________________
વગર તું દેવલોકમાં ગયો, ત્યાંનાં સુખભોગનાં અત્યંત ઉત્તમ સ્થાનો જોઈને તું ચકિત થઈ જઈશ. અને લોભાઈ પણ જઈશ. તને થશે કે વળી આનાથી વધુ સુખ શું હોઈ શકે. ત્યાંનો કાળ તો લાંબો છે પરંતુ અવધિવાળો તો ખરો જ ને ? દેવલોકની સ્વયં એવી રચના છે કે છ માસ આયુષ્યના બાકી રહે ત્યારે તને દેવલોકના પ્રતીક રૂપે મળેલી માળા કરમાવા માંડે, ત્યારે તું વિસ્મય પામે. તને ખબર પડે કે તારે હવે અહીંથી જવાનો સમય થયો છે. અને તારા હાંજા ગગડવા માંડે છે. પગ ધ્રૂજવા માંડે છે.
વળી તારી પાસે ત્યાં અવધિજ્ઞાન હોવાથી તને તું જન્મ લેવાનો છું તે સ્થાન દેખાય છે. ક્યાં પાણીનાં સ્થાનો, ક્યાં હીરાની સોનાની ખાણો, ક્યાં સુંદર વૃક્ષો, ક્યાં સપ્તધાતુથી ભરેલું ગર્ભસ્થાન. તું કંઈ વિચારે તે પહેલાં તો એ છ માસ પૂરા થઈ જાય છે. તારું પુણ્ય પણ પૂર્ણ થાય છે. અને તું અનિચ્છાએ તે તે સ્થાનમાં જન્મ લે છે. ભૂલી જા કે તેં દેવલોકનાં સુખ ભોગવ્યાં હતાં. સાગરની ઉપમા પામેલાં વર્ષોની ગણતરી કરવા જાય તો તેનું કોઈ લેખું તું ગણી શકતો નથી. એ કાળ તો ઝડપથી પૂરો થયો અને તારે ભાગ્યે તો દુર્ગતિના સ્થાનમાં દુઃખ જ ડોકિયાં કરતું રહ્યું.
દેવતણાં સુખ વાર અનંતી, જીવ જગતમેં પાયા; નિજસુખવિણ પુદ્ગલસુખસેંતી, મન સંતોષ ન આયા. ૩૫
ભાઈ ! તારી અલ્પમતિથી આ જગતનું સ્વરૂપ સમજાય તેમ નથી. તારે જો સન્માર્ગે ચઢવું છે તો સર્વજ્ઞના કથન પર, તેમના વચન પર વિશ્વાસ મૂક, નિષ્કામ કરુણાશીલ સત્ પુરુષોએ જગતનું સુખદુઃખરૂપી દ્વંદ્વાત્મક સ્વરૂપ જોયું. પ્રથમ તેઓ સ્વયં જાગૃત થઈ ગયા. એ દ્વંદ્રમાંથી બહાર નીકળ્યા. અને જગતના જીવોને કહ્યું કે ભાઈ ! તમે ભલે દેવલોકમાં જાવ અરે ! તમે અનંતીવાર ગયા છો, પરંતુ પાછા દુઃખ જ પામ્યા છો. કારણ કે આ કર્મનો ન્યાય ઘણો વિચિત્ર છે. જીવ સ્વરૂપમાંથી બહાર નીકળી વિભાવદશામાં ગયો કે કર્મ દુ:ખદરૂપે પરિણમે છે, અને દેહ દ્વારા જીવને દુઃખ-પીડા આપે છે. આવા લોકસ્થિતિના નિયમને નાગેન્દ્ર કે જિનેન્દ્ર તોડી
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
४७
www.jainelibrary.org