SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ્યો. એક સાથે જન્મ્યો, શ્વાસ લીધા, મર્યો. જમ્યો ક્યારે અને મર્યો જ્યારે એનું માપ કાઢી ન શકાય તેવા વેગથી જન્મ્યો અને મર્યો. ત્યાં વળી જગતસ્થિતિના નિયમે એક આત્મા સંપૂર્ણપણે સંસારથી મુક્ત થતાં તારી આગળના ક્ષેત્રમાં જગા થઈ. તું હવે નજરે દેખાય તેવું એકેન્દ્રિયપણું પામ્યો. ત્યારે કંઈ તું સુખી હતો તેવું ન હતું. ક્રમે કરી આગળની અવસ્થાઓ પામ્યો, તેમાં વળી અજ્ઞાનવશ અધમ કાર્યો કરી જેના વર્ણનના શ્રવણથી તું કંપી ઊઠે તેવા નરકાવાસમાં ઉત્પન્ન થયો. નરકભૂમિમાં ક્યાં તો કાંકરામાં જ જનમ ગાળ્યો. ક્યા કાદવમાં, ક્યાં ધૂળમાં, ક્યાં અંધકારમાં ઘણો લાંબો કાળ ગાળ્યો. ન ખાવા મળે, ન પીવા મળે. ક્યાંય નિરાંત નહિ. બસ મારો, કાપો એમ અન્યોન્ય ક્રૂરતાભાવથી જીવ્યો. અત્યંત અશુચિમય પદાર્થોનું શરીર, પ્રહણ પણ તેવા જ પદાર્થોનું કર્યું. એક ક્ષણ એવી ન હતી કે કંઈક વિશ્રામ પામ્યો હોય. નિગોદમાં ભીનું, અતિ વેગવાળા જન્મમરણનું દુઃખ હતું. પરંતુ આ નરકમાં મહાયાતના હતી. નિગોદથી બહાર નીકળ્યો પણ દુઃખથી પીડાતો રહ્યો. એવાં કષ્ટ વેઠીને બહાર નીકળ્યો છતાં કંઈ ભાન ન આવ્યું. પાય અકામનિર્જરાકો બલ, કિંચિત્ ઊંચો આયો; બાદરમાં પુદ્ગલ રસ વશથી, કાલ અસંખ્ય ગમાયો. ૨૪ ચૈતન્યનો વાસ્તવિક વિકાસ બોધરૂપ પરિણતિથી અર્થાત્ સકામ નિર્જરાથી છે. પરંતુ અજ્ઞાનદશામાં જીવને આત્મરૂપે બોધ પરિણતિનો અભાવ હોવાથી તે અકામ નિર્જરા કરે છે. અકામ નિર્જરા થવાનું સાધન કેવળ દુઃખને લાચારીથી સહન કરવું; એવી અકામ નિર્જરાથી તેનો ઇન્દ્રિય વિકાસ થયો, એટલે એકેન્દ્રિયપણાથી આગળ વધી તે બે ઇન્દ્રિયપણું પામ્યો. એમ પંચેન્દ્રિયપણા સુધી પહોંચ્યો. પણ તેમાં આત્મિક વિકાસ ન થયો. તે તે સ્થાનોમાં દેહભાવથી સંજ્ઞા બળે જીવે અસંખ્ય જન્મો ગાળ્યા. સ્થાવરણપણામાં એકેન્દ્રિયપણે રહી પૃથ્વીકાયજન્ય જન્મો ધારણ કરી દટાયો, શેકાયો, પિલાયો, એવાં દુઃખો સહન કરી પ્રાયઃ તે પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy