SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સુખ-દુઃખનું કારણ જીવના પોતાનાં જ પરિણામ કે ભાવ છે. વળી જે સુખ પાછળ દુઃખને આવકાર મળતો હોય તેને જ્ઞાનીઓ સુખ કહેતા નથી. જ્ઞાનીજનોના આવા વચનરૂપી સુધારસનું પાન કરી નરભવ પામેલો પુણ્યવંતો જીવ જાગૃત થાય છે. તેને જન્મમરણનું દુઃખ, પરિભ્રમણનું દુઃખ, સ્વરૂપની અપ્રાપ્તિનું દુઃખ, આત્મ વૈભવની અપ્રાપ્તિનું દુઃખ સમજાય છે. અને તેથી તે ભવ્યાત્માને ત્રાસ છૂટે છે. એ ચક્રવર્તીપદે હોય, કે સમ્રાટ હોય તો પણ તેને ચેન નથી પડતું. સંસારથી છૂટું અને સ્વરૂપપ્રાપ્તિના સુખને ક્યારે પ્રાપ્ત કરું તેની ઝંખના સદૈવ તેના ચિત્તને જાગૃત રાખે છે. સમ્યગ્દાન આત્માને સંસારમાં પુણ્યયોગનો ઉદય છતાં એકાંતમાં એ સર્વ સાંસારિક વૈભવ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. એ વૈભવની વૃદ્ધિ એને ત્રાસ આપે છે. બંધનરૂપ લાગે છે. વિષયાસક્ત રાગ પુદ્ગલકો, ધરી નરજન્મ ગમાવે, કાગ ઉડાવણકાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે. ૨૯ ગતિ યુગલમાં દુઃખ પામી તેણે ઇછ્યું કે મનુષ્યપણું મળે તો હવે ભ્રાંતિગતપણે સુખ શોધવા જે વિષયોનું સેવન કર્યું, પુદ્ગલનો રાગ કર્યો તે ત્યજી દઉં. પરંતુ શું બન્યું ? નરભવ પામીને એણે એ ભ્રાંતિને પુષ્ટ કરી. જેમ જેમ સાંસારિક સાધનો વધતાં ગયાં તેમ મોહ વધતો ગયો. પછી તો તેને સ્વરૂપનું વિસ્મરણ એવું થયું કે મનમાં કોઈ ખૂણે શોધવા છતાં તેને આ સ્વરૂપનું અનુસંધાન જ ન મળ્યું. અનંતકાળના પરિચયવાળા પૌલિક પદાર્થોના મોહમાં ફસાઈ ગયો. કોઈ બ્રાહ્મણને માર્ગમાંથી રત્નોની પોટલી મળી. મુસાફરીમાં ચાલતા તે થાક્યો હતો. એક વૃક્ષ નીચે વિરામ કરવા સૂતો. તે જ વખતે તે વૃક્ષ પર એક કાગડો આવી કા કા કરવા લાગ્યો. બ્રાહ્મણની આંખો નિંદથી ઘેરાતી હતી, તેણે પેલી પોટલીમાંથી એક રત્ન કાઢ્યું અને કાગડાને ઉડાડવા ફેંક્યું. કાગડો થોડી વાર માટે ત્યાંથી દૂર ગયો. પરંતુ તેને કોણ જાણે મજા પડી ગઈ કે શું ? પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only 36 www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy