SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ થવું કઠણ નથી. નિજગુણ એ પોતાનું ઘર છે. કોઈ વ્યક્તિ પરદેશ કે તીર્થાટને જાય પછી પાછી ફરીને જ્યારે પોતાને ઘરે પહોંચે ત્યારે તેને હાશ થાય. તેમ અનાદિ કાળથી બહારના પદાર્થોમાં રાગાદિ કરીને ચારે ગતિનું પરિભ્રમણ પામેલો જીવ જો એક વાર સુખસ્વરૂપ એવા નિજગુણમાં સ્થિર થાય તો કેવી હાશ થાય. અર્થાત્ પરિભ્રમણથી મુક્ત થતાં સુખી થાય. જળો નામનાં જંતુને માનવશરીરના કોઈ દર્દ પર મૂકવામાં આવે છે ત્યારે તે શરીરમાં રહેલા શુદ્ધ-લોહીને પડતું મૂકીને અશુદ્ધ લોહીને ગ્રહણ કરે છે. તેને શુદ્ધ અશુદ્ધ લોહીનો ખ્યાલ નથી. તેમ અજ્ઞ જીવને પોતાના ગુણની શુદ્ધતાનો અને રાદિ અશુદ્ધભાવનો ભેદ સમજાયો નથી તેથી તે પોતાના સ્વભાવરૂપી ગુણને ત્યજીને પરપદાર્થોમાં રાગાદિભાવો કરીને મલિનતા ગ્રહણ કરે છે. જળો તો જંતુ છે તેને માનવ જેવી વિચારશક્તિ નથી. તેથી તે સંશાવશ વર્તે છે. પણ ભાઈ, તું તો વિચારશક્તિ યુક્ત છું. શા માટે શુદ્ધતાને ત્યજીને મલિનતાને ગ્રહણ કરે છે. જળો લોહી પીને ફૂલે છે, ફુલાય છે, પણ પછી તેને નિચોવીને લોહી કાઢે ત્યારે દુ:ખી થાય છે. તેમ તું પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિથી ફુલાય છે. પણ જ્યારે કર્મોનો વિપાક દુ:ખ આપે ત્યારે દુ:ખી થાય છે. આત્માના નિજગુણ એટલે જ્ઞાનદર્શન, સુખ, આનંદ વગેરે છે. છતાં મોહની સત્તાને આધીન હોવાથી તે પુદ્ગલનો આશ્રિત બનીને પોતાના નિજગુણમાં વિષને ભેળવે છે. એટલે જ્ઞાની છતાં અજ્ઞાનીની હારમાં ગોઠવાઈ ગયો છે. પૌદ્ગલિક પદાર્થોના સંગ્રહમાં તેની મૂર્છામાં પોતાના સામાર્થ્યને ક્ષીણ કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્મા દેહનો નેહ ત્યજી દે છે. પુદ્ગલનો એક પ્રકાર આ દેહ પણ છે. તે પ્રત્યેની મમતાને જાનું તાદાત્મ્ય કહેવામાં આવે છે. માનવદેહને સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિયો મળી છે. સપ્તધાતુવાળું આ શરીર અપવિત્ર છે. સૃષ્ટિનાં પ્રાણીઓમાં પૂરી સાત ધાતુ માનવદેહમાં છે. તે જ અપવિત્રતા છે. તે ક્યારે ૮૬ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy