SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સુખાદિનો અનુભવ તે જ્ઞાનના ઉપયોગ દ્વારા થાય છે. જગતમાં પુદ્ગલના ગમે તેવા ચમકારા તમે જોતા હોવ, હવાઈ જહાજ કે માનવયંત્ર વગેરે પરંતુ તેમાં જાણવાની ક્રિયા થતી નથી. જહાજ તૂટી પડે તેમાં મુસાફરી કરતા માનવો આગમાં શેકાઈ જાય, બૂમો પાડે પણ જહાજ ચીસ પાડતું નથી. આત્મામાં જેમ બાહ્ય પદાર્થોને જાણવાની શક્તિ છે, તેમ પોતાના જ આત્મસ્વરૂપને જાણવાની શક્તિ છે. વળી પોતાને જાણ્યા સિવાયનું સૃષ્ટિના પ્રકારોને જાણવું વ્યર્થ છે, કારણ કે જીવ દેહ છોડીને અન્ય દેહમાં સ્થાન લે છે ત્યારે તે જાણેલું વ્યર્થ જાય છે. પણ જો પોતાને જાણે છે અને તેની જ ઉપાસના કરે છે તો પુદ્ગલની જાળમાંથી તે મુક્ત થઈ દુઃખ વગરના સુખને પ્રાપ્ત કરે છે. ખાવાપીવા વગર સુખ પામે છે, શરીર વગર સુખ પામે છે. એ તને હવે પછી સમજાશે. કોઈ બુદ્ધિમાન તબીબ દુનિયામાં નિષ્ણાત મનાય, આયુષ્ય કર્મ પૂરું થયે અવસાન પામે. ધારો કે અન્યત્ર નરદેહ પામે. પરંતુ બાળક તરીકે જ્યારે શાળાએ જાય ત્યારે તેને કે.જી.માં બેસવું પડે. પૂર્વજન્મમાં તબીબ હોવા છતાં તે બાળકને આગળ તબીબી શિક્ષણ અપાતું નથી, તેથી સમજાશે કે બુદ્ધિથી માંડી જે કંઈ પુદ્ગલના ખેલ છે તે જન્માંતરે બદલાઈ જાય છે. કેવળ એવા પરિવર્તનશીલ પુદ્ગલમાં સુખ ક્યાંથી હોય ? પુદ્ગલ કાલા નીલા રાતા, પીલા પુગલ હોય; ધવલાયુક્ત એ પંચવરણ ગુણ, પુદ્ગલકુંકા જોય. પુગલ વિણ કાલા નહિ બે, નીલ રક્ત અરૂ પીત; શ્વેત વર્ણ પુદ્ગલ વિના બે, ચેતનમે નહીં મીત. ૪ ભાઈ ! તારી વૃત્તિ જેનાથી લોભાય છે તેવા કાળા, નિલા, રાતા પીળા કે ધોળા વર્ણનું નામ નિશાન ચેતનમાં નથી. વળી આ વર્ણ – રંગને જોઈને તને ગમો અણગમાના વિકલ્પ ઊઠે છે. જેમકે વાળ કાળા ગમે, ચામડી ગોરી ગમે, આમ તને એક જ વર્ણ એક પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy