SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ પ્રવૃત્ત થવું. રોગીને નિરોગી થવું હોય તો તેણે ઔષધ અને પથ્યનું સેવન કરવું જોઈએ. તેમ જેને પરમાર્થ પંથે જવું છે તેણે પ્રથમ પાપનો ત્યાગ કરી પુણ્યના નિમિત્તોનું અવલંબન લેવું. આત્મસ્વરૂપના સ્વભાવ તરફ લક્ષ્ય રાખી ઉત્તમ સાધનોનું સેવન કરવું. જગતમાં જે કંઈ વિચિત્રતા દેખાય છે તે માનવસર્જિત નથી, પરંતુ પુણ્ય અને પાપની લીલા છે. એક બાળ જન્મ્યો. કંઈ પણ અપરાધ વગર રોગી જન્મ્યો. આ જન્મનો ભલે અપરાધ ન હોય પણ પૂર્વજન્મના અપરાધનું પાપ સાથે લઈને આવ્યો છે. એક મનુષ્યને વગર પરિશ્રમે સંપત્તિ મળે છે. બીજો રાત્રિ-દિવસ પરિશ્રમ કરે, છતાં પેટ પૂરતું ખાવા મળતું નથી. એક બાળક જન્મ્યો, અને ચાંદીના ઘૂઘરે રમે છે. બીજાને ફાટેલી ગોદડી પણ સૂવા મળતી નથી. એક બુદ્ધિમંદ બીજો અતિ બુદ્ધિશાળી. આવા ભેદનું કારણ પોતાના કરેલા પૂર્વકર્મકૃત પરિણામ છે. તને ન સમજાય તો તે અન્ય કારણ શોધી કાઢજે. જન્મતાંની સાથે શા કારણથી સુખદુઃખની પરિસ્થિતિ સર્જાય છે ? અરે તું તિર્યંચમાં પણ જુએ છે કે એક હાથી રાજદરબારે બંધાય છે. બીજો જંગલમાં રખડે છે. સર્પ જેવી જાતિ પ્રત્યે મનુષ્યો તિરસ્કાર રાખે છે. પાળેલા કૂતરાને પ્યાર કરે છે. વળી જીવ કર્મને આધીન એકેન્દ્રિય આદિ જેવાં સ્થાનોમાં જન્મ લે છે. ઘણા પુણ્યના સંચયથી દેવ કે મનુષ્ય થાય છે. આ સર્વ પરિસ્થિતિ દરેકના પોતાના કર્મથી નિર્માણ થાય છે. દરેક પ્રાણી પોતાના સુખ કે દુઃખનું સર્જન કરવામાં સ્વયં જવાબદાર છે. ગમે તેવું સુખ મળ્યા પછી જો પુણ્યની પરંપરા જાળવી ન રાખે તો તે સુખ પછી દુઃખ અવશ્ય આવવાનું કાર છે. ગમે તેવું સતાના સુખ કે પરંપરા જાળવી પુણ્યથી મળતું સુખ સ્થાયી નથી. તે પુણ્ય પ્રકૃતિને આધીન રહેવાવાળું છે. એટલે જ્ઞાની પુરુષોએ જેમ પાપને ત્યાગરૂપ માન્યું છે. તેમ પુણ્યને પણ ત્યાગરૂપ માન્યું છે. કારણ કે ગમે તેવું પુણ્ય હોય તો પણ કર્માશ્રવ છે. આશ્રવ માત્ર હોય છે. છતાં ઉત્તમ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy