SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીજનોએ આ સ્વરૂપને કેવું જોયું ? આ આત્મા શરીર વગર ટકે, વચન વગર ટકે, મન વગર ટકે, રાગાદિભાવ વગર ટકે, ઇન્દ્રિયો વગર ટકે. ગૃહ - નગર વગર ટકે. ધન ધાન્ય વગર ટકે. સોના રૂપા વગર ટકે, હીરા-માણેક વગર ટકે, સ્ત્રીપુત્રાદિ વગર રહે, વન-ઉપવન વગર ટકે, મહેલ અને જંગલ વગર ટકે. તો પછી આત્મા શાનાથી ટકે ? ભાઈ આત્મા સ્વરૂપથી ટકે. તેના જ્ઞાનાદિ ગુણોથી ટકે, ચેતનાથી ટકે, અને પુદ્ગલમાં તો જ્ઞાનાદિ કંઈ છે નહિ, તો પછી પુદ્ગલથી આત્મા ટકે તેમ બનવું સંભવ નથી. વીખરાતા વાદળને કોણ સ્થિર રાખી શકે? પુદ્ગલ પોતાના સ્વભાવથી જ અસ્થિર છે તેને ટકાવવાનો પ્રયત્ન વ્યર્થ છે. એને ટકાવવાની તારી ગમે તેવી યુક્તિ કે પદ્ધતિ હોય તો પણ તે પૂર્વે તેમાં સફળ થયો નથી, ભવિષ્યમાં સફળ થવાનો નથી. વર્તમાનની મહેનત પણ વ્યર્થ તું ગમે તેવા રોટલા ઘડાવે અને આરોગે તો પણ તારે તે મેળવવા પુનઃ પ્રયાસ કરવો પડશે. તું ગમે તેવા ધન-ધાન્યનાં પોટલાં બાંધે તે સર્વ નષ્ટ થવાનાં છે. તે ગમે તેટલા ઓસરી-ઓટલા બાંધે પણ એક દિવસ મૂકવાના છે. સ્ત્રીઓ ગમે તેટલા સુંદર ચોટલા વાળે તે પણ રોજ રોજ ઘસાતા રહે છે. આમ તારા રોટલા, પોટલા, ઓટલા કે ચોટલા રાખ્યા રહેવાના નથી. જ્ઞાની પુરુષોના વચનબોધને હૃદયમાં ધારણ કરી, જે તારું નથી તેનો જરાય ગર્વ ન કરતો. દુર્યોધન જેવો પરાક્રમી, ગર્વીલો માનવ હું મરીશ નહિ તેમ માનતો હતો. એક દિવસ તેનો સર્વ ગર્વ ગળી ગયો અને ધૂળમાં એકાકી પડ્યો પડ્યો મરણ પામ્યો. દ્રૌપદીએ રૂપના ગર્વમાં વિનયને ત્યજી દીધો. જરા જેટલા ગર્વને પરિણામે બંને કુટુંબનો મહાસંહાર થયો. સૌ માટીના બનેલા માટીમાં મળી ગયા. ગર્વ મહા દોષ છે. તેને સલામ કરી વિદાય કરવો સારો. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy