SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કહેશે સોનું પીળું છે. કોઈ કહેશે કઠણ છે. કોઈ કહેશે ચમકદાર છે. કોઈ કહેશે કીમતી છે. ચારેની વાત સાચી છે. પણ કોઈ કહે કે સોનું કાળું નથી, પોચું નથી, ઝાંખું નથી, કે કિંમત વગરનું નથી તો તેની વાત પણ સાચી છે, પીળું છે માટે કાળુ નથી. કઠણ છે માટે પોચું નથી. સમાજમાં દરેક ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં જો સ્યાદ્વાદશૈલી સ્વીકારવામાં આવે તો જીવોના વિચારમાં ઉદારતા આવે, સંઘર્ષો ઘટે, રાગાદિભાવો ઘટે. કાર્યક્ષમતા વધે. જિનેશ્વર ભગવંતે સ્યાદ્વાદની કંઠી આપીને તો મહાન ઉપકાર કર્યો છે. દરેક દર્શનના મતને પણ જૈનદર્શને સમાવેશ કર્યો. તે તે દર્શનના એકાંત નિરૂપણમાં પણ અપેક્ષિત સત્ય જોયું છે. કોઈ મત કહે છે કે આત્મા કેવળ શુદ્ધ જ છે. ફૂટસ્થ નિત્ય છે. જૈનદર્શને ‘કેવળ'ની આગળ ‘અપેક્ષા' શબ્દ મૂકી વસ્તુના મૂળ સ્વરૂપ અને તેના મતને ન્યાય આપ્યો છે. આત્મા અપેક્ષાએ શુદ્ધ છે. અપેક્ષાએ નિત્ય છે. પુરણ ગલન ધર્મથી પુદ્ગલ, નામ કેવળ વિણ પરજાય અનંતી, ચાર જિનેશ્વરે ભગવાને ભાખ્યું છે ઉપદેશ્યું છે કે આ પુદ્ગલ પૂરણ પૂરાય, ભરાય. ગલન ગળે, તેવા કેંદ્ધ ધર્મવાળું છે. એક ચૈતન્ય તત્ત્વ જ એવું છે તેમાં ક્યારે પણ પૂરણ ગલન થતું નથી. પુદ્ગલમાત્ર પરમાણુનો ઢગલો-સમૂહ છે. તે પરમાણુઓ સ્વભાવથી જોડાય અને વિખરાય તેવાં લક્ષણવાળાં છે. પર્વતની કઠણ શિલામાં પણ ક્ષણે ક્ષણે પરમાણુઓ જોડાય છે અને વિખરાય છે. તમે પહેરેલા હીરા-સોનામાં પરમાણુઓ જોડાય છે, વિખરાય છે. દેહમાં કેટલાય પરમાણુઓ જોડાય છે, વિખરાય છે. આ ક્રિયા ઘણી સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતી નથી. ૧૧૨ જિણંદ વખાણે જ્ઞાન નવિ જાણે. ૭૦ = પુદ્ગલ માત્રના સ્પર્શાદિમાં આવી ભયંકર ક્રિયા સમયના અંતર વગર ચાલ્યા જ કરે છે. તેમાં જગતસ્થિતિ સ્વભાવ જ કારણ છે. કોઈ વ્યક્તિવિશેષનું એ કાર્ય નથી. Jain Education International — પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy