પૌદ્ગલિક પદાર્થોને સ્પર્શતો પણ નથી. તે ફક્ત જ્ઞાનસ્વરૂપ હોવાથી પદાર્થોને જાણે છે. જો તને આ વાત સમજાતી ન હોય તો ગુરુ ગમે આત્મસ્વરૂપને જાણ અને ભેદજ્ઞાન દ્વારા અનુભવ કર કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા સર્વ અવસ્થાઓમાં સર્વ પદાર્થોથી ન્યારો છે. તે સમજવા માટે સદૈવ ગુરુકૃપા મેળવવી પડશે. અનાદિનો પરસંગનો અધ્યાસ જીવને અસંગતતામાં ટકવા દેતો નથી. તેને માટે સદ્ગુરુનો બોધ જરૂરી છે. ગુરુગમથી જ્યારે જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે અસ્પૃષ્ટ અબદ્ધ તેવા આત્માનો અનુભવ કરે છે. તે સદ્ગુરુ છે કે જેમનામાં સત્નો રંગ અને સંગ ક્યારેય ભંગ થતા નથી. તે સદ્ગુરુ મુક્ત થવાનો ઉપાય જાણે છે. તેનો પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ to Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમને અનુભવ છે. જેમણે આત્માને સર્વ દ્રવ્યથી અસંગ જોયો છે, સર્વ ક્ષેત્રથી ન્યારો જોયો છે, સર્વકાળથી અબાધિત જોયો છે અને ભાવથી તેઓ જ્ઞાતાદ્રષ્ટા છે. આવા સદ્ગુરુનો જો તને ભેટો થઈ જાય અને તું સદૈવ તેમને અર્પણ થાય તો તેઓ તને આત્મસ્વરૂપનું ભાન કરાવી શકે છે. તેમનો પોતાનો ઉપયોગ આત્મભાવમાં વર્તે છે. સર્વ પ્રકારે સર્વથી ભિન્ન જેમણે આત્માને જાણ્યો છે તે તારી વિવેકરૂપ પાત્રતા જોઈને તમે પણ આત્મ સ્વરૂપ હસ્તામલકવત્ બતાવશે. આત્મસ્વરૂપના અનુભવની પ્રથમ ચાવી ભેદજ્ઞાન છે. દીર્ઘકાલીન પરસંગના અધ્યાસે જીવનું જગતના પૈદ્ગલિક પદાર્થો સાથે એકત્વ મમત્વ અને અહત્વ ઘણું દેઢ થઈ ગયું છે. તેનું ભાન થઈ તેનાથી ઉપયોગને મુક્ત રાખવો તે ભેદજ્ઞાન છે. આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે અભેદ છે. પરંતુ આત્મા સ્વસ્વરૂપે પરભાવથી સદાયે અસંગ છે. એ અસંગતાનો આંશિક અનુભવ ભેદજ્ઞાન દ્વારા થાય છે. ચરમાવર્તમાં પ્રવેશેલો પાત્ર જીવ આત્મા સન્મુખ થાય છે ત્યારે તેના કર્મોનો ભાર ઘણો ઓછો થાય છે. હળુકર્મી બનેલો જીવ ભવિતવ્યતાના જોરે અધ્યવસાયની શુદ્ધિનો પ્રારંભ કરે છે, ત્યારે સ્વરૂપપ્રાપ્તિના પુરુષાર્થનો અપૂર્વ ઉલ્લાસ તેનામાં જાગે છે. તે સમયે તે આત્મા શુદ્ધ અધ્યવસાય દ્વારા પોતાના ઉપયોગને દેહભાવથી ન્યારો અનુભવે છે તે ભેદજ્ઞાન છે. એકવાર ભેદજ્ઞાનની ચાવી હાથ લાગી જતાં આત્માનું શ્રદ્ધાબળ વૃદ્ધિ પામે છે. તેનામાં હેય ઉપાદેય તત્ત્વનો વિવેક જાગૃત થાય છે. ઉપયોગ ક્યાંથી મુક્ત કરવો અને ક્યાં સંયુક્ત કરવો એ ભેદજ્ઞાનનું કાર્ય છે. ઉદયમાં આવતાં કર્મો અને તે કર્મના સંયોગોમાં એકત્વ ન કરતાં પોતાની શુદ્ધ અવસ્થા પ્રત્યે તેની દૃષ્ટિ વર્તે છે. ભેદજ્ઞાન એ મુક્તિમાર્ગનું પ્રથમ અને બહુમૂલ્ય સાધન છે. ગમે તેવા શાસ્ત્રજ્ઞાનથી જે આત્માનુભૂતિ સંભવ નથી તે આ ભેદજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રજ્ઞાન જીવ અને પુદ્ગલની ભિન્નતાનું જ્ઞાન આપે છે. જીવ અને કર્મોની સાંયોગિક અવસ્થા દર્શાવે છે. જીવ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #20 -------------------------------------------------------------------------- ________________ અને દેહની ભિન્નતા જણાવે છે. પરંતુ ભેદજ્ઞાન તો આત્માનુભૂતિ સુધી લઈ જાય છે. સાકરનું વર્ણન તે શાસ્ત્ર છે, અને સાકરના સ્વાદનો અનુભવ તે ભેદજ્ઞાન છે. અધ્યાત્મસારમાં પણ ભેદજ્ઞાનને મુક્તિનું સાધન કહ્યું છે. ભેદજ્ઞાન વિના જીવ ગમે તેવા તપાદિ કરે, કષ્ટ કરે, ક્રિયા કરે તે વ્યર્થ છે. સંસાર અને સંસારના પદાર્થોથી, તે પદાર્થોની મૂર્છાથી ઉપયોગને વ્યાવૃત્ત રાખવો તે ભેદશાન છે. આત્મા કર્મોનો અને પુણ્યાદિ સંયોગોનો અભેદભાવ તે બંધન છે. તે સર્વ અવસ્થામાં ઉપયોગનું એકત્વ તે બંધન છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી અભેદ છે. પરંતુ આત્મા સિવાયના સર્વ પદાર્થોથી ભિન્ન છે તેવું જ્ઞાન–બોધ તે ભેદશાન છે. આવું ભેદજ્ઞાન તે સમ્યક્ત્વનો આચાર છે. નીચેની ભૂમિકાએ સર્વથા ભિન્ન નથી રહી શકતો પરંતુ તે ત્રૂટિને તે જાણે છે. મોહાદિ વૃત્તિમાં કે સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું તે પોતાનું કાર્ય નથી તેમ સમજે છે. તે તે પ્રસંગોથી ભેદબુદ્ધિ કરીને સ્વરૂપ પ્રત્યે ટકવા પ્રયત્ન કરે છે. મોહાધીન જીવો પરપદાર્થ સાથે એકતા સાધવા પ્રયત્ન કરે છે. તેઓ માને છે કે સ્વજનાદિનો અને મારો આત્મા એક છે. દેહ છૂટા ભલે હો પણ અમે એક છીએ. તેથી વિશેષ તો તેઓ દેહ અને આત્માને એક માને છે. ભેદશાની આવી પરિસ્થિતિમાં જાગૃત છે. તે જાણે છે કે આ સર્વ પૂર્વકર્મકૃત સંયોગો છે. હું કોઈનો થાઉં કે કોઈ મારા થાય તે શક્ય નથી. આ સર્વ રાગાદિનું પરિણામ છે. એમ વિચારી અંતરમાં જ્ઞાતાપણે રહે છે. સુખદ સંયોગોમાં, દુઃખદ સંયોગોમાં જ્ઞાની મૂંઝાતા નથી, કારણ કે સંયોગોથી તેમનું ભેદજ્ઞાન વર્તે છે. ગાડીનાં ફરતાં પૈડાંની જેમ સુખદુઃખ કર્મની ધરી પર ચાલે છે. જેમ પૈડાંનો નીચેનો ભાગ ઉપર આવે છે, અને વળી ઉપરનો ભાગ નીચે જાય છે, તેમ સુખ અને દુઃખનો ચક્રાવો ચાલ્યા કરે છે. જ્ઞાની તે ચક્રાવા સાથે ચક્કર મારતા નથી, પણ ધરીની જેમ સ્થિર રહે છે, ચક્રાવાથી અલિપ્ત રહે છે. અર્થાત્ ભેદશાની બાહ્ય સર્વ અવસ્થાઓથી ભિન્ન છે. અને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ G Page #21 -------------------------------------------------------------------------- ________________ સહજ સ્વરૂપ જ્ઞાનદશાથી અભિન્ન છે. આથી ક્રમશ: તેઓ મુક્તિ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા હોય છે. ક્રોધી માની માયી લોભી પુગલરાગે હોય; પુદ્ગલસંગ વિના ચેતન એ, શિવનાયક નિત જોય. ૯ પુદ્ગલજનિત કર્મપ્રકૃતિના ઉદયે જીવ ક્રોધના ઉદયમાં પોતાને ક્રોધી, માન ઉદયમાં માની, માયાના ઉદયમાં માયાવી અને લોભના ઉદયમાં લોભી માને છે. પ્રકૃતિને વશ તેવી ચેષ્ટા કરે છે. ક્રોધની પ્રકૃતિનો ઉદય થતાં આંખ, મુખ વગેરેમાં આકુળતા અને આક્રોશ પ્રગટ થાય છે. તે પ્રકૃતિને વશ જીવ જાણે પાગલ જેવો વર્તે છે. ક્રોધાવેશમાં તે આત્મા જેવા સમતાભરપૂર તત્ત્વને ભૂલી જાય છે. અને પોતાના જ પરિણામ વડે પોતાનું જ અહિત કરે છે. કારણ કે કેવળ પુદ્ગલના સંગે જીવે પોતાને કર્મપ્રકૃતિરૂપે માન્યો છે. વળી માનપ્રકૃતિના ઉદયે જીવે પોતાને ગોરો-કાળો, ગરીબ-શ્રીમંત, ઊંચો-નીચો માન્યો છે, અહંકારવશ પોતે માની એમ જાણીને માન કષાયને વશ ચેષ્ટાઓ કરે છે. તે પ્રમાણે માયાના સંગે જીવ માયાની ચેષ્ટા કરી પોતાને માયાવી માને છે. અન્યને છેતરી પોતે કંઈ મેળવે છે, પણ તે જાણતો નથી કે આ માયા વડે પોતે જ પોતાને ઠગી રહ્યો છે. લોભના ઉદયે લોભની ચેષ્ટા કરી અજ્ઞાનવશ પોતાને લોભી માને છે. આ સર્વ ચેષ્ટા પુદ્ગલના સંગના યોગથી થઈ છે. લોભી માનવની તૃષ્ણા અમર્યાદિત હોય છે. અન્ય પાસેથી વિના હક્કનું મેળવવું એ જ એનું લક્ષ્ય હોય છે. લોભી જીવ આલોકમાં અપયશ પામે છે. પુદ્ગલના સંગે થતી અવસ્થાઓથી પોતે જુદો છે તેવું ભાન રાખે તો આત્માનું સ્વરૂપ ક્રોધાદિ અવસ્થાઓ રહિત શુદ્ધ છે તેની પ્રતીતિ થાય. અનાદિ કાળથી જીવે પુદ્ગલ સંગે તેની સાથે ઐક્યતા કરી છે. તેના સાંભળવામાં પણ એમ જ આવ્યું છે કે દેહ તે આત્મા ૧૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #22 -------------------------------------------------------------------------- ________________ છે તેથી દેહ અને જીવ તેને એકરૂપે જણાય છે. તેની સર્વ ક્રિયાઓ પણ તે માન્યતા પ્રમાણે થાય છે. કોઈ સદ્બોધના યોગે તેને સમજાય છે કે જીવ અને અજીવ ભિન્ન છે. એક ક્ષેત્રમાં રહ્યા છે, પણ લક્ષણથી કે ગુણથી ભિન્ન છે. જીવના મનાતા કે કહેવાતા જન્મ જરા, મરણ, રોગ, શોક ઇત્યાદિ પુદ્ગલ આશ્રયી છે. પણ જીવસ્વરૂપે નથી. એ સર્વ અવસ્થાઓમાં જીવ પોતે ચૈતન્યસ્વરૂપે જ રહે છે અર્થાત્ શીવસ્વરૂપે છે. દેહમાં રહેવા છતાં લક્ષણે ભિન્ન આત્મા દેહસ્વરૂપે થતો નથી, સદા સર્વથા ન્યારો રહે છે. પરંતુ અજ્ઞાનવશ જે પ્રકારનો ઉદય હોય તેવી અવસ્થાથી તે વર્તે છે. આત્માનો શિવસ્વરૂપ નિર્ણય થવામાં તેના એકપણાનું અને ભિન્નપણાનું જ્ઞાન તેને ગુરુગમથી ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. જીવ સંયોગ સંબંધે પુદ્ગલસંગી થઈ પૌદ્ગલિક ચેષ્ટા કરે છે. અને સ્વભાવમાં રહે ત્યારે સ્વાભાવિકપણે સ્વસ્વરૂપમાં રમણતા કરે છે. અર્થાત્ પોતે પોતાના સ્વરૂપથી એકપણે છે અને પુદ્ગલથી ભિન્નપણે છે તેવું જ્ઞાન નિરંતર વર્તે છે. જીવો માત્ર ચૈતન્ય લક્ષણ વડે એક સ્વભાવવાળા હોવા છતાં દરેક આત્મા ભિન્ન અને સ્વતંત્ર પદાર્થ છે. શિવરૂપ આત્મા નિત્ય અને શુદ્ધ સ્વરૂપને જાણે છે. શિવરૂપ આત્મા ક્રોધ, માન, માયા કે લોભની અવસ્થાવાળો નથી. સ્વયં ક્રોધાદિ કરવાવાળો સ્વભાવથી નથી કે કોઈના ક્રોધાદિનું નિમિત્ત નથી. એ સર્વ પુદ્ગલના સંયોગે થતી ચેષ્ટાઓ છે. એવું જાણી જે આત્મા એ પર્યાયોથી પોતાને ભિન્ન અને શુદ્ધ અનુભવે છે તે સ્વયં શિવરૂપ બને છે. જેમ વિવિધ પદાર્થોથી ભરેલા ઘડાઓમાં કોઈ ઘડો ઘીનો હોવાથી તે નામનો આરોપ પામે છે. તેમાં વ્યવહારની વ્યવસ્થા છે કે ઘીનો કે છાશનો ઘડો લાવો ફક્ત ઘડો કહેવાથી વ્યવહારની વ્યવસ્થા જળવાતી નથી. તેથી જે જે પદાર્થ ઘડામાં છે તે તે પદાર્થથી ઘડો ઓળખાય છે. વાસ્તવમાં ઘડો માટીનો છે. તેમ આત્માની બાહ્ય ચેષ્ટાથી આત્માને ક્રોધી વગેરે આરોપ કરવામાં આવે છે. સત્તાગતપણે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મા ક્રોધાદિ અવસ્થાવાળો નથી. પરંતુ અવસ્થામાં ક્રોધાદિની ચેષ્ટા થાય ત્યારે આત્માને તે પ્રકૃતિરૂપ. આવરણ જરૂર આવે છે. માટે ક્રોધાદિ થવા છતાં જો જીવ તે પ્રકૃતિને શમાવે તો તે પ્રકૃતિથી મુક્ત અવસ્થાને પામે છે. પ્રકૃતિ કર્મજન્ય છે, સાંયોગિક સંબંધવાળી છે પરંતુ તે આત્માના સ્વભાવરૂપે નથી. આત્મા કષાયી ક્યારથી થયો ? ભાઈ, વર્તમાનમાં તને જે કષાયનો અનુભવ થાય છે તે પૂર્વજન્મના સંસ્કાર છે. જેમ જન્મેલા બાળકને આહાર - નિદ્રા જેવો શરીરનો સંસ્કાર શીખવવો પડતો નથી, તે તેનો અનાદિકાલીન સંસ્કાર છે. તેમ કષાયનો સંસ્કાર પણ પૂર્વનો છે. વર્તમાનમાં તેમાં અલ્પાધિકતા થાય છે, પણ જો જીવ સ્વભાવના બોધરૂપે પરિણમે તો કષાયથી મુક્ત થાય છે. નરનારી નપુંસક વેદી, પુદ્ગલ કે પરસંગ જાણ અવેદી સદા જીવએ, પુદ્ગલ વિના અભંગ. ૧૦ સૃષ્ટિના પ્રાણી માત્રની પ્રત્યે ત્રણ અવસ્થાઓ છે. તે તે ચિન્ડથી તે અવસ્થાઓ ઓળખાય છે. અને તે અવસ્થા પ્રમાણે જીવને વિજાતીય વેદપ્રકૃતિનો અનુભવ થાય છે. એ ત્રણ પ્રકાર છે : નર (પુરુષ), નારી (સ્ત્રી), નપુંસક (મિશ્ર). આ ત્રણ જાતિમાં રહેલા જીવને નરરૂપે હોય તો સ્ત્રીભોગનો અભિલાષ થાય છે, નારીરૂપે હોય તો પુરુષભોગનો અભિલાષ થાય છે, અને નપુંસક હોય તો બંને ભોગનો અભિલાષ થાય છે. આ અભિલાષને વેદ કહે છે. નરાધિરૂપે પુદ્ગલના સંગે જીવ સ્વભાવે અવેદી છતાં નર, નારી કે નપુંસકવેદી મનાય છે. જો તેને પુદ્ગલ સંગ છૂટી જાય તો નરનારીપણું પણ છૂટી જાય. પુદ્ગલ સંગ વિના એવા વેદના પ્રકારોથી રહિત પોતે અભંગ – અખંડ સ્વરૂપે છે. આત્માનું મૂળ સ્વરૂપ કોઈ વેદયુક્ત નથી તે સદા અવેદી અર્થાત પુદ્ગલના ભોગની અભિલાષા રહિત અસંગ તત્ત્વ છે. જીવ માત્રની આવી કૃત્રિમ અવસ્થા છે તે કર્મની પ્રકૃતિના ૧૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી થાય છે. કર્માદિથી થતી અવસ્થાઓ તે આત્માનો ગુણ કે સ્વભાવ નથી. કર્મના ઉદય પ્રમાણે તેની અવસ્થા બદલાય છે છતાં આત્મા પોતાની શુદ્ધ સત્તાને ત્યજી દેતો નથી. સ્ત્રી પુરુષની અયોગ્ય ભોગવૃત્તિ તે મોહજન્ય કર્મનો કષાયની વેદ પ્રકૃતિનો ઉદય છે. આ ઉદયાધીન વર્તતા જીવને એવો ભાસ થાય છેહું આ વેદના ચિહ્ન જેવો છું. પરંતુ વેદ તો જન્માંતરે બદલાય છે. પુદ્ગલ સંયોગે થતી આ લિંગની અવસ્થાઓ અનિત્ય અને નિરંતર પરિવર્તનશીલ છે. જ્યારે આત્મા અવિનાશી છે. વપુ (રૂપ) વિનાશી ; અવિનાશી, એ છે ઇનકા વિલાસી વધુ સંગ જલ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી અવેદી પદયુક્ત આત્માને જે આ વેદ-લિંગમય માને છે તે જીવની મૂઢતા છે. તે પ્રકારના લિંગવાળો માનીને જીવની વૃત્તિ તે તે વેદના ભોગ પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જેણે આત્માને અવેદી સ્વરૂપે જોયો તેની વેદ-સંજ્ઞા નષ્ટ થાય છે. બૂઢા બાલા તરૂણ થયા તે, પુદ્ગલકા સંગ ધાર; ત્રિહું અવસ્થા નહીં જીવમેં, પુદ્ગલ સંગ નિવાર. ૧૧ વૃદ્ધાવસ્થા, બાળપણ અને યુવાની એ સર્વ અવસ્થાઓ પુદ્ગલના સંયોગજનિત છે. તે ત્રણે અવસ્થા જીવની નથી. પરંતુ શરીરની અવસ્થાઓના બદલાવાથી જગત જીવને એ દૃષ્ટિએ જુએ છે. આ જીવ બાળક છે, યુવાન છે કે વૃદ્ધ છે. શરીરની આ અવસ્થાઓથી જીવ સદાય ભિન્ન રહેનારો છે. એ ત્રણે અવસ્થાઓ જીવ જાણે ખરો પણ એ ત્રણ અવસ્થારૂપે થાય નહીં. પરંતુ અજ્ઞાનવશ જીવને ભ્રમ જરૂર થાય છે. તેથી બાળપણમાં તે બાળકની ચેષ્ટા કરે છે. રમતગમતમાં કાળ ગુમાવે છે. યુવાનીમાં મદોન્મત્ત બની યુવાનીને દીવાનીમાં ગાળે છે. અને વૃદ્ધાવસ્થા થતાં પોતાને જરાથી ઘેરાયેલી જાણી દુઃખી થાય છે. અજ્ઞાનવશ જીવને ભાન થતું નથી કે બાળક ઇત્યાદિ અવસ્થાઓ પુદ્ગલ આશ્રયી છે. પુદ્ગલનો સંગ છૂટી જાય તો જીવની એક પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ નિત્ય અવસ્થાનું અસ્તિત્વ રહે છે. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પાવે; પુદ્ગલ સંગ નિવારત તિણ દિન, અજરામર હોય જાવે. ૧૨ સમગ્ર સૃષ્ટિ જન્મ જરા મરણાદિકે કરી વ્યસ્ત છે, દુઃખી છે. આવા દુઃખનું કારણ કર્મવડે થયેલી પરિસ્થિતિ છે. જન્મ-મરણ યુવાની કે વૃદ્ધાવસ્થા આત્માની સત્તામાં પ્રવેશ કરી શકે તેમ નથી. કારણ કે જન્મ એ તો ગતિનામ કર્મનું ફળ છે. કર્મે કરેલા આ વિકારનું આરોપણ આત્મા ઉપર કરીને જીવ પોતાને મૃત્યુ અને જન્મને આધીન માને છે. વાસ્તવમાં આત્મા અને કર્મ બંને ભિન્ન છે. પુદ્ગલ સંગે જીવની આ અવસ્થા સર્જાય છે. અને તેના વડે તે સુખદુઃખ પામતો જણાય છે. એક ક્ષેત્રમાં જીવ અને પુદ્ગલનો સંયોગ થયો છે. વળી કર્મના પરિપાકે પોતે વિવશ બને છે. અને જન્મ-મરણનું અનેક પ્રકારનું દુઃખ પામે છે. પળે પળે પરિવર્તનશીલ એવા રાગાદિ ભાવોને ધારણ કરે છે. નર-તિર્યંચ આદિ જન્મોને ધારણ કરે છે. જો જીવ પુદ્ગલ કર્મનો સંગ છોડી દે તો તે જ ક્ષણે સ્વયં સ્વભાવરૂપે પ્રગટ થાય. જન્મમરણનાં દુઃખ ટળી જાય અને અજન્મા, અજર અને અમરપદને પામે. સ્વપ્નમાં જોયેલું જગત જાગૃત થતાં સમાઈ જાય છે, તેમ જ્ઞાન પ્રગટ થતાં સ્વપ્નવત માણેલા જન્માદિ સમાપ્ત થઈ જાય છે. અને જીવ અમરપદને પામે છે. પુગલરાગ કરી ચેતનકું, હોત કર્મકો બંધ; પુદ્ગલરાગ વિસારત મનથી, નિરાગી નિબંધ. ૧૩ પુગલને આશ્રયીને થયેલા રાગાદિભાવો વડે અજ્ઞાની જીવ પાપકર્મને ગ્રહણ કરે છે તેના વડે બંધાય છે. રાગાદિભાવોનો કર્તા પોતાને માનીને કરોળિયાની જેમ પોતે જ જાળું બાંધી તેમાં ફસાય છે. મોહવશ જીવને ભ્રમ પેદા થાય છે કે અમુક પદાર્થો મને સુખ કે દુ:ખકર્તા છે, વાસ્તવમાં જીવ ચેતનસ્વરૂપ છે, તેને બાહ્ય પદાર્થો ૧૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ સુખ કે દુઃખ કેવી રીતે આપી શકે ? પરંતુ તેલવાળા વસ્ત્ર પર જેમ મેલ ચોંટી જાય છે તેમ રાગાદિભાવવાળા ચેતનની સાથે કરજ ચોટે છે. અને જીવ કર્મથી બંધાય છે. ચમક પાષાણ જેમ લોઢાને ખેંચી લે છે તેમ રાગાદિ ભાવવાળો આત્મા કર્મોને ગ્રહણ કરી લે છે. જો જીવ પરપદાર્થોના રાગાદિભાવને છોડી દે તો પોતે સદાય અસંગ, નિબંધ અને નિરાગી છે. પુદ્ગલકર્મોના સંયોગે કર્મોની વિક્રિયા ઉત્પન્ન થાય છે ત્યારે જીવ સ્વયં વિકારવાળો જણાય છે. પરંતુ જ્યારે જીવને જ્ઞાન થાય છે કે પુગલનો રાગ તે મારો સ્વભાવ નથી. હું તેનો કર્તા નથી ત્યારે સ્વયં રાગ રહિત નિરાગીપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પોતાનું નિરાગીપણું પ્રગટ થાય પુગલના સંયોગે, પરના રાગે, પરભાવના યોગે જીવ સંસારીપણાને પામે છે. સંસારીપણામાં કર્મની વિચિત્રતાથી મોટે ભાગે દુ:ખ પામે છે. પુદ્ગલ પરાયી વસ્તુ છે, જડ છે, તેના સંગે કોઈ સુખ મળવાનું નથી. તેવું કોઈ બોધથી ભાન થતાં જીવનો પુદ્ગલ પ્રત્યેનો સુખનો ભાવ છૂટી જાય છે. જીવ સ્વભાવ સન્મુખ થાય છે ત્યારે તે કર્મબંધથી મુક્ત થઈ નિબંધદશાને પામે છે. શાસ્ત્રકારો કહે છે જીવ અનંતકાળમાં જન્મમરણાદિના યોગે કરીને આ વિશ્વના એક પણ પરમાણુને ગ્રહણ કર્યા વગર રહ્યો નથી. પુદ્ગલ સાથે આવો ગાઢ પરિચય, દુઃખ પડવા છતાં છૂટતો નથી. જીવ એવા ભ્રમમાં રહે છે કે પુદ્ગલને સાચવવાથી જરૂર સુખ મળશે, એવી ઠગારી આશાના સેવનમાં તે નિરંતર દુઃખ જ પામ્યો છે. પુલરહિત નિર્વાણના માર્ગને તેણે જાણ્યો નથી તેથી દુઃખથી ભરપૂર એવા સંસારના સેવનની મથામણ છૂટતી નથી. એક વાર સાહસ કરે. સંતના બોધમાં શ્રદ્ધા રાખી એ પરભાવથી પાછો વળે, અતિક્રમણ કરે તો તેને નિબંધ એવા સ્વરૂપમાં રહેલા સુખની ઝાંખી થાય. પૌદ્ગલિક સંયોગમાં દુઃખ છતાં સુખની અપેક્ષાએ વળગી રહેલો એ જીવ જો સ્વરૂપના નિરાબાધ સુખને અનુભવે તો ખચિત તે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ સુખને જ ચાહે. પરંતુ એ સુખની અભિલાષા કોઈ ગુરુકૃપા વડે જાગે છે. અને સમજાય છે, ત્યારે મન અવશ્ય પુદ્ગલજનિત સુખને ત્યજી દે છે અને નિરાગી તથા નિબંધ એવી દશાને પામીને કૃતકૃત્ય થાય છે. પ્રારંભમાં તે તે પદાર્થોનો ત્યાગ કરવો કઠણ લાગે. પરંતુ જેમ જેમ તે ત્યાગ પછી આત્મિક ભાવના દઢ થશે તેમ તેમ જીવને નિરકૂળતાની સુખ મળશે. મન વચ કાય યોગ પુદ્ગલથી, નિપજાવે નિવમેવ, પુદ્ગલ સંગ વિના અયોગી, થાય લહી નિજ ભવ. ૧૪ સંસારી જીવને દેહમાં રહેવાના સાધન તરીકે તથા જગત વ્યવહારના બોધ માટે મન, વચન અને કાયાનો યોગ મળ્યો છે. આ ત્રિવિધ યોગ પુદ્ગલજનિત હોવાથી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રમાં વિધાન છે કે યોગાશ્રવ’ યોગ એ આશ્રવનું નિમિત્ત છે. દેહધારી જીવમાત્ર સવિશેષ મનુષ્યને મન, વચન અને કાયાના યોગ મળેલા છે. આ યોગ નિરંતર પ્રવૃત્તિમય હોય છે. પ્રવૃત્તિ સાથે વૃત્તિનું જોડાણ હોવાથી તે કર્મને આવવાનું કારણ બને છે. પુદ્ગલના સંયોગથી આત્મામાં થતાં વિશેષ પરિણામને યોગ કહે છે. આત્મસ્ટ્રરણાથી મન જ્યારે મનોવર્ગણાને ગ્રહણ કરી વિચારરૂપે પરિણાવે છે ત્યારે મન-મનોયોગ કહેવાય છે. આત્મસ્ટ્રરણાથી જ્યારે વચનવર્ગણા – ગ્રહણ કરી શબ્દરૂપે પરિણમાવે છે ત્યારે તે વચનયોગ કહેવાય છે. આત્મસ્કૂરણા વડે કાયા જ્યારે ક્રિયા માટે પ્રવૃત્ત બને છે ત્યારે તે કાયયોગ કહેવાય પુગલના સંયોગે આત્મામાં થતી ફૂરણાથી યોગ સક્રિય બને છે ત્યારે ઉપયોગમાં ચંચળતા આવે છે. તે ચંચળતાને કારણે આત્મપ્રદેશોમાં કંપ થાય છે ત્યારે કાર્મણવર્ગણા આકર્ષણ પામી આત્મપ્રદેશ સાથે જોડાય છે. તેને કર્મબંધ કહે છે. યોગ નિરંતર સક્રિય હોય છે. તે સમયના પરિણામની શુભાશુભતાને આધારે શુભાશુભકર્મ બંધાય છે. નિરંતર આ ખેલ ચાલ્યા જ કરે છે. ૧૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી શુભાશુભ આશ્રવ યોગને કારણે થાય છે. ચારઘાતી કર્મના નાશ થવાથી તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાનની શુદ્ધ અવસ્થા છતાં ચાર અઘાતી કર્મ અને કષાયરહિત મનાદિ યોગને કારણે જે આશ્રવ છે. તે ઈર્યાપથક્રિયા પ્રમાણે હોય છે. તેથી કેવળજ્ઞાનીને નવો બંધ નથી. આયુકર્મની સમાપ્તિ થતાં તે કેવળજ્ઞાની યોગનિરોધ કરી અયોગી ગુણસ્થાનને પ્રાપ્ત થઈ સિદ્ધ થાય છે. પુદ્ગલનો સંગ સર્વથા છૂટી જાય છે, ત્યારે મન, વચન કાયાદિ કાર્મણવર્ગણાનો સર્વ સંબંધ પૂર્ણ થાય છે. એ અયોગી ગુણસ્થાનકે જીવ પૂર્ણ અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. સંસારી જીવને આ ત્રણ યોગ-સાધન મળ્યા છે. પરંતુ દેહભાવને કારણે જીવ આ યોગને આત્મબુદ્ધિએ ગ્રહણ કરે છે. મન દ્વારા સંકલ્પ વિકલ્પની ગાંઠ બાંધતો જ જાય છે. પ્રગટ કે અપ્રગટ વાચાનું નિરંતર વ્યર્થ વહન કરે છે. અને શરીરને તો સુખનું સાધન માનીને જિંદગીનો મોટો ભાગ તેની રખેવાળી કરવામાં ગાળે છે. આ ત્રણે યોગમાં થયેલી આત્મબુદ્ધિ વડે તે બંધન કરે છે. જ્ઞાની યોગ અને ઉપયોગનું એકત્વ તોડે છે. ઉપયોગની શુદ્ધિ, સ્થિરતા કષાયરહિતપણાને કારણે યોગથી થતા આશ્રવને રોકે છે. પુગલ પિંડ થકી નિપજાવે, ભલા ભયંકર રૂપ; પુદ્ગલકા પરિહાર કિયાથી, હોવે આપ અરૂપ. ૧૫ પુદ્ગલનું મૂળ સ્વરૂપ પરમાણુ છે. તેનામાં જોડાવાની અને વીખરાવાની શક્તિ છે. અનંત પરમાણુનો જથ્થો પુદ્ગલ રૂપે ઓળખાય છે. તે પછી રાઈ જેટલો સૂક્ષ્મ હોય કે મેરૂ પર્વત જેવો અતિ સ્કૂલ, એ સર્વ પુગલના પિંડ છે. જીવને એ રાઈ કે મેરૂપર્વત સાથે કંઈ લગાવ નથી. જીવનો લગાવ સવિશેષ દેહરૂપે મળેલા પુગલપિંડ સાથે છે. જ્યાં જ્યાં જે જે પુદ્ગલોને આહારસંજ્ઞા દ્વારા ગ્રહણ કર્યા છે તે પુદ્ગલજનિત જે અવસ્થા થઈ તેને જીવે આત્મબુદ્ધિએ ગ્રહણ કરી. કાદવમાં જેમ પગ ખેંચ્યા પછી નીકળવા માટે જોર કરવા જાય અને શરીર કાદવમાં વધુ ઝૂંપતું જાય. તેમ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૦. Page #29 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપિંડને ગ્રહણ કરીને જીવ સ્વને ભૂલીને પુદ્ગલને સાચવવામાં અને શણગારવામાં લાગી ગયો. બદલાતા પુદ્ગલમાં પણ ચિરપરિચિત થઈ રહેવા લાગ્યો. વળી આ પુદ્ગલે જીવને કેવા કેવા ભયંકર આકારો આપ્યા ! નરકમાં લઈ જઈ અતિ કદરૂપા આકાર અને વર્ણાદિ આપ્યા. તિર્યંચમાં લઈ જઈ નાના જંતુથી માંડીને મોટા મત્સ્ય જેવાં શરીર આપ્યાં. ક્યાંક દેવાસ્કૃતિ પામ્યો અને વળી દીર્ધકાળ માનવઆકૃતિ પામ્યો. કર્માધીન કેટલાય પ્રકારના રોગોથી તેનું પુદ્ગલપિંડ સડે, પડે, નાશ પામે. આવા અનેક ભયજનક અને ભયંકર રૂપ જોઈને પણ જીવ જેની સાથે લક્ષણથી કોઈ સંબંધ ન હોય તેની સાથે એકમેક થઈને રહ્યો છે. સુખની આશા લેશ ન હોવા છતાં તે પુદ્ગલની માયા છોડી શકતો નથી. આત્મા અરૂપી હોવા છતાં એણે પુદ્ગલપિંડના રંગે રંગાઈને કેવાં ભયંકર રૂપ ધારણ કર્યાં ! શરીરને કેળવીને પહેલવાન બનાવ્યું, ખૂબ કુસ્તી લડ્યો. છતાં દેહ તો રોગને કે મરણને શરણ જઈ પડ્યો. વળી કોઈ સત્તાના મદમાં કેવાં ભયંકર કામો કરીને નરકના દ્વાર ખોલે છે. આ શરીર મારું છે તેવી ભ્રમણાથી તેણે પાપોની પરંપરા આચરી. યોગાનુયોગ કોઈ સંતસમાગમે પુદ્ગલનું ભયંકર સ્વરૂપ તેની સમજમાં આવ્યું. અને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન થતાં તેણે પુદ્ગલ પ્રત્યેની રાગ બુદ્ધિ–સુખભાવનો પરિહાર કર્યો. જેમ જીવ સ્વપ્નદશાથી જાગૃત થાય અને તેને સમજાય કે સ્વપ્નમાં જોયેલી સર્વ હકીકતો અસત્ય હતી. તેમ દેહભાવથી જાગૃત થતાં તેને પ્રતીતિ થઈ કે આ પુદ્ગલનો સંગ દુઃખદાયી છે. વળી ક્રમે ક્રમે પ્રયોગ કરીને તપાદિ દ્વારા, અનિત્યાદિભાવનાઓ દ્વારા, હેય ઉપાદેયના વિવેક દ્વારા પુદ્ગલના મમત્વનો પરિહાર કરી એ જ પુદ્ગલને સંયમનું સાધન બનાવી, તેનો આત્યંતિક વિયોગ કરી જીવ શિવરૂપે પ્રગટ થયો, અર્થાત્ રૂપી એવા પુદ્ગલને સદાને માટે ત્યજી દીધું અને અરૂપી એવા આત્માને નિત્યપણે પ્રગટ કર્યો ‘હોવે આપ અરૂપ'. ૧૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #30 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલરાગી થઈ ધરત નિજ, દેહગેહથી નેહ; પુદ્ગલરાગભાવ તજ દિલથી, છિનમે હોત વિદેહ. ૧૬ મોહનીયકર્મની પ્રકૃતિ મુખ્યતઃ મિથ્યાભાવ ઉત્પન્ન કરવાની છે. એ પ્રકૃતિના સંયોગે જીવને નિરંતર વસ્તુ સાથેની મૂર્છા મૂંઝવે છે. વિશેષ જીવની તદ્દન નજીકમાં દેહ છે. વેદનીયકર્મના ઉદયે જીવ શાતાના ઉદયમાં દેહ દ્વારા સુખને અને અશાતાના ઉદયમાં દેહ દ્વારા દુઃખ-પીડાને અનુભવે છે. આમ નિરંતર દેહની સાથે ભાવનું એકત્વ થયેલું છે. પુદ્ગલ પ્રત્યેના રાગથી જીવ પોતાના દેહ અને દેહ આશ્રિત ઇંદ્રિયો તથા મન, વચન તથા કાયાના યોગમાં આસક્ત થઈને રહ્યો છે. જે ક્ષણે તે પુદ્ગલના દેહના રાગભાવનો ત્યાગ કરે તે જ ક્ષણે તે દેહાતીત દશાને પામે છે. દેહ હોવા છતાં દેહ તેના સુખદુઃખનું કારણ બનતો નથી. જ્ઞાની પુરુષોએ દેહને મળતી શાતાના ઉદયમાં સંયમ આરાધીને દેહના મમત્વને છેદી નાંખ્યું છે. અને અશાતાના ઉદયમાં આશ્રવના નિમિત્તનો ત્યાગ કરી તે જ ઉપસર્ગાદિમાં કેવળજ્ઞાનનું નિમિત્ત નિર્માણ કર્યું છે. પુદ્ગલરાગી જીવને ગ્રંથકાર પુદ્ગલ સ્વરૂપ જણાવે છે. હે ચેતન ! તું જેને સુંદર દેહ તરીકે જાણે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? માતાના મલિન ગર્ભમાં લોહી-માંસથી ભરેલા પદાર્થોમાં નવ માસ ઊંધે માથે રહ્યો. વળી ઘણાં કષ્ટ કરીને તારો જન્મ થયો. અર્થાત્ સપ્તધાતુના શરીરને તેં ધારણ કર્યું. આ જગતના સર્વ મલિન પદાર્થોનું દર્શન કરવું હોય તો તે તારો દેહ છે. જન્મ્યા પછી પણ મળમૂત્રમાં પડી રહ્યો. નાકના લીંટ જેવી અશુચિ છતાં જીવે તો તે દશામાં સુખ માણ્યું. મુખમાંથી ટપકતી લાળને ચાટતો રહ્યો. આમ કેટલીયે અશુચિનું સેવન કરવા છતાં દેહમાં નેહ થતો રહ્યો. તે તે ઇંદ્રિયોના સ્પર્શ પામતા દરેક પદાર્થો પણ મલિનતા પામે છે. શરીરના મેલને દૂર કરવા સુંદર સાબુ લગાડ્યો. તે સાબુ શરીરના મેલ સાથે ભળીને દુર્ગંધ ધારણ કરીને શરીર પરથી નીકળ્યો. આમ દરેક પદાર્થમાં ઇંદ્રિયોના સ્પર્શનું પરિણામ તારે જાણવું કે તારા શરીરની પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ રચના કેવી અશુચિથી ભરપૂર છે ! જગતમાં કોઈ પણ પદાર્થ એવો નથી કે આ સપ્ત ધાતુને શુદ્ધ કરી શકે. જળ વડે સ્નાન કરેલું શરીર પુનઃ મલિન થઈ જાય છે. અને શરીરને સ્પર્શેલું જળ પણ સ્વયં મલિનતા પામે છે. એવા દેહને શુદ્ધ કરવાનો પ્રયાસ વ્યર્થ છે. દેહનું આવું અશુચિમય સ્વરૂપ સમજમાં આવે તો પુદ્ગલનો રાગ છૂટે છે. જીવ સાથે દેહના નેહનું કારણ જે કર્મમળ છે તે દૂર કરવાનો પુરુષાર્થ કરે, તો આત્મા પવિત્ર થાય. દેહ તો પવિત્ર થવાનો નથી પરંતુ એ દેહને ધારણ કરી જો સંયમાદિને આરાધે તો દેહના સહયોગથી આત્મા પર લાગેલી કર્મરજની મલિનતા ટાળીને સ્વયં પવિત્રપણે પ્રગટ થાય. જો જીવ મનથી વિચારે તો તેને સમજાવ કે આ દેહ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે પ્રારંભમાં પણ અશુચિમાં રહ્યો. જ્યારે યુવાવય પામ્યો, સપ્ત ધાતુનું શરીર વિકાસ પામ્યું ત્યારે પણ એ મલિનતાવાળો જ હતો. અને જ્યારે દેહ છૂટી ગયો ત્યારે પણ સડવા લાગ્યો. આમ પ્રારંભથી અંત સુધી ક્યારેય પણ શરીરની અપવિત્રતા દૂર થઈ શકે તેમ નથી. તેને શણગારવાથી કે સાચવવાથી શું લાભ છે ? આવું ભાન થતાં જીવને આત્મા પ્રત્યે દૃષ્ટિ થાય છે. પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગમેં રાંક કહાવે; પુદ્ગલનેહ નિવાર પલકમેં જગપતિ બિરુદ ધરાવે. ૧૭ પુદ્ગલરૂપી પિંડમાં – દેહમાં આસક્ત જીવ કેવા કેવા પદાર્થોની ખુશામત કરે છે ? સુંવાળા સ્પર્શના સુખ માટે, પદાર્થો મેળવવાની નિરંતર ચિતા માટે રસના પદાર્થોના સુખ માટે, તે મધુબિંદુની જેમ લટકી રહ્યો. કાળ કોળિયો કરી જશે તે ભય પણ તેણે જીરવી લીધો. સુગંધ પાછળ ભમીને મરણને શરણ થયો. અને આંખથી રૂપ જોવા માટે કેટલાયે સ્ત્રીઆદિના પ્રપંચમાં પડ્યો. સુંદર શબ્દના શ્રવણ માટે સંગીતના જલસા, નાટકના ખેલ જોવા કેટલું ધન ખર્મે. તે સ્થાનોમાં જવા કેટલાની ખુશામત કરી. આ સર્વ પ્રકારની ખુશામત ૨૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #32 -------------------------------------------------------------------------- ________________ કરવામાં પોતે સામર્થ્યવાન છતાં કેવો રાંક બનીને રહ્યો ! હે માનવ ! તને મળેલી અદ્ભુત વિચારશક્તિ જો તેની કરવટ બદલે, સંજ્ઞાઓને ત્યજી દે, તો પુદ્ગલ સપ્ત ધાતુના પૂતળાને તેના મૂળ રૂપે જાણે પછી દેહનો નેહ પરિહાર પામે, વળી જે ક્ષણે તું પુદ્ગલના મોહને ત્યજીને આત્મસ્વરૂપને પામે તે જ પળથી તું જગપતિનું બિરુદ પામે છે. પુદ્ગલ પ્રત્યે રાખેલો નેહ તને પુદ્ગલનો પતિ બનાવી શકે તેમ નથી કારણ કે તેનું સ્વામિત્વ તારા આયુષ્યકર્મને આધીન છે અને નિરોગીતા શાતાવેદનીયને આધીન છે. ખરી જતાં એક વાળનો પણ તું માલિક થઈ શકતો નથી. એક તો પુદ્ગલની ગુલામી કરવી અને છતાં તે નિરંતર પડન અને સડનના લક્ષણવાળું તને ક્યારે દગો દે તેનો કંઈ ભરોસો નહીં. તો પછી ચેતન જેનો તું સ્વામી છું કે થઈ શકે છે. જે તારા પોતાની માલિકીનો છે તેનો નેહ કરીને સ્વયં પરમપવિત્ર એવા આત્માને સ્વયં સ્વામીપણે પ્રગટ થવા દે. જો કે દીર્ઘકાળના સંસ્કાર એવા છે કે પરને આપણે પોતાનું માન્યું છે. જે જાતિમાં જન્મ્યો ત્યાં જ પોતે પોતાનું ઘર માનીને બેઠો, અને એ ઘરને હાનિ થતાં પોતે દુ:ખી થયો. આવી ભ્રાંતિમાં જીવ મૂંઝાઈ ગયો છે. સ્વપ્નમાં શરીરની પીડાને પીડા માની રડવા લાગીએ છીએ. ભયભીત થઈએ છીએ. નામધારી શરીરને જો કોઈ બોલાવે તો અતિઠંડીમાં ગોદડાં ઓઢીને સૂતેલો પણ તું નામ સાંભળીને જાગૃત થઈ જાય છે કે ઓહો ! આ તો મારા નામનો પોકાર છે, હું જ આ નામનો છું. - અનામી એવો તું પુદ્ગલના સંયોગે નામ પામ્યો અને નામમય બની ગયો. મૂળ સ્વરૂપનું વિસ્મરણ થયું. પછી તો પુદ્ગલની ખુશામતમાં મોટો રાજા બનવા છતાં ભિખારી જ રહ્યો. રાંક થઈને જીવતો રહ્યો. તું અનંત વૈભવનો, સમતાદિ ગુણનો સ્વામી છું તે વાત પરાઈ બની ગઈ. પણ તું વિચાર કે જ્યારે તું માને છે કે આ દેહાદિ મારા છે ત્યારે તું તેનો જોનારો છું કે તે સ્વરૂપે છું ! જો તે સ્વરૂપે હોય તો તને હાદિ ભિન્નપણે જણાય કેવી રીતે ? પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ છતાં તું તેના સંગે રંગાઈ જવાથી માને છે કે આ દેહ તે હું છું. ભાઈ ! જે વસ્તુ તારાથી, લક્ષણથી ભિન્ન છે તે ક્યારેય પણ એકરૂપ થઈ શકે તેમ નથી. મ્યાન એ અંદર રહેલી તલવારનો આકાર છે, પણ તલવાર નથી, તેમ તારા આત્માને આ દેહની મળેલી આકૃતિનો આકાર છે. પણ દેહ તે આત્મા નથી, અને આત્મા તે દેહ નથી. બંને ભિન્ન છે. આ વાસ્તવિકતાનું ભાન થતાં જીવનો દેહભાવ દૂર થાય તો તે પુદ્ગલનો ગુલામ મટી સ્વરૂપનો સ્વામી થાય. પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન ચારુ ગતિમેં ભટકે; પુદ્ગલ નેહ તજી શિવ જાતાં, સમય માત્ર નહિ અટકે. ૧૮ પુદ્ગલનો પથારો અજબનો છે. તમારી આંખ જે જુએ તે પુદ્ગલ, તમારું કાન જે કંઈ સાંભળે તે પુદ્ગલ, તમારું નાક જે કંઈ સંઘે તે પુદ્ગલ, તમારી જીભ જે કંઈ આરોગે તે પુદ્ગલ અને તમારી. ત્વચા જે કંઈ સ્પર્શે તે બધું જ પુદ્ગલ, દૃશ્યમાન આખું જગત પુદ્ગલ જ પુદ્ગલ. તારા ઘર, ધન, ધાન્ય અનેક વસ્તુઓ સર્વે પુદ્ગલ છે. આશ્ચર્ય ! પુદ્ગલને જોનાર ચેતન છે, પરંતુ ચેતન સ્વયં ચેતનને જોઈ શકતો નથી, જાણી શકતો નથી અને તેની સ્કૂલ નજરે પુદ્ગલ જ્યાં ત્યાં જણાય છે. વળી આ પુદ્ગલ તેની ઇન્દ્રિયોને ગમતા વિષયો પૂરા પાડે છે. એટલે જીવ તેના પ્રત્યે નિરંતર આકર્ષાયેલો જ રહે છે, દેહધારી જીવ દેહમાં આયુષ્યકર્મથી બંધાયેલો હોય છે. વિષયો ભોગવતાં ભોગવતાં તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે, અને વિષયની લોલુપતાથી સેવેલી દેહવાસનાને કારણે તે પુનઃ જન્મ ધારણ કરે છે. આમ પુનઃ જન્મ ધારણ કરતો જીવ નારક તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચારે ગતિમાં આથડે છે. જ્ઞાનીજનો કહે છે કે જે સમયે જીવ પુદ્ગલ પ્રત્યેની મૂર્છા ત્યજી દેશે તે જ સમયે સ્વયં શિવ થશે. પુદ્ગલનો મોહ છૂટી જતાં જીવ એક ક્ષણમાત્ર શિવરૂપે પ્રગટ થતાં અવરોધ પામતો નથી. કેમકે પુદ્ગલના સંયોગે જીવને રાગાદિ ઉત્પન્ન થાય છે. રાગાદિનું નિમિત્ત પામીને જીવ પરિભ્રમણ થવા રૂપ કર્મોને ગ્રહણ કરે છે. કર્મોનો ૨૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર તેને નવાં નવાં શરીર અપાવે છે. વળી તે તે ગતિકર્મના નિમિત્તે જીવ ચારે ગતિમાં ભમે છે. હવે જો જીવને સદ્ગુરુયોગે જ્ઞાન થાય કે પુદ્ગલના સંગથી હું કંઈ સુખ તો પામ્યો નથી. માટે પુદ્ગલનો મોહ ત્યજી દઉં અને સદ્બોધના આધારે આત્મસન્મુખ થાઉં તો તે ક્ષણથી આત્મા જ્ઞાનસ્વરૂપને પામી શિવ થાય છે. પુદ્ગલના મોહે ભોગોના વિષયોનું જીવ ચિંતન કરે છે, અને તે તે વાસનાના યોગે જેવી વાસના હોય તેવો પુનઃ જન્મ ધારણ કરે છે. જો વાસનાજ વિસર્જન થઈ જાય તો તેનું જન્મરૂપ પરિભ્રમણ સમાપ્ત થાય છે. પુદ્ગલ રસરાગી જગ ભટકત, કાલ અનંત ગવાયો; કાચી દોય ઘડીમેં નિજ ગુણ, રાગ ત્યજી પ્રગટાયો. ૧૯ આ જગતમાં અનંત પ્રકારની જડ ચેતનની અવસ્થાઓની વિચિત્રતાઓ જણાય છે, તેનું કારણ જડ પુદ્ગલ પદાર્થોનું સ્વયં નિરંતર પરિવર્તિત થવાનું લક્ષણ છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને નિત્ય હોવા છતાં જે પ્રકૃતિજન્ય વિચિત્રતા જોવામાં આવે છે તે પૌદ્ગલિક વિષયોના રસમાંથી ઉત્પન્ન થતા વિકારો છે. વિકારજનિત વાસના જીવને અનેકવિધ વિષયોનું આકર્ષણ પેદા કરે છે. અને તે તે પદાર્થના આકર્ષણથી પ્રેરાઈને જીવ આખા સંસારમાં દોડાદોડ કરે છે. અનંતકાળથી સંસારની યાત્રા કરવા છતાં પણ જીવ સુખ પામ્યો નથી. પુણ્યયોગે પોતે સુખમાં હોય તો પણ તે જગતના જીવોની વિચિત્ર દશાઓ . અને દુઃખ જોઈને વિચારે છે કે આવા દુઃખનું કારણ શું હશે ? જ્યાં સુધી તેને એનો જવાબ મળતો નથી, ત્યાં સુધી તે જંપીને બેસતો નથી. એમ વિચાર કરતાં કરતાં તેને સમજાય છે કે અનંતોકાળ આ પુદ્ગલના રંગરાગમાં ગુમાઈ ગયો. હવે જીવ જાગૃત થા. કંઈક વિચાર. પૂર્વની કોઈ આરાધનાને બળે તે અંતરમુખ થાય છે ત્યારે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્ષણમાત્રમાં પોતાનો શુદ્ધસ્વભાવ પ્રગટ થાય છે. અગ્નિના સ્પર્શથી જેમ ઘાસની ગંજી બળીને ભસ્મ થઈ જાય છે, તેમ નિજગુણ પ્રગટ થતાં પૌદ્ગલિક રાગ છૂટી જાય છે. ઇલાચીકુમાર દોર પર નાચી રહ્યો છે. નાચતાં નાચતાં થાક્યો છે. વાસ્તવમાં કોઈ સંસ્કાર જાગૃત થતાં પૌદ્ગલિક નટી પ્રત્યેના રાગથી થાક્યો હોય ! તેમ મુનિદર્શનના નિમિત્તમાત્રથી અંતરાત્મા જાગી ઊઠે છે. અહો ! અનંતકાળથી હું આમ રખડ્યા કરું છું. મુનિદર્શને તેના આત્મામાં રહેલો નિજગુણ જાગૃત બન્યો. તે જ ક્ષણે તેનો નડી પ્રત્યેનો રાગ નષ્ટ થઈ ગયો. જેમ ઇલેક્ટ્રિક સ્વિચને ચાલુ કરતાં જ વીજળીનો દીવો પ્રકાશિત થાય છે, તેમ ઉત્તમ નિમિત્ત મળતાં પોતામાં રહેલો જ્ઞાનગુણ જીવને ભાન કરાવે છે. તું ક્યાં અને તુચ્છ પૌદ્ગલિક પદાર્થો કયાં ! એના રાગે અનંતકાળથી તું આથડ્યો. ભૂલ્યો, રઝળ્યો. હવે જાગૃત થા. દોર પર નાચતો ઇલાચીકુમાર જાગૃત થયો તે જ ક્ષણે રાગની જગાએ વિરાગ પ્રગટ થયો. એ વિરાગની ચિનગારીએ બધા જ પરભાવ અને મોહના સંસ્કારોને સળગાવી દીધા. મોહજનિત વાસનાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગઈ અને તે જ ક્ષણે નાચતા એવા ઇલાચીકુમારનો કેવળજ્ઞાનરૂપી નિજગુણ પ્રગટ થયો. એમ જે જીવને ભાન થાય છે તેને બાહ્યપદાર્થોનું આકર્ષણ છૂટી જાય છે. પુદ્ગલરામેં વારા અનંતી, તાત માત સુત થઈયા; કિસકા બેટા કિસકા બાબા, ભેદ સાચ જબ લહિયા. ૨૦ અજ્ઞાનવશ કે અલ્પજ્ઞાનને કારણે જીવને અનંતકાળમાં થયેલા અનંત જન્મ-મરણનો કંઈ ખ્યાલ આવતો નથી. તે તો ઊજળું તેટલું દૂધ માને છે. શુભના યોગમાં માને છે કે આ જગતમાં હું સુખી છું. મારે આવા જન્મ-મરણ જેવા દ્વંદ્વોનો વિચાર કરવાની શી જરૂર ? આ જન્મ ધારણ થતાં તું રમેશચંદ્રનો પુત્ર કહેવાતો હોય અને તારા નામ પાછળ કોઈ સુરેશચંદ્ર લખે તો તું તરત જ તે સુધારે ૨૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #36 -------------------------------------------------------------------------- ________________ કે સુધારવા મોકલે, પણ જો તું વિચારે કે તું આ જન્મમાં છું તો પૂર્વજન્મમાં હતો. ત્યાં તારાં માતા-પિતા કોણ હતાં ? તેમનાં નામ આજે કેમ લખતો નથી ? સુધારતો નથી ? અનંતકાળના જન્મમાં માતાપિતાદિ સંબંધોની વિચિત્રતા તું જાણે છે ! કલ્પના કર કે તું આ દેહ ત્યજી મરણ પામ્યો, અને તારી જ બહેનની કુક્ષીએ જન્મ્યો, ભાઈ મટી ભાણેજ થયો. વળી કોઈ જન્મમાં તું પુત્રરૂપે મરણ પામ્યો, અન્યત્ર કન્યા તરીકે જન્મ્યો. પંદર વર્ષની કન્યા થતાં તને તારા જ પિતા સાથે લગ્ન યોગ થયો. પુત્ર મટી પત્ની થયો. કોઈ જન્મમાં તું કોઈની પત્ની રૂપે હતો ત્યાંથી મરણ પામ્યો, ઘણા જન્મો કરી પુત્ર તરીકે જ્યાં જન્મ્યો તે જીવ પૂર્વે તારી પત્ની હતી. આમ તું પતિ મટી પુત્ર થયો. આમ અનંતીવારના જન્મમાં તેં નવા દેહ ધારણ કર્યા અને નવા સંબંધો પામ્યો. પણ ભાઈ ! ‘તું જન્મ્યો ત્યારે નગન'' મર્યો ત્યારે નગન પછી તું ક્યાંનો છગન કે મગન ?'' કુદરત નિયમબદ્ધ છે. જો દરેક જન્મના સંબંધો અન્ય જન્મોમાં સાથે જ આવતા હોત તો કેટલો ગૂંચવાડો ઊભો થાત ? કોને પત્ની કહેવી, કોને પતિ કહેવો, કોણ માતા અને કોણ પિતા ? પૂર્વજન્મના સંબંધો તે તે દેહ છૂટતા સમાપ્ત થાય છે. નવા જન્મમાં જીવને નવા ખેલ કરવા પડે છે. તેમાં પત્ની માતા બને, પુત્ર પિતા બને. આવા ભેદ કે પૂર્વજન્મનું જ્ઞાન કોઈ જ્ઞાની પાસેથી જાણવા મળે તો જીવને જગતનું આ જન્મમરણનું વિચિત્ર નાટક સમજાય. તે સિવાય તો જીવે અનંતજન્મોમાં અનંતવાર આવા સંબંધોને પોતાના માન્યા તેમા ઇષ્ટના સંયોગે સુખ અને અનિષ્ટના સંયોગે દુ:ખ માનીને કાળ ગુમાવ્યો. પરંતુ સાચો ભેદ જ્યારે સમજમાં આવ્યો ત્યારે તેણે આવા જન્મ મરણના કારણોનો પુદ્ગલના રંગનો ત્યાગ કર્યો. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલસંગ નાટક બહુ નટવત, કરતાં પાર ન પાયો; ભસ્થિતિ પરિપક્વ થઈ તબ, સહેજે મારગ આયો. ૨૧ પુદ્ગલ-દેહના સંગે જીવે કેવા પ્રકારનાં નાટક ભજવ્યાં ? પૂરી સૃષ્ટિની પ્રદક્ષિણા કરી. અનેક પ્રકારનાં શરીર બનાવીને સુખની આશાએ તેમાં રહ્યો. આયુષ્યકર્મને આધીન દેહ છૂટી જતાં નવા દેહને ધારણ કર્યા. આમ કંઈ પાર ન પામ્યો. દેહમાં રહેલી ઇન્દ્રિયોની અનુકૂળતા મળતાં તેમાં સુખ માન્યું. પ્રતિકૂળતા મળતાં દુઃખ માન્યું. એક જ જન્મમાં કેટલાયે પદાર્થોને પોતાના માન્યા, તેના વિયોગે રડ્યો, સંયોગે હસ્યો, આમ અનેક પ્રકારે નાટકના પડદા પરની ચેષ્ટાઓ કરી. જ્યાં જે દેહ મળ્યો તેને જ પોતાનું માની ખૂબ રાચ્યો. પરંતુ જેમ લક્કડખોદ પક્ષી વિના હેતુ લાકડાને ચાંચ માર્યા કરે અને કોઈ આકૃતિ રચાઈ જાય તેમ દુઃખ સહન કરતાં, કોઈ બોધવચનો શ્રવણે પડતાં યોગાનુયોગ જીવને સત્ સ્વરૂપનું ભાન થયું. તેના ભવનો પરિપાક થયો અને જીવને ઉત્તરોઉત્તર તેવા યોગ મળી ગયા. માનવજન્મ મળ્યો, ઉત્તમ સંસ્કારયુક્ત કુળ મળ્યું. માતાપિતા મળ્યાં. ધાર્મિક ક્ષેત્ર મળ્યું. સંતોનો સમાગમ અને બોધ મળ્યો. વળી સવિશેષ પોતાની ભવસ્થિતિનો પરિપાક થયો. કર્મમલ ક્ષીણ થયા, આત્મશક્તિ જાગૃત થઈ અને તેને સત્નો માર્ગ સહેજે પ્રાપ્ત થયો. પુદ્ગલરાર્ગે દેહાદિક નિજ, માન મિથ્યાતિ સોય; દેહગૃહનો નેહ ત્યજીને, સમ્યગ્દષ્ટિ હોય. ૨૨ જીવની ચારે ગતિના ભ્રમણનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ આશ્રવનો મુખ્ય પ્રકાર છે. જીવને અનંત પ્રકારની કર્મવર્ગણા વળગેલી છે. તેમાં મુખ્ય મોહનીયકર્મની મિથ્યાત્વ પ્રકૃતિ છે. મિથ્યાત્વનો અર્થ જ ખોટું – અસત્ છે. વળી તે મોહનીય કર્મની પ્રકૃતિ હોવાથી તેનું અપલક્ષણ એ છે કે ખોટાને સાચું અને સારું મનાવવાનો ભ્રમ પેદા કરે. ૨૬ આ ભ્રમ ક્યાં ક્યાં સેવાય છે ? પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #38 -------------------------------------------------------------------------- ________________ સૌ પ્રથમ ભ્રમ એ થયો છે કે આ રૂપ–દેહ મને જે દેખાય છે તે જ હું છું. અને નિત્ય રહેવાવાળો છું. દેહના સુખે સુખી અને દુખે દુખી છું. આ દૃશ્ય જગતના પદાર્થો ભોગવવા જેવા છે. આ જે સંબંધો લઈને જન્મ્યો છું તે જ મારા કાયમના સ્વજનો શુભાશુભકર્મની પ્રકૃતિના ઉદયે સુખદુઃખ મળે છે તેને બદલે તે માને છે, અને અમુક સંયોગથી સુખ છે અને અમુકના સંયોગથી દુઃખ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ મેળવવાનો નિરંતર પ્રયત્ન. ધર્મથી સુખ છે તે તો તેના મનમાં ઊતરતું નથી. મોક્ષ જેવી કોઈ શુદ્ધ અવસ્થામાં તેને શ્રદ્ધા નથી. આ તેના માનસિક વલણની વિચિત્રતા કે માન્યતા છે. હવે આગળની વાત વિચારીએ તો માનવ જન્મ સાથે મળેલી અદ્ભુત વિચારશક્તિનો પૌલિક વ્યર્થ વ્યય બહારમાં કંઈક બનવાની, થવાની, મેળવવાની નિરંતર દોડ. ક્યાંક અસદેવ, અસતગુરુ કે અસતધર્મમાં સતની માન્યતા અને તે પ્રકારે ધર્મ કરવાનો ભ્રમ. સર્વજ્ઞદેવ, મહાવ્રતધારી નિગ્રંથ મુનિ કે પરમાર્થ દયારૂપ ધર્મનું અજ્ઞાન, કે વિપરીત જ્ઞાન, અશ્રદ્ધાન. કષાય અને વિષયના સંયોગમાં પોતે તે પ્રકૃતિના ઉદય જેવો છે તેવી માન્યતા અર્થાત જીવન જીવરૂપે, ચૈતન્યરૂપે, જ્ઞાનસ્વરૂપે અસ્વીકાર્ય તે જ મિથ્યાત્વ છે. અર્થાત્ દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. ભવસ્થિતિ પરિપાક થતાં જીવની કર્મોની સ્થિતિ હીનતા પામે છે ત્યારે તેને દેહનો નેહ, તથા દેહમાં આત્મબુદ્ધિ નષ્ટ થાય છે. તે સમ્યગુશ્રદ્ધાને પ્રાપ્ત કરી આત્મામાં આત્મબુદ્ધિ પામે છે. તે આત્મબુદ્ધિ વડે વિચારે છે, ક્યાં તો જીવને સંસારમાર્ગ છે ક્યાં તો કયાંક ને કરવાની આજ્ઞાન, કે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવને સન્માર્ગ છે. સન્માર્ગ – મોક્ષમાર્ગ જીવને આ મનુષ્યભવમાં જ સુલભ છે. સાંસારિક – પૌદ્ગલિક ભોગો તો જીવને પૂર્વે મળ્યા હતા તેથી કંઈ તેને તૃપ્તિ થઈ ન હતી. અને પરિણામે દુ:ખ જ પામ્યો હતો. હવે શા માટે એ દુઃખોનો ભાર વધારવો ? ક્ષણે ક્ષણે પલટાતાં માયાવી સુખોમાં રાચવું, તે મનુષ્યજન્મ વ્યર્થ ગુમાવવા જેવું છે. માટે સમ્યગૃષ્ટિ આત્મા દેહનો નેહ ત્યજી આત્મ સન્મુખ થાય કાલ અનંત નિગોદધામમેં, પુદ્ગલ રાગે રહિયો; દુઃખ અનંત નરકાદિકથી તું, અધિક બહુવિધ સહિયો. ૨૩ પૂર્વે તું ક્યાં હતો તે હાલ તારા જ્ઞાનનો વિષય નહિ બને. માટે શાસ્ત્રકથન ઉપર શ્રદ્ધા રાખીને શ્રવણ કર અને સમજવા પ્રયત્ન કર કે અનંતસુખના ધામમાં જવાને બદલે તું શું કરી રહ્યો છું ? શાને માટે કરે છે ! અંતે તે શું પ્રાપ્ત કર્યું ? શું ગુમાવ્યું? સર્વજ્ઞના જ્ઞાન વગર જીવની સંસારયાત્રાની ભાળ કોણ આપી શકે તેમ છે ! “કાળ અનંત નિગોદ ધામમેં !' કાળ શું છે? ક્ષણે ક્ષણે વસ્તુના પરિવર્તનને સહયોગ આપતું નિયામક તે કાળ છે, બાળવયથી યુવાની તરફ અને યુવાની માણી ન માણી ત્યાં વૃદ્ધવસ્થા આવી તેમાં કાળ નિયામક છે. કંઈ જાતિમાં કયા સ્થાને કેટલો કાળ વીત્યો ત્યાં કાળ નિયામક છે. સમયે સમયે પરિવર્તન પામતું વિશ્વ અપેક્ષાએ કાળને આધીન છે. કાળની ફાળ એટલે મૃત્યુ. જીવ માત્ર મૃત્યુને આધીન છે. આવો કેટલો કાળ સંસારની યાત્રામાં ગાળ્યો ? પાંચ પચીસ આંકડાથી તેનાં લેખાં મંડાતાં નથી. “અનંત' એ આંકડાશાસ્ત્રથી પર છે. એ અનંતને કાળ સાથે જોડીને જ્ઞાની પુરુષોએ કહ્યું કે અનંત કાળમાં તું દીર્ધકાળ એવા એક સ્થાને રહ્યો હતો કે જ્યાં સર્વજ્ઞ સિવાય તારી દશા કોઈ જાણતું જ ન હતું. ત્યાં કેવી ભીડમાં રહ્યો ? સોયના અગ્રભાગ જેટલી જગામાં અનંત જીવરાશિ સાથે તું ૨૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવ્યો. એક સાથે જન્મ્યો, શ્વાસ લીધા, મર્યો. જમ્યો ક્યારે અને મર્યો જ્યારે એનું માપ કાઢી ન શકાય તેવા વેગથી જન્મ્યો અને મર્યો. ત્યાં વળી જગતસ્થિતિના નિયમે એક આત્મા સંપૂર્ણપણે સંસારથી મુક્ત થતાં તારી આગળના ક્ષેત્રમાં જગા થઈ. તું હવે નજરે દેખાય તેવું એકેન્દ્રિયપણું પામ્યો. ત્યારે કંઈ તું સુખી હતો તેવું ન હતું. ક્રમે કરી આગળની અવસ્થાઓ પામ્યો, તેમાં વળી અજ્ઞાનવશ અધમ કાર્યો કરી જેના વર્ણનના શ્રવણથી તું કંપી ઊઠે તેવા નરકાવાસમાં ઉત્પન્ન થયો. નરકભૂમિમાં ક્યાં તો કાંકરામાં જ જનમ ગાળ્યો. ક્યા કાદવમાં, ક્યાં ધૂળમાં, ક્યાં અંધકારમાં ઘણો લાંબો કાળ ગાળ્યો. ન ખાવા મળે, ન પીવા મળે. ક્યાંય નિરાંત નહિ. બસ મારો, કાપો એમ અન્યોન્ય ક્રૂરતાભાવથી જીવ્યો. અત્યંત અશુચિમય પદાર્થોનું શરીર, પ્રહણ પણ તેવા જ પદાર્થોનું કર્યું. એક ક્ષણ એવી ન હતી કે કંઈક વિશ્રામ પામ્યો હોય. નિગોદમાં ભીનું, અતિ વેગવાળા જન્મમરણનું દુઃખ હતું. પરંતુ આ નરકમાં મહાયાતના હતી. નિગોદથી બહાર નીકળ્યો પણ દુઃખથી પીડાતો રહ્યો. એવાં કષ્ટ વેઠીને બહાર નીકળ્યો છતાં કંઈ ભાન ન આવ્યું. પાય અકામનિર્જરાકો બલ, કિંચિત્ ઊંચો આયો; બાદરમાં પુદ્ગલ રસ વશથી, કાલ અસંખ્ય ગમાયો. ૨૪ ચૈતન્યનો વાસ્તવિક વિકાસ બોધરૂપ પરિણતિથી અર્થાત્ સકામ નિર્જરાથી છે. પરંતુ અજ્ઞાનદશામાં જીવને આત્મરૂપે બોધ પરિણતિનો અભાવ હોવાથી તે અકામ નિર્જરા કરે છે. અકામ નિર્જરા થવાનું સાધન કેવળ દુઃખને લાચારીથી સહન કરવું; એવી અકામ નિર્જરાથી તેનો ઇન્દ્રિય વિકાસ થયો, એટલે એકેન્દ્રિયપણાથી આગળ વધી તે બે ઇન્દ્રિયપણું પામ્યો. એમ પંચેન્દ્રિયપણા સુધી પહોંચ્યો. પણ તેમાં આત્મિક વિકાસ ન થયો. તે તે સ્થાનોમાં દેહભાવથી સંજ્ઞા બળે જીવે અસંખ્ય જન્મો ગાળ્યા. સ્થાવરણપણામાં એકેન્દ્રિયપણે રહી પૃથ્વીકાયજન્ય જન્મો ધારણ કરી દટાયો, શેકાયો, પિલાયો, એવાં દુઃખો સહન કરી પ્રાયઃ તે પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ સ્થાનોમાં અસંખ્યવાર જન્મ્યો. ત્યાંથી સ્થાન બદલી વળી જળકાયજન્ય જન્મો ધારણ કર્યા. ત્યાં તપ્યો, ઊકળ્યો, ઠર્યો એમ અનેક દુઃખો સન્ન કર્યા. ત્યાર પછી અગ્નિકાયજન્ય, વાયુજન્ય અને વનસ્પતિરૂપે તે તે સ્થાનોમાં અનેક જન્મો ધારણ કર્યા. ત્યાં અસંખ્ય કાળ ગુમાવ્યો. ત્યાર પછી બાદર-સ્કૂલપણું પામ્યો. એકેન્દ્રિય મટી બેઈન્દ્રિયપણું પામ્યો. ત્યારપછી ક્રમે કરીને પંચેન્દ્રિયપણું પામ્યો. લહી ક્ષયોપશમ મતિજ્ઞાનકો પંચેન્દ્રિય જબ લાધી; વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી. ૨૫ જેમ જેમ જીવનો ઈન્દ્રિય વિકાસ થતો ગયો તેમ તેમ તેની મતિજ્ઞાનની શક્તિનો ઉઘાડ થતો ગયો. પંચેન્દ્રિયપણામાં મતિજ્ઞાનનો વિશેષ ઉઘાડ થયો. મતિજ્ઞાનની શક્તિ આત્માની છે પરંતુ કર્મસહિત સંસારીજીવના જ્ઞાન ઉપયોગના વ્યાપાર ઇન્દ્રાધીન છે. અર્થાત અન્યોન્ય સંબંધિત છે. જેમકે મનુષ્યને આંખ હોય, જોવાની શક્તિ હોય, જ્ઞાન ઉપયોગ હોય છતાં સૂર્યના પ્રકાશ વગર તે પદાર્થને જોઈ શકતો નથી. સૂર્યનો પ્રકાશ હોય અને આંખમાં પદાર્થને જોવાની ઇન્દ્રિય વ્યાપાર ન હોય તો તે પદાર્થને જોઈ શકતો નથી. આમ સંસારી જીવને ઇન્દ્રિય અને જીવની સ્કૂરણાનો અન્યોન્ય સાંયોગિક સંબંધ છે. પૂર્વજન્મોમાં અનંતકાળ કેવળ દેહભાવથી ગાળ્યો હોવાથી દેહ સિવાય અન્ય કોઈ સુખના સાધનને જાણ્યું ન હતું. દેહ જ તેના સુખનું સાધન છે તેવા સંસ્કારબળે તે પુગલનો રાગી થઈ જે જે સ્થાને જે જે ઇન્દ્રિયો મળી છે તે પ્રમાણે તેમાં આસક્ત થયો. ચૈતન્યસ્વરૂપ આત્મા પુદ્ગલજનિત પરભાવને કારણે કર્મબંધન કરે છે, અને તેને અનુરૂપ ફળ ભોગવે છે. અજ્ઞાનવશ તે આવા કર્મફળથી પડતા દુ:ખને જાણતો નથી. પંચેન્દ્રિયપણું પામીને કોઈ ભવિતવ્યતાને જોરે એવા ક્રૂર પરિણામ કરી બેસે છે કે તેને યોગ્ય કર્મફળ ભોગવવા દુઃખદાયક એવા નરકમાં તે જન્મ પામે છે. 30 પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #42 -------------------------------------------------------------------------- ________________ તાડન મારન છેદન ભેદન, વેદન બહુવિધ પાઈ; ક્ષેત્રવેદના આદિ દઈને બેદભેદ દરસાઈ. પુદ્ગલરાગે નરકવેદના વાર અનંતી વેદી; પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગતિ ભેદી. ૨૭ નરકમાં જન્મ લઈને જીવે શું મેળવ્યું ? તાડન, મારન, છેદન, ભેદન જેવી અનેક પ્રકારની વેદના પામ્યો. નરકના સ્થાનની ક્ષેત્રજનિત વેદના જાણીને જીવના ક્રૂર પરિણામ વિરમી જાય. નરકની આવી યાત્રા તો જીવે કેટલી વાર કરી. આત્મપ્રેમને ત્યજીને પુદ્ગલના રાગે જીવે એવા દુઃખનાં કારણો સેવ્યાં કે જે વડે તે આવું દુ:ખ પામ્યો. છતાં ઘણાં દુ: ખ પછી જેમ સુખ પામે તેમ પુણ્યરાશિ ભેગી થતાં નરભવ પામ્યો. નરકમાંથી નીકળી વળી તિર્યંચમાં નાના જંતુ અને પશુપણે જન્મ પામી દુ:ખને સહન કરી પુણ્યયોગે નરક તિર્યંચના યુગલને (જોડી)નિવારી આગળ વધ્યો, ત્યારે મનુષ્યજન્મ પામ્યો. નરકના દુઃખનું વર્ણન જાણીને જીવને તેવા પરિણામથી પાછો વાળી લેવો. આ છે નરકના દુઃખનું વર્ણન, નારકી નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પણ તેનાં પરિણામ અત્યંત હલકાં હોય છે. ૨૬ દ્રવ્યલેશ્યા આશ્રયીને નાકને અશુભ લેશ્યા હોય છે. ભાવલેશ્યા આશ્રયીને છ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પ્રમાણ સમ્યગ્દષ્ટિ જીવોને અનુસારે અલ્પ છે. લેશ્યા એટલે કષાયરંજિત જીવના પરિણામ કે અધ્યવસાય છે. છ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ. પ્રથમ ત્રણ અશુભ, પછીની ત્રણ શુભ છે. રત્નપ્રભામાં કાપોત, શર્કરાપ્રભામાં કાપોત પણ તીવ્ર સંક્લેશવાળી, વાલુકા પ્રભામાં કાપોત નીલ, પંકપ્રભામાં નીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા, તમઃપ્રભામાં કૃષ્ણ, મહાતમઃ પ્રભામાં તીવ્ર કૃષ્ણલેશ્યા હોય છે. તે તે ભૂમિમાં ઉત્પન્ન થતાં નારકોની આવી અશુભ લેશ્મા હોય છે. નારકજીવોના પૌદ્ગલિક પરિણમનના પ્રકારો : પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧. અશુભ પરિણામ : બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એમ પ્રાયઃ દસ પ્રકાર છે. તે અત્યંત અશુભ હોય છે. બંધન : શરીરાદિના પગલો અત્યંત અશુભ હોય છે. ગતિ : ઊંટ આદિની જેમ અપ્રશસ્ત હોય છે. સંસ્થાન : નારકોની આકૃતિ જુગુપ્સિત હોય છે. ભેદ : શરીર અને જન્મસ્થાનો ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુચિમય અને અશુભ પરિણામવાળા હોય છે. વર્ણ : દરેક પદાર્થનો વર્ણ–રૂપ ત્રાસ ઊપજાવે તેવો હોય છે. સર્વત્ર અંધકાર હોય છે. ભૂમિનું તળિયું અશુચિ પદાર્થથી ખરડાયેલું હોય છે. - ગંધ : નરકની ભૂમિ લોહીમાંસ જેવા પદાર્થોમાંથી સદા દુર્ગધવાળી હોય છે. રસ : નરકના પદાર્થો નીરસ અને કડવાશવાળા હોય છે. સ્પર્શ : નરકના પદાર્થો અત્યંત ઉષ્ણ કે શીત હોય છે તથા ઝેરી ડંખ જેવા પીડાકારી હોય છે. અગુરુલઘુ : અનેક દુઃખોવાળાં પરિણામ હોય છે. શબ્દ : અંદર અંદર મારો, કાપો બોલતા હોય છે. બચાવો, બચાવો બોલતા હોય છે. ૩. અશુભદેહ : અશુભ નામકર્મના ઉદયથી શરીર હંડક સંસ્થાનવાળું, અવયવો બેડોળ, વૈક્રિય હોવા છતાં મલિન પદાર્થોવાળું હોય છે. અધિક અધિક અશુચિવાળું અને બીભત્સ હોય છે. ૪. અશુભ વેદના: સાતે ભૂમિઓની વેદના અધિક અધિક તીવ્ર હોય છે, તેના ત્રણ પ્રકાર છે. ક્ષેત્રકૃત, પરસ્પરોહીરિત, પરમાધામીકૃત. ૧. ક્ષેત્રકૃત વેદના : પ્રથમ ત્રણ ભૂમિ અત્યંત ઉષ્ણ હોય છે. મોટી ભઠ્ઠીઓની ગરમીમાં તે જીવોને ઠંડક લાગે, તેવી ઉષ્ણતા હોય છે. ૩૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ચોથીમાં ઉષ્ણ શીત હોય છે. ઘણામાં ઉષ્ણ થોડામાં શીત હોય. પાંચમીમાં શીત-ઉષ્ણ હોય છે. ઘણામાં શીત થોડામાં ઉષ્ણ હોય. છઠ્ઠીમાં શીત અને સાતમીમાં અત્યંત શીત હોય છે. આ ભૂમિના નારકને હિમગિરિના શિખર પર ઠંડીમાં સુવાડ્યો હોય તોપણ ગરમી લાગે. ભઠ્ઠીમાં રાખો તો ઠંડક લાગે. સુધાવેદના : નારકોને સુધાવેદનાનાં પરિણામ સમગ્ર વિશ્વના પદાર્થોના ભક્ષણવાળાં હોય પણ તેમને કોઈ પદાર્થો મળે નહિ. અને ધારો કે મળી જાય તો પણ તેમની સુધા શાંત જ ન થાય. તૃષાવેદના : નારકોને સઘળા સમુદ્રના જળપાનના પરિણામ થાય છતાં તેમના હોઠ અને ગળાં સૂકાયેલાં રહે અને જળપાન મળે જ નહિ. ખણજ : શસ્ત્રથી શરીરને ખણે તો પણ ખણ શમે જ નહિ. પરાધીનતા : પરમાધામી દેવોને વશ હોય છે. જ્વર = દાહ : તેમનાં શરીર અત્યંત ગરમ હોય છે. ભય : અન્યોન્ય તથા પરમાધામી દેવો વડે સદા ભયભીત હોય છે. વિર્ભાગજ્ઞાનથી આગામી દુઃખ જોઈ શકે છે તેથી ભય પામે શોક : અત્યંત દુ:ખને કારણે સદા શોકગ્રસ્ત હોય છે. અશુભ વૈક્રિયા : તેઓ વૈક્રિય શરીર કે સાધન બનાવવા જાય છતાં અશુભ નામકર્મના ઉદયથી અશુભ બની જાય છે. પરસ્પરોટીરિત વેદના : પરસ્પર એકબીજાને દુ:ખ આપે. સામાન્ય રીતે પૂર્વ ભવના વૈરી બે જીવો આવા સ્થાને ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રથી મળતાં શસ્ત્રો દ્વારા પરસ્પર તાડન, પીડન કરે છે. અથવા એવો વૈરભાવ ઉત્પન્ન થાય કે પરસ્પર યુદ્ધ કરીને દુઃખ સહન કરે. કેમ જાણે ત્યાં કોઈ સુંદર પદાર્થો મેળવવાના હોય તેમ યુદ્ધ કરે. ફક્ત સમ્યગૃષ્ટિ નારકો જ સમતાભાવે સહન કરે અને શેરીના રખડતાં કૂતરાં બીજી શેરીનાં કૂતરાંને કાઢી મૂકવા પ્રયત્ન પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ 33 Page #45 -------------------------------------------------------------------------- ________________ કરે તેમ આ નારકો બિચારા કંઈ લેવા જેવા પદાર્થો ન હોવા છતાં લડી મરે. પરમાધામીકૃત વેદના : પ્રથમ ત્રણ ભૂમિમાં આ અસૂર દેવોનું આવાગમન હોય છે. આ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેઓ ક્રૂર સ્વભાવવાળા, પાપરત અને નિર્દય હોય છે. નારકોને દુઃખ આપી સુખ માને છે. પોતાની પાસે બીજા દેવલોકના સુખનાં સાધન હોવા છતાં પૂર્વના અત્યંત અશુભ સંસ્કારવશ આ જીવને પરસ્પર લડાવીને આનંદ માને છે. આ પરમાધામી અત્યંત દુઃખથી ઉત્પન્ન થતા નારકોનું દુઃખ જાણે ઓછું હોય તેમ વળી તે જીવ પાસે જઈને ચારે તરફથી ઘેરીને “મારો...કાપો' કહીને તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. ભાલાં જેવાં શસ્ત્રો વડે તેમનાં શરીર વીંધી નાખે છે. નારકો રમવાનાં રમકડાં હોય તેમ તેમને ઘુમાવે છે. આકાશમાં ઉછાળે, ત્રિશૂળ પર ઝીલીને વીંધી નાખે. તેઓને નિશ્ચષ્ટ કરીને ટુકડે ટુકડા કરે. દડાની જેમ ઉછાળે, હથિયારો વડે મારે. તેમના શરીરમાંથી લોહી-માંસ જેવા ગંદા પદાર્થો કાઢી તેમને બતાવે, ખવરાવે, ધગધગતો અગ્નિ પેદા કરી તેમાં નાંખે ત્યારે વળી બીજા દેવો પુનઃ તેમના શરીરને શેકે. નરકમાં તલવાર આદિ જેવા પત્રોવાળાં વૃક્ષો હોય છે, આ દેવો પવન વિક્ર્વાને (ઉત્પન્ન કરીને) નારકો પર પત્રો ખેરવે છે, ત્યારે તેમના હાથ-પગ વગેરે કપાઈ જાય છે. તેમાંથી લોહી જેવા પદાર્થો નીકળે છે. કોઈ દેવ તેમને તેલમાં ભજિયાંની જેમ તળે છે. વળી વૈતરણી નદીમાં લાક્ષારસ જેવો પ્રવાહ વહેતો હોય છે તેમાં ચલાવે છે. તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે. ભયંકર કાંટાવાળાં વૃક્ષો પર ચઢાવે છે. આવાં દુઃખો પડવા છતાં આ નારકીઓનું આયુષ્ય અનપર્વતનીય હોવાથી પૂર્ણ થયા વગર મરતા નથી. શરીર પારા જેવું હોવાથી ભેગું થઈ જાય છે. “બચાવો બચાવો'ની બૂમો પાડવા છતાંય તેમને ૩૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #46 -------------------------------------------------------------------------- ________________ કોઈ શરણ નથી. કોઈ બચાવતું નથી. અત્યંત પરાધીન દશા હોવાથી અન્યત્ર ભાગી શકતા નથી. વાચકને થશે કે આવું દુઃખ હોય ! ભાઈ, તું માનવની ભૂમિમાં પણ ક્રૂર પિરણામવાળા જીવોની ક્રૂરતા જુએ છે, સાંભળે છે તે પણ કેવી ભયાનક હોય છે. અસાધ્ય રોગથી પીડાતો દર્દી કેવાં દુ:ખ ભોગવે છે ! ઝૂંપડપટ્ટી જેવી ગંદી જગામાં રહેનારા અને હલકા પદાર્થો ખાનારા જુએ છે ને ? તો પછી જેણે અમર્યાદ પાપ કર્યા છે તેમને દુ:ખ ભોગવવાનાં સ્થાનો આવા હોય છે. આ વર્ણન જીવને એવો બોધ આપે છે કે પાપકર્મ કરતા પાછા પડવું. અન્યને દુઃખ આપવામાંથી દૂર રહેવું. હિંસાદિ જેવાં કાર્યો કે વ્યાપાર ધંધામાંથી મુક્ત રહેવું. જેથી એ કર્મનું પરિણામ આવી રીતે ભોગવવું પડે નહિ. છે. અતિ દુર્લભ દેવનકું નરભવ, શ્રીજિનદેવ વખાણે; શ્રવણ સુણી તે વચન સુધારસ, ત્રાસ કેમ નવિ આણે. ૨૮ શાસ્ત્રકારોએ, મહર્ષિ ગીતાર્થજનોએ ચાર ઉત્કૃષ્ટ મંગળ દર્શાવ્યા ચત્તારિ પરમંગાણિ, દુલ્લહાણીય જંતુણો માણુ સુત્ત સુઈ સધ્ધા, સંજમમ્મિય વીરિયું. માનવદેહ, સદ્ગુરુનો બોધ, શ્રદ્ધા અને સંયમ. માનવદેહ આકૃતિથી મહાન નથી. તેને મળેલી વિચારશક્તિથી પણ તે દેહ મંગળરૂપ થતો નથી. પણ એ વિચારશક્તિ પરમાર્થ માર્ગે પ્રયોજીને જીવ જ્યારે શિવ થાય છે ત્યારે તે માનવદેહ દેહરૂપે નશ્વર છતાં તેનું નામ અમરતાને પામે છે. તેથી માનવજન્મનું પારમાર્થિક પ્રયોજન પણ પ્રસિદ્ધિ પામે છે. તેથી શ્રી તીર્થંકરોએ પણ માનવજન્મની દુર્લભતા બતાવી, તેને પ્રશંસનીય જણાવ્યો છે. માનવ સિવાયની ત્રણ ગતિના સંજ્ઞી જીવો સમ્યક્ત્વને સ્પર્શી શકે છે, પણ સંસારનું ઉલ્લંઘન કરી સિદ્ધિદશાને સ્પર્શી શકતા નથી. મુક્તિનો સ્પર્શ માનવદેહમાં રહેલો આત્મા જ સાધી શકે છે. દેહમાં પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં દેહાતીત દશાને પામીને આત્મા સંસારથી મુક્ત થઈ જાય છે. જો સિદ્ધિદશાનું સાધ્ય સિદ્ધ ન થાય તો માનવજન્મ મળવા છતાં તે મૂલ્યહીન, પુણ્યહીન મનાય છે. ઘણા જન્મમાં એક જન્મનો વધારો થવા સિવાય જીવને કંઈ પ્રાપ્તવ્ય થતું નથી. ચક્રવર્તી છ ખંડની પૃથ્વી જીતવા સાંઈઠ હજાર વર્ષ રણમેદાને સુભટ થઈને ઝઝૂમ્યા. પરંતુ કાળની જાળને પાળ કરી બાંધી ન શક્યા. છ ખંડ પૃથ્વીના શિરતાજ છતાં તેનો એક કાણિયો સાથે લઈ જઈ ન શક્યા. પરંતુ દેહ પૃથ્વી પર મૂકીને ચાલી નીકળ્યા. માન-મરતબા સાથે નીકળેલી નનામી પણ અંતે તો એક રાંક માનવની જેમ અગ્નિસંસ્કારને જ પામી. એકઠા કરેલાં ઝવેરાત, રત્ન, મણિ વગેરે તેને માટે કાંકરા સમાન નીવડ્યાં કેમકે તે સર્વે તેને કાળથી બિચાવી ન શક્યાં. કદાચ શાતાના યોગમાં તને દેહનો નેહ પકડી રાખતો હોય તો સમજજે કે આ તો સોનાનું પિંજર છે. ભલા ! પક્ષીને તારા જેવું બુદ્ધિબળ નથી છતાં તે પિંજરામાં પુરાવું પસંદ કરતું નથી. ક્યારે છૂટું તેવી ઝંખના રાખે છે. બુદ્ધિમાન એવો માનવ મજાથી પિંજરમાં પુરાવાનું પસંદ કરે છે. કાયાની માયા મુકાતી નથી. વળી એ માયાએ તો એને બીજા પણ દુષણોથી ઘેરી લીધો. માન, લોભ, કામ, ઇત્યાદિ પ્રકૃતિથી ઘેરાયેલો એ વિચારી શકતો જ નથી કે આ દેહમાં કોઈ અમૂલ્ય તત્ત્વ રહેલું છે. એના મૂલ્ય તારું – કાયાનું મૂલ્ય છે. આત્મા સહિત દેહને સૌ “આવો આવો' કહીને આવકાર આપશે. જ્યાં આત્માએ પ્રયાણ કર્યું કે દેહને સૌ “કાઢો કાઢો કરશે. દેહમાં સુખ આપવાનું સામર્થ્ય નથી. પરંતુ સ્થૂલ દેષ્ટિમાં દેહમાં સુખનો ભ્રમ પેદા થયો છે. એ ભ્રમમાં અજ્ઞાને જીવને તે સાચું છે એમ માન્યતા દેઢ કરી છે. દેહ જો કેવળ સુખનું સાધન હોય તો જરા અને મરણનું દુઃખ શા માટે આપે ? રોગનું દુઃખ શા માટે આપે ? આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ શા માટે આપે ? દેહમાં કે દેહથી સુખ હોય તો દુઃખને શા માટે ઊભું કરે ? તેથી સમજવું કે સુખ-દુઃખનું કારણ દેહ નથી. તેના દ્વારા સુખ-દુઃખનો ભાસ થાય ૩૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. સુખ-દુઃખનું કારણ જીવના પોતાનાં જ પરિણામ કે ભાવ છે. વળી જે સુખ પાછળ દુઃખને આવકાર મળતો હોય તેને જ્ઞાનીઓ સુખ કહેતા નથી. જ્ઞાનીજનોના આવા વચનરૂપી સુધારસનું પાન કરી નરભવ પામેલો પુણ્યવંતો જીવ જાગૃત થાય છે. તેને જન્મમરણનું દુઃખ, પરિભ્રમણનું દુઃખ, સ્વરૂપની અપ્રાપ્તિનું દુઃખ, આત્મ વૈભવની અપ્રાપ્તિનું દુઃખ સમજાય છે. અને તેથી તે ભવ્યાત્માને ત્રાસ છૂટે છે. એ ચક્રવર્તીપદે હોય, કે સમ્રાટ હોય તો પણ તેને ચેન નથી પડતું. સંસારથી છૂટું અને સ્વરૂપપ્રાપ્તિના સુખને ક્યારે પ્રાપ્ત કરું તેની ઝંખના સદૈવ તેના ચિત્તને જાગૃત રાખે છે. સમ્યગ્દાન આત્માને સંસારમાં પુણ્યયોગનો ઉદય છતાં એકાંતમાં એ સર્વ સાંસારિક વૈભવ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. એ વૈભવની વૃદ્ધિ એને ત્રાસ આપે છે. બંધનરૂપ લાગે છે. વિષયાસક્ત રાગ પુદ્ગલકો, ધરી નરજન્મ ગમાવે, કાગ ઉડાવણકાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે. ૨૯ ગતિ યુગલમાં દુઃખ પામી તેણે ઇછ્યું કે મનુષ્યપણું મળે તો હવે ભ્રાંતિગતપણે સુખ શોધવા જે વિષયોનું સેવન કર્યું, પુદ્ગલનો રાગ કર્યો તે ત્યજી દઉં. પરંતુ શું બન્યું ? નરભવ પામીને એણે એ ભ્રાંતિને પુષ્ટ કરી. જેમ જેમ સાંસારિક સાધનો વધતાં ગયાં તેમ મોહ વધતો ગયો. પછી તો તેને સ્વરૂપનું વિસ્મરણ એવું થયું કે મનમાં કોઈ ખૂણે શોધવા છતાં તેને આ સ્વરૂપનું અનુસંધાન જ ન મળ્યું. અનંતકાળના પરિચયવાળા પૌલિક પદાર્થોના મોહમાં ફસાઈ ગયો. કોઈ બ્રાહ્મણને માર્ગમાંથી રત્નોની પોટલી મળી. મુસાફરીમાં ચાલતા તે થાક્યો હતો. એક વૃક્ષ નીચે વિરામ કરવા સૂતો. તે જ વખતે તે વૃક્ષ પર એક કાગડો આવી કા કા કરવા લાગ્યો. બ્રાહ્મણની આંખો નિંદથી ઘેરાતી હતી, તેણે પેલી પોટલીમાંથી એક રત્ન કાઢ્યું અને કાગડાને ઉડાડવા ફેંક્યું. કાગડો થોડી વાર માટે ત્યાંથી દૂર ગયો. પરંતુ તેને કોણ જાણે મજા પડી ગઈ કે શું ? પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ 36 Page #49 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પુનઃ ડાળ પર બેસવા લાગ્યો. બ્રાહ્મણ પુનઃ પુનઃ રત્ન ફેંકી તેને ઉડાડવા લાગ્યો. એમ કરતાં ઘણા રત્નો ફેંકાઈ ગયાં. બચેલાં બે-ચાર રત્નો લઈને તે પોતાને ગામ પહોંચ્યો. ત્યાં તેને કોઈ ઝવેરી મિત્ર મળ્યો. તેની સાથે તેણે વાત કરતાં પેલાં રત્નો બતાવ્યાં. ઝવેરી રત્નોનો પારખુ હતો. તેણે બ્રાહ્મણને કહ્યું કે ભાઈ ! તેં કાગડાને ઉડાડવા માટે મૂલ્યવાન રત્નો ગુમાવ્યાં છે. એ સાંભળીને બ્રાહ્મણ ઘણું પસ્તાયો પણ હવે તે રત્નો પુનઃ પ્રાપ્ત થાય તેમ ન હતાં. આ દૃષ્ટાંતથી ઝવેરી જેવા જ્ઞાની કહે છે કે, ભાઈ ! આ ભૌતિક વિષયોના સુખ પાછળ તેં આવા કેટલાયે જન્મો ગુમાવ્યા છે. પેલા બ્રાહ્મણને રત્નો ગુમાવ્યાનો પસ્તાવો થયો, તેમ જીવને સમજાય છે કે પૂર્વે આ જીવને આવા દુર્લભ માનવ જન્મ મળ્યા હતા તે ગુમાવ્યા છે. જન્મો અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા ન જાણ્યો ધર્મ કે ન તમને સંભાય.” બાજી હાથથી સરી ગયા પછી આવી સમજણ પણ વ્યર્થ છે. કારણ કે જ્યાં જ્યાં જીવે જન્મ ધારણ કર્યો ત્યાં ત્યાં દૈહિક ભાવને ધારણ કર્યો છે. અને તે દેહાભિમાને વર્યો છે. વળી ક્યારે એવા પદાર્થોનો ત્યાગ કર્યો હોય તોપણ તેણે તે બોધરૂપે કર્યો ન હોવાથી દેહભાવની સંજ્ઞાઓ અને સંસ્કારોએ તેને પુનઃ પુનઃ વિષયો પ્રત્યે દોર્યો છે. આમ તેણે નરભવ પામ્યા છતાં કંઈ સાર્થક કર્યું નથી. દશ દષ્ટાંતે દોહિલો નરભવ, જિનવર આગમ ભાખ્યો, પણ તિણકે કિમ ખબર પડે જિણ કનક બીજ રસ ચાખ્યો. ૩૦ માનવજન્મ મળ્યાના રહસ્યનું જેને જ્ઞાન કે ભાન નથી તેને શું ખબર પડે કે અનેક પ્રકારની પુણ્યરાશિ એકઠી થાય ત્યારે માનવજન્મ મળે છે. દસ દાંતે પણ દુર્લભ છે એમ આગમ કથન છે. એક એક દષ્ટાંતથી સમજાશે કે માનવજન્મ મેળવવામાં જીવને કેટલો પરિશ્રમ કરવો પડ્યો છે. ૧. બ્રાહ્મણનું ભોજન : એક બ્રાહ્મણે ચક્રવર્તી પાસે ભોજનની ૩૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ માંગણી કરી. ચક્રવર્તીએ કહ્યું કે એક વાર ભારતનાં બધાં નગરોના ઘરોમાં ભોજન કરીને આવ પછી મારા રસોડે તારો વારો આવશે. એ ક્યારે આવે ! તેમ એક વાર મળેલો માનવ જન્મ ફરી ક્યારે મળે ! દુર્લભ. ૨. પાશક (જુગારમાં હરાવવું) : ચાણક્ય તમામ શ્રીમંતોને જુગારમાં હરાવી રાજનો ભંડાર ભરી દીધો. એ શ્રીમંતો એક વાર બધું હાર્યા તે ધન ફરી ક્યારે મળે ! તેમ, માનવજન્મ હાર્યા પછી ફરી ક્યારે મળે ! ૩. ધાન્યના ઢગલામાંથી સરસવ કાઢવા : ધાન્યના એક વ્યાપારીએ મોટા ધાન્યના ઢગલામાં ૨૫/૫૦ દાણા સરસવના ભેળવી દીધા પછી એક ડોશીને તે દાણા છૂટા કરવા બેસાડી. તે છૂટા ક્યારે કરી શકે ! તેમ પુનઃ માનવજન્મ ક્યારે મળે ? ૪. શરતની જીત (જુગારની રમત) : એક રાજાએ પોતાના પુત્રને કહ્યું કે રાજસભામાં ૧૦૮ સ્તંભ છે. તે દરેકને ૧૦૮ ખૂણા છે. જુગાર રમતા એક એક ખૂણાને જીતી બધા સ્તંભ પૂરા કરવાના, તેમાં જ્યારે હારે ત્યારે ફરીથી શરૂ કરવાનું ત્યાર પછી તારો રાજ્યાભિષેક થાય. તેમ ક્યારે બને ! તેમ સુકૃત વિનાનો ભવ હારી ગયા પછી પુનઃ ક્યારે મળે ? ૫. મણિ : એક ઝવેરીના પુત્રે પિતાની ગેરહાજરીમાં બધાં જ રત્નો જુદા જુદા વિદેશી વ્યાપારીને વેચી નાંખ્યા, પિતાએ એ રત્નો પાછાં મેળવવા કહ્યું, તે કેવી રીતે મેળવે ! તેમ એક માનવજન્મ ગયો પછી પુનઃ ક્યારે મળે ? ૬. ચંદ્રપાનનું સ્વપ્ન : મૂળરાજ અને બાવાના શિષ્યને બંનેને ચંદ્રપાનનું સ્વપ્ન આવ્યું. સ્વપ્નના પરિણામે મૂળરાજને રાજ્યની પ્રાપ્તિ થઈ. પણ શિષ્યને કંઈ પ્રાપ્તિ ન થઈ. કારણ કે સ્વપ્ન પછી જે વિધિ હતી તે કરી નહિ. તેમ માનવજન્મ મળ્યા પછી ધર્મારાધના ન કરે તો ભવનું ફળ ગુમાઈ જાય. ૭. ચક્ર : રાધાવેધ કરવાની પૂતળીની નીચે ચાર ચક્રો સતત પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ 3c Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પાંભરી પછીના પરમાણુઓ વી રીતે જ ફર્યા કરે છે. સ્થંભ ઉપર ત્રાજવું છે, તેમાં ઊભા રહીને રાધાપૂતળીનો પડછાયો જોઈને ડાબી આંખ વીંધવી જેમ દુર્લભ છે. તેમ માનવભવ પ્રાપ્ત કરવો દુર્લભ છે. ૮. કાચબો : પૂર્ણિમાની રાત્રે તળાવમાં કાચબાએ ચંદ્રનો પ્રકાશ જોયો. તે પ્રકાશ જોવા તે પોતાના બચ્ચાને બોલાવવા ગયો. પાછો ફર્યો ત્યારે ત્યાં પ્રકાશની જગાએ પવનથી સેવાળ આવી ગઈ હતી તેથી પુનઃ પ્રકાશ જોઈ ન શક્યો. તેમ ભૌતિકતામાં માનવજન્મ ગુમાવ્યા પછી પુનઃ માનવજન્મ મળતો નથી. ૯. યુગ ઃ અસંખ્ય યોજનાના વિસ્તારવાળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. કોઈ દેવ એ સમુદ્રના કિનારે ગાડાની ધૂંસરી રાખે અને બીજે છેડે ખીલી રાખે તો ધૂંસરીમાં ખીલી ક્યારે પેસે ! તેમ પુણ્યહીન માનવ ગુમાવેલો જન્મ ક્યારે પ્રાપ્ત કરે ! ૧૦. પરમાણુ : એક દેવે મણિના સ્તંભનું બારીક ચૂર્ણ કર્યું તેને એક નળીમાં ભરી પછી મેરુપર્વત ઉપર જઈ, તે નળીને ફૂંક મારી ચૂર્ણ ઉડાડી દીધું, મણિના પરમાણુઓ વિખરાઈ ગયા. હવે પાછા ભેગા કરી પુનઃ બનાવવો હોય તો કેવી રીતે બને ! તે પ્રમાણે ચૌદરાજલોકમાં ભમતા જીવને પુનઃ માનવજન્મ કેવી રીતે મળે ! આ સર્વ વસ્તુઓ દેવ પોતાની લબ્ધિ વડે કદાચ કરી શકે, પણ એક વાર વ્યર્થ ગુમાવેલો માનવજન્મ પુનઃ પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રકારોએ જીવને સમજાવવા જુદાં જુદાં દાંતને રજૂ કર્યા છે. કોઈ ભવ્યાત્મા તેનો સાર ગ્રહણ કરીને માનવજન્મ સાર્થક કરી શકે. હારત વૃથા અનોપમ નરભવ, ખેલ વિષય રસ જૂઓ; પીછે પછતાવત મનમાંહિ, જિમ સિમલ કા સૂઆ. ૩૧ નરભવ પામીને તે ૨૫-૫૦ વર્ષ સુધી શું શું કર્યું? શું શું મેળવ્યું ? અનુપમ એવો માનવદેહ ધરીને તે શું ધ્યેય નક્કી કર્યું ? તેને માટે તે શું પ્રયત્નો કર્યા. કે પછી બાંધી મૂઠી રાખીને આવેલા તે ખાલી હાથે પાછા જવાના ધંધા કર્યા. અરે ખાલી હાથે વિદાય ૪૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ થાય તે પણ સમજ્યા. પરંતુ આ દેહ ધારણ કરીને જો તું વિષયાસક્ત બન્યો કે અસત્યાચરણને સેવ્યા તો પરિણામે દુઃખ પામવાનાં જ કાર્યો તેં કર્યા, એમ માનજે. નરભવ મળવા છતાં તે વૃથા ગુમાવ્યો. જેમ બાજી હાથમાંથી સરી પડે પછી તે પસ્તાય તો પણ વહી ગયેલા સરિતા નીર પાછાં ઘડામાં ભરી શકાતા નથી તેમ ભાઈ, ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી. તું કાળની કરામત જાણતો નથી. આંખપલક જેવામાં સરતો સમય રાજામહારાજા કે ચક્રવર્તી પણ પાછા લાવી શક્યા નથી. ગયો તે ગયો, આયુષ્યકર્મને ક્ષણ કરતો ગયો. એ કાળની ફાળ આયુષ્યને ક્યારે ઝપાટે ચઢાવી દે તે કોઈ કાળા માથાનો માનવી જાણી શક્યો નથી. તો ભાઈ, તારું તો શું ગજું? ક્યાં કાળની અનંતતા અને કયાં તારું સીમિત આયુષ્ય ! જ્ઞાનીઓ કહે છે કે કેવો ઉત્તમ છે આ નરભવ. તે તે ક્ષુદ્રતામાં ગુમાવ્યો. પચાસ, સાઠ, સીત્તેર અરે સો વર્ષ તો ક્યાંય પૂરાં થઈ ગયાં. સવાર પડી ન પડી ત્યાં તો તું રાત્રિને જુએ છે. સંસારમાં તારો સમય લૂંટાય છે. તેમાં જો શુભયોગ હોય તો તું એમ માને છે કે ઓહો ! સમય તો ક્યાંય પસાર થઈ ગયો ! પણ ભાઈ ! તું કબીરની વાણીનું શ્રવણ કર. કંઈક વિચાર કે બાળપણ ખેલકૂદમાં ગુમાવ્યું, યુવાની વિષયભોગમાં ગાળી. પ્રૌઢાવસ્થામાં વ્યાપારધંધામાં મસ્ત રહ્યો. બુઢાપામાં ભૂતકાળને વાગોળતો રહ્યો. એસી-સો વર્ષ તો આંખની પલકમાં પૂરાં થયાં પણ તે શું મેળવ્યું ? ચિરવિદાય વેળા તારી સાથે શું આવશે ? કોઈ સવિચારે કરી તું પસ્તાય તો પણ હવે ઘણું મોડું છે. જેમ પેલું સૂઆ નામનું પક્ષી સિમલ નામના પદાર્થની લાલચમાં તે સ્થાનને છોડતું નથી. પરિણામે પારધિની જાળમાં પકડાઈને જીવનભર ગુલામી વેઠે છે, પછી પસ્તાય તો પણ કોઈ ઉપાય તેના હાથમાં નથી. જેમ વહી ગયેલું પાણી પાછું વાળી શકાતું નથી, તેમ વહી ગયેલો અમૂલ્ય સમય પાછો લાવી શકાતો નથી. પસ્તાવાથી પણ કશું મળે તેમ નથી. તારી અવસ્થા જેમ જેમ બદલાઈ તેમ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ તેમ તે પુલજનિત સાધનો બદલ્યાં અને વિવિધ વિષયોમાં રમ્યો. જન્મ્યો ત્યારે પારણામાં સૂતો, કંઈક બેસતો થયો ત્યારે રમકડાંથી રમ્યો, શિશુવયમાં આવ્યો ઢીંગલા-ઢીંગલી રમ્યો, કુમાર અવસ્થામાં આવ્યો ગલ્લીદંડા કે બોલબેટ રમ્યો, યુવાની આવી ત્યારે તું સ્વયં દીવાનીમાં આવ્યો. તને રમવાના સાધનોમાં સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ મળ્યાં. સમય અવિરતગતિએ પસાર થતો રહ્યો. પ્રૌઢાવસ્થા આવી, વ્યાપાર-ધંધો યશકીર્તિ સમારંભો અને અનેક પ્રકારના વ્યવસાયમાં પડ્યો. તને એ જાણવાનો અવકાશ ક્યાં હતો કે આ નરભવ શું અને તેમાં ખોવાનું શું અને ગુમાવવાનું શું ? એ સર્વ પ્રકાર અને પ્રસંગમાં તને એમ લાગે છે મારું જીવન તો સાર્થક થઈ રહ્યું છે. હે મહાનુભવ ! આ માનવજીવન ઘર-બાર, સ્વજન, યશકીર્તિ જેટલું સીમિત નથી. તે તો પુણ્યયોગનાં સ્ટેશનો છે. માનવજીવનની સાર્થકતાની યાત્રા તો તેનાથી ઘણી દૂર છે. તે યાત્રા માટે વિચારદશા બદલવી પડશે. એ સાધનોમાં તારે જીવનનો વ્યવહાર શુદ્ધ કરવો પડશે, માયા–પ્રપંચને ઘટાડવાં પડશે. માન-મોટાઈ મૂકવી પડશે, બાહ્ય પથારો સંકેલવો પડશે, પ્રારંભમાં તને કઠણ લાગશે, પણ આ ધર્મયાત્રા ખૂબ જ રસપ્રદ છે, તેનો પ્રારંભ કોઈ સદ્દગુરુના યોગે કરી જોજે. કોઈક નર ઇમ વચન સુણીને, ધર્મ થકી ચિત્ત લાવે; પણ જે પુદ્ગલઆનંદી તસ, સ્વર્ગતણાં સુખ ભાવે. ૩૨ યોગાનુયોગ કોઈને સદગુરુનો યોગ થતાં તેમના વચનનું શ્રવણ કરીને ધર્મમાર્ગની રુચિ થાય છે. પ્રારંભની ભૂમિકાને યોગ્ય હજી બાળચેષ્ટા હોવાથી તે જીવને પુણ્યની સામગ્રીમાં ધર્મ થવાનો ભાસ પેદા થાય છે. તે માને છે કે હું જે આ બાહ્ય તપ, જપ ક્રિયા વગેરે કરું છું તેનાથી મને આલોકમાં સુખ અને પરલોકમાં સુખ મળશે. કારણ કે દીર્ઘકાળથી તેણે તેવા જ સુખની બુદ્ધિનું સેવન કર્યું છે અને તેના સાંભળવામાં આવ્યું છે. આ કાળમાં મોક્ષ નથી માટે બાહ્ય તપ ક્રિયા આદિથી પુણ્ય કરો તો સ્વર્ગનાં સુખ મળશે. પરપદાર્થથી સુખ મળે છે તેવી માન્યતાવાળા જીવને આ વાત સરળતાથી રુચિ જાય છે. તેથી તે આત્મિક સુખનું ઈષ્ટ કાર્ય કરી ૪૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #54 -------------------------------------------------------------------------- ________________ શક્તો નથી. ધર્મ પ્રત્યે રુચિ થવા છતાં સાચા ધર્મનો, શુદ્ધધર્મનો મર્મ તેની સમજમાં આવ્યો નહિ. તેણે કથંચિત ઉપદેશ પણ એવો સાંભળ્યો કે જેમાં સંસારના સુખ સુધી તેનો વિચાર પહોંચે. પુણ્ય અને શુદ્ધ ધર્મ ભિન્ન છે તે તેને સમજાયું નહિ. પુણ્યથી સ્વર્ગ મળશે તેમ તે માનતો થયો. મોક્ષસ્વરૂપ પોતાનું સ્વાભાવિક સ્વરૂપ તેની સમજમાં ન આવ્યું. તેને તેવા બોધનો યોગ ન મળ્યો. - જ્ઞાનીજનોએ પુણ્યના પ્રકારો બતાવતાં કહ્યું કે ભાઈ પુણ્યના બે વિભાગ છે. હેય અને ઉપાદેય દૃષ્ટિ તેમાં યોજવાની છે. એક છે પાપાનુબંધી પુણ્ય, બીજું છે પુણ્યાનુબંધી પુણ્ય. વર્તમાનમાં મળતા સાંસારિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સગવડ પૂર્વ પુણ્યનું પરિણામ હોવા છતાં તે પુણ્યહીન પુણ્ય છે. કારણ કે જીવને પુણ્યનો ભોગ કરાવી શુદ્ધ ધર્મ ચુકાવી પાપના બંધનમાં લઈ જાય છે. કોઈ પણ પૌગલિક પદાર્થોના ભોગની આસક્તિ આત્મસ્વભાવથી વિપક્ષવાળી હોવાથી તે લોકસ્થિતિના કર્મ – સ્વભાવના નિયમથી બંધનકર્તા છે. જે પુણ્યનું પરિણામ પાપજનિત હોય તે પુણ્ય હોવા છતાં મૂળમાં પાપરૂપ છે. જેમ લીમડાનું મૂળ કડવું છે એટલે તેનાં થડ, પાંદડાં કે શાખા સર્વ કડવું હોય છે. ગોળનો ગમે ત્યાંથી ટુકડો કાપો તે ગળ્યો જ હોય છે. તેમ જેનું પરિણામ દુઃખજનિત હોય તો તેના મૂળમાં પુણ્યયોગથી મળતું સુખ એ ભાસ હોવાથી દુઃખજનિત છે. - પૂર્વે કોઈ ધર્મક્રિયા કે અનુષ્ઠાનના સેવનમાં જીવે સાંસારિક સુખની આસક્તિએ પૌદ્ગલિક સુખની અભિલાષા રાખી હતી. તે અનુષ્ઠાનનું ફળ એ પ્રકારના સુખનું ઇચ્છવું હતું. તેણે માન્યતા સેવી હતી કે આ યાત્રાનું ફળ મને સારી નોકરી મળો. દાનના ફળરૂપે મને વિશેષ ધન મળો. એ સમયે શુભ ભાવ પણ હતો. શુભ ભાવના પરિણામે પુણ્યકર્મનો બંધ થયો અને ઈચ્છા પીલિક સુખની હતી તેથી તે પુણ્યકર્મે તેવા યોગ આપ્યા. આવું પુણ્ય પાપાનુબંધી પુણ્ય હોવાથી તેને ત્યાજ્ય ગણ્યું છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ તેમાં આસારા ગુણોના આજનતાં પુરાકમાં બીજા પુણ્યનો પ્રકાર છે પુણ્યાનુબંધી પુણ્ય. આ પુણ્યનું ઉપાર્જન સમત્વ પ્રાપ્ત જીવને હોય છે. શુદ્ધ ભાવનાથી, નિસ્પૃહતાથી, ફળાકાંક્ષા રહિત કરેલા ધાર્મિક અનુષ્ઠાનોનું એ પરિણામ છે. વળી સમક્તિયુક્ત આત્માની ભાવના તત્ત્વદર્શી હોય છે. તે માને છે પુણ્યયોગે મળેલી સાંસારિક સંપત્તિ, સ્ત્રી, પુત્ર, ઘર, ધન વગેરે સ્વયં પુણ્યકર્મનો યોગ છે. તેમાં મારું કંઈ નથી. આમ તે જીવ પુણ્યથી મળેલી સામગ્રીને સુખ ન માનતાં પુણ્યકર્મ માને છે. અને ધર્મ આત્મ સ્વરૂપના ગુણોના આવિર્ભાવને માને છે. પુણ્યયોગ હોવા છતાં તેમાં આસક્તિ ન ઉપજાવે તે પુણ્યાનુબંધી પુણ્યનું બળ છે. કેમકે સમક્તિને કારણે તે જીવનમાં તત્ત્વદૃષ્ટિ પરિણામ પામી છે. આથી આ પુણ્યને ઉપાદેય માન્યું છે. અર્થાત્ પુણ્ય કેવળ ઉપેક્ષા કરવા યોગ્ય નથી પરંતુ તેના ભેદને સમજીને હેય ઉપાદેયનો વિવેક આદરવાનો છે. યદ્યપિ પુણ્ય એ કર્મ છે તેથી આશ્રવ છે. શુભ કે અશુભ આશ્રવ એ બંધનું કારણ છે. પરંતુ સંસારી જીવો અશુભના ભાવમાં નિરંતર રચેલા રહે તો તેઓ ધર્મમાર્ગને ક્યારે પણ જાણે નહિ. નરભવ પામીને તે અશુભ કે અસત્ કાર્યોનો ત્યાગ કરે, શુભ કે સત્કાર્યોને આચરે ત્યારે અશુભ ભાવ છૂટી, જીવના પરિણામ શુભપણે પરિણમે છે. તે ધર્મમાર્ગમાં પ્રવેશ કરવાનું એક સાધન બને છે. કેવળ અશુભભાવવાળો પાપવૃત્તિ કે પ્રવૃત્તિવાળો જીવ આત્મા, ધર્મ, ગુણસંપન્નતાને જાણતો નથી, માનતો નથી, સ્વીકારતો નથી. બાહ્ય ક્રિયાનાં સાધન દ્વારા પણ જીવને ધર્મ કે કર્મ, મર્મ સમજવાનો અવસર મળે છે, ત્યારે પ્રથમ પાપવૃત્તિ અને પ્રવૃત્તિ છૂટે છે. તે જીવ દાનાદિ ધર્મ, તપ જપ આદિ બાહ્યક્રિયા કરે છે. તેના મૂળમાં શુદ્ધધર્મની પ્રાપ્તિની ભાવના છે. તેથી તે ઉત્તમ પુણ્યનો અધિકારી બને છે. આવું પુણ્ય એક ભોમિયાનું કાર્ય કરે છે. ભોમિયો જેમ માર્ગ બતાવીને પાછો વળે છે તેમ ઉત્તમ પુણ્ય જીવને માર્ગે ચઢાવવામાં સહાય કરે છે. એવા પુણ્ય વગર ઉત્તમ સંસ્કારયુક્ત નરભવની પ્રાપ્તિ પણ સંભવ નથી. પુણ્યથી ડરવાનું નથી અને અટકવાનું નથી. પરંતુ ४४ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #56 -------------------------------------------------------------------------- ________________ તેનો સદ્ઉપયોગ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે કરી તે દિશા પકડવાની છે. પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ ન માનવું પણ શુદ્ધ ધર્મના લક્ષ્યની દૃઢતા માટે જે જે બાહ્ય કે અંતરંગ સાધન કે સાધનાની આવશ્યક્તા હોય તેનો સહયોગ આવા ઉત્તમ પુણ્યના નિમિત્તે મળે છે. માટે પુણ્યની કેવળ ઉપેક્ષા ન કરવી અને પુદ્ગલાનંદી થઈ ત્યાં અટકી ન જવું. પરંતુ ઉત્તમપુણ્યના યોગને જાણી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થવું. ૩૩ સંજમકેરાં ફળ શિવસંપત, અલ્પમતિ નવિ જાણે; વિણ જાણે નિયાણાં કરીને ગજ તજ રાસભ આણે. સંયમ અર્થાત્ આત્મસ્વરૂપમાં પ્રવેશ છે. તેનું ફળ શિવપદ છે. પણ અલ્પમતિ તે સુખને જાણતો નથી. એટલે સંયમના બદલામાં સંસાર ઊભો કરે છે. નિયાણું એટલે ધર્મઅનુષ્ઠાનના બદલામાં સંસારનું સુખ ઇચ્છવું. અજ્ઞાને કરીને કોઈ મૂર્ખ હાથીના બદલામાં ગર્દભને માંગે તેવી આ નિયાણાની મૂર્ખાઈ છે. પૌદ્ગલિક સુખના રસિકને ભૌતિના સુખનાં સાધનોથી આગળ કોઈ મહિમાવંત વસ્તુ છે તેનો ખ્યાલ નથી. મોક્ષનું સુખ તેને માટે પરોક્ષ છે, અને પાંચે ઇન્દ્રિયોનું સુખ તેને માટે પ્રત્યક્ષ છે. આવો ભ્રમ સેવીને તે પુરુષ માનવ તરીકે ચક્રવર્તીના સુખ અને દેવલોકમાં દેવના સુખને જ ઇચ્છે છે. જે સુખની પાછળ દુ:ખ હોય. જે સુખ ભોગવતાં આકુળતા હોય તેને ભલા સુખ કેવી રીતે માનવું ! સુખ પુણ્યઆશ્રિત છે. પુણ્ય જીવના શુભભાવને આશ્રિત છે, જ્ઞાની સિવાય એવી ઉત્તમભાવનાની પરિણતિ સંસારી જીવને ટકતી નથી, તેથી પુણ્ય ભોગવતા તે સમયે પાછું દુઃખનું કારણ ઉત્પન્ન થાય છે. પરંતુ અજ્ઞાની જીવ તે જાણતો નથી. વળી દેવલોકનાં સુખ તો બિલના બકરા જેવાં છે. બકરાને ખવરાવીને હૃષ્ટપુષ્ટ બનાવે પછી તેનો બિલ આપે. તેમ દેવલોકના સુખ જીવને સુખથી હૃષ્ટપુષ્ટ કરે પરંતુ આયુષ્યકર્મ પૂરું થતાં ધરતી પર તિર્યંચ જેવા જન્મ અપાવે. આથી જ્ઞાની શુભ અને અશુભ બંને ભાવોમાં મધ્યસ્થભાવ રાખીને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધભાવમાં રહેવા પ્રયત્ન કરે છે. તેથી તેઓ દુઃખમાં પણ પ્રસન્ન રહે છે. કારણ કે તેમનું અંતર તૃપ્ત છે. દુઃખ મૂકી સુખ પસંદ કરવું તે વિવેક નથી. મુક્તિને પસંદ કરવી તે માનવ ચેતનાનો વિવેક છે. સાંસારિક સુખ ક્ષણિક અને માયાવી છે. તેમાં આત્માનું હિત નથી. માટે આત્મજ્ઞાન વડે સાચા સુખના અભિલાષી થવું. સુખ પછી દુઃખ આવતું હોય તો તે સુખને સારું કેવી રીતે માનવું ? અને પછી જો દુઃખ પછી સુખ આવતું હોય તો તે દુઃખને દુ:ખ કેવી રીતે માનશો ? આવી વિચિત્ર પરિસ્થિતિ શુભાશુભ કર્મને કારણે છે. સંયમ, તપ, અનુષ્ઠાન વગેરે મૂલ્યવાન સાધનોના બદલામાં તુચ્છ એવા વિષયો માંગવા. ચક્રવર્તી કે દેવેન્દ્રની પદવીનું નિયાણું કરવું તેને મહાદોષ કહ્યો છે. શલ્ય એટલે દોષ, આત્મભાન ભુલાવતો દોષ. સંયમના બદલામાં ભાન ભૂલીને સંભૂતિમુનિએ નિયાણું કર્યું. ચક્રવર્તી પદ પામ્યા પણ પછી બલિના બકરાની જેમ નરકમાં ધકેલાઈ ગયા. વિષયભોગ એ આત્મસ્વરૂપને બાધા કરતું, ભુલાવી દેતું, હલકી વૃત્તિમાં લઈ જતું નિમિત્ત હોવાથી તેનું પરિણામ ભયંકર દુઃખદાયક છે. વાસ્તવમાં સંયમનું સુખ તો શિવપદ છે, તે અલ્પમતિ જાણતો નથી તે લોભામણા સુખમાં લોભાઈને તેનું અવમૂલ્યન કરી અંતે દુઃખ પામે પૌલિક સુખ રસ રસિયા નર, દેવનિધિસુખ દેખે; પુણ્યહિન થયા દુર્ગતિ પામે; તે લેખાં નવિ લેખે. ૩૪ સદ્ગુરુ ગમે તે વાત સમજાવે. પણ પૌદ્ગલિક સુખના રંગે રંગાયેલો રસિક જીવ તો પરલોકના દેવાદિ સુખની અભિલાષા રાખે છે. આ ભવમાં જો તેને તેવાં સુખો મળતાં હોય તો તે ઘણું કષ્ટ વેઠવા તૈયાર છે. તે વિચારે છે કે કષ્ટ ભોગવીને દેવલોકના સુખ મળે તો ભયો ભયો. - દેવલોકના સુખનાં પરિણામની તને ભલે ખબર ના હોય પણ જ્ઞાનીના વચન પર વિશ્વાસ મૂકીને સાંભળજે. જ્ઞાનના દોરે પરોવાયા ૪૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #58 -------------------------------------------------------------------------- ________________ વગર તું દેવલોકમાં ગયો, ત્યાંનાં સુખભોગનાં અત્યંત ઉત્તમ સ્થાનો જોઈને તું ચકિત થઈ જઈશ. અને લોભાઈ પણ જઈશ. તને થશે કે વળી આનાથી વધુ સુખ શું હોઈ શકે. ત્યાંનો કાળ તો લાંબો છે પરંતુ અવધિવાળો તો ખરો જ ને ? દેવલોકની સ્વયં એવી રચના છે કે છ માસ આયુષ્યના બાકી રહે ત્યારે તને દેવલોકના પ્રતીક રૂપે મળેલી માળા કરમાવા માંડે, ત્યારે તું વિસ્મય પામે. તને ખબર પડે કે તારે હવે અહીંથી જવાનો સમય થયો છે. અને તારા હાંજા ગગડવા માંડે છે. પગ ધ્રૂજવા માંડે છે. વળી તારી પાસે ત્યાં અવધિજ્ઞાન હોવાથી તને તું જન્મ લેવાનો છું તે સ્થાન દેખાય છે. ક્યાં પાણીનાં સ્થાનો, ક્યાં હીરાની સોનાની ખાણો, ક્યાં સુંદર વૃક્ષો, ક્યાં સપ્તધાતુથી ભરેલું ગર્ભસ્થાન. તું કંઈ વિચારે તે પહેલાં તો એ છ માસ પૂરા થઈ જાય છે. તારું પુણ્ય પણ પૂર્ણ થાય છે. અને તું અનિચ્છાએ તે તે સ્થાનમાં જન્મ લે છે. ભૂલી જા કે તેં દેવલોકનાં સુખ ભોગવ્યાં હતાં. સાગરની ઉપમા પામેલાં વર્ષોની ગણતરી કરવા જાય તો તેનું કોઈ લેખું તું ગણી શકતો નથી. એ કાળ તો ઝડપથી પૂરો થયો અને તારે ભાગ્યે તો દુર્ગતિના સ્થાનમાં દુઃખ જ ડોકિયાં કરતું રહ્યું. દેવતણાં સુખ વાર અનંતી, જીવ જગતમેં પાયા; નિજસુખવિણ પુદ્ગલસુખસેંતી, મન સંતોષ ન આયા. ૩૫ ભાઈ ! તારી અલ્પમતિથી આ જગતનું સ્વરૂપ સમજાય તેમ નથી. તારે જો સન્માર્ગે ચઢવું છે તો સર્વજ્ઞના કથન પર, તેમના વચન પર વિશ્વાસ મૂક, નિષ્કામ કરુણાશીલ સત્ પુરુષોએ જગતનું સુખદુઃખરૂપી દ્વંદ્વાત્મક સ્વરૂપ જોયું. પ્રથમ તેઓ સ્વયં જાગૃત થઈ ગયા. એ દ્વંદ્રમાંથી બહાર નીકળ્યા. અને જગતના જીવોને કહ્યું કે ભાઈ ! તમે ભલે દેવલોકમાં જાવ અરે ! તમે અનંતીવાર ગયા છો, પરંતુ પાછા દુઃખ જ પામ્યા છો. કારણ કે આ કર્મનો ન્યાય ઘણો વિચિત્ર છે. જીવ સ્વરૂપમાંથી બહાર નીકળી વિભાવદશામાં ગયો કે કર્મ દુ:ખદરૂપે પરિણમે છે, અને દેહ દ્વારા જીવને દુઃખ-પીડા આપે છે. આવા લોકસ્થિતિના નિયમને નાગેન્દ્ર કે જિનેન્દ્ર તોડી પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ४७ Page #59 -------------------------------------------------------------------------- ________________ શક્યા નથી. કેવળ આત્મજ્ઞાન વડે સર્વ પરભાવથી મુક્ત થઈ ગયા. પૌદ્ગલિક પદાર્થોમાં પોતાનામાં જ સુખનો ભાવ નથી તો તને કેવી રીતે સુખ આપે ! ઉનાળાની ગરમીમાં તને ઠંડા સ્પર્શનું સુખ લાગે પણ જો તે સુખ હોય તો શિયાળામાં તારા મનોભાવ બદલાય નહિ. તને મીઠાઈ ઘણી ગમે છે પરંતુ કોઈ દર્દ થતાં તું કોને બચાવવા તેનો ત્યાગ કરે છે ! જેને માટે ત્યાગ કરે છે તે બચે છે ખરું ? સુખ મનના અભિપ્રાયને આભારી છે. અને મન તો તરંગી છે. વૃત્તિઓ પલટાતી રહે છે. એટલે જે પદાર્થો સુખરૂપ માન્યા હતા તેને વળી પાછા દુઃખરૂપ જણાવે છે. આવા ક્ષણિક સુખનો ધુણાવ્યો તું ધૂણે છે. પરંતુ તારા આત્મિક ગુણો સિવાય તને ક્યાંયે સુખ મળવાનું નથી. સુખ આત્માના સમત્વમાં રહેલું છે તે બહાર શોધવાથી કેમ મળે ? ભલે તેં દેવલોકમાં લાંબું આયુષ્ય ભોગવ્યું પણ પાછો તું લૂખો ને લૂખો. બજારમાં વેચાતી વસ્તુઓની ફૅશન રોજ બદલાય. તું આજે જે ચીજ લાવે તે કાલે જૂની થઈ જાય અને તેમાં તેં માનેલું સુખ પણ કલ્પના બની જાય. એવા અલ્પકાલીન સુખનો ભાસ ઊભો કરતા પદાર્થોમાંથી તને સંતોષ કેવી રીતે મળે ? સંતોષ એ તો આત્મિક ગુણ છે. મન તૃષ્ણાથી વ્યાકુળ છે. ઇચ્છાઓનું અક્ષયપાત્ર છે, તેને પૂર્ણપણે કેવી રીતે ભરી શકાય ? જે શક્ય નથી તેને માટે તું અનંતીવાર પ્રયત્ન કર્યા જ કરે છે. હવે એક વાર નિજસ્વભાવના સુખ પ્રત્યે દૃષ્ટિ કરી જો. તો તને સાચા સુખની પ્રાપ્તિ થશે. પ્રાણીમાત્ર ઇચ્છાવાળું છે. પરંતુ તેને ખબર નથી કે આ ઇચ્છા શું છે ? દરેક પ્રાણીની ઇચ્છા અનંત હોય છે. તેમાં એક ઇચ્છા મુખ્ય છે અને તે સુખ મેળવવાની. પૌદ્ગલિક કોઈ પણ સુખ મર્યાદિત હોય છે, અને અસ્થાયી હોય છે. મોટા ભાગના જીવોને આવો ખ્યાલ હોતો નથી. તેને તે ભ્રમ સેવે છે. તારા પુણ્યયોગે તને કંઈક બોધ મળ્યો છે માટે એક વાર અંતરને પૂછતા શીખી લે કે સુખ ક્યાં છે ? હું જેને સુખ માનું છું તે સુખ છે કે ઉચાટ ૪૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #60 -------------------------------------------------------------------------- ________________ કરાવનાર કોઈ પરિણામ છે ? તને જરૂર સાચી દિશા મળશે. અને ભ્રમ ટળી જશે. તારી બુદ્ધિમાં – જ્ઞાનમાં સમજાશે. જો દેવલોકનું સુખ અનંતવાર પામવા છતાં ક્યાંય સુખ મળ્યું નથી તો જરૂર સુખનું સ્થાન કંઈ અન્ય હોવું જોઈએ. પુદ્ગલિક સુખ સેવત અહનિશ, મન ઈન્દ્રિય ન ધાવે; જિમ વૃત મધુ આહૂતિ દેતાં, અગ્નિ શીત નવિ થાવ. ૩૬ આ એક વિરાટ પ્રશ્ન છે કે “સુખ' ક્યાં છે? સુખ ઇચ્છતો માનવી દોડાદોડ કરે છે. તેને પૂછીએ કે, તું સુખ પામ્યો ! તો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. રોજબરોજ, અહર્નિશ, રાત્રિ-દિવસ તું સુખને ઇચ્છતો, સુખને શોધતો, સુખને ભોગવતો હોવા છતાં તારા મન ઇન્દ્રિયને સંતોષ છે ! તેમને તને કહ્યું કે હવે બસ થઈ. ધાર કે આંખ કોઈ પદાર્થ જોઈ જોઈને થાકે, નાક સુગંધથી થાકે, કાન શ્રવણથી થાકે, પેટ ભરાઈ જાય, જીભ થાકે, પણ તારું મન થાકે છે ? તે તો રોજ નવું નવું શોધે છે. કાન થાકે તો આંખને લલચાવે છે. આંખ થાકે તો જીભને કામ સોંપે છે. પણ મને ક્યારેય ધરાતું નથી. જેમ બળતા અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ ઠંડો પડતો નથી, વધુ પ્રજ્વલિત થાય છે. જો અગ્નિને ઠંડો કરવો હોય તો ઘીને બદલે જળ સિંચન કરવું પડે. તેમ મન અને ઈન્દ્રિયોના વિષયને જો શાંત કરવા હોય તો આત્મજ્ઞાનનું સિંચન કરવું પડે. સંજ્ઞા અને સંસ્કારવશ ઈન્દ્રિયોનું કાર્ય વિષયનું ભાન કરાવવાનું છે. મનમાં પૂર્વ સંસ્કારનું બળ છે તેથી ઈન્દ્રિયોએ શોધેલા વિષયોમાં તે મસ્ત બને છે. પણ તે ધરાતું નથી. રોજ નવા નવા વિષય માંગે છે. એક રંગથી કેમ ચાલે ? અનેક રંગ જોઈએ. એકલી મીઠાઈથી કેમ ચાલે ? સાથે ફરસાણ જોઈએ. ઇન્દ્રિયજન્ય સુખ તે જોતો રહે અને વણસી જાય તેવા છે. જાણે કે વીજળીનો ચમકારો ઘડીક સુખનો ભાસ થયો ન થયો ને છૂમંતર થઈ જાય. વળી વિષયના ભોગ પછી ભેટમાં રોગ મળે. વૃદ્ધાવસ્થાનાં દુઃખ મળે. પૌદ્ગલિક પદાર્થોનું લક્ષણ વાદળા જેવું છે, સખત પવન આવે તો માઈલો સુધી ચાલ્યું પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ જાય અથવા અણધાર્યું વરસી પડે. તેમ તને મળેલા દેહ અને ઇન્દ્રિયોનો ભરોસો શું રાખવો ? ગમે ત્યારે રોગાદિ દગો કરે અને તારે સુખને બદલે દુઃખ ભોગવવું પડે. કોઈએ મનને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભાઈ ! હવે છોડ, આ પિંજરું થાક્યું છે. ઘડપણ આવ્યું, ઇન્દ્રિયો થાકી છે. ત્યારે મન વળી નવું પિંજરું માગે. રોગ આવે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી ન શકે ત્યારે મન દુઃખી થઈ જાય. પણ તૃપ્ત તો થાય જ નહિ. ફક્ત યોગીજનો જ જ્ઞાનબળે એને સંતુષ્ટ કરી શક્યા છે. - સામાન્ય સંસારી ધર્મના આધાર પર જ આ મનને કંઈક ધરપત આપી શકે છે. સમજ આપી શકે છે. ભાઈ આ મન અને ઇન્દ્રિયો વિષયોનો અક્ષય ખજાનો છે, છતાં તું ધરાતો નથી. પણ તેમાં વધારો કરવા નવા નવા સાધનો ઉમેરતો જાય છે. અન્યત્ર જવાની વેળા આવે છે ત્યારે તું ક્ષોભ પામે છે. માટે બોધ પામ કે ઈધન વડે અગ્નિ પ્રજળતો જ રહે છે, તેમ આ ઇચ્છાઓ તો વિષયો વડે પ્રજ્વલિત થતી રહે છે. તેને આરો કે છેડો નથી. એ આવા કેટલાય જન્મને સ્વાહા કરી ગઈ. માટે ઘી હોમવાનું બંધ કરી જળસિંચનથી જેમ અગ્નિને શાંત કરાય છે તેમ સંતોષ વડે મનને શાંત કરવું. જિમ જિમ અધિક વિષય સુખ સેવે, તિમ તિમ તૃષ્ણા દીપે; જિમ અપેયજલ પાન કીયાથી, તૃષ્ણા કહો કિમ છીએ? ૩૭ ઇન્દ્રિયોના વિષયની રચના જ સાપ છછુંદર ગળે એના જેવી છે. વિષયોનો ભોગ કરે ત્યારે લાગે હવે જરૂર નહિ પડે. ઘણું જોયું ઘણું ખાધું પણ થોડો સમય ગયો કે પાછી એ ઈન્દ્રિયોની માંગ ચાલુ રહે છે. અને જેમ જેમ પદાર્થો મળતા જાય તેમ તેમ તેની તૃષ્ણા વધતી જાય. તૃષ્ણા સાથે લોભ ભળે પછી તો જીવ પરાધીન બને છે. લોભના સામ્રાજ્યમાં તેનામાં અંધકાર વ્યાપી જાય છે. તેનું મન સતત વિચારોમાં જ ગૂંચાયેલું રહે છે કે ક્યાંથી શું મેળવું, કેમ મેળવું, વધુ કેમ મળે ? અને પછી એ મેળવવા જાતભાતના વિકલ્પો કરે છે. પ૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #62 -------------------------------------------------------------------------- ________________ લોભથી ઘેરાયેલા તેને ધાર્યા પ્રમાણે મળી જાય પછી તેની મહત્ત્વાકાંક્ષા ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. જો તેની પાસે ધન વધી જાય તો તેની અધિક વૃદ્ધિ કરવા વળી પ્રપંચ આદરે છે. ચક્રવર્તી પણ વધતા પરિગ્રહને ઇચ્છે છે. આભને છેડો નથી તેમ જીવની લોભપ્રકૃતિનો કંઈ છેડો નથી. લોભનો કોઈ થોભ નહિ. લોભથી ક્ષોભ પામેલો જીવ વિચારી શકતો નથી કે આ લોભમાં મને કંઈ લાભ ખરો કે નહિ ! મૃગજળની પાછળ મૃગ દોડે તેમ વિષયથી આક્રાંત થયેલો જીવ દોડ્યા કરે છે પણ તેને તૃપ્તિ થતી નથી. તૃષ્ણા અને લોભનું યુગલ માનવને બેચેન બનાવે છે. રોજે નવું નવું મેળવવા લોભ તેને આકુળ કરે છે. અને તૃષ્ણા નવી નવી આશાઓ ઊભી કરે છે. અપેયજળ – મૃગજળથી તૃષા કેમ છીપે ? જ્યાં મૂળમાં જળ નથી ત્યાં તેનું પાન કેવી રીતે થઈ શકે ? તેમ જેનામાં સંતોષ નથી એવી તૃષ્ણા ક્યાંથી છીપે ? નારદજીની ભલામણથી એક દરિદ્રિ કુબેર પાસે ધન મેળવવા ગયો. નારદજીની ચિઠ્ઠી હોવાથી કુબેરે જાતે પેલા દરિદ્રિના પાત્રમાં ધન્ આપવા માંડ્યું. પણ આ શું ? કુબેરના કેટલાય ખજાના પેલા પાત્રમાં ઠાલવવા છતાં પાત્ર તો અપૂર્ણ જ રહ્યું. કુબેરે વિચાર્યું આ કોઈ દેવ દરિદ્રનું રૂપ ધારણ કરીને આવ્યો છે કે શું ? પણ તેનાં ચિહનો માનવનાં હતાં. આંખ પલકપલક થતી હતી. કુબેરે પોતાની લબ્ધિ વડે પેલું પાત્ર જોયું. ઓહ ! આ તો મનુષ્યની ખોપરીનું બનેલું પાત્ર છે. તેમણે નારદજીને વિનંતી કરી કે આ ધરતીના માનવને અહીં સુધી મોકલશો જ નહિ. માનવની બુદ્ધિનો જવાબ માનવ આપી દેશે. જગતમાં સંપત્તિનો કે પદનો છેડો આવે પણ આ તૃષ્ણાનો છેડો ક્યાં ? સુખેથી રોટલા રળી લેતો હોય તો પણ તેના મોટા ભાગનો માનસિક સમય તો આ હોદ્દા પરથી ઊડીને આગળના હોદ્દા પર ચોંટ્યો હોય, જો તેને તે સમયે ધારેલો હોદો મળી જાય તો વળી વિચારે કે મોટા પ્રમુખ-પ્રેસિડેન્ટ ક્યારે થાઉં ? કદાચ ભાગ્યયોગે પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ પ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ એમ બની જાય ત્યારે વિચારે કે હવે મોટો ઉદ્યોગપતિ ક્યારે થાઉં ? તેમ બને પછી તેને થાય કે ઈન્દ્રની સંપત્તિ ક્યારે મળવું ? અને કદાચ ઈન્દ્ર બની જાય તો તેને થાય હવે એનાથી કંઈ આગળ છે કે નહીં ! કહો આવી તૃષ્ણા ક્યાં જઈને તૃપ્ત થાય ! એમ કરતાં આયુષ્ય પૂરું થાય. જે દેહમાં રહી મનસૂબા કર્યા હતા તે દેહ લાકડા ભેગો થઈ જવા છતાં તૃષ્ણા તો મરે જ નહિ. પુદ્ગલિકસુખના આસ્વાદી, એહ મરમ નવિ જાણે; જિમ જાલંધ પુરુષ દિનકરનું, તેજ નવિ પહેચાણે. ૩૮ પૌદ્ગલિક સુખના આસ્વાદીનું મન નિરંતર તેવાં સ્થાનોમાં ભમ્યા કરે છે. તેને ગરમી હોય ત્યારે એમ થાય છે કે ઠંડો પદાર્થ ક્યારે મળે ? ઠંડી હવા ક્યારે મળે ? ઠંડીની ઋતુમાં તેને થાય છે કે ગરમ આહાર ક્યારે મળે. ગરમ કપડાં ક્યારે પહેરું, ત્યાં કંઈક ઠેકાણું પડે ત્યાં તો સુંદર પદાર્થો ક્યારે મળશે ? મીઠી મધુર વસ્તુઓ ક્યાં મળે તેની શોધ કરે છે. તેવી વસ્તુઓ બનાવરાવે છે અને તેને આરોગવામાં સુખ માને છે. ત્યાં વળી રસના કહે છે કેવળ મીઠાઈમાં મજા નથી, સાથે તીખાં-ખાટાં ફરસાણો જોઈએ અને તે પદાર્થો મેળવીને આરોગે છે. તેમાં આવતી સોડમથી ખુશ થાય છે. તે તે પદાર્થોને સુંઘતો જાય અને ખાતો જાય. તે વખતે તેને એમ લાગે છે કે દુનિયામાં આના જેવું સુખ ક્યાંય નહિ હોય. ત્યાં વળી ટી.વી. જેવાં સાધનો સામે બેસીને આંખને ખુશ કરે છે. દશ્યો જુએ છે, રડે છે, હસે છે, કૂદે છે, બેસે છે, તેમાં થાક લાગે તો કાનને કંઈક સાંભળવાનું આપે છે. ઇયરફોન કાનમાં ખોસી આરામખુરશી પર બેસી મજાથી સાંભળે છે. વળી વિષયાંતર કરે છે. આમ પૌગલિક પદાર્થોમાં મન ચક્કર માર્યા જ કરે છે. ઇન્દ્રિયો થાકે, વિષયો ખૂટે ત્યારે વળી માનસિક સ્મૃતિ વડે તે તે વિષયના ભોગમાં રાચે છે. પણ તે આત્મિક સુખનો મર્મ જાણતો નથી. અંધ માનવને જેમ જન્મથી સૂર્યના પ્રકાશનું જ્ઞાન નથી તેમ એ જીવને નિરામય, નિર્દોષ કે સ્વાધીન આત્મિક સુખની ખબર નથી. આત્મા શું છે એ વાત તેની સમજમાં આવી નથી, ત્યાં તેના પર પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #64 -------------------------------------------------------------------------- ________________ સુખની તો તેને સમજ જ ક્યાંથી હોય ? તેની બુદ્ધિ ઇન્દ્રિયોની ક્રિયા અને મનના કલ્પિત તરંગ સુધી મર્યાદામાં બંધાઈ ગઈ છે. તેથી તેને આત્મિક સુખની વાત ભ્રમ જેવી લાગે છે. તે વિચારે છે કે જો આત્મા હોય તો આ બધું જેમ મને પ્રત્યક્ષ જણાય છે તેમ તે જણાતો કેમ નથી ? અરે ભાઈ ! આત્મા સ્વયં પ્રકાશિત છે. તેના સંચાર અને ફુરણાથી તું આ સર્વ ક્રિયા કરી રહ્યો છે. તેં ક્યારે પણ મૃતદેહ જોયો હશે ! તેમાં ઇન્દ્રિયો હોવા છતાં તે કંઈ ખાતોપીતો કેમ નથી ? તેનું મૂલ્ય કેમ કોડી જેવું બને છે ? તેને સૌ કાઢવાની વાત કેમ કરે છે ? પુદ્ગલ આશ્રયે થયેલા ભાવોને કારણે અજ્ઞાની જીવ એમ જાણે છે કે આ હું કરું છું, હું ભોગવું છું. પરંતુ બાહ્ય પદાર્થોમાં તું કંઈ કરી શકતો નથી. ફક્ત તું તે તે પદાર્થોના નિમિત્તે રાગદ્વેષ કરે છે અને બંધાય છે. નિર્દોષ સુખનો મહિમા તેને ખબર નથી. ક્વચિત્ દુઃખની સીમા હોય છે, પણ સુખની સીમા નથી. મનુષ્યને મળેલા પદાર્થોના સુખની સીમા હોય છે. દેવોનાં આયુષ્ય દીર્ઘકાળવાળાં હોય તો તેમના સુખની પણ સીમા છે. અરે ! તિર્યંચના દુઃખની પણ સીમા હોય તે સહી શકે તેટલા દુ:ખનો અનુભવ જ તેમને થાય છે. અરે ! નારકીના જીવોના દુઃખોનો પણ સમય પાકી જાય છે. પરંતુ આત્મના નિર્મમત્વભાવનું સુખ એક વાર પ્રગટ થયું પછી અસીમ છે. વિષયાકાંક્ષા રહિત નિરામય સુખની ગંગા અનંત એવા આત્માના અમૃતસાગરમાં જઈને ભળે છે. આવો મર્મ વિરલા જ જાણે છે. ઈદ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે; પણ કિંધાકાણાં ફલની પરે, નવિ વિપાક તસ જાણે. ૩૯ દેહધારીને દેહનો, ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર સુખ મળતું નથી. વિષયસેવન સમયે તેને લાગે છે કે સુખ મળે છે. તે સુખ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ પ3 Page #65 -------------------------------------------------------------------------- ________________ કાલ્પનિક છે છતાં તેમાંથી સુખ અને આનંદ મેળવવા નિરંતર ઉદ્યમ કરે છે, અને વળી અલ્પાધિક સુખાભાસ મળી જતાં તે માને છે મેં કંઈક મેળવ્યું. તેને તે સુખના સત્ કે અસતનું જ્ઞાન નથી. કિપાકનામનું ફળ દેખાવે સુંદર, સ્વાદે મધુર પરંતુ વિષયુક્ત હોય છે. તે ફળનું આવું રહસ્ય ન જાણનાર તેને આરોગે છે અને મરણને શરણ થાય છે. તે જ રીતે માનવમાત્ર વર્તમાનમાં સુખનો આભાસ પેદા કરતાં ઇન્દ્રિયજનિત અસમાં જ સત્નો આરોપ કરી સુખ માણે છે અને પરિણામે દુઃખ આણે છે. કદાચ સાચું-ખોટું વિચારે તો સતુ-અસતની તુલના કરી શકતો નથી. પરંતુ અસતમાં જ સાચા ખોટાની તુલના કરે છે. તે તુલના ભ્રામક છે. કારણ કે પ્રારંભમાં લાગતા સુખદાયક પદાર્થો સમય જતાં દુઃખમય લાગે છે. અન્ય કરતાં મારું ઘર સારું, મારી સંપત્તિ વિશેષ છે. અન્ય કરતાં હું મોટો છું, જોવા કરતાં સાંભળવું સારું એમ તુલના કરે છે. અમુક સુગંધ કરતા અમુક સુગંધ સારી એમ તુલના કરે છે, જેમ સંસારમાં દીકરો હોંશે પરણાવે, વહુને લાડ કરે, પછી એ જ વહુ અપ્રિય લાગે. બાળકને માનો ખોળો સર્વસ્વ લાગે એ મા પત્ની આવ્યા પછી અપ્રિય લાગે. આમ જડ અને ચેતન પદાર્થો પ્રત્યે મન:સ્થિતિ બદલાતી રહે છે, તેમ તેમ સુખ-દુઃખની કલ્પના પણ બદલાય છે. અને તેમાં જ સુખની તુલના કરે તો તે વ્યર્થ છે. કલ્પના અને તુલના એ સત્ નથી. - પ્રાણીમાત્રને સુખ જોઈએ છે. તે સુખ ત્યાગથી કે ભોગથી મળે છે. ત્યાગથી મળેલું સુખ ઉત્તરોત્તર પૂર્ણતા તરફ જાય છે. ભોગથી મળેલું સુખ કિંપાકફળની જેમ ઠગારું નીવડે છે. અન્ન એવો માનવ પૌદ્ગલિક વસ્તુઓના ભોગથી સુખ મળશે તેમ માને છે. તેથી જડ વસ્તુઓનો ઉપયોગ કરી જેમાં સુખ જ નથી તેમાંથી સુખ શોધવા પૂરું આયુષ્ય ખર્ચી નાંખે છે. પૌદ્ગલિક સુખના રસિયા મન દ્વારા આત્માને પીડા પહોંચાડીને પણ સુખ ભોગવવા પ્રયાસ કરે છે. પાંચ ઇન્દ્રિયો શું છે ? જડનાં લક્ષણ જડસ્વરૂપે છે, તે આત્માને સુખ આપી શકે તેમ નથી. પરપદાર્થોનો ૫૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયો સાથે સંયોગ થવાથી અનુકૂળ પ્રતિકૂળ વિકૃતિઓ પેદા થાય છે તેમા જીવ દેહાધ્યાસી સુખદુઃખની કલ્પના કરે છે. વિષયરસિક જીવ આત્માના ગુણોને જાણતો નથી. ઊજળા દેખાતા પિત્તળને અજ્ઞ જીવ સોનું સમજે છે, અને તે મેળવીને રાજી થાય છે. વિષયો મૂળમાં તો જડના વિકારો છે, તેના સંયોગમાં ચૈતન્યસ્વરૂપ આત્માને સુખ કેવું ? કિંપાકફળ ભલેને સુંદર હોય પણ તેના મૂળમાં વિષ છે. ત્યાં અમૃતની આશા કેવી ? પૌદ્ગલિક વસ્તુઓ મેળવી તેના ભોગમાં ભલે માનવ સુખ માને, તે વસ્તુઓનો વધુ સંગ્રહ કરે, તેમાં મોટાઈ માની રાચે પણ, ભાઈ ! જો વાસ્તવમાં તે સુખ હોત તો દેહાંતર થતાં સાથે આવી શકે. તેમ થતું જોવામાં આવ્યું નથી અને આવશે પણ નહિ. માટે લોભામણાં એ જડ પદાર્થોના વિષયનો ત્યાગ એ જ તારે માટે સુખનો ઉપાય છે. કંપાક ફળ વિષયુક્ત છે તેમ તને જ્ઞાન થાય પછી પણ ભલા ! તું તેનો ભોગ કરે ? ‘ના.' વિષયભોગ વિષે તને જ્ઞાન થતાં તે પણ છૂટી જશે. ફલ કંપાથકી એકજ ભવ, પ્રાણ હરણ દુઃખ પાવે; ઇન્દ્રિયજનિત વિષયરસ તે તો, ચિંહુ ગતિમેં ભરમાવે. ૪૦ એહવું જાણિ વિષયસુખસેંતી, વિમુખ રૂપ નિત રહીયે; ત્રિકરણયોગે શુદ્ધ ભાવ ધર, ભેદ યથારથ લહિયે. એ હકીકત તો ખૂબ જ પ્રચલિત છે કે વિષભરેલું કિંપાક ફળ તેના સૌંદર્યથી અજાણ વ્યક્તિમાં આકર્ષણ પેદા કરે છે, અને તેને ખાનાર વ્યક્તિ મરણને શરણ થાય છે, પરંતુ ઇન્દ્રિય વિષય તો તેનાથી પણ વિશેષ લોભામણા છે. અને તે બધા ક્ષણિક છે કે ટકતા નથી. તેથી મન પુનઃ પુનઃ તે વિષયની માંગ કરે છે. જે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તે જ સમજી શકે છે કે આ વિષયરસમાં મગ્ન થતો ઉપયોગ સ્વરૂપના ભાન રહિત બને છે તે ભાવમરણ છે, જેટલી વાર જેટલો સમય જીવ તે પ્રત્યે આકર્ષાય છે, ભોગવે છે તેટલી વા૨ તે સમયે તે ભાવમરણને પામે છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૪૧ ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ વળી વિષયસુખના વિકારના સંસ્કાર આત્માના પ્રદેશો પર કર્મની છાપ પાડતા જાય. એટલે સ્વરૂપ વિસ્મરણથી થયેલા જે પૌદ્ગલિક ભાવ છે, તે આત્મગુણને હાનિ પહોંચાડી નવા જન્મોનું કર્મ બંધાવે છે. મહદ્ અંશે જીવ વિષયારસમાં આસક્ત બની જે માનવજન્મની ઉચ્ચ અવસ્થામાં છે ત્યાંથી નીચે ઊતરતો જાય. અર્થાત્ તિર્યંચ જેવી અશુભગતિને પ્રાપ્ત કરે છે. જ્ઞાનીજનો પદાર્થનું આવું સ્વરૂપ જાણવાથી નિઃસ્પૃહભાવે જીવોને વસ્તુનું ભાન કરાવે છે કે તમે સત્ને ગ્રહણ કરો અસત્ને છોડો. વિષયાસક્ત જીવને આ હકીકત સમજાય નહિ. રુચે નહિ, માન્યતામાં બેસે નહિ તેથી આવા બોધ પ્રત્યે અનાદર સેવે, પરંતુ તેથી કંઈ વસ્તુનું પરિણામ ફોક નીવડતું નથી. ઝેરને ઝેરરૂપે ન જાણીને ખાય તેથી કંઈ વ્યક્તિને જીવન પ્રાપ્ત થતું નથી. જીવને જાણવાની જરૂર છે કે જેમ ઝેરનું પરિણામ મૃત્યુમાં આવે છે, તેમ વિષય ભોગનું પરિણામ પણ ફોક થતું નથી. જો આત્મિક સંયમાદિમાં સુખ ન હોત તો રાજા, સમ્રાટ, બુદ્ધિમાન, વિચક્ષણ જીવો તેમને મળેલા અનેક પ્રકારનાં સુખોનો ત્યાગ કરીને જંગલની વાટે નીકળ્યા ન હોત. અને જંગલનાં કષ્ટો વેઠીને અંતે તેમણે જે પ્રાપ્ત કર્યું તેને જગતના જીવો પાસે પ્રસિદ્ધ કરવા જેવું પણ ન હોત. વળી જો આત્મિકજ્ઞાનમાં સુખ ન હોત તો સત્તાધારી, સંપત્તિવાન કે બુદ્ધિમાન ભૂતકાળમાં કે વર્તમાનમાં જંગલમાં વસતા અપરિગ્રહી સાધુ સંતો ને ચરણે નમે પણ નહિ. ત્યાં તેમનું શિર ઝૂકે નહિ. તેમનાં ચરણમાં ઝૂકવાથી તેમને શું મળવાનું છે ? ભૌતિક રીતે વિચારીએ તો પણ તેમના સંસાર સુખ સચવાય તેવા આશીર્વાદની અપેક્ષા ખરી. અને પાત્ર જીવો તો તેમના માર્ગે ચાલવાની અભિલાષા રાખે છે. તેથી પણ હે સુજ્ઞ ! તું શ્રદ્ધા કર કે સુખ નિર્વિષયી થવામાં છે. ઉપર કહી તે હકીકતનો સ્વીકાર કરીને તું વિષયોથી વિમુખ થા. રોગ થતાં કે વૃદ્ધાવસ્થા આવતાં જો તું તેને લાચારીથી છોડીશ તો તેથી કાંઈ લાભ નથી. પરંતુ પૂર્વના વિષયના વિકારો તને પીડા ૫૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #68 -------------------------------------------------------------------------- ________________ આપશે. માનવજન્મ ધરીને તને બુદ્ધિ મળી છે તેનો સદ્ઉપયોગ આત્મ સન્મુખ થવામાં છે. તું કદાચ માનતો હોય કે મને મળેલી પૌદ્ગલિક વસ્તુઓ ઉપર મારો અધિકાર છે. પણ ભાઈ ! તું શરીરમાં આવતા રોગને કે જરાને અટકાવી શકતો નથી. અશુભના યોગે ધનના વિયોગને અટકાવી શકતો નથી. અપયશને યશમાં ફેરવી શકતો નથી. અર્થાત્ પુદ્ગલ તારી સત્તામાં નથી, પરંતુ પુદ્ગલે તારા પર સત્તા જરૂર જમાવી છે કે જેથી તું તેને પળભર પણ ત્યજી શકતો નથી, તેમાં તને સફળતા મળે તેમ નથી. તારી અનિચ્છા છતાં તને દુ:ખ આપે તેવા પ્રસંગો ઊભા થાય છે. અને તે સમયે તારે તે પ્રસંગને આધીન થવું પડે છે. કદાચ તને લાગે કે મેં પરિશ્રમથી આ બધું મેળવ્યું, હવે તેને છોડવું તેના કરતાં ભોગવી લેવું. ભાઈ ! દરેક જન્મે તને તારા યોગ પ્રમાણે પૌદ્ગલિક પદાર્થો મળશે. અને તું દરેક વખતે આવી કલ્પનામાં રહેશે તો આત્મસન્મુખ ક્યારે થશે ? માટે તારી જ્યાં સત્તા છે, સ્વાધીનતા છે, તેનો ઉપયોગ કર. તારી સ્વાધીનતા તારા સ્વગુણમાં છે, જે ક્ષમા શાંતિ સમતા કે વૈરાગ્યરૂપે રહેલા છે, જેના પ્રગટવાથી સાચું સુખ મળે છે. આત્મ સન્મુખ થવા માટે પ્રથમ તને મળેલાં ત્રણ સાધન છે. મન, વચન અને કાયાના યોગ. આ ત્રણ યોગ તારા કર્મજનિત સંસ્કાર પ્રમાણે પ્રવર્તે છે. મન અનેક પ્રકારના જડ પદાર્થો પર સત્તા જમાવવાના મનસૂબા ઘડે છે. ગમતા પદાર્થો પ્રત્યે રાગ કરી રાચે છે. અણગમતા પદાર્થો પ્રત્યે દ્વેષ કરી પીડા પામે છે. વાસ્તવમાં તે તે પદાર્થો તારી સત્તામાં છે જ નહિ તેમનું પરિણમન તમને સ્વાધીન છે, અથવા જે તે પ્રકૃતિના ઉદયને વશ છે. તું તેમાં ફેરફાર કરી શકે તેમ નથી. ફક્ત તું તારા શુદ્ધ ભાવમાં રહે તો તે પ્રકૃતિજન્ય ઉદય સમાપ્ત થઈ જશે. વળી આ મન ખૂબ જૂના સંસ્કારોથી વાસિત છે. તેની પાસે વિકલ્પોનો ખજાનો છે. ચંચળતા એનું જાતિય લક્ષણ છે. અતિ વેગવાળું છે. એવું મન કેવળ આત્મજ્ઞાને કરીને, શુદ્ધ ભાવ વડે જ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૫૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ વશ રહે તેમ છે. માટે મનને શુદ્ધ અનુષ્ઠાનના અવલંબનમાં કે શુભ ધ્યાનમાં, મંત્રજપમાં જોડેલું રાખવું. વચનયોગ એ મનુષ્યને મળેલી વિશિષ્ટ ભેટ છે. આવી સ્પષ્ટ વાચા મળવી તે પુણ્યયોગ છે. સંજ્ઞી પંચેન્દ્રિયને તે તે દેહને યોગ્ય વાચા મળી છે. પરંતુ તેના સદ્ઉપયોગ માટે માનવ જ સ્વાધીન છે નારકીને મળેલી વાચા ક્રૂર પરિણામ ભળ્યા હોવાથી કેવળ ‘મારો કાપો' સિવાય અન્ય કંઈ બોલી શકતી નથી. દેવલોકની ભોગભૂમિમાં વાચા ભોગના ભાવ મિશ્રિત હોય છે તેથી ત્યાં પણ પ્રાયઃ સદ્ઉપયોગ નથી. અને સંન્ની તિર્યંચ પંચેન્દ્રિયને તેમની જાતિ પ્રમાણે મળેલી વાચાનો ઉપયોગ કેવળ પ્રાકૃતિક છે. તેની પાછળ કોઈ ૫રમાર્થ ભાવ જોડાઈ શકતો નથી. એટલે વચન મળવા છતાં પણ તે પૌદ્ગલિક સત્તાને આધીન છે. વચનયોગનું મૂળ પૌદ્ગલિક છે પરંતુ તેની પાછળ પુદ્ગલના સંયોગથી સ્ફુરિત થતા આત્માનું વિશેષ પરિણામ દરેક કણને યોગ બનાવે છે. એવા વચનયોગનો સદ્ઉપયોગ માનવ જન્મમાં સંભવિત છે. એ વચનનો ઉપયોગ ગુણગાન બોલવામાં, હિત વચન બોલવામાં મધુરભાષી કે અલ્પભાષી થવાનો છે. સ્વ-૫૨ હિતકારી વચન બોલવાનો કેવો ઉત્તમ અવસર મળ્યો છે તેને કેમ ગુમાવી દે છે ? વચનને પુષ્પ માનજે. પુણ્ય જેમ સૌંદર્ય અને સુવાસને પ્રગટ કરે છે. તેમ તું વચનને પ્રગટ કરજે. કાયયોગ એટલે શરીર અને ઇન્દ્રિયોની ચેષ્ટા. પ્રત્યેક ચેષ્ટા નિર્વિકાર બને તો તે મન શુદ્ધભાવ સન્મુખ થાય. દેહ છે તેની સાથે તેના ધર્મો કે વ્યવહાર છે. તે તે વ્યવહારાદિમાં સંયમની પ્રધાનતા હોય તો આ કાવ્યયોગ પૌદ્ગલિક છતાં પરમાર્થનું નિમિત્ત – સાધન બને છે. આ એક માનવદેહને મળેલી વિશિષ્ટતા છે. પણ એ પુરવાર ક્યારે થાય ! જો આ માનવદેહ કાયયોગ પારમાર્થિકપણે પ્રવર્તે તો ! અર્થાત્ મન દુર્ધ્યાન કે દુર્ભાવ, આર્ત્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે શુભધ્યાન કે શુદ્ધભાવમાં રહેવા નિરંતર પ્રયત્ન કરે. મનને આવા ૫૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #70 -------------------------------------------------------------------------- ________________ સત્કાર્ય કે પરમાર્થમાં યોજવા માટે જીવે સત્સંગ, સંત સમાગમ કે સશાસ્ત્રનો આધાર લેવો અત્યંત જરૂરી છે. સ્વથી પરાડમુખ થયેલા મનને વળાંક આપી પરમાર્થ સન્મુખ કરવું તે દુર્લભ છે. છતાં મનની એ ખૂબી છે કે તેને વાળ્યું વળે ખરું. તેને સદ્ભાવના પ્રત્યે લઈ જવા આધાર જોઈએ છે અને તે સત્સંગાદિથી પ્રાપ્ત થાય તેમ છે. મનોયોગને શુદ્ધ ભાવમાં જોડવાથી વચનયોગ અને કાયયોગ સહજ રીતે શુદ્ધપણે વર્તે છે. સવિશેષ અનિત્યાદિભાવના, મૈત્રી આદિ ભાવનાથી મન જો ભાવિત થાય તો તે શુદ્ધ ભાવમાં સહેજે ટકે છે. નવકારમંત્રના સ્મરણમાં રહેવાથી સરળપણે મન શુભ ભાવમાં દોરાય છે. તત્ત્વના ચિંતનની જો ચાવી મળે તો મનની ચંચળતા શમે છે. મન ભક્તિમાં જોડાય તો વિકારો શમે છે. મનને બોધરૂપે પરિણમવામાં સત્સંગ અમોઘસાધન છે. વચનયોગની નિર્દોષ શક્તિ મૌનમાંથી પ્રગટ થાય છે. એ મૌનમાં પરિણામની શુદ્ધતા હોય તો મૌન પછીનો ઉચ્ચાર સ્વ-પરહિતકારી છે. વચનશુદ્ધિ માટે તત્ત્વપ્રેરક કે વૈરાગ્યપ્રેરક પદો, શ્લોકો ભક્તિગીતોનું ગાન કરવું કે ધ્વનિ દ્વારા મંત્રનું રટણ કરવું. કાયયોગનો માનવ સઉપયોગ કરવાનો પૂર્ણ અધિકારી છે. એ દેહના સાધન દ્વારા જીવ મોક્ષમાર્ગનું સાધ્ય સિદ્ધિ કરી શકે છે. તે માટે કાયાને પૂરી સંયમમાં રાખવી પડે છે. અસંયમ કે વિષયસેવન દ્વારા મલિન થયેલો કાયયોગ મોક્ષમાર્ગને યોગ્ય રહેતો નથી. જેમ શુદ્ધભાવ એ આંતરિક ચારિત્ર છે તેમ સંયમિત દેહ બાહ્ય ચારિત્ર પ્રારંભની ભૂમિકામાં પરોપકાર જેવાં કાર્યો પણ દેહના સાધન વડે થઈ શકે છે. પરોપકાર સન્માર્ગનું બાહ્ય સાધન છે. અને અહિંસાદિભાવ એ સ્વઉપકારી હોવાથી સાધ્ય છે. આમ ત્રિકરણયોગને શુભ ભાવમાં ધારણ કરવાથી સન્માર્ગ અને ઉન્માર્ગનો યથાર્થ ભેદ સમજાય છે. વિષય અને નિર્વિષયનો ભેદ સમજાય છે. વિષ અને અમૃતના અંતરની જેમ ભોગ અને ત્યાગનો ભેદ સમજાય છે. આ ભેદ યથાર્થપણે સમજાવાથી જીવ સાચા સુખ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ અને આનંદનો સ્વામી બને છે. પુણ્ય પાપ દોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોઉ; જિમ બેડી કંચન લોઢાની, બંધનરૂપ દોઉં. ૪૨ શુદ્ઘનયની દૃષ્ટિએ પુણ્ય અને પાપ બંને કર્મજનિત પ્રકૃતિ હોવાથી, તે સંસારના પરિભ્રમણનું કારણ છે. તેથી પુણ્યથી સુખ અને પાપથી દુઃખ એવો ભેદ કરવો નહિ. ધારો કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને કારણયોગે સજા થઈ, તે પ્રતિષ્ઠિત છે માટે તેને સોનાની બેડી પહેરાવીને બજારમાં ફેરવે, અને કોઈ રિદ્રિને અપરાધની સજા થતાં લોઢાની બેડી પહેરાવીને બજારમાં ફેરવે, તેથી કંઈ પહેલી વ્યક્તિ સોનાની બેડીને જોઈને સુખી થતી નથી, બંને બેડી બંધન હોવાથી દુઃખરૂપ જ છે. જે સુજ્ઞ જીવ આવો બોધ પામે છે તે પુણ્યથી મળેલા ધન-ધાન્ય સર્વનો યથાશક્તિ સદ્ઉપયોગ કરે છે. અને પાપના ઉદયમાં સમતા રાખે છે. પુણ્યને ભોગવવા જેવું માની તેમાં તાદાત્મ્ય કરતો નથી. અને પાપથી મૂંઝાઈને આર્તધ્યાન કરતો નથી. બંનેને પ્રકૃતિજન્ય માની યોગ્ય રીતે રહે છે. પુણ્યનું સુખ હોય તો પણ તે શુભ કર્મ ૫૨ આધારિત હોવાથી, પરાધીન છે, જે પુણ્યના સુખમાં પરાધીનતા હોય તેને સુખ કેવી રીતે માનવું ? પૂર્વે સુકૃત્ય કરવાને કારણે જે શુભભાવ થયો તેને કારણે પુણ્ય થયું તે પુણ્યને સુખરૂપ કેવી રીતે માનવું ? જેમ કોઈ વ્યક્તિને ક્ષુધા કે તૃષાનો ઉપાય કરતાં સુખ લાગે છે. પરંતુ મર્યાદિત સમય પૂરતું જ સુખ છે. પરંતુ ક્ષુધા તૃષાનો સંસ્કાર તો ચાલુ રહે છે. તેમ પુણ્યજનિત સુખ મળતાં દુઃખ તેટલો સમય દૂર થાય છે પરંતુ દુ:ખ મૂળમાંથી નષ્ટ થતું નથી. જે સુખ નિત્ય ટકવાવાળું નથી તેને સુખ મનાતું નથી. માટે જ્ઞાની ભાન કરાવે છે. પુણ્ય-પાપને સમાન જાણો. પુણ્ય ભોગવતાં પુણ્ય બંધાય અને પાપ પણ બંધાય. વળી પાપ ભોગવતાં પાપ બંધાય અને પુણ્ય બંધાય. આમ ભોગ અને બંધમાં ભેદ છે. તેથી શાસ્ત્રકારોએ પુણ્ય-પાપના ચાર ભેદ બતાવ્યા છે. ૧. પુણ્યાનુબંધી પુણ્ય : જે પુણ્યનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ ૬૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #72 -------------------------------------------------------------------------- ________________ બને. જે પુણ્ય મોક્ષમાર્ગનું નિમિત્ત બને. સાકર ઉપર બેઠેલી માખ સાકરનો સ્વાદ ચાખે. અને સહેલાઈથી ઊડી જાય તેમ આ પુણ્યનો બંધ અને ઉદય હોય છે. શાલિભદ્રે નિઃસ્પૃહભાવે મુનિને આહાર દાન આપ્યું તેના પુણ્યયોગે અઢળક સંપત્તિ મળી. તેનો સદુપયોગ કર્યો અને તેનો ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધના કરી. ૨. પાપાનુબંધી પુણ્ય ઃ પુણ્યનો ઉદય થાય અને પાપ બંધાય. સાકરની ચાસણી પર બેઠેલી માંખ પૂરો સ્વાદ ન લઈ શકે અને ચોંટીને ફસાઈ જાય તેમ જીવ પુણ્ય ભોગવે, પાપ બંધાતું જાય. મમ્મણ શેઠે પૂર્વભવમાં મુનિને આહારદાન આપ્યું પણ પછી ખેદ થયો. દાનથી ફળસ્વરૂપે ધનપ્રાપ્તિ થઈ, પણ દાન પછીના ખેદને કારણે લોભની મૂર્છાએ ધનપ્રાપ્તિનો અતિ પરિશ્રમ કરી જીવનને વ્યર્થ કર્યું. અધોગતિ પામ્યો. ૩. પુણ્યાનુબંધી પાપ : પાપ-દુઃખનો ઉદય, પણ સહન કરવાના ગુણથી નવો અનુબંધ પુણ્યનો થાય. પથ્થર પર બેઠેલી માંખને ગળપણનો રસાસ્વાદ ન મળે પણ જલદી ઊડી શકે. ચાસણી પર ચોંટવા જેવું દુ:ખ ન પામે. પૂર્વના પાપકર્મના ઉદય અનુસાર રોહણીય ચોર બન્યો, પરંતુ પ્રભુ દેશનાનો જ્યારે મર્મ સમજ્યો ત્યારે સંસારનો ત્યાગ કરી પુણ્યયોગ પ્રભુ પાસે આત્મકલ્યાણ સાધ્યું. ૪. પાપાનુબંધી પાપ : પાપનો ઉદય થાય અને નવો અનુબંધ પણ પાપનો બને. વિષ્ટા પર બેઠેલી માખને ઇષ્ટ રસાસ્વાદ મળતો નથી. અને ઊડી પણ શકતી નથી. કાળ સૌકીક કસાઈ પૂર્વકર્મના યોગે હિંસાનો ધંધો કરતો હતો. પરિણામે નવા પાપનો વિશેષ અનુબંધ કરી નરકગતિ પામ્યો. નલબલ જલ જિમ દેખો સંતો, ઊંચા ચઢત આકાશ; પાછા ઢલિ ભૂમિ પડે તિમ, જાણો પુણ્યપ્રકાશ. ૪૩ જળ ભરેલું વાદળું ઊંચે આકાશે તો ચઢે છે પરંતુ પવનના ધક્કે પાછું ભૂમિ પર વસે છે, તેમ પુણ્ય વડે જીવ કદાચ છ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ જગનો નકાર, વિના જીવના પરિવારવૃત્તિવાળું છે. ખંડનું આધિપત્ય મેળવે, સ્વર્ગલોકના સુખ મેળવે, પરંતુ તે ભોગનો યોગ તેને અધોગતિગામી બનાવે છે. અગાઉ જોયું તેમ જે પુણ્ય ભોગવૃત્તિવાળું છે, તે પુણ્ય યોગે મળેલું સુખ ભોગવતા જીવના પરિણામમાં વિકાર, અહંકાર, મમકાર, ત્યાગનો નકાર, વિષયમાં તદાકાર, તૃષ્ણાનો પોકાર છે. પાપનો પડકાર નથી. સ્વાર્થનો હકાર છે, તેમાં પરિણામે દુઃખનું આમંત્રણ છે. અજ્ઞા જીવ સુખમાં રહેલા આવાં છિદ્રોને જાણતો નથી તે પાછો દુઃખનાં સ્થાનોમાં જઈ પડે છે. તેમાં પુણ્યનો દોષ નથી, જો જીવને પુણ્યતત્ત્વના ભેદનું જ્ઞાન હોય તો તે પુણ્યના પ્રકાશ વડે પાપનો અંધકાર જરૂર દૂર કરે. સત્કાર્ય કરનારો, નિઃસ્પૃહભાવવાળો જીવ પુણ્યનું ઉત્તમ બીજ વાવી કાળાંતરે સુખ ભોગવે છે અને ત્યાગે છે, પરંતુ દુષ્ટકર્મ આચરનારો પાપરૂપ બીજને વાવીને દુઃખને પામે છે, કારણ કે વ્યવહારનો નિયમ છે કે જેવું બીજ વાવે તેવું ફળ મળે. આંબાનું બીજ વાવનાર અમૃતફળ પામે છે, લીંબોળી વાવનાર લીમડાનું ફળ પામે છે. હિંસાદિ, અશુભ કાર્યો છે, ક્રોધાદિ કષાય અશુભ પરિણામ છે. વિષયલોલુપતા વિકારી પરિણામ છે, આ સર્વે પાપપ્રકૃતિના ભાજન છે. અકાર્યનો કે અશુભ ભાવનો ત્યાગ કરી જે સત્કાર્ય કરે છે. શુભ ભાવના રાખે છે તે પુણ્યનું બીજ વાવે છે. કર્મના ફળનો આ અબાધિત નિયમ જિનેન્દ્ર પણ ફેરવી શક્યા નથી. હે સુજ્ઞ તું જાણે છે કે પાણીમાં ડૂબી જતાં લાકડું પકડીયે તો તરી જવાય અને પથ્થર બાંધી પાણીમાં પડીએ ડૂબી જવાય. માટે તરવાનો કામી પથ્થર નહિ પણ લાકડાનો આધાર લે છે. લાકડું હલકું છે, પત્થર ભારે છે તેથી ડૂબવાનું કારણ બને છે. એમ જે જીવ તરવાનો કામી છે તેણે ઉત્તમ પુણ્યનો આધાર લેવો પડશે. પાપનો આધાર લેનાર ડૂબે વ્યવહારમાં કે પરમાર્થમાં અફર નિયમ છે કે જેનું કારણ હોય તેવું કાર્ય નિપજે છે. માટે પરમાર્થ માર્ગીએ ઉત્તમ કારણોનું અવલંબન ૬૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #74 -------------------------------------------------------------------------- ________________ લઈ પ્રવૃત્ત થવું. રોગીને નિરોગી થવું હોય તો તેણે ઔષધ અને પથ્યનું સેવન કરવું જોઈએ. તેમ જેને પરમાર્થ પંથે જવું છે તેણે પ્રથમ પાપનો ત્યાગ કરી પુણ્યના નિમિત્તોનું અવલંબન લેવું. આત્મસ્વરૂપના સ્વભાવ તરફ લક્ષ્ય રાખી ઉત્તમ સાધનોનું સેવન કરવું. જગતમાં જે કંઈ વિચિત્રતા દેખાય છે તે માનવસર્જિત નથી, પરંતુ પુણ્ય અને પાપની લીલા છે. એક બાળ જન્મ્યો. કંઈ પણ અપરાધ વગર રોગી જન્મ્યો. આ જન્મનો ભલે અપરાધ ન હોય પણ પૂર્વજન્મના અપરાધનું પાપ સાથે લઈને આવ્યો છે. એક મનુષ્યને વગર પરિશ્રમે સંપત્તિ મળે છે. બીજો રાત્રિ-દિવસ પરિશ્રમ કરે, છતાં પેટ પૂરતું ખાવા મળતું નથી. એક બાળક જન્મ્યો, અને ચાંદીના ઘૂઘરે રમે છે. બીજાને ફાટેલી ગોદડી પણ સૂવા મળતી નથી. એક બુદ્ધિમંદ બીજો અતિ બુદ્ધિશાળી. આવા ભેદનું કારણ પોતાના કરેલા પૂર્વકર્મકૃત પરિણામ છે. તને ન સમજાય તો તે અન્ય કારણ શોધી કાઢજે. જન્મતાંની સાથે શા કારણથી સુખદુઃખની પરિસ્થિતિ સર્જાય છે ? અરે તું તિર્યંચમાં પણ જુએ છે કે એક હાથી રાજદરબારે બંધાય છે. બીજો જંગલમાં રખડે છે. સર્પ જેવી જાતિ પ્રત્યે મનુષ્યો તિરસ્કાર રાખે છે. પાળેલા કૂતરાને પ્યાર કરે છે. વળી જીવ કર્મને આધીન એકેન્દ્રિય આદિ જેવાં સ્થાનોમાં જન્મ લે છે. ઘણા પુણ્યના સંચયથી દેવ કે મનુષ્ય થાય છે. આ સર્વ પરિસ્થિતિ દરેકના પોતાના કર્મથી નિર્માણ થાય છે. દરેક પ્રાણી પોતાના સુખ કે દુઃખનું સર્જન કરવામાં સ્વયં જવાબદાર છે. ગમે તેવું સુખ મળ્યા પછી જો પુણ્યની પરંપરા જાળવી ન રાખે તો તે સુખ પછી દુઃખ અવશ્ય આવવાનું કાર છે. ગમે તેવું સતાના સુખ કે પરંપરા જાળવી પુણ્યથી મળતું સુખ સ્થાયી નથી. તે પુણ્ય પ્રકૃતિને આધીન રહેવાવાળું છે. એટલે જ્ઞાની પુરુષોએ જેમ પાપને ત્યાગરૂપ માન્યું છે. તેમ પુણ્યને પણ ત્યાગરૂપ માન્યું છે. કારણ કે ગમે તેવું પુણ્ય હોય તો પણ કર્માશ્રવ છે. આશ્રવ માત્ર હોય છે. છતાં ઉત્તમ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય કે પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા શાસ્ત્રકારોએ જણાવી છે. જે પુણ્ય મોહજનિત અને સુખભોગમાં જ ગૂંચવી કે મૂંઝવી દે તેવું પુણ્ય હોય તે પુણ્ય જીવને પાછો દુ:ખનો ભાગી બનાવે છે. પરંતુ જે પુણ્ય દ્વારા જીવ ધર્મમાર્ગને આરાધવાનાં સાધનોની પ્રાપ્તિ કરે છે તેવું પુણ્ય ભોમિયાની જેમ ઉપાદેય છે. તે પુણ્ય સૂકા સાકરના ટુકડા પર બેઠેલી માંખ જેવું છે. જેમ માખી સ્વાદ માણે છે પરંતુ ઊડી જવાની તૈયારી સાથે તે ગાંગડા પર બેસે છે. તેમ ઉત્તમ પુણ્યવાળો જીવ સુખભોગમાં છતાં સંસારને ત્યજી દેવાની શ્રદ્ધાવાળો છે. પરંતુ ચાસણી પર બેઠેલી માખી, બેસે કે તરત જ ચોંટી જાય છે. સ્વાદ ભોગવે છે અને દુઃખ પામી મરણ પામે છે. કેવું પુણ્ય બાંધવું તેને માટે જીવ સ્વતંત્ર છે. પુણ્યોદયમાં મોહ પામવા જેવું નથી. તારું લક્ષ્ય મોહ નથી. પણ મોક્ષ છે. ઉત્કૃષ્ટ આરાધક જીવો તો દુઃખના નિમિત્તમાં પણ મોક્ષને સાધી ગયા. પાપ તિરસ્કારને પાત્ર નથી પણ પોતાનાં જ કરેલાં કર્મોનો તે પરિપાક છે. તેને સ્વીકારીને આત્મલક્ષ્યમાં જે પરિણતિ તદાકાર રાખે છે, તેને જેમ પુણ્ય છૂટી જાય છે તેમ પાપ પણ છૂટી જાય અને જીવ શુદ્ધ સ્વભાવને પામે છે. જિમ સાણસી લોહનીરે, ક્ષણ પાણી ક્ષણ આગ, પાપ પુણ્યનો ઈણિવિધ નિર્ચે, ફળ જાણો મહાભાગ. ૪૪ લોઢાનું પાત્ર (સાણસી) પાણીના સંયોગે શીતળ બને અને આગના સંયોગે ગરમ બને તેમ જીવ પાપના યોગે દુઃખી થાય છે અને પુણ્યના યોગે સુખી થાય છે. વાસ્તવમાં બંને પાપ-પુણ્યનાં ફળ છે. જીવે કરેલા શુભાશુભ ભાવનું એ પરિણામ છે. પુણ્યકર્મના યોગે સીતાને રામ જેવા પતિ મળ્યા. પણ અયોધ્યાના રાજાની રાણી થવા સર્જાયેલું ભાગ્ય અશુભના યોગે વનના પ્રવાસીપણે નિર્માણ થઈ ગયું ભલે રામ વનમાં દુઃખી ન હતા. સીતા પતિના વિરહમાં મહેલમાં દુઃખી થયાં હોત પણ વનમાં રામ સાથે સુખી હતાં. છતાં પણ ભૌતિક દૃષ્ટિએ જંગલ અને મહેલમાં પાપ-પુણ્યના ઉદયનું નિમિત્ત ખરું. ૬૪ પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ જન્મ્યા રાજકુમા૨ તરીકે અને વર્ષો સુધી કોઢિયા સાથે જંગલમાં રખડવું પડ્યું. વળી પાછો પુણ્યોદય જાગ્યો. આમ જીવમાત્ર કર્મના સંયોગે કર્મની વિચિત્રતા પ્રમાણે સુખ-દુ:ખ ભોગવે છે. શુભ ક્યારે અશુભમાં ફેરવાઈ જાય તે બુદ્ધિશાળી માનવી કળી શકતો નથી. જમવાના ટેબલ પર નિરાંતે સુખે આરામ કરતા હોય અને અચાનક અશુભ સમાચાર આવે તો ભરેલું ભાણું પડ્યું રહે અને માનવી શોકમાં ડૂબી જાય. વળી કોઈ દરિદ્રને લૉટરી લાગી જાય અને ધનવાન થાય. આજનો કરોડપતિ વર્ષો પછી રોડપતિ થઈ જાય. નિરોગી રોગી થઈ જાય. આમ પુણ્ય-પાપના સંયોગે જીવ ઘડીમાં સુખી અને ઘડીમાં દુ:ખી થાય છે. જ્ઞાનીજનો કહે છે કે માહાભાગ ! સુખદુઃખ સરજ્યાં જાણીએ રે, આપદ સંપદ હોય, લીલા દેખી પર તણી રે, રોજ મ ધરશો કોયરે પ્રાણી. મન નાણો વિખવાદ એ તો કર્મ તણા પ્રસાદ. - પોતે સર્જન કરેલાં શુભાશુભ કર્મોનું પરિણામ સુખદ કે દુઃખદ હોય છે, તેમાં આશ્ચર્ય કે રોષ પામવા જેવું કંઈ નથી. પાણી કે આગના સંયોગે લોઢું ઠંડું કે ગરમ મનાય છે, તેમ અનુકૂળતા અને પ્રતિકૂળતાના યોગે સુખ કે દુ:ખ મનાય છે. અથવા પરપદાર્થોના ઇષ્ટાનિષ્ટમાં સુખ કે દુઃખ મનાય છે. વાસ્તવમાં તે તે પદાર્થોમાં સુખ-દુઃખ નથી તો તને સુખ-દુ:ખ કેવી રીતે આપી શકે ! જડ કે ચૈતન્યના સંયોગથી તે ઇષ્ટ કે પ્રિય હોય તો સુખ લાગે છે, અનિષ્ટ કે અપ્રિય હોય તો દુઃખ લાગે છે. જડ કે ચૈતન્યના સંયોગ કે વિયોગથી ઉત્પન્ન થતાં વિભાવમાં જીવે સંસ્કારવશ સુખ કે દુઃખ માન્યું છે. એક માણસને વ્યાપારમાં બે લાખનો નફો થયો, તે ઘણો ખુશ થયો. થોડા સમય પછી બે લાખનું નકુસાન થયું. તે ઘણો દુ: ખી થયો. સુજ્ઞ સમાધાન મેળવે છે. નફો થયો તે લાંભાતરાયનો ક્ષયોપશમ હતો. અને નુકસાન થયું તો અંતરાય હતો. પણ જેને પુણ્યપાપની લીલાની વિચિત્રતા ખબર નથી તે તો ધનના સંયોગે સુખી અને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ વિયોગે દુઃખી થાય છે. જેમ જ્ઞાનનું સંસ્કારબળ વૃદ્ધિ પામે તેમ તેમ સમત્વ આવે છે. પુણ્યપાપ સ્થાયી તત્ત્વ નથી. ભૌતિક સુખને મેળવવા ગમે તેવા પ્રયત્નો કરવા છતાં તે પુણ્યના ફળ પર આધારિત છે. દુઃખને દૂર કરવાના ઉપાય યોજવા છતાં દૂર થતું નથી, તે પાપના ફળનું પરિણામ છે. જડ પદાર્થો સાથે અનુકૂળતા કે પ્રતિકૂળતા ઇચ્છવી તે વ્યર્થ છે. એમ જાણીને આત્મ ગુણસ્વરૂપ સુખને માટે પ્રયાસ કરવો. કંપરોગમેં વર્તમાન દુઃખ, અકરમાંહિ આગામી, ઇવિધ દોઉ દુઃખના કારણ, ભાખે અંતરજામી. ૪૫ કોઈ રોગીને હાથનો કંપવા થયો હોય ત્યારે હાથ ધ્રૂજ્યા કરે. તો તે સમયે તે રોગીને તેનું દુઃખ લાગે, પણ ધારો કે કોઈને વર્તમાનમાં તે રોગ અન્ય અંગોમાં નથી. પણ ભવિષ્યમાં તે કંપરોગ થશે તેવા ભયરૂપ દુઃખ હોય છે. જેમ આપણે કોઈ મિત્રને હૃદયરોગનો હુમલો થયો તેમ સાંભળીએ તો ઘડીભર આપણને ભય પેદા થાય કે મને પણ આવો રોગ થશે ? વળી સંસારના અન્ય વ્યવસાયમાં એ ભય વિસારે પડી જાય છે, છતાં સંસારી જીવને આવો ભય રહેતો હોય છે. એટલે રોગમાં નિરોગીતામાં પણ જીવ તો દુઃખી હોય છે. એકને વર્તમાનમાં રોગ છે તેનું દુ:ખ છે, બીજાને તેવો રોગ થવાના ભયનું દુઃખ હોય છે. જ્ઞાની કહે છે ભાઈ પરિણામ-વિચાર બંને દુઃખદ છે. હે સુન્ન ! તારે વિચારવાનું એ છે કે જીવને દુઃખ ગમતું નથી. જીવ ઇચ્છતો નથી છતાં દુ:ખ કેમ આવે છે ? એ દુઃખ આવવાનું કારણ શું છે. એ દુઃખ દૂર કરવાની ઇચ્છા છતાં દુઃખ દૂર કેમ થતું નથી ? મહદ્ અંશે જીવ વર્તમાન પરિસ્થિતિને આધીન વર્તતો હોવાથી દુ:ખ આવે ત્યારે કા૨ણ વિચારવાને બદલે દુઃખી થાય છે. તું રોગી હો કે નિરોગી પણ જ્યાં સુધી તું આત્માના અવ્યાબાધ સુખને પામતો નથી ત્યાં સુધી તે બંને અવસ્થા દેહ આશ્રયી હોવાથી દુ:ખદાયક જ છે. ૬૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #78 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ આવે છે ક્યાંથી, કોણ આપે છે ? દુ:ખનો સર્જનહાર અજ્ઞ જીવ છે. જગતસ્થિતિનો નિયમ છે કે દરેકને પોતાનાં કરેલાં કર્મોથી દુ:ખ આવે છે. કોઈ દુઃખ આપી કે લઈ શકતું નથી. કોઈ નિમિત્ત પર આરોપ મૂકીને જીવ માને છે કે મને દુઃખ આપનાર, કોઈ અન્ય છે. પરંતુ જીવે સુખ મેળવવા સુખનાં સાધન મેળવવા જે કંઈ છળ પ્રપંચ કર્યાં હોય, હિંસાદિ અપકૃત્યો કર્યાં હોય, અન્ય જીવને દુઃખ આપવાનાં કાવતરાં કર્યાં હોય, મોહાસક્ત થઈને ધન સંપત્તિનો જ આકાંક્ષી રહ્યો હોય, દાન પરોપકાર જેવાં કૃત્ય તો તે કરી શક્યો જ ન હોય, વ્યસન જેવા દુરાચારમાં ભાન ભૂલ્યો હોય, માનવતા જેવા ગુણોનો આદર ન કર્યો હોય, સજ્જતા કેળવી ન હોય, પરમ તત્ત્વ પ્રત્યે ભક્તિથી ઝૂક્યો ન હોય, ગુણવાનો પ્રત્યે આદર ન સેવ્યો હોય, ભક્ષ્યાભક્ષ્યનો વિવેક સાચવ્યો ન હોય, પોતાને થોડું સુખ મળે તો અન્યના દુઃખનો જેને વિચાર કર્યો નથી. પોતાના સો રૂપિયાના નુકસાનને બચાવવા બીજાને હજારનું જેણે નુકસાન કર્યું હોય, અન્યનું અહિત ચિંતવ્યું હોય, અસત્યાચરણ કર્યું હોય, અન્ય સાથે વેરભાવ રાખ્યો હોય, દ્વેષ મત્સર ધર્યો હોય, તેને પાપ પ્રકૃતિનો બંધ થતાં યોગ્યકાળે તેનું દુઃખરૂપ ફળ આવે છે. કોઈ ખેડૂત વર્તમાનમાં ઘઉંની રોટલી ખાતો હોય પણ ખેતરમાં તે જુવાર વાવી રાખે તો ભવિષ્યમાં તેને જુવારની જ રોટી ખાવી પડે છે. તેમ પુણ્યના યોગમાં પાપાચરણ સેવનારને દુઃખ ભોગવવું પડે છે. આવાં અનેક દુષ્કાર્યો અને દુર્ભાવથી જે પરિણામ કર્યા તેના ફળરૂપે તું દુઃખ પામ્યો છે તેમ અંતરયામી કહે છે. હવે તારે દુઃખ ન જોઈતું હોય તો ઉપરના સર્વ કારણોને ત્યજી દે અને સદાચારને માર્ગે વળી જાય. સંતોના સમાગમમાં રહેતો થા. ભક્તિ જેવાં સત્કાર્યોમાં મનને જોડી દે. દાન પરોપકારનાં કાર્યોમાં રુચિ કર. અને આખરે જીવનશુદ્ધિ કરી લે જેથી આત્મિક સુખની પ્રાપ્તિ થાય. વળી મનને સંયમમાં રાખશે તો તેનું સુખ તો તત્કાળ પ્રાપ્ત થાય છે. તને પ્રારંભમાં સંયમ દુર્લભ લાગતો હોય તો પરોપકાર; ભક્તિ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ જેવા સરળ ઉપાયો યોજી આગળ વધ. કોઉ કૂપમેં પડી મૂવે જિમ, કોઉ ગિરિ ઝંડા ખાય, મરણ બે સરિખા જાણીએ પણ, ભેદ દોઉ કહેવાય. ૪૬ પુણ્ય પાપ પુગલ દશા ઇમ, જે જાણે સમ તુલ શુભ કિરિયા ફળ નવિ ચાહે એ, જાણ અધ્યાતમ-મૂલ. ૪૭ અર્થાત્ કોઈ જીવનથી કંટાળીને કૂવામાં પડીને મરે કે પર્વત પરથી ઝંપાપાત કરે બંને એક મરણના જ ભેદ છે. તેમાં કોઈ અંતર નથી. તેમ પુણ્ય અને પાપ બંને કર્મપ્રકૃતિનું પરિણામ હોવાથી તે પુદ્ગલજન્યદશા છે. પ્રજ્ઞાવંત એમ જાણે છે કે પુણ્ય અને પાપ એ સંસારનાં બંધન છે. તેથી પુણ્ય કરીને તેનું સાંસારિક ફળ ઇચ્છવું નહિ તે અધ્યાત્મનું મૂળ છે. કોઈ જીવને એમ થાય કે મને મુક્તિ મળવામાં આ દેહ બાધા કરે છે, માટે કૂવામાં પડીને કે પર્વત પરથી ઝંપાપાત કરીને શીઘ્રતાએ શુભગતિ પામું ! આ બંને પ્રકાર મરણના છે, વળી તેવું અજ્ઞાન વડે કરેલું મોત કંઈ સુખનું કારણ બનતું નથી, કે શુભગતિનું કારણ બનતું નથી. જો તારે ભવિષ્યમાં સુખ જોઈએ તો વર્તમાનમાં થોડું કષ્ટ વેઠીને પણ દાન, શીલ, તપ, જેવા અનુષ્ઠાન કર. જેમ ખેડૂત ખેતરમાં આજે અનાજ વાવે તો તેને બીજે દિવસે તેનું ફળ પ્રાપ્ત થતું નથી. તે વાવેલા બીજને ખાતર પાણી આપે, ધીરજ રાખી તેની સંભાળ રાખે તો તેને યોગ્ય સમયે . વાવેલા કણ મણરૂપે પરિણામ આપે છે. તેવી રીતે પૂર્ણ કે પાપ કરનારને પણ તરત જ ફળ મળતું નથી. વર્તમાનમાં પૂર્વનાં ફળ ભોગવે છે અને વર્તમાનમાં કરેલાં કર્મનાં ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. જેમ બંને મરણના ભેદ છતાં સમાન છે, દુઃખદાયી છે તેમ પુણ્ય-પાપ બંને પૌદ્ગલિક હોવાથી સમાન છે, તેમ જેની સમજમાં આવે છે તે અધ્યાત્મના મૂળને જાણે છે. સકર્મક અવસ્થામાં જીવને ૬૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #80 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભભાવ થતા હોય છે. તેનું પરિણામ પુણ્યપાપરૂપે આવે છે ત્યારે જીવ શુભયોગે મળેલા સાંસારિક સુખને ઇચ્છતો નથી. તે પુણ્યયોગમાં પણ અધ્યાત્મ પ્રત્યે દૃષ્ટિ રાખે છે. યદ્યપિ માનવજન્મ ધર્મની રુચિ, મોક્ષમાર્ગનાં સાધનો, પુણ્યયોગના નિમિત્તથી મળે છે. એટલે માનવજન્મ મળવા છતાં જો પુણ્યકર્મ ભેગું ન કરે તો અશુભ ગતિ પામે, પુણ્યકર્મ નષ્ટ થવાથી જીવ દુઃખ પામે છે. માનવજીવનના દરેક કાર્ય માટે પુણ્યકર્મની જરૂર પડે છે. પૌદ્ગલિક સાધનો મેળવવા પણ પુણ્યની જરૂર પડે છે. પણ જો તે પુણ્યના ફળમાં સાંસારિક સુખ ઇચ્છે તો તેનું પુણ્ય હીન બનતું જાય છે. વળી ધર્મમાર્ગનાં સાધનો પુણ્યથી મળે છે. તે પુણ્યને જો તે વેડફી નાંખે તો ધર્મમાર્ગથી દૂર થઈ અકાર્ય કરવા પ્રેરાય છે. ઉત્તમ પુણ્ય સાધકને સહાયક બને છે. આવા પુણ્યપાપના ચક્રાવાને જે એકરૂપ જાણે છે તે પુણ્યના પ્રલોભનમાં પટકાઈ પડતા નથી. અધ્યાત્મનું બળ તેને ભાન કરાવે છે. ભાઈ, પાપથી પ્રથમ દુઃખ છે. અને પુણ્યના ભાગ પછી પાછળથી દુ:ખ છે. વાસ્તવમાં બંને કર્મ પ્રકૃતિ હોવાથી જ્ઞાની બંનેને સમાન ગણે છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા સ્વભાવથી પુણ્યરૂપે કે પાપરૂપ નથી. આત્મા ચૈતન્યસ્વરૂપ છે. પુણ્ય સુખ આપનાર કેમ કહેવાય ? કારણ કે પુણ્યથી ભલે ઉચ્ચ ગોત્રમાં જન્મ મળે, પણ જન્મ એ સ્વયં દુઃખનું કારણ છે. તેથી પરમાર્થથી તે સુખરૂપ નથી. જેના ફળમાં કર્મ ઉપર આધાર રાખવો પડે તે પુણ્યથી પણ સુખ નથી. સુકૃત્યથી પુણ્ય અને પુણ્યથી શુભકર્મ તે તો કર્મનો વિપાક છે. તેમાં સુખ શું હોય ! જેમ ગરમ કરેલા લોઢા ઉપર પાણીનાં ટીપાં શોષાઈ જાય છે, તેમ અનંત તૃષ્ણાયુક્ત વિષયોમાં ઇન્દ્રિયોને મળતું થોડું સુખ તો ક્યાંય શોષાઈ જાય છે. તેથી સુખદુઃખરૂપ છે. પાપજનિત અને દુઃખનાં દુઃખ પરિણામવાળું પુણ્ય બંને સમાન છે. આત્મા તેનાથી તદ્દન ભિન્ન છે. તેના સ્વભાવમાં પુણ્ય પાપની પ્રકૃતિનો ગુણ નથી. પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનય પુણ્ય અને પાપને તેના ફળ–પરિણામથી જુદાં માને છે, ભલે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ સંયોગ રૂપ છે તેમ માને છે. સાંસારિક સુખ માટે પણ ધર્માદિ સુકૃત્ય દ્વારા પુણ્યનો સંચય કરવો પડે છે. ઇચ્છા રહિત સહજ શુભભાવની ફુરણા થતાં જે પુણ્યકર્મ બંધાય છે તેને વ્યવહારનય ઉપાદેય માને છે. કારણ કે અશુભભાવ વડે થયેલી પાપપ્રકૃતિ તો જીવને દુઃખ આપવામાં અને નીચગતિમાં લઈ જનારું નિમિત્ત બને છે. જ્યારે ઉત્તમ પુણ્ય વડે મોક્ષસાધક જીવને સન્માર્ગનાં સાધનોનો યોગ મળે છે. વળી એ સુજ્ઞ જીવોને એ પુણ્યમાં સુખબુદ્ધિ નથી તેથી પુણ્ય તેમને લોભાવતું કે સંસારમાં રોકતું નથી. પૂર્વે તે જીવોએ સુકૃત્યાદિનું કોઈ ફળ ઇડ્યું ન હતું. પરંતુ પ્રકૃતિના ધર્મે આવી મળેલી સુખસંપત્તિ તે જીવોને ચલિત કરતી નથી. પૂર્વના સંયમના સંસ્કારને કારણે સુખ ભોગ છતાં તેને સાંયોગિક સંબંધ માની તેનાથી પોતાને ભિન્ન માને છે. અધ્યાત્મનું બળ તેમને પુણ્ય-પાપની સમાનતાનું ભાન કરાવે છે. અથવા તે સાધકજીવોમાં પુણ્ય-પાપની સમાનતા છે તે અધ્યાત્મનું મૂળ છે. અર્થાત્ બંનેનું ફળ સંસારના સુખદુઃખરૂપ છે પણ મુક્તિ નથી. જીવ માત્ર પોતાના કરેલા શુભાશુભ કર્મનાં ફળ ભોગવે છે. બંને કર્મ પ્રકૃતિ ફળદાયી હોવાથી સંસારના પરિભ્રમણનું કારણ છે. ભૌતિક સુખ કે આત્મિક સુખ માટે જીવે પુણ્યકર્મને સ્વીકારવું પડે છે. ભૌતિક સુખવાળો પુણ્યમાં મોહિત થઈ અટકે છે. આત્મદષ્ટિવાળો પુણ્યને પાપની જેમ જ ઉલ્લંઘી જાય છે. કોઈ વિચાર કરે કે આ મનાદિ યોગની ક્રિયાઓને છોડી દઉં, કે કર્મના ફળને ત્યજી દઉં તો તે સંભવ નથી. જૂના કર્મનું ફળ અને નવીન કર્મનો બંધ એમ ચક્ર ચાલ્યા કરે છે. આત્માને આવા બંધનમાં નાંખનાર આત્માનાં જ શુભાશુભ પરિણામ છે. અર્થાત્ કર્મફળનું બીજ વાવનાર સ્વયં આત્મા જ છે. તેથી તેના ઉદય વખતે જો હર્ષ-શોક કે સુખ દુઃખનો ભાવ કર્યા વગર અનાસક્ત રહે તો પાપ-પુણ્ય બંને બંધન તૂટે છે. ધર્મઅનુષ્ઠાનો વડે શુભભાવ થાય છે અને શુભભાવ પણ બંધનું @૦ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #82 -------------------------------------------------------------------------- ________________ કારણ છે, તે આત્માને બંધનરૂપ છે તેમ માની જીવ જો પુણ્યની ઉપેક્ષા કરે તો તેની હજી શુદ્ધભાવની ભૂમિકા નથી અને શુભભાવથી ડરે છે. તો પછી તેને શિરે અશુભભાવ – પાપ જ લખાયેલું રહેશે, જે તેને સુખથી દૂર રાખે તે તો ઠીક પણ સન્માર્ગથી પણ દૂર રાખે છે. યદ્યપિ શુભકર્મો આશ્રવ છે. પરંતુ કોઈ બળવાન આરાધકો જ પાપના ઉદયમાં (ઉપસર્ગમાં) શુદ્ધ ટકી શક્યા છે, જો કે પુણ્ય મોક્ષસાધક નથી. પરંતુ સાધકને તે માર્ગની સામગ્રીનું નિમિત્ત બને છે. માનવજન્મ પણ તે પુણ્યનું જ ફળ છે. નિશ્ચયથી પુણ્ય રહિત ધર્મ તો ચૌદમા ગુણસ્થાને જ છે. તેરમા ગુણસ્થાને પણ અઘાતી કર્મોનો શુભોદય ચાલુ છે અને વળી ત્રણ સમયની ઇર્યાપથ ક્રિયાનું પ્રયોજન ઉદયને કારણે છે. પણ તે ભૂમિકાએ કષાયરહિત ઉપયોગ હોવાથી બંધ નથી એ પુણ્ય એવા પ્રકારનું છે કે નિર્જરતું જાય છે. પુણ્ય એ જીવનો સ્વભાવ કે ધર્મ નથી તેથી શુભોદયમાં જીવ અટકે નહિ તેથી જ્ઞાની પુરુષોએ બંનેમાં આશ્રવસ્થાન બનાવીને તેનો ત્યાગ કરવાનું ઉપદેશ્ય છે. શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતાભાવ નૂતન બંધ હોય નહિ ઈણવિધ, પ્રથમ અરિ શિરઘાવ. ૪૮ શુભ ક્રિયા કરે, આચરણ શુદ્ધ પાળે, છતાં તેના ફળમાં મમત્વ ન કરે. તેને નવો કર્મબંધ થતો નથી, કારણ કે તેણે પ્રથમથી જ મમતારૂપી શત્રુના શિરનો છેદ કર્યો છે. માનવને મળેલા યોગ દ્વારા જીવ બાહ્ય ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. જેમ કે મન દ્વારા કોઈ પદાર્થને વિષે દુર્બાન ન કરે. કોઈ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ ન કરે. વ્યર્થ વિકલ્પ ન કરે. ઈષ્ટ વસ્તુનું આર્તધ્યાન ન કરે, પરંતુ મન દ્વારા તત્ત્વચિંતન કરે, શુભભાવનાઓ કરે. જગતના જીવોની હિતચિંતા કરે, દયાદિભાવ રાખે. મનદ્વારા શુભ પ્રવૃત્તિ કરવા છતાં તે કરવામાં તેનો કર્તાભાવ ન હોવાથી તેમાં અહં કે મમત્વનો દોષ ભળીને આચારને મલિન થવા દેતો નથી, તેના પ્રાયે બંધ થતો નથી. વચન દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય – અભ્યાસ કરે. અન્યને ભૂમિકા પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બોધ આપે. વાર્તાલ્યભરી વાણી બોલે, સત્ય અને મધુરભાષી રહે તો વચન દ્વારા શુભક્રિયા થાય, છતાં તેમાં પોતાપણાનું મમત્વ ન હોવાથી જીવને પ્રાયે બંધ થતો નથી. શરીર દ્વારા પરોપકારનાં કાર્યો કરે, સેવાભક્તિ કરે, સંયમ આચરે, તપાદિ કરે, શરીરનું મમત્વ છોડે. મન વચન કાયાના યોગને શુભક્રિયામાં પ્રવૃત્ત રાખે. આચરણ જ્ઞાનમય શુદ્ધ હોય તે સાધકનાં જૂનાં કર્મો નિજર છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. કર્મબંધનું કારણ મોહનીયકર્મની પ્રકૃતિ છે. તેમાં સવિશેષ તો અહં અને મમતા છે. મોક્ષ સાધકે પ્રથમથી જ મોહરૂપી શત્રુનો શિરચ્છેદ કર્યો છે, તેથી નિર્વિને પોતાના કાર્યમાં આગળ વધે છે. પુણ્ય અને પાપ બંને બંધનું કારણ હોવા છતાં, પાપ તો અહિતકારી જ છે. તેથી ગીતાર્થજનોએ અહિંસાદિ શુભક્રિયા અને આચરણનો બોધ આપ્યો છે. પરોપકાર જેવાં કાર્યો તે લક્ષ્યનું સાધન છે. સ્વઉપકાર એ શુભભાવ છે. આત્મિગુણોની પ્રાપ્તિ તેનું લક્ષ્ય છે પરાર્થ એ પુણ્ય કર્મ છે અને સ્વાર્થ પાપકર્મ છે. સ્વઉપકાર – સ્વગુણની પ્રાપ્તિ એ સાધ્ય છે. પરોપકાર એ સાધન છે. મૈત્રી કે ગુણાનુરાગ જેવા શુભભાવથી ચિત્તશુદ્ધિ થાય છે. મમત્વ જેવા દોષોનો પરિહાર થાય છે. શુભભાવથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેમ ધનથી ધન વધે છે તેમ મનાદિનો શુભ ઉપયોગ, કે ધનાદિનો શુભ ઉપયોગ પુણ્યનો ભંડાર ખોલી દે છે. વળી તે પુણ્યાત્માઓ એ પુણ્ય વડે પરોપકારાદિ કરી નિસ્પૃહભાવે પુણ્યને પણ ત્યજીને સંયમને માર્ગે પ્રયાણ કરે છે. પરોપકાર – બીજાને કંઈ આપવું તે પુણ્ય છે. પરંતુ પોતે જ ભોગવવું તે તો પાપ છે, વળી તેમાં પુણ્યનો ખજાનો ખતમ થઈને જીવને શિરે તો પાપ જ બાકી રહે છે. પુણ્યથી મળેલી વસ્તુનો પુણ્યમાર્ગે ઉપયોગ કરવાથી જીવ પુણ્યકર્મથી છૂટે છે. સાંસારિક જીવોના ભાવ અશુદ્ધ હોય છે. સ્વભાવથી શુદ્ધ હોવા છતાં આ મલિનતાનો યોગ થયેલો છે. શુભ ભાવના આશ્રયે જીવ મલિનતાને ટાળતો શુદ્ધ ઉપયોગ તરફ જાય છે. જેમ નિશ્ચયષ્ટિએ પુણ્ય-પાપને સમાન કહ્યા ૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ અધ્યાત્મ દૃષ્ટિએ પુણ્યની વ્યાખ્યા કરી છે કે પવિત્ર કરે તે પુણ્ય. ત્રણે યોગની શુભ પ્રવૃત્તિ વડે ઉપયોગની શુદ્ધિ સધાય છે. તેથી શુભભાવ સ્વરૂપ લક્ષે થતો હોવાથી શુદ્ધભાવને ગ્રહણ કરવાની ક્ષમતા લાવે છે. શુભભાવથી શુદ્ધ ઉપયોગ બનતો નથી. પરંતુ શુભભાવની ક્ષમતા શુદ્ધ ઉપયોગ સુધી પહોંચાડે છે. અશુભભાવમાં તે ક્ષમતા નથી. શાલિભદ્ર જેવાનું નાનું સરખું પુણ્યકાર્ય, ભિક્ષાદાન, શુભગતિને યોગ્ય નીવડ્યું, સાથે તેને સંયમ માર્ગે લઈ જવા નિમિત્ત બન્યું. કેવળ પુણ્યોદયનું મમત્વ ત્યજી શુદ્ધનો પક્ષ અને લક્ષ કરવા જેવું વાર અનંત ચૂકીયા ચેતન, ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોહરાયકી, છાતીમેં મત રૂક. ૪૯ હે સુજ્ઞ ! તું જાણતો હોય કે ન જાણતો હોય પણ આ કાળની લીલાની શૃંખલા અનંત છે. એવા અનંતકાળમાં તને દુર્લભ એવો માનવજન્મ અનંતવાર મળ્યો, પણ તું સ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયને ચૂકી ગયો. છતાં કોઈ પુણ્યયોગે તને આ અવસર મળ્યો છે હવે ના ચૂકતો. જન્મ મરણને ચૂકવી દેવા હોય તો હવે તું મોહનીય કર્મને ઘા માર, તેની કોઈ ચેષ્ટામાં લોભાઈને રોકાઈ જતો નહિ. તું જાણે છે કે તે કંઈ તે તે જન્મોમાં ધર્મારાધન નથી કર્યું એવું નથી. પરંતુ એ સર્વ આરાધનમાં તારું લક્ષ નિશાન સ્વભાવ-સ્વરૂપ પ્રત્યે ન હતું તેથી ચૂકી ગયો. આરાધનથી અઘાતી કર્મોનો સુધારો તને કર્મોના શુભયોગ સુધી લઈ ગયો. એથી તને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યના શુભ યોગ મળ્યા. પણ પેલા અઘાતી કર્મો તો એવાં એવાં ને રહ્યાં તેમાં પણ મુખ્યતાતો અજ્ઞાનની હતી. એ અજ્ઞાન ટક્યું મોહનીય કર્મના પ્રભાવથી. હવે જો તારે આ જન્મને વ્યર્થ ગુમાવવો ન હોય. અવસર પામી પ્રમાદ સેવવો ન હોય, આવો અવસર અને આ માનવજન્મ પુનઃ પુનઃ મળવાનો નથી એમ તને લાગતું હોય, તો આ મોહનીય પુદ્ગલનો પરિહારઃ પરમાર્થની પ્રાપ્તિ o૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ કે જેની જાળમાં ફસાવાથી તને સ્વરૂપ પ્રાપ્તિની શ્રદ્ધા, રુચિ કે ભાવ ઊઠતા નથી, તારી ભૂમિકાને યોગ્ય ધર્માચરણ તને રુચતું નથી, તો કોઈ સદ્દગુરુના બોધ મોહને જીતવાની ચાવી મેળવી લે. સંસારના પરિભ્રમણના મૂળ કારણને જ ઘા માર. જેમ મધદરિયે કોઈ વ્યાપારીના હાથમાંથી લાખેણી વીંટી પડી જાય તો તે પ્રાપ્ત થવાની શક્યતા નથી. તેમ આ અવસર ચૂક્યા પછી તે તરતમાં તને પુનઃ પ્રાપ્ત થવાની શક્યતા નથી એમ જાણજે. અનાદિકાળથી આ મોહના પ્રભાવને કારણે આત્માની સ્વતંત્રતા હાસ પામી ગઈ છે. મોહે તને જડ પદાર્થોમાં સુખનું સ્વપ્ન આપીને પરાધીન બનાવ્યો છે. જડના સંસર્ગે તને ચારે ગતિમાં પરિભ્રમણનું નજરાણું આપ્યું છે. વળી મોહજનિત સંસ્કારથી તું એ નજરાણામાં લોભાઈ ગયો છું, તેથી તે દેહમાં જ સુખ માન્યું છે. આત્મા સુખરૂપ છે એ તને કલ્પિત લાગે છે. મોહે તારામાં સમાં અસનો અને અસમાં સનો ભાવ પેદા કર્યો છે. જેમ પેલી ચકલી દર્પણમાં પોતાની આકૃતિ જોઈને અન્ય ચકલી છે તેમ માની તેની સામે ચેષ્ટા કરે છે, તેમ તું દેહપ્રમાણ તારી આકૃતિ જોઈને તેમાં સુખ છે તેવી ચેષ્ટા કરે છે. તે સમયે તું ભૂલી જાય છે કે હું આ દેહતી ભિન્ન છું. અનંતગુણ સંપન્ન તારી સર્વ ધૂરા હૈ મોહવશ જડને સોંપી દીધી છે. તેથી તે દુ:ખી થઈ રહ્યો છે. મોહની સત્તાના પ્રભાવમાં અંજાયેલા તને એવો ખ્યાલ આવતો નથી હું મોહસ્વરૂપ નહિ પણ મોક્ષસ્વરૂપ છું. તું જ તારા સ્વરૂપને અન્ય જાણી મોહજનિત ચેષ્ટા કરે છે. - આ મોહરાજાના સંપર્ક તું શું શું પામ્યો ? વિચારતાં કંઈ હાથ લાગશે નહિ તને જન્મ-મરણની વ્યથાનો ખ્યાલ નથી. તેનાં ભોગવેલાં દુ:ખોનો ખ્યાલ નથી. મોહરાજાનો પ્રભાવ જ આ છે કે તને કંઈ જણાવા દે નહિ. યોગાનુયોગ તને અવસર મળ્યો છે. મહાપુણ્યોદયે તને મોહરાજાનાં કાર્યો જાણવા મળ્યાં છે. એટલે હવે અવસર ચૂકવા જેવો નથી. ૦૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા ઘડનાર આકૃતિના નિશાન પ્રમાણે ઘા મારતો જાય અને સુંદર પ્રતિમા ઘડાતી જાય છે. તેમ તું મોહરાજાની પ્રકૃતિનું નિશાન કરી લે અને પછી મિથ્યાત્વ જેવી પ્રકૃતિ ઉપર આત્મજ્ઞાન વડે ઘા મારતો જા તો તારું સ્વરૂપ પ્રકટ થશે. મોહનીય પ્રકૃતિને આત્મજ્ઞાનના ટાંકણા વડે ઘા થાય છે. એમ સમજી આ અવસરને વધાવી લેજે. વાસનાનો ત્યાગ એ આત્મભાન છે. મન જ્યારે વિષયોની માંગ છોડે છે, ત્યારે વાસનાઓ સ્વયં શાંત થઈ જાય છે. મન નિરંતર દોડતું રહે છે, તેને જ્ઞાનમાં પરોવી દેવું તે સંયમ છે. વાસના મનને દોડવાની પ્રેરણા આપ્યા જ કરે છે. સ્વરૂપથી વિપરીત દિશામાં ભમાવે છે. તે દેહ અને દોલત, માન મદના ચક્રાવે ચઢાવી દે છે. તેમાં તે ઇન્દ્રિયોનો સાથ લે છે. પછી તો પરવશતા અને આકુળતાનો ગુલામ બની જાય છે. પોતામાં રહેલી અમૃતની ધારાને તે જાણી શકતો નથી. પોતાના અંતરઘટમાં સુખ છતાં તે ઇન્દ્રિયોનું લશ્કર લઈ બહારના જગતને સર કરી સુખની શોધમાં નીકળી પડે છે. પુણ્યયોગે કંઈક અનુકુળતા મળે તે જાણે છે કે એ પ્રયત્નોથી સુખ મળ્યું. અને તે લાલચમાં લપટાઈને ત્યાં જ પાછો સુખના શિખર પર ચઢવા મથે છે. ત્યાં તો આયુષ્ય પૂરું થઈ કયા સ્થાને પહોંચે છે તે પોતે જાણી શકતો નથી. માટે મોહજનિત વાસનાને મૂળમાં ઘા કરીને તેનાથી મુક્ત થા. નદી ગોલ પાષાણ ન્યાય કરી, દુર્લભ અવસર પાયો. ચિંતામણી તજ કાચ શકલ સમ, પુદ્ગલથી લોભાયો. ૫૦ તું જાણે છે કે આ નદી પર પડેલા પથ્થરોને કોણે ઘડ્યા ? નદીના પ્રવાહ, તપ અને હવા જેવાં કારણોથી નિમિત્ત પામીને ખડક પરથી પટકાયેલી શિલા પણ એક સુંદર પથ્થરની આકૃતિ પામે છે. અને નદી કિનારે પડેલા બેડોળ પથ્થરો પણ એ નિમિત્તોના યોગથી સુંદર આકૃતિ પામે છે. આ દૃષ્ટાંત વડે તે પણ જાણજે કે તને યોગાનુયોગ આવો અવસર મળ્યો છે. જેમ કોઈ ચમકતો કાચ જોઈને પોતાની પાસે રહેલું રત્ન ફેંકી દે તેમ તું પૌદ્ગલિક ચમકારા જોઈ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ o૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ લોભાઈ ન જતો સ્થાવરકાયમાં જન્મમરણ કરતો, એકેન્દ્રિયાદિ જાતિમાંથી નીકળેલો તું આ માનવજન્મને કયા સાધન અને પુરુષાર્થ વડે પામ્યો ? ત્યાં કયા શાસ્રઅધ્યયન કર્યું હતું ? કયા દેવને પૂજ્યા હતા ? ક્યા ગુરુનો તને સથવારો મળ્યો હતો ? કઈ દયા પાળી હતી ? કેવા ચારિત્રને પામ્યો હતો ? કયા સુકૃત્યો તેં કર્યાં હતાં ? વ્રત, તપ, પચ્ચખ્ખાણનું કયાં જ્ઞાન હતું ? આવું કંઈ પણ કર્યા વગર કેવળ દુઃખ સહીને તું અહીં સુધી આવ્યો. જો કૃતજ્ઞતાએ વિચારીએ કે પ્રભુને તેં પૂજ્યા ન હતા પણ પ્રભુએ તને સુખ મળે તેવી ભાવના કરી હતી. એવા કોઈ ન્યાયે તું આ દુર્લભ એવો માનવદેહ પામ્યો, તેમાં વળી તારે શ્રવણે પરમાત્માનાં વચન પડ્યાં. તારા નેત્રે પરમાત્માનાં દર્શન મળ્યાં. તારું મન તે પ્રત્યે આકર્ષાયું. તને સદ્ગુરુના બોધનો યોગ મળ્યો. આવી દુર્લભ વસ્તુઓની અલ્પાધિક પ્રાપ્તિ થયા પછી તું ચૂકી ના જતો. બાળક કોઈ મીઠાઈની લાલચે તેણે પહેરેલી કીમતી વીંટી આપી દે, તેમ તું આવો અવસર મળ્યા પછી પૌદ્ગલિક સાધનોમાં લોભાઈ ન જતો. તું વિચારજે કે જન્મ્યો ત્યારે તું સાથે શું લાવ્યો હતો. પૂર્વના પુણ્યે તને ધનસંપત્તિ મળી ગઈ, વળી તે તેમાં વૃદ્ધિ કરવા જિંદગી ગાળી, પરંતુ તું સમૃદ્ધિની વૃદ્ધિમાંથી શું લઈ જવાનો ? અને જે લઈ જવાનું છે તેને વધારતો કેમ નથી ? પૌદ્ગલિક, ભૌતિક કે સાંસારિક પદાર્થોનું સેવન તેં દીર્ઘકાળથી કરેલું છે. જે જે જન્મમાં જે જે ઇન્દ્રિયો મળી તે પ્રમાણે તે પદાર્થો મેળવવા પ્રયાસ કર્યો, પદાર્થો મેળવ્યા અને તેમાં સુખ છે માન્યું. તેવી રીતે કાળ વ્યતીત થયો. આ સંસ્કાર કે સંજ્ઞાબળ એટલું ગાઢ થઈ ગયું કે માનવજન્મ મળ્યો તેમાં પુણ્ય યોગે તને ઘર, સામગ્રી, ધન ઐશ્વર્ય, યશકીર્તિ, કુટુંબ સ્ત્રી-પુત્ર પરિવાર, મિત્ર-સગા-સ્નેહીઓ મળ્યાં. તને એમ થાય કે આમાં હું ક્યાં નિવૃત્ત થાઉં ? ક્યાં હાથ મૂકું ? ક્યાં પગ મૂકું ? પૌદ્ગલિક પદાર્થોનો સંયોગ અને તેના પ્રત્યેની આસક્તિમાં તું એવો ખોવાઈ ગયો કે પૂરો આત્મા જ ભુલાઈ ગયો. οξ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #88 -------------------------------------------------------------------------- ________________ દેશ-પરદેશ ગયો અને વર્ણ સ્પર્શ રંગના આકારો અને રૂપો જોઈને તો તું મુગ્ધ થઈ ગયો. તેને થયું આવા સુખ કરતાં વળી વિશેષ સુખ શું હોય ? જવા દો આ ધર્મકર્મની વાત. છતાં પદાર્થો હોય ને સુધા વેઠવાની ? સ્વાદિષ્ટ પીણાં મૂકીને તૃષાનું દુઃખ સહન કરવાનું ? સુંદર વિલેપનનાં સાધનો હોવા છતાં શરીરને સુખ નહિ આપવાનું ? અદ્યતન સાધનો સામે હોવા છતાં તેના પ્રત્યે અનાસક્ત રહેવાનું ? સ્ત્રી પુત્રાદિ મારા હોવા છતાં મારે ત્યાગ કરવાનો ? દેશવિદેશમાં જોવાનું મૂકીને તીર્થોમાં ફરવાનું ? સુરીલા સંગીત છોડીને ત્યાગ. વૈરાગ્યનાં ગીતો સાંભળવામાં શું મજા આવે ? ત્રણ વખત સ્નાન કરવાનું છોડીને અજ્ઞાની રહેવામાં શું સુખ મળે ? આમ તને કેટલાય લોભામણાં નિમિત્તો મળશે ત્યારે મોહવશ તું રત્નનો ત્યાગ કરીને કાચનો ટુકડો ગ્રહણ કરીશ. અને મળેલો અમૂલ્ય અવસર ગુમાવીશ. હવે આગળ વિચાર. પરવશતાદુઃખ પાવત ચેતન, પુદ્ગલથી લોભાય ભ્રમ આરોપિત બંધ વિચારત, મરકટ મૂઠી જાય. ૫૧ અગાઉ જણાવ્યું તેમ પુદ્ગલના ઊજળી પદાર્થોની ઊજળી ચમકતી બાજુથી કે અનુકૂળતામય સુખપ્રદ સંયોગથી જીવ લોભાય છે, પણ તેમાં નરી પરવશતા હોવાથી તે દુઃખરૂપ જ છે. કેવી પરવશતા ? જો તેને સ્પર્શ સુખ જોઈએ તો શીત ઉષ્ણાદિ પદાર્થોને મેળવવા પડે, સ્ત્રીની ખુરશી પર આધાર રાખવો પડે, જો તેને સ્વાદનું સુખ જોઈએ તો આહાર પદાર્થો મેળવવા પડે તે મનગમતા હોવા જોઈએ. જો તેને ધ્રાણેન્દ્રિયનું સુખ જોઈએ તો સુગંધી પદાર્થો મેળવવા પાછળ દ્રવ્ય ઉપાર્જન કરવું પડે. ચક્ષુને ગમતા રૂપાદિ જોવા માટે તેને તે તે પાદર્થો પાછળ ભટકવું પડે. એમ શબ્દાદિ દ્વારા સૂરનું સુખ મેળવવા માટે ક્યાંક જલસા ગોઠવવા પડે. ' અર્થાત બહારમાં કંઈક પદાર્થો મેળવ્યા વગર તે એક પણ પ્રકારનું સુખ મેળવી શકતો નથી. એને રાગ કરવા કે દ્વેષ કરવા બહારમાં કંઈ પદાર્થનું નિમિત્ત જોઈએ છે. મોહજનિત ચેષ્ટા કરવા માટે પણ બહારમાં કંઈ જડ કે ચેતન પદાર્થની જરૂર ઊભી થાય પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ oto Page #89 -------------------------------------------------------------------------- ________________ છે. વળી તેમાં સુખ મળશે તેવી અપેક્ષાએ તે વિવિધ પદાર્થો મેળવે છે. પણ તે પદાર્થો તેને સુખ જ આપે તેવું નથી. તે પદાર્થોની સ્થિતિ બદલાય, ફૅશન બદલાય તો તે પદાર્થો વ્યર્થ જાય છે. વળી તેને નવા પદાર્થોની શોધ કરવી પડે છે. પરંતુ એ પરિશ્રમમાં તેને સુખની આશા હોવાથી રાત્રિ-દિવસના ભેદ વગર દોડે છે, તેમાં પરવશતા છે તેવું જણાયું નથી તેથી તેનું દુઃખ પણ નથી. અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા તેને સ્વાધીનતાની ખબર નથી. વળી ક્યારેક તેને આ પરવશતાનો વિચાર આવે ત્યારે તેની બુદ્ધિ કહે છે કે શું કરીએ આપણા ઉદય કર્મનો બંધ જ એવો છે કે રાગાદિથી છુટાતું નથી. આવો ભ્રમ પેદા કરી એ પરવશતાને બદલે ઉદયને આધીન થઈ જાય છે. જેમ પેલું માંડું ઘડામાં ભરેલા ચણા મેળવવા ઘડામાં હાથ નાંખે છે. ચણાની મૂઠી વાળે છે. ઘડાનું મુખ સાંકડું છે તેથી વાળેલી મૂઠી સાથે હાથ બહાર નીકળતો નથી. માંકડાને ભ્રમ થાય છે આ ઘડાએ મને પકડ્યો છે. વાસ્તવમાં મૂઠી ખોલે તો હમણાં તેનો હાથ બહાર નીકળે, પણ મૂઠી ખોલે હાથ છૂટે સાથે ચણા છૂટી જાય તે તેને રુચતું નથી. માંકડાને ચણા લેવા છે અને હાથ પણ બહાર કાઢવો છે, બંને શક્ય નથી. આ પ્રમાણે પૌદ્ગલિક સુખની આકાંક્ષામાં જીવ બંધાય છે. હવે તેને બંધનથી છૂટવું છે પરંતુ પેલા સુખના પદાર્થો છોડવા નથી. એક પરિણામમાં બંધન અને મુક્તિ બંને સાથે રહી શકતાં નથી. આત્મસુખ જોઈએ તો કામસુખ છોડવું પડે. જે આત્મસુખમાં શ્રદ્ધા કરે છે તેનું કામસુખ નષ્ટ થઈ જાય છે. પણ બંને સાથે રહી શકે તેમ નથી. - મોહના પ્રભાવથી પોતાનું સ્વતંત્ર સુખ તે જાણી શકતો નથી. પૌદ્ગલિક પદાર્થોના પરિચયથી, તેના સંયોગ – વિયોગથી સુખદુઃખ માનવામાં એવો અભ્યાસી થઈ ગયો છે કે પોતે જ જાણે કોઈ પૌદ્ગલિક પદાર્થ હોય, એમ તેને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. ઊંટને બાવળ ખાતાં કાંટા વાગવાથી તેના મુખમાં લોહી નીકળે છે. તે લોહીની મીઠાશને બાવળની મીઠાશ માને છે. તેમ જીવને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ७८ Page #90 -------------------------------------------------------------------------- ________________ પૌદ્ગલિક પદાર્થમાં સુખનો ભ્રમ પેદા થાય છે. સુંદર સિંહાસન પર રાજાના બેસવાથી સિંહાસન સુખી થતું નથી. તે તને સુખી કેમ કરી શકે ? મનુષ્યનો પડછાયો હોવા છતાં પડછાયાને મનુષ્ય માનીને વ્યવહાર થતો નથી. મનુષ્યમાં અને પડછાયામાં અંતર છે. સુખ નામનો ગુણ આત્માનો હોવા છતાં પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખમાં અંતર છે. આત્મિક સુખ સ્વાધીન છે. મોહનીય કર્મે પર પદાર્થોમાં સુખની ભ્રમણા પેદા કરી છે. યોગીઓનો આ ભ્રમ ભાંગી જવાથી તેઓ કોઈ પણ પ્રકારનાં પૌદ્ગલિક સાધનો સિવાય સુખી છે. કોઈ સાધુ-સંત પાસે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, ધાન્ય, સોના, રૂપ, મહેલાતો, દોલત જેવા કોઈ સાધનો ન હોવા છતાં તેઓ સુખી છે. તેમ જ્ઞાનીજનોને તે સર્વ પદાર્થોના યોગ છતાં તેના સંયોગમાં સુખની મૂછ નથી. એ સુખના બાહ્ય સાધનો હોવા છતાં નિમિત્ત માત્ર છે. જ્ઞાનીની દૃષ્ટિ નિમિત્તમાં નથી પણ ઉપાદાન – આત્મામાં રહેલા સુખ તરફ છે. | સ્પર્શ રસ ગંધ વર્ણના જે વિવિધ પ્રકારો છે તે પુદ્ગલના વિકારો છે, તેને આત્માનો સંયોગ થવાથી અજ્ઞાનવશ સુખદુઃખની ભ્રમણા પેદા થાય છે. કારણ કે વાસ્તવમાં તે તે પદાર્થોમાં જીવને અનુકૂળતામાં રાગ પેદા થાય છે તેને તે સુખ માને છે. અને પ્રતિકૂળતામાં વૈષ પેદા થાય છે. તેને તે દુઃખ માને છે. આમ જુઓ તો જડ પદાર્થને તો કંઈ જીવ સાથે લેવાદેવા નથી. અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી. માત્ર જીવને જ ભ્રમ પેદા થયો છે કે હું સુખી કે દુઃખી છું. પુદ્ગલ રાગ ભાવથી ચેતન, થિર સરૂપ નહિ હોત, ચિહું ગતિમાં ભટકત નિશદિનઈમ, જિન ભમરી બિચ પોત. પર હે ચેતન ! પૌલિક એવા દેહાદિમાં તું રાગભાવથી તાદામ્ય કરે છે, તેથી તારું સ્થિરતારૂપી જે સ્વરૂપ છે તે તે જાણી શકતો નથી. પૌદ્ગલિક રાગાદિમાં કેવળ ચંચળતા હોવાથી તે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. અને તેથી ચારે ગતિમાં અહોરાત્ર ભટક્યા પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ os Page #91 -------------------------------------------------------------------------- ________________ કરે છે. જેમ ભમરી પોતે જ પોતાનું ઘર બાંધીને તેમાં પુરાઈ રહે છે, તેમ તું વિવિધ દેહને ધારણ કરીને પુરાઈ રહ્યો છું. ગદંભને સાકર કડવી લાગે છે, તેથી તેનો તિરસ્કાર કરે છે. અને ઊંટને લીમડો મીઠો લાગે છે તેથી ચાવી ચાવીને આરોગે છે. તેમ પુદ્ગલાનંદી જીવ દેહાદિમાં રાગ કરી તેને મીઠો માને છે. અને આત્માનો અનાદર કરીને તેનો દ્વેષ કરે છે. પૌગલિક રાગની સંતતિ ઘણી મોટી છે. ચેતનને સ્વરૂપમાં સ્થિર કેવી રીતે થવા દે ? પૌગલિક પદાર્થોમાં સુખની અપેક્ષા રાખીને જીવ તે વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. તેથી તેની તૃષ્ણા કે લોભ વૃદ્ધિ પામે છે. લોભની વૃદ્ધિ થતાં તેની સાથે પદાર્થમાં માયા થાય છે. ઈચ્છિત વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત ન થાય તો તે પ્રપંચ આદરીને પણ વસ્તુ મેળવે છે. આમ રાગ લંબાતો જાય છે. વળી પદાર્થો મેળવ્યા પછી તેમાં સ્વામીપણાનો ભાવ મિથ્યાભિમાન પેદા કરે છે. તે માનરૂપ જીવને મોટાઈનું ભાન કરાવે છે. જો માન મોટાઈ ન સચવાય તો તે વ્યક્તિને ક્રોધ, આવેશ કે આક્રોશ પેદા થાય છે. આમ રાગની જુદી જુદી અવસ્થામાં ઘેરાયેલા જીવને સ્વરૂપ સ્થિરતા રહેતી નથી. તેના ફળ સ્વરૂપે તે નવા કર્મબંધ કરીને ચારે ગતિમાં ભ્રમણ કરે છે. આ પરિભ્રમણ કોણ કરાવે છે ? કોણ જીવને બાંધે છે ? ભાઈ ! ભમરી જેમ પોતાના જ દેહના પદાર્થ વડે ઘર બાંધે છે અને પછી તેમાં પુરાય છે. તેમ જીવ પોતાના જ ભાવ વડે કર્મ રાગાદિનું સર્જન કરીને બંધાય છે. જ્યાં સુધી આ રાગભાવ આસક્તિનો ભાવ છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થતું નથી. પૌગલિક પદાર્થોના સંસર્ગથી જીવમાં વિપરીત ભાવ રહે છે. તેથી તે આત્મસ્વરૂપના સુખને જાણી શકતો નથી. તેથી તે જન્મ-મરણના દુ:ખને પામે છે. પૌદ્ગલિક રાગ એ કર્મયુગલોને નિમંત્રક છે. વળી તે રાગ જ ષમાં પરિણમે છે. આવી ચંચળ અવસ્થામાં ચેતન સ્વરૂપમાં ચિત્ત કેવી રીતે સ્થિરતા પામે ? રાગ એ અશુભભાવ કર્મ છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #92 -------------------------------------------------------------------------- ________________ એટલે કદાચ પૌદ્ગલિક સુખનો રાગ ભોગવતો હોય પણ તેનું પરિણામ તો દુઃખદ છે. રાગ અર્થાત્ મોહનીય કર્મનું આત્મા ઉપર દબાણ છે ત્યાં સુધી જીવ પુણ્ય કે પાપના ફળનો ભોક્તા બને છે, તેથી સ્વરૂપનું સુખ પામી શકતો નથી. પુગલનો રાગ એટલે મોહ. મોહ એટલે સંસારના રાજ્યનો સ્વામી. તે જીવને મોહરૂપી ગુફા બનાવીને તેમાં રાખે છે. અર્થાત્ તે પ્રાણીમાત્રની હૃદયની ગુફામાં રહી ગૂઢપણે કામ કરે છે. તેથી મોટા સમ્રાટો પણ તેને આધીન વર્તે છે. મોહનું સૈન્ય કે સાધનો પણ જીવથી કળવામાં આવતા નથી. મોહનું રાજ્ય પરિણામે દુઃખદ છતાં જીવ તેને આધીન રહેવામાં સુખ માને છે. જો એક વાર મોહની લીલાની યથાર્થ ઓળખાણ થઈ જાય તો જીવ મૂંઝાઈને પાછો વળે. તે સિવાય તો આ મોહના રાજ્યમાં ફસાયેલાને લમણે જન્મમરણના ફેરા જ લખાવાના છે. રાગ એ આ મોહની સંતતિ છે. એ રાગમાં ફસાયેલો શું પામ્યો ? કદાચ શુભકર્મના યોગે ખમા ખમા થયો, પણ બીજા જન્મમાં તો ક્યાંય ફેંકાઈ ગયો. એવી જગાએ જભ્યો કે તારો પડછાયો પણ પાપરૂપ મનાયો. ક્યારેક વળી દેવલોકમાં ગયો તો કહેવાતું સુખ પામ્યો, પછી ત્યાંથી ધરતી પર એવો પટકાયો કે કોઈ તને આવકાર આપવા પણ આવ્યું નહિ. અને વળી નરકમાં ગયો ત્યારે તો તું એ જ ખમા ખમા થતો એક વાર સંપત્તિવાન હોવા છતાં તારા દુઃખની કોઈ હદ ના રહી. તિર્યંચમાં જઈને નિરંતર ભયથી વ્યાકુળ રહ્યો. આમ ચારે ગતિમાં તને મળ્યું શું ? કદાચ શુભના યોગે કંઈ સુખ મળ્યું તે પણ ચાર દિવસના ચાંદરણા જેવું કારણ કે સ્વરૂપમય સુખ સિવાય સાચું સુખ તો તને ક્યાંયે મળે તેમ નથી. જડ લક્ષણ પરગટ જે પુદ્ગલ, તાસ મર્મ નવિ જાણે મદિરાપાન છક્યો જિમ મદ્યપ, સ્વ-પર નવિ પિછાણે. પ૩ આત્માનાં-ચૈતન્યનાં અને જડનાં લક્ષણ પ્રગટ જ છે. પૌદ્ગલિક પદાર્થ માત્ર જડ છે. અર્થાત્ તેનામાં સુખાદિભાવ નથી. તેના લક્ષણમાં પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ આત્મિક જ્ઞાન નથી પરંતુ સ્પર્શદિવાળું તત્ત્વ છે. લક્ષણથી જ જે જડરૂપે પ્રગટ છે તેનો મર્મ વિપરીત જ્ઞાનવાળો કેમ જાણે ? કારણ કે તેની બુદ્ધિમાં ભેળસેળ થયું છે. આત્માના જ્ઞાનઉપયોગ વડે જણાતા પદાર્થો શેયમાત્ર છે. જીવ એમ માને છે આ પદાર્થ મારા છે અથવા આ દેહરૂપે હું છું. વળી જડે એવો પ્રભાવ પાડ્યો છે કે પોતે ચેતનરૂપ છે તેમ ભાસ ઊભો થયો છે. હે સુજ્ઞ તુ વિચાર કર તારા ઘરમાં રહેલાં વસ્ત્ર, પાત્ર વગેરે પદાર્થોને વર્ષો સુધી એક જ સ્થાને મૂકી રાખ તે ત્યાંથી ગતિ કરતાં નથી કે તું વર્ષો પછી તેમને હાથમાં લે તો તારા વિરહનું દુઃખ તેમને લાગતું નથી. પણ જો એ પદાર્થો તારાથી અળગા થાય તો તને તેના વિયોગનું દુઃખ થાય છે. તું ચેતન એ જડ પદાર્થો પાછળ પોક કેમ મૂકે છે ? કારણ કે તને હજી જડ તથા ચૈતન્યનો મર્મ કે ભેદ સમજાયો નથી. જેમ નશો કરેલો માનવ પોતાનાં સ્ત્રી કે બહેન સાથે પણ યોગ્ય વ્યવહાર કરી શકતો નથી. નશામાં તે ભાન ભૂલી જાય છે. ન બોલવાનું બોલે છે, ન જવાને સ્થાનોએ જાય છે. તે પોતે કોણ છે તે ભૂલી જાય છે. તેમ મોહવશ માનવ સ્વ એવા આત્મા અને પર એવા પૌલિક પદાર્થોનો ભેદ જાણતો નથી. સ્વાત્માનું તેને નામ જ છોડી દીધું છે. અને પરમાં સ્વાત્મબુદ્ધિ કરીને સ્વની સાચી ઓળખાણ તે વિસરી ગયો છે. હે સુજ્ઞ તને જે ઇન્દ્રિયથી જણાય છે તે એક પણ પદાર્થ ચેતન નથી. જડ છે. તેની કોઈ હાલવા ચાલવાની ક્રિયા ચેતનની ફુરણા વગર થતી નથી. આવો સ્પષ્ટ ભેદ જણાવા છતાં તું તેનો મર્મ જાણતો નથી તેથી અજ્ઞાનવશ તે પદાર્થોને વશ પડી નશીલા માણસની જેમ તું નાચે છે. ત્યારે તને સ્વ-પરનો વિવેક જણાતો નથી કે તું કોણ છું? કોઈ શ્રીમંતને સ્વપ્નમાં ચપ્પણિયું લઈને પોતે ભીખ માંગતો દેખાય તો પણ તેને તેનો અણગમો લાગે છે. તું અનંતશક્તિનો સ્વામી – અત્યંત ધનાઢ્ય અહોરાત્રિ પુદ્ગલની માંગ ર્યા કરે છે તો તેનો તને અણગમો કેમ થતો નથી ? ૮૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #94 -------------------------------------------------------------------------- ________________ નવ નંદરાજાઓ થઈ ગયા. દરેકે એક એકથી ચઢિયાતી નવ સોનાની ડુંગરીઓ બનાવી હતી, અને જોઈને હરખાતા હતા. રાજાપણાના મદમાં તેમને ખ્યાલ પણ ન હતો કે આ પદાર્થો મારી સાથે આવવાના નથી. અને વળી તે દરેક આગળના રાજાને આ સુવર્ણ ડુંગરી મૂકીને જતા જોતાં છતાં પુદ્ગલના રાગમાં તે દરેક સુવર્ણ ડુંગરી બનાવતા ગયા. એક દિવસ તે સૌની નનામીની ભવ્ય સ્મશાનયાત્રા તે સુવર્ણ ડુંગરી પાસે થઈને નીકળતી પરંતુ તે એક પણ રાજા આંખ ખોલીને જોઈ શક્યા નહિ કે હાથ ખુલ્લા હોવા છતાં એક તોલો સોનું પણ લઈ જઈ શક્યા નહિ. આનો મર્મ તને કંઈ સમજાયો ? તો પછી તેઓ શું લઈ ગયા ? આ સોના આદિમાં, રાજ્યના વૈભવમાં, ઘોડા હાથીની વિપુલતામાં, સૈન્યની સલામીમાં જે મદ, મોટાઈ કે મૂછ રાખી તેનો સંસ્કાર, તેની વાસના લઈ ગયા. આમ સ્વના વૈભવને ભૂલેલા તે રાજા કે જગતનો કોઈ પણ પ્રાણી આ દેશને પામે છે. પરવસ્તુમાં મૂંઝાઈ અશુભકર્મોની ગાંસડી સાથે વિદાય થાય છે. માટે તું સ્વ-પરનાં ભેદને જાણીને સ્વમાં વસજે. સ્વ એટલે ચૈતન્યનું રાજ. જેમાં જાણવા માત્ર સિવાય કોઈ વળગણા નથી. જ્ઞાનાનંદથી પરિપૂર્ણ છું. પરસંગથી તું રહિત એક અવિનાશી તત્ત્વ છું. તે કેવળ શુદ્ધ ઉપયોગમાં રમણ કરે છે. પોતાનામાં જ રમણ કરનારું આ ચૈતન્ય પરમ સુખરૂપ છે, તે સ્વરૂપસુખ હોવાથી કોઈ બાધા તેમાં આવતી નથી કે વધઘટ થતી નથી. એ સુખ મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું છે. - હવે વિચાર કરજે નંદરાજાએ શું મેળવ્યું અને મહાપુરુષોએ જે મેળવ્યું તે શું છે ? જીવ અરૂપી રૂપ ધરત તે, પર પરિણતિ પરસંગ; વજરત્નમાં ડંક યોગ જિન, દર્શિત નાનારંગ. જીવ અર્થાત ચૈતન્યસ્વરૂપ આત્મા. દરેક ઈન્દ્રિયોને પોતપોતાના - ૫૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ વિષય ગ્રહણ કરવાની શક્તિ હોય છે. શરીરના સંયોગથી આત્મા વિશેષ પરિણામ વડે તે વિષયોને જાણે છે. પરંતુ આત્મા સ્પર્શથી જણાતો નથી. રસથી ચખાતો નથી. ધ્રાણેન્દ્રિય વડે સૂઘાતો નથી. ચક્ષુ વડે દેખાતો નથી. અને કાન વડે તે સંભળાતો નથી. ઈન્દ્રિયથી અગોચર હોવાથી તે અરૂપી છે. અરૂપી આત્મા જે જે પ્રકારનું શરીર ધારણ કરે તે શરીર વડે ઓળખાય છે. આત્માનો મૂળ ગુણ અરૂપી છે. પરંતુ શરીરના સંયોગે વિવિધ રૂપ ધારણ કરે છે. આવો શરીરનો સંગ તેને ક્યારથી અને કેમ થયો ? અનાદિથી જીવ શરીર ધારણ કરતો આવ્યો છે. તેનું કારણ જીવે પર ભાવમાં, પરપદાર્થના સંયોગમાં સુખ માન્યું છે. પરમાં રાગાદિ પરિણતિ કરવાથી તેને પરનો સંગ છૂટ્યો નથી. રત્ન સઘન પદાર્થ હોવા છતાં તેમાં પહેલ પાડવામાં આવે છે, એ પહેલના કારણે તેમાં જુદા જુદા રંગ ઉત્પન્ન થાય છે. અથવા સ્ફટિકમણિ પોતાના લક્ષણથી સફેદ છે. પરંતુ તેને જેવા રંગનો યોગ કરવામાં તેવા રંગવાળું તે દેખાય છે. તેમ આત્મા લક્ષણથી તો અરૂપી છે પરંતુ કર્મના કારણે વિવિધ રૂપ ધારણ કરે છે. અને તે રીતે પોતાને દેહધારી જાણે છે, તેથી અરૂપી છતાં રૂપીપણાનો આરોપ પામે છે. મૂળ તો નામકર્મની પ્રકૃતિના ઉદયે ગમે તે ગતિ પામે છે. એકેન્દ્રિયાદિ જાતિ પામે છે. ઔદારિક આદિ શરીર પામે છે, ત્રસ કે સ્થાવરપણું પામે છે અર્થાત્ દેહરહિત છતાં દેવીપણે સંસારમાં રહે છે. આ અવસ્થા તેરમા ગુણ સ્થાનક સુધી રહે છે. ચૌદમા ગુણસ્થાનક કે રૂપીપણું સમાપ્ત થઈ જીવ સ્વભાવગત અરૂપીપણાને પામે છે. ત્યારપછી અનંતકાળ એ સ્વરૂપમાં રહે છે. નિજ ગુણ ત્યાગ રાગ પરથી થિર, ગહત અશુભ દલ થોક, શુદ્ધિ રુધિર ત્યજ ગંદો લોહી, પાન કરત જિમ જોક. ૫૫ નિજ ગુણ = આત્માનો સ્વાભાવિક ગુણ. જોક = જળો આત્માનો સ્વાભાવિક ગુણ ચૈતન્ય છે. તે જ જ્ઞાનસ્વરૂપ છે ८४ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #96 -------------------------------------------------------------------------- ________________ એ જ્ઞાન દેહ આધારિત નથી કે શરીરના શ્રમથી તે પ્રાપ્ત થાય. તે કેવળ શાસ્ત્ર જ્ઞાનના શબ્દો દ્વારા પણ પ્રાપ્ત નથી. મન દ્વારા પછી આત્માનું વેદન શક્ય નથી પરંતુ જેમ જેમ પરિણામની શુદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનસ્વભાવ પ્રગટ થાય. એ જ્ઞાન સમ્યગુજ્ઞાન છે. જડ અને ચેતન પદાર્થોને જેવાં સ્વરૂપો છે તેવા સ્વરૂપે જાણે છે. પણ તેમાં મારાપણાની બુદ્ધિને ભેળવતો નથી. જેમકે જ્ઞાનનું આવરણ વધતાં ચશ્માંની જરૂર પડી. સુંદર આ કીમતી ચશ્માં લીધા પછી એને જોઈને રાજી થાય. મારાં ચશ્માં સુંદર છે કિંમતી છે, મને શોભે છે, જોતો જાય ને હરખાતો જાય. ચશ્મા લીધા, તેની ઉપયોગિતા જાણી, ચશ્માં જોયાં ત્યાં સુધી તો વાંધો નથી. પરંતુ મારા છે હું એના વડે શોભું આ રાગભાવ થવાથી જાણવાનું જે લક્ષણ હતું તે દૂષિત થયું. પોતાના જ્ઞાન ગુણનો ત્યાગ થયો અને રાગભાવમાં ચિત્ત સ્થિર થયું. આ પ્રમાણે રાગભાવમાં ચિત્તનું જોડાવું તે પૌદ્ગલિકભાવ હોવાથી અશુભકર્મના દલિકોનો આત્મ પ્રદેશ સાથે સંબંધ થાય છે. આત્માએ પોતામાં કરેલા અશુભભાવથી કર્મના પરમાણુઓ ગ્રહણ થયા. અને તે જ સમયે પોતાના જ્ઞાનગુણને આવરણ થયું. વાસ્તવમાં તું જ્ઞાનસ્વરૂપી છું. એ તારો નિજગુણ છે. કોઈએ ઘર ત્યજીને સંન્યાસ લીધો તો ઘર, નગર, સ્ત્રી આદિ જે પરપદાર્થ હતા તે છૂટી ગયા પણ આત્માનું જ્ઞાન છૂટી જતું નથી. પોતાનો ગુણ છૂટતો નથી. ઘર, કુટુંબ આદિ પર છે તેથી છૂટી જાય છે, તેમ તે પદાર્થો પ્રત્યે કરેલા રાગાદિ છૂટી જાય. અજ્ઞાનવશ જીવ પોતાના સ્વભાવને ભૂલી જાય છે અને પદાર્થોના રાગમાં ચિત્તનું તાદાત્ય કરે છે. જેમ કોઈ પાગલ જીવ શુદ્ધ પીણાને ત્યજીને ગંદા ખાબોચિયાનું પાણી પીએ છે તેમ જીવ મોહનીય કર્મપ્રકૃતિના સંગે પોતાના શુદ્ધ જ્ઞાનગુણને ત્યજીને મલિન એવા રાગાદિનું સેવન કરે છે. દીર્ઘકાળથી જીવ પોતાના ગુણ પ્રત્યે ઝૂક્યો નથી. તેથી આ જન્મમાં પણ તેને અંતરમાં જ્ઞાનસ્વરૂપમાં ડૂબકી મારવામાં ગૂંગળામણ થાય છે. પરંતુ જો તે પુરુષાર્થ કરે તો કંઈ પોતાના ગુણમાં સ્થિર પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ થવું કઠણ નથી. નિજગુણ એ પોતાનું ઘર છે. કોઈ વ્યક્તિ પરદેશ કે તીર્થાટને જાય પછી પાછી ફરીને જ્યારે પોતાને ઘરે પહોંચે ત્યારે તેને હાશ થાય. તેમ અનાદિ કાળથી બહારના પદાર્થોમાં રાગાદિ કરીને ચારે ગતિનું પરિભ્રમણ પામેલો જીવ જો એક વાર સુખસ્વરૂપ એવા નિજગુણમાં સ્થિર થાય તો કેવી હાશ થાય. અર્થાત્ પરિભ્રમણથી મુક્ત થતાં સુખી થાય. જળો નામનાં જંતુને માનવશરીરના કોઈ દર્દ પર મૂકવામાં આવે છે ત્યારે તે શરીરમાં રહેલા શુદ્ધ-લોહીને પડતું મૂકીને અશુદ્ધ લોહીને ગ્રહણ કરે છે. તેને શુદ્ધ અશુદ્ધ લોહીનો ખ્યાલ નથી. તેમ અજ્ઞ જીવને પોતાના ગુણની શુદ્ધતાનો અને રાદિ અશુદ્ધભાવનો ભેદ સમજાયો નથી તેથી તે પોતાના સ્વભાવરૂપી ગુણને ત્યજીને પરપદાર્થોમાં રાગાદિભાવો કરીને મલિનતા ગ્રહણ કરે છે. જળો તો જંતુ છે તેને માનવ જેવી વિચારશક્તિ નથી. તેથી તે સંશાવશ વર્તે છે. પણ ભાઈ, તું તો વિચારશક્તિ યુક્ત છું. શા માટે શુદ્ધતાને ત્યજીને મલિનતાને ગ્રહણ કરે છે. જળો લોહી પીને ફૂલે છે, ફુલાય છે, પણ પછી તેને નિચોવીને લોહી કાઢે ત્યારે દુ:ખી થાય છે. તેમ તું પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિથી ફુલાય છે. પણ જ્યારે કર્મોનો વિપાક દુ:ખ આપે ત્યારે દુ:ખી થાય છે. આત્માના નિજગુણ એટલે જ્ઞાનદર્શન, સુખ, આનંદ વગેરે છે. છતાં મોહની સત્તાને આધીન હોવાથી તે પુદ્ગલનો આશ્રિત બનીને પોતાના નિજગુણમાં વિષને ભેળવે છે. એટલે જ્ઞાની છતાં અજ્ઞાનીની હારમાં ગોઠવાઈ ગયો છે. પૌદ્ગલિક પદાર્થોના સંગ્રહમાં તેની મૂર્છામાં પોતાના સામાર્થ્યને ક્ષીણ કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્મા દેહનો નેહ ત્યજી દે છે. પુદ્ગલનો એક પ્રકાર આ દેહ પણ છે. તે પ્રત્યેની મમતાને જાનું તાદાત્મ્ય કહેવામાં આવે છે. માનવદેહને સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિયો મળી છે. સપ્તધાતુવાળું આ શરીર અપવિત્ર છે. સૃષ્ટિનાં પ્રાણીઓમાં પૂરી સાત ધાતુ માનવદેહમાં છે. તે જ અપવિત્રતા છે. તે ક્યારે ૮૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #98 -------------------------------------------------------------------------- ________________ જડ છે. પહેરવો ગમે અને તીખી ન બદલ પણ પવિત્ર બની શકતી નથી. તેમાં જે ચેતન તત્ત્વ છે તે પવિત્ર છે. પવિત્ર તત્ત્વોને ત્યાગીને જીવને આ અશુચિ કેમ ગમે છે ? દેહ અને જીવના મૂળ સ્વરૂપને વિચારે તો હમણાં ભ્રાંતિ દૂર થઈ સત્ તેની સમજમાં આવે. જડ પુદ્ગલ ચેતનકુ જગમેં, નાના નાચ નચાવે છાલી ખાત વાઘકું યારો, એ અચરિજ મન આવે. પ૬ પરમાણુથી માંડીને મોટા પહાડ સુધીના દરેક દશ્યમાન પદાર્થો જડ છે. એણે જીવમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. જીવને નાનો એવો હીરો પહેરવો ગમે, અને મોટા પહાડ પરનું સૌંદર્ય ગમે. એને મધુર એવી મીઠાઈ ગમે અને તીખી તમતમતી દાળ પણ ગમે. સમય આવે જાડા ધાબળા ઓઢવા ગમે સમય બદલાયે ખુલ્લા શરીરે બેસવું ગમે. આવા કેટલાય ખેલ કરે છે. ક્યાં તું ચૈતન્ય જ્ઞાનમય મહાન તત્ત્વ છતાં તું જડનો નચાવ્યો નાચે છે. જડ પુદ્ગલે જાણે ચેતન હોય તેમ તને બાંધી લીધો છે. તારે અને તારા કુટુંબને ખાવા, પીવા, પહેરવા, ઓઢવા કે સૂવા કેટલું જોઈએ ? અરે તું કદાચ મેવા મીઠાઈ ખાય. મીઠાં પીણાં પીએ. રોજે ત્રણવાર વસ્ત્રો બદલે, સુંવાળા ઓઢવાના રાખે. સૂવા બે-ત્રણ તળાઈવાળા ત્રણ ખાટલા રાખે તો પણ તારે કેટલું જોઈએ કે જેને માટે તું રાત્રિ-દિવસ કલાકો સુધી પરિશ્રમ ઉઠાવે છે ? કોઈ દરિદ્ર માણસને એવો શ્રમ કદાચિત કરવો પડે, પણ તારે તો પુણ્યયોગ છે. તને મોહે એવો ઘેર્યો છે કે ગમે તેટલું મળવા છતાં તેને વધારવામાં તું સુખ માને છે. સમૃદ્ધિની વૃદ્ધિ રક્ષણ માંગે, એ રક્ષણ કરવા તારે ચિંતા કરવી પડે. ચિંતા ઓછી કરવા માયા પ્રપંચ કરવાં પડે આવા તો તારે કેટલા નાચ કરવા પડે છે ? જેમ વાઘ – જંગલના બીજા રાજા જેવો – બળવાન હોવા છતાં એક નાના સરખા પશુને વશ થઈ જાય. જંગલનાં પ્રાણીઓ તેનાથી ડરે તેવા પરાક્રમીને એક નાનું પશુ ખાઈ જાય કેવું આશ્ચર્ય ! એક નાનોસરખો મચ્છર મોટા હાથીને મૂંઝવી દે. તેમ જડ પદાર્થોએ માનવમાત્રને મૂંઝવી દીધા છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮ . Page #99 -------------------------------------------------------------------------- ________________ એક દષ્ટાંત છે કે એક સિંહ જંગલમાં રોજે ઘણાં પશુનો શિકાર કરતો. આથી પશુઓના નેતાએ વારા બાંધી આપ્યા. એક દિવસ એક સસલાનો વારો આવ્યો. સસલો જાણીને સમય કરતાં વિલંબથી પહોંચ્યો. સિંહ ભૂખનો માર્યો ગુસ્સે થઈ ગયો. તેથી સસલાએ જણાવ્યું કે મહારાજ ! માર્ગમાં આવતા કૂવા ઉપર બીજો સિંહ મળ્યો. તે મને ખાવા ધસ્યો, મેં કહ્યું હું વચનબદ્ધ છું. મને જો મહારાજ રજા આપશે તો આવું છું. આ સાંભળી સિંહ ગરજ્યો. આ વનમાં બીજો રાજા ? બતાવ. સસલો આગળ, સિંહ પાછળ ચાલવા લાગ્યા. સસલાની ગતિ ધીમી હતી. સિંહ અકળાયો, આથી સસલાને તેણે પીઠ પર બેસાડ્યો. સસલો તો મલકાતો મલકાતો સિંહનો સવાર બન્યો. તે સિંહને એક કૂવા પાસે લઈ ગયો. અને કહ્યું કે આ કૂવામાં સિંહ છે. સિંહે તો કૂવા કાંઠે ઊભા રહીને કૂવામાં જોયું. પોતાના પ્રતિબિંબને બીજો સિંહ જાણી ત્રાડ પાડી, તેનો પડઘો પડ્યો. તે સમજ્યો આ સિંહને તો મારવો જોઈએ, ઊગતા દુમન ડારવો જોઈએ. તેણે આવેશમાં આવીને કૂવામાં પડતું મૂક્યું. નાના સરખા સસલાએ તેને મરણના દ્વારે પહોંચાડી દીધો. જડ – પુદ્ગલના પરિચયથી તું કેવો પ્રભાવિત થયો છું ? રૂપાદિ વિનાશી છે તેમ તારી નરી નજરે દેખાય તેવું છે. તે પદાર્થોમાં રાગાદિ કર્યા પછી તારે પસ્તાવાનો વારો આવે છે. એ સર્વ પદાર્થો પર સુખની આશા ઠગારી નીકળે છે. વળી જગતમાં તું ક્યારે માન કે અપમાન પામે છે. આ સર્વ નાટકનાં પાત્રો ભજવવાં પડે તેમાં તારી પુદ્ગલ પ્રત્યેની મૂછ છે. વળી આ પૌલિક સુખની મૂછ તને એક જન્મમાં મુગટધારી બનાવે અને બીજા જન્મમાં એવા જંગલમાં કોઈ વૃક્ષ તરીકે ઊભો કરી દે જ્યાં તું કેવળ ટાઢ તડકાને સહન કર્યા જ કરે. એક જગાએ તું ખમા ખમા થતો હતો. બીજી જગાએ તું કરવતથી વહેરાવા માંડ્યો. એક જનમમાં તું હજારો સલામ ઝીલતો હતો. પરંતુ સત્તાના મદનું પરિણામ કોઈ કૂતરા, બિલાડા કે સર્પ જેવા આકાર પામ્યું, તો તને દેખતાંની સાથે તારો તિરસ્કાર થવા માંડ્યો. તેને જોઈને ૮૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #100 -------------------------------------------------------------------------- ________________ લોકો દૂર રહેવા લાગ્યા. કેવા નાચ ના ? ' અરે એક જ જન્મમાં બાળક તરીકે પરાધીન રહ્યો, યુવાની તો જોતજોતામાં ચાલી ગઈ અને વૃદ્ધાવસ્થામાં પાછી પરાધીનતાએ તને જકડી લીધો. હિનપુણ્યથી તિરસ્કાર પામ્યો. આ ડોસાની હવે ટાઢી માટી થાય તો છૂટીએ એવા શબ્દો તારે કાને પડ્યા. લાખો આપ્યા પછીનો આ શિરપાવ તને મળ્યો. આ સર્વે પુદ્ગલ પરિચયનું નાટક છે તેમાં તું વિવિધ અભિનય કરી નાચે છે. જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુગલ આવરિયો, જે અનંત શક્તિનો નાયક તે ઈણ કાયર કરિયો. ૫૭ વિશ્વની સનાતન પ્રણાલિમાં મુખ્ય બે સત્તા છે. એક કર્મસત્તા બીજી ધર્મસત્તા. કર્મસત્તા પૌલિક છે. ધર્મસત્તા ચૈતન્યસ્વરૂપ છે. ધર્મસત્તાની મર્યાદામાં રહેલા જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતશક્તિ જેવા અનેક ગુણો નિજ સ્વરૂપે રહેલા છે. આવો અનંત ચતુષ્યના ગુણવાળો તું ક્યાં ફસાયો ? ચપળ એવા સ્પર્શમાં ? વિનાશી એવા રૂપમાં ? શુદ્ર એવા સ્વાદમાં કે ગંધમાં ? અને શબ્દમાં ? આમાંનો એક પ્રકાર તારા નિજગુણ સાથે બંધબેસતો નથી, ક્યાં લીમડો અને ક્યાં આંબો, ક્યાં બાવળ અને ક્યાં કલ્પતરું ? ક્યાં અઢાર અંગ વક્રવાળા ઊંટની સવારી અને ક્યાં હાથીની અંબાડી પરની યાત્રા ? અનંત ગુણ ઐશ્વર્યના સ્વામીને ભૌતિક પદાર્થોની ગુલામી કેવી ? તેને મેળવવા બાળક હોય ત્યારે રડે, યુવાન થાય ત્યારે દોડે. પ્રૌઢ થાય ત્યારે વાગોળે અને વૃદ્ધાવસ્થામાં પાછો રહે. એટલે હતો ત્યાં ને ત્યાં. ચાર દિવસના ચાંદરણાની જેમ વચ્ચેનો ગાળો તો આંખના પલકારામાં વહી ગયો, અને તારે રડતા રડતા ચિરવિદાય લેવી પડી. અનંત શક્તિનો તું નાયક આવો કાયર કેમ બન્યો ? તારાથી કોઈ કારણ કળવામાં આવે છે ? ન આવતું હોય તે જ તારી બુદ્ધિ વડે વિચારજે કે દુઃખ નથી ઇચ્છતો છતાં દુ:ખ કેમ આવી પડે છે ! મરણ ન ઈચ્છવા છતાં મરણ કેમ આવે છે ? અને આ જીવનમાં જે કંઈ કર્યું તેનો અર્થ શું સર્યો ? કંઈ જવાબ ન મળે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ એ અનુભ છે કે તું પ ક્યાં પૌ તો કોઈ અનુભવીની સલાહ લેજે પણ આ ચાલે છે એમ ચાલવા ન દઈશ. પુદ્ગલને જેમ પુદગલનાં લક્ષણ છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાનાં લક્ષણ અર્થાત્ નિજગુણ રહેલા છે. પરંતુ પુદ્ગલથી પ્રભાવિત થયેલા જીવોને પુદ્ગલનાં લક્ષણો દેખાય છે અને પ્રગટ આત્માના ગુણો જણાતા નથી. જો આત્મામાં જ્ઞાનગુણ કે વેદનગુણ ન હોત તો તને પુદ્ગલના નિમિત્તે થતાં સુખદુઃખ ક્યાંથી અનુભવમાં આવત? પણ એ અનુભવ પોકળ છે. તે કંઈ લાભકર્તા ન હોવાથી જ્ઞાનીઓ તને શીખ આપે છે કે તે પોતે જ્ઞાનાદિ અનંત ગુણનો સ્વામી છું. ક્યાં એ ગુણોનો મહિમા અને ક્યાં પૌલિક પદાર્થોની તુચ્છતા. નિજસ્વરૂપી ગુણો દ્વારા તને ઉત્તરોઉત્તર સુખ અને આનંદ મળવાના છે. અને પૌગલિક પદાર્થોના નિમિત્તે મળતાં સુખો ક્ષણિક રહેવાનાં છે. એક સંન્યાસી શિયાળાની કાતિલ ઠંડીમાં મધ્યરાત્રિએ જંગલમાં કોઈ ચોર પલ્લીના નાયકને ત્યાં આવી ચઢ્યા. ચોરનો ઓરડો ભરેલા ઝવેરાતથી ઝગમગ થતો હતો. ચોર તેને સાચવવા રાત્રિએ જાગતો બેઠો હતો. સંન્યાસીએ એક ખૂણામાં રાત ગાળવા રજા માંગી. - રાત્રિ વ્યતીત થઈ. સંન્યાસીએ પરોઢ થતાં ચોરનો ઉપકાર માની વિદાય માંગી. ચોરે વિચાર કર્યો કે આખી રાત આ ઝવેરાત સામે બેસવા છતાં આ સંન્યાસીએ તેની સામે નજર નાંખી નથી, તેથી વિદાય લેતા સંન્યાસીને ચોરે પૂછ્યું. “તમારી પાસે આ વસ્તુથી કોઈ મૂલ્યવાન વસ્તુ છે ? તમે આ ઝવેરાત સામે એક નજર પણ નાંખી નથી.' - સંન્યાસી કહે, “ભાઈ ! મારી પાસે આ ધાબળો અને અંગ પર લંગોટી છે. પરંતુ મારા અંતરમાં આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ અમૂલ્ય અને અનંત ખજાનો છે. જેને લૂંટવાવાળો લૂંટી શકે તેમ નથી. તેને સાચવવાથી તે અક્ષય પાત્ર બની જાય છે. અને તેના વડે હું પરમસુખી છું, મને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. કંઈ શ્રમ કરવો પડતો નથી. તેને સાચવવા ભય રાખવો પડતો નથી. GO પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #102 -------------------------------------------------------------------------- ________________ રાત્રિએ તું જાગ્યો, હું પણ જાગ્યો, તું ચિંતામગ્ન હતો, હું આનંદમગ્ન હતો. બહારના પદાર્થોને સાચવવા ચિંતા કરવી પડે છે. અંતરના ગુણને સાચવવા નિર્દોષ ચિંતન કરવું પડે છે. આવો આ અનંતગુણમય તું પૌગલિક પદાર્થોથી કેમ ગ્રસિત થયો છું ! તેને ત્યજી દેવા કાયર કેમ બન્યો છું ? તું તો ત્રણ જગતના સ્વામી સ્વરૂપે પ્રગટ થાય તેવો ચૈતન્યસ્વરૂપ છે. વિકાસને આધીન પ્રાણી પોતાની ક્ષુદ્ર વાસનાઓથી વાસિત થઈને પોતાના ગુણને પ્રગટ થવા દેતા નથી. અને ચળકાટયુક્ત પીત્તળને સોનાનું પાત્ર માની ખુશી થાય છે, ચાર દિવસની ચાંદની જેવા માનાદિને સુખ માને છે. તે કદાચ બુદ્ધિમાન હોય તો પણ પરમાર્થ માર્ગે તે કેવળ અંધકાર જ છે. દીનતા છે. જીવ શબ્દ વર્ણાદિને પોતાની ઇન્દ્રિયોના વિષય જાણી ભોગવે છે. ત્યારે વિકૃતિ પેદા થાય છે. પરંતુ તેને ભોગજન્ય ન માને તો ઈન્દ્રિયો અને મન દ્વારા તે જ્ઞાનનો વિષય બને છે. નિરંતર પૌદ્ગલિક પદાર્થોની આસક્તિ તે પણ વિકૃતિ છે. પુદ્ગલ અને આત્મા બંને સંયોગ આ વિકૃતિ પેદા કરે છે. જેમ પૌદ્ગલિક પદાર્થોનો સંપર્ક વધે તેમ તેમ અજ્ઞાનતા વધે છે. પૌગલિક પદાર્થોની આસક્તિ તે દર્શનમોહ છે. તેની હાજરીથી જીવ પુદ્ગલાનંદી હોય છે. દર્શનમોહનો ક્ષય થતાં જીવમાં સાચું દર્શન થાય છે. એ દર્શન આત્મગુણોની શ્રદ્ધાવાળું હોય છે તેથી જ્ઞાન પણ સમ્યગુ હોય છે. અહીંથી, નિજગુણનો વિકાસ થાય છે. ચેતનકું પુગલ યે નિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે પણ પિંજરગત નાહરની પરે, જોર કછુ નહિ ચાલે. ૫૮ હે સુજ્ઞ ! અનંત સુખના સ્વામી એવો તું ચેતન, તારું નબળું પાસું જોઈને આ પુગલની મૂછ તને અનેક પ્રકારના દુઃખમાં ધકેલી દે છે. બકરી પિંજરમાં મૂકીને પકડનારો જેમ વાઘ જેવા પ્રાણીને લલચાવે છે. નાહર જેવો જોરાવર પશુ પણ બકરીના માંસની લાલચે પિંજરમાં પુરાય છે, દુઃખ પામે છે. પણ હવે તેનું કંઈ જોર ચાલતું નથી. તેને પૂરી જિંદગી એ લાલચના ભોગે પરવશતામાં પૂરી કરવી પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ચેતન નિશદિન પુદ્ગલના સંગે રહી તેના પ્રલોભનોમાં દુઃખ છતાં તેનો જ સંગ ઇચ્છે છે. પોતે જાતે જ તેમાં ફસાય છે, પછી તે એવો પરવશ બને છે કે તે અનંત શક્તિ યુક્ત છતાં તેનું કંઈ જોર ચાલતું નથી. તેના ભાગમાં તે જેટલું કષ્ટ નથી પામ્યો તેટલું હવે ત્યાગ કરવામાં પામે છે. જો તે સ્વેચ્છાએ ત્યાગ કરતો નથી તો તેને કાળ ત્યાગ કરાવી દે છે. જો તારે કાળને વશ થઈ તેનો સંગ છોડવો પડે તો પછી તું સ્વાધીન થઈને તેનો સંગ છોડે તો દુઃખથી છૂટે. વાઘ બકરીને જોવા છતાં લાલચને ત્યજી દે તો તેને તે સમયે સુધાનું થોડું દુઃખ ભોગવવું પડે પણ પૂરી જિંદગીના બંધનના દુ:ખથી તે મુક્ત રહે છે. પ્રારંભમાં તને પૌલિક પદાર્થોના સુખની લાલચ છોડતાં દુઃખ લાગશે પણ પરિણામે તું સુખને પ્રાપ્ત કરીશ. કારણ કે સુખનું કારણ દુઃખ નથી પણ સુખ જ હોય છે. જો સુખના પરિણામે દુઃખ મળે તો તે દુઃખ જ હોય. જેવું કારણ હોય તેવું કારણ બને છે. માટી હોય તો ઘડો બને, સૂતર હોય તો વસ્ત્ર બને, જે મૂળમાં સુખનું કારણ હોય તે વડે સુખ જ મળે. અનુકૂળ સંયોગોમાં સુખ લાગે છે તેનું કારણ તે વખતે અશુભનો વિયોગ છે. પૌદ્ગલિક સુખ માટે તારે જે પદાર્થ જોઈએ છે તે મેળવતા મળશે કે નહિ તેની ચિંતા તને માનસિક દુઃખ આપે છે. વસ્તુ મળતા સુખ મળશે કે કેમ તેની આકુળતા રહે છે. વળી વસ્તુ મળવા છતાં જો સંતોષ ન થાય તો દુ:ખ જ રહેવાનું છે. વળી પોતાને જે કંઈ સંપત્તિ મળી તેનાથી અન્યની સંપત્તિ વધી જાય તો કંઈ કારણ વગર તે દુઃખી થાય છે. સંપત્તિ મળે અને માન ન મળે તો તું દુઃખી થાય છે. આમ નિરંતર કંઈ મેળવવાની વૃત્તિ તને દુઃખ આપે છે. પૌદ્ગલિક સંસારની રચના જ એવી ભુલભુલામણીવાળી છે કે જોનારને કંઈ સાચું સમજાય નહિ. અને તત્ત્વદષ્ટિ વગર સ્વરૂપનું સુખ મળે નહિ. જગતના જીવો સુખ શાંતિ માટે પ્રયત્ન કરે છે. નિરંતર એવી જ ઈચ્છા રાખે છે. તેને માટે માનવજન્મનો અમૂલ્ય ૯૨ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #104 -------------------------------------------------------------------------- ________________ સમય વેડફી રહ્યા છે. છતાં તેમને સુખ શાંતિ મળતાં નથી. અને દુઃખ જ ભોગવે છે. જીવ, તું જડની જેલમાં જકડાઈ ગયો છે, સ્વભાવે સુખનો સ્વામી લાલચમાં ફસાઈ ગયો. સાકર પોતે જેમ મીઠી છે તેમ તારા સ્વભાવમાં સુખ છે. પરંતુ સાકરને જો લીમડાના રસમાં બોળીને ખાય તો કડવાશનો અનુભવ થાય. તેમ તાત્ત્વિક સુખને છોડીને તું તેમાં પૌદ્ગલિક સુખને ભેળવવા જાય તો તું દુઃખ જ પામે. બુદ્ધિમાન તું વિચારજે કે પક્ષીને સોનાનું પિંજરું પણ પીડાકારી છે. પિંજરામાં સુંદર ફળ મૂક્યાં હોય તેની લાલચે પક્ષી પાંજરામાં પ્રવેશ કરે, ફળ ચાખ્યું, પછી ઊડવાનો વિચાર કરે તો પણ હવે પિંજરામાં ફસાયેલો ઊડી શકતો નથી. તેમ તું પુદ્ગલમાં ફસાયા બાદ નીકળી શકતો નથી. એક પક્ષી લાલચથી પક્ષીપાલકને ત્યાં પુરાઈને મૂંઝાતું હતું. તેનો રખેવાળ એકવાર તેના દેશમાં જઈને આવ્યો. તેણે પક્ષીની ભાષામાં વાત કરી કે હું તારા સ્વજનોને મળીને આવ્યો. તારા સમાચાર આપ્યા ત્યારે એક વૃદ્ધ પક્ષી વૃક્ષ પરથી એકાએક નીચે પડ્યું અને મરણ પામ્યું. (ખરેખર નિશ્કેટ પડી રહ્યું હતું, આ વાત સાંભળી પેલું પક્ષી પિંજરની સળી પરથી પિંજરમાં જ નીચે નિશ્રેટ થઈ પડી રહ્યું. પક્ષીપાલક સમજ્યો કે જેમ પેલું વૃદ્ધ તેની વાત સાંભળીને મરણ પામ્યું. તેમ આ પક્ષી તે વૃદ્ધના મરણની વાત સાંભળી બીને આઘાતથી મરણ પામ્યું છે. તેથી તેને પિંજરમાંથી બહાર કાઠી ઓસરીમાં મૂક્યું. પેલું પક્ષી બહાર નીકળતાની સાથે જ પાંખ ફફડાવતું ઊડી ગયું. આ દૃષ્ટાંત સૂચવે છે કે જો તારે છૂટવું હોય તો તને જ્ઞાની પુરુષો આપે છે તે બોધ ગ્રહણ કર. આ પુદ્ગલના પ્રલોભનથી ઉદાસીન થઈ જા. પેલા વૃદ્ધનું કહ્યું પક્ષીએ પહેલા માન્યું ન હતું તેથી લાલચથી લપટાઈને પકડાઈ ગયું હતું. પરંતુ હવે વડીલના સંકેતને સમજી ગયું કે તારે છૂટવું હોય મારી જેમ નિશ્રેટ બની જા. તે સંકેતને બોધરૂપે ગ્રહણ કરીને પક્ષી છૂટી ગયું. તેમ છે સુજ્ઞ ! પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષો જે રીતે સંસારની છૂટ્યા અને તેમણે જે માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરીને વર્તીશ તો તું પણ સંસારથી છૂટી શકીશ. ઇતને પરભી જો ચેતનકે પુગલસંગ સોહાવે, રોગી નર જિમ કુપથ કરીને, મનમાં હર્ષિત થાવ. ૫૯ આમ છતાં પણ જો ચેતન પુદ્ગલ સંગમાં હર્ષ પામે તો જેમ રોગી દર્દની ભયાનકતા સમજ્યા વિના કુપથ્યનું સેવન કરી તે પ્રકારના આહારની મીઠાશથી મનમાં હર્ષ પામે. પરંતુ જ્યારે કુપથ્યના સેવનથી રોગની વૃદ્ધિ થાય ત્યારે પસ્તાય છે. પિંજરમાં પુરાયેલા બળવાન પશુનું પણ કંઈ ચાલતું નથી. પરાધીનતામાં તેને આયુષ્ય પૂરું કરવું પડે છે. પુદ્ગલના સ્પર્શાદિ પિંજરમાં પુરાયા પછી મોટા સમ્રાટો પણ હાર ખાઈ પરવશ થઈ જાય છે. દેવોથી વંદનીય કેટલાયે દેશોના અધિપતિ એવા દશરથ રાજા કકૈયીની માયાજાળમાં ફસાઈ ગયા, તેને રાજી કરવા વચન આપ્યું અને રામાયણ ઊભી થઈ. દશરથરાજા એક કામને વશ સ્વયંમરણ શરણ થયા તેવી પરિસ્થિતિ પેદા થઈ. તો પછી જે જીવ પુદ્ગલના અનેકવિધ ફંદામાં ફસાય તેની શી દશા થાય ? આવું જાણવા છતાં જીવ પુદ્ગલના પરિચયથી તેના પ્રત્યે દેઢ આસક્તિ ધરાવે છે. તેના અભ્યાસે તે તેના સંગથી હર્ષ પામે છે. પુદ્ગલના વિષયો ખસી જતાં તેના વિયોગમાં તે ઝૂરે છે. અને વળી તેને પુનઃ મેળવવા અંતે દુઃખ જ પામે છે. જેમ કોઈ મધુપ્રમેહનો દર્દી ઔષધ લે છતાં મીઠાઈની લાલચ રોકી ન શકે અને તે ખાઈને ખુશ થાય છે. પરંતુ થોડા દિવસમાં તેનું પરિણામ આવતાં તે ક્યાં તો આંખો ગુમાવે છે, ક્યાં તો પથારીવશ થઈ ખાટલે પડે છે. માનેલો હર્ષ કુપથ્યને કારણે વિષાદમાં પરિણમે છે. તેમ જીવ પુગલના સંગમાં વિવેક ભૂલીને સંયમના પથ્યનું પાલન કરતો નથી પરિણામે વિષાદ પામે છે. આટલું સમજાવ્યા પછી પણ જો તું પુગલના પરિચયમાં જ રાચે તો ભાઈ ! તું ૯૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ . Page #106 -------------------------------------------------------------------------- ________________ સાચા સુખનો કે સંસાર તરવાનો કામી નથી. અને પરિભ્રમણના કારણોને સેવતા જીવને કોઈ બચાવી શકે તેમ નથી. નિષ્ણાત તબીબોના નિદાન પછી તેને સારા ઔષધો આપ્યા પછી, તું યોગ્ય પથ્ય ન પામે તો તું રોગથી મુક્ત થાય નહિ. કોઈક જીવો એવા મરણિયા થાય છે કે જે થવાનું હશે તે થશે, આવા સુંદર પદાર્થો સામે હોવા છતાં સંયમ પાળવાની જરૂર નથી તેમ માની તેના માટે જે કુપથ્ય છે તેના સેવનથી તે હર્ષ પામે તો તે પરિણામે દુઃખદાયક છે. આ જ નિદાન પગલસંગી ભવરોગીને લાગુ પડે છે. તું વિષયભોગની મર્યાદાને ન જાણે અને અસંયમને માર્ગે જાય. તે વિષયોમાં તું હર્ષ માને તો પરિણામ દુઃખદાયક આવવાનું છે. આખરે તું મરણને આધીન થાય છે. કહ્યું છે કે પ્રાણી પાતાળમાં પેસે, બ્રહ્મલોકમાં જાય, ઈન્દ્રના ભવનમાં ઘૂસી જાય, દરિયાપાર જઈને વસે, જંગલને છેડે વસે, મોટા પર્વતના શિખરે જઈને બેસે, અગ્નિનો સહારો લે, જળમાં બેસે, અંધકારમાં રહે કે પ્રકાશમાં રહે. વજની ગુફામાં રહે કે વિકરાળ સૈન્યની વચ્ચે રહે પણ સમય થયે તેને કાળ ગમે તે સ્થાનેથી શોધી લેશે, રોગ અને જરાથી ડરતો તું આ કાળને જાણતો ન હતો ? શા માટે કુપથ્યનું પાન કર્યું ? તેના પરિણામે દુઃખ પામ્યો. જાત્યપાત્ય કુલ ન્યાત ન જાણું નામ ગામ નવિ કોઈ પુદ્ગલસંગત નામ ધરાવત, નિજ ગુણ સઘલો ખોઈ. ૬૦ તું ચેતનરામ ! ક્યાંથી આવ્યો, અહીં આવ્યો પહેલા ક્યાં હતો ? ત્યાંની તારી જાત અને નાત કંઈ હતી. ત્યાં તારું નામ શું હતું ? જો તારી પાસે તેનો જવાબ નથી તો પછી આ જન્મમાં મળેલા નાત, જાત, નામ કે ઠામ આદિ કોના માનવા ? જે તારી સાથે નિત્ય રહેવાવાળા નથી તે તારા કેમ ગણવા ? અર્થાત ચેતનરામને કોઈ નાત નથી કે જાત નથી. તેને નામ નથી અનામી છે. તેને કોઈ ગામ નથી કે જ્યાં તેનો કાયમ વસવાટ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે. તો પછી નામ, નાત, જાત વગેરેની લીલા શું છે? પુદ્ગલના સંયોગથી જીવને નામઠામ ધારણ કરવા પડે છે, નામકર્મપ્રકૃતિ પ્રમાણે શરીરાદિની આકૃતિ મળે છે. ગોત્રકર્મની પ્રકૃતિ પ્રમાણે નાત જાત મળે છે, જે પુગલના સંયોગે મળ્યું છે કે કર્મપ્રકૃતિના ઉદયે મળ્યું છે તેમાં તારું શું છે? છતાં તે તે સર્વેમાં આત્મબુદ્ધિ કરીને જડથી ભિન્ન છતાં જડને વળગી પડ્યો છું. એટલે પેલાં જડ તત્ત્વ જાણે પોતાને ચેતન મનાવી તને અબુધ કરી મૂક્યો પુદ્ગલસંગે મળેલા નામમાં તું એકરસ થઈ ગયો છે એ નામને મળેલા માન મોટાઈને તું તારા માને છે. એ નામની પ્રશંસાથી ફુલાય છે. પુદ્ગલના રક્ષણ માટે ઘર, નગર વસાવી તું તેને પણ પોતાના માને છે. અને જે જાતમાં જન્મ્યો તે એકેન્દ્રિયાદિ જાતિને પોતાનું સ્વરૂપ માને છે. તેમાં સ્વયં તું ક્યાં તે તો ભૂલી જ ગયો છું. તને કોઈ સદ્ગુરુ કહે કે તું ચેતન છું. અવિનાશી છું. શુદ્ધ છું. જ્ઞાન સ્વરૂપ છું તો તને તે વાત પરાઈ લાગે છે. તારું માથું નકારમાં ધૂણે છે કે હું તો વસ્ત્રપરિધાનમાં દેખાતો, શરીરાકારે રહેલો છું. તમે કહો છો તેવું કંઈ મને દેખાતું નથી. આમ નિજગુણને વિસરી ગયેલો આત્મા સ્વયં સ્વરૂપ પ્રત્યે બેધ્યાન છે. સર્વજ્ઞ અને સર્વદર્શી સામર્થ્યવાળો તું નાની સરખી નાત અને જાતમાં ક્યાં ફસાઈ ગયો છું ? તેમાં નામ જાળવવા તું કેવા કષાયો કરે છે ? અભિમાનમાં તું કેવો લાગે છે ? તે વખતે તારું ચિત્ર દોરવામાં આવ્યું હોય તો તને સમજાય કે ક્યાં સમતાના નિવગુણવાળો તું અને ક્યાં આવી ક્ષુદ્રતાવાળું તારું પુદ્ગલસંગી જીવન ? નાત-જાત કે ભાત, નામ ઠામ કે ગામ તે વ્યવહાર એ જગતની વ્યવસ્થા છે. દરેક જન્મે એ વ્યવસ્થા બદલાય છે. કારણ કે એ સર્વ વ્યવસ્થા મુખ્યત્વે કર્મપ્રકૃતિને આધીન છે, આ જન્મના પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #108 -------------------------------------------------------------------------- ________________ મળેલા દેહાદિ પણ પૂર્વકર્મકૃત છે. પ્રકૃતિને યોગ્ય તારાં નામ ઠામ તને મળ્યાં છે. તેમાં ખોવાઈને નિજસ્વભાવને ભૂલવા જેવો નથી. ટી.વી. જેવાં સાધનો એટલે એક કચકડાની પટી પર અમુક પદાર્થો દ્વારા આકૃતિઓ ગોઠવાયેલી હોય છે. તે યંત્રના અને વીજળીના સંયોગથી પ્રગટ થાય છે. પાટી પરનાં રસાયણોમાં ઊપજતાં પ્રતિબિંબો બુદ્ધિમાન જુએ છે અને સમજે છે કે આ દેશ્યો છે એ કંઈ સાચી હકીકત નથી. આ પ્રમાણે આત્મપ્રદેશોની પટી ઉપર કર્મપ્રકૃતિનાં રજકણો પડ્યા છે. તેને નિમિત્ત મળતા તે દેહારિરૂપે પ્રગટ થાય છે. પછી તે પ્રાણી જે જાતિમાં જન્મ એકેન્દ્રિયાદિ તેની જાત કહેવાય છે. મનુષ્યની સૃષ્ટિ વિશાળ છે તેથી તેને વળી નાતની સમાજની કે ગોત્રની વળગણા હોય છે. નામનો મહિમા હોય છે. જ્ઞાની કહે છે, તારા આત્માના સ્વભાવમાં કે લક્ષણમાં આ નાત-જાત, નામ-ઠામ કે ઘર-ગામ કંઈ છે નહિ. તે સર્વે સંયોગ છે. તેમાં ઓતપ્રોત થઈ તું તારા નિત્ય અરૂપી એવા ગુણને ક્યાં ભૂલી જાય છે ? પુગલ કે વસ હાલત ચાલત, પુદ્ગલ કે વસ બોલે, કહુંક બેઠા ટક ટક જુએ, કહુંક નયણ ન ખોલે. ૬૧ શરીર હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, કૂદે છે, નાચે છે, કે આત્મા હાલે છે ચાલે છે, ખાય છે, પીએ છે, કૂદે છે, નાચે છે ! જો શરીર આ સર્વ ક્રિયા કરતું હોય તો શબ એ શરીર છે, તેના વડે આ ક્રિયા થવી જોઈએ. કદાચ તું કહીશ કે આત્મા કરે છે તો મુક્તાત્માઓમાં આ ક્રિયાનો વિકલ્પ થશે તે પણ સંભવિત નથી. તો પછી કોણ હરેફરે છે, નાચે છે, કૂદે છે ? પુદ્ગલનો સંયોગ આત્મામાં ગજબની ફુરણા કરે છે. કીડીના શરીરમાં જાય એટલો સંકોચાય. હાથીના શરીરમાં જાય વિશાળ કાય થાય. આ આશ્ચર્યજનક ઘટના પુદ્ગલના સંયોગને આભારી છે. આ જન્મમાં કૂતરાના શરીરમાં હડધૂત થતો હોય અને નવું દેવનું શરીર પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ C- Page #109 -------------------------------------------------------------------------- ________________ ધારણ થતાં આદર પામે. એક શરીર છૂટી જતાં દેહવાસના નવા શરીરની રચના કરે અને વળી ત્યાં તે શરીર પ્રમાણે ક્રિયા કરે. આ સર્વે નાટક પુદ્ગલના સંયોગથી સંભવ છે. જીવને પુદ્ગલ વશ થઈ હરવા-ફરવાની, હાલવા-ચાલવાની અનેક ફુરણાઓ થાય છે. ક્યારેક તે બોલ્યા જ કરે છે. ક્યારેક તે કંઈ જોયા જ કરે છે અને ક્યારેક તો આંખ બંધ કરી ધ્યાનમાં બેસે છે. શરીરમાં રહીને જીવને ઇન્દ્રિયોના વિષયો પ્રમાણે નવી નવી ફુરણાઓ થયા કરે છે. બોલતાં થાકે તો સાંભળવા બેસે છે. સાંભળતાં થાકે તો જોવા દોડે છે. જોતાં થાકે તો આંખ બંધ કરી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ખોવાઈ જાય છે. પણ પુગલની સંગત છોડતો નથી. ભાઈ તું ભલે જાગે કે ઊંધે પણ તારું જીવન તો અહોરાત્રિ જાગે છે. તું ભાવિને ભૂલે કે ભૂતકાળને ભૂલે પણ કર્મો ભૂલથાપ ખાતા નથી. જે સમયે જે બનવાનું છે તે થાય જ છે. આપણું રાખેલું કંઈ રહેતું નથી. અને મૂકેલું સચવાતું નથી. અરે, આ દેહને પણ રાખી કે સાચવી શકાતો નથી. માનવી તેવો પ્રયત્ન ભલે કરે. તે સર્વને વિનશ્વર જાણી તેમાંથી સુખદુઃખની કલ્પનાને કાઢી નાંખી આસક્તિ, મમતા ઓછી કરવામાં લાભ છે. આ પૌદ્ગલિકવિલાસ તો જુઓ. પૌદ્ગલિક પદાર્થોમાં તદાકાર. વર્ણાદિ જડ ધર્મના રંગે રંગાઈ જવું. ઈદ્રિયોના વિષયોમાં અનુરક્ત રહેવું. આ સર્વ વિલાસ માટે કમર કસીને કમાવું. અને વિલાસ ફિક્કા પડે દુઃખી થવું. તે સર્વ પુદ્ગલની રમત છે. મનગમતા કહું ભોગ ભોગવે, સુખ સયામેં સોવે, કહૂક ભૂખ્યા તરસ્યા બાહર, પડ્યા ગલીમેં રોવે. દર કોઈ મનગમતા ભોગભોગવે, અને સુખશપ્યામાં આરામ કરે, કોઈ ભૂખ્યો તરસ્યો આથડે, અને ગલીમાં પડીને રોવે. આ સર્વ કર્મપ્રકૃતિની વિચિત્રતા છે, જે જીવે પોતે અજ્ઞાનવશ પેદા કરી છે. શુભભાવથી કરેલાં પરોપકારી કૃત્યો વડે. દાન જેવા ૯૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #110 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત વડે, પરમાત્માની ભક્તિ વડે, સરળતા જેવા ગુણો વડ, ભૌતિક જગતનાં સુખો મેળવીને કોઈ સુખ ભોગવે છે. અને તેના વિરુદ્ધ આચરણ કરી, અન્યને પીડા આપી, ધનસામગ્રી છતાં કૃપણતા સેવી અશુભબંધના પરિપાકે દુઃખ ભોગવે છે. જગતમાં કોઈ કોઈને સુખ કે દુઃખ આપતું નથી, પરંતુ પોતાની જ કરેલી કરણી વડે જીવને તેનું ફળ ભોગવવું પડે છે. છતાં સાંસારિક સુખ એ વિલાસ છે. અને ત્યાગ એ વિકાસ છે. ભોગમાં પર પદાર્થો પરાધીનતા છે. ત્યાગમાં ત્યજી દેવાની સ્વાધીનતા છે. પુદ્ગલાનંદી જીવ માને છે. હું આ જગતમાં માનવ તરીકે જન્મ્યો. મારામાં બુદ્ધિપ્રતિભા છે. એટલે હું મનગમતા ભોગ ભોગવવામાં સ્વતંત્ર છું. મને જે સુખનાં સાધનો મળ્યાં છે તે મારા પુરુષાર્થથી મળ્યાં છે. તેથી હું નિરાંતે તે ભોગવવાનો અધિકારી છું. પેલો ભૂખ-તરસે રિબાતો પ્રાણી ગલી ગલીમાં ભટકે છે અને દુઃખી થાય છે. બેમાંથી એકેને ખબર નથી કે આ સુખ અને દુ:ખનું કારણ શું છે ? તું સુખમાં હો કે દુઃખમાં હો તે તારું સ્વાભાવિક જીવન નથી. સુખદુઃખના સીમાડામાં સમાઈ રહે તે તારું સ્વરૂપ નથી. આ સર્વે પુદ્ગલના સંયોગના વિકારો છે. તે મર્યાદિત છે. અને તારું સ્વરૂપ તો અમર્યાદિત-અપરિમિત છે. મર્યાદિત જીવન એટલે આત્માને દેહના સંયોગનો વિયોગ, પરંતુ પુદ્ગલાનંદીને એ ભોગમાં જ સુખ લાગે છે. અને તેના અભાવમાં દુઃખ લાગે છે. તારું સ્વરૂપ આવું સીમાબદ્ધ નથી. તેને જડ વસ્તુના સંયોગ-વિયોગનો સ્પર્શ નથી. જે કંઈ કર્મના ઉદયે સંયોગ છે, તેની અવસ્થા છે તેને જ્ઞાની સ્વસ્વરૂપે માનતા નથી તેથી નિર્ભેળ સુખના સ્વામી છે. સંસારમાં પ્રાણીમાત્રનું જીવન કર્મને આધીન હોય છે. તે કર્મની વિચિત્રતા ઘણી ગહન છે. ચક્રવર્તી, સમ્રાટો કે આજના તવંગરો, પદવીધારીઓ વિવિધ પ્રકારનાં સુખ ભોગવે, આરામથી સૂવે, ખમા ખમા થાય. પાણી માંગતા દૂધ મળે. સૂકા મેવા મળે. ભાતભાતનાં પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ ભોજન મળે. અને આપણે જોઈએ છીએ કે કેટલાયે માનવીઓને પૂરતું ખાવા મળતું નથી. સૂવા ફાટેલી ગોદડી મળતી નથી. બીમારીમાં ઔષધ મળતું નથી. સુખી માણસને ખબર નથી સુખ ક્યારે દગો દેશે. પરાક્રમી રાજવી મેવાડના રાણી ખમા ખમા થતો દેશદાઝ માટે ઝઝૂમ્યો. એક દિવસ એવો આવ્યો કે સૂકા રોટલા માટે તેનો પરિવાર ટળવળતો હતો. દરિદ્ર દુઃખને દૂર કરવા પૂરી જિંદગી ઝઝૂમે પણ દુ:ખની મિત્રતા તેને છોડે નહિ. કેમ જાણે દુઃખે તેને શોધી લીધો હોય ! કર્મની આવી વિચિત્રતા અને પરાધીનતાના પનારે પડવું. તેના કરતા આ ચેતનનું સ્વાધીન સામ્રાજ્ય ઉત્તમ છે, હા તેમાં તારે બધું છોડવું પડે, ધનાદિની મૂછ ઓછી કરવી પડે. પુત્રાદિ પરિવારની પળોજણનો પાલવ પકડી ન રખાય. પણ પેલી દરિદ્રતા કરતાં તે સુખદ છે. દરિદ્રિને વસ્તુના અભાવનું અત્યંત દુઃખ છે. જ્યારે મળેલી વસ્તુનો ત્યાગ સુખદ છે. વસ્તુના અભાવમાં જીવ નિરંતર આર્તધ્યાન કરે છે. વસ્તુના ત્યાગમાં જીવને પ્રભુના માર્ગે ચાલવાનું સુખ છે. પૌદ્ગલિક સુખ અને દુઃખ વાસ્તવમાં દેહનાં રસાયણોની અસમતુલાના વિકારો છે. ભલે તેને શાતા અને અશાતાવેદનીય કર્મનો ઉદય કહો, અવિકારી એવો આત્મા પોતામાં આ સુખાદિને આરોપ કરે છે. તેથી પુનઃ કર્મથી બંધાય છે. જો તેને પૌલિક વિકારથી મુક્ત થવું હોય તો દેહ અને આત્માની ભિન્નતાનો અભ્યાસ કરવા તેવું જ્ઞાન મેળવવું પડશે. એ જ્ઞાન તો સ્વયં પોતાના સ્વભાવમાં છે. પરંતુ કર્મના આવરણથી તે દબાયેલું છે. તે આવરણ દૂર કરવા તેણે સદ્દગુરુના બોધવચનને પચાવવા પડશે. કર્મરૂપ આવરણની ક્ષીણતા આત્માને અત્યંત જરૂરી છે. કર્મઆવરણ તે સાંયોગિક અવસ્થા છે. જૂનાં કર્મોનો ઉદય, વળી નવાં કર્મોને ખેંચી લે છે. આમ એક ચક્ર ચાલ્યા જ કરે છે. તેમાં જીવની ફુરણા જ કારણ છે. કર્મોને ઉદયાધીન થવામાં તો સુખદુઃખનું યંત્ર ચાલુ જ રહેવાનું છે. એ અવસ્થાથી મુક્ત થવું તેમાં સુખ છે. શુભાશુભ કર્મની નિર્જરા, ક્ષીણતા તે જ દેહાદિના વિકારોથી મુક્ત ૧૦૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #112 -------------------------------------------------------------------------- ________________ થવાનો ઉપાય છે. અને તે સક્રિયા દ્વારા યોગશુદ્ધિ અને જ્ઞાન દ્વારા ઉપયોગશુદ્ધિ વડે શક્ય છે. મનુષ્યને મળેલા મનાદિ યોગો નિરંતર સક્રિય હોય છે. તે સાંસારિક પ્રયોજનમાં અશુદ્ધ હોય. તેને અહિંસાદિ ક્રિયામાં જોડવાથી શુદ્ધ બને છે. અને ઉપયોગમાં જે કષાયની મલિનતા છે તે જ્ઞાનવડે શુદ્ધ થાય છે. પુદ્ગલ કે વશ એકેજિક બહુ, પંચેન્દ્રિયપણું પાવે, લેશ્યાવંત જીવ એ જગમેં, પુદ્ગલ સંગ કહાવે. ૬૩ મહદ્અંશે પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીને તો ખબર નથી કે તે પાંચ ઇન્દ્રિયોની પ્રાપ્તિ સુધી કેવી રીતે પહોંચ્યો છે. આ જીવનકાળના ગણતરીનાં વર્ષોને બાદ કર્યા પછી કે આવા ઘણા જન્મોને બાદ કર્યા પછી જ્ઞાનીજનોના જ્ઞાનમાં જીવનું જ સ્વરૂપ દેખાયું તેમાં પંચેન્દ્રિયપણું પામ્યા પહેલાનો ભૂતકાળ તો જીવે એકેન્દ્રિયપણામાં ગાળ્યો છે. એકેન્દ્રિયપણું એટલે કેવળ શરીર હોય. તેના રહેવાનાં સ્થાનો એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ-વનસ્પતિ. એ સ્થાનોમાં ઘણો લાંબો કાળ કે જેનું લેખું મંડાય તેવું નથી. એ સ્થાનમાં કેવળ શરીર જ સાધન હોવાથી અને તેમાં દીર્ઘકાળ રહ્યો હોવાથી પોતે ત્યાં ચૈતન્યરૂપે હતો છતાં પુદ્ગલને વશ પડ્યો હતો. એ સ્થાનોથી વિકાસ કરતો પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ સુધી પહોંચ્યો. પણ પૌલિક પરિચયના કારણે તેની વેશ્યા–અધ્યવસાય પણ પૌદ્ગલિક જેવી થઈ ગઈ. દેહાધ્યાસની લેગ્યાથી દેહ પામતો જ રહ્યો. લેશ્યા શું છે જાણો છો ? કષાયરંજિત જીવના પરિણામને લેગ્યા કહે છે. જીવના પરિણામની આ વેશ્યા જ અસંખ્ય પ્રકારે છે, પરંતુ શાસ્ત્રકારોએ તેના મૂળ બે ભેદ કહ્યા છે. તેના છ પ્રકાર છે. બે ભેદ – શુભ – અશુભ લેશ્યા. શુભ લેશ્યા : તેજો, પધ, શુક્લ અશુભ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત ૧૦૧ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧. તેજો ૨. પદ્મ ૩. શુક્લ = પીળા રંગ જેવી ગુલાબી રંગ જેવી શ્વેત રંગ જેવી ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત - - = આ રંગ એ સૂચવે છે કે જીવના પરિણામ પ્રમાણે પોતાની આભા બને છે. તેજો, પદ્મ, શુક્લ શુભવર્ણ છે. જેની લેશ્યા શુભ છે તેની આભા શુભ હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત અશુભવર્ણ છે, જેની લેશ્મા અશુભ છે તેની આભા (શરીરની કાંતિ) અશુભ હોય છે. લેશ્યા પ્રમાણે જીવનાં આચાર-વિચાર અને વર્તન બને છે. કેટલાંક સ્થાનો એવાં હોય છે ત્યાં જીવોની લેશ્યા અશુભ હોય છે. કેટલાક સ્થાનો એવા હોય છે કે જીવોની લેશ્યા શુભ હોય. કાળા રંગ જેવી મોરપીંછના રંગ જેવી કબૂતરના પીંછાના રંગ જેવી કૃષ્ણ લેશ્માવાળો જીવ સ્વાર્થી હોય છે. તેને આખું ખાવા જોઈએ છે. બીજાને નુકસાન કરીને પણ પોતે સુખી થવા માંગે છે. તે સ્વાર્થાંધ હોય છે. તીવ્ર હિંસાદિ પ્રકૃતિવાળો હોય છે. ૧૦૨ નીલ લેશ્યાવાળા જીવ સ્વાર્થી હોય છે પણ તેની સ્વાર્થવૃત્તિમાં તીવ્રતા કંઈક ઘટે છે. કાપોત લેશ્યાવાળો, પણ અશુભ પરિણામને કારણે સ્વાર્થી તો હોય છે. પણ તીવ્રતા કંઈ ઘટે છે. તેજો લેશ્માવાળો શુભ અધ્યવસાયને કારણે સંસારમાં હોવાથી સ્વાર્થ હોય છે પણ ઘણી મંદતા હોય છે. અને પરિણામ ઉચ્ચ હોય છે. પદ્મ લેશ્યાવાળો શુભ અધ્યવસાયને કારણે નિઃસ્પૃહ હોય છે. કોઈ વસ્તુ મેળવવા કોઈને નુકસાન કરતો નથી. તેની લેશ્યા વધુ ઉચ્ચ હોય છે. શુક્લ લેશ્યાવાળો જીવ તો ઉત્તમ અધ્યાવસાયવાળો હોય છે. તે સૌના સુખમાં રાજી હોય છે. વળી પ્રાયે જીવની શુભ-અશુભ લેશ્યા પ્રમાણે ભાવિજન્મની ગતિ નિર્માણ થાય છે. એટલે કહેવાય છે કે જીવને લેશ્યા લેવા આવે છે. અર્થાત્ આયુષ્યના બંધ અને ગતિ પ્રમાણે અંતિમ સમયે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવના પરિણામ હોય છે. લેશ્યા લેવા આવે અને કાર્યણકાયયોગ જીવને અન્ય ગતિમાં લઈ જાય છે. આ સઘળાનાં મૂળમાં પુદ્ગલ પરિચયની મૂર્છા છે. હે સુજ્ઞ ! આ કાળમાં આપણાં જીવન કેટલાં ટૂંકાં છે ? તેમાં કેટલું ગયું તે તું જાણે છે પણ કેટલું રહ્યું તે તું જાણતો નથી અને તેના ઉપર ભરોસો પણ રખાય તેમ નથી. માટે આત્મસાધનામાં પ્રમાદ રાખવા જેવો નથી. માન, મહાત્ત્વાકાંક્ષા શ્રીમંતાઈ જેવા પ્રલોભનોમાં રહી પુદ્ગલની ગુલામી કરવા જેવી નથી. પૌદ્ગલિક પદાર્થોમાં વૃત્તિઓ દોડે છે. મનની માંગ પ્રમાણે બસ દોડ્યા જ કરે છે. એ દોડને થોડો વખત થોભાવી દે અને વિચાર કે મને આ દોડમાં શું મળ્યું ? તારી બુદ્ધિ તને દલીલ કરશે. જો તારી કેટલી સંપત્તિ વધી. માન-સત્કાર વધ્યાં. પુત્રાદિ પરિવાર વધ્યો. અને તને કેટલી કેટલી તકો મળશે, માટે દોડ. અને તને એ બુદ્ધિની વાત ગમી જશે. ત્યારે તું સદ્બોધને મુલતવી રાખીશ. કારણ કે તારાં પરિણામ તારી લેશ્યા તને તે તરફ દોરી જશે. - ચઉદે ગુણસ્થાનક મારગણા, પુદ્ગલસંગે જાણો પુદ્ગલભાવ વિના ચેતનમેં, ભેદભાવ વિ આણો. ૬૪ આ પુદ્ગલની લીલા ગહન છે. સંસારમાં તો પુદ્ગલની છાપ લઈને ફર્યો. અને સિદ્ધલોકમાં ગયો ત્યારે કાયા પ્રામાણિકપણે છેલ્લા અવગાહનની – શરીર આકૃતિની છાપ મારી આપે. પૌદ્ગલિક રીતે નિરાકાર છતાં છેલ્લા પુર્દુગલ-અવગાહનની મહોર વાગે છે. ગુણસ્થાનક તો આંતરિક અવસ્થા છે, છતાં તે અવસ્થાને પ્રગટ થવામાં દેહનું અવલંબન છે, તેથી તેના ભેદ કહ્યા છે. જેમકે એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધી મિથ્યાત્વ ગુણ સ્થાન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિનો જીવ સમકિત–ચોથા ગુણ સ્થાનને પામી શકે. છઠ્ઠું-સાતમું ગુણસ્થાનક મુનિપણાને ધારણ કરનાર સંયમ પાળનાર પામી શકે અને દેહમાં રહેલા સંયતિ મુનિ ઉપયોગની શુદ્ધિથી શ્રેણિએ આરૂઢ થઈ શકે. દેહધ્યાસનો ત્યાગ કરનાર ચારઘાતી કર્મોનો નાશ કરી તેરમા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પામે. અને આખરે કાયાદિનો યોગ પુદ્ગલનો પરિહાર ઃ પરમાર્થની પ્રાપ્તિ : ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ નિરોધ કરી ચૌદમું ગુણસ્થાન પામે. આવા સર્વ ભેદ પુદ્ગલ - બાહ્ય દેહાદિકના સંયોગથી છે. ચેતનમાં કોઈ ભેદભાવ નથી. આમ પુદ્ગલ-દેહ ધર્મનું સાધન બને છે. તેથી ભૂમિકા પ્રમાણે ભેદ દર્શાવ્યા છે. સિદ્ધપદમાં કોઈ ભેદ નથી. તે અવસ્થા જ અભેદ છે. જેવું સ્વરૂપ છે તેવી રમણતા છે. કયા સિદ્ધ મોટા કે નાના છે, વહેલા કે મોડા છે. ઊંચા છે કે નીચા છે. જ્ઞાની છે કે અજ્ઞાની છે, આવો કોઈ ભેદ શુદ્ધપણે પ્રગટ થયેલા ચેતનમાં નથી. વળી સ્વભાવગત પણ કોઈ ભેદ નથી. પાણી માંહ ગલે જે વસ્તુ, જલે અગ્નિ સંયોગ, પુદ્ગલ પિંડ જાણ તે ચેતન, ત્યાગ હરખ અરૂ સોગ. ૬૫ જગતના પદાર્થોની પણ ગજબની પરિવર્તનશીલતા છે. લોખંડ જેવો કઠણ પદાર્થ પાણીમાં મૂકી રાખો કાટ ખાઈને ઓગળવા માંડશે. એ પદાર્થ અગ્નિના સંયોગે ગળવા માંડશે. ચેતન અનુકૂળ પુદ્ગલપિંડના સંયોગે હરખાય છે. અને વિયોગે શોક પામે છે. ભલે જડ હોય, પણ લોખંડ જેવા કઠણ પદાર્થની અન્ય પદાર્થના સંયોગે આવી ગળવાની અને જળવાની ક્રિયા બને છે. ચેતન ગમે તેવું સ્વભાવે સૂક્ષ્મ અને શુદ્ધ છતાં પુગલસંયોગરૂપી કહેવાય છે. અને કર્મના સંયોગ અશુદ્ધ કહેવાય છે. અને વળી ચેતન સ્વયં ગુણ કરી આનંદસ્વરૂપ હોવા છતાં હર્ષ-શોક કરે છે. જે તારું નથી તેના ત્યાગ, સંયોગ કે વિયોગમાં હર્ષ-શોક કરવા જેવું શું છે ? તું લોખંડની જેમ જડ કે કઠણ નથી કે સંયોગ-વિયોગમાં ગળે કે જળે ? વાસ્તવમાં જડ પદાર્થો મેળવી કે ગુમાવીને હર્ષ કે શોક કરવા જેવો નથી, તેથી તો તેના ત્યાગી એવા વિરક્ત પુરુષોને એ પદાર્થોની ઝંખના નથી કે તેના વિયોગમાં હર્ષ-શોક પણ નથી. વિશ્વના ઉત્તમમાં ઉત્તમ પૌલિક પદાર્થોનો સમૂહ તીર્થકરની આજુબાજુ હોય છે. સિહાસન, ચામર, છત્ર વગેરે અતિશયો છતાં તેમણે તેમાં હર્ષ અનુભવ્યો નહિ. જો તેના સંયોગમાં સુખ માને તો મુક્ત ન થાય. ૧૦૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #116 -------------------------------------------------------------------------- ________________ અને મુક્ત થાય તો દુઃખ પામે. તેમનામાં આવા હર્ષ-શોક કે રાગદ્વેષના કંઠનો અભાવ હોવાથી, પ્રારંભમાં તેઓ એ પદાર્થને છોડે છે, પછી એ પદાર્થો સ્વયં તેમને છોડી દે છે. આ સમસ્ત સંસારના પ્રાણીને મોહ વળગ્યો છે. જ્યારે ભગવાન સ્વર્યા મોહને એવા નડ્યા કે મોહે તેમને છોડી દીધા. કૃશકાય દેહીને સોજા આવવાથી તે તંદુરસ્ત ગણાતો નથી, તેમ પુદ્ગલરૂપી જડ પદાર્થોની વિપુલતાથી માનવ સુખી ગણાતો નથી. તો પછી તેનો ત્યાગ કરવામાં હર્ષ-શોક શું ? સમગ્ર સૃષ્ટિમાં માનવદેહની મહત્તા શા માટે છે ? આ ઉત્તમતા માનવાની સમજમાં આવી ન હોય. કારણ કે માનવચેતનાનો મોટો ભાગ દેહદૃષ્ટિની વિશેષતાવાળો છે. આત્મદષ્ટિ મહાપુણ્ય યોગ કોઈ વિરલ જીવોમાં જ હોય છે. દેહદૃષ્ટિવાળો ઉપાસ્ય પૌદ્ગલિક પદાર્થો છે. તેની બુદ્ધિમાં દેહ જ . આત્માનું રૂપ છે. તેનું કોઈ જુદુ મહાસ્ય તેને સમજાયું નથી. તેથી તેઓનો આત્મિક વિકાસ થતો નથી. કેવળ દેહના સજવામાં હર્ષ માને છે. તેને સજવાના પદાર્થો ન મળે તો શોકમાં ગરકાવ થઈ જાય છે. પુદ્ગલાનંદી જીવોને બીજી બાજુ સમગ્ર સૃષ્ટિમાં માનવદેહ જેવો બુદ્ધિમાન, બીજો દેહ દેખાતો નથી. ભલે વન્ય પશુઓ જોરાવર હોય પણ તેને પિંજરમાં પુરવાનું કામ માનવદેહ કરી શકે છે. આત્માને મરણના પ્રસંગથી જુદો માને તો પણ અનાદિકાળનો દેહનો સંસર્ગ અને સંસ્કાર પોતાને દેહરૂપ માની લે છે. તેથી તે દેહની વાસનાથી છૂટો પડી શકતો નથી. આ પ્રમાણેની માન્યતાને કારણે જીવ મનગમતા પદાર્થો મળે હસે છે, નાચે છે, હરખાય છે. અને જ્યાં તે પદાર્થો છૂટી ગયા કે બિચારો રાંક થઈ રડે છે, મુંઝાય છે. જડવસ્તુની હાનિ વૃદ્ધિથી તે હર્ષ-શોક પામે છે. અનાદિકાળથી આ જડ અને ચેતન દૂધપાણીની જેમ ઓતપ્રોત થઈ રહ્યા છે. સ્વયં જીવથી તે જડ જુદું ઓળખાતું નથી. સંસારની રચના જ એવી છે. તેનું સાચું સ્વરૂપ જીવના કળવામાં આવતું પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિા ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ નથી. જડ એક તત્ત્વ છે. તે પુરણ અને ગલન સ્વભાવવાળું છે. તે પોતારૂપે પરિણમે છે. પણ જીવ તે જાણી શકતો નથી. જોકે આત્મા જડ સાથે રહેવા છતાં જડરૂપે પરિણમતો નથી. સ્વરૂપમાં જ રહે છે. વર્તમાનની અવસ્થામાં તે જડની ચિત્રવિચિત્ર લીલામાં ફસાઈ ગયો છે વળી, સંસારી જીવ કર્મપ્રકૃતિથી જાતિ, ગતિ કે કોઈ પણ અવસ્થામાં ઓળખાય છે. જીવ જ્યારે પુદ્ગલથી મુક્ત થાય ત્યારે સ્વસ્વરૂપ ઓળખાય છે. અર્થાત્ જીવ શિવસ્વરૂપે ઓળખાય છે. ત્યાં સુધી તો તે સંયોગ વિયોગના ઝૂલે હર્ષ શોક પામે છે. છાયા આકૃતિ તેજ દ્યુતિ સહુ, પુદ્ગલ કી પરજાય, સડન પડન વિધ્વંસ ધર્મ એ, પુદ્ગલકો કહેવાય. ૬૬ પુદ્ગલના મુખ્ય લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ છે. આ પુદ્ગલ પૃથ્વી પર ઘણું વ્યાપક છે. તેથી તેનાં લક્ષણો પણ વ્યાપક છે. માનવ કે પ્રાણીમાત્રાની છાયા કે દર્પણમાં પડતું પ્રતિબિંબ તે પુદ્ગલને આશ્રયીને છે. કારણ કે કાયા પુદ્ગલ છે તેમ તેની છાયા પણ પૌદ્ગલિક છે. પુદ્ગલ સ્કંધોનો સમૂહ પ્રકાશના નિમિત્તથી તદાકાર પ્રતિબિંબિત થાય છે. આકૃતિ, કોઈ પણ પદાર્થની આકૃતિ, વિશ્વમાં રહેલા મોટા પર્વતો કે નાનો રાઈનો દાણો એ સર્વ પુદ્ગલના પ્રકારો છે. તેજ એટલે પ્રકાશ ભલે તે સૂર્યના કિરણરૂપ હોય છતાં તે ચક્ષુગોચર છે. અને પૌદ્ગલિક છે. દ્યુતિ એટલે બુદ્ધિ પ્રતિભા કે વિચારશક્તિ તે પણ મનોવર્ગણાના પુદ્ગલોનું સર્જન છે. આ ઉપરાંત અંધકાર જેવા પદાર્થો પણ પૌદ્ગલિક છે. આ સર્વ પુદ્ગલના પર્યાયો પળોજણ વળગાડ છે. તને ભૂત વળગ્યું હોય તો કેવો મુંઝાય, પણ આ ભૂતથી તું ક્યારે પણ મુંઝાયો નથી. પણ તે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તેમ મનમાં રાખીને જાણે ડોકે વળગાડીને ફરે છે. ૧૦૬ પ્રથમ તો વિચાર કે કેટલા દેહ ધારણ કર્યા. તે સડ્યા, પડ્યા, નાશ પામ્યા. દેહ માટે વસાવેલાં વસ્ત્રો સડ્યાં નાશ પામ્યાં, સોના - પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #118 -------------------------------------------------------------------------- ________________ જેવા અલંકાર પણ ઘસાઈ નાશ પામે છે. આજે પર્વત છે ત્યાં કોઈ કાળે નદી હતી. આજે કોઈ જગાએ જયા મોટી ભેખડો છે ત્યાં કોઈ જગાએ મહેલાતો હતી. અયોધ્યા નગરીમાં ચક્રવર્તીના મહેલો હતા. મોટી હવેલીઓ હતી તે જગાએ આજે ધૂળ-કાંકરા પડ્યા હશે. તે ઋષભદેવાદિ યોગીજનોના શરીર અત્યંત શક્તિયુક્ત સૌન્દર્યવાન પવિત્ર હતાં છતાં રાખી શકાયાં નથી કારણ એ પદાર્થોનો ધર્મ જ વિનશ્વર છે. તેને કેમ રાખી શકાય? પુદગલ એને જ કહેવાય છે કે જે નાશ પામે છે. એમાં કોઈ સર્જનતા નથી. પૌલિક પદાર્થોની વાસનાનો વિનાશ એ સર્જન છે. વાસનાનો અંત આવતા જન્મમરણની પળોજણનો અંત આવે છે. આ વાસના મનમાં તરંગ પેદા કરે છે. વાસનાની આસક્તિ જીવની દશાને સ્વભાવને અને દિશાને બદલી નાખે છે. આત્માની દશા છે નિર્મળ વાસના જે તેને નિર્બળ બનાવે છે. આત્માની દિશા છે મુક્તિ. વાસના તેને સંસારની વાટ પકડાવે છે. અને તેથી સ્વતંત્ર એવો સમ્રાટ આત્મા દોલત, પ્રતિષ્ઠા, સત્તા જેવા પૌદ્ગલિક પદાર્થોની પાછળ દોડે છે. પૌગલિક પદાર્થોનો પરિચય આદિ અને અંતવાળો છે. તેને માટે અન્ન જીવ અનંત સુખ ગુમાવે છે. જેમ કાયાની છાયા સાથે કોઈ દૈહિક વ્યવહાર નભી શકતો નથી. તેમ જીવ અને પુદ્ગલનો સમાન વ્યવહાર ટકી શકતો નથી. આ જન્મમાં કંઈ આ પ્રથમ પ્રયાસ કે પરિશ્રમ નથી. જન્મોજન્મ એ પ્રયાસ કર્યો છે પણ તને તેમાં નિષ્ફળતા મળી છે. સંસારમાં સુખ બહારથી આવે છે માટે માનવ તે શોધવા બહાર ફરે છે. અને દુઃખ કોઈના નિમિત્તથી થાય છે. માટે તેનું કારણ બહાર શોધે છે. વાસ્તવમાં સુખ કે દુઃખ સાધન મુખ્ય છે તે સર્વ જડનો અનુભવ છે. તેમાં ચેતનનો સ્પર્શ નથી. તમામ ક્ષણિક પદાર્થો જીવને ભ્રમ પેદા કરે છે કે જાણે કાયમ ટકવાવાળા છે. મોટા ભાગના જીવોનું વલણ આવું છે. પરંતુ જેને સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે તેને તેના જ ભાવો થાય છે. અને તે સ્વરૂપની પ્રાપ્તિની તાલાવેલીમાં તે સમજે છે કે આ વૈભવ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૦૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુમાવીને પૌદ્ગલિક પદાર્થોની તુચ્છતામાં પડવા જેવું નથી. નિજસ્વરૂપ પ્રાપ્તિમાં જ તેને સાર્થકતા લાગે છે. પુદ્ગલના મમત્વમાં મેં મારા સ્વરૂપને કેદ કર્યું હતું. જો એ મમત્વનો પરિહાર કરું તો હું સ્વયં પૂર્ણ છું. અનેક જન્મોથી જીવનો જોગ જડ, નામ અને રૂપ સાથે છે. દિશાથી પાછો ન વળે તો તેને નિષ્ફળતા જ મળવાની છે. વળી દેહ તે જ હું છું તેમ માની જન્મ જરા મરણ અને અનેક વ્યાધિઓ સ્વીકારી લીધી. અનાત્મા એવા દેહને નિત્ય માની તેની સાથે દૃઢ મૈત્રી કરી લીધી. દેહ અને આત્મા બંને વિરુદ્ધ લક્ષણવાળાનો યોગ મોહને કારણે થયો છે. આથી અહીં જણાવે છે કે આ તમામ પૌલિક પદાર્થો તું ગમે તેટલા રક્ષિત રાખે તે ટકી શકે તેમ નથી. તે તેના ધર્મ પ્રમાણે રહે છે. મલ્યા પિંડ દેહને બંધે બે' કાલે વિખરી જાય ચરમ નયણ કરી દેખિયે તે, સહુ પુદ્ગલ કહેવાય. ૬૭ બે' (હે ચેતન !) જેને આ પુદ્ગલપિંડની પ્રાપ્તિ થઈ તે સર્વ કર્માધીન હોય છે. તે કર્મો વળી કાળને આધીન છે. તેથી જે પિંડને તું રાખવા ઇચ્છે તે કાળને આધીન વિખરાઈ જાય છે. અગ્નિસંસ્કાર વડે રાખ બને છે. કર્મ વડે તું આ પુદ્ગલના પિંજરમાં બંધાય છે. તેને તું પરાધીન રહી છોડી શકતો નથી. એટલે તે ટકાવવા પ્રયત્ન કરે છે. પણ તેમાં કોઈ સફળ થયું નથી, થવાનું નથી. કારણ કે ટકવાવાળો પદાર્થ તેનાથી ભિન્ન છે. દેહમાં રહેલો તદ્દન નિકટ છે છતાં તું તેને જાણતો નથી. આ વિશ્વના દર્શન માટે તને ચર્મચક્ષુ મળેલાં છે. તે વડે તું જે કંઈ જુએ છે તે સર્વ પુદ્ગલની રમત છે, પથારો છે. જો તું અંતરચક્ષુ વડે જુએ તો તને વિશ્વનું દર્શન અલગ લાગશે. ચર્મચક્ષુ વડે જણાતા પુદ્ગલના પદાર્થોમાં ચકિત થઈ જાય છે, ખોવાઈ જાય છે. તું મોટા બજારમાં જાય ત્યાં તારે લેવાનું તો ઘણું અલ્પ છે. १०८ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #120 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ ચક્ષુ વડે જોતાં તું ધરાતો નથી. ઘણી વાર તો એવા સ્થાનોએ વારંવાર જાય છે. એવા પૌદ્ગલિક પદાર્થોનું આકર્ષણ તારામાં પેદા થયું છે. તું તે સિવાય કંઈ જોઈ કે જાણી શકતો નથી. તેથી આત્મા કે પરમાત્મા રૂપી પદાર્થને ક્યાંથી જાણે ? દેહપિંડથી આકાર પામેલો તું તને દેહ જ માને છે. તેથી તે પિંડના બંધનથી છૂટવું સૂઝતું નથી. કેટલીયે વાર દેહ તને છોડી દે છે પણ તું દેહને ક્યારે પણ છોડવા તૈયાર થતો નથી. તને આ પિંડ બંધનરૂપ લાગે છે ? જ્યાં બંધન લાગતું નથી ત્યાં છૂટવાનું શું હોય ? ભલે ભાઈ ! તું તેને છોડવા ન ઇચ્છે તે સ્વયં વિખરાઈ જશે. માટે ચર્મચક્ષુ વડે જોવાયેલા પદાર્થોનો વિશ્વાસ રાખી પૂરું જીવન તેમાં વ્યતીત કરતો નહિ. સ્વપ્નમાં જોયેલા જગતની જેમ તને ચક્ષુ વડે જોયેલું જગત સાચું લાગે. પણ જો તું સાચાની કે સત્યની પરિભાષા જાણે તો સમજજે કે સત્ય ક્યારે પણ નાશ પામતું નથી. ચૌદે રાજલોક ધૃતઘટ જિમ, પુદ્ગલ દ્રવ્યે ભરિયા બંધ, દેશ પરદેશ ભેદ તસ, પરમાણું જિન કરિયા. ૬૮ જૈનદર્શનની દૃષ્ટિએ વિશ્વ પુરુષાકારે છે, તે ચૌદ રજ્જુ પ્રમાણ છે. રજ્જુ (યોજનો યુક્તમાપ) તેમાં સાત રજ્જુ પૃથ્વી નારકીની છે. મનુષ્ય અને તિર્યંચનો વાસ એક રજ્જુ પ્રમાણ છે. અને છ રજ્જુ સ્વર્ગલોકનો છે. આવા ચૌદ રાજના પ્રદેશનો એક પણ ખૂણો એવો નથી, અરે એક સૂક્ષ્મભાગ પણ એવો નથી જ્યાં આ પુદ્ગલનું સામ્રાજ્ય ન હોય. ઘડામાં ભરેલું ઘી જેમ ઘડાના પૂરા ભાગમાં વ્યાપીને રહ્યું છે તેમ આ વિશ્વ પુદ્ગલથી ભરેલું છે. વિશ્વની રચનામાં છ દ્રવ્યો છે. તેમાં પાંચ તો અરૂપી છે. પોતપોતાના લક્ષણ યુક્ત છે. તે પણ પૂરા વિશ્વમાં વ્યાપીને રહેલા છે. તેમાં એક જ દ્રવ્ય-પદાર્થ રૂપી છે તે પુદ્ગલ છે. સામાન્ય બુદ્ધિમત્તાવાળા જીવો પેલા અરૂપી પદાર્થને જોઈજાણી શકતા નથી. રૂપી પુદ્ગલને તે જાણી શકે છે તેથી તેમાં જ ગૂંચાઈ જાય છે. કારણ કે એ જ્યાં નજર રાખે ત્યાં તેને દશ્ય જગત જે પુદ્ગલરૂપ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ છે તે દેખાય છે. આવા પુદગલ માત્રના ભેદ છે, સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (બંધ) સ્કંધ – એટલે પૌલિક પદાર્થનો પૂરો ભાગ જેમકે એક પર્વત પછી ભલે રાઈનો દાણો હોય કે પુસ્તક હોય. તેના પૂરા ભાગને સ્કંધ હોય છે. દેશ – પર્વતમાં શિલાઓ અડી અડીને રહી છે. તે પર્વતની અપેક્ષા એ પર્વતનો દેશ ભાગ છે. (શિલા સ્વયં પણ સ્કંધ છે. પુસ્તકનાં પાનાં પુસ્તક છે પરંતુ પુસ્તકનો એક ભાગ છે તે જોડાઈને રહ્યો છે.) પ્રદેશ, પર્વતના પદાર્થના સૂક્ષ્મ ભાગ, રજકણ જે ચક્ષુગોચર નથી તેવી સૂક્ષ્મ રજકણ જે પર્વત કે શિલામાં જોડાઈને રહી છે. પરમાણુ – અતિ સૂક્ષ્મ ભાગ, ચક્ષુગોચર નથી, પરંતુ પ્રદેશની જેમ જોડાયેલો નથી. છૂટો પડેલો છે. પુદ્ગલનું આવું સ્વરૂપ જાણીને જીવ વિચારે કે આમાં તું કંઈ ફેરફાર કરી શકે તેમ નથી. આ એક સ્વતંત્ર રચના છે. તો પુદ્ગલની માયા છૂટે. નિત્યઅનિત્યાદિક જે અંતર, પક્ષ સમાન વિશેષ સ્યાદ્વાદ સમજણની શૈલી, જિનવાણીમેં દેખ. જગતમાં કોઈ પદાર્થ મૂળમાંથી નાશ પામતો નથી. પરંતુ તેની અવસ્થા પરિવર્તન પામે છે. જેમકે માટીમાંથી ઘટો બન્યો, ઘડામાંથી ઠીકરાં બન્યાં. તે બંને અવસ્થામાં માટીનું અસ્તિત્વ હતું. અને ઘડો એ અવસ્થા હતી. માટી નાશ ન પામી પણ તે પિંડ પરિવર્તિત થયો. તેવી રીતે રૂ, રૂમાંથી સૂતર બન્યું. સૂતરમાંથી કાપડ બન્યું. તેમાં મૂળસ્વરૂપે રૂ નાશ પામતું નથી પરંતુ તેની અવસ્થાઓનો આકાર બદલાય છે. અર્થાત્ દરેક પદાર્થ ટકીને બદલાય છે એ સનાતન નિયમ છે. એ જ રીતે આત્મા. સ્વરૂપે નિત્ય પરંતુ આયુષ્યકર્મના આધાર પર મરણ પામી નવો જન્મ ધારણ કરે છે. વળી બાળક મટી ૧૧૦ પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #122 -------------------------------------------------------------------------- ________________ યુવાન, પછી વૃદ્ધ થાય છે. આત્મા એ જ છે, અવસ્થા બદલાય છે. અવસ્થાઓ ક્ષણિક કે સમયવર્તી છે. પદાર્થ સ્વભાવે નિત્ય છે. તીર્થંકરે સમગ્ર વિશ્વ સ્વરૂપ સ્વાયત્ત જોયું અને સમજાવ્યું કે જગતમાં ક્યારેય નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. મૂળમાંથી નાશ પામતો નથી. પરંતુ મૂળ પદાર્થની પૂર્વ અવસ્થાનો નાશ થાય છે. અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. અર્થાત્ ઉત્પન્ન થવું, વ્યય થવો, ધ્રુવપણે ટકવું. પદાર્થનું ટકવું તે તેનો નિત્ય ગુણ છે. અવસ્થાઓ બદલાઈ જવી તે અનિત્ય ગુણ છે. આવા વિરોધ લક્ષણથી પદાર્થમાં અંતર જણાય છે. છતાં નિત્યાનિત્ય જેવાં લક્ષણોનો એક જ પદાર્થમાં સમાવેશ થાય છે. જે આત્માને સ્વભાવે નિત્ય માન્યો તેને અવસ્થાભેદે અનિત્ય માનવામાં આવે છે. એક પદાર્થમાં બંને લક્ષણ સમાનભાવે રહે છે. અને વિશેષતા એ છે દરેક લક્ષણ પોતાનો સ્વભાવ છોડી દેતો નથી. કદાચ પ્રશ્ન થાય કે એક જ પદાર્થમાં વિરોધી લક્ષણો કેવી રીતે શમાય ? એકાંત પક્ષથી વિચારતાં સમાધાન નહિ થાય પરંતુ સ્વાદદ્વાદ શૈલીથી વિચારતા સમાધાન થશે. સાદાદ = સ્યાત્ અપેક્ષા સહિત, વાદ = બોલવું વિચારવું. જગતના દરેક પદાર્થોને જાણવા માટે અપેક્ષા જરૂરી છે. જગતનું સ્વરૂપ નિરપેક્ષ નથી. જગતના પદાર્થોમાં નિત્યતા છે આ નિત્યતા છે, નિર્બળતા છે તો સબળતા છે. અસત્ છે અને સત્ પણ છે. વસ્તુ નાની છે મોટી છે. = આ ભેદમાં જ અપેક્ષા રહી છે. વસ્તુને તમે સાચી કેમ કહો છો ? ખોટાની અપેક્ષાએ. વસ્તુને તમે નાની કેમ કહો છો ? મોટાની અપેક્ષાએ. ક્ષમાધારણ કરવામાં અપેક્ષા ક્રોધની પ્રકૃતિ સામે છે. ક્યારે કોઈ વસ્તુ કે વચનમાં એકાંત નથી પરંતુ અપેક્ષાએ યુક્ત જિનેશ્વરે નિરૂપણ કર્યું છે. સ્યાદ્વાદ શૈલી એ જૈનદર્શનની અદ્ભુત પ્રણાલિ છે. તેના આધારે ક્યાંય સઘર્ષની સંભાવના રહેતી નથી. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ કોઈ કહેશે સોનું પીળું છે. કોઈ કહેશે કઠણ છે. કોઈ કહેશે ચમકદાર છે. કોઈ કહેશે કીમતી છે. ચારેની વાત સાચી છે. પણ કોઈ કહે કે સોનું કાળું નથી, પોચું નથી, ઝાંખું નથી, કે કિંમત વગરનું નથી તો તેની વાત પણ સાચી છે, પીળું છે માટે કાળુ નથી. કઠણ છે માટે પોચું નથી. સમાજમાં દરેક ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં જો સ્યાદ્વાદશૈલી સ્વીકારવામાં આવે તો જીવોના વિચારમાં ઉદારતા આવે, સંઘર્ષો ઘટે, રાગાદિભાવો ઘટે. કાર્યક્ષમતા વધે. જિનેશ્વર ભગવંતે સ્યાદ્વાદની કંઠી આપીને તો મહાન ઉપકાર કર્યો છે. દરેક દર્શનના મતને પણ જૈનદર્શને સમાવેશ કર્યો. તે તે દર્શનના એકાંત નિરૂપણમાં પણ અપેક્ષિત સત્ય જોયું છે. કોઈ મત કહે છે કે આત્મા કેવળ શુદ્ધ જ છે. ફૂટસ્થ નિત્ય છે. જૈનદર્શને ‘કેવળ'ની આગળ ‘અપેક્ષા' શબ્દ મૂકી વસ્તુના મૂળ સ્વરૂપ અને તેના મતને ન્યાય આપ્યો છે. આત્મા અપેક્ષાએ શુદ્ધ છે. અપેક્ષાએ નિત્ય છે. પુરણ ગલન ધર્મથી પુદ્ગલ, નામ કેવળ વિણ પરજાય અનંતી, ચાર જિનેશ્વરે ભગવાને ભાખ્યું છે ઉપદેશ્યું છે કે આ પુદ્ગલ પૂરણ પૂરાય, ભરાય. ગલન ગળે, તેવા કેંદ્ધ ધર્મવાળું છે. એક ચૈતન્ય તત્ત્વ જ એવું છે તેમાં ક્યારે પણ પૂરણ ગલન થતું નથી. પુદ્ગલમાત્ર પરમાણુનો ઢગલો-સમૂહ છે. તે પરમાણુઓ સ્વભાવથી જોડાય અને વિખરાય તેવાં લક્ષણવાળાં છે. પર્વતની કઠણ શિલામાં પણ ક્ષણે ક્ષણે પરમાણુઓ જોડાય છે અને વિખરાય છે. તમે પહેરેલા હીરા-સોનામાં પરમાણુઓ જોડાય છે, વિખરાય છે. દેહમાં કેટલાય પરમાણુઓ જોડાય છે, વિખરાય છે. આ ક્રિયા ઘણી સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતી નથી. ૧૧૨ જિણંદ વખાણે જ્ઞાન નવિ જાણે. ૭૦ = પુદ્ગલ માત્રના સ્પર્શાદિમાં આવી ભયંકર ક્રિયા સમયના અંતર વગર ચાલ્યા જ કરે છે. તેમાં જગતસ્થિતિ સ્વભાવ જ કારણ છે. કોઈ વ્યક્તિવિશેષનું એ કાર્ય નથી. — પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #124 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ માત્ર દ્રવ્યગુણ અને પર્યાય યુક્ત હોય છે. દ્રવ્ય એ મૂળ પદાર્થ છે. એ પદાર્થમાં સર્વત્ર અને સર્વથા રહેલા ગુણ છે. તે ગુણોનું વ્યક્ત થવું તે પર્યાય છે. જેમકે આત્મા દ્રવ્ય છે, જ્ઞાન તેનો ગુણ છે. અને મતિ આદિ જ્ઞાન તે પર્યાય છે. આત્મા દ્રવ્ય છે, શુદ્ધતા-સિદ્ધપણું તે તેનો ગુણ છે અને મોક્ષસ્વરૂપે પ્રગટ થવું તે આત્માની અવસ્થા છે. આત્મા દ્રવ્ય છે. સમ્યગ્દર્શન ગુણ છે અને શ્રદ્ધાએ અવસ્થા છે. લાકડું એ દ્રવ્ય છે, સ્પર્ધાદિ કઠણ-પોચું તે તેના ગુણ છે. તેમાંથી બનતા સાધનો તે તેની અવસ્થાઓ છે. - સાકર એ પદાર્થ છે. ગળપણ, જેતપણું તે તેનો ગુણ છે અને ગળપણ તરીકે વ્યક્ત થવું તે તેની અવસ્થા છે. ગુણ અને દ્રવ્યનો ભેદ એ છે કે ગુણ પદાર્થના સર્વ ભાગમાં સર્વથા રહે છે. જ્યારે પર્યાય એ પલટાતી ક્રિયા છે. માટે જ્ઞાનીજનો કહે છે કે દૃષ્ટિ દ્રવ્ય કે ગુણ તરફ રાખો. પર્યાય પલટાય છે, અસ્થિર છે, ક્ષણિક છે. ત્યાં દૃષ્ટિ રાખવાથી કોઈ સાધનનું સાતત્ય જળવાતું નથી. જેમ કે તમે એક વ્યક્તિની પ્રકૃતિને લક્ષમાં રાખીને અભિપ્રાય બાંધ્યો કે એ વ્યક્તિ માયાવી છે. આ માયાવીપણું તે ગુણ નથી પણ અવસ્થા છે. પર્યાય છે. સંભવ છે તે વ્યક્તિમાંથી માયાની પ્રકૃતિ નષ્ટ થતાં તેનામાં સરળતા ગુણ પ્રગટ થયો. હવે તમારો અભિપ્રાય તો તેની જૂની અવસ્થા પર હતો. અવસ્થા બદલાઈ ગઈ પણ તમારો અભિપ્રાય ન બદલાયો. - પર્યાય પણ શક્તિયુક્ત તત્ત્વ છે. દ્રવ્ય જો સતરૂપે ન હોત તો નાશ પામી જાય. ગુણ સર્વત્ર ન હોય તો જ્ઞાન આત્માના અમુક ભાગમાં રહે અને અમુક ભાગમાં ન રહે. તો જ્ઞાનનું સમગ્રપણું નાશ પામે. પર્યાય પલટાતો ન રહે તો સંસારી મટી જીવ સિદ્ધ ન થાય. આમ દ્રવ્ય ગુણની જેમ પર્યાયની પણ એક શક્તિ છે. વળી જે આત્મા કર્મમુક્ત થઈ મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે તેની પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા -પર્યાય તેના સ્વભાવથી બદલાતી રહે છે. છતાં આત્મા હવે નિત્યપણે પ્રગટ થયો હોવાથી પલટાતી અવસ્થાથી આત્માને કંઈ પલટાવવાનું રહેતું નથી. સર્વજ્ઞના જ્ઞાન સિવાય જગતના વિરાટ, વિશદ, વિષમ કે શમ, વિશેષ અને સામાન્ય જેવાં ગૂઢ રહસ્યો કોણ કહી શકે ? આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ તેના અસંખ્ય પ્રદેશો છે. પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ પરમાણુ છે. કાળનું સૂક્ષ્મ સ્વરૂપ સમય છે. આ ત્રણની અતિ સૂક્ષ્મતા-પર્યાયો કેવળજ્ઞાન સિવાય અન્ય ચાર જ્ઞાનમાં પ્રતિબિંબિત થતી નથી. આ કેવળજ્ઞાનની શુદ્ધતા અને સૂક્ષ્મતાની અદ્ભુતતા છે. જગતના જીવો ગમે તેવી બુદ્ધિમત્તાવાળા હોય તો પણ આવું સૂક્ષ્મ સ્વરૂપ જાણી શકતા નથી. વળી જગતમાં જે જે અરૂપી પદાર્થો છે તેને પણ આ ચાર જ્ઞાન જાણી શકતા નથી. કેવળજ્ઞાનમાં તે અરૂપી પદાર્થો પ્રકાશે છે છદ્મસ્થ જીવોને તે તે પદાર્થોનું જ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા આંશિક પ્રાપ્ત થાય છે. શુભથી અશુભ અશુભથી જે શુભ, મૂલ સ્વભાવે થાય. ધર્મ પાલટન પુદ્ગલનો ઇમ, સદ્ગુરુ દીયો બતાય. ૭૧ જગતના જીવોની ચિત્રવિચિત્રતાઓ, શમ-વિષમતાઓ સુખદુઃખ, હર્ષ-શોક, હસવું-રડવું, કે નિરોગી-રોગી જેવા પ્રકારોનો સ્રોત આ શુભાશુભ ભાવમાંથી વહે છે. સમસ્ત વિશ્વ આ શુભાશુભ પરિણામમાં વહ્યું જાય છે. ક્યારે શુભ યોગનું તેનું પુણ્ય ક્ષીણ થઈ, પલટો મારી જીવને અશુભ યોગમાં મૂકી દેશે તે જ્ઞાની સિવાય કોણ પારખી શકે ? શુભ યોગે જીવ સુખ ભોગવે, અશુભયોગે જીવ દુ:ખ ભોગવે. પણ આ શુભ-અશુભ કોણ કરે છે ? અથવા શુભથી અશુભ અને અશુભથી શુભ તરફ કોણ લઈ જાય છે. જીવને એ ક્યારથી મળ્યા છે ? અનાદિકાળથી જીવ શુભાશુભ ભાવનાના ઝૂલે ઝૂલતો રહ્યો છે. પોતાના જ પરિણામની આ ફળશ્રુતિ છે. સુકૃત્ય જેવાં નિમિત્તોથી ૧૧૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવમાં શુભ ભાવ થાય છે. દુષ્કૃત્યના નિમિત્તથી જીવમાં અશુભ ભાવ થાય છે. તેનો સમય થતાં તે તે પરિણામ ફળ આપે છે. જીવને તે પરિણામ ભોગવ્યા વગર છૂટકો નથી. શુભથી મળતા પુણ્યયોગને ત્યજી દેવો સહેલો છે. પણ પાપને ત્યજી દેવું કઠણ છે. પુણ્ય રૂનો ગોળો છે. પાપ લોઢાનો ગોળો છે. રૂના ગોળાને ફૂંક મારો ઊડી જશે. લોઢાના ગોળાને લાત મારો ખસી જશે નહિ. પુણ્યયોગે કોઈ વ્યક્તિ પાસે લાખરૂપિયા વધી ગયા. વસ્ત્રો વધી ગયા તે અન્યને આપીને હળવો થશે. તમારા સુખની વાત કરીને કોઈને તમે સુખ આપી શકશો. પણ તમારી દરિદ્રતા તમારા પુણ્ય વગર ત્યજી શકતા નથી કે કોઈને તે આપી શકતા નથી. આવા શુભાશુભ કંઠથી છૂટવાનો એક માત્ર ઉપાય છે મૂળ સ્વભાવમાં રહેવું. શુદ્ધ ભાવમાં રહેવું. શુભાશુભ ભાવનું પરિણામ પરિભ્રમણ છે. શુદ્ધ સ્વભાવની ફળશ્રુતિ મુક્તિ છે. પસંદગી સ્વાધીન છે. યદ્યપિ જીવમાત્રમાં રહેલા અશુભ ભાવ શુભ ભાવના સર્જનથી દૂર થાય છે. શુભાશુભ ભાવને રોકનાર ભાવસંવર છે. પરંતુ અશુભ ભાવની ભૂમિકાવાળા પ્રથમ અશુભસંવર થાય ત્યારે આત્મસન્મુખ ધર્મ પ્રત્યે રુચિ જાગે છે. શુભ યોગે તેને એવાં સાધન મળે છે. પરંતુ અહીં શાસ્ત્રકાર કહે છે, આ શુભાશુભની માયાજાળ સ્વભાવ લક્ષ્યગત થવાથી છૂટે છે. ઉત્કૃષ્ટ પુણ્યનો પણ ત્યાગ સ્વભાવને પ્રગટ કરે છે. જોકે ઉત્કૃષ્ટ પુણ્ય સ્વયં એ કોટિનું હોય છે. તેથી પોતાની અવધિ થતાં વિદાય થાય છે. તે જીવને મોહ પમાડી રોકતું નથી. જેમ જીવના પરિણામ શુભાશુભરૂપે પરિણમે છે તેમ પુદ્ગલનું પરિણમન નિરંતર થયા કરે છે. સ્થૂળ સૂક્ષ્મ પરિણમન થતાં પુદ્ગલ પણ બદલાઈ જાય છે. આજે લીલી દેખાતી કેરી કોઈના કંઈ પણ પ્રયત્ન વગર પીળી બને છે. પીળી કેરી સમય જતાં સડવા માંડે છે. વળી એ પુદ્ગલ કોઈ નવું જ રૂપ ધારણ કરે છે. એ પુદ્ગલને તું વશ રાખવા ઇચ્છે તો તે બની શકે તેમ નથી. કારણ કે તેનું પરિણમન સ્પર્ધાદિરૂપ છે. તારું પરિણમન જ્ઞાનાદિ ગુણે સ્વતંત્ર છે. પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુના એ બોધને ગ્રહણ કરી, જિનેશ્વરે નિરૂપણ કરેલા જીવાદિ કે પુણ્યાદિ તત્ત્વોનો યથાર્થપણે બોધ પામ અને પુદ્ગલના સ્વરૂપને જાણી તેના પરિચયથી અપરિચિત થતો જા. પંચમકાળમાં જન્મેલા માનવનું આયુષ્ય કેટલું ટૂંકું છે. જોતજોતામાં ચાલીસ-પચાસ તો ક્યાં પૂરાં થઈ જાય છે. ઇન્દ્રિયોમાં, આરંભ પરિગ્રહમાં પુત્રાદિ પરિવારમાં ક્યાંય લૂંટાઈ જાય છે. અનેક વિદ્ગો અને અંતરાયો આયુષ્યને આંચકો આપે છે. પરંતુ લોકસંજ્ઞા કે લોકલાગણીના પ્રવાહમાં તણાઈ જવાથી કંઈ શ્રેય નથી. કોઈ દરિદ્રિ એના મિત્રને શ્રીમંત બનાવવા પ્રયત્ન કરે તો તે મૂર્ખાઈ છે. તેમ તારી પાસે આત્મશ્રેયની મૂડી ઓછી છે. તેથી તે પ્રવાહમાં આત્મશ્રેય કરી શકે તેમ નથી. માનવ જન્મે ત્યારે પૂર્વકર્મકૃત દેહ, ઈન્દ્રિયો, આયુષ્ય લઈને જન્મે છે. પુણ્યયોગે ધન, ઘર, સ્ત્રીપુત્રાદિ પરિવાર મેળવે છે. પરંતુ ચિરવિદાય સમયે પૂર્વનું કે આ જન્મનું મૂકીને જાય છે. તો પછી તેં જે પરિશ્રમ ઉઠાવ્યો તેનું શું પરિણામ ? બસ દરેક જન્મે આવો વ્યર્થ શ્રમ કરવાનો. જડાત્મક વસ્તુઓ મેળવવાની અને મૂકવાની, ધંધો બદલવાનો જ નહિ. એમાં કોઈ દિવસ મંદી નહિ ? કર્મની આધીનતા એ જ આત્માની મલિનતા છે એવી દશામાં તેનું જાણવું, બોલવું સઘળું મોહજનિત હોવાથી મિથ્યા છે. પોતે મોહને છોડે અને મોક્ષ પ્રત્યે રુચિ કરે તો છૂટવાનો આરો મળે ખરો. તે માટે ગુરુજનોએ બતાવેલ દિશામાં પ્રયાણ કર. પુદ્ગલને બદલે તને પરમાર્થની પ્રાપ્તિ થશે. અષ્ટવર્ગણા પુદ્ગલ કેરી, પામી તાસ સંયોગ; ભયો જીવકું એમ અનાદિ, બંધનરૂપી રોગ. પુદ્ગલનો પથારો, ચંચુપાત ક્યાં નથી ? બાહ્ય જગતમાં ચેતન વડે જે જણાય તે સર્વ પુદ્ગલ. તમે એમ ન સમજતા કે આ દેહને પુદ્ગલ કહેવાય છે. ઘરમાં રહેલા ખાટલા-પાટલા, વસ્ત્રો-પાત્રો, રાચરચીલું, ઘર કે નગર સર્વ પુદ્ગલ છે. ખ્યાતિ-અખ્યાતિ મેળવી સર્વે પુદ્ગલના ખેલ છે. વિશ્વનો ગમે તેટલો ક્ષુદ્ર પદાર્થ કે મૂલ્યવાન પદાર્થ પૌલિક છે. મોટા પહાડો કે રજકણ પૌગલિક છે. ચક્રવર્તીના ૧૧૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #128 -------------------------------------------------------------------------- ________________ વૈભવ અને રંક માનવનું તૂટેલું પાત્ર પૌદ્ગલિક છે. અર્થાત ચેતનના લક્ષણ વગરના સર્વ પદાર્થો પૌદ્ગલિક છે. હવે વળી પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે છે. પુદ્ગલમાત્ર રૂપી હોવા છતાં તેનો સૂમ ભાગ પરમાણુ છે તે ચક્ષુગોચર નથી. એવા અનંત પરમાણુની કામણવર્ગણા બને છે. જેનું કાર્ય કર્મબંધરૂપે પરિણમી આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જવાનું છે. - વર્ગણા એટલે અનંત પરમાણુ જોડાઈને સમૂહ બને તે વર્ગણા છે. વિશ્વના માનવ જેવા પ્રાણીને પણ ખબર નથી કે આ વિશ્વમાં આવો કોઈ પદાર્થ છે. વૈજ્ઞાનિકો પણ એને શોધી શક્યા નથી. એવી આઠ વર્ગણાના સંયોગથી જીવ શરીરાદિને ધારણ કરે છે. આઠ વર્ગણાના નામ નીચે મુજબ છે. ૧. ઔદારિકવર્ગણા = જે ઔદારિક શરીરરૂપે પરિણમે છે. તિર્યંચ મનુષ્યના શરીર. ૨. વૈક્રિયવર્ગણા = જે વૈક્રિય શરીરરૂપે પરિણમે છે. દેવ અને નારકના શરીર. ૩. આહારવર્ગણા = જેની મુનિઓ પોતાના શરીરમાંથી રચના કરે છે. ૪. તેજસવર્ગણા = શરીરમાં તેજસ શરીરરૂપે રહે છે. ૫. કામણવર્ગણા = કર્મબંધનમાં જે કાર્ય કરે છે. ૬. ભાષાવર્ગણા = જે શબ્દરૂપે ગ્રહણ થાય છે. ૭. શ્વાસોચ્છવાસવર્ગણ = જે શ્વાસ રૂપે ગ્રહણ થાય છે. ૮. મનોવર્ગણા = જે મનના વિચારોરૂપે પરિણમે છે. કર્મકલંકવાળો જીવ આઠ વર્ગણા પૈકી તે તે જન્મને યોગ્ય વર્ગણા ગ્રહણ કરી લે છે. ઔદારિક વર્ગણા ગ્રહણ કરી ઔદારિક શરીર મેળવે છે. તેને યોગ્ય ભાષા. વગેરે વર્ગણા ગ્રહણ કરી તે તે પ્રાણને મેળવે છે. દરેક જન્મે નવી વાત, નવી જાત અને નવી ભાત. છતાં પુદ્ગલો તો તે પૂર્વે ગ્રહણ કરીને છોડેલા તે જ દીર્ધકાળે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ તારા સંયોગમાં આવે છે. તેમાં નવીન કંઈ હોતું નથી. પણ તને જૂનું યાદ નથી તેથી દર જન્મે તને તે તે પદાર્થો નવા લાગે છે. અને તું તેને વળગી જ પડે છે. - આઠ વર્ગણા પૈકી જે જે વર્ગણા તારા સંયોગમાં આવે છે તેને કર્મબંધ કહેવાય છે. સોના અને માટીની જેમ તારો આ અનાદિ સંબંધ છે. તેના સંબંધે તું સંસારી કહેવાય છે. તેના વિયોગે તું સિદ્ધ મનાય છે. કાશ્મણવર્ગણાના સંયોગે જીવે અનેકરૂપ ધારણ કર્યા, અનેક સ્થાનોમાં ભમ્યો. એ પુદ્ગલનો પથારો ઘણો વિસ્તૃત છે. છતાં જે તે સંકેલવા કટિબદ્ધ થાય છે. તે ક્ષણમાત્રમાં તેને સમેટી લે છે. જેમ કરોળિયો પોતે પોતાની લાળથી જાળુ કરે છે. પરંતુ અંદર મૂંઝાય ત્યારે એ જાળાને તોડીને ગળી જાય છે અને બહાર નીકળે છે. જો તને પુદ્ગલની જાળમાં મૂંઝવણ થાય, તો તે જ ઊભો કરેલો એ પથારો સંકેલાઈ જાય અને તે કર્મથી મુક્ત થાય. તારો ને પુદ્ગલનો સાંયોગિક સંબંધ છે. સ્વાભાવિક સંબંધ નથી, કે જેથી તારે તેમાં બંધાઈ જ રહેવું પડે. અગ્નિ અને લોઢાના જેવો આ સંબંધ છે. અગ્નિથી લોઢું ભિન્ન છે. તેમનો સંયોગ સંબંધ છે. અગ્નિ ઠરી જતાં લોઢું અસલ સ્વરૂપે રહે છે. તેમ તારો અને કર્મવર્ગણાનો સંબંધ છે. અગ્નિના સંયોગે લોઢાને ટિપાવું પડે છે. તેમ કર્મના સંયોગે જીવને ચાર ગતિમાં ટીપાવું પડે છે. જો કર્મનો સંબંધ તને છોડતાં આવડે તો તારું ટીપાવું જરૂર બંધ થાય. ગહત વરગણા શુભ પુદ્ગલકી, શુભ પરિણામે જીવ, અશુભ અશુભ પરિણામયોગથી, જાણો એમ સદીવ. ૭૩ કાર્મણવર્ગણાનું લક્ષણ જળના વર્ણ જેવું છે. જળમાં જેવો વર્ણ નાંખો તેવા વર્ણવાળું જળ બને. તેને જે પાત્રમાં નાંખો તે આકારવાળું બને. તેમ કાર્મણવર્ગણ જીવના શુભ પરિણામનું નિમિત્ત પામી શુભરૂપે પરિણમે છે. અને જીવના અશુભ પરિણામનું નિમિત્ત પામી વર્ગણા અશુભરૂપે પરિણમે છે. કાર્મણવર્ગણા સ્વયં શુભાશુભ નથી. પરંતુ તેનું લક્ષણ એવું છે * અગ્નિ સબધ છે. ચાર ગોપાવું ૧૧૮ પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #130 -------------------------------------------------------------------------- ________________ કે જીવના પરિણામનો સ્પર્શ પામી સ્વયં શુભાશુભરૂપે પરિણમે છે. તેને શુભાશુભ કર્મ કહે છે. વર્ગણા જડ છે. તેનામાં સ્વયં શુભાશુભ પરિણામ નથી. જેમ વ્યક્તિએ આહાર લીધો, તે પાચન થયો અને તે તે ધાતુમાં પરિણામ પામ્યો. તેમાં કફ, વાત અને પિત્ત રૂપ પરિણમન થયું. તેની અસર શરીરને થાય. તેમ કાર્મણવર્ગણા જીવના પ્રદેશ સાથે જોડાયા પછી તેમાં શુભાશુભ પરિણામ પ્રમાણે ફળ આપે આ કામણવર્ગણા આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. તેમાં જ્ઞાનવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. તે અઘાતી કર્મ અશુભરૂપે હોય છે. આત્માના ગુણોને આવરણ કરે છે. નામ, ગોત્ર, કર્મ, અને વેદનીય ઘાતકર્મ છે. તે શુભાશુભરૂપે ફળ આપે છે. મન વચન કાયાના યોગ વડે કર્મ આવે છે. ઉપયોગની શુભાશુભતા પ્રમાણે તે કર્મ શુભ કે અશુભરૂપે પરિણમી ફળ આપે છે. તેનો જીવને સુખ કે દુઃખરૂપે અનુભવ થાય છે. શુભ સંયોગે પુણ્ય સંચ), અશુભ યોગથી પાપ, લહત વિશુદ્ધભાવ જબચેતન, સમજે આપોઆપ. ૭૪ શુભ પરિણામના યોગે જીવ પુણ્યનો સંચય કરે છે. અશુભ પરિણામના યોગે જીવ પાપનો સંચય કરે છે. આ પુણ્ય-પાપ કર્મપ્રકૃતિ હોવાથી, આત્માના સ્વભાવયુક્ત નથી. તેથી જ્યારે જીવનો ઉપયોગ મોહનીય આદિ કર્મ રહિત કે શુભાશુભ ભાવ રહિત હોય છે ત્યારે શુદ્ધ ઉપયોગને કારણે કર્મો આપોઆપ છૂટી જાય છે. આ સંસારની રચના પણ અદ્ભુત છે ને ? કંઈ લેવાદેવા વગર જીવ વિકલ્પો કર્યા કરે છે. તે વિકલ્પો શુભ હોય તો જીવને પુણ્યનો યોગ થાય અને એ વિકલ્પો અશુભ હોય તો જીવને પાપનો સંચય થાય છે. પુણ્ય સુખ આપે છે, પાપ દુઃખ આપે છે. જીવ સુખ ઇચ્છે છે છતાં તેણે કરેલાં અકાર્યો વડે તે દુઃખ પામે છે. એટલે જીવના સુખદુઃખનો આધાર આ શુભાશુભ યોગ છે. હવે જો છે. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ પરિણામ થયા કરે તો જીવ છૂટે ક્યારે ? આથી જ્ઞાનીજનોએ જીવને સ્વ પ્રત્યે દૃષ્ટિ કરાવી કે તું કેવળ શુભાશુભ પરિણામવાળો અનાત્મા નથી. એ બંને ભાવ કર્મપ્રકૃતિના છે. તે સ્વયં શુદ્ધ ભાવવાળો છું. આવો બોધ પાપીને જીવ સ્વયં સમજે છે ત્યારે તે શુભાશુભ ભાવોનો છેદ થઈ આત્મા સ્વભાવપણે પ્રગટ થાય છે. ગમે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય પણ શુભાશ્રવ છે. આશ્રવથી મોક્ષ નથી. પ્રથમ અશુભ છૂટે ત્યારે ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય પરંતુ જ્ઞાની તેને પોતાના સુખનું કારણ માનતા નથી તેથી પુણ્યમાં રોકાતા નથી. પોતાની દૃષ્ટિ શુદ્ધ દ્રવ્ય પ્રત્યે રાખીને ભાવની વિશુદ્ધિ કરે તીન ભુવનમેં દેખિયે, સહુ પુદ્ગલકા વિવહાર, પુગલ વિણ કોઉ સિદ્ધરૂપમેં, દરસત નહિ વિકાર. ૭૫ ત્રણ ભુવનરૂપ સારી સૃષ્ટિમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પુદ્ગલનો વ્યવહાર દેખાય છે. જો પુદ્ગલને છોડી દઈએ તો જીવના સિદ્ધરૂપમાં કોઈ વિકાર જણાતો નથી. વિશ્વમાં પ્રાણીમાત્રનું હરવું-ફરવું, ઊઠવું-બેસવું, આહાર-વિહાર, બોલવું-ચાલવું. જન્મ-મરણ, સુખ-દુઃખ આ સર્વ ક્રિયા પુદ્ગલનો વ્યવહાર છે. પુદ્ગલના સંયોગ વગર જીવને હરવા-ફરવા વગેરેનું પ્રયોજન શું? એક ક્ષણ કલ્પના કરો કે આ વિશ્વમાં કેવળ ચૈતન્ય છે. પુદ્ગલ જેવું કંઈ છે નહિ. તો સર્વ વિચિત્રતા અને વિષમતા શમી જશે, જીવને કંઈ કરવાનું રહેશે નહિ. પણ જગતના સ્વરૂપમાં રહેલા આ જડ અને જીવનું સહઅસ્તિત્વ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. સહઅસ્તિત્વ છતાં લક્ષણથી કે સ્વભાવથી બંને પદાર્થો ભિન્ન છે. સિદ્ધરૂપ પુદ્ગલના જેવું રૂપી નથી, અરૂપી છે. તેનો પુદ્ગલની જેમ પથારો તને જણાય તેમ નથી, પરંતુ ચેતન વગરની આ પુદ્ગલ સૃષ્ટિને જાણનાર કોઈ નથી. જેમ પુદ્ગલની સમસ્ત વિશ્વમાં વ્યાપકતા છે. તેમ ચેતનની પણ વ્યાપકતા છે. જગતમાં જે અનેકવિધ રૂપાંતરો, ૧૨૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિલાસ કે વિકાસ જણાય છે તે સર્વે ચેતનનો પ્રભાવ છે. વળી વિશ્વના અનેક પદાર્થોમાં જીવ પુદ્ગલની જોડી થઈ છે. જો બંને પૃથક થાય તો કોઈ વિકાર કે વિચિત્રતા જણાતી નથી. તેથી પુદ્ગલના અભાવે સિદ્ધરૂપમાં કોઈ વિકાર જણાતો નથી. તે સિદ્ધરૂપ જીવને કંઈ સુખદુઃખ, હર્ષશોક જન્મ-મરણના વિકારો હોતા નથી. એ સર્વ પુદ્ગલનો વ્યવહાર છે. પુદ્ગલહું કે મહેલ માલીયે, પુદ્ગલટુંકી સેજ, પુગલપિંડ નારકો તેથી, સુખ વિલસત ધરી (જ. ૭૬ પુદ્ગલ એટલે કેવળ દેહ નથી. પુદ્ગલમાં પથરા, ઈટ, આરસ, લાકડા, લોઢું, ચૂનો વગેરે છે. તેમના સ્થાનેથી તે વસ્તુને એકઠી કરી. તેને અમુક આકાર આપી, વ્યવસ્થિત ગોઠવી દીધી તે મહેલ, મૂળ તે પુદ્ગલ પદાર્થ છે. તેમાં વસાવેલાં સુખનાં સાધનો ખાટલા-શયા વગેરે પણ પુગલના પદાર્થો છે. અરે જે સ્ત્રીના શરીરમાં તું મોહ પામી સુખ માણે છે તે દેહ પણ પુદ્ગલપિંડ છે. આમ સર્વત્ર પુગલ જ પુદગલ છે. ચેતનાના સંસાર વડે દેહપિંડ સજીવ મનાય છે. મૂળમાં તો તે પુદ્ગલ છે. પુલપિંડ ધારકે ચેતન, ભૂપતિ નામ ધરાવે, પુદ્ગલ બલથી પુદ્ગલ ઉપર, અહનિશ હુકમ ચલાવે. ૭૭ મોમ ભૂપતિ કે ચક્રવર્તીના દેહ પણ પુદ્ગલપિંડ છે. સપ્તધાતુના પિંડને ધારણ કરીને પુણ્યયોગથી મળેલી સત્તાને કે વૈભવને કારણે તે ભૂપતિ કહેવાય છે. વળી પોતે શારીરિક બળ વડે અન્યના દેહપિંડ પર નિશદિન હુકમ ચલાવે. આમ જીવ ક્યાં તો પુદ્ગલને આધારે હુકમ કરે છે ક્યાં તો હુકમ આધીન થાય છે. પુદ્ગલબલની સત્તાથી આવા ભેદ થયા છે. પુદ્ગલહુકે વસ્ત્ર આભૂષણ, તેથી ભૂષિત કાયા, પુદ્ગલકા ચામર છત્ર, સિંહાસન અજબ બનાયા. ૭૮ જે વસ્ત્ર કે આભૂષણ ધારણ કરીને, કાયાને શણગારે છે તે સર્વે પુદ્ગલ છે. વળી રાજાના શોભારૂપ આચાર છત્ર સર્વે પુલ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ છે. સિંહાસન સોના રૂપા કે હીરાનું ઘણું મૂલ્યવાન હોય તોપણ તે પુદ્ગલ છે. પુદ્ગલના વિવિધ વિકાર જોઈ તેનો ભોક્તા તેને સુખનાં સાધન માને છે. તેથી તેની મૂચ્છ છોડી શકતો નથી. પુદ્ગલટુંકા કિલા કોટ અરૂ, પુદ્ગલટુંકી ખાઈ, પુદ્ગલહુંકા દારૂ ગોલા, રચપચ તોપ બણાઈ. ૭૯ પુદ્ગલે જગતમાં સર્વત્ર હસ્તક્ષેપ કર્યો છે. અરે તમે કિલ્લાને કોટ જુઓ, આશ્ચર્ય પામો. સામાન્ય માનવી તાળો મેળવી ન શકે તેવી ઊંડી ખાઈ જુઓ. સર્વ પુદ્ગલનું પરિણમન છે. પુદ્ગલના પદાર્થો મેળવીને દારૂગોળો બન્યા કે તેની તોપ બનાવી સર્વે પુગલના ખેલ છે. પુદ્ગલરાગી થઈ ચેતન, કરત મહા સંગ્રામ છલ બલ કલ કરી એમ ચિંતવે, રાખું અપણું નામ. ૮૦ પુદગલની પોતાની પરિણમન શક્તિ દ્વારા વિવિધતા જોઈ જીવ તે તે પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈ રાગ પેદા કરે છે. વળી મોટાં રાજ્યો, તેના વૈભવ, સિંહાસનો આદિ મેળવવા મોટા સંગ્રામ ખેલે છે. વળી તેને માટે માનસિક સંતાપરૂપી સંગ્રામ ખેલે છે. અને જડ પદાર્થો જાણે તેનો પ્રાણ હોય તેમ તે મેળવવા માટે છળ, પ્રપંચ કરે છે. ક્યાંક બળ વાપરે છે. ક્યાંક કળ વાપરીને પણ પોતાનું નામ અમર કરવા માંગે છે. જે નામ જ વિનાશને આધીન છે તે તને અમર કેવી રીતે બનાવશે ! તું જ વિચાર કે મોટા ભૂપતિ, ચક્રવર્તીઓ પણ નામને અમર કરી શક્યા નથી. પૃથ્વી પર જન્મ્યા, અને ચિરવિદાય થયા. તેમની મૃતિ ફક્ત તેમનાં સુકૃત્યોથી જળવાય છે. જેઓએ પુદ્ગલથી સંપૂર્ણપણે મુક્ત થઈ પોતાનું સિદ્ધત્વ પ્રગટ કર્યું તેઓ અમર થયા. તેમના દેહ અમરત્વ પામ્યા નથી. પછી તું નામ રાખવા વ્યર્થ પ્રયત્ન શા માટે કરે છે ? અનામી અમર છે. નામીનું સર્વ વિનાશી છે. પુગલના રાગી કેવી મૂર્ખાઈ કરે છે ? તે તે પદાર્થો મેળવવા, મેળવીને સાચવવા બહારથી તો દુ:ખ ભોગવે છે. પરંતુ આંતરિક ૧૨૨ પુદ્ગલનો પરિહાર: પરમાર્થની પ્રાપ્તિ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચિંતારૂપી સંગ્રામ ખેલીને દુઃખને ઉપાર્જન કરે છે. આવા સંગ્રામ ખેલવા પાછળ પૌદ્ગલિક પદાર્થોનો અસંતોષ છે. અને તે પદાર્થો સ્વયં વિનાશી છે. તેના દ્વારા પોતે અમર નામના મેળવવા માંગે છે. રિદ્ધિસિદ્ધિ બેંકે ગઢ તોડી, જોડી અગમ અપાર, પણ તે પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે, વિણસત લગે ન વાર. ૮૧ બુદ્ધિમાન અને પરાક્રમી માનવોએ જગતમાં પૌદ્ગલિકપણે પણ આશ્ચર્યજનક કાર્યો કર્યાં છે. ધન-વૈભવની રિદ્ધિસિદ્ધિ વિપુલ પ્રમાણમાં સંગ્રહ કરનારા ભૂપતિઓ કે મહાત્વાકાંક્ષીઓ નિપજ્યાં છે. ચક્રવર્તીનાં ચૌદ રતન અજબગજબનાં હતાં. પહાડનું ચૂરણ બનાવી દે. દરિયા પાર કરવા માટે ચર્મરત્ન હોય. તેમના મુગટનું મૂલ્ય જ થઈ ન શકે. તેમનું સ્રરત્ન અત્યંત સુંદર હોય. છતાં એ સઘળું મૂકીને તેઓ ચાલી નીકળ્યા ! સિકંદર જેવા સમ્રાટે રત્નો અને ઝવેરાતના ઢગલા ભેગા કર્યા. ભલભલા પરાક્રમી રાજાઓને જીત્યા. મજબૂત ગઢોને તોડ્યા. સૂરંગો વડે ધરતી ધ્રુજાવી. વિકરાળ સૈન્ય એકઠું કર્યું. આશ્ચર્યજનક મહેલોની રચના કરી. અંતે રાખમાં પોઢી ગયો. અરે પેલો શહેનશાહ બે હજાર ઓરડા સજાવીને રાખતો. ગમે તે ઓરડામાં તે સૂવા જતો, તેની કાયા સાડાત્રણ હાથ જગા રોકતી પરંતુ ઓરડા બે હજાર રાખતો, અંગ પર પૂરતું હજારો રૂપિયાનું પહેરતો. સમય વહ્યો જતો હતો છતાં સમય જોવા કરોડોની ઘડિયાળ પહેરતો. તમામ સભામાં સમયસર પહોંચતો. એક દિવસ સમયસર ઊપડી ગયો. ખબર નહિ તે કયા ખૂણે જન્મ્યો હશે ? વર્ષોથી રક્ષણ થાય તેવા મહેલો, ઠંડીથી કે ગરમીથી રક્ષા થાય તેવા ઓરડાઓ, પૂરા નગરની રક્ષા થાય તેવા ગઢ-કિલ્લા, આહારમાં કંઈ કાવત્રું ન થાય માટે કૂતરાને આહાર પહેલાં આપતો, એક એક હથિયાર ઘસીને ધારદાર રાખતો, ગમે ત્યારે દુશ્મનને હણી શકાય. ઘોડા એવા રાખતો ભય સમયે દૂર ભાગી શકે. વસ્ત્રાલંકાર પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ એવાં પહેરતો કે જોનારની આંખો આશ્ચર્ય પામતી, હજારોની સલામો ઝીલતો. પણ હાય ! કાળે તેને કંઈ જ કહ્યા વગર ઝડપી લીધો. તેણે જાણ્યું પણ નહિ કે આ સર્વે પુગલના ખેલ તો પૂરા ભજવ્યા પણ નહિ. અને ચાલી નીકળ્યો. કારણ કે તેણે જે પુદગલો વિસ્તાર્યા હતા તે અને તેનો દેહ સ્વયં વિનશ્વર હતા. પછી ટકાવવા ઇચ્છે તો પણ ટકે ક્યાંથી ? પુદ્ગલકે સંયોગ વિયાગે, હરખ શોક ચિત્ત ધારે, અથિર વસ્તુ થિર હોઈ કહો કેમ, ઈણ વિધ નહિ વિચારે. ૮૨ પૂર્વજન્મની વાત જવા દો, પરંતુ મનુષ્ય જન્મ્યો ત્યારથી, તે જ ક્ષણથી તેના જીવનનો પ્રારંભ પુદ્ગલના પરિચયથી જ થાય છે. જન્મ અને તરત જ કોઈ શરીર પર ઠંડું પાણી નાંખે, તેનો દેહભાવ તરત જ રડી ઊઠે છે. જન્મ્યો કે તરત જ પારણાં અને ઘૂઘરા જોઈએ. આહારના પદાર્થો જોઈએ, રમવા જેવો થયો ત્યારે રમકડાં જોઈએ. ગિલ્લી-દંડા જોઈએ, યુવાન થતાં વ્યાપાર, સામગ્રી જોઈએ, સ્ત્રી-પુત્ર-મિત્રાદિ પરિવાર જોઈએ, મરતાં નનામી જોઈએ, દેહની સમાપ્તિ માટે લાકડાં જોઈએ. આમ દેહધારી માનવ પુદ્ગલ વગર એક ક્ષણ પણ ટકતો નથી. વાસ્તવમાં આત્મા પુદ્ગલથી ટકતો નથી. અજ્ઞાનવશ પુદ્ગલ એ એનું શરણ બન્યું છે. તેના વગર તે બેશરણ થઈ મૂંઝાય છે. અનુકૂળ પદાર્થોના સંયોગમાં તે હરખે છે, નાચે છે. પ્રતિકૂળ પદાર્થો મળતાં મૂંઝાય છે. અનુકૂળ પદાર્થોના વિયોગમાં રડે છે. શોક કરે છે. દુનિયામાં કંઈ માનવ ધારે એવું બધું બનતું નથી એટલે હરખ-શોકના નિમિત્ત મળે તે હસે છે. રડે છે. તેના જીવનની ચાવી નિમિત્તોના હાથમાં છે. જે પદાર્થો મૂળમાં અસ્થિર છે, નાશવંત છે, તેને સ્થિર રાખવા મથે કે નિત્ય ટકાવવા મથે તો તે સંભવ નથી. અન્ય પદાર્થોની વાત જવા દે. તારું શરીર જ સ્થિર નથી તેના ફેરફારનો તું વિચાર કર. બાળવયમાં, કિશોર અવસ્થામાં, યુવાનીમાં, પ્રૌઢતામાં અને વૃદ્ધાવસ્થામાં તારી દશાઓ કેટલી બદલાતી રહી. તારો ત્રણ વર્ષનો ૧૨૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ફોટો તારા ત્રેસઠ વર્ષના ફોટાની બાજુમાં મૂકીને જો, તારી યુવાનીનો ફોટો ત્યાસી વર્ષના ફોટા સાથે મૂકીને જો, અથવા કલ્પના કર કે ત્રણ પગથિયાં સાથે ઠેકનારો, પહાડો પર કૂદનારો તું ક્યાં, અને અત્યારે ઊભા થતાં પણ પગ ધ્રૂજે એવી તારા શરીરની અવસ્થા ક્યાં ? તું તે પાછી લાવવા ઇચ્છે તો પણ તારું કે કોઈ સમ્રાટનું પણ કંઈ ચાલતું નથી. આમ વિચાર કરીને જે તત્ત્વ સ્થિર છે, નિત્ય છે, તે પ્રત્યે દષ્ટિ કર, તો તારી દૃષ્ટિમાં પુદગલના ઊપજેલા વિકારો શમી જશે. તું વાસ્તવિકતા સમજી શકીશ. અને સંયોગ-વિયોગની લપથી કે હરખ શોકના વમળમાંથી મુક્ત થઈ શકીશ. જો તનકો મન ગરવ ધરત હૈ, છિન છિન રૂપ નિહાર, તે તો પુદ્ગલપિંડ પલકમેં, જલ બલ હોવે છાર. ૮૩ જે શરીરને જોઈને મને ગર્વ ધારણ કરે છે કે હું કેવો ગોરો, ઊંચો, રૂપવાન, તાકાતવાન, ધનવાન છું. કેટલુંયે મનમાં રાખીને ફાંકડો થઈને ફરે છે. પરંતુ દરેક ક્ષણે એ સર્વ પુદ્ગલનું પરિણમન પલટાતું રહે છે. અને એક દિવસ સઘળું ઊંધું દેખાવા માંડે છે. ચામડી શ્યામ થઈ જાય છે. પાછળથી વાંકો વળી જાય છે. રૂપ તો ક્યાંય વણસી જાય છે. તાકાત તો એવી ગળી જાય છે કે પથારીમાં સૂતો હાથ ઊંચો કરી શકતો નથી. ધન વળી બીજા ઘરને શોધી લે છે. તે જે પદાર્થો પર ગર્વ રાખ્યો હતો તે પદાર્થો ક્ષણે ક્ષણે ક્ષીણ થાય છે. તેમ તારો દેહ પણ તે જ નિયમને અનુસરે આકાશમાં રહેલાં વાદળો (જલબલ) પવનને ધક્કે ક્યાંય ખેંચાઈ જાય છે. કે ક્ષણમાં વિખરાઈ જાય છે. તેમ તારું શરીર ક્ષણમાં પલટો મારી દે છે. દેહને હીરા, મોતીની માળાથી શણગારીને ગર્વ લે છે. માથે મુગટ પહેરી, કાનમાં કુંડળ પહેરી, દસે આંગળીઓમાં હીરા જડિત વીંટી પહેરી હાથની શોભાનો ગર્વ લે છે. પરંતુ જ્યારે બધું ત્યજીને તું મહાપ્રયાણ કરે છે, ત્યારે તારા સગાં-સ્નેહીઓ આમાંનું કશું તારા અંગ પર રહેવા દેતા નથી, જો શરીર બળીને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ કે બળીને રાખ થવાનું છે. તો પછી તેની શોભાથી કરેલો ગર્વ શા કામનો ? ત્રણ ખંડના સ્વામી વાસુદેવને, છ ખંડના અધિપતિ ચક્રવર્તીને પોતાના શરીરના બળ પર કેવો ગર્વ હતો ? તે પણ ચાલી નીકળ્યા. ક્યાંય નામનિશાન ન મળે. અને આવા એક-બે નહિ પરંતુ લાખો કરોડો અધિપતિઓ થઈ ગયા. શરીરબળ આમ તો પુણ્ય પ્રકૃતિજન્ય છે. તેનો ભરોસો કેટલો ? નદીના પૂર જેવું યુવાનીનું બળ હોય છે. પૂર ચઢે પણ ઊતરવાના સ્વભાવવાળું હોય. તેમ યુવાનીનું બળ ચઢે પણ તે જરાવસ્થામાં ઊતરવાવાળું હોય છે. તેં તેવી પરિસ્થિતિઓ નજરે જોઈ છે ! ક્યાં આ નવું છે કે તને કહેવાનું હોય ! રાવણ શારીરિક શક્તિમાં દશ શરીર જેવું બળ ધરાવતો હતો. દશ મસ્તક જેવી નિપુણતા ધરાવતો હતો. ચંદ્રહાસ ખડગ તેનું દૈવી શસ્ત્ર હતું. સિંહને પણ હણી નાંખે તેવો બળવાળો હતો. રાજનીતિમાં નિપુણ હતો. ઇન્દ્ર પણ તેનાથી સજાગ હતા તે રાવણ રણમાં રગદોળાયો ત્યારે શરીરની શક્તિ તેને દગો દઈ બેઠી. માટે તનનો ગર્વ વ્યર્થ છે. ઇણ વિધ જ્ઞાન હીયેમેં ધારી, ગર્વ ન કજે મિત્ત, અસ્થિર સ્વભાવ જાણ પુદ્ગલ કો, તજો અનાદિ રીત. ૮૪ હે મિત્ર ! આગળ જેમ 'વિચાર કર્યો કે આ તન માટે કરેલા ગર્વ કોઈના ટક્યા નથી. જ્યાં મોટા માંધાતાઓ પણ પાછા પડ્યા છે ત્યાં હું કયા પદાર્થ માટે ગર્વ કરું ? એક ચક્રવર્તીને તેની છ ખંડની પૃથ્વી માટે ગર્વ ન હોય પણ મને તો છ વારની જગાનો ગર્વ પીડે છે. જેને માટે ગર્વ કરું છું તે તન તો ગમે ત્યારે ક્ષીણ થાય તેવું છે. આ મારું કેવું અજ્ઞાન છે કે જે પદાર્થો પળે પળે પલટાતા છે, એક દિવસ ત્યજીને જવાનું છે, જે પદાર્થોની રજકણ લઈ જવાશે નહિ, જે સ્ત્રીઆદિ માટે ગર્વ કરતો હતો, તેમના વિયોગે હું સંસારમાં ગોઠવાઈ ગયો છું. મારા વિયોગ પછી એ સૌ ગોઠવાઈ જશે. ૧૨૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #138 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીજનોએ આ સ્વરૂપને કેવું જોયું ? આ આત્મા શરીર વગર ટકે, વચન વગર ટકે, મન વગર ટકે, રાગાદિભાવ વગર ટકે, ઇન્દ્રિયો વગર ટકે. ગૃહ - નગર વગર ટકે. ધન ધાન્ય વગર ટકે. સોના રૂપા વગર ટકે, હીરા-માણેક વગર ટકે, સ્ત્રીપુત્રાદિ વગર રહે, વન-ઉપવન વગર ટકે, મહેલ અને જંગલ વગર ટકે. તો પછી આત્મા શાનાથી ટકે ? ભાઈ આત્મા સ્વરૂપથી ટકે. તેના જ્ઞાનાદિ ગુણોથી ટકે, ચેતનાથી ટકે, અને પુદ્ગલમાં તો જ્ઞાનાદિ કંઈ છે નહિ, તો પછી પુદ્ગલથી આત્મા ટકે તેમ બનવું સંભવ નથી. વીખરાતા વાદળને કોણ સ્થિર રાખી શકે? પુદ્ગલ પોતાના સ્વભાવથી જ અસ્થિર છે તેને ટકાવવાનો પ્રયત્ન વ્યર્થ છે. એને ટકાવવાની તારી ગમે તેવી યુક્તિ કે પદ્ધતિ હોય તો પણ તે પૂર્વે તેમાં સફળ થયો નથી, ભવિષ્યમાં સફળ થવાનો નથી. વર્તમાનની મહેનત પણ વ્યર્થ તું ગમે તેવા રોટલા ઘડાવે અને આરોગે તો પણ તારે તે મેળવવા પુનઃ પ્રયાસ કરવો પડશે. તું ગમે તેવા ધન-ધાન્યનાં પોટલાં બાંધે તે સર્વ નષ્ટ થવાનાં છે. તે ગમે તેટલા ઓસરી-ઓટલા બાંધે પણ એક દિવસ મૂકવાના છે. સ્ત્રીઓ ગમે તેટલા સુંદર ચોટલા વાળે તે પણ રોજ રોજ ઘસાતા રહે છે. આમ તારા રોટલા, પોટલા, ઓટલા કે ચોટલા રાખ્યા રહેવાના નથી. જ્ઞાની પુરુષોના વચનબોધને હૃદયમાં ધારણ કરી, જે તારું નથી તેનો જરાય ગર્વ ન કરતો. દુર્યોધન જેવો પરાક્રમી, ગર્વીલો માનવ હું મરીશ નહિ તેમ માનતો હતો. એક દિવસ તેનો સર્વ ગર્વ ગળી ગયો અને ધૂળમાં એકાકી પડ્યો પડ્યો મરણ પામ્યો. દ્રૌપદીએ રૂપના ગર્વમાં વિનયને ત્યજી દીધો. જરા જેટલા ગર્વને પરિણામે બંને કુટુંબનો મહાસંહાર થયો. સૌ માટીના બનેલા માટીમાં મળી ગયા. ગર્વ મહા દોષ છે. તેને સલામ કરી વિદાય કરવો સારો. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ પરમાતમથી મોહ નિરંતર, લાવો ત્રિકરણ શુદ્ધ પાવો ગુરૂગમ જ્ઞાન સુધારસ, પૂરવપર અવિરુદ્ધ. ૮૫ પુદ્ગલ પરિચયથી આત્મા દુઃખ જ દુઃખ પામે છે તે અનેક રીતે સમજાવ્યા પછી હવે ગ્રંથકારને લાગે છે જીવોને આ ફંદનો છંદ છોડવવો જરૂરી છે, તેથી પુણ્યવંતા જીવોને પુદ્ગલના પ્રલોભનોથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. ગ્રંથકાર પુદ્ગલના મોહના પરિણામને જાણે છે. તેને મોહ છોડવાની વાત કરી ભડકાવતા નથી. એ મોહને વળાંક આપે છે. પૌદ્ગલિક પદાર્થોને બદલે પરમાર્થ પદાર્થરૂપ પરમાત્મા પ્રત્યે મોહ કરવાની પદ્ધતિ બદલાવે છે. તારા વચન અને કાયાના યોગ પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે પ્રવૃત્ત હતા, તેમાંથી ઉત્પન્ન થતા કષાયો વડે તે મલિન હતા. તેની શુદ્ધિ માટે પરમાત્મા પ્રત્યે પ્રીતિ કરવામાં તારા એ જ મનાદિ યોગને કાર્યશીલ કરવાના છે. યોગમાં મલિનતા હોય તો પરમાત્માનું મિલન થતું નથી. પરમાત્માના ધ્યાન માટે તારે ત્રણ યોગને શુદ્ધ કરવા જરૂરી છે. યોગને શુદ્ધ કરવાનો ઉપાય ક્યાંથી મળે ? યોગની શુદ્ધિ માટે પ્રથમ તારે સગુરુની નિશ્રા જોઈશે. તેમની પ્રત્યેના અહોભાવથી તને ગુરુગમે-કૃપાએ ઉપાય મળશે. તારામાં રહેલા જ્ઞાનનું અમૃત પ્રગટ થશે. જે જ્ઞાન પૂર્વાપર ત્રણ કાળને વિષે અવિરુદ્ધ છે. જ્ઞાનની પ્રણાલિ કે પ્રરૂપણા ક્યારે પણ વિરોધ પામતી નથી. જ્ઞાનથી મન સંયમમાં રહે. જ્ઞાનથી કર્મ નાશ પામે. જ્ઞાનથી મુક્તિ પમાય. જ્ઞાનનું ફળ વૈરાગ્ય છે. જ્ઞાન સુખ તરફ લઈ જાય. જ્યાં જ્ઞાન છે ત્યાં આવું ઉત્તમ રહસ્ય પ્રગટ થાય છે. તેમાં કોઈ વિરોધ નથી. જ્ઞાની સદ્ગુરુ તને જ્ઞાનામૃતનું પાન કરાવશે. ત્યારે તને ભાન થશે કે હું જ્ઞાનપૂર્ણ છું. આનંદ અને સુખની વેદનવાળો છું. એ જ્ઞાન થવામાં તારે ઇન્દ્રિયોની જરૂર નહિ. રાગાદિ કે ગર્વની જરૂર નહિ, કોઈ પૌગલિક પદાર્થની જરૂર નહિ. તે જ્ઞાનના પરિચયમાં ૧૨૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ આકુળતા નહિ. કારણ કે જ્ઞાનનું કાર્ય જાણવાનું છે. બહારમાં ગમે તેવા આકર્ષક પૌદ્ગલિક પદાર્થોનો લોકો મહિમા કરે પણ ભાઈ, તારા ચૈતન્યમાં જ્ઞાન-સુધારસનું અમૃત પડ્યું છે. તે ગુરુકૃપાએ પ્રાપ્ત કરી લે. માનવદેહમાં મળેલી આ ચેતનાનું સામર્થ્ય અમૃતને પ્રાપ્ત કરવાનું છે. અમૃત પ્રાપ્ત કરવાના બે ઉત્તમ નિમિત્તો, ઉપકારી તત્ત્વો છે. પરમાત્મા અને સદ્ગુરુ. તું વિચાર કર કે તું પુદ્ગલનો પરિચય કેવી રીતે કરતો હતો ? નિરંતર મન, વચન અને કાયા અર્થાત્ પૂરા તન અને મનથી મોહ કરવાની ટેવ છે. તે હવે આ શુદ્ધ પદાર્થોમાં લગાવ, અને પછી જો કે તને પરપદાર્થના પરિચયે શું મળતું હતું ? અને પરમાર્થના પરિચયે શું મળી રહ્યું છે ? સદ્ગુરુ તને પ્રથમ પરમાત્માનું સ્વરૂપ બતાવે છે જેથી તને તેનું માહાત્મ્ય સમજાય. જેમની ક્રુણા વગર બોલાવે સહાયક બને છે. કોઈ પણ અપેક્ષા રહિત જેમનું વાત્સલ્ય છે. તું માંગે કે ન માંગે તારા તરફ પૂરી સજ્જનતા દાખવનાર અને અંતમાં તારું પૂર્ણ સ્વરૂપ દર્શાવનાર પરમાત્મા છે. ત્વમેવ માતા શ્રપિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્વ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ શરણં મમ દેવ દેવ. પરમાત્માનું નામ માત્ર જ સર્વોત્કૃષ્ટ છે, તેની સમૃદ્ધિનાં દર્શન તેમની આકૃતિમાં થાય છે, સ્મરણ તેમના નામથી થાય છે. દર્શન-સ્મરણ બંને જીવને પવિત્ર કરે છે. મલિનતા ટાળે છે. જો મનુષ્ય અંતરમુખ થઈ આ પરમતત્ત્વને ઉપાસે તો પોતાનું પરમાત્વસ્વરૂપ પ્રગટ થાય છે. તે માટે પરમાત્મા પ્રત્યે નિરંતર પ્રીતિ કરવી જોઈએ. પ્રીતિ પ૨પદાર્થથી જ્યારે તૂટે છે ત્યારે જ પરમતત્ત્વ પ્રત્યે જોડાય છે. સર્વ દોષનું મૂળ અહંકાર છે. પરમાત્માને પ્રીતિ કરવાથી તેનું વિસર્જન થાય છે. તારી ભાવના માટે દેવગુરુ સમાન તત્ત્વ છે. પ્રત્યક્ષ એવા ગુરુને તન-મન-ધન અર્પણ કરતો જા પછી મોહ ક્ષણ થયા વગર નહિ રહે. ગુરુ પરમાત્માનું સ્વરૂપ બતાવી જીવને માર્ગે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ ચઢાવે છે. તેમને સમર્પણ થવું એટલે તેમની આજ્ઞાને આધીન રહેવું. અત્યંત આદર રાખવો. તેમના અનુગ્રહને પાત્ર થયું. પરમાત્મામાં જેનું લક્ષ્ય છે તેને પુગલની નિરર્થકતા અને પરમાર્થની સાર્થકતા સમજાય છે. પરમાત્મામાં એકતા થવી તે મિલન છે. જેથી સર્વ દુર્ગાન ટળી જાય. પુદ્ગલનો પ્રેમ છૂટ્યા પછી તારે જો પ્રેમનું ઉત્કૃષ્ટ સ્થાને જોઈતું હોય તો તે પરમાત્મા છે. એક વાર તે તેમની સન્મુખ થા તો તેમની અમીદષ્ટિનો તને સાક્ષાત્કાર થશે. તેમનો પ્રેમ નિઃસ્પૃહ છે. અચિંત્ય શક્તિ યુક્ત પ્રભુને આપણા હૃદયનો ભાવનાનો એક અંશ અર્પણ કરવામાં આવે તો આપણા ચિત્ત પ્રદેશ પર પડેલું વાસનાનું તાંડવ શમી જાય. તે નિર્મળ શક્તિનો પ્રવાહ આપણા આત્મપ્રદેશ ફેલાવાથી આપણે શક્તિસ્વરૂપ બનીએ છીએ. માટે પરમાત્મા પ્રત્યે નિરંતર પ્રેમ રાખો. મન, વચન, કાયાની અર્પણતા કરો. અને સદ્ગુરુની આજ્ઞામાં રહો. જ્ઞાન ભાનું પૂરણ ઘટ અંતર, થયા જિહાં પરગાસ; મોહનિસાગર તાસ તેજ લખ, નાઢા થઈ ઉદાસ. ૮૬ હે સુજ્ઞ ! તારા ઘટમાં, હૃદયમાં, આત્મામાં, સેંકડો સૂર્યનો પ્રકાશ સમાઈ જાય તેવો તું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું. જ્યોતિ સ્વરૂપ એવા આત્મામાં નિમગ્ન થઈને જો તો ખરો કે અંતર અજવાળાથી ભરેલું છે. જ્યાં (પરગાસ) પ્રકાશ જ પ્રકાશ છે, તું અંધકારમાં અટવાયા કરે છે. આ જ્ઞાન એવું પૂર્ણ છે કે જગતના તમામ પદાર્થો તેના અનંત ગુણો, સઘળી અવસ્થાઓ પ્રતિબિંબિત થાય છે. વિશ્વમાં જીવો અનંતા છે, પુદ્ગલો અનંતા છે. તે દરેકની દશાનું પરિવર્તન નિરંતર થાય છે, તે સર્વે આ આત્માના જ્ઞાન ઉપયોગમાં જણાય બહારમાં સર્વ જાણવાની તાકાતવાળું તારું જ્ઞાન આત્મામાં જે સુખ અને આનંદનો મહાસાગર ઊછળે છે તેના તરંગ જાણવા સમર્થ છે. એ જ્ઞાન શાસ્ત્રથી કે ઇન્દ્રિયથી થાય તેવું સીમિત નથી. પરંતુ જ્ઞાન જ સ્વયં સ્વ-પરને જાણે છે. છતાં પરને જાણીને જ્ઞાન પરસ્વરૂપે થતું નથી. અંતરઘટમાં જ્ઞાનાદિ અનંત શક્તિઓ પડી છે. પ્રકાશ ૧૩૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થતાં મોહરૂપી રાક્ષસ સ્વયં ભાગી છૂટે છે. મોહનું સ્થાન વૈરાગ્ય લે છે. જે સાચા સુખનો આસ્વાદ આપે છે. મોહજનિત જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાનરૂપે કાર્ય કરી તને અંધકારમાં રાખતું હતું. તે જ્યારે પૂર્ણપણે પ્રકાશિત થયું ત્યારે મોહ નિશાચર ભાગી છૂટે છે. તેના લક્ષણરૂપ બીજી પ્રકૃતિઓ પણ ભાગી જાય છે. આત્મા સ્વયં જ્ઞાન, ચેતનાનો સ્વામી છે. તેને પરના પ્રકાશની આશા કેવી ? મોહી જીવ જ્ઞાનનો આધાર ચક્ષુ અને ઇન્દ્રિયોને માને છે. તેથી ચર્મચક્ષુ હોવા છતાં જીવ અંધારામાં અટવાયા છે. જ્યાં સુધી અંતરમાં પ્રકાશ ન થાય ત્યાં સુધી મોહનો નચાવ્યો તું જ્ઞાનપ્રકાશ મેળવવા તીર્થોમાં ભટક્યો. આરતીઓ ઉતારી, શાસ્ત્રો ભણ્યો. યોગાભ્યાસ કર્યો પણ તને કોઈ કિનારો મળ્યો નહિ. જ્ઞાનસ્વરૂપે જ્યારે તું સ્વયં પ્રગટ થયો ત્યારે મોહવશ તેં જે જે વિકલ્પો કર્યા હતા તે સૌ શમી ગયા. અને મોહની સાથે તેના જે સાથીઓ હતા તે હતાશ થઈને નાસી ગયા. જ્ઞાનપ્રકાશનું સામર્થ્ય એ છે કે જીવમાં વિકાર થવા ન દે. વિકલ્પોને શમાવી દે. મનમર્કટને પૂરું સંયમમાં રાખે. પુદ્ગલથી અપરિચિત કરી દે. વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોધ કરાવે. ભેદજ્ઞાન અંતરદેગધારી, પરિહર પુદ્ગલ જાલ; ખીરનીર કી ભિન્નતા જિમ, છિનમેં કરત મરાલ. ૮૭ અંતરદષ્ટિમાં જો જ્ઞાન સાથે અભેદતા સધાઈ જાય તો પુદ્ગલ સામે ભેદજ્ઞાન હાજર રહી જીવને તેની મુચ્છથી મુક્ત કરી દે. ભેદજ્ઞાનનું રહસ્ય એ છે કે સ્વ-પરનું યથાર્થ ભાન રાખીને રહે. હું શરીરથી ભિન્ન, સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન, સર્વ પરિવારથી ભિન્ન, સર્વ પદાર્થોથી ભિન્ન છું એવું સાક્ષાત ભાન જેને વર્તે છે તે સમ્યગ્દષ્ટિ. આત્મા ભેદજ્ઞાની છે. અંતરદૃષ્ટિ, નિર્મળષ્ટિ, સ્વરૂપદષ્ટિ એ ભેદજ્ઞાનની અવસ્થાઓ છે. સામાન્ય જીવ રાગ સમયે પોતાને રાગી, કેષના ઉદયે પોતાને દ્વેષી, ક્રોધાદિના ઉદયમાં ક્રોધી વગેરે માને છે. સ્ત્રી-પુરુષની આકૃતિ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ મળતા જીવને તેમાં એકતા થાય છે, માન અપમાન મળતાં તેમાં એકમેક થઈ જાય છે. જેની અંતરદૃષ્ટિ પ્રગટ થઈ છે. તે આ સર્વ ઉદયાદિને સ્વ-સ્વરૂપે માનતા નથી. પોતાને તે સર્વ પ્રકારોથી ભિન્ન માને છે. ભેદજ્ઞાની કહે છે હું અને આ આકૃતિ એક નથી, હું અને ઉદયજનિત પ્રકૃતિ એક નથી, શ્રીમંતાદિ સંસ્કૃતિ અને હું એક નથી, વિકાર અને હું એક નથી, અરે આ વિચાર પણ હું નથી, તે સર્વને જાણનારો, સર્વ અવસ્થાથી ન્યારો જે છે તે હું છું. તેમ નિર્ણય થતાં એ પુદ્ગલજનિત આકારોના વિકારો તને સ્પર્શી શકશે નહિ. ગમે તેવી આકૃતિ, પ્રકૃતિ કે સંસ્કૃતિનો તારો સંબંધ ખીરનીર જેવો છે. અર્થાત દૂધ-પાણી સાથે રહેવા છતાં ભિન્ન છે. તે છૂટા થઈ શકે છે તેમ તું આકૃતિ કે પ્રકૃતિથી ભિન્ન છે તેથી પળમાત્રમાં ભેદજ્ઞાન કરીને મુક્ત થઈ શકે છે. ભેદજ્ઞાન એટલે પરપદાર્થથી અને પરભાવથી છૂટા પાડવાનું સ્વબળ. રાગાદિભાવ ઊઠે ત્યારે પેલું બળ પરિણતિને તેમાં જોડાવા ન દે. સ્ત્રી પુત્ર, ધનાદિના સંયોગ થાય પણ પેલું બળ તેમાં આત્મબુદ્ધિ થવા ન દે. એકાંતમાં એ જ ભાવના ચાલે સર્વભાવોથી પોતાને ભિન્ન તારવી, સ્વપ્રત્યે દૃષ્ટિને વાળે. આવું ભેદજ્ઞાન આત્માના અભેદનું દર્શન કરાવે છે. જીવો અન્યોન્ય ભેદ રાખે છે. પણ ભેદજ્ઞાન નથી કરતા. મારા-તારા, પોતાના-પરાયા, એવા ભેદમાં રાચે છે. જ્ઞાની એવા ભેદને તોડે છે. પરંતુ એ સર્વમાં રહેલી મૂર્છા કે અજ્ઞાનને દૂર કરી પોતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવથી અસંગ રહે છે. એવો નિરંતર અભ્યાસ પુદ્ગલને પરિહાર કરે છે. એહવા ભેદ લખી પુલકા, મને સંતોષ ધરજે. હાણ લાભ સુખ દુઃખ અવસરમેં, હર્ષ, શોક નવિ કીજે. ૮૮ પુલના વર્ણાદિની નિરંતર પરિવર્તનશીલતા કે ક્ષણિકતા જોઈને, તું તે પ્રત્યે મનમાં સંતોષ ધારણ કરજે. જે પુગલને સ્પર્શીને આહાર સાત ધાતુ બની જાય. સાબુ મલિન થઈ જાય. અત્તર દુર્ગધમાં ફેરવાઈ જાય એવા વિકૃતિ ભેદ જાણીને તેના સેવનની મર્યાદા કરી ૧૩૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #144 -------------------------------------------------------------------------- ________________ સંતોષ માનજે. શરીર ધારણ કર્યું છે એટલે તેને સજાવવા-સાચવવાની વૃત્તિ ઊઠશે, શરીર તેના ધર્મ પ્રમાણે પદાર્થોની માંગ કરશે. પણ તું તે પ્રત્યે સંયમ ધારણ કરી તેનું પોષણ કરજે. તેં આજે શરીરના બળ માટે શીરો ખાધો અને બીજે દિવસે તે તપ કરવામાં આનાકાની કરે, તારા મનને પટાવી દે તો સમજજે કે આ પુદ્ગલની જાળમાં તું ફસાઈ ગયો. પરંતુ જો તારી તપની પ્રેરણા ટકી રહે તો તેવો અભ્યાસ વધારતો જજે. તેમાં તને સંતોષ મળશે. પુદ્ગલ પદાર્થો શરીર, સ્વાસ્થ્ય, સ્ત્રી, પુત્રાદિપરિવાર. માન-અપમાન, ધન-ધાન્ય, માલ-મિલકત, વસ્રો-પાત્રો, સગાંસ્નેહીઓ, વ્યાપારધંધો આ સર્વ તારી આજુબાજુની દુનિયા છે. તું તેમાં ઘેરાઈ જઈને પદાર્થોની અલ્પધિકતાથી લાભ અને હાનિ માની સુખી કે દુઃખી ન થતો. પૌદ્ગલિક પદાર્થોનો સંયોગવિયોગ તારા શુભાશુભ કર્મો પર આધારિત છે. તે તારા હાથની વાત નથી તેવા સમયે તું હર્ષ-શોક ન કરતો. તારું શું હતું કે તું તેના સંયોગે કે વિયોગે સુખી-દુઃખી થાય છે ? કર્મ સંયોગે જે કંઈ થાય છે, તેમાં અધીરજ ન સેવવી. જે કંઈ કર્મફળ છે તે ભોગવ્યાથી છૂટે છે. તેમાં હર્ષ-શોક કરવો નહિ. જીવનમાં સમાધાન કે સફળતા માટે પ્રારબ્ધને સમતાથી ભોગવી ખસી જવું. વર્તમાનમાં જે તારા પ્રયત્નથી આવ્યું નથી તે ભલે પૂર્વકૃત હોય પણ તેનાથી ભાગી છૂટી શકશે નહિ માટે તે પ્રત્યે ચિંતા, શોક કે સંતાપ કર્યા વગર સહી લેવું. જ્ઞાનીને પણ પ્રારબ્ધના ફળને ભોગવ્યા વગર છૂટ્યા નથી. સુખ-દુઃખ, સંયોગ-વિયોગ આપણા હાથની વાત નથી. તે તો હાથમાંથી છૂટેલા બાણ જેવું છે. તીર છૂટ્યું તે નિશાનને વીંધી લેશે. તેમ કર્મ ઉદયમાં આવતાં ફળ આપી દેશે. દોરથી તૂટેલો પતંગ અમુક જગાએ જઈને નીચે પડે છે. તેમ કર્મ ભોગવતાં ભોગવતાં છૂટી જશે. સમતાથી ભોગવેલું તને નવું બંધન આપી શકશે નહિ. સુખદુઃ ખાદિથી છૂટવાનો એક જ ઉપાય છે. એ સર્વ પરિસ્થિતિ પાછળ દોડતા મનને થંભાવી આત્મચિંતનમાં વાળી લેવું. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી આત્મા સ્વ-પર પ્રકાશિત છે. છતાં સ્વરૂપને તન્મય થઈને જાણે છે. પરને તન્મય રહિત જાણે છે. આવા સર્વદર્શી આત્મામાં શ્રદ્ધા થઈ, પ્રતીતિ થઈ તે જાણે છે કે રાગાદિમાં રોકાઉં તે હું નહિ. ઈન્દ્રિયો દ્વારા જોઉં એવો હું નહિ. આત્માનું જ્ઞાન-દર્શન ઉપયોગમય સામર્થ્ય જ એવું છે. જ્ઞાન પરને જાણે પણ પરરૂપે થાય નહિ . જડને જાણે પણ જડરૂપે થાય નહિ, જેમ વિષ્ટા જેવા પદાર્થો જોતાં આંખ મલિન થતી નથી, કે અગ્નિ જોતાં ગરમ થતી નથી તેમ આત્મા ચેતના રાગાદિથી મલિન થતી નથી. પોતે સત્તાપણે સ્વ-સ્વરૂપે રહે છે. જે કંઈ રાગાદિની મલિનતા છે તે અજ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનની છે. પરંતુ ભેદજ્ઞાની આત્માને અને રાગને જુદા જાણે છે. તે રાગાદિમાં તન્મય થતા નથી. તે જાણે છે કે હું સ્વરૂપથી ટકું છું. દેહના સંયોગે અન્નપાણી કે મનવાણી વ્યવહાર છે. મારા આત્મામાં તેવો વ્યવહાર નથી. આવું ભેદજ્ઞાન વર્તે છે. જો ઉપજે સો તું નહિ અરૂ, વિણસે સો તું નાહિ, તું તો અચલ અકલ અવિનાશી, સમજ દેખ દિલમાંહિ. ૮૯ તું એક વાત દઢપણે સમજી લેજે, જેને તું જન્મ કહે છે તે ઉત્પન્ન થવું, જેને મરણ કહે છે, તે નાશ પામવું. તે તું નથી. તું જન્મતો નથી મરણ પામતો નથી. જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તે તારી કર્મજનિત અવસ્થાઓ છે. જેમ દરિયાના પાણીના તરંગો ઊઠે છે, લય પામે છે. તે તરંગો એ દરિયો નથી. તરંગો ભલે દરિયાનું એક અંગ હોય. પણ મૂળ વસ્તુસ્વરૂપે દરિયો જળયુક્ત છે. તરંગયુક્ત નથી કે ઉત્પન્ન થાય અને નાશ પામે. તેમ તું આત્મા, ચૈતન્ય, અમૃત સાગર ક્યારે ઉત્પન્ન થયો નથી કે નાશ પામે. નર-નારી, નારક-દેવ, પશુ-પક્ષી, વગેરે દેહાધીન અવસ્થાઓ તે અમૃતસાગર ઉપરના તરંગો અવસ્થાઓ છે. તે ઊપજે છે અને લય પામે છે. ત્યારે આત્મા તો ધ્રુવપણે ટેકલો છે. કારણ કે તું જે રૂપે ઓળખાય છે તે ચૈતન્ય ધ્રુવ, કર્મ કલંક રહિત, અવિનાશી છે. તે કેવી રીતે ઊપજે અને નાશ પામે ! તે તો અનાદિ અનંતપણે છે. બદલાતી અવસ્થાઓને મૂળરૂપે જાણી જો તું દ્રવ્યને વિનાશી ૧૩૪ પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #146 -------------------------------------------------------------------------- ________________ માને તો કર્મનાં ફળ-બંધન, મોક્ષ વગેરેની વ્યવસ્થા ટકશે નહિ. ચૈતન્યની જીવનશક્તિ જ એવી છે કે પોતાના સ્વભાવને ધારણ કરીને જીવે છે. તેને જીવવા માટે પુદ્ગલાદિ પદાર્થોની જરૂર નથી. હું ત્રિકાળી ધ્રુવ તેથી કાળ આધારિત અસ્ત કે ઉદય મને નથી. હું જ્યાં છું ત્યાં સદાને માટે છે. આ જે દશ્યમાન છે તે અસતુ દેહાદિ હું નથી. ચૈતન્યને જડથી આમ જુદા અનુભવતાં જ તું મુક્ત ય મને છે એમ સાત ચતન્યને જડથીઆ જે જો હું મને શરીર માને તો મને રોગ, શોક, મરણ લાગુ પડશે. શરીર પોતે જ ભ્રાંતિ છે જે ઊપજે છે, લય પામે છે. તે શરીરને લોકો દિવ્ય બનાવવા, ટકાવવા પ્રયત્ન કરે છે. વૃદ્ધ થયા પછી પણ યુવાન રહેવાના પ્રયત્ન કરે છે. અરીસામાં મુખ પર કરચલી ન હોય તો હરખાય છે. કરચલી જુએ તો કરમાય છે, કારણ કે એને આ વિણસવાનો દેહનો સ્વભાવ ખબર નથી. દેહભાવ આત્મજ્ઞાનને અટકાવે છે. અને હું દેહ નથી, અચલ અકલ અવિનાશી ચૈતન્યસ્વરૂપ આત્મા છું તે ભાન આત્મજ્ઞાનને ટકાવે છે. માટે મનમાં વિચારીને સમજણ પેદા કર કે અનેક સ્થાનોએ ભટકીને આ માનવ જન્મ પામ્યો છું. શા માટે એ અચલ અને અકલ એવા આત્માનું ચિંતન ન કરું ? અનેક જન્મોમાં તેનું વિસ્મરણ કર્યું છે. હવે શા માટે અંતરાત્માને ત્યજીને વળી જન્મમરણના ધક્કે ચઢવું ? જે પરિવર્તનશીલ છે તે હું નથી. હું પરમચૈતન્ય સ્વરૂપી અવિનાશી તત્ત્વ છું. તે મારે ક્યાંકથી લાવવાનો નથી, તે તો છે છે ને છે જ. હું નિત્ય અજન્મા છું. મારો ક્ષય નથી કે મારું મૃત્યુ નથી, એમ તત્ત્વનો બોધ પામ. તન મન વચનપણે જે પુદ્ગલ, વાર અનંતી ધારયા; વસ્યા આહાર અજ્ઞાન ગહલથી, ફિર ફર લાગત પ્યારા. ૯૦ તન, મન અને વચન જે ચૈતન્યના સંચારથી સંચારિત છે. તે પુદ્ગલ છે, તેથી તો આત્મા જ્યારે જન્માંતર કરે છે ત્યારે શરીરનો એક રજકણ સાથે જતો નથી. મનના કરેલા અરમાનો સાથે જતો પણ નથી. જીવન દરમ્યાન તું જે કંઈ બોલ્યો તે શબ્દો ક્યાંય પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિખરાઈ ગયા. આવું કંઈ એક વાર બન્યું નથી. અનંતવાર આ મનાદિયોગ તેં ધારણ કર્યા, છોડ્યા, દરેક જન્મે વળી નવો પ્રયાસ. એકેન્દ્રિયપણે હતો ત્યારે તને ફક્ત એક શરીરનો જ યોગ હતો. બે ઇન્દ્રિયપણું પામ્યો ત્યારે અવ્યક્ત પણ વાચાયોગ મળ્યો. જ્યારે પંચેન્દ્રિયપણું મન સહિત પામ્યો ત્યારે સ્પષ્ટ વાચા અને મન મળ્યાં. તે પણ અનંતીવાર મળ્યાં. આજે પણ મળ્યાં છે. પરંતુ તેથી તને લાભ શું છે ? શરીર વડે તે ભોગ ભોગવ્યા. વચન વડે તે ચતુરાઈ દાખવી, મન વડે તો તું કેટલાયે તરંગોમાં ઊછળ્યો, છતાં કશું હાથ ન આવ્યું. એવું અનંતીવાર થવા છતાં તે સંતુષ્ટ કેમ ન થયો ! એ પુદ્ગલનું લક્ષણ સંતોષ આપવાનું છે નહિ. સંતોષ તારે તારા વિચારમાં, વૃત્તિમાં કે વાસનામાં કરવાનો છે. પુદ્ગલનો દોરવાયો તું દોરાય છે. પરંતુ જ્યારે તારામાં સંતોષવૃત્તિ થશે ત્યારે તું પુદ્ગલને દોરીશ, તેવું તારું સામર્થ્ય છે. આ જન્મ અને પૂર્વ જન્મોમાં પુદ્ગલ-જડ અનાત્મા સાથે ગાઢ પરિચય થયો છે. તેથી પદાર્થો સાથે તે એકરૂપ થઈ ગયો છું. તેથી આત્માનો પરિચય કઠણ થઈ પડ્યો છે. જે સમયે અનાત્મબુદ્ધિ વિરામ પામશે તે સમયે જ તું મુક્ત છું. જ્યાં હું મન વચન કે તનરૂપ છું. તેવું ભાન રહેશે ત્યાં સુધી આ ત્યાગગ્રહણનું ચક્ર ચાલુ રહેશે. જે પદાર્થો તારી જાતના નથી, વિજાતીય છે તેને તું અજ્ઞાનથી ગ્રહણ કરે છે અને પાછો ત્યજી દે છે. વમન કરેલા પુનઃ પ્રહણ કરે છે. તે તને પ્રિય લાગે છે. વાસ્તવમાં ઘણા જન્મ માનવદેહને આવા મનાદિ યોગની પ્રાપ્તિ થાય છે. પરંતુ અનાત્મબુદ્ધિને કારણે, તેનાં તાદાભ્યને કારણે તેને તે યોગનો આત્મિક લાભ થતો નથી. જો આ યોગની શુદ્ધિ થાય તો આ ત્રણે યોગ મુક્તિગમનનાં સાધન બને તેમ છે. ધન્ય ધન્ય જગમેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ, શુદ્ધ વિવેક હિયેમેં ધારી, કરે ન પરકી આસ. ૧૩૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #148 -------------------------------------------------------------------------- ________________ દેહ અને આત્મા, જડ અને ચૈતન્યની આ જોડીનું જેને ભેદજ્ઞાન થાય છે. તે સર્વ પદાર્થોથી પોતાને ભિન્ન અનુભવે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે જેનું લક્ષ્ય જાય છે તે જીવને ધન્ય છે. અનંતકાળનું જેણે વળગેલું આ અનાત્મપણું છૂટી ગયું છે તે પ્રાણી-જીવ તે પદાર્થો પત્યે ઉદાસીનપણે વર્તે છે. તે પદાર્થોના સંયોગ વિયોગમાં મૂંઝાતો નથી તે પદાર્થોમાં તેને ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ થતી નથી. તેને પુદ્ગલના વર્ણાદિમાં આસક્તિ નથી. વિષયોના યોગમાં ભોગમાં તેને હર્ષ નથી તેથી તેના વિયોગમાં શોક નથી. જગતના ભૌતિક પદાર્થો પ્રત્યે તેમની કોઈ ચાહના નથી. પોતાના જ ગુણ-વૈભવમાં તે પ્રસન્ન છે, ઉદાસીનતાની ફળશ્રુતિ તે તેમની પ્રસન્નતા છે. શુદ્ઘનયની દૃષ્ટિએ જેને ભેદજ્ઞાનરૂપી વિવેક જન્મે છે તે તેને જડ અને ચૈતન્યની સ્વાભાવિક ભિન્નતાનું ભાન છે. પ્રતીતિ છે કે હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું, મને પૌદ્ગલિક પદાર્થોનો બાહ્ય સંયોગ છે પણ તે મને સુખ આપી શકે નિહ. તેથી જડ પદાર્થો પ્રત્યે તેઓ ઉદાસીન છે. સંયોગમાં તદાકાર નથી. આવો શુદ્ધ વિવેક-શ્રદ્ધા હૃદયગત થવાથી તેમણે કાયાની માયા છૂટી ગઈ છે. અને સ્વરૂપમાં જ લીન છે. પરપદાર્થોની કામના તેમણે ત્યજી દીધી છે. પોતાના જ આત્મભાવ વડે તે સંતુષ્ટ છે. ― અણુ જેવો સૂક્ષ્મ, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપે તેવો સામર્થ્યવાન આત્મા તેના સ્વરૂપમાં પરિવર્તનની સંભાવના નથી. જેમાં વધઘટ નથી. પુદ્ગલ સંયોગે સંકોચ વિસ્તારની અનન્ય શક્તિ ધરાવે છે. તેમાં કંઈ નવુંજૂનું નથી. કીડીની અને તમારી વય સરખી છે. તમે બંને અનાદિથી છો. તમે પણ નવા કે જૂના નથી. જે જન્મથી નવો મનાય છે, કે મરણથી જૂનો મનાય છે. તે સંયોગની અવસ્થા છે. મૂળ તત્ત્વ તો ત્રણે કાળ અસ્તિત્વ ધરાવે છે. જે વચ્ચે વચ્ચે છૂટી જાય છે તે શરીર નિત્ય કેવી રીતે હોઈ શકે ? શરીર નિત્ય નથી તો તેને મળેલા સંબંધો નિત્ય કેવી રીતે હોઈ શકે ? સંસારમાં દેહાદિ નિત્ય નથી તો સંસારમાં સુખ જેવાં તત્ત્વો નિત્ય ક્યાંથી હોય ! આવો શુદ્ધ વિવેક તેમના હૃદયમાં ધારણ થયો હોવાથી પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ તેમને ક્યારેય પરની આશા માટે તડપવું પડતું નથી. જંગલમાં આભ તેનો આધાર છે. પૃથ્વી તેમનાં શય્યા છે. કુદરતની હવા-પાણી તેમનો આહાર છે. અહિંસા જેવા પોતાના ગુણો સ્વયંરક્ષક છે. પછી તેમને પરની આશા ક્યાં કરવી પડે ? ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ઘટ સમતા આણે; વાદ વિવાદ હીયે વિ ધારે, પરમારથપથ જાણે. ૯૨ ધર્મ એ શુદ્ધ ભાવ છે. ભૂમિકા પ્રમાણે તેના વિવિધ સાધનો કે અનુષ્ઠાનો દર્શાવ્યા છે. એ સર્વ અનુષ્ઠાનોની ફળશ્રુતિ સમતા છે. ધર્મ એ વાદવિવાદ કરી કોઈ પંડિત કે શ્રોતાને મહાત કરવાનું સાધન નથી. પરંતુ સમજાવવા માટે ચર્ચાવિનિમય કરવા છતાં તેમાં જીતવાનો ગર્વ નથી તે શાસ્ત્રાર્થ પરમાર્થ માટે છે. જૈનદર્શનકારો કહે છે કે સમતા એ આત્મા છે. રાગાદિભાવ રહિત જેમાં સમત્વ છે તે સમતા છે. સર્વ જીવો પ્રત્યે સમષ્ટિ તે સમતા છે. સમતાના અભ્યાસ અને આચાર માટે ચાર ભાવનાઓથી મનને, ચિત્તને કે પૂરા જીવનને ભાવિત કરવાનું છે. મૈત્રીભાવ : સર્વ જીવ પ્રત્યે નિર્વેર બુદ્ધિ, પોતાના આત્મા જેવો અન્યના આત્મા પ્રત્યે નિર્મળ પ્રેમ. જીવો પ્રત્યે સમાન મૈત્રીભાવ. પ્રમોદભાવ : ગુણીજનો પ્રત્યે પ્રશંસા-આદ૨-ગુણગ્રહણતાનો ભાવ. કરુણાભાવ : દુઃખી દરિદ્ર જીવો પ્રત્યે કરુણા, અનુકંપા, વાત્સલ્ય, તેમને સહાયક થવું. માધ્યસ્થભાવ : પાપવૃત્તિયુક્ત જીવો પ્રત્યે સમતુલન, તેના પ્રત્યે પ્રીતિ ન થાય તેમ દ્વેષ કે તિરસ્કાર પણ ન થાય. આવી ભાવનાઓ સમતાનો વિસ્તાર છે. જેના ભાવ ભાવનાઓથી ભાવિત થાય તે જીવમાં સમતાના ગુણો સ્વાભાવિકપણે પ્રગટ થાય. અનુકૂળ પરિસ્થિતિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હો સાધકને સર્વે સમાન છે. કોઈ સંયોગામાં જેની વૃત્તિ આકળવિકળ થતી નથી તે સમ્યગ્દષ્ટિ આત્માના સમતાનો આસ્વાદ માણે છે. સમતાના સુખથી તેઓ પૂર્ણ ચિદાનંદમય હોય છે. યોગીજનોએ સમતાને પોતાની ૧૩૮ આ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #150 -------------------------------------------------------------------------- ________________ જનની માની છે. સમતાથી પોતાનાં વૈરાગ્યરૂપે સંતાને જન્મ લીધો છે. સમતાના શિખર પર આરૂઢ યોગીજનોને વિશ્વમાં કંઈ વિષયતા નથી. ભગવાન મહાવીર પોતાના જીવનથી મૌનપણે આપણને સમતાની અદ્ભુત શીખ આપી છે. ચંડકૌશિકે દ્વેષથી ડંખ માર્યા, ભગવાને પૂર્ણ સમતાથી તેને બુઝવ્યો. શૂલપાણિએ પૂરી રાત્રી પ્રભુને વિઘ્નોથી વીંટાળી દીધા. ભગવાને તેને મૈત્રીભાવથી જીતી લીધો. અને સંગમે તો જાણે પ્રભુનું શરીર નિર્જીવ લાકડું હોય તેમ સિતમ ગુજાર્યો. ત્યારે પ્રભુએ કરુણા વરસાવી. સમતાના ભંડાર પ્રભુએ સમતાના વિવિધ રૂપે દર્શન કરાવી આપણને અદ્ભુત વારસો આપ્યો છે. પરમાર્થે જવા આ સમતા અમોઘ સાધન છે. જગતમાં પ્રપંચો, વિષમતા, સંઘર્ષો કે વિચિત્રતા જેવાં પરિબળોનું જોર અહમતાને અને મમતાનાં ક્ષેત્રમાં છે. જ્યાં સમતા છે, ત્યાં આવાં દુ:ખદાયક પરિબળો કામ કરતાં નથી પરંતુ જેણે સમતા આરાધી નથી તેને સમતાના સુખની ખબર નથી. સમતા સ્વયં આત્માની એક શક્તિરૂપે પ્રગટે છે ત્યારે તેમાં બીજી અનંત શક્તિ ભળીને આત્માના સમગ્ર ઐશ્વર્યને પ્રગટ કરે છે. સમતાનું અસ્તિત્વ એવું છે કે ચિત્તમાં રાગ-દ્વેષનું દ્વંદ્વ થવા ન દે. અહંમતાને સ્થાને પોતાનું પ્રભુત્વ જમાવે. સમતાવાન જીવને જગત આત્મવત્ લાગે છે. સર્વોત્કૃષ્ટ સમતા મુનિઓની છે. જેમનું ચિત્તનિરંતર આત્મસ્વરૂપમાં રમણ કરે છે. તેવી અનુપમ સમતાના તે સ્વામી છે. બાહ્ય કે અંતરંગ વિષયો, પરિગ્રહ વૃત્તિઓ કે વાસનાઓનો જેમણે ક્ષય કર્યો છે તે મુનિજનોની સમતા આત્મરૂપ છે. નિર્જીવ લાકડા ૫૨ ઘા કરે કે ચંદનનો લેપ કરો તેને કોઈ ભેદ નથી. મુનિની ચેતના સમતામાં છે, તેથી તેમને ઘા અને લેપ સમાન છે. અર્થાત્ તેમને માન-અપમાન સમાન છે. માટી અને સોનું બંને પૃથ્વીતત્ત્વ સમાન છે. આ પદાર્થમાત્રના ભેદ જેમને ભૂંસાઈ ગયા છે, ઇષ્ટાનિષ્ટવૃત્તિ જેમની લય પામી છે તે મુનિ સમતારસના દરિયા છે. આવી સમતામાં જ્ઞાન, ધ્યાન, તપ, જપ કે અનુષ્ઠાન સર્વે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાધન સમાય છે. જેમ પવિત્ર સતપુરુષોની નિશ્રામાં સર્પને મોર, વાઘબકરી વૈર કે ભયને ત્યજી દે છે. તેમ સમતાના સામ્રાજ્યમાં સાધકમાં પોતામાં રહેલા વૈર જેવા દુર્ભાવો દૂર થઈ જાય છે. સમતાના સાથ વગરના જપ-તપ નિર્જરાનું કારણ બનતા નથી. દાનાદિ ધર્મો પણ સમતા વગર આત્મહિતાર્થે થતા નથી. કહે છે દાનાદિ સર્વ ક્રિયાઓનું ફળ તો બીજા જન્મ પર અવલંબે છે. મોક્ષનું સુખ હજી તે અનુભવ્યું નથી, પરંતુ આ સમતાનું સુખ તો તëણે ફળદાયી બને છે. જીવ જે સમયે પોતાના સ્વરૂપને અભેદપણે અનુભવે છે ત્યારે સમતા રૂપ આત્મભાવ નિર્ભેળ સુખ પ્રગટ કરે છે. સમતાનું દ્વાર ખૂલે અધોગતિનાં દ્વાર બંધ થઈ જાય એક સમતાગુણ પ્રગટ થતાં પ્રજ્ઞાવંત સાધકમાં અન્ય ગુણો પ્રગટ થાય છે, સરળતા, ઉદારતા, સહિષ્ણુતા, સદાચાર, શીલ, સંતોષ, નમ્રતાનો ખજાનો ખૂલી જાય છે. મોહચ્છાદિત અંધકારને દૂર કરે છે. સમતાના ગુણની પાત્રતા માટે જીવે ચિત્તને વિષયોથી પાછું વાળવું પડે. કષાયથી મુક્ત કરવું પડે. ચિત્તનો સમગ્ર પ્રવાહ એક સમતારસમાં વાળવો પડે. ત્યારે સમતાનો આરાધક અભેદસ્વરૂપને પામે છે. ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ગુરુવચન વિચારે, અષ્ટદયાના મર્મ લહીને, આતમકાજ સુધારે. દીર્ઘકાલથી જીવે દેહાભિમાનવશ વિષમતા સેવી છે. તેથી તેના ચિત્ત પ્રદેશ ઉપર અનેક દોષોનું પડ છવાઈ ગયું છે. અને એથી તેનું હૃદય કઠોર બન્યું છે. તેથી સર્વજીવો પ્રત્યે સમભાવને જાળવી શકતો નથી. અનાદિના દોષ જોવા અને ગુણને ધારણ કરવા પ્રાણીમાત્ર પ્રત્યે દયાના ભાવને ધારણ કરવા. પરંતુ જીવને દોષની હાનિ થવા ગુરુ અનુગ્રહની જરૂર પડે છે. ગુરુજનોના વચન જીવને રામબાણ ઔષધ જેવા હોય છે. સદૂગર વડે જીવની પાત્રતા કેળવાય છે. જીવ ખૂણામાં બેઠો બેઠો વિચારે કે આ ક્રોધાદિ કષાયો ધારીશ ત્યારે ભગાડીશ. પણ તેમ બનતું નથી, તું ઊંઘતો રહીશ અને લૂંટાઈ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #152 -------------------------------------------------------------------------- ________________ જઈશ માટે સદ્ગુરુના વચનનો આધાર અને આશય પૂર્ણતાની પ્રાપ્તિ સુધી જરૂરના છે. સદ્ગુરુનું વચનબળ નિસ્પૃહતાને કારણે પ્રેરક બને છે, સંયમ યુક્ત તેમના વચનો અમૃતનું કાર્ય કરે છે. તારી શ્રદ્ધા અને તેમનો અનુગ્રહ બંનેનું મિલન તારા આત્મોત્થાનનું કારણ બનશે. સદ્ગુરુના વચનનો મહિમા જે જાણે છે તે ભવનો સંક્ષેપ કરે છે. તેમનો અનુગ્રહ ભવને આડે આવીને જીવને મુક્ત કરે છે. તેઓ જીવરક્ષા પ્રતિપાદક અને પાલક હોવાથી તને પણ એ માર્ગનો મર્મ સમજાવશે. સાધકને ત્રણ તત્ત્વ અવલંબનરૂપ છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મ. ધર્મના મૂળ બે ભેદ છે : નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ. નિશ્ચયધર્મ તો આત્મસ્વરૂપની સ્થિરતા અને રમણતા છે. વ્યવહારધર્મમાં આઠ પ્રકારની દયા બતાવી છે. તે દયાનો મર્મ છે. જગતના જીવમાત્ર પ્રત્યે મૈત્રી, એ મૈત્રીભાવ વડે ચિત્તશુદ્ધિ થતાં જિનેશ્વરની ભક્તિ મુક્તિનું કારણ બને છે. દયા એ કોઈ બાહ્ય ક્રિયા નથી, પણ તેની વિવિધ પ્રક્રિયા દ્વારા જીવના પરિણામ કોમળ અને કરુણાયુક્ત બને છે. તેવા જીવો ક્રમે કરીને સ્વરૂપના મર્મને જાણી આત્મસાધક બને છે. દયા એ સામાન્ય ધર્મ નથી. પરંતુ જીવનના દરેક આચરણમાં તેની મુખ્યતા જીવને જાગૃત રાખે છે. સાત્ત્વિક ગુણનો વિકાસ કરે છે. જે ક્રમે કરીને તાત્ત્વિક દૃષ્ટિ સુધી પહોંચે છે. જે સૃષ્ટિનો આપણા પર અત્યંત ઉપકાર છે તેવી મૂક સૃષ્ટિ પ્રત્યે આપણો દયામય ઉદાર અને ઉપકારક ભાવ આપણા જ ઉપકાર માટે બને છે. જગતના જીવો સાથે સાધેલી મૈત્રી તમારી સંસારયાત્રાને સુખરૂપ બનાવે છે. સૃષ્ટિના પદાર્થોના ઉપકારનો બદલો તેમની રક્ષા સિવાય કયા માધ્યમથી વાળી શકશો ? અને ૠણ સહિત જે આ જગતની યાત્રાએ નીકળે છે તેને અનેક વિઘ્નો નડે છે. વળી માનવચેતનામાં વિચારશક્તિનું મૂલ્યવાન સાધન છે. તેનું કાર્ય ઘણું ઉદાત્ત અને ઉમદા છે. ભાવના વડે પૂરી સૃષ્ટિને એ ઉદાતશક્તિનું પ્રદાન થઈ શકે છે. તે પ્રદાનનું એક રહસ્ય દયા છે. જેને ગ્રંથકારોએ આઠ ભેદ દ્વારા પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રયુક્ત કરી છે. ૧. દ્રવ્યદયા : ઊઠવાનું, બેસવાનું, ચાલવાનું કે અન્ય કોઈ પણ કાર્ય કરતાં નાનામોટા કોઈ જીવને હાનિ ન થાય, તેની રક્ષા કરવી. ૨. ભાવદયાઃ માનવજન્મ પામીને અધર્મયુક્ત પ્રવૃત્તિ કરી આલોક કે પરલોક માટે આત્માનું અહિત કરનારને, દુર્ગતિએ જતા બચાવવા અનુકંપાબુદ્ધિએ ઉપદેશ આપી સન્માર્ગે લાવવો. ૩. સ્વદયા : જેમ અન્ય જીવની દયા એ ધર્મતત્ત્વનું રહસ્ય છે, તેમ જીવને સ્વદયા હોવી જરૂરી છે. સ્વદયાવાન અન્ય પ્રત્યે વાસ્તવિક દયા પાળી શકે છે. એ ચિંતવે છે કે આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વને કારણે પરિભ્રમણ પામ્યો છે. તત્ત્વબોધ પામ્યો નથી. જિનાજ્ઞા પાળતો નથી, તેથી દુઃખ પામ્યો છે. ૪. પરદયાઃ છ કાય જીવની રક્ષા કરવી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીવોને ચેતનાયુક્ત માની તેમની રક્ષા કરવી. બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધી ત્રસકાય જીવોની રક્ષા કરવી. તેમના કોઈ પણ પ્રાણનો ઘાત ન કરવો. ૫. સ્વરૂપદયાઃ ગૃહસ્થપણે રહેતા જે કંઈ કાર્ય કરવું પડે તેમાં પૃથ્વી આદિ જીવોની હિંસા થાય ત્યારે તેમાં અનુકંપા રાખી ઉપયોગ રાખીને તે તે કાર્યમાં સંક્ષેપ કરવો. વળી પરમાર્થથી સૂક્ષ્મ વિચાર વડે પોતાના સ્વરૂપની વિચારણા કરવી. જેમકે અજન્મા, અમરણના ગુણવાળા આ આત્માને જન્મમરણ કરવાં પડે છે. ૬. અનુબંધદયા: ગુરુ પોતાનું કર્તવ્ય સમજી વાત્સલ્યભાવે શિષ્યના હિત માટે તેને કડક શબ્દોમાં ઉપદેશ આપે છે, બાહ્યપણે તો અયોગ્ય લાગે છે પણ તેમાં કરુણાનો ભાવ છે તેથી તે અનુબંધદયા છે. ૭. વ્યવહારદયા : મન, વચન, કાયાના યોગ વડે કોઈ જીવનું અહિત ન કરવું. દરેક કાર્ય ઉપયોગપૂર્વક કરવું. જિનાજ્ઞા પ્રમાણે યોગ્ય વિધિપૂર્વક દયા પામવી. પદાર્થોમાં સચિત અચિતનો વિવેક રાખવો. મનુષ્યોને કટુ વચનથી દુભવવા નહિ. સર્વજીવોની સુખની ૧૪૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાવના રાખવી. ૮. નિશ્ચયદયા : પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા, સમતાયુક્ત પરિણામ. જ્ઞાનસ્વરૂપમાં અભેદ ઉપયોગ સ્વભાવ રમણતા એ નિશ્ચય દયા છે. આ આઠ પ્રકારે દયાધર્મને પાળીને જે ધર્મના મર્મને જાણે છે તેનું આત્મકલ્યાણ અવશ્ય થાય છે. જેને આત્મસિદ્ધિને પ્રાપ્ત કરવી છે તેણે દયારૂપ ધર્મનું પાલન કરવું જરૂરી છે. ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જેહ પ્રતિજ્ઞા ધારે, પ્રાણ જાય પણ ધર્મ ન મૂકે, શુદ્ધ વચન અનુસારે. ૯૪ ધન્યતા અર્થાત્ ભવ્યતા. ભવ્ય પ્રાણીની ભવ્યતા જ અનેરી છે. એવો ભવ્યાત્મા પ્રભુવચનનો અનુગામી છે. જીવનને પ્રતિજ્ઞાની પાળે - બાંધીને મુક્તિની યુક્તિને યોજે છે. પ્રતિજ્ઞા વડે બંધાતું મન વાસ્તવિકપણે મુક્તિ પ્રત્યે જાય છે. પ્રતિજ્ઞા વગરનું સ્વચ્છંદી મન બ્રેક વગરના વાહન જેવું છે. સુંદર ગાડી હોય પણ બ્રેક વગરની હોય તો પરિણામ ભયંકર આવે છે. તેમ જીવનનું વાહન મન છે. તે જો પ્રતિજ્ઞાબદ્ધ ન હોય તો દુર્ગતિ જેવાં ભયંકર પરિણામ સર્જ વિષયોની લોલુપતાનો છંદ, કષાયયુક્ત પરિણામનો આવેગ, સંજ્ઞાબળનું અજ્ઞાન, અવ્રતના જેવો દુર્ભાવ, આ સર્વે મનની સ્વચ્છંદતા છે, તેના વડે જીવ દંડાય છે. અધોગતિ પામે છે. માટે સદ્ગુરુયોગે પ્રતિજ્ઞા વડે મનને સંયમમાં રાખવું. સંયમિત મન સાચા સુખનો ભોમિયો બને છે. શ્રાવકાચારના બાર પ્રકાર, તપના બાર પ્રકાર. સંવના ભેદ પ્રતિજ્ઞા માટેનાં સાધનો છે. યથાશક્તિ વ્રતાદિ ગ્રહણ કર્યા પછી સંકટ આવે પણ પ્રતિજ્ઞા ન તોડે. સંકટ આવે સત્ય ન છૂટે, પોતાના સુખ ખાતર અન્યનાં પ્રાણ કે ધન ન હરે. મનના આવેશને વશ થઈ બ્રહ્મચર્ય જેવી પ્રતિજ્ઞાને ત્યજી ન દે. ધનની મૂચ્છને વશ થઈ નિરર્થક સંગ્રહ ન કરે. તપ જેવા અનુષ્ઠાનમાં દેહાધ્યાસથી પચ્ચખાણને પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાંગે નહિ. અર્થાત્ પ્રતિજ્ઞાનો ધર્મરૂપે સ્વીકાર કર્યા પછી તેના પાલન માટે કટિબદ્ધ રહેવું. કારણ કે મન એવું ચપળ અને ચાલાક છે કે તમને કેવાંય કારણો આપીને છેતરી લે છે. માટે પ્રભુના તત્ત્વબોધ-વચનોને અનુસરીને શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કરવું. પ્રતિજ્ઞા ગુરુજનોની સમક્ષ લેવી જેથી તેમનું યોગબળ પણ સાધકને ટકવામાં સહાયક બને. મનથી કલ્પના કે સંકલ્પ કરે અને કોઈ લાલચ કે અંતરાયવશ મન નબળું પડે ત્યારે ગુરુવચનની શ્રદ્ધા જીવને ટકાવી દે છે. નિયમ, સંયમ કે પ્રતિજ્ઞા વગરનું જીવન સ્વતંત્ર નથી, એ સ્વતંત્રતા ઠગારી છે, અને પોષનારી છે. પ્રતિજ્ઞાનું પારતંત્ર પણ આત્મહિતવાળું છે. વૃત્તિઓની સ્વતંત્રતામાં વિષ છે. પ્રતિજ્ઞાની પરતંત્રતામાં પણ અમૃત છે. આવા વચનબળને વળગીને જીવનને સંયમમાર્ગે દોરવું. ઈમ વિવેક હિદેિમેં ધારી, સ્વપરભાવ વિચારો કાયા જીવ જ્ઞાનદંગ દેખત, અહિકંચુકી જિન ન્યારો. ૯૫ શુદ્ધ વચન અનુસાર જીવમાં જો વિવેકનું સત્ત્વ પ્રગટે છે તો ભવ તરી જવાનું સરળ બને છે. એ વિવેકનો મર્મ છે સ્વ અને પરનો યથાર્થ પરિચય. કાયા અને જીવ એકક્ષેત્રમાં હોવાથી એકરૂપે જણાય છે. પરંતુ શાનદષ્ટિ વડે જોતાં સાપ અને કંચુકી જેવા ભિન્ન છે તે સમજાય છે. આત્મા પરથી તદ્દન સ્વતંત્ર હોવા છતાં જીવે વિષયોનું પાતંત્ર સ્વીકાર્યું. બાહ્ય નિમિત્તોમાં મુગ્ધ બની પરાધીન બન્યો. મને આ પૌદ્ગલિક પદાર્થો વગર કેમ ચાલે તેમ માનીને તે પદાર્થોને વળગી જ રહ્યો. રાગાદિ ભાવ મારા છે તેમ માની તેનું નિરંતર સેવન કરતો રહ્યો. એક ક્ષણમાં કેવળજ્ઞાન પ્રગટ કરે એવો આ ચૈતન્ય ચક્રવર્તી કષાયોથી રંજિત થઈ ગયો. કાચના ટુકડાને હીરો માની કોટે વળગાડી દીધો. પરવૃત્તિ અને પરભાવમાં પોતાપણાનો આરોપ કરી સ્વ-પરનો ભેદ ભૂલી ગયો. કર્મના સંયોગોને જીવન માની તેમાં જ ગૂંચાઈ ગયો. શું કરું આ કર્મ મને છોડતાં નથી. ૧૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાઈ ! સ્વ એટલે સ્વભાવ, સ્વરૂપ, શુદ્ધતા. આવા અનેક ગુણોથી ભરેલું પૂર્ણ દ્રવ્ય તે તારું સ્વપણું છે. તેને કોઈ પરપદાર્થ છોડાવી ન શકે. તારા આત્માનું આવું સ્વાતંત્ર્ય કોઈ વિકલ્પથી તૂટે તેવું નથી. જડ કર્મ તેને આચ્છાદિત કરી ન શકે. રણે ચઢેલો યોદ્ધો ધડ પડે પણ પરાક્રમ ન છોડે તેમ સ્વભાવ પરના સંયોગમાં આવે તો પણ પોતાનો સ્વભાવ ન છોડે. આ સ્વભાવના પરાક્રમે તો દર્શનમોહ જેવા યોદ્ધાઓ પણ ભાગી છૂટે. સંસારના ઉદયમાં પણ આ સ્વભાવ તો ઝળકતો જ રહે છે. તે અંધકારથી આવરાતો નથી. જ્ઞાનદષ્ટિ જ્યોતિર્મય છે. તે પરને જાણે પણ ભળે નહિ. રાગને જાણે પણ રાગમય થાય નહિ. રાગના ઉદયમાં સુખ માને નહિ. જ્ઞાનદષ્ટિનું કાર્ય જીવન પરથી ભિન્ન રાખવાનું છે. સર્વ અવસ્થાઓના પરિણમનમાં પણ જીવ તો ન્યારો હોય છે. કંચુકી ત્યજી દીધા પછી સર્પ પાછું વાળીને જોતો નથી કે તે કંચુકી મારા શરીરનું અંગ છે, તેમ જ્ઞાનદષ્ટિ વડે જોતાં જીવ કાયાની માયાને ત્યજી દીધા પછી પુનઃ તેના સુખનો વિચાર કરતો નથી. વાસ્તવમાં જ્ઞાનદષ્ટિ એ જ વિવેક છે. જડ અને ચૈતન્યની સુપ્રતીતિ તે વિવેક છે. સ્વ અને પરના લક્ષણથી ભેદ સમજી સ્વભાવમાં રહે તે જ્ઞાની છે. સ્વ-પરનો ભેદ સમજી, જે સ્વરૂપની પ્રત્યે જેની દૃષ્ટિ થાય છે તે સ્વરૂપ સ્વયં આકર્ષી લે છે. ઊઠતાં, બેસતાં, જાગતાં સૂતાં તેને સ્વરૂપ દૃષ્ટિ આકર્ષી લે છે. સ્વરૂપના ભોગે તેને આ જગતના કોઈ સુખભોગ ખપતા નથી. સૃષ્ટિ સુવર્ણમય થઈને તેનાં ચરણ ચૂમે તોપણ સ્વરૂપને ગુમાવીને તેને તે ખપતી નથી. માનવચેતનાની સાર્થકતા તેને સમજાય છે કે આત્માને પરમાત્મરૂપે પ્રગટ થવાનું છે. તે માટે અહમ્ કે મમત્વના કુંડાળાને તોડીને તે વિવેકને ધારણ કરે છે. ત્યારે તેની જ્ઞાન દેષ્ટિ દ્વારા તે દર્શનમોહના યોદ્ધાને નસાડી દે છે. વિવેક દ્વારા તેને સ્વ-પરનો નિર્ણય થાય છે. નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધનો કે સત્-અસત્નો વિવેક પૌદ્ગલિક પદાર્થોથી જીવને ભિન્ન જાણે છે. વિરુદ્ધ પ્રકૃતિનો યોગ થયો છે. શરીર અને આત્મા, જડ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ. ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ અને ચૈતન્ય, મોહ અને વૈરાગ્ય, આવો ગોટાળો ઉકેલવાનો ઉપાય વિવેક છે. આ બે પદાર્થો એકમેક જેવા જણાય છે તેને જુદા પાડવાનું કાર્ય વિવેક કરે છે. એવા વિવેકને જે ધારણ કરે છે તે સંસારથી મુક્તિ પામે છે. સદ્દગુરુબોધે વિવેક પ્રાપ્ત થતાં જીવમાં જ્ઞાનદષ્ટિ આવે છે, ત્યારે તે સ્વભાવ સન્મુખ થઈ જુએ છે. આત્માનો સ્વભાવ અભેદપણે હતો પરંતુ તેનું ભાન થતાં દીનતા ટળી જાય છે. અને આત્મા સ્વરૂપનો સ્વામી થાય છે. શરીરની શાતામાં, બહારના સુખમાં, માનાદિની મીઠાશમાં એકરૂપે થયેલો જ્યારે તેનાથી સ્વભાવની ભિન્નતાને જાણતો થયો કે દૃષ્ટિ જ પરિવર્તન પામે છે. જ્ઞાનસ્વરૂપનું મૂલ્ય તેને સમજાય છે. જેમ મૂર્ણ ભરવાડ હીરો બકરીની ડોકે વળગાડે તેમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ન જાણતાં વિષયને ડોકે વળગાડે છે. પરંતુ જ્ઞાની તો ચૈતન્યસ્વરૂપને જાણી તેની જ દિવ્યાને અનુભવે ગર્ભાદિકદુઃખ વાર અનંતી, પુદ્ગલસંગે પાયે, પુદ્ગલસંગ નિવાર, પલકમેં અજરામર કહેવાય. હે સુજ્ઞ! પુદ્ગલના સંગથી તું શું પામ્યો? તને ખબર ન હોય તો જ્ઞાનીના વચનથી વિચારી જો, કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી તે અનંતી વાર જન્મ લીધા. ગર્ભાવાસનું દુઃખ તો તે વિચાર્યું નહિ હોય. પશુ કે મનુષ્યની સ્ત્રીયોનિમાં અશુભ પદાર્થોમાં પડ્યો રહ્યો. ત્યાં તેં શું ખાધું, શું પીધું તેની કલ્પના કરે તોપણ તને વૈરાગ્ય આવે. જે પદાર્થો તને જોવા, સુંઘવા ન ગમે તેવા પદાર્થોમાં તું રહ્યો. એ જ પદાર્થોના રસ ખાઈને ગર્ભમાં જીવ્યો. ઊંધે માથે રહ્યો. જન્મ પછી તને કોઈ એક બે કલાક ઊંધે માથે રાખે તો તું જીવી ન શકે, તને ચક્કર આવી જાય અને ગર્ભમાં તું નવ માસ ઊંધે માથે રહ્યો. ગર્ભમાં એવી વેદના ભોગવી કે જન્મ થયો ત્યારે રડી ઊઠ્યો. જન્મ પછી પણ મળમૂત્રમાં પડી રહેવું પડ્યું. પરાધીન દશામાં ૧૪૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #158 -------------------------------------------------------------------------- ________________ બાળપણ વીત્યું. પુદ્ગલના સંગથી રોગ, જ્વર, ઓળી, બળિયા જેવાં દર્દો સહન કર્યા. પુદ્ગલનું પોષણ કરવામાં રાત-દિવસ શ્રમ કર્યો. અંતે શું પામ્યો ? પુદ્ગલની માયા છોડી, તેને ત્યજી વળી નવા પુદ્ગલની રચના કરવાની. આવું અનંતવાર બન્યું, તેમાં તને શું મળ્યું ? જ્ઞાનીજનો કહે છે કે તે અનંતવાર દેહને અર્થે આત્માને પ્રપંચમાં મૂક્યો છે. એક વાર આ આત્માને અર્થે દેહના સુખની કલ્પના છોડી દે, પૌદ્ગલિક પદાર્થોની પરાધીનતાને છોડતો જા, તે તે પદાર્થોનો સંક્ષેપ કરતો જા. ચારે બાજુ પુદ્ગલ જ પુદ્ગલ. માથે મુગટ હો કે બેઠકમાં સિંહાસન હો. મજાની સુખશયા હો, મહેલ હો, હવાઈદળ હો કે પાયદળ હો. ભાંગેલો ઘડો હો, પુરાણું પાત્ર હો. તું જે કંઈ ગ્રહણ કરે છે. કરતો રહ્યો છે તે સર્વે પુદ્ગલ જ પુદ્ગલ. આવા પુદ્ગલનું ક્ષણિક સ્વરૂપ જાણીને, તેમાં સુખનો ભ્રમ છે તેવો બોધ પામીને મહાત્માઓ વિપુલ સામગ્રી, અનેક પ્રકારની સમૃદ્ધિને ત્યજીને ચાલી નીકળ્યા. તેઓ શું પામ્યા ? જેવો પુદ્ગલ સંગ છૂટ્યો કે આત્મા સ્વાધીન બન્યો. ક્રમે કરીને સ્વભાવની શુદ્ધતાને કારણે પુદ્ગલજનિત કર્મથી મુક્ત થયો. કર્મથી મુક્ત થવા સાથે જન્મ-મરણથી મુક્ત થયો. પુદ્ગલસંગ છૂટી જતાં જીવ સ્વયં સ્વભાવરૂપ અજર-અમરપદને પ્રાપ્ત કરી પોતે અજર-અમર કહેવાયો. રાગભાવ ધારત પુદ્ગલથી, જે અવિવેકી જીવ, પાય વિવેક રાગ તજી ચેતન, બંધણ વિગત સદીવ. ૯૭ દેહાદિથી જેણે રાગને ધારણ કર્યો છે, તે જીવ જાણે પોતે જ રાગમય બને છે. રાગ અને દ્વેષ દુઃખદાયક પરિણામ છે. વળી તે આત્મસ્વભાવના પ્રતિપક્ષી છે તેને ધારણ કરનાર જીવ વિવેકહીન છે. જેને સેવવાથી દુઃખ થાય તેને વિવેકી માનવ સંગ્રહ ન કરે. એક બાળક પણ એક વાર અગ્નિસ્પર્શથી દાઝે છે તો પુનઃ અગ્નિનો પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૪o Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરતું નથી. તું સમજદાર માનવ જેનાથી દુ:ખ પડે છે તેને જ પુનઃ પુનઃ વળગે છે. તેં માતા પ્રત્યે રાગ કર્યો. પત્ની આવતાં તું પત્નીના મોહથી પ્રભાવિત થયો, મા પ્રત્યે દ્વેષ થયો. પત્ની પ્રત્યે રાગ થયો. વળી તું કોઈ અન્ય સ્ત્રીના પરિચયમાં આવ્યો, પત્ની પ્રત્યે દ્વેષ થયો. તેનું મરણ ઇચ્છવા સુધી તું અધમ બન્યો, કારણ કે અન્ય સ્ત્રી પ્રત્યે રાગ થયો. પુત્ર જન્મ્યો, રાગવશ તેને ઉછેરવા રાત્રીના ઉજાગરા કર્યા. પુત્ર મોટો થયો, કંઈ મેળ ન જામ્યો ત્યારે પુત્ર પ્રત્યે રાગ દૂર થઈ ગયો. મિત્રો વચ્ચે સ્વાર્થ જેવાં પરિબળોએ રાગને બદલે દ્વેષ પેદા થયો. આવા રાગને હૃદયમાં ધારણ કરીને તું શું સુખ પામ્યો ? હે ચેતન ! તેં જોયું કે રાગ કરવામાં કંઈ સુખ નથી તો પછી હવે એક વાર રાગ ત્યજીને પ્રયોગ કર કે રાગરહિત દશામાં સુખ છે કે નહિ ? પ્રથમ હૃદયમાં વિવેકને સ્થાન આપ. ચક્ષુને ખુલ્લાં રાખી જગતનું વાસ્તવિક સ્વરૂપ જો ચારેબાજુ લોભ, મોહ, સ્વાર્થ જેવાં દૂષણો દ્વારા જીવો દુઃખી થઈ રહ્યા છે. તેના મૂળમાં રાગ અને દ્વેષ છે. જેમણે વિવેકપૂર્વક આત્માને રાગભાવથી ભિન્ન કર્યો છે. રાગને સ્વસ્વરૂપ માન્યું નથી તે જીવો સુખ પામ્યા છે. રાગ-દ્વેષ એ કર્મબંધનાં મુખ્ય કારણ છે. રાગ છે ત્યાં દ્વેષ હોય છે. આ રાગ-દ્વેષ સંસારરૂપી રથના ચાલક છે. જો રાગદ્વેષરૂપી પૈડાને દૂર કરવામાં આવે તો સંસારચક્ર-ભવચક્ર સમાપ્ત થાય. જ્યાં સુધી રાગ-દ્વેષનું યંત્ર ચાલુ છે ત્યાં સુધી જીવ નિરંતર કર્મથી બંધાયેલો રહેવાનો છે. પરંતુ સ્વ-પરનો ભેદરૂપી વિવેક જ્યારે જન્મે છે ત્યારે કર્મબંધનથી સર્વથા મુક્તિ થાય છે. કર્મથી સર્વથા મુક્તિ થવી તે જ માનવચેતનાની સફળતા છે. કર્મરૂપી પિંજરના બંધનમાં રહેવું તે વ્યર્થતા છે. આ જન્મથી કે પૂર્વજન્મથી મારો યોગ પુદ્ગલ-જડ-અનાત્મા સાથે થયો છે. અને મારા સ્વરૂપને તે પદાર્થો સાથે એકરૂપ માનું છું. તેથી મને આત્માનો પરિચય કઠણ લાગે છે. જે સમયે અનાત્માથી મારો વિયોગ થશે તે જ સમયે હું મુક્ત ૧૪૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #160 -------------------------------------------------------------------------- ________________ છું. જ્યાં સુધી હું દેહ છું તેવું ભાન રહેશે ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર પણ ચાલુ રહેશે. નિત્યને અનિત્ય માનવાનો ભ્રમ છૂટે તે સમયે તું મુક્ત છું. સ્વ-પરનો ભેદનો વિવેક જ જીવને બંધનમુક્ત કરે કર્મબંધના હેતુ જીવકું રાગ-દ્વેષ જિન ભાખે તજી રાગ અરૂ રોષ હિયેથી, અનુભવરસ કોઉ ચાખે. ૯૮ જીવને કર્મબંધનાં મુખ્ય કારણો રાગ-દ્વેષ છે. જે મોહનીયકર્મની પ્રકૃતિ છે. રાગ-દ્વેષનો વિસ્તાર એ ચારિત્ર મોહનીય છે. કોઈ પણ નિમિત્ત કે પદાર્થના સંયોગમાં જીવને ગમવું અને ન ગમવું એ સંસ્કાર ઘણો રૂઢ અને દઢ હોય છે. તેથી તે તે નિમિત્તમાં તેને જે ગમો-અણગમો થાય છે તે રાગ-દ્વેષ છે. દરેક જીવનો અનુભવ છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવને ગમો-અણગમો થયા કરે છે, તે રાગદ્વેષ છે, વ્યક્તિઓના સંબંધમાં ભાવઅભાવ થાય છે તે રાગદ્વેષ છે, સંયોગોને આધીન પ્રીતિઅપ્રીતિ થાય છે તે રાગદ્વેષ છે, જે જીવને કર્મની સાંકળથી બંધાવે છે. આ રાગદ્વેષનો વળી વિસ્તાર છે. રાગ = મોહ, માયા, મમતા, પ્રીતિ, સ્નેહ, રતિ. દ્વેષ = ઈર્ષા, આવેશ, આક્રોશ, રીસ, અપ્રીતિ, અરતિ. જીવને કર્મબંધનાં આ મુખ્ય બે કારણો સાથે તેમાં ભળતા બીજા ઘણા દોષો છે. વિભાવજનિત સર્વ દોષોની ફાળવણી કરો તો તે રાગ અને દ્વેષમાં સમાઈ જાય. તેમાં વળી દ્વેષ કરતા જીવને રાગની મીઠાશમાં કંઈ અજુગતુ જણાતું નથી. સામાન્ય જીવ માને છે કે દ્વેષ કરવો ખોટો છે. પણ રાગ કરવો એ તો અન્યોન્ય સંબંધમાં જરૂરી છે. રાગ વગર પતિભાવ, પિતાભાવ, પુત્રભાવ વગેરે કેવી રીતે ટકે ? જીવ જાણતો નથી કે રાગ અને દ્વેષ બંને પક્ષીની બે પાંખ જેવા સંલગ્ન છે. એકની મુખ્યતા હોય ત્યારે બીજાની ગૌણતા હોય છે એટલું જ. જેમકે તમને સુંવાળો સ્પર્શ ગમે છે, કઠણ ગમતો નથી. તમને પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ગળપણ ગમે છે, કડવાશ ગમતી નથી. તમને સુગંધ ગમે છે, દુર્ગધ ગમતી નથી. તમને પીળો વર્ણ ગમે છે લાલ વર્ણ ગમતો નથી. વાળ કાળા ગમે, ત્વચા કાળી ગમતી નથી. અરે ઘરમાં રાખેલા પદાર્થોમાં પણ ગમો-અણગમો હોય છે. વ્યક્તિઓમાં ગમો-અણગમો હોય છે. પ્રસંગોમાં ગમો-અણગો હોય છે. આમ નિરંતર તારું મન ગમાં અને અણગમામાં રાગ અને દ્વેષમાં પ્રવૃત્ત છે. તેના પરિણામની તને ખબર નથી તેથી તું બે ફિકર થઈને ફરે છે. જાણે કે રાગ અને દ્વેષ એ જ તારો સ્વભાવ હોય ! ભાઈ ! એ તારો સ્વભાવ નથી, વિભાવ છે. તેથી કર્મ તને ગળેથી પકડે છે. રાગદ્વેષનાં પરિણામ એ અશુભ ભાવ છે. જેનાથી અશુભકર્મ બંધાય છે તે દુ:ખનું કારણ છે. રાગ ને રીસા દોય ખવીસા (શત્રુ) એ તુમ દુ:ખના દીસા, જબ તુમ ઉનક દૂર કરીસા, તમ તુમ શિવકા ઇસા. રાગ અને દ્વેષ તારા આત્માના ભાવ નથી. આત્મભાવથી વિરુદ્ધ અર્થાત્ તારા ઘરમાં રહીને જ તને દુઃખ આપનારા છે. રાગની મીઠાશ હોય તો ક્ષણિક છે. રાગ પરિસ્થિતિ પલટાતાં દ્વેષમાં પરિણમે છે. સુંદર દેખાતી ખીચડીમાં જો કાંકરો આવ્યો તો પૂરા કોળિયા પર અણગમો થાય છે. ઉનાળામાં મીઠું લાગતું ઠંડું વાતાવરણ શિયાળામાં અણગમતું થાય છે. અરે, બીમારી અસાધ્ય થતાં દેહ અણગમતો થાય છે. પુત્રાદિ પરિવારમાં પ્રતિકૂળતા થતાં સ્નેહ વેરમાં પરિણમે છે. રાગદ્વેષના રાજ્યમાં તું ક્યાંય સુખ પામી શકે તેમ નથી. જે તથ્ય જ દુઃખદાયી છે ત્યાં સુખની આશા કેવી રીતે રખાય ? જે મહાત્માઓએ આ બંને શત્રુઓને મહાત કર્યા. તેઓએ આત્મસુખનો અનુભવ કર્યો. જિનવાણી દ્વારા તેઓએ બોધ ગ્રહણ કર્યો, અને રાગદ્વેષનું પરિણામ જાણ્યું કે સંસારના પરિભ્રમણનું કારણ આ રાગદ્વેષ છે. ઘરમાં પેસી લૂંટી લેનારા છે. તેનો સંગ્રહ કરવા જેવો નથી. આથી રાગદ્વેષનાં પણ જે કારણો હતાં તે વિષયોનો છંદ, અને કષાયોની જાળ તેમણે તોડી નાંખી. આત્માને બાધા ૧પ૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #162 -------------------------------------------------------------------------- ________________ કરનારા રાગાદિ દૂર થતાં મહાત્માઓએ નિર્ભેળ સ્વરૂપનો અનુભવ કર્યો. રાગદ્વેષ રહિત પરિણતિ કેવળ સુખરૂપ જાણીને નિર્દોષ પરિણતિમાં તેઓએ આનંદનો સ્ત્રોત અનુભવ્યો. સ્વરૂપદર્શનની આડે જે વિઘ્નો હતાં તે ટળી જતાં સ્વયં જીવ શવરૂપે પ્રગટ થયો. રાગદ્વેષ એ નિજગુણ નથી કે ટાળ્યા ન ટળે. અજ્ઞાન અવસ્થામાં આત્માએ કરેલા દોષો છે. જ્ઞાનગુણ પ્રગટ થતાં તે દોષો દૂર થઈ જાય છે. આત્મા સ્વસંવેદ્ય છે. નિજના અનુભવવાળો છે. જ્ઞાનગુણ દ્વારા તે સ્વ-પરપ્રકાશિત છે પરંતુ આંખ આડે કોઈ નુણ આવે અને ડુંગર દેખાય નહિ તેમ આ રાગાદિના દોષો આડે આવવાથી આત્માનું વેદન પરમાં આવરાઈ જાય છે. તૃણ ખસી જતાં જેમ ડુંગર દેખાય છે તેમ આ દોષો ટળી જતાં આત્માનું સંવેદન થાય છે. આત્માના અનુભવનો અનુપમ રસ તે પામે છે. પુગલ સંગ વિના ચેતનર્મ, કર્મકલંક ન કોય, જિમ વાયુસંયોગ વિના જલ, માંહી તરંગ ન હોય. ૯૯ પુદ્ગલના પિંજરમાંથી ચેતન જો છુટકારો પામે તો તેને કર્મનું કલંક ટળી જાય. કારણ કે કર્મ એ જડ તત્ત્વ છે. તે સાંયોગિક પદાર્થ છે. સંયોગની અવસ્થા સમયથી મર્યાદિત છે. સ્વભાવની જેમ તેનું ઐક્ય નથી. આત્મા સ્વભાવે નિષ્કલંક, નિરંજન છે. પરંતુ ભવિતવ્યતાના યોગે અજ્ઞાનવશ જે જે પરભાવો કર્યા તેથી કર્મનું કલંક તેને શિરે ચોંટ્યું છે. જે સમયે પુદ્ગલનો સંગ છૂટે તે જ સમયે કર્મથી તે મુક્ત થવા માંડે. આત્મપ્રદેશે ચોટેલી કમરજો કષાયના કારણથી છે. જો કષાયભાવની ચિકાશ ન હોય તો કર્મ ચોંટીને રહી શકતા નથી. વળી કષાય થવાનું કારણ પુદ્ગલના નિર્જીવ પદાર્થો છે. અથવા દેહભાવ છે. દેહભાવ છૂટે કર્મપણું ટળે છે. જેમ દરિયાનું પેટાળ સ્થિર હોવા છતાં વાયુના સંયોગથી પાણીમાં તરંગ-મોજાં ઊઠે છે. જો વાયુનો ધક્કો ન લાગે તો પાણી સ્થિર રહે છે. તળાવનાં સ્થિર જળ એક કાંકરી પડતાં તરંગમય બની જાય છે. શીતલ પાણી કે લોઢું અગ્નિના સ્પર્શથી ગરમ થાય છે, તેમ સ્વભાવે નિષ્કલંક આત્મા કર્મપુગલના સંયોગે વિચિત્ર અભિનય પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ કરે છે. કોઈ વાર નરકમાં જાય છે. કોઈવાર જંતુ કે પશુ તરીકે શરીર ધારણ કરે છે. તો વળી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ઘણા આંતરે મનુષ્યજન્મ પામી કર્મની વિચિત્રતાનો ભોગ બને છે. જેમ હીરા વીંટીમાં જડાય તો વીંટી કહેવાય. બંગડીમાં જડાય તો બંગડી કહેવાય. માટીનો પિંડ ઘડો બને કે કોડિયું બને તો જેવો આકાર થાય તેવો કહેવાય. છતાં તેમાં હીરો હીરારૂપે કે માટી માટી રૂપે જ રહે છે. અને સંયોગે નામરૂપ પામે છે. તેમ આત્મા શુદ્ધ તત્ત્વ છે છતાં કર્મના સંયોગથી આધિ, વ્યાધિ અને ઉપાધિ પામે છે. કર્મનું સ્વતંત્ર અસ્તિત્વ જ આત્મા નામાદિ પામે છે. આપણે આકારને જ અસલ માનીએ છીએ. તેથી દેહમાં આત્મસ્રાંતિ થઈ છે. જડ કર્મોને સ્વસ્વરૂપે માનવામાં ભ્રમ પેદા થાય છે. જો રાગાદિની વ્યર્થ પ્રવૃત્તિ બંધ થાય તો ચેતન સ્વસ્વરૂપે પ્રગટ થાય. પરંતુ જ્યાં સુધી કર્તા ભોક્તાભાવની ભ્રાંતિ છે ત્યાં સુધી જીવ કર્મકલંક રહિત થતો નથી. સુખડના વનમાં રહેતા માણસોને સુખડની ખબર નહોતી. તેથી અજ્ઞાનવશ ચંદનના લાકડાનો ઉપયોગ રોટલા રાંધવામાં કરતા હતા, કોઈ અધિકારીએ તેમને સુખડની ઓળખાણ કરાવી તે દિવસથી તેઓ સુખડને સાચવતા થયા. તેમ સદ્ગુરુએ કલંક રહિત આત્માની ઓળખ કરાવી ત્યારે ભ્રમ ભાંગી ગયો, અને જીવ શીવરૂપે પ્રગટ થયો. જીવ અજીવ તત્ત્વ ત્રિભુવનમેં, યુગલ જિનેશ્વર ભાખે, અપર તત્ત્વ જે સપ્ત રહે, તે સાંયોગિક જિન દાખે. ૧૦૦ શ્રી જિનેશ્વરે ત્રણ લોકના સ્વરૂપમાં મુખ્ય તત્ત્વ જીવ અજીવ બે જણાવ્યા છે. બીજા સાત તત્ત્વ છે તે જીવ સાથે સાંયોગિક સંબંધ ધરાવે છે. એટલે કુલ તત્ત્વો નવ છે. સંસારની વિચિત્રતા જુગલજોડીને તત્ત્વના કારણે ભેદ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, નવતત્ત્વ છે. જીવ અને મોક્ષ ભિન્ન નથી. જીવ સ્વયં મોક્ષસ્વરૂપ ૧૫૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #164 -------------------------------------------------------------------------- ________________ છે. તે સિવાય સાત તત્ત્વો સાંયોગિક છે. જીવ એટલે ચેતનાનો પુંજ આત્મા સ્વભાવે સ્વરૂપનો કર્તા હોવાથી તેનો જ ભોક્તા છે. વિભાવે જીવ કર્મનો કર્યા હોવાથી ભોક્તા થાય છે. કર્મના સંયોગે જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ સ્વભાવે અરૂપી છતાં દેહના સંયોગે રૂપીપણું પામે છે. ગમે તેવાં શરીર ધારણ કરે, છોડે, છતાં આત્મા સ્વભાવે અવિનાશી છે. સમતાગુણથી સમસ્વભાવી છે, ઉદ્ધતાગામી છે. જ્ઞાનાદિ ગુણોવાળો છે. જીવમાં અજ્ઞાનવશ રાગાદિ થાય છે, રાગાદિને કારણે વિકાર પેદા થાય છે, તેથી આત્મપ્રદેશ સાથે કર્મનો બંધ થાય છે. પુદ્ગલ અશુદ્ધ ચેતનાના સંયોગે કર્મરૂપે પરિણમે છે. આવો સંબંધ સાંયોગિક છે. નિત્ય રહેવાવાળો નથી. બંને દ્રવ્યો પોતાપણે પરિણમે છે, પરંતુ અન્યોન્યને અસર ઉપજાવે છે. છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી કર્મના સુખદુઃખને જાણે છે. અને અજ્ઞાનવશ ભોગવે છે. કર્મ જડ છે ચેતનાના સંયોગમાં આવી ફળ આપે છે. અજીવ તત્ત્વમાં રૂપી અને અરૂપી બંને દ્રવ્યોનો સમાવેશ છે. આપણા પરિચયમાં આવતા ખાટલા, પાટલા, વસ્ત્રો, પાત્રો. તથા દેશ્યમાન તમામ પદાર્થોનો સમાવેશ અજીવ તત્ત્વમાં થાય છે. આ ઉપરાંત અરૂપી ચાર દ્રવ્યો અજીવ છે. પૌગલિક પદાર્થો રૂપી છે. ૧. ધર્માસ્તિકાય. જીવ અને પુદ્ગલને ગતિ સહાયક, એક છે. વિશ્વવ્યાપી છે. - ૨. અધર્માસ્તિકાય. જીવ અને પુદ્ગલને સ્થિતિ સહાયક એક છે. વિશ્વવ્યાપી છે. ૩. આકાશાસ્તિકાય. સમગ્ર પદાર્થોને જગા આપે છે. એક છે. વિશ્વવ્યાપી છે. ૪. કાળશાસ્તિકાય. સમગ્ર પદાર્થોના પરિવર્તનમાં સહાયક. અનંત છે. વિશ્વવ્યાપી છે. ક્રમ : તત્ત્વનાં નામ અને ભેદ : નવતત્ત્વનું સ્વરૂપ વ્યાખ્યા ૧. જીવઃ જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે, જે પ્રાણોને પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરે છે, તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોક્તા છે. તેના સુખ દુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઈત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત, ચિત્, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે જીવ હોય છે. ૨. અજીવઃ જેનામાં ચેતન, જીવ, કે પ્રાણ નથી. જેને સુખ-દુઃખનો અનુભવ નથી. તે પૌદ્ગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, હીરા, મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. ૩. પુણ્ય : શુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય. ૪. પાપ ? અશુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે. દુઃખનો અનુભવ થાય. ૫. આશ્રવ : કર્મનું આવવું – નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે, તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે. ૬. સંવર : આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું. રાગાદિ ભાવોનું રોકાઈ જવું. ૭. નિર્જરા : ખરી જવું, નિર્જરવું, આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો. ૮. બંધ : અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું પ્રદેશો સાથે દૂધ – પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો. ૯. મોક્ષ : સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. ૧૫૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #166 -------------------------------------------------------------------------- ________________ Âયાદિ સ્વરૂપ આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને હેયનું સ્વરૂપ સમજવું જરૂરી છે. નામ શેય વ્યાખ્યા જાણવાયોગ્ય ઉપાદેય આદરવા યોગ્ય તજવા યોગ્ય હેય જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો પરમાર્થથી તો આત્મા જ શેય અને અપેક્ષાએ આ ભેદ સમજવા. તત્ત્વના નામ જીવ, અજીવ પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ પાપ આશ્રવ અને બંધ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં પુણ્ય શુભાશ્રવ છતાં ઉપાદેય કહ્યું તે વ્યવહાર કથન છે. માર્ગ મળી જતાં જેમ ભોમિયો છૂટી જાય છે; તેમ પુણ્ય પણ ત્યાજ્ય છે. માનવ જન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે. જીવ અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે. જીવ : જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવ : જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ આ પ્રમાણે જિનેશ્વરે બે તત્ત્વની મુખ્યતા બતાવી જીવ પુદ્ગલના સંયોગથી થતી અવસ્થાઓનો બોધ આપ્યો છે. આ અવસ્થાઓને સાધક સમજે અને મોક્ષસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરે તેને પરમ વિવેક કહ્યો છે. જાણવા જેવાં તો બે જ તત્ત્વો છે પરંતુ એ તત્ત્વોમાં જે પરિણમન થાય છે તે જ સંસારની વિચિત્રતા છે. જીવ અજીવનો સંયોગ પુણ્યપાપ આશ્રવથી થાય છે. જીવની સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ સંવર નિરારૂપ શક્તિ દ્વારા આશ્રવ રોકાઈ જતાં કર્મો નષ્ટ થાય છે. કર્મોનું સર્વથા નષ્ટ થવું તે જ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. ગુણ પર્યાય દ્રવ્ય દોઉકે, જુએ જુએ દરસાયે એ સમજણ જિસકે લિયે ઊતરી, તે તે નિજ ઘર આયે. ૧૦૧ ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્રવ્ય માત્ર ગુણ પર્યાયયુક્ત હોય છે. દ્રવ્યમાં સદા, સર્વપ્રદેશ રહેનારા ગુણો છે. સ્પર્ધાદિ ગુણો પુગલમાં સદા સર્વત્ર રહેનારા છે. દ્રવ્યોમાં પર્યાયો + (અવસ્થા) ઉત્પન્ન અને લય થનારા ધર્મોવાળી છે. અર્થાત્ જેમાં ગુણ અને પર્યાયો હોય તે દ્રવ્ય છે. દ્રવ્યના ગુણો અને પર્યાય લક્ષણથી ભેદવાળા છે. પ્રદેશથી ભેટવાળા નથી. જેમકે દ્રવ્ય નિત્ય છે. તેમાં રહેલા ગુણો નિત્ય છે. દ્રવ્યની અવસ્થાઓ દ્રવ્યના આધારે હોય છે. પરંતુ ઉત્પાદવયવાળી છે. એટલે દ્રવ્ય નિત્ય છે પર્યાય અનિત્ય છે. દ્રવ્ય અને પર્યાય પ્રદેશથી અભિન્ન છે. લક્ષણથી ભિન્ન છે. આત્મા દ્રવ્યપણે જેવું શુદ્ધ છે તેવા ગુણો શુદ્ધ છે. પરંતુ વર્તમાન પર્યાય – અવસ્થા અશુદ્ધ છે. સાધકની દૃષ્ટિ દ્રવ્ય પ્રત્યે હોય તો સત્તામાં રહેલી કેવળજ્ઞાનસ્વરૂપ પોતાની અવસ્થાની તેને શ્રદ્ધા થાય. એ શ્રદ્ધાબળે તેનો પુરુષાર્થ ઊપડે. તો જેવું દ્રવ્ય તેવી અવસ્થા પણ શુદ્ધપણે પ્રગટ થાય. દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છતાં પર્યાયની મલિનતાથી આત્મા સંસારી કહેવાય છે. એટલે દ્રવ્યને શુદ્ધ કરવાનું નથી એ તો શુદ્ધ છે જ. તેની અવસ્થાની મલિનતા ટળે શુદ્ધતા પ્રગટ થાય. જેમ માટીના લેપ સહિત તુંબડી મલિન મનાય છે. પણ પાણીમાં પડી પડી તેની માટી નીકળી જતાં સ્વચ્છ તુંબડી ઉપર તરી આવે છે. તુંબડી તે જ હતી માટીના લેપ સહિત ડૂબેલી હતી. માટીનો લેપ ઊતરી જતાં તે પાણીની સપાટી ઉપર તરી આવી. તેમ આત્મા કર્મના લેપથી સંસારમાં ડૂબે છે. કર્મનો નાશ થતાં સંસારથી તરે છે. કર્મોનું આવરણ એ વર્તમાન મલિન અવસ્થા છે. થાય. દ્રવ્ય બને છે. શુદ્ધતા ૧૫૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય એ ગુણોની શક્તિનો પૂંજ છે. તે શક્તિની વ્યક્તિ તે પર્યાય છે. એ પર્યાય મોહનીય કર્મયુક્ત હોવાથી મલિન છે. દ્રવ્યના આધારે ગુણ અને પર્યાય છે. તેનો યથાર્થ બોધ જેને પરિણમે છે તે આત્મા સ્વસ્વરૂપને પામે છે. દ્રવ્યમાં ગુણો ધ્રુવપણે રહેલા છે. પર્યાય ક્રમિક છે. ગુણ પર્યાય યુક્ત સ્વભાવવાળો આત્મા છે. આવા સ્વભાવને જાણે સમજે અને સ્વભાવ સન્મુખ થાય તો પર્યાયમાં નિર્મળતા પ્રગટે. પર્યાયની નિર્મળતા પૂરા દ્રવ્યની નિર્મળતાની પ્રસિદ્ધિ કરે છે. ગુણવત્ કથનું પ-૩૭ તત્ત્વાર્થાધિગમ જેમાં ગુણો જીવમાં સદા રહેનારા જ્ઞાનાદિ અને પુદ્ગલમાં સ્પર્ધાદિ લક્ષણો અને પર્યાયો ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા ધર્મો હોય તે દ્રવ્ય. જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણ = વસ્તુમાં સદા રહેનારાં ધર્મો – પરિણામો જેમકે જીવમાં ધર્મ, ચેતન્ય પુદ્ગલનો ધર્મ સ્પર્ધાદિ વગેરે. પર્યાય = ઉત્પન્ન થનારા અને નાશ થનારા ધર્મો (પરિણામો) જીવમાં જ્ઞાનોપયોગ, પુદ્ગલમાં સ્પર્ધાદિ પર્યાયો (અવસ્થા). દ્રવ્યમાં ધર્મો બે પ્રકારના છે – ૧. સદા, પૂરા ભાગમાં રહેનારા તે ગુણ, અને જે ઉત્પન્ન થાય અને નાશ પામે તે પરિણામને પર્યાય કહે છે. જે પરિણામો દ્રવ્યોમાં સદા રહે છે તે સહભાવી છે. તે ગુણ છે આત્મદ્રવ્યનો, પરિણામ ચૈતન્ય છે. સૂર્ય અને પ્રકાશની જેમ સદા રહે છે. તેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલની સાથે નિરંતર હોય છે. દ્રવ્યમાં કેટલાક ધર્મો (પરિણામ) ક્યારેક હોય ક્યારેક ન હોય કેટલાક ક્રમભાવી ઉત્પાદ અને વિનાશશીલ હોય છે તે પર્યાય કહેવાય છે. જેમ કે આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગ સમયે સમયે પરિવર્તન પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૫o Page #169 -------------------------------------------------------------------------- ________________ પામે છે. બંને સાથે હોતા નથી. ક્રમભાવી છે, એટલે ઉત્પાદ વિનાશશીલ છે તેથી તે આત્માના પર્યાયો છે. એ પ્રમાણે પુગલના શ્વેત, કૃષ્ણ વર્ણ કે રસ, સ્પર્શ, ગંધ માટે સમજવું. વર્ણ એ ગુણ છે પરંતુ શ્વેતપણું વ્યય થઈ કૃષ્ણપણું થાય છે, તેથી તે પર્યાયો છે. કારણ કે તે ઉત્પાદ અને વિનાશશીલ છે. તેમ રસ વગેરે માટે સમજવું. દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો છે. દ્રવ્ય અને ગુણ નવાં ઉત્પન્ન થતાં નથી તેથી અનાદિ-અનંત છે. નિત્ય છે.) પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય છે. (સાદિ સાંત છે.) જોકે પર્યાયો પ્રવાહથી નિરંતર છે, તે અપેક્ષાએ તે અનાદિ અનંત છે. તેથી દ્રવ્ય ક્યારે પણ ગુણપર્યાય રહિત હોતું નથી. ગુણ વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે. પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની શક્તિ તે ગુણ કહેવાય છે. ગુણ જન્ય પરિણમન તે પર્યાય કહેવાય છે. ગુણ કારણ છે. પર્યાય કાર્ય છે. કારણ કે કાર્ય પર્યાયમાં થાય છે. દ્રવ્ય અનંત ગુણોનો અખંડ સમુદાય છે. પરંતુ સાધારણ બુદ્ધિવાળા જીવોને સમજમાં આવે તેવા વિકલ્પો જણાવ્યા છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે ગુણો વિચાર-વાણીમાં આવી શકે છે અને પુગલના રૂપ આદિ વિકલ્પો આવી શકે છે. બાકીના બધા કેવળી ગમ્ય છે. દ્રવ્યોના બધા ગુણો સમાન હોતા નથી. તેના ભેદ હોય છે. જે ગુણો બધા દ્રવ્યોમાં હોય તે સાધારણ કહેવાય છે અને જે ગુણ દ્રવ્યોમાં વિશેષપણે હોય તે અસાધારણ છે. અસ્તિત્વ, પ્રદેશત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, તે સાધારણ ગુણો છે. જે દરેક દ્રવ્યોમાં હોય છે. આત્મામાં ચૈતન્ય, પુદ્ગલમાં સ્પર્ધાદિ ગુણ અસાધારણ છે, કારણ કે તે તે ગુણ અન્ય દ્રવ્યમાં હોતો નથી. તે પ્રમાણે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિમાં ગતિસ્થિતિ અસાધારણ ગુણ જાણવા. ૧૫૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #170 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના ભેદ કુલ ૩૦૩ ૧૫ કર્મભૂમિના મનુષ્યો ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો ૩૦ અકર્મભૂમિના મનુષ્યો ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો ૫૬ અંતરદ્વીપના મનુષ્યો ૧૦૧ સંમૂર્ણિમ અપર્યાપ્તા ૧૦૧ ૩૦૩ ૩૦૩ દેવોના ભેદ ૧૯૮ ભવનપતિ વ્યંતર જ્યોતિષી વૈમાનિક કુલ ૯૯ ૨૫ ૨૬ ૧૦ ૩૮ ૯૯ પર્યાપ્તા + ૯૯ અપર્યાપ્તા ૧૯૮ નારકના ભેદ ૧૪ સાત નરકના સાત. સાત પર્યાપ્તા સાત અપર્યાપ્તા ૧૪ તિર્યંચ એકેન્દ્રિયના ભેદ વનસ્પતિકાય પૃથ્વીકાય અપ તેલ વાઉ સાધારણ પ્રત્યેક સૂક્ષ્મ ૧ ૧ ૧ ૧ ૧ ૫ બાદર ૧ ૧ ૧ ૧ ૧ ૬ ૧૧ પર્યાપ્તા અપર્યાપ્તા ૨૨ વિલેજિયના ભેદ-૬ પર્યાપ્તા અપર્યાપ્તા બે ઇન્દ્રિય ૧ ૧ તેઈન્દ્રિય ૧ ૧ ચઉરિન્દ્રિય ૧ તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો જલચર સ્થલચર ખેચર ગર્ભજ સંમૂર્ણિમ કુલ ૧ ૩ ૧ =૫ ૫ ૫ ૧૦ ૧૦ પર્યાપ્તા ૧૦ અપર્યાપ્તા કુલ ૨૦ ૨૦ पदउ ૧૫૯ પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ભેદ પંચશત અધિક તિરેસઠ, જીવતણા જે કહિયે, તે પુદ્ગલ સંયોગ થકી સહુ, વ્યવહારે સરદહીયે. ૧૦૨ સમગ્ર સૃષ્ટિની જીવરાશિ અનંતાનંત છે. એક પાણીના બિંદુમાં હજારો જીવો હોય છે. સાધારણ વનસ્પતિના એક સૂક્ષ્મ અંશમાં અનંત જીવો હોય છે. એક વૃક્ષમાં અસંખ્ય જીવો હોય છે. જંતુઓની ઉત્પત્તિ અસંખ્ય પ્રમાણે હોય છે. આમ સંસારમાં જીવોની સંખ્યા અનંતાનંત છે. ઉત્પન્ન થવાનાં સ્થાનો ચોર્યાશી લાખ છે. તેમાં વર્ણાદિનું સરખાપણું જોતાં જીવના ભેદ પાંચસો ત્રેસઠ થાય છે. ચૈતન્યગુણે આત્મા સમાન છે. પરંતુ કર્મના સંસ્કારે કરીને જે જે દેહ ધારણ કરે તે તે પ્રમાણે તેના ભેદ પડે છે. નિશ્ચયથી જોતાં ચૈતન્યલક્ષણે સર્વજીવો સમાન છે. વ્યવહારે કરીને આ ભેદને જાણવા જોઈએ. નિહચેનય ચિદ્રુપદ્રવ્યમેં, ભેદભાવ નહિ કોય, બંધ અબંધકતા નયપખથી, ઇણ વિધ જાણો દોય. ૧૦૩ નિશ્ચયનયથી જોતા ચૈતન્યરૂપ દ્રવ્યમાં કોઈ ભેદ નથી છતાં ચારે ગતિના ભેદ દેખાય છે. કોઈ મનુષ્ય, તિર્યંચ, કોઈ દેવ કે નારક તે કર્મનાં પરિણામ છે. ચેતનાયુક્ત દેહધારીને સુખી કે દુઃખી રાજા કે રંક, ઊંચ કે નીચ, જ્ઞાની કે અજ્ઞાની માનવામાં આવે છે તે પણ કર્મની બાહુલ્યતા છે. મૂળ સ્વરૂપે આત્મા ચિદ્રુપ-ચૈતન્યસ્વરૂપ છે. જીવમાત્ર જ્ઞાન-દર્શન ઉપયોગ સહિત, નિગોદ કે સૂક્ષ્મ શરીરધારી જંતુ આંશિક પણ જ્ઞાનદર્શન ઉપયોગ સહિત છે. જ્ઞાનાદિની તરતમતા પણ કર્મને આધીન છે. તત્ત્વદૃષ્ટિથી જોતા ચેતનાદ્રવ્ય અપેક્ષાએ સમાન છે. આત્મા કર્મથી બંધાયેલો છે કે મોક્ષસ્વરૂપ છે તેવા ભેદ પણ વ્યવહાર અપેક્ષાએ છે. સ્વસ્વરૂપે આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે તેની બંધ અબંધ એવી કોઈ અવસ્થા છે નહિ. છતાં વ્યવહાર અપેક્ષાએ કર્મ સત્તાના બંધનમાં છે, તેથી જીવે બંધનથી મુક્તિ મેળવવાની રહે છે. મોક્ષસ્વરૂપ માની લેવાથી સ્વરૂપ પ્રગટ થતું નથી પણ મોક્ષસ્વરૂપમાં ૧૬૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા મૂકી પુરુષાર્થ ઉપાડે. દૃષ્ટિને અંતરમાં વાળે તો મોક્ષસ્વરૂપે પ્રગટ થાય. - નિશ્ચયનય સાધકને શુદ્ધતાનું ભાન કરાવે છે, લક્ષ્ય કરાવે છે. શુદ્ધતાને લક્ષ્ય ઊપડતો પુરુષાર્થ શુદ્ધાત્માને પ્રગટ કરે છે ? નિશ્ચયનું લક્ષ્ય આત્માના મૂળ સ્વરૂપને દર્શાવે છે. આત્માને બંધન નથી તો પછી મુક્તિ કોની ? ત્યાં વ્યવહારનય દૃષ્ટિ આપે છે કે વર્તમાન અવસ્થામાં કર્મોથી અને તેના સંયોગોથી આત્માને બંધ છે. એ કર્મબંધ પોતાનો સ્વભાવ નથી પણ સાંયોગિક અવસ્થા છે તેથી ટાળી શકાય છે તેમ જાણે તો, નિશ્ચયના લક્ષ્ય વ્યવહારનો પક્ષ કરીને જીવ કર્મથી મુક્ત થાય છે. આમ બંને નયને મુખ્ય ગૌણપણે જાણવા. ભેદ પંચશત ત્રીશ અધિક, રૂપી પુદ્ગલકે જાણો, ત્રીશ અરૂપી દ્રવ્યતણે, જિન આગમથી મન આણો ૧૦૪ પુદ્ગલ દ્રવ્ય અજીવ છે તે સ્પર્શદિવાળું હોવાથી રૂપી છે, અને ધર્માસ્તિકાયઆદિ અરૂપી છે તેના ભેદ ત્રીસ છે તે ભેદ આ પ્રમાણે ૬. દ્રવ્યમાં પરિણામ આદિનો યત્ર ૬ દ્રવ્ય પરિણામી જીવ મૂર્તરૂપી - સપ્રદેશી - એક-અનેક 8 ક્ષેત્રી-ક્ષેત્ર સક્રિય નિત્ય કારણ પ. ! સર્વગત-દેશગત - - - અપ્રવેશી ધર્માસ્તિકાય ૦ ૦ ૦ ૧ ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ દે) ૧ અધર્માસ્તિકાય ૦ ૦ ૦ ૧ ૧ ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ ૦ ૧ આકાશાસ્તિકાય ૦ ૦ ૦ ૧ ૧ ક્ષેત્ર ૦ ૧ ૧ ૦ ૩૦ ૧ પુદ્ગલાસ્તિકાય ૧ ૦ ૧ ૧ અનન્ત ક્ષેત્રી ૧ ૦ ૧ ૦ દે૦ ૧ જીવાસ્તિકાય ૧ ૧ ૦ ૧ ,, , ક્ષેત્રી ૧ ૦ ૦ ૧ દે૦ ૧ કાળ ૦ ૦ ૦ ૦ ,, , , ક્ષેત્રી ૦ ૧ ૧ ૦ દે) ૧ પ્રસંગે અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો ૪ અરૂપી અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણ ગણતાં પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૬૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભેદ, તથા ૮મી ગાથામાં કહેલા ૧૦ ભેદ મળી, ૪ અરૂપી અજીવના ૩૦ ભેદ છે. - તથા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન. એ ર૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હોય, તે ગુણ અને તેના વિરોધી – સ્વજાતીય ગુણ સિવાયના શેષ સર્વ ગુણોના ભેદ, તે ગુણમાં પ્રાપ્ત થાય. જેમ – કૃષ્ણાદિ પાંચે વર્ણ સહિત કૃષ્ણવર્ણના ગુણભેદ ૨૦ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦-૨૦ ગણતાં વર્ણના ૧૦૦ ભેદ થાય. એ પદ્ધતિએ પ રસના ૧૦૦ ગુણ, ૫ સંસ્થાના ૧૦૦ ગુણ, ૨ ગંધના ૪૬ ગુણ, અને ૮ સ્પર્શના વિરોધી સ્પર્શ બલ્બ હોવાથી, તે બાદ કરતાં, દરેક સ્પર્શના ત્રેવીસ ત્રેવીસ ગણતાં) ૧૮૪, અને એ સર્વ મળી ૫૩૦ ભેદ પુદ્ગલના (એટલે રૂપી અજીવના ભેદ) છે. દરેક દ્રવ્યમાં અન્યને મળતા લક્ષણો હોવા છતાં દરેક દશ્યમાં અસાધારણ ગુણ હોય છે જે અન્યમાં હોતો નથી. તે વડે અરૂપી પદાર્થો પાંચ હોવા છતાં અસાધારણ ગુણથી તેઓ અલગપણે ઓળખાય છે જેમકે : ધર્માસ્તિકાય : ગતિ લક્ષણવાળું છે. અધર્માસ્તિકાય : સ્થિતિ લક્ષણવાળું છે. આકાશાસ્તિકાય : અવગાહનરૂપ છે. કાળ : વર્તના લક્ષણવાળું છે. જીવાસ્તિકાય : ચેતના લક્ષણવાળું છે. પુદ્ગલાસ્તિકાય : સ્પર્શદિવાળું છે. પુગલભેદભાવ ઈમ જાણી, પરપખરાગ નિવારો, શુદ્ધ રમણતા રૂપ બોધ, અંતર્ગત સદા વિચારો. ૧૦૫ જગતમાં જડ-પૌલિક પદાર્થોની કોઈ ગણતરી થાય તેમ નથી. એક એક પદાર્થ, તેના ગુણ, તેની પલટાતી અવસ્થાઓ વગેરેનો અનંત શબ્દ સિવાય કોઈ જવાબ નથી. જે સર્વજ્ઞના જ્ઞાનથી પ્રકાશિત છે. છદ્મસ્થ એ વ્યાપકતાને માપી શકે તેમ નથી. ફૂટપટ્ટીથી ધરતીનું માપ કેવી રીતે નીકળે ? તેમ મર્યાદિત બુદ્ધિ આવા વ્યાપક વસ્તુનું ૧૬૨ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #174 -------------------------------------------------------------------------- ________________ માપ કેવી રીતે કાઢે ? આથી જ્ઞાનીજનોએ વર્ણાદિની સરખાઈને ધ્યાનમાં લઈ આ પદાર્થોના ભેદની ગણતરી કરી આપી. એ ભેદ જાણવાનો હેતુ ફક્ત પરપદાર્થોનો રાગ ત્યજવા માટે છે. એ જડ પદાર્થો આત્માને કંઈ આપી શકે તેવું તેનામાં કંઈ બળ નથી. વાસ્તવમાં જડમાંથી આત્મા કંઈ ગ્રહણ કરે તેવો તેનો સ્વભાવ નથી. માટે પરપક્ષે રાગનો પરિહાર કરવો. દેહાદિ હું, રાગાદિ હું, મારા વડે તેમાં ફેરફાર થાય તેવી એકત્વબુદ્ધિથી અજ્ઞાનીજીવ રાગાદિનો કર્તા બને છે. પરંતુ જ્ઞાન વડે તે જાણે છે કે હું દેહાદિ નથી. રાગાદિનો કર્તા નથી, કે રાગ એ મારા સ્વરૂપનું કાર્ય નથી. એવા ભાન વડે રાગાદિની એકતા છૂટે છે. દેહાદિમાં જેને રાગ વર્તે છે. પુદ્ગલમાં જેની કર્તુત્વબુદ્ધિ છે, તે સ્વરૂપનો બોધ પામતો નથી. જ્ઞાની જાણે છે કે હું દેહાદિનો કર્તા નથી. મારા આધાર વગર તે તે પદાર્થો સ્વયં પરિણમે છે. માટે મારે તેનો પક્ષ કરવા જેવો નથી. પૌગલિક જડ પદાર્થો પણ અનેક ગુણવાળા છે પરંતુ તે તે પદાર્થો પોતાના ગુણને જાણતા નથી. તે પદાર્થોનાં ગુણોને અને પોતાના ગુણોના વૈભવનો જાણનાર આત્મા છે. માટે પરના પક્ષના રાગને ત્યજી દેવો. રાગાદિ વિકલ્પ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. વિભાવદશાને તે પોતાનું સ્વરૂપ માની બેઠો છે. પરંતુ સદ્ગુરુના બોધ દ્વારા તેને સાચું ભાન થાય છે. ત્યારે તેને આત્માના શુદ્ધસ્વરૂપનો બોધ થાય છે. આત્માની શુદ્ધતાનો બોધ હૃદયમાં ધારણ કરો. આત્માનું સુખ જેને પ્રાપ્ત કરવું છે તેણે આત્માને સાંભળવો. તેનું ચિંતન કરવું. તેનું જ નિર્દિધ્યાસન કરવું. શુદ્ધાત્મામાં રાગાદિનો અભાવ છે. રાગાદિમાં પરિણમવું તે અશુદ્ધતા છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં ટકી રહેવું. રમણતા કરવી તે આત્મશક્તિનો પ્રાદુર્ભાવ છે. શક્તિનો પ્રભાવ એવો છે કે રાગાદિ પરપક્ષને તોડીને કેવળજ્ઞાનને પ્રગટ કરે. રાગનો પક્ષ કરવો તે પરાધીનતા છે. માટે અંતરમાં આત્માની શુદ્ધતાનો બોધ પામજે, તેમાં જ લીન થજે. શુદ્ધાત્મામાં રમણતા થતાં જીવ એવા સ્થળમાં સ્થિર થાય છે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૬૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સ્વનો પ્રકાશ છે. તેને સૂર્યાદિના પ્રકાશની જરૂર નથી. આત્માની એ શુદ્ધતા મુક્તિનું શિખર છે, જ્યાં માનવ અનંત વૈભવનો સ્વામી બને છે. ઐશ્વર્યવાન આત્માને પુદ્ગલના અંધારા ઓરડામાં પુરવાથી તેના પરિણામરૂપે તે ચારે ગતિમાં પરિભ્રમણ પામે છે. જેમ તત્ત્વદૃષ્ટિ વિકસે છે તેમ તેમ જીવન અર્થપૂર્ણ બને. એ દષ્ટિ જ્યારે વિશ્વવ્યાપી -- ચૈતન્યવ્યાપી બને છે ત્યારે આત્મા પરિપૂર્ણતાનો વૈભવ પામે છે. - જ્ઞાની જે દૃષ્ટિ વડે સંસારને જુએ છે તે દૃષ્ટિ વડે જોતાં સંસારની વિચિત્રતા જ તત્ત્વદૃષ્ટિનું કારણ બને છે. પરંતુ દષ્ટિને દેહમાં સ્થાપવાથી ચેતના વગરનું વ્યર્થ જીવન જીવવું પડે છે. પ્રજ્ઞાવંતને સ્વમાં તેમજ પરમાં ચૈતન્યનાં દર્શન થાય છે. તેનું જીવન સાર્થક બને છે. હે સુજ્ઞ ! દેહરૂપી, પુદ્ગલરૂપી પાત્રમાં તારું આત્મબળ શોષાઈ જાય છે. અન્ય ઉપાય ત્યજીને તું અંતરથી વિચાર કરીને તે પાત્રોને ત્યજી દે તો તારું આત્મજળ રક્ષા પામશે. અર્થાત્ શુદ્ધાત્મામાં રમણતા એ જ અનન્ય ઉપાય છે. પુદ્ગલના ભેદ દ્વારા તેની ક્ષણિકતા જાણી તે પ્રત્યેથી ચિત્તને પાછું વાળી તેના વિકલ્પોથી મુક્ત થા. સ્વરૂપનો બોધ પામ તો આત્માનું તાત્ત્વિક સ્વરૂપે પ્રગટ થશે. પરદ્રવ્યનું ચિંતન છોડીને શુદ્ધાત્મામાં તદાકાર થાય છે તે જીવ પૂર્ણાનંદને પામે છે. માટે હે ચેતન ! તું આત્મદ્રવ્યના અચિંત્ય સામર્થ્યને પરમ વૈભવને, જ્ઞાનાદિ અનંત ગુણોને જાણ અને તેનું ધ્યાન કર, તેમાં જ રમણતા કર, તો આ ક્ષણભંગુર અને ભાવના રહિત એવા પરપદાર્થોનું તાદાભ્ય વિરામ પામશે. આત્માનો સ્વભાવ એવો છે કે અનાદિથી પરના પરિચય આવૃત્ત થવા છતાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી. કારણ કે શુદ્ધતા એ જ પોતાનું સ્વરૂપ છે, તે ધન છે, તેમાં પરપદાર્થોનો પ્રવેશ નથી છતાં ખીરનીર જેમ થયેલું કર્મોનું મિલન તેને બાધા કરે છે. સ્વરૂપ રમણતાની દષ્ટિ થતાં તે બાધા પણ નષ્ટ થાય છે. રૂપ રૂ૫ રૂપાંતર જાણી, આણી અતુલ વિવેક; તદ્ગત લેશ લીનતા ધારે, સો જ્ઞાતા અતિરેક, ૧૦૬ ૧૬૪ પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #176 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વભાવે અરૂપી-મૂત્ત છે. તેને વિવિધ રૂપરૂપાંતર કેવા ? આ રૂપરૂપાંતર કેવળ પુદ્ગલના સંયોગથી છે. તે સંયોગ નિત્ય નથી. માટે તે રૂપ પણ નિત્ય નથી તેમ વિવેકપૂર્વક વિચારે તો આત્માના અરૂપી ગુણની શ્રદ્ધા થાય. અરૂપી અને શુદ્ધાત્મા પુદ્ગલ સંયોગથી વિવિધ ભેદવાળો મનાય છે. અનેક રૂપો ધારણ કરે છે. પુદ્ગલના ભેદથી આત્માને ભિન્ન જાણવો તે વિવેક છે. જડ અને ચૈતન્ય સ્વભાવે-લક્ષણે ભિન્ન છે. પુદ્ગલ એ પર પદાર્થ છે. તેમ જાણી સાધક સ્વસ્વરૂપમાં લીનતા ધારણ કરે, પુદ્ગલનો સંયોગ છતાં પોતે જ્ઞાનસ્વરૂપે રહે, તો સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે. 1 જેમ પડોશીના ઘરની દીવાલને પડતી જોઈ આપણને દુઃખ થતું નથી. જોવા છતાં આપણને તે પરિસ્થિતિ સ્પર્શતી નથી. કેમકે તે ઘર મારું નથી પરાયું છે. તેથી ત્યાં સાક્ષીભાવે રહે છે. તેમ આ પુદ્ગલ તારા સ્વભાવનું નથી કે તારું નથી. તારું રાખ્યું રહેતું નથી. સાથે આવતું નથી. તો પછી તે પડે કે રહે તેમાં તને શું કામ દુઃખ કે સુખ થવું જોઈએ ? તેની જે અવસ્થા ઉત્પન્ન કે વ્યય થાય તે તારા જ્ઞાનમાં જણાય છે. ત્યારે તું જાણે ખરો પણ સુખનું વેદન ન કરે તો તું જ્ઞાતા છું. સ્વ-૫૨ જાણવાનો સ્વભાવ આત્મામાં છે. પરંતુ પુદ્ગલ વસ્તુનો આત્મામાં પ્રવેશ નથી. સ્વ-પર જાણનારું જ્ઞાન પરમાં જ્ઞાતાપણે છે અને સ્વને જાણતા લીન થતાં સુખનો અનુભવ થાય છે. જ્ઞાન સ્વયં જ્ઞાતા સાક્ષી છે. જેમ ગુનેગારના સાક્ષી બનવામાં મજા નથી તેમ જે પુદ્ગલનો સાક્ષી બને છે તેમાં વિવેક રાખે છે તેને બંધનની સજા નથી. કારણ કે પુદ્ગલ પરિણમનને તે જાણે છે, પરંતુ આકુળ થતો નથી. પોતાના સ્વભાવને, પોતાના ગુણોને, નિર્મળતાને તદ્રુપ થઈને જાણે અને પરપદાર્થમાં તદ્રુપ થયા વગર જાણે. આવું જે જ્ઞાન છે, તે જ્ઞાતાપણું છે. આવો જ્ઞાતા બંધનથી મુક્ય થાય છે. -- - પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધાર લીનતા લવલવ લાઈ, ચપલભાવ વિસરાઈ આવાગમન નહિ જિણ થાનક, રહિયે તિહાં સમાઈ ૧૦૭ હે સુજ્ઞ ! તારું મન અત્યંત ચપળ છે. હાથી જેમ તોફાને ચઢે અને વૃક્ષને ઉખેડી નાંખે તેમ તારું ચપળ મને તારી આત્મા સ્થિરતાને છેદી નાંખે છે. અશ્વની ગતિ જેવું વેગીલું છે. વાનર જેમ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ પર કૂદકા મારે તેમ તારું મન અનેક વિકલ્પોમાં કૂદકા મારે છે. મુનિઓને પણ આ ચપલ મન દાવાનળની જેમ બાળે છે. હવે તારે જો મુક્તિ પામવી હોય તો તું આ મનને ક્ષણે ક્ષણે આત્મભાવમાં લીન કર. પ્રથમ તે સ્થિર થશે નહિ પરંતુ પુનઃ પુનઃ અભ્યાસથી તે સ્થિર થશે. મનની ચપળતા ટાળવા અને તેને સ્થિર કરવા પ્રથમ તો કોઈ શુદ્ધ અવલંબનમાં તેને જોડવું, કોઈ મહાપુરુષોના ચરિત્રમાં જોડવું. મંત્રમાં જોડીને તેને નિયમમાં લાવવું. કોઈ તત્ત્વ વિષયમાં લીન કરવું. છતાં તે તેની આદત મુજબ દોડશે, ભાગશે, છતાં તારે ગુરુ નિશ્રાએ રહી તેને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો. વારંવાર પ્રયત્ન કરવાથી મન આત્મભાવમાં લીન થાય છે. મનને વશમાં રાખવા સંયમ અને નિગ્રહની જરૂર છે. અનેક વિષયોમાં ભમતું મન અત્યંત વ્યગ્ર હોય છે. માટે તેને વ્રત તપ કે નિયમ દ્વારા સંયમ કે નિગ્રહમાં રાખવું. તે વારંવાર બાહ્ય પદાર્થોની માંગણી કરે ત્યારે તેને તે પદાર્થોથી દૂર રાખવું. તે એક વારમાં સમજી જશે નહિ કારણ કે તેને દીર્ઘકાળથી સ્વેચ્છાએ વિહરવાની આદત છે. પરંતુ તેને સદ્ધોધની પ્રાપ્તિ થાય તો સંયમમાં રહે તેવું છે. મનને સ્થિર રાખવામાં વૈરાગ્યનું બળ અતિ આવશ્યક છે. જો તેને પદાર્થોના રાગાદિભાવો છૂટી ગયા હશે તો તે આત્મભાવમાં સરળતાથી લીન થશે. સ્થિર જળમાં જેમ તરંગ ઊઠે તેમ મનમાં વિકલ્પોના તરંગો ઊઠે છે. ત્યારે તેને કોઈ શુદ્ધ અવલંબનમાં જોડવા પ્રયત્ન કરવો. જો આ મન માની જાય અને વિકલ્પરહિત દશા પામે તો આત્મામાં ભળી જાય, પછી મનનું ભિન્ન અસ્તિત્વ રહેતું નથી. અર્થાત્ મન શુદ્ધ થતાં કર્મોનો નાશ થાય છે. શુદ્ધ મન તે ૧૬૬ પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ . Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જ આત્મભાવે પ્રગટ થાય છે. ત્યારે આત્માનું ચારે ગતિનું આવાગમન નાશ પામે છે. એટલે જ્યાં આવાગમન નથી તેવા સ્થાનમાં આત્મા સમાઈ જાય છે. સ્વરૂપમય સિદ્ધત્વને પામે છે. સંસારની ચારે ગતિ તે જીવના આવાગમનનું સ્થાન છે. પરંતુ સિદ્ધલોકમાં સિદ્ધત્વ પામ્યા પછી પુનઃ જન્મ ધારણ કરવાનો રહેતો નથી. જીવ સાથે કર્મનું કોઈ નિમિત્ત રહેતું ન હોવાથી જીવના જન્મમરણ સમાપ્ત થાય છે. બાલખ્યાલ રચિયો એ અનુપમ, અલ્પમતિ અનુસાર, બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. અંતમાં ગ્રંથકાર લખે છે કે મહાવિદ્વાનો પાસે હું તો બાળક જેવો છું. મેં મારી અલ્પમતિ અનુસાર આ ગ્રંથ રચ્યો છે. વળી બોધના ચાહક એવા બાળજીવોને ખ્યાલમાં રાખીને આ અનુપમ વસ્તુની રચના કરી છે. જે ભવસાગર તરવા માટે બાલજીવોને અતિ ઉપકારી છે. વાસ્તવમાં ચિદાનંદજીએ પોતાના જ આત્માના હિત-સુખ માટે આ અનુપમ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તે સૌને માટે ઉપયોગી છે. જે ભવ્ય જીવો આ ગ્રંથને વાંચશે, વિચારશે, ચિંતન મનન કરશે, તેના બોધને હૃદયમાં ધારણ કરશે તે સૌને સુખરૂપ થશે. . પ્રસ્તુત ગ્રંથમાં પુદ્ગલનો વાસ્તવિક પરિચય કરાવી ગ્રંથકારે માનવની અનાદિની ભ્રાંતિ ટળે તેવો બોધ આપ્યો છે. પુદ્ગલમાં ખોવાયેલો અને પુરાયેલો માનવ પુદ્ગલના પરિચયથી પાછો પડે તો પરમાર્થની પ્રાપ્તિ અવશ્ય થાય. વળી પુદ્ગલની સાથે તેમણે પરમાર્થ તત્ત્વનું માહાભ્ય પણ દર્શાવ્યું છે. જેથી સાધક પરમાર્થ માર્ગને સરળતાથી આરાધી સાચા સુખને પ્રાપ્ત કરે. ઉપસંહાર લગભગ ત્રણસો વર્ષ પહેલાં પૂ. શ્રી ચિદાનંદજીએ લખેલી પુદ્ગલગીતા' આજના પુદ્ગલની પ્રતિષ્ઠાના ચમકારાનું તાદેશ્ય વર્ણન છે. જ્ઞાનીજનો કે સંતજનો માટે તે એક ખેલ કે તમાશો છે. મહામાનવોએ પૌદ્ગલિક પદાર્થોની મૂચ્છમાંથી ઊઠતી વાસનાનું સ્વરૂપ જોયું અને પારમાર્થિક એવા આત્મ સ્વરૂપનું દર્શન કર્યું ત્યારે તેઓ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૬o Page #179 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય પામ્યા કે આ પુગલનો કેવો અજબ ચકરાવો છે ? એના એ જ પદાર્થો મળવા છતાં તૃપ્તિ જ ન મળે ? એનો ઘેરાવો પણ ગજબનો છે કે તેમાંથી મનુષ્ય બહાર જ ન નીકળે. એ મહામાનવો પૌગલિક પદાર્થોની જાળથી મુંઝાયા અને જાળને તોડીને બહાર નીકળ્યા. તેઓ સમજી ગયા કે ઓહો આ તો અજાયબ છે કે : પાણી માંહે ગલે જે વસ્તુ, જલે અગ્નિ સંયોગ પુદ્ગલપિંડ જાણ તે ચેતન, ત્યાગ હરખ અહ સોગ. લોખંડનો ટુકડો પાણીમાં રાખી મૂકો કાટ લાગીને ગળવા માંડે, અગ્નિના સંયોગે જળવા લાગે છે, તેમ પુદ્ગલ પણ ગળે છે, અને નાશ પામે છે. તેમાં વળી અષ્ટ કાર્મણ વર્ગણાતો જીવને બાંધી જ લે છે. આવા પુદ્ગલના બંધનથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો તે પરમાર્થની આરાધના છે. પુદ્ગલના મોહનું પ્રથમ પરિવર્તન કરો પછી તેનો પરિહાર કરો. પરમાતમથી મોહ નિરંતર, લાવો ત્રિકરણ શુદ્ધ, પાવો ગુરુગમ જ્ઞાન સુધારસ, પૂરવાર અવિરુદ્ધ. પુદ્ગલને બદલે પરમાર્થને જે નિરંતર ભજે છે તે ગુરુગમ અમૃતરૂપી સુધારસને પામે છે. તે પ્રાણી જગમાં ધન્ય છે, જે શુદ્ધ ધર્મથી પ્રતિજ્ઞાબદ્ધ હોય છે. પ્રાણાંતે પણ આત્મશુદ્ધિને ધારણ કરી પરમાર્થની પ્રાપ્તિ કરે છે. પુગલના સર્વ પદાર્થો પર છે, પરમાર્થના સઘળા સાધનો કે પ્રયોજનો સ્વાત્માના છે. આવો જેને વિવેક જન્મે છે તે નરમાં પણ શિરોમણિ થઈ સ્વાત્માને પામે છે. જ્ઞાનદેષ્ટિ કે તત્ત્વષ્ટિ થતાં સર્પ જેમ કાંચળી ત્યજી દે છે. તેમ સાધક પુગલને ત્યજી દે છે. પછી પુનઃ ધારણ કરતો નથી. સ્વ-પરનો કે જડ-ચેતનનો વિવેક તેને પરમાર્થ માર્ગમાં તારક બને છે. પુદ્ગલનો સંગ છૂટી જતાં જીવને કર્મનો સંગ પણ છૂટી જાય છે. પરમાર્થની પ્રાપ્તિ એ જ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. તે પામ્યા વગરનું જીવન વ્યર્થ છે. પરમાર્થ પામવાનો અવસર કે અવતાર મળી જ ગયો છે, માટે પરમાર્થની પ્રાપ્તિ જ કર્તવ્ય છે. ૧૬૮ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Page #180 -------------------------------------------------------------------------- ________________ મને શું મળશે વિષ કે અમૃત આ બે શક્તિના ઘર્ષણમાં ક્યારે પંછી આ પિંજરનું કરશે મુક્તિનો ટહુકારો. જીવન શક્તિના બે પ્રવાહ છે , એક પુદગલ અને બીજો પરમાર્થ, પુદગલના પ્રવાહનેત્યજી જીવ પરમાર્થને પામવાની જિજ્ઞાસા ક્યારે કરશે ?