SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ માને તો કર્મનાં ફળ-બંધન, મોક્ષ વગેરેની વ્યવસ્થા ટકશે નહિ. ચૈતન્યની જીવનશક્તિ જ એવી છે કે પોતાના સ્વભાવને ધારણ કરીને જીવે છે. તેને જીવવા માટે પુદ્ગલાદિ પદાર્થોની જરૂર નથી. હું ત્રિકાળી ધ્રુવ તેથી કાળ આધારિત અસ્ત કે ઉદય મને નથી. હું જ્યાં છું ત્યાં સદાને માટે છે. આ જે દશ્યમાન છે તે અસતુ દેહાદિ હું નથી. ચૈતન્યને જડથી આમ જુદા અનુભવતાં જ તું મુક્ત ય મને છે એમ સાત ચતન્યને જડથીઆ જે જો હું મને શરીર માને તો મને રોગ, શોક, મરણ લાગુ પડશે. શરીર પોતે જ ભ્રાંતિ છે જે ઊપજે છે, લય પામે છે. તે શરીરને લોકો દિવ્ય બનાવવા, ટકાવવા પ્રયત્ન કરે છે. વૃદ્ધ થયા પછી પણ યુવાન રહેવાના પ્રયત્ન કરે છે. અરીસામાં મુખ પર કરચલી ન હોય તો હરખાય છે. કરચલી જુએ તો કરમાય છે, કારણ કે એને આ વિણસવાનો દેહનો સ્વભાવ ખબર નથી. દેહભાવ આત્મજ્ઞાનને અટકાવે છે. અને હું દેહ નથી, અચલ અકલ અવિનાશી ચૈતન્યસ્વરૂપ આત્મા છું તે ભાન આત્મજ્ઞાનને ટકાવે છે. માટે મનમાં વિચારીને સમજણ પેદા કર કે અનેક સ્થાનોએ ભટકીને આ માનવ જન્મ પામ્યો છું. શા માટે એ અચલ અને અકલ એવા આત્માનું ચિંતન ન કરું ? અનેક જન્મોમાં તેનું વિસ્મરણ કર્યું છે. હવે શા માટે અંતરાત્માને ત્યજીને વળી જન્મમરણના ધક્કે ચઢવું ? જે પરિવર્તનશીલ છે તે હું નથી. હું પરમચૈતન્ય સ્વરૂપી અવિનાશી તત્ત્વ છું. તે મારે ક્યાંકથી લાવવાનો નથી, તે તો છે છે ને છે જ. હું નિત્ય અજન્મા છું. મારો ક્ષય નથી કે મારું મૃત્યુ નથી, એમ તત્ત્વનો બોધ પામ. તન મન વચનપણે જે પુદ્ગલ, વાર અનંતી ધારયા; વસ્યા આહાર અજ્ઞાન ગહલથી, ફિર ફર લાગત પ્યારા. ૯૦ તન, મન અને વચન જે ચૈતન્યના સંચારથી સંચારિત છે. તે પુદ્ગલ છે, તેથી તો આત્મા જ્યારે જન્માંતર કરે છે ત્યારે શરીરનો એક રજકણ સાથે જતો નથી. મનના કરેલા અરમાનો સાથે જતો પણ નથી. જીવન દરમ્યાન તું જે કંઈ બોલ્યો તે શબ્દો ક્યાંય પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy