Page #1
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ
સાહિત્ય સૌરભ - ગ્રંથ-૧
જૈન ધર્મ દર્શન
H2H
સંપાદક:
ડૉ. હસુ યાજ્ઞિક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ દર્શન
ડૉ. રમણલાલ ચી. શાહ જેવા શીલવાન, સન્નિષ્ઠ અને અભ્યાસરત લેખકના જૈનધર્મદર્શન વિષયક લેખોના સંપાદનનું આ પુસ્તક છે. એમાં આરંભમાં જૈનધર્મ વિશેનું મુખ્ય અધિકરણ આપીને તીર્થંકર, નવકારમંત્ર, નવકારમંત્રની શાશ્વતા, પંચપરમેષ્ઠી, સમવસરણ દિવ્ય, ધ્વનિ, સિદ્ધ પરમાત્મા, આચાર્યપદના આદર્શ, ઉપાધ્યાયપદની મહત્તા, જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, નિગોદ, પુદ્ગ-પરાવર્ત, લેશ્યા, સંલેખના, સંમુદ્દાત અને શૈલેશીકરણ વગેરે પર્યાયો પણ સમજાવ્યા છે. પાંચમા વિભાગમાં લેખકે જિનવચનનું વિવરણ કર્યું છે.
ધર્મતત્ત્વ અને એનું પાયાનું તત્ત્વજ્ઞાન અધ્યાત્મ વિદ્યાનો ગૂઢ વિષય છે. માત્ર વાંચવાથી, વિવરણ અને સ્પષ્ટીકરણથી એ ન સમજાય. ડૉ. રમણલાલ શાહે જનસામાન્યને દૃષ્ટિમાં રાખીને એમની તાત્ત્વિક વિદ્યાનિષ્ઠ પ્રવૃત્તિ અને સરળતા તથા સ્પષ્ટતાથી ધર્મતત્ત્વ સ્પષ્ટ કર્યું છે. અધ્યાત્મવિદ્યાના સૂત્રબદ્ધ ને લાઘવથી જ અભિવ્યક્ત થતા શાનને જનસામાન્ય સુધી પહોંચાડવાનું કાર્ય સહેલું નથી. એ માટે પાંડિત્ય ઉપરાંત શિક્ષકધર્મ અને એની જાગૃતિ પણ જોઈએ. આ બંને ડૉ. રમણલાલ શાહને સ્વયંસિદ્ધ છે. એથી એ ધર્મના ગૂઢતત્ત્વને પણ સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી શક્યા છે. તે સાથે જ મૂળના હાર્દ અને ગાંભીર્યને પણ જાળવી શક્યા છે. આ માટે એમની બહુશ્રુત વિદ્વત્તા અને શિક્ષકનાં દૃષ્ટિ-શક્તિ બંને કામ લાગ્યાં છે.
જૈન ધર્મીઓ માટે તેમજ જૈનધર્મ અને દર્શનમાં જેમને પણ રસ છે. તે સહુ માટે પાઠ્યપુસ્તક પ્રકારનો આ ઉપયોગી જ્ઞાનકોશ છે.
For Private & Personal Use On
TUJUI MILLI
www.jainary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
Main Education International
STANCE PENY
INDIA
all 6.8.4. RS
Rict
al.dll sigy
RAN LAINO
AN
LIONS
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ – ગ્રંથઃ ૧
જૈનધર્મ-દર્શન
સંપાદક : ડૉ. હસુ યાજ્ઞિક
સંયોજક : ડો. ધનવંત શાહ
પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનારે, ૧૪મી ખેતવાડી,
મુંબઈ – ૪૦૦ ૦૦૪.
મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કુ. મુંબઈ - અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
DR. RAMANLAL C. SHAH SAHITYA SAURABH-1 "JAIN DHARMA DARSHAN" collection of articles on Jainism written by Dr. Ramanlal C. Shah Edited by Dr. Hasu Yajnik
Published by SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohmandi Minar, 14th Khetwadi, Mumbai - 400 004. (India)
No Copyright પહેલી આવૃત્તિ: ૧૫ ઑગસ્ટ, ૨૦૦૬ પૃષ્ઠસંખ્યા: ૨૬+૨૯૮ (છબીસંપુટ ૧૬ પાનાં) = ૩૪૦
નકલ : ૫૦૦
કિંમત રૂ. ૨૨૦
મુખ્ય વિક્રેતા :
૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ટેલિ.: (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
આર. આર. શેઠની કુ.
‘દ્વારકેશ' રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટેલિ.: (૦૭૯) ૨૫૫૦૬ પહ૩
ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય ૨0૧. તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ : ફોન : ૨૬પ૬૪૨૭૯
મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્પણ
ડો. રમણભાઈના પ. પૂ.ગુરુજનોને...
આપના બોધે સમાજને મળ્યા એક શ્રુતજન
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
3
Page #8
--------------------------------------------------------------------------
________________
રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી
ગ્રંથ
સંપાદક ૧. જૈન ધર્મદર્શન . . . . . . . . . . . . . ડૉ. હસુ યાજ્ઞિક ૨. જેન આચાર-દર્શન ...........ડો. જિતેન્દ્ર બી. શાહ ૩. ચરિત્રદર્શન ...............ડૉ. પ્રવીણ દરજી ૪. સાહિત્યદર્શન ..............ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ ૫. પ્રવાસ-દર્શન
.પ્રા. જશવંત શેખડીવાળા ૬. સાંપ્રત સમાજ-દર્શન ......... પ્રા. જશવંત શેખડીવાળા ૭. શ્રુતઉપાસક ....... પ્રો. કાંતિ પટેલ ડો. રમણલાલ ચી. શાહ (સહસંપાદક)
શ્રીમતી નિરુબહેન શાહ, ઉષાબહેન શાહ, પુષ્પાબહેન પરીખ
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ડૉ. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ સંસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પુણ્યાત્મા જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯માં થઈ. એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરાં કરી ૭૮મા વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડૉ. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉંમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો પ૩ વર્ષનો દીર્ઘ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ઘ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા.
રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ. પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભાઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક જવાબદારી સોંપતા ગયા, જે રમણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને પ્રત્યેક કાર્યથી સંસ્થાને ઊજળી કરી.
૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનનાં બધાં પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૬માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખપદેથી રાજીનામું આપી સંસ્થાની કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું.
સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા કાલેલકર, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ જેવા વિદ્વાન મનીષી બિરાજ્યા હતા રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાનમાળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને એક આગવી યશગાથા સુધી લઈ ગયા. આમ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા.
રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મજિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણીબધી એવી ઉત્તમ સંસ્થાઓ છે જે ધનને અભાવે પોતાના સેવાકાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું. આના પરિણામે આજ સુધી ગુજરાતની ૨૧ સંસ્થાઓને કુલ પોણા ત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે.
આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર પ્રબુદ્ધ જીવન છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકાના નામથી શરૂ કર્યું અને ૧૯૩૩માં પ્રબુદ્ધ જૈન' અને પછી ૧૯૫૩માં “પ્રબુદ્ધ જીવન” નામ ધારણ કરી જીવનના વિશાળ ફલકને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮માં વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રીસ્થાને શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજસુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં પ્રબુદ્ધ જીવન'નું તંત્રીસ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્તલેખોથી પ્રબુદ્ધ જીવનને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ
Page #11
--------------------------------------------------------------------------
________________
ઋણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી. - પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ પ્રબુદ્ધ જીવન' તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ. દષ્ટિસંપન્ન ધનવંતભાઈને સોંપી પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્થાનને માટે ઉચિત વેળાસર પસંદગી કરી અમને આજની ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદૃષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રીસ્થાને આજનું પ્રબુદ્ધ જીવન' પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઊજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ ઝૂકે છે.
ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ'ના ગ્રંથોની યોજના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજને કેમ સ્વીકારે ? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક “દર્શન' પામી ગયા હશે.
આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી હતી.
- રમણભાઈના વિપુલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્યસાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્યધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગીરથ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું.
આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી, ડો. જિતેન્દ્ર શાહ, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત “શ્રતઉપાસક ડો. રમણલાલ ચી. શાહ ગ્રંથના સહસંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહનો આભાર તો કેમ મનાય ? એમના પરિશ્રમને અભિનંદું
યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ કરવો પડે.
Page #12
--------------------------------------------------------------------------
________________
એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યા છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ.
ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જયાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય.
બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. રમણભાઈનાં સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધા સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે.
આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાના ભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાના ભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ?
આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ.
પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વસૂરિઓનાં પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો. એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ?
“પ્રબુદ્ધ જીવનના ૧૬ ફેબ્રુઆરીનો કડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ડો. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦૨૨ તારીખની આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતિ કરી અને તરત જ માતબર રકમનો ચેક મોકલી આપ્યો ! પૂ. રમણભાઈ આવા કેટકેટલા શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારાં કેટલાં બધાં સદ્દભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદૂભાવ પ્રાપ્ત થયો !
Page #13
--------------------------------------------------------------------------
________________
આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીનાં પુણ્યકર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે.
આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઇપસેટિંગ અને મુદ્રણકાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રૂપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહ૨ભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ઠની યથાયોગ્ય સુંદર ડિઝાઇન માટે શ્રી મોહનભાઈ દોડેચાનો અંતરથી આભાર માનીએ છીએ.
આ ગ્રંથોની જાહેરાત થતાં જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યા. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર.
સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયા૨ થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથનાં પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર ક૨શો, પણ આપનો પ્રતિભાવ જરૂર જણાવશો.
આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાનપ્રકાશ અને શબ્દોના તેજપુંજથી ઝળહળતું એઓશ્રીનું
જ્ઞાનજગત.
આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતાં અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે કયા શબ્દોમાં દર્શાવીએ ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ.
તા. ૧૫-૮-૨૦૦૬
९
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ
Page #14
--------------------------------------------------------------------------
________________
સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કૉલેજકાળથી હતાં. એટલે લગભગ ૪૦ વર્ષથી પ્રબુદ્ધ જીવનનું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન-શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરેય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબોગજબનું સંસ્કારઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવાર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું.
પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષાશાસ્ત્ર શીખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વતા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા.
ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્દભાગી ઘડી હતી.
બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સદ્દભાગ્ય ગણું
સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે
૧૦
Page #15
--------------------------------------------------------------------------
________________
યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવનપાથેય મળી રહેતું. શ્રાવકજીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મમ હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા.
પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રશંસા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે.
પૂ. સાહેબે તેમનો ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહીમિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક જ બની ગયો. આટલું બધું પરિશ્રમપૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ, આ ગ્રંથને તો ડી.લીટ.ની ઉપાધિ મળવી જોઈએ. પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...” તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે – ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર' અને “જ્ઞાનસાર' બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈનજગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું ? અને એ માટે હું અધિકારી પણ નથી.
એક વખત ફોન ઉપર વાતો કરતાં કરતાં મેં સાહેબને કહ્યું, આપનું સાહિત્યજગત વિશાળ છે, એનું ચયન કરી ચાર-પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહજ બોલાઈ ગયું : “હા, હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું. પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઈચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું ! એ એમને દુ:ખ હતું. અજાણતાં થઈ ગયેલા આવાં સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન !
પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુચરિત પ્રા. જશવંત શેખડીવાળાસાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
સંકેત છે.
પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કરું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને ટાળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ ના’નો છેદ ઉડાવી શક્યો. જોકે ના’ ન પાડવામાં પણ મારા પ્રેમને દુઃખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો.
તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧-૧૨૦૦૫ના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કાંઈ પણ હા-ના કરે એ પહેલાં સર્વે સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ-ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સંયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સદ્ભાગ્ય.
તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછ્યું. સાહેબ કહે, શેખડીવાળાસાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.' મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉ૫૨ વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિર્ય ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યાં. સાહેબે સંમતિ આપી.
આ ચયનગ્રંથોની સાથોસાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયા૨ થાય એવો અમારા મનમાં ભાવ જન્મ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું.
બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું ‘આવો ગ્રંથ તૈયાર ન કરશો અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્યસંચય જ કરો.' વ્યક્તિની હયાતિમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મબંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યાં.
આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉ૫૨ ‘પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા ! !
પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવનપ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના ‘પ્રબુદ્ધ જીવન’ના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો ‘શ્રદ્ધાંજલિ’ અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો ‘ડૉ.
१२
Page #17
--------------------------------------------------------------------------
________________
રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ’ અંક. એ બંને અંકોના સમન્વય રૂપ ગ્રંથ આજે ‘શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ’ના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્યું ઢંકાતા નથી. સ્મરણિકા ‘અંક’ માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખોને સમયમર્યાદાને કા૨ણે એ અંકમાં સમાવી ન શકાયા, એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો એટલે ‘શ્રુતઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ ‘શ્રુતઉપાસક' ગ્રંથના પ્રેરણાસ્રોત એ જિજ્ઞાસુજનો અને પૂ. સાહેબના ચાહકો છે.
પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણસામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઊઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાય અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેક.
ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળાસાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માણ્યું. મારા માટે તો વિદ્વદર્શન હતું.
સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો, નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય.
મેં. પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની ‘હા-ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ જૈન ધર્મદર્શન’ અને જૈન આચારદર્શન’ પ્રાપ્ત થઈ રહ્યા છે.
‘શ્રુતઉપાસક ડૉ. ૨. ચી. શાહ’ ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને
१३
Page #18
--------------------------------------------------------------------------
________________
પણ મૂર્ધન્ય વિદ્વજનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબહેને શિષ્યહક અને મેં મિત્રકનો ઉપયોગ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હોંશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે.
સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ રાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટે તો મુદ્રણવ્યવસ્થા પણ સંભાળી. આ સર્વેનો અંતઃકરણથી આભાર માનું છું.
ઉપરાંત આ ગ્રંથનિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સીંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું.
આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારાં મોટાં બહેન તુલ્ય પૃ. તારાબહેનનાં ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદું છું.
સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉ૫૨ આવા આત્મસંતર્પક શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવા મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે.
સમગ્ર ગ્રંથરચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો.
અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું ? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સદ્ભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ-વ્યાપારજગતમાં પૂરો ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખનચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાય.
આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી ૫૨માત્માને પ્રાર્થના.
તા. ૧૫-૮-૨૦૦૬
એફ-૭૬, વિનસ એપાર્ટમેન્ટ,
વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦ ૦૧૮.
73
– ધનવંત શાહ
Page #19
--------------------------------------------------------------------------
________________
સહુના રમણભાઈ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણાપ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્ત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે.
આ સંસ્થાના ૭૭ વર્ષના ઇતિહાસમાં એક હ્રદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ ‘શ્રુત ઉપાસક રમણભાઈ’ આ સાત ગ્રંથ ઉપરાંત તેમનાં વ્યાખ્યાનોની એક સી.ડી.ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને રમણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા સ્નેહાદરનો ઉત્સવ.
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે રમણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨થી ૨૦૦૫ એટલે ૫૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય, કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકેનો સંબંધ, આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂજપૂરિયા, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સદ્ભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદર રમણભાઈની એ
95
Page #20
--------------------------------------------------------------------------
________________
મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કોલેજ હોય, યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, N.C.C. કે સમાજસેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઊણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C.ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જૈન ધર્મના અભ્યાસ, ધર્મઆરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યમાં સારાં પરિણામ આવ્યાં.
દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબ તેમણે સંઘના વિકારાનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત, વસ્તૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યા. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા. કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા, ચીવટથી કામ કરવાની તૈયારી, પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી રમણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્વળ થતી ગઈ.
સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો પોતાનો વિકાસ ઘણો થયો. પ્રબુદ્ધ જીવનના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્યવિકાસમાં મદદરૂપ થયો. કરુણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં કયાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી.
યુવક સંઘમાં “દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ'માં છપાયેલાં તેમનાં જૈન
१६
Page #21
--------------------------------------------------------------------------
________________
ધર્મવિષયક પુસ્તકો, પ્રબુદ્ધ જીવન', જૈન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યાં, જેથી તેમનો પ્રશંસક વર્ગ અને તેમનું મિત્રવર્તુળ વિકસતું ગયું. જૈન યુવક સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે.
આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અને અનુભવીએ છીએ.
આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, . આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે.
કોનો કોનો આભાર માનું ?
સહુ પ્રથમ આભાર પરમ હિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડો. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારાં આવાં સ્નેહીજનો આપ્યા.
આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષતઃ વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ – શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો, જેમના સદ્દભાવભય નિર્ણય અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું.
આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલાં વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડૉ. રમણભાઈનાં વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી. પ્રબુદ્ધ જીવનના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનાર અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુ-સાધ્વી સમુદ્રય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતસ્તલમાંથી પ્રેમના, પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે ! વિશેષતઃ ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની
૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈનાં વર્તમાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા માટે. કૃતજ્ઞભાવે સહુનો આભાર.
આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો – પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડૉ. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું.
આભાર “શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદકબહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબહેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો આભાર “શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે.
આભાર સંઘની મુદ્રણ કમિટિનો – મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે.
આભાર શ્રી જવાહરભાઈ શુક્લનો, હવે જેઓ અમારામાંના એક છે – ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર કરી શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ તૈયાર કરવા માટે. છેલ્લી ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે.
સ્નેહી શ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદર અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યાં અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંતકરણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારીગણનો ભેરેથોન ગ્રૂપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન કરવા અને ચિત્રોની સુંદર ગોઠવણી કરી આપવા માટે.
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઓફિસ સ્ટાફને તો કેમ ભુલાય ? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીને તનતોડ મહેનત કરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબહેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર.
આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો – જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે.
આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી
१८
Page #23
--------------------------------------------------------------------------
________________
કરવી, જરા પણ ઊણપ કે કચાશ ન રહે, દરેક વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે.
આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતાં રહ્યાં, તેમને કેમ ભૂલું ?
આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડૉ. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો વિશેષતઃ બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદર અને સન્માનની લાગણીથી પ્રેરાઈને ડૉ. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમવાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયો પ્રોજેક્શન તૈયા૨ કરાવ્યાં. તેમની સૂઝ-સહકાર, સદ્ભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. શ્રુતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે.
નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૬ના ડૉ. રમણભાઈ વિશેના ‘પ્રબુદ્ધ જીવન'ના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરાતથી પ્રભાવિત થઈ ડૉ. રમણભાઈના સ્નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતાસાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધાં. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક ૫૨ જિનશાસનની કૃપા વરસો એવી શુભ ભાવના. સૌથી પહેલો જેમનો આભાર માનવો જોઈએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારાં બન્નેના સ્વજન નાના ભાઈ સમા ડૉ. ધનવંતભાઈ શાહનો. ડૉ. રમણભાઈના ૭૫મા વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી. ત્રણ વર્ષો સુધી યાદ કરાવી રમણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવથી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. સ્નેહભાવે સાથ-સહકાર માટે તેમનાં પત્ની સ્મિતાબહેનનો પણ આભાર.
અમારા
ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો.
તા. ૧૫-૮-૨૦૦૬
૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ,
મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦.
१९
=
-
• તારા રમણલાલ શાહ
Page #24
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
આઠેક માસ પહેલાં, વહેલી સવારે વડીલ સન્મિત્ર પ્રો. જશવંત શેખડીવાલાનો ફોન આવ્યો ઃ મારા ખાસ મિત્ર ડૉ. ૨. ચી. શાહના સમગ્ર સાહિત્યમાંથી ચયન કરીને સંપાદન કરવાનું છે. મેં પ્રવાસ વિશેનું સંપાદન કરવાનું સ્વીકાર્યું છે. ડૉ. પ્રવીણ દરજી ચરિત્ર વિષયક લેખોનું સંપાદન કરશે. તમે ધર્મવિષયક સાહિત્યનું સંપાદન કરી આપો. તાજેતરમાં જ તમે તિબેટની તંત્રસાધના’, વિશ્વના પ્રાચીન ધર્મપંથો', હિંદુ ધર્મના આધાર સ્તંભો' વગેરે પુસ્તકો લખ્યાં છે, તેથી આ કામ તમારા રસઅભ્યાસનું છે.’ મેં તરત કહ્યું; જૈન કથાસાહિત્ય મારા રસઅભ્યાસનો વિષય છે, ‘ઉપદેશપદ’ અને અન્ય સંસ્કૃત-પ્રાકૃત-જૂની ગુજરાતીના મોટા ભાગના ગ્રંથો વાંચ્યા છે અને છેક ઈ. ૧૯૮૨થી રમણભાઈ શાહ મને ‘પ્રબુદ્ધજીવન’ અને એમનાં પુસ્તકો નિયમિત મોકલે છે તે રસપૂર્વક વાંચું છું આથી આ કામ હું સહર્ષ કરી આપીશ.' આ પછી ત્રણેક વાર ફોન અને પત્રના માધ્યમે વાતચીત થઈ. ડૉ. રમણલાલ શાહનું આકસ્મિક નિધન થયું તે પછી ડૉ. ધનવંત શાહનો પત્ર આવ્યો : ડૉ. રમણલાલ શાહ સાહિત્ય-સૌરભના સંપાદનનું કાર્ય અવિલંબે હાથ ધરીએ અને પ્રો. જશવંત શેખડીવાલા સાહેબના નિવાસે શેખડી મુકામે બેઠક યોજીએ.’ અને પ્રો. જશવંત શેખડીવાલાના નિવાસે ડૉ. ધનવંત શાહ, પ્રો. ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રો. ડૉ. પ્રવીણ દરજી અને આ લખનાર મળ્યા અને ગ્રંથશ્રેણીનું પરિરૂપ નિશ્ચિત કર્યું. મારા ભાગે ડૉ. રમણલાલ ચી. શાહનાં લખેલાં અઢારેક પુસ્તકો વાંચવાનાં ને એમાંથી સંપાદન કરવાનું આવ્યું.
પુસ્તકો મળતાં જ બધાં વાંચી ગયો. અઢારેક પુસ્તકો અને એનાં કુલ ૨,૮૮૪ પૃષ્ઠો. આમાંથી ૩૫૦થી ૫૦૦ પૃષ્ઠની મર્યાદામાં મારે સંપાદન કરવાનું હતું. પહેલો જ પ્રશ્ન શું છોડવું ને શું રાખવું, એ થયો. વિચાર કરતાં લાગ્યું કે હાલ તો જૈનધર્મ વિશેનાં પુસ્તકોમાંથી જ સંપાદન કરવું અને કન્ફ્યુસિયસ, તાઓ વગેરે ધર્મ વિશેનાં પુસ્તકો છે તેનું પછી વિચારવું. આ પછી પણ અઢી હજારથી વિશેષ પૃષ્ઠની સામગ્રીમાંથી સંપાદન કરવાનું થતું હતું. એમાંથી શું ન લેવું, એના ૫૨ વિચાર કરતાં લાગ્યું કે મહાવીરસ્વામીનાં વચનો વિશેનું પુસ્તક ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ત્રણે
२०
Page #25
--------------------------------------------------------------------------
________________
ભાષામાં ઉપલબ્ધ છે અને એમાં જે સામગ્રી છે તે શેષ રહેતાં પુસ્તકોમાં પણ છે જ. આથી સંપાદનમાં એની સામગ્રી ન લેવાય તો ચાલે. એમ વિચાર્યું. આ પછી યશોવિજયજીના “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસારનાં બે બૃહદગ્રંથોમાંથી સામગ્રીનું ચયન ન કરવું એમ વિચાર્યું. કેમ કે, બંને સ્વતંત્ર ગ્રંથ છે એ રૂપમાં જ, મૂળ સૂત્રઅર્થ-વિવરણ સાથે સમગ્રરૂપમાં જ ઉપલબ્ધ છે અને આવાં પુસ્તકો તો જેને આ વિષયનો ઊંડો અભ્યાસ કરવો હોય એણે સમગ્રરૂપમાં કરવો ઉપયોગી બને. એમાંથી કશુંક આંશિક પ્રતિનિધિરૂપમાં લેવાથી સંપાદનનો મૂળ હેતુ ઉચિત રૂપમાં ન જળવાય. આમ, જૈનેતર ધર્મ વિશેનાં પુસ્તકો, મહાવીરસ્વામીનાં વચનો અને યશોવિજયજીની બે કૃતિઓઃ આટલી સામગ્રી મારે મારાં સંપાદનમાં ન લેવી, એમ નિશ્ચિત કર્યું. પરંતુ આ પછી પણ “જિનતત્ત્વ ભાગ ૧થી ૮નાં કુલ ૧૧૭૫ પૃષ્ઠ, જૈનધર્મના પુષ્પગુચ્છનાં ૧૦૮ પૃષ્ઠ અને જૈનદર્શન પરિચય, જેનધર્મ પરિચય, જેનલગ્ન વિધિ વગેરેની ૧૩૭ પૃષ્ઠની સામગ્રી રહેતી હતી. આ સામગ્રી જ કુલ ૧૪૨૦ પૃષ્ઠની ! આમાંથી આઠસો-નવસો પૃષ્ઠની કઈ સામગ્રી મારા સંપાદનમાંથી બાદ કરું? એમ કરવા જતાં સંપાદનમાં અનેક દૃષ્ટિએ મહત્ત્વની સામગ્રી રહી જાય !
હું અવઢવમાં હતો કે મુંબઈથી ડૉ. ધનવંત શાહનો ફોન આવ્યોઃ પૃષ્ઠસંખ્યાની મર્યાદાનો મન પર ભાર ન રાખો અને ગ્રંથના મૂળભૂત હેતુને પૂર્ણ કરવા જેટલી સામગ્રી લેવા જેવી લાગે તે લો, જરૂર પડશે તો જૈનધર્મદર્શનના બે ભાગ કરીશું !”
એ સાથે જ મારા મન પરથી ભાર ઊતરી ગયો ને આ ગ્રંથ એના લેખકના જૈનધર્મદર્શન વિશેનાં જ્ઞાનપરિશીલન અભ્યાસનો પૂર્ણ પરિચય આપે અને જૈનધર્મ પાળે છે એમને તથા જૈનધર્મ, દર્શન અને સાહિત્ય વિશે જેમને પણ અભ્યાસ કરવો છે, એ સહુને ઉપયોગી સંદર્ભગ્રંથની ગરજ સારે, એ હેતુને દૃષ્ટિમાં રાખી આ સંપાદન કર્યું.
અહીં સંપાદનસૂત્ર આ પ્રમાણે છે :
આરંભમાં જ જૈનધર્મના પરિચયાત્મક અભ્યાસનો લેખ મૂક્યો છે. એ જૈનધર્મદર્શનના જ્ઞાનકોશ - Encyclopedea of Jaindharmaના ચાવીરૂપ મુખ્ય અધિકરણ જેવો છે. આ ભૂમિકા-પ્રિએમ્બલ-રૂપ લેખ સંક્ષેપમાં જૈનધર્મ, દર્શન, સાહિત્ય વગેરેનો વ્યાપક પરિચય આપે છે. એમાં જે સૂત્રરૂપ સારસંક્ષેપ પ્રકારની સ્થાપના છે, તેનું જ સવિગત વિવરણ અનુગામી લેખોમાં છે.
પછીના ક્રમે તીર્થકર સાથે સંકળાયેલા લાંછન, વેશ્યા, દિવ્યધ્વનિ વગેરે લેખ આપ્યા છે. જેનધર્મનો પ્રાણ નવકારમંત્ર છે. રમણભાઈએ છએક જેટલા અભ્યાસલેખોમાં આ પ્રાણમંત્રના વિવિધ પાસાં આલેખ્યાં છે. જૈનધર્મની દષ્ટિએ
Page #26
--------------------------------------------------------------------------
________________
જ નહીં પરંતુ વૈદિક કે બૌદ્ધ, કોઈ પણ ભારતીય આર્યધર્મની દૃષ્ટિએ આ અભ્યાલેખો ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક છે. શ્લોક, સૂક્ત, સૂત્ર, સ્તોત્ર વગેરે તાત્ત્વિક રીતે ભિન્ન છે અને એમાં મંત્ર” તો ભારતીય આર્યધર્મની જ વિશેષતા છે. મુખ્યમંત્રના માહાત્મ્યની સ્થાપના કરતાં અનેક અભ્યાસલેખો ભારતીય આર્યધર્મમાં મળે છે પરંતુ આવા મંત્રના કેટકેટલા પાર્કો કેટકેટલી સૂક્ષ્મતાથી વિચારવાં જોઈએ, એનું સ્પષ્ટ દિશાસૂચન આ લેખ શ્રેણીમાં જોવા મળે છે. આ લખનારે નવકાર, પંચાક્ષર અને બૌદ્ધમંત્રો વિશેનાં અનેક અર્થદર્શનો, વિવરણો, માહત્મ્યો, હિંદીગુજરાતી-અંગ્રેજી સંસ્કૃત જેવી ભાષાઓમાં વાંચ્યાં છે, પરંતુ રમણભાઈએ મંત્રના બધાં જ અંગો ૫૨ જે પરિશીલન કર્યું છે તે અન્યત્ર જોવા મળતું નથી. ભારતીય આર્યધર્મના મંત્રોનો સાંગોપાંગ વસ્તુનિષ્ઠ અભ્યાસ ક૨વાની એક નવીન અને મૌલિક પરિપાટી અહીં સિદ્ધ થતી જોવા મળે છે.
પર્વ ભારતીય આર્યધર્મનો પ્રાણ છે, આચારમૂલક ચાલક બળ છે. એના માધ્યમે જ ધર્મ એના પ્રયુક્તરૂપમાં In applied form અનુયાયીના જીવનમાં ઊતરી આવે છે. ધર્મના મૂળભૂત સ્વત્વ અને તત્ત્વને આવા ધાર્મિક ઉત્સવો જ પ્રગટ કરે છે. અહીં રમણભાઈ પર્વની આરાધના કેવી રીતે કરવી અને તેની સાથે કઈ-કેટલી ભાવના અને આદર્શો સંકળાયેલાં છે, ત્યાગ-સંયમ-તપશ્ચર્યા અને કરુણા આવાં પર્વો દ્વારા કેવી રીતે સિદ્ધ થાય છે તે દર્શાવે છે.
અહીં કલ્પસૂત્ર જેવા ગ્રંથો, ભક્તામર જેવા અદ્ભુત સ્તોત્ર અને યશોવિજયજી જેવા ઉત્તમ આચાર્યોનાં જીવન-કાર્યનો પરિચય આપતાં અભ્યાસપૂર્ણ લેખો પણ આપ્યા છે. તે સાથે જ ઓળી, પ્રભાવના, પચ્ચક્ખાણ, નિગોદ, પરિગ્રહ, અવધિજ્ઞાન, અદત્તાદાન, ઉપસર્ગ, પરીષહ જેવા વિભાવો અને પર્યાયો તથા લોગરસ વગેરે સૂત્રો પણ આપ્યાં છે.
મારી દૃષ્ટિએ તો આ કોઈ એક દૃષ્ટિપૂર્ણ સુશીલ અને રિશીલન-અભ્યાસરત વ્યક્તિએ એકલે હાથે તૈયાર કરેલો જૈનધર્મદર્શનનો જ્ઞાનકોશ જ છે. ડૉ. ૨મણભાઈનો હેતુ પણ આવા પ્રકારના જ્ઞાનકોષનું નિર્માણ કરવાનો જ હતો, એ તો ‘જિનતત્ત્વ’ શ્રેણીનાં આઠ પુસ્તકોથી સ્પષ્ટ થાય છે. એ શ્રેણી જ Growing and resulting into Encyclopedia of Jaindharma જેવી છે, જેમ જેમ નિમિત્ત મળતાં ગયાં, અભ્યાસ-પરિશીલન થતાં ગયાં તેમ તેમ પ્રબુદ્ધ જીવન' અને અન્ય પુસ્તકોના માધ્યમે રમણભાઈએ આ બધા જ અભ્યાસલેખો લખ્યા છે. એનું જ વિષયાનુસારી ને ક્રમાનુસાર સંપાદન તે આ ગ્રંથ છે.
સામાન્ય રીતે ધર્મને વિષય કરીને લખનારના લેખનમાં અહોભાવ, ભક્તિભાવ વગેરેનો અભિનિવેશ મુખ્ય બની જાય છે. ડૉ. રમણલાલ ચી. શાહ આવી ન્યૂનતાથી
२२
Page #27
--------------------------------------------------------------------------
________________
સર્વથા મુક્ત રહ્યા છે તેનું કારણ તેમની અભ્યાસનિષ્ઠ અને વસ્તુનિષ્ઠ પદ્ધતિ છે. કેવળ ભાવના, ભક્તિભાવ ને અહોભાવને બદલે તેઓ જે વિશે લખવાનું હાથ ધરે છે તેના મૂળમાં જાય છે. ક્યાંય પણ અહોભાવ કે બીજા અભિનિવેશનો ભોગ બન્યા વગર નિતાન્ત પારદર્શક તટસ્થ દૃષ્ટિએ મૂળમાં જ ઊંડા ઊતરે છે. તટસ્થ અને સાતત્યપૂર્ણ અભ્યાસ-પરિશીલનથી તેમને આ ઉપલબ્ધિ સહજરૂપમાં સિદ્ધ થઈ છે.
આ લખનારને કથાસાહિત્યના અભ્યાસ અને રસને કારણે જૈનસાહિત્યનું પરિશીલન કરવાનું સદ્ભાગ્ય મળેલું તે ઉપરાંત અહિંસા યુનિવર્સિટીનાં બંધારણ અને પાઠ્યક્રમ નિશ્ચિત કરવાની સમિતિના સભ્ય તરીકે તથા જૈનધર્મના ડિગ્રી તથા ડિપ્લોમાના ઓન લાઈન અભ્યાસ માટેની સમિતિમાં કામ કરવાનું તથા એ નિમિત્તે લખવાનું થયેલું. એ સમયે લાગ્યું હતું કે જૈનદર્શન વિશે ઘણું લખાયું છે, મહત્ત્વના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં ભાષાન્તરવિવરણાદિનું ઘણું કામ થયું છે પરંતુ અહિંસા અને જૈનધર્મપરના ડિપ્લોમા અને ડિગ્રી કોર્સના અભ્યાસક્રમને દૃષ્ટિમાં રાખી પાઠ્યપુસ્તકના રૂપમાં વિશેષ કશું લખાયું નથી. આથી તો ખાસ સમિતિ દ્વારા જૈનધર્મ ઓન-લાઈન માટે જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતો, સૂત્રો, સ્વાધ્યાયો, ધર્મગ્રંથો, કથાસાહિત્ય, આચારધર્મ વિશે અધિકરણો પણ લખાવવાનો ઉપક્રમ યોજાયો અને આ લખનારે તેમાં જૈનકથાસાહિત્ય પર અધિકરણ લખેલું, જે અનુસંધાનમાં પ્રકાશિત થયું છે. મને લાગે છે ડૉ. રમણલાલ ચી. શાહનું આ પુસ્તક, જૈનધર્મ, દર્શન, આચાર, જીવનદર્શન વિશેનાં પાઠ્યપુસ્તકની ઊણપને દૂર કરે છે. આ પ્રકારના કોઈ પણ અભ્યાસ માટે આ પુસ્તક પાઠ્યપુસ્તક ને સંદર્ભગ્રંથ તરીકે સૂચવાય એવું છે. હું તો ઇચ્છું કે પુસ્તકના રૂપમાં આ ઉપલબ્ધ બને છે તે કોઈ સંસ્થાના માધ્યમે ડિજિટલ સી. ડી. રૂપે પણ ઉપલબ્ધ બને અને એમાં ડૉ. રમણલાલ ચી. શાહના જિનતત્ત્વ' શ્રેણીના, આ ગ્રંથમાં લઈ શકાયા નથી તે અભ્યાસલેખો પણ સમાવી લેવામાં આવે.
મનગમતા અભ્યાસક્ષેત્રના વિષયમાં વિહાર કરવાનું મને મળ્યું એ માટે શ્રી ૧ મુંબઈ જૈન યુવક સંઘનો તથા પ્રો. જશવંત શેખડીવાલા અને ડૉ. ધનવંત શાહનો આભાર માનું છું અને સ્વ. ડો. રમણભાઈ ચી. શાહના આત્માને વંદન કરું છું.
ઇયત્તા અને ગુણવત્તા એ બંને દૃષ્ટિએ સ્વ. ડો. રમણલાલ શાહનું સાહિત્ય એટલું વૈવિધ્ય-સભર અને જીવન સાથેના સીધા જ અનિવાર્ય અનુબંધવાળું છે કે એમનાં સાહિત્યને વિષયાનુસારી ગ્રંથશ્રેણીમાં મૂક્યાં અને ધર્મસાહિત્યનું સંપાદન કરવાનું મારા ભાગે આવ્યું ને મારાં સૂઝ-શક્તિ પ્રમાણે આ કાર્ય મેં કર્યું, પરંતુ એ કરતાં મારા મનમાં અનેક પ્રશ્નો, અલબત્ત સંપાદન પરત્વે, ઊડ્યા અને મૂંઝવણભર્યા પણ બન્યા. પરંતુ એ પછી ડૉ. ધનવંતભાઈ શાહે જ્યારે આના બે ભાગ કરવાનું નક્કી કર્યું અને તે માંહેનો એક ગ્રંથ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ કરે એવું નક્કી કર્યું. ત્યારે મનનો ભાર ઊતરી ગયો.
२३
Page #28
--------------------------------------------------------------------------
________________
ડૉ. જિતેન્દ્ર શાહ જેવા જૈનવિદ્યાના પંડિત અને સનિષ્ઠ વિદ્વાન પણ જો આમાં જોડાય તો પ્રારંભિક તબક્કે જૈનધર્મ વિશેનાં પુસ્તકો અને લેખોનું સંકલન વિચાર્યું અને એક નવો ને જુદો જ અભિગમ મળે. અનેકવિધ પ્રવૃત્તિઓ અને જવાબદારી હોવા છતાં ડૉ. ક્લેિન્દ્રભાઈ શાહે આ કાર્ય સ્વીકાર્યું અને એમણે સંપાદિત મૂળ સામગ્રી તથા બાકી રહી જતી સામગ્રીનું પણ વાચન-મનન કરીને જૈન ધર્મદર્શન અને જૈન આચારદર્શન એવા બે તર્કબદ્ધ અને ઉપયોગી ભેદ કર્યા. આમ, અહીં આપના હાથમાં છે તે જૈન ધર્મ દર્શનનું પુસ્તક છે અને ડૉ. જિતેન્દ્રભાઈ શાહે જે સંપાદિત કર્યો છે તે જૈન-આચાર વિષયક લેખોના સંચયનો ગ્રંથ છે.
ધર્મનું પાયાનું તત્ત્વજ્ઞાન, એનું આધ્યાત્મિક પાસું છે અને તે આ પ્રથમ ભાગમાં છે. આગળ સ્પષ્ટ કર્યું છે તેમ ધર્મતત્ત્વ અને એનું પાયાનું તત્ત્વજ્ઞાન અધ્યાત્મવિદ્યાનો ગૂઢ વિષય છે. માત્ર વાંચવાથી, વિવરણ અને સ્પષ્ટીકરણથી એ ન સમજાય. ડૉ. રમણલાલ શાહે જનસામાન્યને દૃષ્ટિમાં રાખીને એમની તાત્ત્વિક વિદ્યાનિષ્ઠ પ્રવૃત્તિ અને સરળતા તથા સ્પષ્ટતાથી ધર્મતત્ત્વ સ્પષ્ટ કર્યું છે. અધ્યાત્મવિદ્યાના સૂત્રબદ્ધ ને લાઘવથી જ અભિવ્યક્ત થતા જ્ઞાનને જનસામાન્ય સુધી પહોંચાડવાનું કાર્ય સહેલું નથી. એ માટે પાંડિત્ય ઉપરાંત શિક્ષકધર્મ અને એની જાગૃતિ પણ જોઈએ. આ બંને ડૉ. રમણલાલ શાહને સ્વયંસિદ્ધ છે એથી એ ધર્મના ગૂઢ તત્ત્વને પણ સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી શક્યા છે, તે સાથે જ મૂળના હાર્દ અને ગાંભીર્યને પણ જાળવી શક્યા છે. આ માટે એમની બહુશ્રુત વિદ્વત્તા અને શિક્ષણનાં દૃષ્ટિ-શક્તિ બંને કામ લાગ્યાં છે. કોઈ પણ સૂત્ર ગાગરમાં સાગર સમાવીને આવે છે. કેવળ સૂત્રથી ક્યારેક એના મૂળ તાત્પર્ય સુધી પહોંચવાનું શક્ય નથી. આથી જ બધાં જ શાસ્ત્રોના માટે, ભારતીય ધર્મમાં વિવરણકાર કે વાર્તિકકાર મૂળ ગ્રંથકર્તા જેટલો જ મહત્ત્વનો અને અનિવાર્ય મનાયો છે. ડો. રમણલાલ શાહ આવા વાર્તિકકાર છે, જે સૂત્રની સૂક્ષ્માતિસૂક્ષ્મ વાતને અનેક દૃષ્ટિબિંદુઓ ધરાવતાં દખંતથી સમજાવે છે. આ દૃષ્ટિએ, ડો. રમણલાલ ચી. શાહ જે જૈનધર્મના દર્શનના, સમગ્રદર્શી એના સિદ્ધાંતના માત્ર ભાષાંતરકાર નથી પરંતુ ભાષ્યકાર કે વાર્તિકકાર છે, વિવરણ કાર છે. આ વાત અહીં પાંચમા વિભાગના જિનવચન'માં જોઈ શકાય છે. તા. રજી માર્ચ ૨૦૦૬
- હસુ યાજ્ઞિક ૩, શીતલ પ્લાઝા, લાડ સોસા. પાસે, “સંદેશ” પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : (૦૭૯) ૨૬ ૫૮૫૩૬ ૨૪
२४
Page #29
--------------------------------------------------------------------------
________________
IrUvUUUUUUJJUS
આ વાવરાસતલાલશાદ ચૌરટેબલ
fબ્રટિશાયુિપર્યટકરા
અમદાવાદમાં ૨૦૦૩માં શ્રી બાબુલાલ અમૃતલાલ ટ્રસ્ટ તરફથી જૈન સાહિત્યના લેખન, સંશોધન સંપાદન માટે રમણભાઈને ‘સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક'
પ્રદાન સમયે ‘સન્માનપત્ર' અર્પણ કરતાં સમારંભના અધ્યક્ષ શ્રી ભોળાભાઈ પટેલ.
ઘાટકોપરની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
વ્યાખ્યાન આપતા.
For Private & Personal use only
www.patremolary.org
Page #30
--------------------------------------------------------------------------
________________
मी महावीर जैन विद्यालय जैन साहित्य समारोह
200
MOTWANE CHICAGO
Jahr Education international
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત જૈન સાહિત્ય સમારોહમાં શ્રી કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે પ્રવચન આપતાં શ્રી દલસુખભાઈ માલવણિયા સંયોજક શ્રી રમણભાઈ. vid
C
જૈન ધર્મ સાહિત્યના લેખન-સંશોધન-સંપાદન માટે ડૉ. રમણભાઈનું સન્માન કરતા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ.
For F
al Use Only
Topisy
aa jakhelihana
Page #31
--------------------------------------------------------------------------
________________
Jain Social GI BOMBAY
JAIN SOCIAL GROUP (BOMBAY) 1982
૧૯૮૨માં જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત નવકાર મંત્ર શિબિરમાં રમણભાઈના વકતવ્ય માટે તેમનું સન્માન કરતાં પ્રમુખ સી. એન. સંઘવી
D
મ
Stransmit उजा
અંધેરીમાં જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત પર્યુષણ કા વ્યાખ્યાનમાળામાં મંગલ દીપ પ્રગટાવતાં રમણભાઈ અને તારાબેન.
Page #32
--------------------------------------------------------------------------
________________
GT
श्रीमहावीरजन विद्यालय जैन साहित्यसमारोह
[
શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત “જૈન સાહિત્ય સમારોહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈના અધ્યક્ષસ્થાને
પ્રવચન આપતાં શ્રી કે. કા. શાસ્ત્રી
સંયોજક શ્રી રમણભાઈ શાહ.
તરુણ મિત્ર મંડળ
TELIT
તરુણ મિત્ર મંડળની આધ્યાત્મિક વ્યાખ્યાનમાળામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પર પ્રવચન આપતા રમણભાઈ
- તા. ૨૪-૮-૮૧.
Page #33
--------------------------------------------------------------------------
________________
Ta
શ્રી મહાવીર ક્વવિધાલથી કહીરક મહોત્સવF !
શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીરક મહોત્સવ’ પ્રસંગે જૈન સાહિત્ય માટે રમણભાઈનું સન્માન કરતા જે. આર. શાહ અને વિદ્યાલયના ટ્રસ્ટીઓ.
lNf4.
કરંજના
Aks
૧૯૮૦-૮૧માં શ્રી શત્રુંજય વિહાર જ્ઞાનસત્રમાં ‘રજત જયંતિ ઉત્સવ’ પ્રસંગે પ્રવચન આપતા
રમણભાઈ.
Page #34
--------------------------------------------------------------------------
________________
વúજૈન સાહિત્ય જૈન સાંકૃત્ય સમારોહ ઘણી
માંડવી - કચ્છ.
કચ્છમાં માંડવીમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંધા આયોજિત સાહિત્ય સમારોહના અધ્યક્ષ રમણભાઈ શાહનું શાલ ઓઢાડી સન્માન કરતાં શ્રી વસનજીભાઈ શાહ
સાહિત્ય સમારોહની સફળ પૂર્ણાહુતિ પછી કચ્છી ભરતની ટોપી ઓઢાડી આનંદ વ્યક્ત કરતા શ્રી વસનજીભાઈ અને શ્રી કે. પી. શાહ,
Page #35
--------------------------------------------------------------------------
________________
QામHI H[પાન મહાવીરનો
]િD] ;
૧૯૭૪માં શ્રવણ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક મહોત્સવ પ્રસંગે ઈસ્ટ આફ્રિકા કેનિયામાં મોમ્બાસા જૈન સંઘ દ્વારા વ્યાખ્યાનમાળા માટે
આમંત્રિત રમણભાઈ અને તારાબેના મોમ્બાસા જૈન સંઘના કમિટિ મેમ્બર સાથે.
મોમ્બાસાના દેરાસરમાં વ્યાખ્યાન આપતા રમણભાઈ.
Analjainelibrary.org
For Private & Personal use-Only
Page #36
--------------------------------------------------------------------------
________________
સરની ]]]IMઘાપિકચાર
ડૉ. રમણભાઈનું સન્માન કરતાં મોમ્બાસા જૈન સંઘના વાવ પ્રમુખ કેશવજી રૂપશી શાહ.
મહાવીર નિર્વાણ મહોત્સવની સફલતાનો આનંદ વ્યક્ત કરતા અને સન્માનનો જવાબ આપતા રમણભાઈ.
Jah Education international
Forevate- & Personal use only
olibran
Page #37
--------------------------------------------------------------------------
________________
અનુકમ
*
વિભાગ ૧ : જન ધર્મ ૧. પરિચય ..........
........૧ વિભાગ ૨ : નમસ્કાર મહામંત્ર
૧. નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૨. નવકારમંત્રમાં સંપદા ..... ૩. નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી . ૪. નવકારમંત્રની શાશ્વતતા ......
૫. નવકારમંત્રમાં નમો પદનો મહિમા .... વિભાગ ૩ : પંચ પરમેષ્ઠી
૧. સમવસરણ ૨, દિવ્ય દ્વાન . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૯૧ ૩. સિદ્ધ પરમાત્મા ........ ૪. તિરસમો સૂર – આચાર્યપદનો આદર્શ .... ૫. ઉપાધ્યાય-પદની મહત્તા
૬. નમો લોએ સવ્વસાહૂણં ........ વિભાગ ૪ઃ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન ૧. નિગોદ
૧૯O ૨. પુગલ-પરાવર્ત ..... ૩. લેગ્યા
. ૨૧૭ ૪. સંલેખના ૫. સમુદ્દઘાત અને શૈલેશીકરણ .........
૩૬
• • • ૧૫૪
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
.
.
.
. ૧
૪
૨૦૩
. . ૨૩૬ • . ૨૪૩
२५
Page #38
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૫ : નિવચન
• • • • • • •. . ૨૫૫
• . . . . . . . . . . . . . . . . . . ૨૬ ૬
૧. વાતે વાતે સમાયર ! • • • • • • • • • • • • • • • • •
યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું ૨. માતા પરિતાત્તિ . . . . . . . . .
આતુર માણસો પરિતાપ કરાવે છે ૩. ઉઢ નિવિદ્યા વેર તેfસ વર્લ્ડ . . . . . . . . ૨૬૦
પરિગ્રહ વધારનાર વેર વધારે છે ૪. મા મર્વયા નિn | . . .
માનને મૃદુતાથી જીતવું ૫. થોવં નવું ન વિંછે . . . . . . . . ..
થોડું મળતાં ખેદ ન કરવો ૬. વો ઉત્તેફ ગોત્રમાં 1 | . . . . . .
વય અને યૌવન ચાલ્યાં જાય છે • ડૉ. રમણલાલ ચી. શાહ : જીવનઝરમર . . . . . . . . . . . . . . . ૨૮૭ • ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો ..........
• • • • . . . . . ૨૭૩
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
૨
૮
• • • • • , . . ૨૯૭
२६
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ
જગતના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. એના કેટલાક સિદ્ધાંતોનું સામ્ય જગતના બીજા કેટલાક ધર્મોના સિદ્ધાંતો સાથે જોવા મળશે. પરંતુ જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ છે અને બીજા ધર્મો કરતાં એની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ
છે.
જૈન ધર્મ માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ છે અને અનંત છે. વો અર્થાત્ આત્માઓ અનંતાનંત છે. આત્મા અનાદિ અને અવિનાશી છે. આત્મા સંસારનાં બંધનોમાંથી સર્વથા મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. મુક્તિ પામ્યા પછી આત્માને ફરી સંસારના પરિભ્રમણમાં પાછા આવવાનું રહેતું નથી. જ્યાં સુધી આત્મા મુક્તિ પામતો નથી ત્યાં સુધી એ ચોર્યાશી લાખ પ્રકારની જીવયોનિમાં પોતાનાં કર્મ અનુસાર દેહ ધારણ કર્યા કરે છે અને પરિભ્રમણ કર્યાં કરે છે. જૈન ધર્મ પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માને છે. જન્મજન્માંતરની ગતિ આત્માને પોતાનાં કર્મનાં ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને આત્મા રાગદ્વેષને જીવી મુક્તિનો અધિકાર બની શકે છે. જૈન શબ્દ ‘જિન' શબ્દ ઉપરથી આવેલો છે. જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેઓ રાગદ્વેષને જીતી મુક્તિ પામ્યા છે તે જિન. જિને અર્થાત્ જિનેશ્વરોએ ઉપદેશેલો ધર્મ તે જિન ધર્મ–જૈન ધર્મ.
ચોવીસ તીર્થંકર
તીર્થંકર' શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે તીર્થ અને જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા જીવાત્માઓ માટે તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. જે મહાન આત્માઓ ‘જિન’ બનીને આ ભગી૨થ કાર્ય કરે છે તેઓ જિનેશ્વર અથવા તીર્થંકર ભગવંત કહેવાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સમુદાય પણ જંગમ તીર્થ તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની પણ સ્થાપના કરે છે માટે પણ તેઓ તીર્થંકર કહેવાય
જૈન ધર્મ ૧
Page #40
--------------------------------------------------------------------------
________________
છે. નિશ્ચિત ક્ષેત્રમાં અને નિશ્ચિત કાળમર્યાદામાં આવા ચોવીસ તીર્થંકર થાય છે. સંસાર અનાદિ અને અનંત છે, એટલે ભૂતકાળમાં એવા ચોવીસ તીર્થંકર અનંત વાર થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ અનંત વાર થશે. છેલ્લા એટલે કે વર્તમાન સમયના ચોવીસ તીર્થકરોમાં પહેલા ત્ર8ષભદેવ (આદિનાથ) અને છેલ્લા મહાવીર સ્વામી છે.
આગમગ્રંથો જૈન ધર્મની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ એમના ગણધરોએ દ્વાદશાંગીમાં એટલે કે બાર અંગમાં ગૂંથી લીધો છે. આ બાર અંગોમાં લોકાલોક, દ્રવ્ય, નવ તત્ત્વ, સાધુસાધ્વીઓના આચાર, ગૃહસ્થોનો ધર્મ, કર્મસિદ્ધાંત, પાપપુણ્યનાં ફળ વગેરેનું તથા તેને અનુરૂપ કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બાર અંગોમાંથી દષ્ટિવાદ નામનું બારમું લુપ્ત થઈ ગયેલું છે. બાકીનાં અગિયાર અંગો ઉપલબ્ધ છે. અને તે આગમગ્રંથ તરીકે ઓળખાય છે. અગિયાર અંગ ઉપરાંત બાર ઉપાંગ, દસ પ્રકીર્ણક, છ છેદસૂત્ર, ચાર મૂલસૂત્ર અને બે ચૂલિકાસૂત્ર એમ મળીને કુલ ૪૫ આગમગ્રંથો ઉપલબ્ધ છે. અને તે બધાની ભાષા અર્ધમાગધી છે. આગમગ્રંથો ઉપર વિવેચન કરતા વિવિધ પ્રકારના ગ્રંથોની રચના પૂર્વાચાર્યોએ કરેલી છે. જૈન શાસ્ત્રોના તમામ ગ્રંથોના ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એમ મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે.
લોકાલોક અને કાળચક્ર જૈન ધર્મના અમુક ગ્રંથોમાં સમગ્ર સૃષ્ટિનું, લોક-અલોકનું ખૂબ વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે કેડે હાથ દઈ ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકની આખી સૃષ્ટિ બનેલી છે, જે દશે દિશામાં અબજો માઈલથી પણ વધુ, બલકે અસંખ્યાત યોજનોની બનેલી છે. તેમાં નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે તથા નાભિના સ્થાને મનુષ્યક્ષેત્ર છે. આ મનુષ્યક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલું છે. એ અઢી દ્વીપમાં એક દ્વીપ તે જંબદ્વીપ જે એક લાખ યોજનાનો છે. એ જંબદ્વીપમાં આપણી પૃથ્વી આવેલી છે. (જૈન ધર્મ માને છે કે આ પૃથ્વીની બહાર પણ માણસો વસે છે.) ચૌદ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે, જ્યાં સિદ્ધાત્માઓ, મુક્તાત્માઓ બિરાજે છે. ચૌદ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે જે અનંત છે અને અવકાશ સિવાય બીજું કશું ત્યાં નથી.
૨
જૈન ધર્મ દર્શન
Page #41
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં ‘સમય’ શબ્દ પારિભાષિક છે. “સમય” એટલે કાળના સૂક્ષ્મતમ એકમ. સમયને માટે જૈન ધર્મમાં કાળચક્રની કલ્પના કરવામાં આવી છે. સમય એટલે કે કાળચક્રની જેમ ગતિ કરે છે. કાળચક્રના બે વિભાગ છે: ૧. અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી, તે દરેકમાં છ છ આરા હોય છે. અવસર્પિણીમાં ઉત્તરોત્તર સુખમાંથી દુઃખનો ખરાબ સમય આવતો જાય છે અને ઉત્સર્પિણીમાં ઉત્તરોત્તર દુઃખમાંથી સુખનો ચડિયાતો સમય આવતો જાય છે. એક કાળચક્રનો સમય વીસ ક્રોડાકોડ સાગરોપમ જેટલો હોય છે. “સાગરોપમ’ શબ્દ પારિભાષિક છે. અત્યારે અવસર્પિણીનો પાંચમો આરો ચાલી રહ્યો છે. પ્રત્યેક અવસર્પિણીમાં અને પ્રત્યેક ઉત્સર્પિણીમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો થાય છે.
નવ તત્વ આત્માને કર્મોનો બંધ કેવી રીતે થાય છે, જીવ સંસારમાં કેવી રીતે પરિભ્રમણ કરે છે અને કર્મનો ક્ષય કરી આત્મા કેવી રીતે મુક્તિ પામે છે ઈત્યાદિની વિચારણા જૈન શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે. એ સમજવા માટે નવ તત્ત્વોનું સ્વરૂપ અને કાર્ય સમજવું જરૂરી છે. આ નવ તત્ત્વો છે:
(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) બંધ, (૭) સંવર, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. એનો સંક્ષેપમાં પરિચય નીચે પ્રમાણે છે.
(૧) જીવ : ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને દર્શન રૂપી ઉપયોગ જેનામાં હોય, સુખ-દુખ કે અનુકૂળતાપ્રતિકૂળતાની અનુભૂતિ જેનામાં હોય, સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોચ્છુવાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. સત્ત્વ, ભૂત, પ્રાણી, આત્મા, ચેતના વગેરે શબ્દો જીવ માટે વપરાય છે.
જીવોના બે પ્રકાર છે – મુક્ત અને સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણોથી યુક્ત હોય અને જે જન્મમરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય તે મુક્ત જીવો. જે જીવો કર્મબંધનને કારણે દેહ ધારણ કરી જન્મમરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે તે સંસારી અથવા બદ્ધ જીવો છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે–મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારક. જીવો જ્યાં સુધી મુક્ત થતા નથી ત્યાં સુધી પોતાનાં કર્મો પ્રમાણે આ ગતિઓમાં જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે અને ફરી નવો જન્મ ધારણ,
જૈન ધર્મ
૩
Page #42
--------------------------------------------------------------------------
________________
કરે છે અને એ પ્રમાણે સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે.
બીજી દૃષ્ટિએ જીવોના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે – સ્થાવર અને ત્રસ. જે જીવો પોતાની મેળે ગતિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. જે જીવો હાલીચાલી શકે છે તે ત્રસ જીવો કહેવાય છે. માટી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિમાં રહેલા જીવો સ્થાવર કહેવાય છે. સ્થાવર જીવોને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે અને તે સ્પર્શેન્દ્રિય. ત્રસ જીવોમાં કૃમિ, અળસિયાં વગેરેને સ્પર્શ અને રસ એ બે ઇન્દ્રિયો; કીડી, માંકડ વગેરેને સ્પર્શ, રસ અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિયો; માખી, મચ્છર, વીંછી વગેરેને સ્પર્શ, રસ ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો; અને ગાય, બકરી, પોપટ, માણસ વગેરેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચે ઇન્દ્રિયો હોય છે. પંચેન્દ્રિય જીવોને મન પણ હોય છે એટલે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. જીવોના ભેદપ્રભેદ અને કાર્ય વિશે બહુ વિગતે વિચારણા જૈન-શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
(૨) અજીવ : જેમાં ચેતન નથી, જેમાં સુખદુખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય છે. અજીવના પાંચ પ્રકાર છેઃ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ. એમાં પુદ્ગલ મૂર્ત તત્ત્વ છે અર્થાત્ રૂપી તત્ત્વ છે અને બાકીનાં ચાર અમૂર્ત અથવા અરૂપી તત્ત્વ છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ન હોય અને જે આંખ વડે જોઈ ન શકાય તે અરૂપી તત્ત્વ છે. ધર્માસ્તિકાય એ ગતિસહાયક તત્ત્વ છે. આ તત્ત્વ વિના જીવ કે જડ વસ્તુને ગતિ સાંપડી ન શકે. અધર્માસ્તિકાય જીવ કે વસ્તુને સ્થિર થવામાં સહાયક તત્ત્વ છે. આકાશ એટલે કે અવકાશ અર્થાતુ ખાલી જગ્યા તે લોક અને અલોકમાં વ્યાપ્ત છે. જ્યાં જીવ તથા ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને પુગલ છે ત્યાં સુધી લોક છે. તેની બહારનો પ્રદેશ અલોક છે અને તે અનંત છે. અણુના સમૂહને પુગલ કહેવામાં આવે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુ તે પરમાણુ. તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ હોય છે. પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. અનંતાનંત પરમાણુઓનો આ લોક બનેલો છે. જીવ અને પુગલમાં પરિવર્તન આણનાર, નવી વસ્તુને જીર્ણ કરનાર તત્ત્વ તે કાલ છે. જીવ અને આ પાંચ પ્રકારના અજીવ એમ મળીને કુલ કદ્રવ્યો છે જેની આ સમસ્ત સૃષ્ટિ બનેલી છે.
(૩) પુણ્ય : જે તત્ત્વ આત્માને શુભ તરફ લઈ જાય છે તે પુણ્ય. મન, વચન અને કાયાથી જે શુભ કર્મો બંધાય છે તે પુણ્ય. દાન, શીલ, તપ, શુભ ભાવ ઈત્યાદિથી પુણ્ય બંધાય છે. માણસને ઉત્તમ કુળ, આરોગ્ય, રૂપ, સંપત્તિ, કીર્તિ, સારો પરિવાર, શુભ સંયોગો, દીર્ધાયુષ્ય વગેરે પુણ્યના પરિણામે સાંપડે છે.
૪ જૈન ધર્મ દર્શન
Page #43
--------------------------------------------------------------------------
________________
(૪) પાપ: જે તત્ત્વ આત્માને અશુભ તરફ લઈ જાય છે તે પાપ. મન, વચન અને કાયાથી જે અશુભ કર્મો બંધાય છે તે પાપ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, કષાયો વગેરેથી પાપ બંધાય છે. પાપને પરિણામે જીવને વિવિધ પ્રકારનાં દુઃખો ભોગવવાં પડે છે.
પુણ્ય અને પાપ એ બંનેથી કર્મ બંધાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે અંતે કર્મરહિત થવાનું છે.
(૫) આસવ : પુણ્ય કે પાપરૂપી કર્મોનો આત્માની સાથે સંબંધ થવાનાં નિમિત્તો અથવા કારણોને આસવ કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના શુભ કે અશુભ વ્યાપારોથી કર્મનાં પુગલો જે દ્વારથી આત્મામાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આસવ.
(૬) બંધ : કર્મનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. દૂધ અને પાણીનો જેવો યોગ થાય છે તેવો યોગ કર્મનાં પુદ્ગલો અને આત્માનો થાય છે.
૭) સંવર : આસવનો નિરોધ એટલે સંવર. જે નિમિત્તોથી કર્મો બંધાય છે તે નિમિત્તોને રોકવાં તેનું નામ સંવર.
(૮) નિર્જરા : પૂર્વ બંધાયેલાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા તે નિર્જરા. એ બે રીતે થાય છે. : (૧) બંધાયેલાં કર્મો પરિપક્વ થઈ ભોગવાય છે અને એ રીતે કર્મક્ષય થાય છે; અથવા (૨) કર્મો ભોગવવાનાં આવે તે પહેલાં તપ વગેરે વડે તેની નિર્જરા કરી શકાય છે.
(૯) મોક્ષ : સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થવો તે મોક્ષ. કર્મબંધનોમાંથી સર્વથા મુક્ત થવાથી જીવ દેહ છોડીને શુદ્ધ આત્મસ્વરૂપ પામે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિ એ જીવનું લક્ષ્ય હોય છે અને સર્વથા કર્મક્ષય થતાં ઊર્ધ્વગમન કરવું તે આત્માનો સ્વભાવ છે. આત્મા ઊર્ધ્વગમન કરી ચૌદ રાજલોકના અગ્રભાગની ઉપર, સિદ્ધશિલાની ઉપર બિરાજમાન થાય છે કે જ્યાંથી એને જન્મમરણના ચક્રમાં ફરીથી આવવાનું રહેતું નથી.
કર્મ-સિદ્ધાંતો સંસારમાં વિવિધ અને વિચિત્ર ઘટનાઓ પ્રતિક્ષણ બન્યા કરે છે. એકનો જન્મ રાજમહેલમાં થાય છે અને એકનો જન્મ ગરીબની ઝૂંપડીમાં થાય છે. આવી અસંખ્ય પ્રકારની ઘટનાઓ બન્યા કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ ઘટનાઓ પાછળ કોઈ નિયમ નહીં હોય ? જૈન ધર્મ સમજાવે છે કે બધી ઘટનાઓ પાછળ નિયમ રહેલો છે અને તે કર્મનો છે.
જૈન ધર્મ એક ૫
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની માન્યતા પ્રમાણે આ વિશ્વમાં વિવિધ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓની સતત હેરફેર ચાલ્યા કરે છે. એમાંનાં એક પ્રકારનાં પુગલપરમાણુઓને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ-પરમાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. જીવાત્માઓ પ્રતિક્ષણ, જાગતાં કે ઊંઘમાં, મન, વચન અને કાયાના યોગ અને અધ્યવસાયથી જે જે શુભઅશુભ કર્મો કરે છે તે તે પ્રમાણે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને પોતાના આત્મા પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે ત્યારે આત્માને ચોટેલાં તે પુદ્ગલ-પરમાણુઓ ખરી પડે છે. આત્મા જ્યારે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે બાકીનાં પુદ્ગલ-પરમાણુઓને સાથે લઈ જાય છે. આમ, નવાં કમ બંધાવાની અને જૂનાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા નિરંતર જન્મજન્માંતર ચાલ્યા જ કરે છે અને સંપૂર્ણ કર્મક્ષય થાય છે ત્યારે આત્મા મુક્તિ પામે છે. મોક્ષપ્રાપ્તિ પછી આત્માને ફરી દેહ ધારણ કરવાનો રહેતો નથી.
કર્મ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ તરીકે ઓળખાય છે, કારણ કે એ કર્મો આત્માનો વિશેષપણે ઘાત કરે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મ છે. ઘાતી કર્મો અશુભ અને ભારે હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બંને પ્રકારનાં હોય છે. જે કર્મ જ્ઞાનનું આવરણ કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ. વસ્તુનો ઈદ્રિયો અને મન દ્વારા સામાન્ય બોધ થવો તે દર્શન. જે દર્શનનું આવરણ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્મ આત્માને સુખદુખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ. જે કર્મ જીવને મોહગ્રસ્ત બનાવી એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરે તે મોહનીય કર્મ. જે કર્મને કારણે આત્માને અમુક સમયમર્યાદા સુધી એક શરીરમાં રહેવું પડે તે આયુષ્ય કર્મ જે કર્મને લીધે આત્માને સારું કે ખરાબ શરીર, રૂપ, રંગ, આકૃતિ, સ્વર, યશ, અપયશ, ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તે નામ કર્મ. જે કર્મને કારણે જીવને ઉચ્ચ કે નીચ કુળ કે ગોત્ર પ્રાપ્ત થાય છે તે ગોત્ર કર્મ. જે કર્મને લીધે ભોગ-ઉપભોગમાં કે આત્માની અન્ય લબ્ધિ કે શક્તિમાં વિઘ્ન આવે છે તે અંતરાય કર્મ. આ દરેક કર્મના પેટા પ્રકારો અને તેના સ્વરૂપની ખૂબ ઝીણવટભરી વિચારણા જૈન શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
બીજમાંથી ઘાસ, છોડ કે વૃક્ષ થતાં જુદી જુદી વનસ્પતિને જેમ જુદો જુદો સમય લાગે છે તેમ જુદાં જુદાં કર્મોને ઉદયમાં આવતાં બંધ અનુસાર જુદો જુદો સમય લાગે છે. જેમ એક બીજમાંથી એક કરતાં વધારે દાણા થાય છે તે બાંધેલું શુભ કે અશુભ કર્મ વિપાકે ઘણુંબધું ભોગવવાનું આવે છે.
૬ ક જૈન ધર્મ દર્શન
Page #45
--------------------------------------------------------------------------
________________
શુભ કર્મથી પુણ્યોપાર્જન થાય છે અને અશુભ કર્મથી પાપ બંધાય છે. પુણ્યના ઉદયે ઐહિક સુખ મળે છે અને પાપના ઉદયે દુખ અનુભવાય છે. પુણ્ય કે પાપના ઉદયે. સુખ કે દુખ અનુભવતાં ફરી પાછાં કર્મો બંધાય છે જે શુભ કે અશુભ હોય છે અને જે વડે ફરી પુણ્ય કે પાપ બંધાય છે. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ એમ ચાર પ્રકારે કર્મબંધની પ્રક્રિયા ચાલ્યા કરે છે. કર્મ બાંધતી વખતે તેમાં જીવ કેટલો રસ લે છે, કેટલો આવેગ ધરાવે છે, તે વખતે એના મનના અધ્યવસાયો કેવા છે એના ઉપર એ કર્મ હળવું બંધાય છે કે ભારે તેનો આધાર રહે છે. તપ, સંયમ અને શુભ ભાવથી પૂર્વે બાંધેલા ભારે કર્મનો ક્ષય કરી શકાય છે અથવા તેને ઉપશાંત કરી શકાય છે. કેટલાંક કર્મો એવાં ચીકણાં બંધાતાં હોય છે કે જે ઉદયમાં આવતાં ભોગવ્યા વિના છૂટકો જ થતો નથી. એવાં કર્મોને નિકાચિત કર્મ કહેવામાં આવે છે. કર્મ બાંધતી વખતે આત્મા સ્વતંત્ર છે, પરંતુ ભોગવતી વખતે પરાધીન બને છે. એટલા માટે જૈન કર્મસિદ્ધાંત તે પ્રારબ્ધવાદ નથી, પરંતુ પુરુષાર્થવાદ છે. સતત જાગ્રત ઉચ્ચતમ આત્મા જ પ્રબળ પુરુષાર્થથી ઓછામાં ઓછાં કર્મો બાંધે છે. બાંધેલાં કર્મોનો તપ, સંયમ, શુભભાવ વગેરે વડે ક્ષય કરે છે અથવા એને હળવાં બનાવી ભોગવી લે છે અને મોક્ષમાર્ગ તરફ વેગથી ગતિ કરે છે.
મોક્ષમાર્ગ
મોક્ષમાર્ગનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ (સમક્તિ) પારિભાષિક શબ્દ છે અને તેનો અર્થ, તેનું સ્વરૂપ ઇત્યાદિ જૈન શાસ્ત્રોમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યાં છે. સમ્યક્ત્વનો સાદો અર્થ છે સારાપણું, સાચાપણું, સમ્યક્ત્વ એટલે આત્માની સુંદરતા. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ તે સમ્યક્ત્વ. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ ત્રણ રત્નની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના જ મૂળ ગુણો છે અને એ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે અને એમાંથી કોઈ પણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી. સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; સમ્યાન વિના સમ્યારિત્રની પ્રાપ્તિ થતી નથી; સમ્યક્ચારિત્ર વિના સકલ કર્મનો નાશ થઈ શકતો નથી અને સકલ કર્મોનો નાશ કર્યા વિના મોક્ષની-પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.
જૈન ધર્મ ૭
Page #46
--------------------------------------------------------------------------
________________
સમ્યગુદર્શન એટલે દેવ, ગુરુ અને ધર્મમાં સાચી શ્રદ્ધા અને સાચી રુચિ. સમ્યગુદર્શન એટલે જીવાદિ તત્ત્વોને તેના મૂળ સ્વરૂપમાં સમજવાં અને તેમાં શ્રદ્ધા રાખવી. સમ્યગુદર્શન એટલે આત્મદર્શન. એટલા માટે જ સમ્યગુદૃષ્ટિ જીવો નિઃશંક અને નિર્ભય હોય છે.
જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન વડે જ આત્મા પાર્થને જાણે છે. જ્ઞાન વડે જ આત્મા પોતાનું હિત કે અહિત શામાં રહેલું છે તે જાણી શકે છે. જ્ઞાન વડે આત્મા પાપકાર્યોમાંથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. જ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે અને દર્શનમાં દઢ થાય છે. જ્ઞાન વડે જ આત્મા પોતાને જાણી શકે છે અને જે પોતાને જાણે તે સર્વ જગતને જાણે છે. આત્મજ્ઞાન વિના મોક્ષ નથી.
જૈન ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મન અને ઇન્દ્રિયોની શક્તિ દ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન. શબ્દ દ્વારા અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય એટલે કે શાસ્ત્રાભ્યાસથી કે ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન. અમુક અવધિમાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર કરાવી શકનારું જ્ઞાન તે અવધિજ્ઞાન, બીજાના મનના પર્યાયોને પ્રત્યક્ષ કરી શકનારું જ્ઞાન તે મન પર્વત મન:પર્યાય) જ્ઞાન. લોકાલોકના રૂપી–અરૂપી સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે જ જીવને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને જ ભવમાં આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
મોક્ષ માટે સમ્યગૃજ્ઞાનની સાથે સમ્યકુચારિત્રની આવશ્યકતા છે. ક્રિયાવિહીન જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્રના સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે. તપન, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થોના આચાર બહુ જ વિગતે બતાવ્યા છે. સાધુઓએ સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્રનું અને ગૃહસ્થોએ આંશિક ત્યાગરૂપી દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું હોય છે.
પાંચ મહાવ્રતો સમ્યફચારિત્ર માટે પાંચ મહાવ્રતોનું પાલન સૌથી મહત્ત્વનું છે. એ પાંચ મહાવ્રતો તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
૮ અ જૈન ધર્મ દર્શન
Page #47
--------------------------------------------------------------------------
________________
(૧) અહિંસા : જૈન ધર્મ પ્રમાણે આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા જીવો સમાન છે. દરેક જીવને જીવવું ગમે છે; મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવનો વધ કરવો એ મોટું પાપ છે. આત્મામાં જ્યારે પ્રમાદ આદિ વિરોધી ગુણો અને ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયો પ્રબળ બને છે ત્યારે માણસના મનમાં દુર્ભાવનાઓ જાગે છે અને માણસ હિંસા કરવા પ્રેરાય છે. હિંસા મુખ્યત્વે બે પ્રકારની છે : દ્રવ્યહિંસા અને ભાવહિંસા. બીજા માટે કશુંક અશુભ ચિંતવવું ત્યાંથી માંડીને બીજાના જીવનનો અંત આણવો ત્યાં સુધી હિંસાની અનેકવિધ ભૂમિકાઓ હોય છે. જે હિંસાનું સ્થૂલરૂપે આચરણ થાય છે તે દ્રવ્યહિંસા. બીજાની હત્યા કરવાનો કે બીજાને દુઃખ આપવાનો મનમાં ભાવ જાગે તે ભાવહિંસા. ક્યારેક આ બે પ્રકારની હિંસામાંથી કોઈક એક તો ક્યારેક બંને સાથે પ્રવર્તે છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોથી સમસ્ત સંસાર ભરેલો છે. કેટલાક જીવો એટલા સૂક્ષ્મ છે કે હાથપગ હલાવતાં કે આંખનું મટકું મારતાં મૃત્યુ પામે છે. એટલે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્રવ્યહિંસામાંથી સંપૂર્ણપણે મુક્ત થવું અશક્ય છે. એટલા માટે જે હિંસા પ્રમાદથી થાય છે તેનું પાપ વધારે લાગે છે. માટે જૈન ધર્મમાં માંસાહારનો નિષેધ કરવામાં આવ્યો છે. વળી દિવસ કરતાં રાત્રે સ્થૂલ તથા વિશેષતઃ સૂક્ષ્મ જીવોની હિંસાની વધારે શક્યતા રહેલી હોવાથી જૈન ધર્મમાં રાત્રિભોજનનો પણ નિષેધ કરવામાં આવેલો છે.
પાંચ મહાવ્રતોમાં અહિંસા સૌથી મોટું વ્રત છે. એટલા માટે અહિંસાને પરમ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
(૨) સત્ય : સત્યના આધારે જ જગત ટકી રહ્યું છે. વ્યવહાર અને ધર્મના પાયામાં સત્વ રહેલું છે માટે સત્યવચન બોલવું જોઈએ. અસત્યવચન એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, માટે તે પાપ છે. સત્ય પણ પ્રિય થાય એ રીતે બોલવું જોઈએ, કારણ કે અપ્રિય સત્યવચનમાં પણ સૂક્ષ્મ હિંસા રહેલી છે. સત્યવચનથી અન્ય જીવની હિંસા થવાનો સંભવ હોય તેને પ્રસંગે સત્ય ન ઉચ્ચારતાં મૌન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, ભય, હાસ્ય વગેરેમાંથી કેટલીક વાર અસત્ય જન્મે છે, માટે એ બધી વૃત્તિઓ પર સંયમ રાખવો જોઈએ કે જેથી અજાણતાં પણ અસત્યનું ઉચ્ચારણ ન થઈ જાય. બુદ્ધિ અને સંયમપૂર્વક એવું વચન બોલવું જોઈએ કે જે પોતાને માટે કે અન્યને માટે પીડાજનક કે અહિતકર ન હોય.
(૩) અસ્તેય · અસ્તેય અથવા અચૌર્ય એટલે કે જે વસ્તુ પોતાની ન હોય કે બીજાએ પોતાને આપી ન હોય તેવી વસ્તુ તેના માલિકની રજા વગર ગ્રહણ ન કરવી જોઈએ. બીજાની ચીજવસ્તુ ચોરી લેવી એ તો પાપ છે, પરંતુ બીજા કોઈની
જૈન ધર્મ ક ૯
Page #48
--------------------------------------------------------------------------
________________
ન હોય એવી રસ્તામાં પડેલી કોઈ પણ વસ્તુ લેવી એ પણ પાપ છે. જે વસ્તુ પોતાને વિધિપૂર્વક આપવામાં આવી ન હોય એ વસ્તુ સાધુને ન ખપે. જંગલમાં જમીન ૫૨ પડેલાં ફળફૂલ કે દાંત ખોતરવા માટેની સળી સુધ્ધાં કોઈ ચીજ સાધુએ ન લેવી જોઈએ. ભિક્ષામાં પણ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ લેવી એ પણ આ વ્રતના ભંગ બરાબર છે.
(૪) બ્રહ્મચર્ય : અબ્રહ્મચર્યમાં જીવહિંસા રહેલી છે એટલું જ નહીં આત્મોન્નતિમાં તે બાધક છે. ઇન્દ્રિયસુખ ક્ષણિક હોય છે અને પરિણામે ગ્લાનિ તથા પરિતાપ જન્માવનાર છે. ઇન્દ્રિયોના સુખભોગની લાલસામાંથી ઘણા અનર્થો જન્મે છે અને અશુભ કાર્યો બંધાય છે. બ્રહ્મચર્ય શારીરિક આરોગ્યમાં તેમ જ આધ્યાત્મિક સાધનામાં ઉપકારક છે. આ વ્રત પાળવું ઘણું જ કઠિન છે. મન, વચન અને કાયાથી એનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન થઈ શકે એ માટે શાસ્ત્રોમાં સાધુઓના અને ગૃહસ્થોના આચાર વિગતે બતાવવામાં આવ્યા છે. આ વ્રતના પાલન માટે આપેલા નવ નિયમો બ્રહ્મચર્યની નવ વાડ અથવા શીલની નવ વાડ તરીકે ઓળખાય
છે.
ભગવાન મહાવીરના સમય પૂર્વે આ મહાવ્રતનો સમાવેશ અહિંસા અને અપરિગ્રહમાં થઈ જતો હતો. પરંતુ લોકોના શિથિલ થતા જતા જીવનને લક્ષમાં લઈ ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને જુદા વ્રત તરીકે ગણાવી એના ઉપર ખૂબ ભાર મૂક્યો.
(૫) અપરિગ્રહ : ધન, ધાન્ય, જમીન, ઘરબાર ઇત્યાદિ ભોગોપભોગની ચીજવસ્તુઓ રાખવાની અને એના ઉ૫૨ માલિકીનો ભાવ ધરાવવાની લાલસા મનુષ્યને સહજ છે. પરંતુ એ બધા પરિગ્રહમાં એક પ્રકારની મૂર્છા છે અને પરિગ્રહ અનર્થોનું મૂળ છે. માટે સાધુઓએ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત્ ચીજવસ્તુઓ માટે ઇચ્છા, આકાંક્ષા, તૃષ્ણા અને મમત્વનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આસક્તિમાં જ પરિગ્રહનું પાપ રહેલું છે. ચીજવસ્તુઓનો અનાવશ્યક સંગ્રહ કે પરિગ્રહ સામાજિક અપરાધ છે અને અશાંતિનું મૂળ છે. માટે ગૃહસ્થે પણ પોતાની ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં રાખવી જોઈએ.
ગૃહસ્થનાં વ્રતો
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું સાધુઓ જેટલું કઠિન પાલન કરી શકે તેટલું કઠિન પાલન ગૃહસ્થો કરી શકે નહીં. એટલા માટે ગૃહસ્થધર્મને લક્ષમાં રાખી એ મહાવ્રતોના પાલનમાં ગૃહસ્થો માટે થોડીક
૧૦ * જૈન ધર્મ દર્શન
Page #49
--------------------------------------------------------------------------
________________
-
છૂટ મૂકવામાં આવી છે. ગૃહસ્થે પાળવાનાં એ પાંચ વ્રતો અણુવ્રત તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ બધાં મળી બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે. ગુણવ્રતો આ પ્રમાણે છે : (૧) દિગ્પરિમાણવ્રત – વેપાર, વ્યવહાર ઇત્યાદિ માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી જુદી દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધી લેવી. (૨) ભોગોપભોગ– પરિમાણવ્રત–ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નોકર, ચીજવસ્તુઓ ઇત્યાદિ ભોગ અને ઉપભોગની વસ્તુના ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું (૩) અનર્થદંડવિરમણવ્રત-કોઈને શસ્ત્રો ભેટ આપવાં, પ્રાણીઓ લડાવવાં ઇત્યાદિ કાર્યો કે જેમાં સ્થૂલ-સૂક્ષ્મ હિંસા રહેલી હોય તેવાં અનાવશ્યક કાર્યો ન કરવાં. શિક્ષાવ્રતો આ પ્રમાણે છે : (૧) સામાયિકવ્રત-શુદ્ધ થઈને ૪૮ મિનિટના નિશ્ચિત સમય માટે એક આસન ૫૨ બેસીને, સર્વ પાપક્રિયાઓનો ત્યાગ કરી તથા ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખી પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં કે સ્વાધ્યાય કરતાં કરતાં સમતા ધારણ કરીને શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું આ વ્રત છે. સામાયિક કરનાર ગૃહસ્થ એટલો સમય સાધુ સમાન ગણાય છે. (૨) દેશાવગાસિકવ્રત-અન્ય વ્રતોમાં જે મર્યાદાઓ બાંધી હોય તેમાં પણ જ્યાં જ્યાં અસંયમ જણાતો હોય ત્યાં ત્યાં સંયમમાં રહેવા માટે એ છૂટ ક્રમે ક્રમે ઓછી કરતા જવું એ માટે આ વ્રત છે. (૩) પૌષધવ્રત– આ વ્રત પ્રમાણે પર્વના દિવસે ગૃહસ્થીના બધા વ્યવહારોનો ત્યાગ કરી; મન, વચન અને કાયાને ધાર્મિક ક્રિયાઓમાં પરોવી, આખા દિવસ માટે સાધુ જેવું જીવન અંગીકાર કરવાનું હોય છે. (૪) અતિથિ-સંવિભાગવ્રત–સાધુ, સાધ્વી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર, ઇત્યાદિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું તે આ
વ્રત.
સાધુઓ અને ગૃહસ્થોએ પોતાનાં વ્રતનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રત પાળવાનું હોય છે
સાધુ અને ગૃહસ્થોએ રોજ રોજ પોતાનાથી થયેલાં પાપોની આલોચના કરી ક્ષમા માગવાની હોય છે. આ પ્રકારની ક્રિયાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ક્ષમા માગવા માટે ‘મિચ્છા મિ દુક્કડમ' (મિથ્યા મે દુષ્કૃતમ) શબ્દ જૈનોમાં સુપ્રસિદ્ધ છે. તપ અને સંયમની આરાધના માટે જૈનોનું સૌથી મોટું પર્વ તે પર્યુષણ પર્વ છે. એ પર્વને અંતે જૈનો વર્ષ દરમિયાન થયેલા અપરાધો માટે ૫૨સ્પ૨ ક્ષમા આપે છે અને ક્ષમા માગે છે. એટલા માટે પર્યુષણ પર્વ ક્ષમાપનાના પર્વ તરીકે જાણીતું છે.
જૈન ધર્મ ૧૧
Page #50
--------------------------------------------------------------------------
________________
દરેક જૈને દાન, શીલ, તપ અને ભાવ એ ચારની આરાધના કરવી જોઈએ. અને અન્ય જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને જીવનમાં ઉતારવી જોઈએ.
સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ સર્વવિરતિ ચારિત્રનું પાલન કરનાર સાધુઓએ પંચમહાવ્રતોના પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીસહ, બાર ભાવના, દસ યતિધર્મ ઇત્યાદિનું પાલન કરવું આવશ્યક છે.
પાંચ સમિતિ આ પ્રમાણે છે: (૧) ઈયસમિતિ-ભૂમિ ઉપર જઈને સંયમપૂર્વક ચાલવાની ક્રિયા કરવી. (૨) ભાષાસમિતિ–પાપરહિત ભાષા બોલવી. (૩) એષણાસમિતિ-આહાર, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ દોષરહિત અને નિર્દોષ છે કે નહીં તે વિશે ગવેષણા કરી તે ગ્રહણ કરવાં. (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ-આસન વગેરે ગ્રહણ કરતી વખતે અથવા તેનો ત્યાગ કરતી વખતે સંયમપૂર્વક તે ક્રિયા કરવી. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ-પોતાનાં મળ-મૂત્રાદિક મૂકતી વખતે તે ક્રિયા સંયમપૂર્વક કરવી. આ ક્રિયાઓ સંયમપૂર્વક એવી રીતે કરવી જોઈએ કે જેથી સ્થૂલસૂક્ષ્મ હિંસા ન થાય.
મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે ગોપન કરવું, વશ રાખવું, સંયમમાં રાખવું. સાધુઓએ પોતાનાં મન, વચન અને કાયાને પૂર્ણપણે સંયમમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કર્મની નિર્જરા થાય એટલા માટે સાધુઓએ જે કોઈ પ્રકારનાં દુખ, કષ્ટ આવી પડે તે સહજભાવે સહન કરી લેવાં તેને પરીષહ-પરીસહ કહેવામાં આવે છે. સુધા, તૃષા, ટાઢ, તડકો, શરીર પરસેવાથી કે મેલથી દુર્ગધ થાય, કોઈ રોગ થાય, સરખી પથારી ન હોય, કોઈ તિરસ્કારયુક્ત વચન બોલે, કોઈ અતિશય પ્રશંસા કરે, કોઈ શરીર પર પ્રહાર કરી જાય, મચ્છર, ડાંસ વગેરે કરડે ઈત્યાદિ બાવીસ પ્રકારના પરીસહ સહજભાવે સહન કરી લેવા જોઈએ. જેવે વખતે સાધારણ માણસોના મનમાં ક્રોધ, આક્રોશ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ ઈત્યાદિ પ્રકારના દુભવ જન્મે તેવે વખતે સાધુએ સમતાભાવ ધારણ કરવો જોઈએ, જેથી ચારિત્રપાલનમાં પોતે દઢ રહી શકે.
બાર ભાવના અને યતિધર્મ જેઓ મુક્તિપદના સુખની ઇચ્છા કરે છે તેમણે હૃદયમાં વૈરાગ્યના ભાવને ધારણ કરવાનો અને તેને દઢ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અશુભ વિચારોને
૧૨ જે જૈન ધર્મ દર્શન
Page #51
--------------------------------------------------------------------------
________________
દૂર કરી ચિત્તમાં શુભ વિચારોને સ્થિર કરવા માટે, આત્મહિતના વિષયમાં ચિત્તને દઢ કરવા માટે શાસ્ત્રકારોએ બાર પ્રકારની ભાવનાઓનું નિત્ય મનન-ચિંતન કરવા માટે જણાવ્યું છે. એ બાર ભાવનાઓ નીચે મુજબ છે :
(૧) અનિત્યભાવના-શરીર, ધન, વૈભવ, કુટુંબપરિવાર વગેરે સર્વ અનિત્ય, વિનાશી છે. માત્ર આત્મા જ અવિનાશી છે. (૨) અશરણભાવના–વૃદ્ધાવસ્થા, રોગ કે મૃત્યુ આગળ જીવ લાચાર થઈ જાય છે. મરણ સમયે જીવને શરણ રાખનાર સંસારમાં કોઈ નથી. (૩) સંસારભાવના-અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પરંતુ એ સંસાર પોતાનો નથી. (૪) એકત્વભાવના-જીવ સંસારમાં એકલો આવ્યો અને એકલો જવાનો છે. પોતે કરેલાં કર્મ પોતે એકલાએ જ ભોગવવાનાં છે. (૫) અન્યત્વભાવના-સ્વજનો, ધનવૈભવ ઈત્યાદિ પોતાનાથી અન્ય છે. કોઈ કોઈનું નથી. અંતે તો દેહ પણ પોતાનો રહેવાનો નથી. (૬) અશુચિભાવનાલોહી, માંસ અસ્થિ વગેરેથી બનેલું શરીર અશુચિનું સ્થાન છે. (૭) આવભાવનાઇન્દ્રિયોના વિષયોના ભોગોપભોગ દ્વારા તથા રાગદ્વેષ, અજ્ઞાન ઇત્યાદિ દ્વારા આત્મા કર્મમાં નિરંતર બંધાયા કરે છે. (૮) સંવરભાવના–જ્ઞાન, ધ્યાન, તપ વગેરેમાં પ્રવૃત્ત થઈ નવાં બંધાતાં કર્મો અટકાવી શકાય છે. (૯) નિરાભાવના–પૂર્વે બંધાયેલાં કર્મોનો જ્ઞાન, ધ્યાન, તપ વગેરે દ્વારા ક્ષય કરી શકાય છે. (૧૦) લોકસ્વરૂપભાવનાજગતના પદાર્થોનો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એવો ક્રમ ચાલ્યા જ કરે છે. નિશ્ચયદૃષ્ટિએ જગત શાશ્વત છે અને વ્યવહાર-દષ્ટિએ ગત નાશવંત છે. (૧૧) બોધિદુર્લભભાવના-ગતના પદાર્થોને તેના સત્ય સ્વરૂપે ઓળખવાનું જ્ઞાન દુર્લભ છે. સંસારમાં આત્માને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. (૧૨) ધર્મભાવના અથવા ધર્મદુર્લભભાવના–આ અનિત્ય અને અસાર સંસારમાં ધર્મનું શરણ મળવું દુર્લભ છે અને ધર્મના સાચા ઉપદેશક ગુરુનો સમાગમ થવો દુર્લભ છે.
આ પ્રમાણે બાર ભાવનાઓનું દિવસરાત ચિંતન કરવાથી જીવનો ઐહિક પદાર્થો પ્રત્યેનો મોહ ક્રમે ક્રમે ઓછો થાય છે, સંયમ અને વૈરાગ્યમાં મન દઢ થાય છે, આત્મા શુદ્ધ સ્વરૂપમાં લાગે છે અને મોક્ષમાર્ગ તરફ વેગથી ગતિ કરવા લાગે
આ બાર ભાવનાઓના મનન-ચિંતન સાથે ચારિત્રના પાલન અને વિકાસ માટે દસ લક્ષણી અથવા દસ પ્રકારનો ધર્મ પાળવાનો હોય છે. સાધુઓએ એ સવિશેષ પાળવાનો હોય છે. માટે એને ક્ષમણધર્મ કે યતિધર્મ પણ કહેવામાં આવે છે, જે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) ત્યાગ, (૫) સંયમ, (૬) તપ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિચનતા, (૧૦) બ્રહ્મચર્ય.
જૈન ધર્મ ૧૩
Page #52
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાન સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ એ પદ પ્રાપ્ત કરવું એ સહેલી વાત નથી. કેટલાક મહાન જીવાત્માઓ મોક્ષપદ પામવા માટે ઊંચે ચડતા હોય છે, પરંતુ પ્રમાદ તથા પૂર્વનાં કર્મોના ઉદયને કારણે ફરી નીચે પડતા હોય છે. સામાન્ય જીવાત્માઓ તો અમુક ભૂમિકા સુધી જ આગળ વધી શકતા હોય છે અને ફરી પાછા ત્યાંથી નીચે પડતા હોય છે. નીચામાં નીચી સપાટીથી મોક્ષપદ સુધીના માર્ગમાં, આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ આત્મા ક્યાં સુધી પહોંચે છે એ દર્શાવવા માટે જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ શાસ્ત્રકારોએ બતાવ્યો છે જે ગુણસ્થાન અથવા ગુણશ્રેણી તરીકે ઓળખાય છે. જીવાત્માને ધર્મમાં રસ, રુચિ, શ્રદ્ધા છે કે નહીં અને છે તો કેવાં છે, એણે સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કર્યું છે કે નહીં, એણે મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ કર્યો છે કે નહીં, એ બાકીનાં ઘાતી કર્મોનો ક્ષય ક્યારે કરે છે અને છેવટે અઘાતી કર્મોનો પણ ક્ષય ક્યારે કરે છે ઈત્યાદિ ઉપર એની ભૂમિકાનો આધાર રહે છે. ગુણસ્થાન ચૌદ છે અને તે આ પ્રમાણે છે :
(૧) મિથ્યાત્વ – જીવની આ નીચામાં નીચી ભૂમિકા છે. આ ગુણસ્થાનને વર્તતા જીવને આત્મા, ધર્મ કે પ્રભુની વાણીમાં રસ, રુચિ કે શ્રદ્ધા હોતાં નથી. જે જીવોના મિથ્યાત્વને આદિ કે અંત નથી અને જે જીવો ક્યારેક મોક્ષ પામવાના નથી તે જીવો “અભવ્ય' તરીકે ઓળખાય છે. જે જીવો મિથ્યાત્વનો ત્યાગ કરી મોક્ષ પામવાના છે તે જીવો “ભવ્ય' તરીકે ઓળખાય છે. (૨) સાસ્વાદન – સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી ગુણશ્રેણીએ ઉપર ચડેલો જીવ ક્રોધાદિ તીવ્ર કષાયોનો ઉદય થતાં પાછો પહેલે ગુણસ્થાનકે આવી પડે છે ત્યારે આ બીજા ગુણસ્થાનકે ક્ષણવાર અટકે છે. તત્ત્વરુચિના કંઈક આસ્વાદવાળી આ ભૂમિકા છે. એટલા માટે એને સાસ્વાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. સમ્યકત્વથી પડનાર જીવ માટે આ ગુણસ્થાન છે. ચડતી વખતે જીવ પહેલા ગુણસ્થાનથી સીધો ત્રીજા ગુણસ્થાને ચડે છે. (૩) મિશ્ર–મિથ્યાત્વમાંથી નીકળી ઊંચે ચડતો જીવ સમ્યગ્દર્શન પામતાં પહેલાં મનોમંથનવાળી, મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનના મિશ્રરૂપ ભૂમિકા પામે છે તે આ ગુણસ્થાન ( અવિરતિસમ્યગૃષ્ટિ-સમ્યગુદર્શનની પ્રાપ્તિ થતાં આત્મા આ ગુણસ્થાન પામે છે. આ ગુણસ્થાનથી જ આત્મવિકાસની મુખ્ય ભૂમિકા શરૂ થાય છે. અહીં વર્તતો જીવ સાચી આધ્યાત્મિક શાંતિ અનુભવે છે અને આત્મકલ્યાણ માટે યથાશક્તિ પ્રવૃત્ત થાય છે. અલબત્ત, વિરતિ એટલે ત્યાગ-વૈરાગ્ય શું છે તે જાણતો હોવા છતાં પૂર્વના પ્રબળ સંસ્કારો અને કર્મના ઉદયને કારણે પૂર્ણપણે તે આચરણમાં મૂકી શકતો નથી માટે તે અવિરતિસમ્યગુદૃષ્ટિ કહેવાય છે. (૫) દેશવિરતિસમ્યગદષ્ટિ- આ ગુણસ્થાને રહેલો જીવ સમ્યગુદષ્ટિપૂર્વક વ્રત વગેરે
૧૪ ન જૈન ધર્મ દર્શન
Page #53
--------------------------------------------------------------------------
________________
નિયમોનું અંશતઃ પાલન કરી શકે છે. માટે તે દેશવિરતિસમ્યગુ દષ્ટિ કહેવાય છે. (૬) પ્રમત્તસંવત-ત્યાગવૈરાગ્યમાં દઢ બનેલો સમ્યગૃષ્ટિ જીવ મહાવ્રતોરૂપી સર્વવિરતિ ધારણ કરે છે, પરંતુ ક્યારેક કર્તવ્યમાં તેનાથી પ્રમાદ થઈ જાય છે માટે એને પ્રમત્તસંવત કહેવામાં આવે છે. (૭) અપ્રમત્તસંવત–પ્રમાદમુક્ત સમ્યગુદૃષ્ટિ જીવનું આ ગુણસ્થાન છે. પરંતુ પ્રમાદમુક્ત અવસ્થામાં સતત સ્થિર રહેવું અત્યંત કઠિન હોવાથી ઘણા જીવો પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થા વચ્ચે-છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે-ઝોલા ખાતા રહે છે. (૮) અપૂર્વકરણ–કરણ એટલે ક્રિયા અથવા અધ્યવસાય. આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરવાનો અપૂર્વ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. *ઉપશમ' અને “ક્ષય' પારિભાષિક શબ્દો છે. ઉપર રાખ ઢાંકવાથી અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ હોલવાતો નથી. તેવી ક્રિયા તે ઉપશમ. અગ્નિ ઉપર પાણી નાખવાથી તે સદંતર હોલવાઈ જાય છે. તેવી ક્રિયા તે ક્ષય. આ ગુણસ્થાને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી એમ બે શ્રેણી પડે છે. ઉપશમશ્રેણી માંડતો જીવ ક્રમે ક્રમે અગિયારમા ગુણસ્થાન સુધી પહોંચે છે. ક્ષપકશ્રેણી માંડતો જીવ નવમા અને દસમા ગુણસ્થાને થઈ સીધો બારમા ગુણસ્થાને પહોંચે છે. અગિયારમા ગુણસ્થાનને તે સ્પર્શતો નથી. (૯) અનિવૃત્તિબાદર (અનિવૃત્તિકરણ –મોહનીય કર્મના બાકી રહેલા અંશોનો પણ અહીં ઉપશમ કે ક્ષય થાય છે અને આત્મા વધારે વિશુદ્ધ બને છે. (૧૦) સૂક્ષ્મસંપરાય– સંપરાય એટલે કષાય. મોહનીય કર્મ ઉપશાંત અથવા ક્ષીણ થવા જાય ત્યારે રાગનો – લોભકષાયનો સૂક્ષ્મ અંશ બાકી રહી જાય છે. તેવી સ્થિતિ આ ગુણસ્થાનમાં હોય છે. (૧૧) ઉપશાંતમોહ – મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ અહીં શાંત થાય છે. જેમણે ઉપામશ્રેણી માંડી છે એવા આત્માઓ માટે જ આ ગુણસ્થાન છે. (૧૨) ક્ષીણમોહઆ ગુણસ્થાને વર્તતો જીવ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અહીંથી જ જીવ અંતમુહૂર્ત જેટલા સમયમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. (૧૩) સયોગી કેવળીઆ ગુણસ્થાનકે વર્તતો જીવ ચારે ઘનઘાતી કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોંહનીય અને અંતરાય)નો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ આ સ્થાનમાં હજુ જીવને ચાર અઘાતી કર્મો ભોગવવાનો બાકી હોય છે. એટલે કે એને હજુ મન, વચન અને કાયાના યોગ બાકી હોય છે. એથી તે સયોગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગી કેવળી–આ ગુણસ્થાને જીવ ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરી મુક્તિ અથવા મોક્ષપદને પામે છે. અહીં જીવ યોગ રહિત થાય છે અને કેવળજ્ઞાનસહિત હોય છે એટલે એ અયોગી કેવળી કહેવાય છે.
ગુણસ્થાનના ક્રમની સાથે ચિત્તમાં રહેલી ધ્યાનની પ્રક્રિયા પણ સંલગ્ન છે. ધ્યાન ચાર પ્રકારનું છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાંનાં પ્રથમ બે અશુભ ધ્યાન છે
જૈન ધર્મ - ૧૫
Page #54
--------------------------------------------------------------------------
________________
અને માટે વર્યું છે. એ પ્રવર્તતાં હોય છે ત્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણસ્થાનથી ઉપર જઈ શકતો નથી. ધર્મધ્યાન અને શુક્લધ્યાન શુભ ધ્યાન છે. તે આત્માને ઉચ્ચતર ગુણસ્થાને લઈ જાય છે અને છેવટે કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
અનેકાંતવાદ અનેકાંતવાદએ જૈન ધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને, ગુણને, અંતને પૂરી રીતે તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈ પણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં વધુ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તત્ત્વોનો સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંતવાદ.
અનેકાંતવાદ માટેનો પારિભાષિક શબ્દ છે સ્યાદ્વાદ. સ્વાતું એટલે કથંચિત્ એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે, પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત છે અને સિદ્ધાંતને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સદ્ધાદ છે. એને સમજવા માટે અંધહસ્તીન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સાત આંધળા માણસોએ પોતાની હથેલી વડે સ્પર્શ કરી હાથીનો આકાર જાણવાનો પ્રયત્ન કર્યો એથી કોઈકને હાથી સૂપડા જેવો લાગ્યો, કોઈકને થાંભલા જેવો, કોઈકને દોરડા જેવો લાગ્યો ઇત્યાદિ. પરંતુ મહાવતે તેઓને હાથ વડે સ્પર્શ કરાવીને હાથીના આખા આકારનો ખ્યાલ આપ્યો. હાથીના ખંડદર્શનને બદલે એનું અખંડદર્શન કરાવનાર મહાવત તે સ્યાદ્વાદના અથવા અનેકાંતવાદના સ્થાને છે.
અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાંતવાદ એટલે વિરોધ પક્ષનાં મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે માધ્યસ્થભાવે, સત્યની જિજ્ઞાસાથી આલોચના કરવી અને મિથ્યાભિમાનનો ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવો. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંતવાદને ચારિત્રવિકાસના સોધન તરીકે પણ અપનાવ્યો છે.
અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે, વિસંવાદ દૂર થાય છે, ક્લેિશ ઓછો થાય છે, સમભાવ જન્મે છે, મિત્રતા વિકસે છે અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે એમ છે.
૧૬ જૈન ધર્મ દર્શન
Page #55
--------------------------------------------------------------------------
________________
જ
નમસ્કાર મહામંત્ર સમસ્ત જૈનોનો પ્રાર્થનારૂપ મુખ્યમંત્ર છે. એને માટે નવકારમંત્ર’ શબ્દ રૂઢ થયેલો છે. ધર્મસંસ્કારી દરેક જૈન કુટુંબમાં નાના બાળકને ધર્મનો સૌથી પહેલો પાઠ નવકારમંત્રનો શીખવવામાં આવે છે. નવકારમંત્ર નીચે પ્રમાણે છે :
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણે નમો આયરિયાણં નમો ઉવજઝાયણે નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુક્કો સત્ર પાવપણાસણો મંગલાણં ચ સવેર્સિ
પઢમં હવઈ મંગલ. નવકારમંત્રનાં નવ પદ છે. તેમાં પ્રથમ પાંચ પદમાં આધ્યાત્મિક જીવનમાં મોક્ષપદ સુધી પહોંચી ગયેલા અથવા પહોંચવા માટે પ્રવૃત્ત થયેલા પાંચ પ્રકારના મહાન આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પાંચ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચને “પંચ પરમેષ્ઠિ' કહેવામાં આવે છે. છેલ્લાં ચાર પદમાં નવકારમંત્રનો મહિમા બતાવવામાં આવ્યો છે કે આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
રાગ અને દ્વેષ રૂપી અરિને જે હણે છે અને છેવટે જે મુક્તિ પામે છે એવા સર્વજ્ઞ, સર્વદર્શી અને સર્વકાલના તથા સર્વક્ષેત્રના જિનેશ્વર ભગવંત તે અરિહંત. જે મહાન આત્માઓ કર્મબંધનોમાંથી સર્વથા મુક્ત થઈને મોક્ષપદને પામ્યા છે તે સિદ્ધ ભગવંત દેહધારી જીવન્મુક્ત આત્મા તે અરિહંત અને દેહમુક્ત આત્મા કે સિદ્ધાત્મા. જેઓ પોતે પાંચ મહાવ્રતોનું, આચારનું સંયમપૂર્વક પાલન કરે છે અને બીજાઓ પાસે આચારનું પાલન કરાવે છે તે આચાર્ય. જેઓ મુનિવરોને શ્રુતજ્ઞાનનું
નમસ્કાર મહામંત્ર ૧૭
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યયન કરાવે છે તે ઉપાધ્યાય. જેઓ ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરી, પાંચ મહાવ્રતો ધારણ કરી સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે તે સાધુ.
જૈનોમાં કોઈ પણ શુભ કાર્યના આરંભ વખતે, દુખ કે સંકટ આવી પડે ત્યારે, સૂતાં કે ઊઠતાં, માણસની અંતિમ ઘડીએ–એમ જુદે જુદે વખતે હંમેશાં નવકારમંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો એકાગ્રતાથી નિયમિત જાપ કરનાર મોક્ષપદનો અધિકારી બને છે.
જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો અને વિષયોનો અહીં સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યો છે. જૈન ધર્મના ગ્રંથોમાં આ અને બીજા ઘણા બધા વિષયોની ગહન, સૂક્ષ્મ, શાસ્ત્રીય, તર્કબદ્ધ અને ઝીણવટભરી વિચારણા કરવામાં આવી છે. સાહિત્યના ક્ષેત્રે પણ જૈન વિદ્વાનો અને સાધુકવિઓએ સંસ્કૃત, પ્રાકૃત આપભ્રંશ, જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષામાં પુષ્કળ મહત્ત્વનું કાર્ય કર્યું છે. આચારના ચુસ્ત અને કડક પાલન દ્વારા જૈન સાધુસાધ્વીઓએ ભગવાન મહાવીરના સમયથી ચાલી આવતી શ્રમણપરંપરાને અખંડિત જાળવી રાખી છે.
જૈન ધર્મ કોઈ એક જ્ઞાતિ કે સંપ્રાદાયનો ધર્મ નથી. એમાં રાષ્ટ્ર, જાતિ કે વર્ણનો કોઈ ભેદભાવ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણના મહાન પુરુષો જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયાનાં પુષ્કળ ઐતિહાસિક દૃષ્ટાંતો મળે છે. જૈન ધર્મે જીવનની પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિનો સૂક્ષ્મતમ વિચાર કર્યો છે અને ગમે તેવી પરિસ્થિતિવાળા માણસને માટે પણ આત્મોન્નતિનો રાહ દર્શાવ્યો છે.
૧૮ * જૈન ધર્મ દર્શન
Page #57
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
મંત્રશિરોમણિ નવકારમંત્રના આત્યંતર સ્વરૂપનો મહિમા તો અપરંપાર છે. પરંતુ એના બાહ્ય સ્વરૂપનો, એનાં પદ અને અક્ષરનો મહિમા પણ ઓછો નથી.
મનુષ્ય પોતાના મુખનાં કંઠ, જીભ, હોઠ, તાળવું, પડજીભ, દાંત વગેરે અવયવોની સહાય દ્વારા જુદા જુદા ધ્વનિઓનું ઉચ્ચારણ કરે છે. એવા કેટલાક ધ્વનિઓ માટે સાંકેતિક કે પ્રતીકાત્મક સંજ્ઞા તરીકે વર્ણ અથવા અક્ષર લખાય છે. પ્રત્યેક વર્ગમાં પોતાનામાં જ કંઈક અર્થબોધ કરવાની વિશિષ્ટ શક્તિ રહેલી છે. એને લીધે એવા વર્ણો પોતે પણ શબ્દ સમાન ગણાય છે. એવા કેટલાયે એકાક્ષરી શબ્દો છે કે જેના એક કરતાં વધુ અર્થ થાય છે. જુદા જુદા અક્ષરો મળીને શબ્દ થાય છે. સ્વર-વ્યંજનયુક્ત આવા કેટલાય શબ્દોના પણ એક કરતાં વધુ અર્થ થાય છે. કેટલાક શબ્દોમાં એક વાક્ય જેટલી શક્તિ રહેલી હોય છે. શબ્દસમૂહ દ્વારા એક વાક્યની રચના થાય છે. વાક્ય દ્વારા સવિશેષ, સવિસ્તર, સુનિશ્ચિત અર્થ વ્યક્ત કરી શકાય છે, પણ તે માટે શબ્દ ઉપર પ્રભુત્વ જોઈએ. અન્યથા વધુ પડતા શબ્દો દ્વારા અર્થની વધુ ગૂંચવણ કે સંદિગ્ધતા પણ જન્મી શકે છે.
શબ્દને શું વળગી રહો છો ? શબ્દના ઉચ્ચારણ કરતાં એના અર્થનું અને તેથી પણ વધુ તો તેના ભાવનું મહત્ત્વ છે. આવું કહેતાં કેટલાકને આપણે સાંભળીએ છીએ. એક અપેક્ષાએ આ બહુ જ સાચું છે, પણ બીજી અપેક્ષાએ શબ્દનું પણ એટલું જ મૂલ્ય છે. વળી શબ્દ કરતાં પણ તેના ઉચ્ચારનારનું એથી પણ વધુ મહત્ત્વ છે. એકનો એક શબ્દ એક સામાન્ય કે અધમ માણસે ઉચ્ચાર્યો હોય અને તે જ શબ્દ કોઈ રાષ્ટ્રની સર્વસત્તાધીશ વ્યક્તિએ જાહેરમાં ઉચ્ચાર્યો હોય અથવા કોઈ તપસ્વી, જ્ઞાની સંત-મહાત્માએ ઉચ્ચાર્યો હોય તો તે દરેકના પ્રભાવમાં ઘણો ફરક પડે છે. જો મહાત્માઓની સામાન્ય વાતચીતના શબ્દોનો આટલો બધો પ્રભાવ પડતો હોય છે તો મહાત્માઓમાં પણ જે મહાત્મા ગણાતા હોય તેવા સાધક મનીષી મહાપુરુષોએ વિશિષ્ટ, ઉચ્ચ, કલ્યાણકારી પ્રયોજનપૂર્વક અક્ષરોનું ઉચ્ચારણ કર્યું હોય તો તે અક્ષરોનું મૂલ્ય કેટલું બધું વધી જાય ! એવા અક્ષરો સંખ્યામાં ઝાઝા નથી
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ ૧૯
Page #58
--------------------------------------------------------------------------
________________
હોતા, પણ તેની શક્તિ અભુત હોય છે. એ અક્ષરો મંત્રરૂપ બની જાય છે. અર્થની અપેક્ષા વગર પણ એ અક્ષરોનું ઉચ્ચારણ સમર્થ અને શક્તિસ્વરૂપ હોય છે. એ અક્ષરોના ધ્વનિતરંગોમાં રહેલા અકળ સામર્થ્યને કારણે જ તે મંત્રરૂપ બની જાય છે. મંત્રવિદ્યા એ એક ગૂઢ વિદ્યા ગણાય છે. મંત્રમાં એટલા માટે અક્ષરોનું ઘણું મહત્ત્વ છે. એટલા માટે જ કહેવાય છે કે નિર્વાનમક્ષર નાતિ અથવા પસ્યનક્ષરે મંત્રમુ- એટલે કે નિર્બીજ મંત્રશક્તિરહિત) એવો કોઈ અક્ષર નથી અને અક્ષરરહિત કોઈ મંત્ર નથી. આમ, શબ્દના અર્થનું કે ભાવનું મહત્ત્વ સ્વીકારાયું છે. મંત્રાક્ષરોમાં તદુપરાંત જો ભાવની વિશુદ્ધિ પણ વણાઈ જાય તો પછી તેની શકિતની તો વાત જ શી કરવી !
નવકારમંત્ર એ મંત્ર છે. આપણે જોયું તેમ, મંત્રમાં અક્ષરનું ઘણું મહત્ત્વ હોય છે, સામાન્ય લખાણ કે વાતચીતમાં માત્ર અક્ષરોનો જ નહિ, શબ્દોનો પણ વિસ્તાર હોય છે. મંત્ર અક્ષરની દૃષ્ટિએ સઘન હોય છે. પ્રત્યેક અક્ષરનું વિશિષ્ટ પ્રયોજન અને મહત્ત્વ હોય છે. મંત્રમાં અક્ષરનો અનાવશ્યક ઉપયોગ ન હોય. મંત્રના અક્ષરોને વેડફી નાખી શકાય નહિ, કારણ કે એથી મંત્રની શક્તિ ઘટે છે અને કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે અથવા તે નિષ્ફળ નીવડે છે. એટલા માટે અક્ષરને મંત્રદેવતાના દેહ તરીકે માનવામાં આવે છે. મંત્રની રચના મંત્ર દ્રાઓ કરતા હોય છે. તેઓ પ્રત્યેક અક્ષરનાં સ્વરૂપ, ધ્વનિતરંગ, સૂક્ષ્મ રંગ, રહસ્ય, શક્તિ ઈત્યાદિને પોતાના અતીન્દ્રિય અનુભવ દ્વારા જાણતા હોય છે. અને તેથી તેઓ મંત્રમાં પરિણામની દષ્ટિએ એટલે કે ઈષ્ટફલની દષ્ટિએ અક્ષરોનું સંયોજન કરે છે.
નવકારમંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્રસ્વરૂપ હોવાને કારણે તેમાં પણ પ્રત્યેક અક્ષરનું મહત્ત્વ સ્વીકારાયું છે. નવકારમંત્રનો એક એક અક્ષર ઘણાબધા અર્થો અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે જ નવકારમંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતાં જઈએ અને તે વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર કરતાં જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા માટે જ નવકારમંત્રને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં કોઈ અતિશયોક્તિ થયેલી નથી. વળી, નવકારમંત્રમાંથી પ્રણવ, માયા, અહં વગેરે પ્રભાવશાળી મંત્રબીજાક્ષરોની ઉત્પત્તિ થઈ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એટલે નવકારમંત્ર એ મંત્રોનો પણ મંત્ર છે, મહામંત્ર છે એમ સ્વીકારાયું છે.
મંત્રમાં અક્ષરોના ઉચ્ચારણમાં પ્રમાદ કે શિથિલતા ન ખપે. “ચાલશે' એવી વૃત્તિ કે વલણ મંત્રસાધનામાં ન ચાલે. અક્ષર એ મંત્રદેવતાનો દેહ હોવાથી ઉચ્ચારણમાં જો ઓછુંવત્તું થાય કે અક્ષરો ચૂકી જવાય તો તેથી મંત્રદેવતાનું શરીર
૨૦ ઓ જૈન ધર્મ દર્શન
Page #59
--------------------------------------------------------------------------
________________
વિક્ત થાય છે એવી માન્યતા છે. એ માટે બે વિદ્યાસાધકોનું દષ્ટાંત અપાય છે. ગુરુએ તેમને ગુપ્ત વિદ્યા આપી અને તેની આસ્નાય-સાધનાની રીત–પણ શીખવી. તે અનુસાર તેઓ બંનેએ વિદ્યાદેવીની સાધના કરી. પરંતુ એથી જે વિદ્યાદેવીઓ તેમનો પ્રત્યક્ષ થઈ તેમાંની એક લાંબા દાંતવાળી દેખાઈ અને બીજી એક આંખે કાણી દેખાઈ. આથી તેમને આશ્ચર્ય થયું. તરત તેમને પોતાની ભૂલ સમજાઈ કે અક્ષરોના ઉચ્ચારણમાં કંઈક ફરક પડ્યો હોવો જોઈએ. તેઓએ ફરીથી મંત્રનો પાઠ અક્ષરની દષ્ટિએ બરાબર શુદ્ધ કર્યો. એથી વિદ્યાદેવીઓ ફરીથી પોતાના મૂળ સુંદર સ્વરૂપે પ્રગટ થઈ. મંત્રમાં અક્ષરો અને તેના સંયોજનનું તથા તેની પાઠશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે, તે આ દૃષ્ટાંત પરથી સમજાશે.
જુદા જુદા કેટલાક મંત્રો એના અક્ષરોની સંખ્યાથી પણ સુપ્રસિદ્ધ થયા છે. પંચાક્ષરી, સપ્તાક્ષરી, અષ્ટાક્ષરી, ષોડશાક્ષરી વગેરે મંત્રોની જેમ નવકારમંત્ર અડસઠ અક્ષરોથી જાણીતો છે. મંત્રોના અક્ષરોની સંખ્યા સુનિશ્ચિત અને સુપ્રસિદ્ધ હોવાથી મંત્રમાં તેની વધઘટ થવાનો સંભવ રહેતો નથી.
નવકારમંત્ર એના અડસઠ અક્ષરની તેમ જ નવપદથી સુપ્રસિદ્ધ છે. નવનો સંખ્યાંક અખંડિત અને શુકનવંતો મનાયો છે. ગુણાકાર, ભાગાકાર વગેરે ગણિતના પ્રયોગોમાં પણ તે છેવટે નવ ઉપર આવીને રહે છે. નવકારમંત્રમાં નવ પદનો મહિમા વર્ણવતાં વચનો પણ ઘણાં છે ઉ.ત.
નવ પદ એનાં નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે.
નવ પદ એ છે નવે નિધાન, સેવો હૃદયે ધરી બહુમાન.
નવ પદ ધ્યાને દુખ વિસરાઈ, પગ પગ અદ્ધિ સુખ વિશાળ. નવકારમંત્રના એક પદનો, બે પદનો, ત્રણ પદનો, પાંચ પદનો અને નવ પદનો એમ જુદી જુદી દૃષ્ટિએ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પહેલાં પાંચ પદ પાંચ પરમેષ્ઠિનાં હોવાથી કેટલાંક પાંચ પદ ઉપર ભાર મૂકી તેટલો જ મંત્ર ગણવાનો આગ્રહ રાખે છે. એ પાંચ પદનો મહિમા અપાર છે તેમ છતાં નવ પદના મંત્રનો જાપ કરવાની પરંપરા બહુ પ્રાચીન સમયથી ચાલી આવે છે. “મહાનિશીથ સૂત્રમાં નવકારમંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો કહ્યો છે અને તેના અક્ષરોની સંખ્યા ૬૮ની જણાવી છે.
નવકારમંત્રમાં પાંચ પદના પાંત્રીસ વર્ણ અને ચૂલિકાના તેત્રીસ વર્ણ એમ કુલ અડસઠ વર્ણ છે. “નમસ્કાર પંજિકા'ની નીચેની ગાથામાં પણ તે જણાવ્યું છે.
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ - ૨૧
Page #60
--------------------------------------------------------------------------
________________
पंचपयाणं पणतीस वण्ण चुलाई - वण्ण तितीसं ।
एवं ईमो सम्प्रपई फुडमक्खरमसट्ठीए ॥ પાંચ પદોના પાંત્રીસ વર્ણ અને ચૂલાના તેત્રીસ વર્ણ એમ આ નવકારમંત્ર) સ્પષ્ટ અડસઠ અક્ષર સમર્પે છે.] બૃહન્નમસ્કારલમાં કહ્યું છે:
सत्तपणसत्तसत्त य नवक्खरपमाणपयडं पंचपयं ।
अखर तितिस वर चूलं सुमरह नवकाशरमंतं ॥ સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણ જેનાં પ્રગટ પાંચ પદો છે તથા તેત્રીસ અક્ષર પ્રમાણ શ્રેષ્ઠ ચૂલિકા જેની છે એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ કરો]
ચૂલિકા શબ્દ ચૂલા ઉપરથી આવ્યો છે. “ચૂડા' શબ્દ પણ પ્રયોજાય છે. ચૂલા એટલે આભૂષણ; ચૂલા એટલે શોભા વધારનાર; ચૂલા એટલે શિખર. “નંદીસૂત્રમાં કહ્યું છે કે શ્રુતિરૂપી પર્વત ઉપર શિખર જેમ જે શોભે તે ચૂલા.
નવકારમંત્રમાં પાપના ક્ષયરૂપી અને શ્રેષ્ઠતમ મંગલરૂપી એનો મહિમા ચૂલિકામાં ચાર પદમાં દર્શાવવામાં આવ્યો છે.
નવકારમંત્રનાં જે નવ પદ ગણવામાં આવે છે તેમાં પદ શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. સંસ્કૃતમાં શબ્દના ઘણા જુદા જુદા અર્થ થાય છે, જેવા કે પર એટલે પગ, પગલું, નિશાની, સ્થાન, અધિકાર, ચોથો ભાગ. વિરામસ્થાન, પ્રતિષ્ઠા, વ્યવસાય, વાટાઘાટ, રહેઠાણ, વિષય, શબ્દ, વિભક્તિવાળો શબ્દ, વાક્યમાંથી છૂટો પડેલો શબ્દ, વર્ગમૂળ, માપ, રક્ષણ, સંભાળ, શતરંજની રમતનું ખાનું, સરવાળા માટેની સંખ્યાઓમાંની કોઈ એક સંખ્યા, તેજકિરણ શ્લોકનું એક ચરણ વગેરે. નવકારમંત્રમાં પદ એટલે શબ્દોનો સમૂહ અથવા વિવક્ષિત અર્થવાળા શબ્દોનો સમુચ્ચય. નવકારમંત્રનાં છેલ્લાં ચાર પદને શ્લોકના ચરણના અર્થમાં પણ પદ તરીકે ઓળખાવી શકાય.
નવકારમંત્રમાં જે નવ પદ છે તેમાં જેને અંતે વિભક્તિ છે તે પદ એવો વ્યાકરણની દૃષ્ટિએ અર્થ લેવાનો નથી, પણ અપેક્ષિત અર્થની સમાપ્તિ જ્યાં થાય છે તે પદ એવો અર્થ લેવાનો છે. એટલે મર્યાદિત શબ્દસમૂહ અપેક્ષિત અર્થ પ્રમાણે એકમ જેવો બની રહે તે પદ' એવા અર્થની દૃષ્ટિએ નવકારમંત્રમાં નીચે પ્રમાણે નવ પદ છે અને તે રીતે જ નવ પદ સુપ્રસિદ્ધ છે :
(9) નમો રિહંતાઈi (૨) નમો સિદ્ધM () નમો આયરિયાdi (8) નમો उवज्जायाणं (५) नमो लोए सव्वसाहूणं (६) एसो पंचनमुक्कारो (७) सव्व
રર એ જૈન ધર્મ દર્શન
Page #61
--------------------------------------------------------------------------
________________
पावप्पपाणसणो (८) मंगलाणं च सव्वेसि (९) पढमं हवई मंगलम् - નવકારમંત્રના પદની ગણના, જુદી જુદી દૃષ્ટિએ વિશેષ વિચારણા માટે જુદી જુદી રીતે થયેલી છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિની ચૂર્ણિમાં ચૂલિકા સિવાયના નવકારનાં છ પદ ગણાવ્યાં છે અને દસ પદ પણ ગણાવ્યાં છે. છ પદ નીચે પ્રમાણે છે:
(9) નમો (૨) રિહંત (3) સિદ્ધ (૪) ગારિય (૬) વન્નાથ (૬) સહૂિi [ नमो आरिहंत सिद्ध आयरिय उवज्झाय साहूणं ]
વળી નવકારનાં દસ પદ ગણાવવામાં આવ્યાં છે, જેમ કે
(9) નમો (૨) રિહંતા (3) નમો (૪) સિદ્ધા (૬) રમો (૬) ગારિયા (૭) નમો (ડ) ૩વાયા(૧) નમો (૧૦) સાહૂ (99).
વળી અન્યત્ર નવકારનાં અગિયાર પદ ગણાવવામાં આવે છે, જેમ કે
(9) નમો (૨) હિંતા (3) નમો (૪) સિદ્ધાdi (૬) નમો (૬) કારિયા (૭) નમો (ડ) ૩વત્તાયા (3) નમો (૧૦) નોઇ (99) સવ્વસાહૂi
વ્યાકરણશાસ્ત્રમાં પદની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે : વિમાન્ત પન્T અર્થાત્ વિભક્તિવાળું તે પદ, અથવા તદ્દન સરળ વ્યાખ્યા કરવી હોય તો વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ એમ કહી શકાય. પ્રત્યેક પદ તે અવશ્ય શબ્દ હોય છે, પરંતુ પ્રત્યેક શબ્દ પદ હોય કે ન હોય. વળી જેમ શબ્દ એકાક્ષરી હોઈ શકે છે તેમ પદ પણ એકાક્ષરી હોઈ શકે છે.
વ્યાકરણશાસ્ત્રની આ વ્યાખ્યા પ્રમાણે નવકારમંત્રમાં નીચે પ્રમાણે કુલ વીસ પદ છેઃ
(9) નમો (૨) રિહંતાણં (રૂ) નો (૪) સિક્કા (૬) નમો (૬) કાર્યા (૭) નમો (ડ) ૩વજ્ઞાથા () નમો (૧૦) નોઇ (99) સવ્વસાહૂણં (૧૨) પુરો (૧૩) પંનિમુવારે (98) સવ્વપાવપૂIસો (9) માતા (૧૬) 7 (9૭) સર્વેરિ (૧૪) પઢમં (૧૨) દવ (૨૦) ખાતમુ.
આ પદોમાં સવ્વસાહૂણ બે પદનો બનેલો સમાસ છે. એટલે તે એક જ પદ છે. તેવી રીતે સવ્વપાવપૂણાસણો એ ત્રણ શબ્દનો બનેલો સમાસ છે એટલે તે પણ એક જ પદ ગણાય છે.
તેવી જ રીતે પંનમુવારીમાં પેવ અને નમુવારો એ બે શબ્દનો સમાસ થયો છે. એટલે તેને બે જુદાં પદ ગણવાને બદલે એક જ પદ ગણવાનું છે, કારણ કે તે સામાસિક પદ છે. જો બંને જ પદ ગણીએ તો તે પછી આવતું નમુવારે પદ જે એક્વચનમાં છે તેને બહુવચનમાં નમુવારા એમ મૂકવું પડે અને જો
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ * ૨૩
Page #62
--------------------------------------------------------------------------
________________
પંનમુવારો એમ બહુવચનમાં મૂકીએ તો પુણો પદને પણ બહુવચનમાં મૂકવું પડે અને સર્વ પવિખાસ પદને પણ બહુવચનમાં મૂકવું પડે. પરંતુ તેમ થયું નથી. એટલે પંનમુવારોને એક જ પદ તરીકે સ્વીકારવામાં આવે છે.
વ્યાકરણની દૃષ્ટિએ નવકારમંત્રમાં પદો જે રીતે વપરાયાં છે તે નીચે મુજબ છે: (૧) નમો – નૈપાતિક પદ છે-અવ્યય છે. (૨) રિહંતા – ‘રિહંત' શબ્દ છઠ્ઠી વિભક્તિ, બહુવચનમાં છે. ) સિદ્ધા – ‘સિદ્ધ’ શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં છે. જી કારિયા – “ગાયિ’ શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં છે. (૫) વક્સાવા – ૩વાય શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં વપરાયો છે. (૬) તો – તોગ (સં.નો) શબ્દ સાતમી વિભક્તિ એકવચનમાં છે. (૭) સવ્વસાહૂળ - વ્યસાદુ (સં. સર્વસાધુ) શબ્દ છઠ્ઠ વિભક્તિ બહુવચનમાં
(૮) ણો – પણ (સંW8) શબ્દ દર્શક સર્વનામ છે. (૯) પંવનમુક્કારો – jનમુવાર (સં.સર્વપાપનાશ) શબ્દ સમાસ છે. તે
પહેલી વિભક્તિ એકવચનમાં છે. (૧૦) સવ્વપાવપ્પાસનો – સવ્વપાવપ્પUસો (.સર્વપાપનાશ) શબ્દ સમાસ
છે. તે પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. (૧૧) માળા – માત્ર શબ્દ છઠ્ઠી વિભક્તિ એકવચનમાં છે. (૧૨) – અવ્યય છે. નૈપાતિક પદ છે. સમુચ્ચયના અર્થમાં વપરાયો છે. (૧૩) અબ્રેસિં– સવ્ય (સર્વ) શબ્દ સર્વમાન છે. તે શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં
વપરાયો છે. (૧) પઢમં – પહમ (.પ્રથમ) શબ્દ “મંાત' પદનું વિશેષણ છે અને તે પહેલી
વિભક્તિ એકવચનમાં વપરાયું છે. (૧૫) દવ - હો (સં.) ધાતુ ઉપરથી બનેલો શબ્દ-વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ
એકવચનમાં વપરાયો છે. (૧૬) મંર્તિ – મંત્ર શબ્દ પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે.
પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજે ‘નમસ્કાર સ્વાધ્યાયમાં નવકારમંત્રનાં નવ પદનું છંદની દૃષ્ટિએ સવિગત પૃથક્કરણ કરી બતાવ્યું છે. એ પ્રમાણે નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ ગદ્યબદ્ધ છે, છતાં તે લયબદ્ધ છે. તેનું બંધારણ આલાપક (આલાવા)નું
-
ર૪ ન જન ધર્મ દર્શન
Page #63
--------------------------------------------------------------------------
________________
છે. નવકારમંત્રનાં આ પાંચમાંથી પ્રથમ ત્રણ પદનું એક ચરણ અને ચોથા તથા પાંચમાં પદનું બીજું ચરણ એમ જો તે બે ચરણમાં મૂકવામાં આવે તો ત્રિકલ અને ચતુષ્કલના આવર્તનયુક્ત તે ગાથા (ગાહા) છંદની એક કડી જેવું લાગે, કારણ કે ગાથા છેદમાં પ્રથમ ચરણમાં ૩૦ માત્રા અને બીજા ચરણમાં ૨૭ માત્રા હોય છે, જ્યારે નવકારમંત્રમાં નીચે પ્રમાણે પહેલામાં ૩૧ અને બીજામાં ૨૭ માત્રા થાય છે. એટલે કે પહેલા ચરણમાં ફક્ત એક જ માત્રાનો ફરક છે, જે નિર્વાહ્ય છે. જુઓ :
નમો હંતાણં નમો સિદ્ધાપ નમો પાયરિયા ! –૩૧ માત્રા નમો ઉવMીયા નમો નો સવ્વસાહૂi | -૨૭ માત્રા
નવકારમંત્રમાં ચૂલિકાનાં ચાર પદ . તે પદ્યબદ્ધ છે. તે અનુષુપ છંદમાં છે. તેને શ્લોક તરીકે પ્રાકૃતમાં સિલોગો તરીકે પણ ઓળખાવાય છે. ચૂલિકાના પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ છે. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ અને આઠમો અક્ષર ગુરુ છે. અનુછુપ શ્લોકમાં પ્રત્યેક ચરણના આઠ અક્ષર, એમ ચાર ચરણના બત્રીસ અક્ષર હોય છે. નવકારમંત્રની ચૂલિકાના સિલોગોના ૩રને બદલે તેત્રીસ અક્ષર છે; પરંતુ ૩૩ અક્ષરનો શ્લોક પ્રાકૃતમાં પ્રચલિત છે. “હવઈ ના “ઈને અનક્ષર તરીકે ગણતાં શ્લોકનું માપ બરાબર સચવાય છે. વળી, તેત્રીસ અક્ષર હોવા છતાં શ્લોકના ઉચ્ચારણમાં કશો ફરક પડતો નથી.
નવકારમંત્રના પ્રથમ પદ “નમો અરિહંતાણમાં સાત અક્ષરો છે. એ સાત અક્ષરનો પણ વિશિષ્ટ મહિમા બતાવાયો છે. કહેવાયું છે:
सप्तक्षेत्रीव सफला सप्तक्षेत्रीव शाश्वती ।
सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे ॥ સિાત ક્ષેત્રો જિન મંદિર, જિન પ્રતિમા, જિનાગમ વગેરે)ની જેમ સફળ અને સાત ક્ષેત્ર (ભરતાદિની જેમ શાશ્વત એવી આ સપ્તાક્ષરી મારા સાત ભયને દૂર કરો]
શ્રી “મહાનિશીય સૂત્રના પાંચમા અધ્યયનમાં પણ આ સાત અક્ષરોનો મહિમા દર્શાવાયો છે. જુઓ :
नमो अरिहंताणं । सत्तरखर परिमाणं अणंत गमपज्जवत्थ- साहग, सव्व महामंतपवरविज्जाणं परमबीअभूअं ।
(નમો અરિહંતાણ-એ સાત અક્ષર પ્રમાણ, અનંત ગમ પર્યાવયુક્ત અર્થસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.)
ઉપદેશતરંગિણી'માં કહ્યું છે :
નવકારમંત્રનું પદ્યક્ષર સ્વરૂપ * ૨૫
Page #64
--------------------------------------------------------------------------
________________
पंचादौ यत्पदानि त्रिभुवनपतिमिर्व्याहता पंच तीर्थी तीर्थीन्येवाष्टषष्टि-र्जिन समयरहस्यानि यस्याऽक्षराणि । यस्याष्टी सम्पदश्चानुपतमहा सिद्धोयोऽ द्वैतशक्ति- । जयाद् लोक द्वयश्चाऽमिलषितंफलदः श्रो नमस्कारमन्त्र ॥
આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફળને આપનાર શ્રી નમસ્કારમંત્ર યવંતો વર્તે કે જેનાં પહેલાં પાંચ પદોને શૈલોક્યપતિ શ્રી તીર્થંકર દેવોએ પંચતીર્થ તરીક કહ્યા છે; જિન સિદ્ધાંતના રહસ્યભૂત એના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યા છે. અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.]
નવકારમંત્રમાં કુલ ૬૮ અક્ષર છે. તેમાં પ્રથમનાં પાંચ પદ, પાંચ અધ્યયનસ્વરૂપ છે, મંત્રસ્વરૂપ છે. તે પાંચ પદના વ્યંજનસહિત ૩૫ અક્ષરો છે. મંત્રશાસ્ત્રમાં અક્ષરોમાં જોડાક્ષર–સંયુક્તાક્ષરને ગુરુ અથવા ભારે અને અન્ય અક્ષરોને લઘુ અથવા હળવા ગણવામાં આવે છે. એ પ્રમાણે પ્રથમ પાંચ પદ ચૂલિકાનાં છે. તેના વ્યંજનસહિત ૩૩ અક્ષરો છે. તેમાં ૨૯ લઘુ અને ૪ ગુરુ અક્ષરો છે. પ્રત્યેક પદમાં આ દૃષ્ટિએ લઘુગુરુ અક્ષરો કેટલા છે તે જુઓ :
(૧) પ્રથમ પદ
નમો અરિહંતાણંમાં સાત અક્ષર છે. આ સાતે અક્ષર લઘુ છે. નમો સિદ્ધાળમાં પાંચ અક્ષર છે. તેમાં ચાર લઘુ અક્ષર છે અને
(૨) બીજા પદ એક ગુરુ છે.
(૩) ત્રીજા પદ
-
(૪) ચોથા પદ ગુરુ છે.
(૫) પાંચમા પદ નમો તો! સવ્વસાહૂળમાં નવ અક્ષર છે. તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે.
(૬) છઠ્ઠા પદ સો વંચનનુવારોમાં આઠ અક્ષરો છે. તેમાં સાત લઘુ અક્ષર
છે અને એક ગુરુ છે.
-
નમો આયરિયાણંમાં સાત અક્ષરો છે. એ સાતે અક્ષરો લઘુ છે. નમો ઉવાયાળમાં સાત અક્ષરો છે. તેમાં છ લઘુ અને એક
-
(૭) સાતમા પદ ગુરુ અક્ષર છે.
(૮) આઠમા પદ મંગલાણં ચ સવ્વતિમાં આઠ અક્ષર છે. તેમાં સાત લઘુ અને એક ગુરુ છે.
(૯) નવમા પદ–મ હવદ્ મંત્તમાં નવ અક્ષર છે. તે નવ અક્ષર લઘુ છે. આમ,, નવકારમંત્રમાં નવ પદની વર્ણસંખ્યા એટલે અક્ષરસંખ્યા અનુક્રમે
૨૬
જૈન ધર્મ દર્શન
સવ્વ પાવપ્પાતળોમાં આઠ અક્ષર છે. તેમાં છ લઘુ અને બે
-
Page #65
--------------------------------------------------------------------------
________________
૭+ ૫ + ૭+૭+૯ + ૮+૮+૮+ ૯ = ૬૮ છે. તેમાં લઘુવર્ણ ૬૧ અને ગુરુવર્ણ ૭ છે.
જોડાક્ષરમાં એક અડધો અક્ષર સ્વરરહિત વ્યંજન) અને એક આખો અક્ષર હોય છે. એટલે ગણિતની દષ્ટિએ ઘેઢ અક્ષર થાય. પરંતુ ભાષામાં, વ્યાકરણમાં અક્ષરોની ગણનામાં જોડાક્ષરને એક જ અક્ષર તરીકે ગણવામાં આવે છે, દોઢ તરીકે નહિ. લઘુ-ગુરુની દૃષ્ટિએ જોડાક્ષર ગુરુ અક્ષર ગણાય છે. એટલે નવકારમંત્રમાં લઘુગુરુની દૃષ્ટિએ બધા મળીને અડસઠ અક્ષર છે એ સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયથી શાસ્ત્રકારો, કવિઓ એના અડસઠ અક્ષરનો મહિમા ગાતા આવ્યા છે. ઉ.ત.
જુઓ :
અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર;
સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરનાં પાતક વર્ષે પદે પંચાસ વિચાર.
સઘળા અક્ષર મહિમાવંતા. ગણજો નર ને નાર;
પંચ પરમેષ્ઠ ભાવે નમતાં, ઉતારે ભવ પાર. કવિતામાં છંદશાસ્ત્રની દૃષ્ટિએ અ, ઈ, ઉ વગેરે પાંચ હૃસ્વ સ્વર છે. વ્યંજન સહિત હ્રસ્વ સ્વર તે પણ લઘુ સ્વર ગણાય છે અને તેની એક માત્રા ગણાય છે. જોડાક્ષર પૂર્વના સ્વર ઉપર ભાર આવતો હોવાથી તે સ્વર ગુરુ ગણાય છે અને તેની બે માત્રા ગણાય છે. ઉ.ત. સિદ્ધામાં સિ' હ્રસ્વ સ્વર છે, પણ તેની પછી સંયુક્તાક્ષર “” આવતો હોવાથી તે શિનો સ્વર દીર્ઘ સ્વર ગણાય છે. છંદશાસ્ત્રમાં પદાન્ત કે ચરણાને આવતા લઘુ સ્વરને પણ ગુરુ ગણી શકાય છે.
વળી, જો તે સ્વર અનુસ્વારયુક્ત હોય તો પણ તેને ગુરુ ગણી શકાય છે અને તેની બે માત્રા ગણાય છે. નવકારમંત્રમાં પિંગળશાસ્ત્રની દૃષ્ટિએ નીચે પ્રમાણે હ્રસ્વ અને દીર્ઘ સ્વરની–લઘુ અને ગુરુ સ્વરની ગણના કરવામાં આવે છે:
(૧) નમો મારિહંતા – આ પ્રથમ પદમાં , , રિ, એ ત્રણમાં હ્રસ્વ સ્વર છે અને મો, હું, તા, જે એ ચારમાં દીર્ઘ સ્વર છે.
(૨) નમો સિદ્ધ – આ બીજા પદમાં નમાં હૃસ્વ સ્વર છે અને મો, સિ, હા, છ એ ચારમાં દીર્ઘ સ્વર છે.
) નમો મારિયા – આ ત્રીજા પદમાં ન, ય, ર, એ ત્રણમાં હ્રસ્વ છે અને મો, મ, ય, i એ ચારમાં દીર્ઘ સ્વર છે.
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ ક ૨૭
Page #66
--------------------------------------------------------------------------
________________
જી નો હવન્સીયા – આ ચોથા પદમાં ૨, ૩, એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મો, વ, , યા, " એ પાંચમા દીર્ઘ સ્વર છે.
૫) નમો નોઇ સવસાહૂ – આ પાંચમા પદમાં વ, ૩, એ બેમાં હસ્ત સ્વર છે અને મો નો, ઇ, સ, સી, ડૂ, એ સાતમાં દીર્ઘ સ્વર છે.
(૬) gો પંવનમુવારો – આ છઠ્ઠા પદમાં અને એ બેમાં હ્રસ્વ સ્વર છે અને , સો, પ, ૬, વા , તે એ છમાં દીર્ઘ સ્વર છે.
૭) સવ્વપાવપ્પાસનો – આ સાતમા પદમાં સ્ત્ર, , સ એ ત્રણમાં હ્રસ્વ સ્વર છે અને એ પહેલો અક્ષર), ૫, ૩, , ને એ પાંચમાં દીર્ઘ સ્વર છે.
(૮) મંાિ વ સલ્વેર્લિ – એ આઠમા પદમાં ૧ અને ર એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મું, ના, પ, સ, શ્વે, સિ એ છમાં દીર્ઘ સ્વર છે.
(૯) પઢમં હવર્લ્ડ નં – એ નવમા પદમાં ૫, ૮, ૨, ૩, , ' એ છમાં હૃસ્વ સ્વર છે અને મેં, મં, તેં એ ત્રણમાં દીર્ઘ સ્વર છે.
આમ નવકારમંત્રનાં નવ પદમાં ૩ + ૧ + ૩ + ૨ + ૨ + ૨ ૨.૩ + ૨ + ૬ = ૨૪ હ્રસ્વ સ્વર છે અને ૪ + ૪ + ૪ + ૫ + ૭ + ૬ + ૫ + ૬ + ૩ = ૪૪ દીર્ઘ સ્વર છે.
ચોવીસ હૂસ્વસ્વર ચોવીસ તીર્થંકરનાં પ્રતીકરૂપ બની રહે છે અને ૪૪ દીર્ઘ સ્વર ચોવીસ તીર્થંકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માનાં પ્રતીકરૂપ બની રહે છે.
નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ પ્રથમ પાંચ પદના પાંત્રીસ અક્ષર છે. તેમાં પ્રથમ પદ નમો હરિહંતા ના સાત અક્ષર છે. તેવી જ રીતે ત્રીજા અને ચોથા પદના પણ પ્રત્યેકના સાત સાત અક્ષર છે. બીજા પદના પાંચ અક્ષર છે, તો પાંચમા પદના નવ અક્ષર છે. એ રીતે બીજા અને પાંચમાં પદના મળીને ચૌદ અક્ષર થાય છે. એટલે એ બે પદના સરેરાશ સાત સાત અક્ષર થાય. પાંચે પદના અક્ષર સાથે ગણવામાં આવે તો પણ પાંત્રીસ અક્ષર પ્રમાણે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર આવે અને સાતનો અંક પણ મોં કાર સ્વરૂપ અને અખંડિત મનાય છે. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે પાંચમાં પદમાં છો, અને સન્ન એ બે પદ પાંત્રીસની સંખ્યા પૂરી કરવા માટે તો નથી બેસાડી દેવામાં આવ્યાં ને ? તેમ થયું હોય તોપણ તે પ્રયોજન ગૌણ હોઈ શકે. નોઇ અને સવ એ બે પદ એવાં છે કે માત્ર પાંચમા પદમાં નહિ, પ્રત્યેક પદમાં તે પ્રયોજી શકાય છે. નમો નો સબૈ રિહંતા કે ના સત્ર સિદ્ધાણં જેવી પદરચના પણ થઈ શકે છે. એકલું સવ પદ કે એકલું તો પદ પ્રથમ ચાર પદમાં પ્રયોજી શકાય છે. મંત્રમાં બીજા પદમાં માત્ર સત્ર પદ
૨૮ જૈન ધર્મ દર્શન
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉમેરીને અને પાંચમા પદમાં માત્ર નો રાખીને પ્રત્યેક પદના સાત સાત અક્ષર સ્પષ્ટ રીતે કરી શકાયા હોત. તેમ છતાં બીજા પદના પાંચ અક્ષર રાખી પાંચમા પદના નવ અક્ષર કેમ કરાયા હશે એવો પ્રશ્ન થાય. વસ્તુત તોઅને સત્ર એ બે શબ્દ પાંચમાં પદમાં જ સુસંગત અને સર્વ દૃષ્ટિએ ઉચિત છે. તોઅથવા સબ્ધ શબ્દમાંથી કોઈ એક શબ્દ અથવા તે બંને શબ્દો આરંભના કોઈ પણ પદમાં મૂકવામાં આવે તો અર્થની દૃષ્ટિએ ફરક નહિ પડે, પણ ત્યાર પછીના પદમાં તે અવશ્ય મૂકવાં જ પડે નહિ તો અર્થ મર્યાદિત થાય અને સંશય જન્માવે. નમો સવ્વ સિદ્ધ એવી પદરચના કયાં પછી નમો સવ્ય કારિયામાં ન હોય અને માત્ર નમો મારિયા હોય તો મનમાં પ્રશ્ન થાય કે શું બધા આચાર્યોને નમસ્કાર નહિ હોય ? એવી જ રીતે નો, શબ્દ બીજા પદમાં પ્રયોજવામાં આવે અને પછી ન પ્રયોજાય તોપણ અર્થ મર્યાદિત છે કે કેમ તે વિશે સંશય રહે. એટલે તો અને સત્ર બંને શબ્દો પાચમા પદમાં વપરાયા છે, તે જ સર્વ રીતે યોગ્ય છે, કારણ કે છેલ્લા પદમાં હોય તો ઉપરનાં ચારે પદમાં એ અર્થ આપોઆપ આવી જ જાય છે એમ સ્વાભાવિક તર્કથી પણ સમજી શકાય. વળી પદના અક્ષરોની દૃષ્ટિએ પણ સાતના સંખ્યાંકની સાથે પાંચ અને નવના સંખ્યાંક પણ એટલા જ પવિત્ર મનાયા છે. એટલે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર થવા સાથે પાંચ, સાત અને નવ એ ત્રણે સંખ્યાક ગૂંથી લેવાયા છે. વળી લયબદ્ધ આલાપકની દૃષ્ટિએ પણ તે સુસંગત, સુસંવાદી અને વૈવિધ્યમય બન્યા છે.
નવકારમંત્રમાં વ્યંજનરહિત સ્વર આ પ્રમાણે છે : મંત્રમાં તે કેટલી વાર આવે છે તેના સંખ્યાકો કૌંસમાં જણાવ્યા છે): અ (૧), આ (૧), ઈ (૧), ૩ (૧), એ (૨), સ્વરસહિત સંયુક્તાક્ષરો આ પ્રમાણે છે : કકા (૧), ... (૧), દ્વા (૧), પ (૧), વ (૨), બે (૧).
અ” સ્વર અને “અ” સ્વરસહિત એટલે કે અકારાન્ત વ્યંજન આ પ્રમાણે છે: અ (૧), ગ (૨), ઢ (૧), ન (૬), ૫ (૧), ૩ (૧), વ (૩), સ ), હ (૧), પ (૧), વ (૨).
‘આ’ સ્વર અને “આકારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે : આ (૧), કકા (૧), ઝા (૧), સા. (૧), તા (૧), દ્ધા (૧), પા (૧), યા (૨), લા (૧), સા (૧).
“ઈ' સ્વર અને ‘ઈ’કારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે: ઈ (૧), રિ (૨), સિ (૧), સિં (૧).
ઉ” અને “ઊ' સ્વર અને “ઉ-ઊ'કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છે : ઉ (૧), મુ (૧), હૂ (૧).
નવકારમંત્રનું પાક્ષર સ્વરૂપ ક ૨૯
Page #68
--------------------------------------------------------------------------
________________
“એ સ્વર અને “એ” કારાત્ત વ્યંજનો આ પ્રમાણે છેઃ એ (૨), વે
(૧).
ઓ' સ્વર અને ઓકારાત્ત વ્યંજનો આ પ્રમાણે છેઃ સો (૧), મો (૫ રો (૧), લો (૧), સો (૧).
એ” કારાન્ત વ્યંજનો આ પ્રમાણે છે: ણં (૬), ૫ (૧), મેં (૩), લે (૧), હં (૧).
આમ, અકારાન્ત (૨૫), આકારાન્ત (૧૧), ઈકારાન્ત (૫), ઉકારાન્ત (૩), એકારાન્ત (૩), ઓકારાન્ત (૯) અને અંકારાન્ત (૧૨)-એમ ૬૮ અક્ષરો છે.
નવકારમંત્રમાં કઠસ્થાનીય વ્યંજનો આ પ્રમાણે છે : કકા (૧), ગ (૨). તાલાબ વ્યંજન આ પ્રમાણે છે: ચ (૨), ... (૧). મૂર્ધન્ય વ્યંજનો આ પ્રમાણે છે: ઢ (૧), ણે (૬), ણા (૧), ણો (૧). દત્ય વ્યંજનો આ પ્રમાણે છે : તા (૧), ન (૬), દ્વા (૧).
ઓષ્ઠ-સ્થાનીય વ્યંજનો આ પ્રમાણે છે : ૫ (૧), પા (૧), પ (૧), ૫ (૧), મુ (૧), મો (૫), મ (૩).
અર્ધસ્વર આ પ્રમાણે છે : ય (૧), યા (૨), રિ (૨), રો (૧), લા (૧), લો (૧), લે (૧), ૩ (૩), વ (૨), બે (૧).
ઉષ્માક્ષરો આ પ્રમાણે છે ઃ સ ૪), સા (૧), સો (૧), સિ (૧), ર્સિ (૧), હ (૧), હૂ (૧), હં (૧).
આમ નવકારમંત્રમાં ૬ સ્વર અને ૬૨ સ્વરયુક્ત વ્યંજન (૩ + ૩ + ૯ + ૮ + ૧૨ + ૧૫ + ૧૧) એમ કુલ ૬૮ વર્ણ અથવા અક્ષર છે. ૬ શુદ્ધ સ્વર છે અને સંયુક્તાક્ષરમાં રહેલા એવા કેવળ વ્યંજનો સાત છે. એમાં વ્યંજન 4 ત્રણ વાર વપરાયો છે.
નવકારમંત્રમાં ખ, ઘ, છ, ટ, ઠ, ડ, ફ, બ, ભ, શ, ષ, જેવા વ્યંજનો વપરાયા નથી. જોકે આમાંના ઘણા વ્યંજનો અન્ય મંત્રોમાં પણ ઓછા વપરાયેલા કે ન વપરાયેલા જોવા મળશે. વળી નવકારમંત્ર અર્ધમાગધીમાં હોવાથી તેમાં શ, ષ જેવા વ્યંજનોને અવકાશ નથી.
આ પૃથક્કરણ ઉપરથી જોઈ શકાશે કે નવકારમંત્રમાં અનુનાસિક સ્વર અને અનુનાસિક વ્યંજનોનું સંખ્યાપ્રમાણ સૌથી વધારે છે. ૬૮ અક્ષરમાં વૈવિધ્યની દૃષ્ટિએ સ્વરો અને વ્યંજનો ઠીક ઠીક પ્રમાણમાં વપરાયેલા જોવા મળશે. કેટલાક મંત્રો અક્ષરોની દૃષ્ટિએ કષ્ટચ્ચાર્ય હોય છે. નવકારમંત્ર કોચ્ચાર્ય નથી. તરત જીભે ચડી જાય એવો આ મંત્ર છે. બાળક બોલતાં શીખે એની સાથે નવકારમંત્ર બોલતાં
જૈન ધર્મ દર્શન
Page #69
--------------------------------------------------------------------------
________________
શીખી શકે એટલી સરળતા. એના ઉચ્ચારણમાં છે. ભાષાની દૃષ્ટિએ જેને હજુ સરખું બોલતાં ન આવડતું હોય એવા દોઢ-બે-અઢી વર્ષનાં બાળકો નવકારમંત્ર હોંશે હોંશે બોલતાં શીખી ગયાં હોય એવાં અનેક દાંતો જોવા મળશે. મુખના ઉચ્ચારણના અવયવોની કંઈક ખોડ કે ખામીવાળા માણસો પણ નવકારમંત્ર બોલી શકતાં હોય છે. એટલી સરળતા અને ક્ષમતા નવકારમંત્રમાં છે.
નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ કે મંત્રસ્વરૂપ એવાં પહેલાં પાંચ પદ “નમો’ શબ્દથી શરૂ થાય છે. આ શબ્દનાં બંને વ્યંજનો અનુનાસિક વ્યંજનો છે. અનુનાસિક ઉચ્ચારણ સરળ, શ્રમવિનાનું અને કર્ણપ્રિય હોય છે. મુખ ખોલ્યા વગર પણ અનુનાસિક ઉચ્ચારણ થઈ શકે છે. બાળક બોલતાં શીખે છે ત્યારે “ના”, “મા” જેવા એકાક્ષરી અનુનાસિક ઉચ્ચારવા લાગે છે. એટલે નવકારમંત્રમાં “નમો પદના ઉચ્ચારણમાં મુખના ઉચ્ચારણ-અવયવોને ઓછું કાર્ય કરવું પડે છે અને તેથી તેના ઉચ્ચારણમાં અભાવ, આનાકાની કે પ્રતિક્રિયાનો સંભવ રહેતો નથી.
વળી નવકારમંત્રના સ્વર-વ્યંજનો વિશે એમ કહેવાય છે કે દરેકમાં એટલું બધું સામર્થ્ય છે કે બાલ્યાવસ્થા, ઉચ્ચારણના અવયવોની ખોડ, શિખાઉ અવસ્થા કે અજ્ઞાનને કારણે તે સ્વરભંજનનું અશુદ્ધ કે આઘુંપાછું ઉચ્ચારણ થઈ જાય અથવા એકને બદલે અન્ય સ્વર કે અન્ય વ્યંજનનું જો ઉચ્ચારણ થઈ જાય તો પણ તેનો કંઈક મહત્ત્વનો અને અનુરૂપ અર્થ અવશ્ય થાય જ છે. વળી, તેવા ઉચ્ચારણમાં અશાતનાનો દોષ લાગતો નથી. નમસ્કારમંત્રના ચિંતકોએ આ મંત્રનાં એવાં કેટલાંયે સંભવિત અન્ય ઉચ્ચારણોનાં ઉદાહરણ આપીને તે દરેકનો પણ સરસ અર્થ ઘટાવી આપ્યો છે. એકલા પ્રથમ પદ “નમો અરિહંતાણંના પણ કેટલા બધા અર્થ પૂર્વ સૂરિઓએ દર્શાવ્યા છે એ પરથી સમજાશે કે નવકારમંત્રમાં સ્વર-વ્યંજનના ઉચ્ચારણમાં અન્ય મંત્રોની જેમ અશુદ્ધિના દોષ ઉપર ભાર મૂકીને તેનો ભય બતાવવામાં નથી આવ્યો. અલબત્ત, તેમ છતાં શુદ્ધિ માટેનો આગ્રહ તો અવશ્ય ઈષ્ટ ગણાયો છે.
શું મંત્રદ્ધાઓ પહેલાં બધા સ્વરયંજનોનો વિચાર કરી, તેમાંથી પસંદગી કરી, અમુક ક્રમે તેમને ગોઠવીને મંત્રની રચના કરતા હશે? આ પ્રશ્નોનો જવાબ એ છે કે મંત્રરચના એ કોઈ બૌદ્ધિક વ્યાયામ નથી, પરંતુ મંત્રદ્રષઓને પોતાની વૈયક્તિક સાધના અનુસાર સ્વરૂપ, પ્રયોજન, આરાધના, કાર્યસિદ્ધિ, ઇત્યાદિની દષ્ટિએ પોતાના આત્મસ્વરૂપમાં, આત્મસંવેદનામાં જે સ્વરયંજનો સહજ રીતે ઊઠતા, અનુભવાતા હશે તે જ સ્વરભંજનો એની મેળે ગોઠવાઈ જઈને મંત્રસ્વરૂપ બની જતા હશે. આ એક અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિનો વિષય છે. તેમાં પણ
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
૩૧
Page #70
--------------------------------------------------------------------------
________________
બે સાધકોની અનુભૂતિ જુદી જુદી હોઈ શકે છે. એટલે એમાં કોઈ એક જ નિશ્ચિત નિયમ ન પ્રવર્તી શકે.
નવકારમંત્રના અક્ષરો ગૂઢ રહસ્યમય અને સાંકેતિક છે. નવકારમંત્રમાં જે રીતે તે સ્થાન પામ્યા છે તેમાં તેનું માત્ર ગાણિતિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ પ્રયોજન જોઈ શકાય છે. નવકારમંત્ર અક્ષરોની દષ્ટિએ સર્વસંગ્રહ છે એમ દર્શાવતાં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ “અનુપ્રેક્ષા' ગ્રંથમાં લખે છે : “નવકારમાં ચૌદ “નકાર છે પ્રાકૃત ભાષામાં “ન’ અને ‘ણ બંને વિકલ્પ આવે છે તે ચૌદ પૂર્વોને જણાવે છે અને નવકાર ચૌદ પૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં બાર “અ”કાર છે તે બાર અંગોને જણાવે છે. નવ “ણકાર છે તે નવ નિધાનને સૂચવે છે. પાંચ “નકાર પાંચ જ્ઞાનને, આઠ “સકાર આઠ સિદ્ધને, નવ “મકાર ચાર મંગળ અને પાંચ મહાવ્રતોને, ત્રણ લકાર ત્રણ લોકને, ત્રણ ‘હકાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચકાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક” કાર બે પ્રકારના ઘાતી-અઘાતી કર્મોને, પાંચ પકાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ “ર કાર (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ થ' કાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને, બે “એ” કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને સાત રાજ અધો એવા એવા ચૌદ રાજલોકને સૂચવે છે.” વળી તેઓ લખે છે :
મૂળ મંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ તીર્થકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લઘુ અક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે.”
નવકારમંત્રના વર્ગોના ભિન્ન ભિન્ન સ્વર અને વ્યંજનને લક્ષમાં રાખીને આવાં બીજાં પણ કેટલાંક સાંકેતિક અર્થઘટન દર્શાવવામાં આવે છે, જેમ કે એક વખત આવતો ઝ અનેકાન્તવાદ સૂચવે છે; એક વખત આવતો ન આણાએ ધમ્મો સૂચવે છે; એક વાર આવતો જ્ઞા ઝાણ (ધ્યાન) સૂચવે છે; એક વાર આવતો ન જીવ
ગતનું સૂચન કરે છે, એક વાર આવતો ત તત્ત્વ (આત્મતત્ત્વ) સૂચવે છે, એક વાર આવતો ૩ દેવ (વીતરાગ પ્રભુનું સૂચન કરે છે; એર વાર આવતો જ ધર્મક્રિયા સૂચવે છે; એક વખત આવતો હિંસાત્યાગ સૂચવે છે. ત્રણ વાર આવતો ય ત્રણ યોગ મન, વચન અને કાયાના)નું સૂચન કરે છે; નવ વખત આવતો વ નવ વાડ (બ્રહ્મચર્યની)નું સૂચન કરે છે.
આમ, નવકારમંત્રના જુદા જુદા અક્ષરોનો મહિમા ઘણી જુદી. જુદી રીતે દર્શાવાયો છે. નવકારમંત્રના અક્ષરનો મહિમા દર્શાવતાં વળી કહેવાયું છે :
૩૨ જી જૈન ધર્મ દર્શન
Page #71
--------------------------------------------------------------------------
________________
मन्त्रपंच नमस्कार कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टाग्रोत्कृष्टविद्यासहस्त्रकः ॥
[કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચ–પરમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉ૫૨ એક હજાર ને આઠ વિદ્યાઓ રહેલી છે.]
नवकार एक अक्खर पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पण सागर पणसय समग्गेणं ॥
[શ્રીનવકારમંત્રનો એક અક્ષર સાત સાગર (સાગરોપમ)નાં પાપનો નાશ કરે છે. તેના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે.]
શ્રી કુશળલાભ વાચક ‘નવકારમંત્રના છંદ'માં એનો મહિમા વર્ણવતાં આરંભમાં જ કહે છે :
અડસઠ અક્ષર અધિક ફ્લ, નવ પદ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ પદે, પંચપરમેષ્ઠિ પ્રધાન; એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતાં પાતિક દૂર પલાય.
નવકા૨મંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યો છે તે પદો—હિંતાળ, સિદ્ધાળું, આયિાળ, ગુવન્નાયાળું, સાહૂળ પદો, વ્યક્તિવાચક નહિ પણ જાતિવાચક કે ગુણવાચક હોવાથી જ નવકારમંત્ર સર્વવ્યાપક અને સનાતન રહ્યો છે. એથી જ આ મંત્ર અન્ય ધર્મને પણ સ્વીકાર્ય બની શકે છે. એનાં ગુણવાચક પદોની આ મહત્તા છે.
નવકારમંત્રનાં પાંચ પદ, ચૂલિકાનાં ચાર પદ અને ચૂલિકાસહિત નવ પદના સંખ્યાંક પ્રમાણે તથા તે દરેકના સ્વર, વ્યંજન, માત્રા વગેરેના સંખ્યાંક પ્રમાણે તથા તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરવાથી પ્રાપ્ત થતાં સંખ્યાંક પ્રમાણે તેની સાથે ત્રણ તત્ત્વ, ચાર કષાય, ચાર ગતિ, પાંચ આચાર, પાંચ મહાવ્રત, પાંચ જ્ઞાન, છ દ્રવ્ય, સાત નય, આઠ કર્મ, નવ તત્ત્વ, નવ નિધિ, અગિયાર ગણધર, દ્વાદશાંગી, ચૌદ ગુણસ્થાન, ચૌદ રાજલોક, બાવીસ પરીષહ, ચોવીસ તીર્થંકર વગેરેનો સંખ્યાંક જોડીને તેનો મહિમા બતાવાય છે. અમુક રીતે ગુણાકાર વગેરે કરવાથી સર્વ શ્રુત જ્ઞાનના અક્ષરોની સંખ્યા પણ આવે છે એમ દર્શાવાય છે. એકંદરે નવકારમંત્રના અક્ષરો મંત્રરૂપ હોવાથી અને તેની વિવિધ સંખ્યા સાંકેતિક હોવાથી તે નવકા૨મંત્રના મહિમાને સવિશેષ દર્શાવે છે. આમાં ઉપલક દૃષ્ટિએ કોઈએ માત્ર જોડી કાઢેલી ગણિતની રમત દેખાય, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા જેમને સૂક્ષ્મ અનુભૂતિ થઈ હોય તેમને પ્રત્યેક્ષ અક્ષર યથાસ્થાને, યથાર્થ, ૫૨મ રહસ્યનો બોધ કરાવનાર અને સમગ્રપણે મોક્ષમાર્ગના પ્રયાણ માટે પથપ્રદર્શક લાગે છે.
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ * ૩૩
Page #72
--------------------------------------------------------------------------
________________
હજારો વર્ષ પૂર્વેથી જે મંત્ર સાતત્યપૂર્વક ચાલ્યો આવતો હોય એમાં જુદી જુદી પરંપરામાં કોઈ કોઈ અક્ષરમાં ફરજ પડ્યો છે, પણ એવા ફરકનું ખાસ મહત્ત્વ નથી. વળી પદની દષ્ટિએ તથા અર્થ અને ભાવની દષ્ટિએ તેમાં કશો જ ફરક પડ્યો નથી.
શ્વેતામ્બર પરંપરામાં કોઈક ફિરકાના કેટલાક લોકોમાં રિહંતાઈને બદલે રહંતા શબ્દ બોલાય છે. [રિહંતાણને બદલે સરહંતા અથવા મહંતાઈ પાઠ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે] નમો નો સવ્વસાહૂને બદલે નમો સવ્વસાહુvi એવો પાઠ પણ ભગવતી સૂત્રમાં મળે છે.
દિગમ્બર પરંપરામાં વાળને બદલે મારિયાળ, નમુવારો ને બદલે ઇનોવારો અને વર્લે બદલે દોડુ પાઠ વધુ બોલાય છે, પરંતુ તેથી અર્થ અને ભાવની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી.
નવકારમંત્રમાં પ્રથમ પદ નમોને બદલે પામો પણ વપરાય છે. શ્વેતામ્બરોમાં નમો અને દિગમ્બરોમાં નો એકંદરે વધુ પ્રચલિત છે, તેમ છતાં બંને પદ બને સંપ્રદાયોમાં વિકલ્પે વપરાય છે.
નવકારમંત્રમાં જે નમો પદ છે તેમાં પ્રથમ વ્યંજન દત્ય તરીકે ન બોલાય છે. તથા વિકલ્પ મૂર્ધન્ય ‘’ પણ બોલાય છે. સંસ્કૃત ભાષામાં ન જેટલો પ્રચલિત છે, તેટલો જ નથી, પરંતુ પ્રાકૃતમાં–અર્ધમાગધીમાં ન કરતાં “' વધુ પ્રચલિત છે. નવકારમંત્ર પ્રાકૃત ભાષામાં હોવાથી નમોને બદલે ગમો બોલાય-લખાય તે વધુ યોગ્ય છે એમ કેટલાક માને છે. પ્રાકતમાં તેને સ્થાને પૂનો આદેશ થાય છે. વરરચિ નામના વૈયાકરણ પ્રમાણે પ્રાકૃતમાં “ન'નો ‘’ થવો જોઈએ, પ્રાકૃત પ્રકાશ' નામના વ્યાકરણ ગ્રંથમાં નો સર્વત્ર / નામનું સૂત્ર આપ્યું છે, જે બતાવે છે કે પ્રાકૃતમાં બધે જ થાય છે, પરંતુ હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આ અંગે વાત સૂત્ર (૮-૧-૨૨૯) આપ્યું છે તે પ્રમાણે વા એટલે વિકલ્પ અને આવી એટલે આદિમાં અર્થાત્ શબ્દારંભે રહેલો અસંયુક્ત નો પણ થાય છે. પ્રાકૃતમાં લખાયેલા કેટલાક ગ્રંથોમાં તેનો વિકલો પણ જોવા મળે છે. હસ્તપ્રતોમાં પણ ન અને પણ એ બંને અનુનાસિક વ્યંજનો વિકલ્પ લખાયેલા જોવા મળે છે. વળી ઓરિસ્સાની ઈસવીસન પૂર્વેની ગુફામાં નમો કોતરાયેલું તથા મથુરાના સૂપ ઉપર પણ નમો કોતરાયેલું જોવા મળે છે. આમ અત્યંત પ્રાચીન કાળથી બંને પદો પ્રચલિત રહ્યાં છે. એટલે જ અને I એ બંને પ્રયોગો શુદ્ધ છે એમ કહી શકાય. માટે જ નમોને બદલે પાનો હોય અથવા નમુક્કારોને બદલે મુક્કારો હોય તો તે બંને સાચાં છે. પરંતુ નમોને બદલે
જ ક જૈન ધર્મ દર્શન,
Page #73
--------------------------------------------------------------------------
________________
નમો જ થવું જોઈએ એવો આગ્રહ યોગ્ય નથી.
મંત્રશાસ્ત્રની દષ્ટિએ નો અને નમો એ બંને પદ યોગ્ય છે. મંત્રશાસ્ત્રની દષ્ટિએ મ થી સુધીના બધા જ અક્ષરો મંત્ર સ્વરૂપ છે. માતૃકાક્ષરોનાં જે શુભાશુભ
લ મંત્રશાસ્ત્રના ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે તેમાં ને સંતોષ આપનાર' તરીકે અને બને “શ્રમ કરાવનાર' તરીકે ઓળખાવાયો છે. મંત્રાભિધાન' ગ્રંથમાં જ નાં ૨૦ નામો આપવામાં આવ્યાં છે. જેમ કે (૧) નિર્ગુણ (૨) રતિ (૩) જ્ઞાન ()
ભન (૫) પક્ષિવાહન (૬) જ્યા (૭) શંભુ (૮) નરકજિત (૯) નિષ્કલ (૧૦) યોગિનીપ્રિય (૧૧) દ્વિમુખ (૧૨) કોટવી (૧૩) શ્રોત્ર (૧૪) સમૃદ્ધિ (૧૫) બોધિની (૧૬) રાઘવ (૧૭) શંખિની (૧૮) વીર (૧૯૦ (૨૦) નિર્ણય.
મંત્રાભિધાનમાં તદુપરાંત એવી જ રીતે ન નાં ૩૫ નામ નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છે. જેમ કે (૧) ગજિની (૨) ક્ષમા (૩) સૌરિ જી વારુણી (૫) વિશ્વપાવની (૬) મેષ (૭) સવિતા (૮) નેત્ર ૯) ધંતુર (૧૦) નારદ (૧૧) અંજન (૧૨) ઊર્ધ્વવાસી (૧૩) દ્વિરંડ (૧) વામપાદાંગુલિમુખ (૧૫) વૈનતેય (૧૬) સ્તુતિ (૧૭) વર્લૅન્ (૧૮) તરણિ (૧૯) વાલિ (૨૦) આગળ (૨૧) વામન (૨૨) જ્વાલિની (૨૩) દીર્થે (૨) નિરીહ (૨૫) સુગતિ (૨૬) વિયતુ (૨૭) શબ્દાત્મા (૨૮) દીર્ઘઘોણા (૩૯) હસ્તિનાપુર (૩૦) મંચક (૩૧) ગિરિનાયક (૩૨) નીલ (૩૩) શિવ (૩૪) અનાદિ અને (૩૫) મહામતિ.
આમ ન કરતાં નો મહિમાં મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધુ બતાવવામાં આવ્યો
છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ દગ્ધાક્ષર સેવાથી નિષિદ્ધ મનાયેલો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ જ્ઞાનનો વાચક છે. માટે તે મંગલમય છે. તેવી રીતે જ પણ જ્ઞાનનો વાચક છે અને તે પણ મંગલમય મનાય છે.
આમ નવકારમંત્રમાં નમો અને અમો બંને પદ વિકલ્પે વપરાય છે. બંને શુદ્ધ અને સાચાં છે. તેમ છતાં નો કરતાં નમોનો મહિમા વધુ મનાયો છે. વળી નો પદ વધુ પ્રચલિત રહ્યું છે.
નવમું પદ પઢમં રૂફ મનમુને બદલે પઢમં દોફ મંડાનં એ પ્રમાણે પણ બોલાય છે. શ્વેતામ્બરોમાં દવ૬ અને દિગમ્બરોમાં રોફ વિશેષણે બોલાય છે.
અર્થની દષ્ટિએ હવ અને હોવુ બને બરાબર છે. અને બંને સાચાં છે. હવે અને દોડ઼ એ બંને પદ વ્યાકરણની દૃષ્ટિએ વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં વપરાય છે, તેનું મૂળ ધાતુ દો' છે. સંસ્કૃત ભાષામાં મૂધાતુ ઉપરથી વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં મવત્તિ થાય છે તે પ્રમાણે પ્રાકૃતમાં દવ અથવા દો
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૫
Page #74
--------------------------------------------------------------------------
________________
થાય છે.
પરંતુ દો કરતાં દેવડું વધુ પ્રચલિત છે, કારણ કે જો ફોડું બોલવામાં આવે તો ચૂલિકાનાં ચાર પદના ૩૨ અક્ષર થશે, એટલે કે કે નવકારમંત્રના ૬૭ અક્ષર થશે. વડુ બોલવાથી ચૂલિકાના ૩૩ અક્ષર થશે. અને નવકારમંત્રના ૬૮ અક્ષર થશે. ચૂલિકાના ૩૩ અક્ષર [તિતીસ વરવર છે અને તેમાં નવમા પદમાં ટ્રેવડું છે એવો સ્પષ્ટ નિર્દેશ ‘મહાનિશીય સૂત્રમાં થયેલો છે તે જુઓ :
तहेव ईक्कारसपथपरिच्छिन्नति आलावगतित्तीस अक्खर- परिमाणं एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च पढमं हवइ मंगलं तिचलम । દિગમ્બર ગ્રંથ “મૂલાચારના પડાવશ્યકાધિકારમાં નીચે ગાથા આપેલી છે :
एसो पंचणमोयारो सव्वपावप्पणासणो ।
मंगलेसु य सव्वेसु, पढमं हवदि मंगलं ॥ આ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં છે. તેમની પૂજનવિધિમાં પણ તે આવે છે. આમાં સર્વાઢિ છે જે ઉપરથી હવ થાય અને તે વધુ પ્રચલિત છે. તેમાં છેલ્લા પદમાં ૯ અક્ષર છે એટલે આ શ્લોકના ૩રને બદલે ૩૩ અક્ષર થાય છે.
નવકારમંત્રમાં ચૂલિકા અનુપુપ છંદમાં છે. અનુછુપ છંદમાં પ્રત્યેક ચરણ આઠ અક્ષરનું હોય છે. એ રીતે ચૂલિકાનાં ચાર ચરણના ૩૨ અક્ષર થાય. એટલે છેલ્લા ચરણમાં હોફ લઈએ તો ૩૨ અક્ષર બરાબર થાય અને હેવફ લેતાં ૩૩ અક્ષર થાય અને તેથી છંદોભંગનો દોષ આવે એવી એક દલીલ કરવામાં આવે છે, પરંતુ અનુષુપ છંદમાં ૩રને બદલે વિકલ્પ ૩૩ અક્ષર હોય એવાં અનેક ઉદાહરણ ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક વગેરેની ગાથાઓમાંથી મળશે. છંદની આ છૂટ પરાપૂર્વથી લેવાતી આવી છે. પ્રાકૃત કવિતામાં તે વિશેષપણે જોવા મળે છે. એટલે નવકારમંત્રમાં દેવ પદને લીધે ચૂલિકાના અનુપ છંદના ૩૩ અક્ષર થાય છે એ છંદોભંગનો દોષ નથી. વળી ચૂલિકાના ૩રને બદલે ૩૩ અક્ષરનું પ્રયોજન અન્ય એક દૃષ્ટિએ દર્શાવવામાં આવે છે. “નમસ્કારાવલિકા' નામના ગ્રંથમાં નવકારમંત્રનો મહિમા બતાવતાં જણાવ્યું છે કે કોઈ ખાસ પ્રયોજન કે પ્રસંગે ઉપસ્થિત થાય તે વખતે ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ ધ્યાન કણિકા સહિત બત્રીસ પાંખડીના કમળનું ધરવાનું હોય છે અને તે દરેક પાંખડીમાં એક એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ અક્ષરનું સ્થાપન કરીને ધ્યાન ધરવાનું ગ્રંથકારે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરો હોય તો જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરોને એનું સમર્થન મળે છે.
નવકારમંત્રના ધ્યાનના ક્રમમાં પણ અક્ષરો અને પદોનું મહત્ત્વ છે. પૂ.પં. શ્રી
૩૬ ક જૈન ધર્મ દર્શન
Page #75
--------------------------------------------------------------------------
________________
ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ “નમસ્કાર મીમાંસામાં લખે છે : “પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને છેલ્લે રૂપાતીત એ ધ્યાનનો ક્રમ છે. અક્ષરધ્યાન આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્રદેવતાના દેહનું નિમણિ થાય છે. મંત્રનું આત્મા સાથે–આત્માની ચિત્તશક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન, પદમય ધ્યાન વડે અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાન વડે તત્ત્વોનુસંધાન થાય છે.” વળી તેઓ “નમસ્કાર મીમાંસા'માં લખે છે : “મંત્રદૃષ્ટિએ નમસ્કારનાં વર્ષો પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના મુખમાંથી નીકળેલ છે અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંત્ય છે; આ વર્ષો અભેદ-પ્રણિધાન કરાવનારા છે; ધ્વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારો છે; અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ષોચ્ચાર પછી વર્ણશ્રુતિ, ત્યારપછી અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ, એવો ક્રમ છે.'
નવકારમંત્રમાં માતૃકાઓનું ધ્યાન, એક એક અક્ષરનું અલગ અલગ ધ્યાન પણ મહત્ત્વનું અને આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી મનાયું છે. ધ્યાન ધરવામાં આગળ વધેલા મહાપુરુષો જ્યારે સંભેદ-પ્રણિધાન-પદ્ધતિથી નવકારમંત્રના કોઈ પણ એક અક્ષરનું ધ્યાન ધરે છે ત્યારે તેની સામે પોતાના આત્માને એકાકાર બનાવી દે છે. તેઓ તે અક્ષરમય બની જાય છે.
નવકારમંત્રના અડસઠ અક્ષરોનું ધ્યાન કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે પણ કરાય છે. અડસઠ અક્ષરોને કુંડલિની આકારે સાડા ત્રણ વર્તુળમાં ક્રમાનુસાર ગોઠવી એક પછી એક અક્ષરનું મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરાય છે.
આમ, નવકારમંત્રના અડસઠ અક્ષરનું ધ્યાન અડસઠ તીરથની જાત્રા સમાન ગણાય છે. અડસઠ તીર્થનાં નામોની ગણના જુદી જુદી રીતે થાય છે. વળી તેનો પૂલ અર્થ ઉપરાંત આધ્યાત્મિક અર્થ પણ ઘટાવાય છે.) અડસઠ અક્ષરનું ધ્યાન ભવોદધિ કરવા માટે નૌકા સમાન ગણાય છે. નવકારમંત્રના અક્ષરો સંસારસાગરનો પાર કરાવનાર, મોક્ષપદનો દાતાર ગણાય છે. નવકારમંત્રના અક્ષરનું ધ્યાન આત્માને એના અક્ષર-સ્વરૂપમાં લઈ જાય છે અને અક્ષર (અક્ષય) પદ અપાવે છે.
નવકારમંત્ર આવો પરમ અદ્વિતીય મંત્ર ગણાતો હોવા છતાં આપણી આસપાસ નજર કરીએ તો જણાશે કે સંસારનાં અનેક મનુષ્યોને નવકારમંત્રની કંઈ જ ખબર નથી. શાસ્ત્રકારો કહે છે કે મંત્રમાં રહેલા મંત્રસ્વરૂપ અક્ષરોની જીવનમાં પ્રાપ્તિ થવી એ પણ પૂર્વના પુણ્યોદય વિના, તેવા પ્રકારના શુભ કર્મના ઉદય વિના શક્ય નથી. માણસ અનેકને નમવાની દ્રવ્યક્રિયા કરતો હોય અને છતાં નવકારમંત્રના
નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
૩૭
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પદ “નમો અરિહંતાણને તો પણ પ્રથમ પદના પ્રથમ અક્ષર ને પામી શકતો નથી. માણસ વર્ણમાળાના અક્ષરનું ઉચ્ચારણ પોતાના જીવનમાં અનેક વાર, અસંખ્ય વાર કરતો હોવા છતાં નવકારમંત્રના મંત્રસ્વરૂપ અક્ષર ન સુધી તે પહોંચી શકતો નથી. તેને પામી શકતો નથી.
નવકારમંત્રની જાણ થયા પછી, એના અર્થની સમજણ પામ્યા પછી પણ શ્રદ્ધાપૂર્વક પંચપરમેષ્ઠિ પ્રત્યે પ્રીતિ, ભક્તિ વગેરે પ્રગટ થવાનું સરળ નથી. નવકારમંત્ર સરળ મંત્ર છે, છતાં તેને જીવનમાં સાચી રીતે પામવો, સારી રીતે જીવનમાં તે પ્રતિષ્ઠિત થવો કે સિદ્ધ થવો અત્યંત દુર્લભ મનાયો છે. એટલા માટે જ કહેવાયું છે કે :
विज्झइ राहा वि फुडं उम्मूलिज्जइ गिरी वि मूलाओ । गम्मइ गयणयलेणं
दुलहो य इमो नमुक्कारो ॥ રાધાપૂતળીને સ્પષ્ટપણે વીંધવી એ દુષ્કર નથી. ગિરિનું મૂળથી ઉમૂલન કરવું એ પણ દુષ્કર નથી. ગગન-તલમાં ગમન કરવું એ પણ અશક્ય થી. પણ આ એક નવકારમંત્રને સાચી રીતે પામવો એ અતિ દુર્લભ છે.]
કજન ધર્મ દર્શન
Page #77
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રમાં સંપદા
‘સમરો મંત્ર ભલો નવકાર એ પદમાં આપણે ગાઈએ છીએ:
અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ સાર; આઠ સંપદ્યથી પરમાણો,
અડસિદ્ધિ દાતા;
સમરો મંત્ર ભલો નવકાર. નવકારમંત્રની સઋયમાં શ્રી કીર્તિવિમલસૂરિએ કહ્યું છે:
સમર જીવ એક નવકાર નિજ હેજ-શું.
અવર કાંઈ આળપંપાળ, દ્યખે; વર્ણ અડસઠ નવકારનાં નવ પદ,
સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પહ્મવિજયે કહ્યું છે:
અડસઠ અક્ષર તીરથ સાર; સંપદા આઠ સિદ્ધિ દાતાર;
મંગલમય સમરો નવકાર. નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાસ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે, અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે.
નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિને-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને–એ પ્રત્યેકને – નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યાર પછી નમસ્કારનો મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર મહામંત્રમાં નવ પદના બધા
નવકારમંત્રમાં સંપદા
૩૯
Page #78
--------------------------------------------------------------------------
________________
મળીને અડસઠ અક્ષર થાય છે, એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાત અક્ષર ગુરુ છે. નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. મહાનિશીથ સૂત્ર”, નમસ્કા૨પંજિકા, પ્રવચનસારોદ્વા૨’ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ નવકારમંત્રના બાહ્ય સ્વરૂપમાં નવ પદ અને અડસઠ અક્ષર ઉપરાંત આઠ સંપદાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ સંપદા એટલે શું ?
સંપવા (સંપવ) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં સંપયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કોશમાં આપવામાં આવ્યા છે, જેમ કે ઃ (૧) સંપદા એટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ. (૩) સંપદા એટલે સિદ્ધિ (૪) સંપદા એટલે ઇચ્છાઓ સારી રીતે પાર પડે તે. (૫) સંપદા એટલે લાભ. (૬) સંપદા એટલે પૂર્ણતા. (૭) સંપદા એટલે સુશોભન. (૮) સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન; સહયુક્ત પદાર્થ (પદ + અર્થ) યોજના. (૯) સંપદા એટલે શુભ અને ઉજ્જ્વલ ભવિષ્ય (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ (૧૧) સંપદા એટલે સમ્યક્ રીતિ (૧૨) સંપદા એટલે મોતીનો હાર.
આમ ‘સંપદા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે. અલબત્ત સંપદા’ શબ્દ નવકારમંત્રની આરાધનાથી પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ સાથે સાથે કહેવાયું છે. સંપવાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે :
साड्गत्येन पद्यते परिच्छिद्यतेऽर्थो याभिरिति संपद : 1
અર્થાત્ જેનાથી સુસંગત રીતે અર્થ જુદો પાડી શકાય તે ‘સંપદા.' એટલે સંપદાનો અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દોનો સમૂહ. સંપદા એટલે એક અર્થ પૂરો થતાં આવતું વિશ્રામસ્થાન.
સંપદા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી ઘટાવાતો. લાંબું વાક્ય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ લેવા (Pause) માટે વચ્ચે થોભવું પડે છે. એમાં પોતપોતાની ઉચ્ચારણશક્તિ અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. સામાન્ય માણસો માટે વાક્યમાં અલ્પવિરામ કે અર્ધવિરામનાં ચિહ્નો આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપવા માટે અનુકૂળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી એમ શાસ્ત્રકારો કહે છે. નાનામોટા કોઈ પણ વાક્યમાં અર્થનું એક એકમ (Unit) પૂરું થતું હોય ત્યારે જે વિશ્રામસ્થાન આવે એનું નામ સંપદા એવો વિશિષ્ટ અર્થ એ શબ્દનો ઘટાવવામાં આવે છે.
કવિતામાં, મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુક્ત રચનાઓમાં અર્થ અને લયની
૪૦ * જૈન ધર્મ દર્શન
-
Page #79
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાળું હોવાથી તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દૃષ્ટિને પણ ખાસ લક્ષમાં રાખે છે. પરંતુ સામાન્ય મંત્રો કરતાં અનાદિસિદ્ધ નવકારમંત્રની તો વાત જ અનોખી છે.
નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં સ્વર-વ્યંજનની યોજના સહિત યોગ્ય વિશ્રામસ્થાનની અપેક્ષા રહે છે. આ વિશ્રામસ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. શબ્દ અને અર્થની દૃષ્ટિએ યોગ્ય સ્થળે જ જો તે આવે તો જ તેનું મહત્ત્વ રહે છે. એમ ન થાય તો તેના પઠનમાં અનિયમિતતા, કર્કશતા, સંકીર્ણતા, લયરહિતતા અને અર્થની સંદિગ્ધતા ઊભી થવાનો સંભવ રહે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષામાં સ્વરભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે. એકના એક શબ્દમાં કે વાક્યમાં જ્યાં સ્વરભાર આવવો જોઈએ તેને બદલે બીજે સ્થળે જો સ્વરભાર આવે તો અર્થનો અનર્થ થઈ ગયાંનાં ઉદાહરણો પ્રાચીન સાહિત્યમાં ટાંકવામાં આવે છે. એટલા માટે જ વેદની ઋચાઓના પઠનમાં આરોહઅવરોહનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. અન્ય કેટલાક મંત્રોમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. જો ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય તો મંત્ર પાછો પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને તે હાનિ પહોંચાડે છે એમ મંત્રવિદો માને છે. એટલે એમાં સંપદાનું વિશ્રામસ્થાનનું વર્ગીકરણ ગંભીરતાપૂર્વક વિચારાયું છે.
નવકારમંત્રમાં પદની જે ગણના કરવામાં આવે છે તે વ્યાકરણ અનુસાર નથી. વ્યાકરણ અનુસાર વિમાન્ત પમ્ એટલે કે જેને છેડે વિભક્તિ છે તે પદ કહેવાય. એનો સાદો અર્થ કરવો હોય તો કહેવાય કે વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય. શબ્દકોશમાં આપેલો શબ્દ શબ્દ છે. તે શબ્દ જો વાક્યમાં વપરાયો હોય તો તે પદ બને છે. પિતા' શબ્દકોશમાં હોય તો તે શબ્દ છે અને પિતા આવ્યા” એમ વાક્યમાં વપરાયો હોય તો તે પદ ગણાય છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે તો નવકારમંત્રનો પ્રત્યેક શબ્દ પદ ગણી શકાય. એ રીતે નવકારમંત્રમાં વ્યાકરણની દૃષ્ટિએ વીસ પદ આવે છે. પરંતુ નવકારમંત્રમાં આવાં બે કે ત્રણ પદના સમૂહનું અર્થની દષ્ટિએ એક જ પદ ગણવામાં આવ્યું છે. “નમો અરિહંતાણં'માં વ્યાકરણની દૃષ્ટિએ બે પદ છે, પણ અર્થની દૃષ્ટિએ તે એક જ પદ . નવકારમંત્રમાં એવાં નવ પદ છે. પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ પ્રત્યેક પદને અંતે અર્થની દૃષ્ટિએ વિશ્રામસ્થાન આવે છે. એટલે નવકારમંત્રના પહેલાં પાંચ પદમાં પાંચ સંપદા આવી
નવકારમંત્રમાં સંપદા
૪૧
Page #80
--------------------------------------------------------------------------
________________
જાય છે એ તો સ્પષ્ટ છે.
હવે બાકીનાં ચાર પદમાં ત્રણ સંપદા શાસ્ત્રકારો કેવી રીતે બતાવે છે તે જોઈએ. છઠ્ઠું પદ છે એસો પંચ નમુક્કારો' અને સાતમું પદ છે ‘સવ પાવપ્પણાસણો’– આ બે પદના મળીને સોળ અક્ષર થાય છે. આ બે પદમાં બીજી બે સંપદાઓ રહેલી છે, એટલે કે છઠ્ઠા અને સાતમા પદમાં છઠ્ઠી અને સાતમી સંપદા રહેલી છે. આઠમું પદ છે મંગલાણં ચ સવ્વેર્સિ' અને નવમું પદ છે પઢમમ્ હવઈ મંગલમ્'—આ બે પદના મળીને સત્તર અક્ષર થાય છે. પરંતુ આ બે પદમાં ફક્ત એક સંપદા રહેલી છે એમ બતાવવામાં આવે છે. એ રીતે નવકારમંત્રમાં કુલ આઠ સંપાદાઓ બતાવવામાં આવે છે. ‘ચૈત્યવંદન ભાષ્ય', પ્રવચન સારોદ્વાર’ વગેરે ગ્રંથોમાં આઠમી સંપદા ઉપર પ્રમાણે સત્તર અક્ષરની બતાવવામાં આવી છે. પ્રવચન સારોદ્વાર’માં લખ્યું છેઃ
पंचपरमेष्ठिमंते पए पए सत्त संपया कमसो । पच्जतसत्तरसक्खरपमाणा अठ्ठमी भणिया ॥ (पंचपरमेष्ठिमंत्रे पदे पदे सप्त संपदः क्रमशो । पर्यन्तस्तत दशाडक्षररप्रमाणा अष्टमी भणिता ॥
પંચપરમેષ્ઠિ મંત્રમાં બધાં મળીને નવ પદ છે તેમાં ક્રમશઃ પ્રથમ સાત પદની સાત સંપદા છે. સત્તર અક્ષરના છેલ્લા બે પદની આઠમી એક સંપદા છે.] ‘ચૈત્યવંદન ભાષ્ક’માં લખ્યું છે કે
पन्नठसट्ठि नवपथ, नवकारे अट्ट संपया तत्थ । सगसंपय पयतुल्ला, सतरवर अट्ठमी दुपया ॥ ३० ॥
[નવકારમંત્રમાં વર્ણ (અક્ષર) અડસઠ છે, પદ નવ છે અને સંપદા આઠ છે. તેમાં સાત સંપદા સાત પદ પ્રમાણે જાણવી અને આઠમી સંપદા સત્તર અક્ષરવાળી બે પદની જાણવી.]
‘ચૈત્યવંદન ભાષ્ય’માં એના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ ચૈત્ય-વંદનનાં સૂત્રોમાં બધી મળીને સત્તાણું સંપદાઓ રહેલી છે તેમ જણાવ્યું છે, તેમાં લખ્યું છે : अठ्ठठ्ठनवट्ठ य अठ्ठावीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया - सक्कथयाईसु सगनतुई ॥ २९ ॥
ચૈત્યવંદનનાં સૂત્રોમાં નવકારમંત્રની ૮, ઈરિયાવહીની ૮, શક્રસ્તવ (નમૃત્યુર્ણ)ની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેઈઆણં) ૮, લોન્ગસ્ટની ૨૮, શ્રુતસ્તવ (પુકખરવરદી)ની ૧૬ અને સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં)ની ૨૦ – મળીને ૯૭ સંપદા થાય છે.
આ પ્રમાણે બધી
૪૨ * જૈન ધર્મ દર્શન
Page #81
--------------------------------------------------------------------------
________________
એમા જણાવ્યું છે તે પ્રમાણે સંપદા એટલે મહાપદની ગણતરી અથવા વિસામાની ગણતરી.
સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવાને માટે છે. જે ગાથામાં ચાર ચરણ હોય તો તેમાં પ્રત્યેક ચરણને પદ ગણીને તે ગાથાની ચાર સંપદા સામાન્ય રીતે ગણવામાં આવે છે. નવકારમંત્રમાં ચૂલિકાની ગાથામાં ચાર પદ હોવા છતાં એની સંપદા ત્રણ જ ગણવામાં આવી છે. એટલે કે નવકારમંત્રમાં કુલ પદ નવ છે અને એની સંપદા આઠ બતાવવામાં આવી છે. આ આઠ સંપદાનો નિર્દેશ પ્રાચીન સમયથી થતી આવે છે. જિનેશ્વર ભગવાને એ પ્રમાણે આઠ સંપદા ભાખેલી છે એમ પણ કહેવાય છે. એટલે સંપદાની સંખ્યા વિશે મતમતાંતર નથી. બધા જ શાસ્ત્રકારો આઠની સંખ્યાનું સમર્થન કરે છે.
નવકારમંત્રની પાંચ પદની પાંચ સંપદાઓ વિશે કોઈ વિભિન્ન મત નથી. વળી ચૂલિકાનાં ચાર પદની કુલ ત્રણ સંપદાઓની સંખ્યા વિશે પણ વિભિન્ન મત નથી. પરંતુ ચાર પદમાં ત્રણ સંપદા કેવી રીતે ગણવી તે વિશે બે જુદા જુદા મત છે. તેમાં મુખ્ય મત ઉપર પ્રમાણે જ છે. પરંતુ ચૈત્યવંદન ભાષ્ય”, “પ્રવચન સારોદ્ધાર વગેરેમાં જણાવ્યું છે કે કેટલાક આચાર્યોની માન્યતા પ્રમાણે ૬ઠ્ઠી સંપદા ૨ પદની (૧૬ અક્ષરની) “એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણોની, સાતમી સંપદા મંગલાણં ચ સર્વેસિ એ આઠમા પદના આઠ અક્ષરની અને આઠમી સંપદા “પઢમં હવઈ મંગલ - એ નવ અક્ષરની છે. તેઓ કહે છે : “નવઉતરäમિ કુપય છઠ્ઠી’ (એકટ કે છઠ્ઠી સંપદા બે પદની સમજવી અને આઠમી સંપદા પઢમં હવઈ મંગલ એ નવ અક્ષરની સમજવી).
નવકારમંત્રમાં નવ પદ છે એટલે એમાં તેટલી સંખ્યાની જ સંપદા હોવી જોઈએ એવું અનિવાર્ય નથી. પદ અને સંપદાની ગણતરીમાં માત્ર નવકારમંત્રમાં જ આવો ફરક જોવા મળે છે એવું નથી. “ઈરિયાવહી સૂત્રમાં કુલ ૩૨ પદ છે, પણ તેની સંપદા ફક્ત આઠ જ ગણવામાં આવી છે. એવી જ રીતે “શસ્તવ' (નમુત્યુપ્ત)માં ૩૩ પદ છે. અને સંપદા ૯ બતાવવામાં આવી છે. તથા “અરિહંત ચેઈઆણં’ સૂત્રમાં તો પદ ૪૩ જેટલાં છે અને એની સંપદા ફક્ત આઠ જ બતાવવામાં આવી છે. આમ આ બધાં સૂત્રોમાં પદની સંખ્યાના પ્રમાણમાં સંપદાઓ ઓછી બતાવવામાં આવી છે. બીજી બાજુ “લોગસ્સ સૂત્રમાં ૨૮ પદ છે અને ૨૮ સંપદા બતાવવામાં આવી છે. “પુખ્ખરવરદી સૂત્રમાં ૧૬ પદ છે અને ૧૬ સંપદા બતાવવામાં આવી છે, તથા “સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં ૨૦ પદ છે અને તેની સંપદા ૨૦ બતાવવામાં આવી છે. આમ સંપદાની સંખ્યા પદ કરતાં ઓછી હોઈ શકે છે અથવા વધુમાં
નવકારમંત્રમાં સંપદા ૪૩
Page #82
--------------------------------------------------------------------------
________________
વધુ પદની સંખ્યા જેટલી હોઈ શકે છે. પદ કરતાં સંપદા વધુ હોય એવું બની શકે નહિ.
સંપદાની ગણતરીમાં આમ ફરક શા માટે હશે તેની કોઈ વિશેષ સ્પષ્ટતા ‘ચૈત્યવંદન ભાષ્ય’, ‘પ્રવચન સારોદ્વાર’ વગેરે ગ્રંથોમાં ક૨વામાં આવી નથી, પરંતુ જે રીતે એની સંપદાઓ બતાવવામાં આવી છે તે રીતે તેની પાછળ કોઈ વિશિષ્ટ પ્રયોજન રહ્યું હશે તેમ માની શકાય. શાસ્ત્રકારોએ સંપદાને અર્થના વિશ્રામસ્થાન તરીકે ઓળખાવી છે અને તે વિશ્રામસ્થાને વિશ્રામ લેવાઈ જાય છે એમ કહેવા કરતાં વિશ્રામ અવશ્ય લેવો જોઈએ એવો આદેશ કરેલો છે. એ ઉપરથી પણ એમ ભાસે છે કે સંપદાઓની ગણતરી પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હોવો જોઈએ. મંત્રો કે સૂત્રોનો ઉચ્ચાર વિશુદ્ધ અને ગૌરવવાળો હોવો જોઈએ. બોલનાર અને સાંભળનારના ચિત્તમાં તે પ્રસન્નતા અને ઉત્સાહનો ભાવ જન્માવે એવું વ્યવહારુ પ્રયોજન તો તેમાં રહેલું હશે જ, પરંતુ તે ઉપરાંત આંતરચેતનાની અનુભૂતિ અનુસાર કોઈ વિશિષ્ટ પ્રયોજન પણ રહેલું હશે એવું આ બધા તફાવત ઉ૫૨થી લાગે છે. સંપદામાં અક્ષર ક૨તાં અર્થનું મહત્ત્વ વધારે છે. મંત્રમાં ‘નમો સિદ્ધાળ’ એ પદમાં પાંચ અક્ષર છે. અને તેની એક સંપદા ગણવામાં આવી છે. બીજી બાજુ ‘તસ્સ ઉત્તરા’ સૂત્રમાં ‘તસ્સ ઉત્તરાથી મ ાહસમાં’ સુધીનાં છ પદ અને ૪૯ અક્ષરની માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે. તેવી જ રીતે ઈરિયાવહી સૂત્ર’માં ‘અભિહયા’ થી ‘તસ્સમિચ્છામિ દુક્કડં' સુધીનાં અગિયાર પદના ૫૧ અક્ષરની પણ માત્ર એક જ સંપદા ગણવામાં આવી છે.
•
પૂર્વાચાર્યોએ સંપદાની આ રીતે જે ગણતરી કરી છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય કે માત્ર અર્થની પૂર્ણતા અનુસાર સંપદા ગણવામાં આવે છે એટલું જ નહીં, પરિપૂર્ણ અર્થના ગૌરવ અનુસાર પણ સંપદાનો વિચાર કરવામાં આવે છે.
સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન એમ નહિ, પણ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો તર્ક કરીને નવ પદની વચ્ચે આઠ વિશ્રામસ્થાન આવે છે માટે આઠ સંપદા હશે એમ કદાચ કોઈક બતાવે. પઢમમ્ હવઈ મંગલમ્’ એ છેલ્લું પદ ઉચ્ચારતાં મંત્ર પૂરો થાય છે, એટલે ત્યાં વિશ્રામસ્થાન ગણવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આ તર્ક સ્વીકાર્ય નથી, કારણ કે ઈરિયાવહી, શક્રસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ વગેરે સૂત્રોમાં બે પદ વચ્ચેનાં જેટલાં વિરામસ્થાનો છે એટલી સંપદા ગણવામાં આવી નથી. વળી, એ પ્રમાણે ગણીએ તો લોગસ્સ સૂત્ર'નાં ૨૮ પદ વચ્ચે ૨૭ વિશ્રામસ્થાન ગણવાં પડશે, પરંતુ તેમાં ૨૭ નહિ પણ પદ અનુસાર ૨૮ સંપદા છે. તેવી જ રીતે પુખ્ખરવરદી' તથા ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં પણ પદ
૪૪ * જૈન ધર્મ દર્શન
-
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે સંપદા છે. એટલે સંપદાનો અર્થ બે પદ વચ્ચે આવતું વિશ્રામસ્થાન એવો નહિ ઘટાવી શકાય.
- નવકારમંત્રમાં આઠ સંપદા હોવાથી એના ઉપધાન- (જ્ઞાન-આરાધના માટેના તપોમય અનુષ્ઠાનની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન માટે એક આયંબિલ એમ કુલ આઠ આયંબિલ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે એ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે નવકારમંત્રમાં આઠ સંપદ્ધ છે.
નવકારમંત્રમાં પહેલાં સાત પદની પ્રત્યેકની એક એમ સાત સંપદા છે. એ પ્રમાણે સાત પદના સાત આલાપક છે, સાત અધ્યયન છે અને સાત આયંબિલ છે. આઠમા અને નવમા પદની મળીને એક સંપદા છે. તેનો એક આલાપક છે. તેનું એક અધ્યયન છે. અને તે માટે ઉપધાન તપની વિધિમાં એક આંબિલ કરવાનું હોય છે.
આમ સંપદાની કુલ આઠની સંખ્યા માટે સર્વ શાસ્ત્રકારો સંમત છે.
ચૈત્યવંદન ભાષ્યમાં ઈરિયાવહી, શક્રસ્તવ અને અરિહંત ચેઈઆણંની સંપદાઓનાં પ્રત્યેકનાં ભિન્ન ભિન્ન નામ પણ દર્શાવવામાં આવ્યાં છે. એ નામો નીચે પ્રમાણે છે :
ઈરિયાવહીની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે :
(૧) અમ્યુપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) ઓઘ હેતુ સંપદા, (૪) ઇતર હેતુ સંપદા, (૫) સંગ્રહ સંપદા, (૬) જીવ સંપદા, (૭) વિરાધના સંપદા, (૮) પડિક્કમણ સંપદા.
શકસ્તવની સંપદાઓ અનુક્રમે આ પ્રમાણે છે: (૧) સ્તોતવ્ય સંપધ, (૨) ઓઘ હેતુ સંપદા, (૩) વિશેષ સંપદા (જી ઉપયોગ સંપદા, (૫) તàતુ સંપદા, (૬) સવિશેષોપયોગ સંપદા, (૭) સ્વરૂપ સંપદા, (૮) નિજસમલદ સંપદા અને (૯) મોક્ષ સંપદા.
ચૈત્યસ્તવની સંપદા અનુક્રમે આ પ્રમાણે છે: (૧) અભ્યપગમ સંપદા, (૨) નિમિત્ત સંપદા, (૩) હેતુ સંપદા, (૪) એકવચનાન્ત સંપદા, (૫) બહુવચનાત્ત આગાર સંપદા, (૬) આગંતુક આગાર સંપદા, (૭) કાયોત્સર્ગ વિધિ સંપદા અને (૮) સ્વરૂપ સંપદા.
પરંતુ નવકારમંત્રની આઠ સંપદાઓનાં જુદાં જુદાં નામ ક્યાંય જોવા મળતાં નથી. અલબત્ત, અન્ય કેટલાંક સૂત્રોની સંપદાઓનાં આપેલાં નામો ઉપરથી અનુમાન કરી શકાય કે નવકારમંત્રનાં પહેલાં પાંચ પદની સંપદા તે “સ્તોતવ્ય સંપદા' હોઈ શકે, કારણ કે તેમાં અનુક્રમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. સ્તોતવ્ય
નવકારમંત્રમાં સંપદા એક ૪૫
Page #84
--------------------------------------------------------------------------
________________
સંપદાને અરિહંત સ્ત્રોતવ્ય સંપદા’, સિદ્ધસ્તોતવ્ય સંપા”, એમ પણ અનુક્રમે ઓળખાવી શકાય. બાકીની સંપદાઓમાં ‘એસો પંચ નમુક્કારો', ‘સવ્વ પાવ પણાસણો’ની સંપદાને ‘વિશેષ હેતુ સંપદા’ કહી શકાય. અને મંગલાણં ચ સવ્વુસિં’, ‘પઢમં હવઈ મંગલમ્’ની સંપદાને ‘સ્વરૂપ સંપદા' અથવા ‘ફ્લ સંપદા' કહી શકાય. અલબત્ત, આ તો માત્ર અનુમાન છે. આ વિષયમાં જાણકારો વધુ પ્રકાશ પાડી શકે.
એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતાં ‘સંપદા’ એટલે ‘સિદ્ધિ' એવો સીધો અર્થ જ ઘટાવવો જોઈએ. એ રીતે નવકારમંત્રમાં આઠ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે એવો અર્થ ઘટાવવાનો છે. [જુઓ ‘શ્રી મંત્રરાજ ગુણ કલ્પમહોદધિ' (પં. યદલાલ શર્મા), છઠ્ઠો પરિચ્છેદ.] સિદ્ધિ આઠ પ્રકારની બતાવવામાં આવે છે. એને મહાસિદ્ધિ પણ કહેવામાં આવે છે. એ નીચે પ્રમાણે છે :
(૧) અણિમા–અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ.
(૨) લઘિમા–ઇચ્છાનુસા૨ હલકા અને શીઘ્રગામી થઈ જવાની શક્તિ. (૩) મહિમા–મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ. (૪) ગરિમા ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ. (૫) પ્રાપ્તિ–દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ.
(૬) પ્રાકામ્ય-બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ.
(૭) ઈશિત્વ-બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ. (૮) વશિત્વ-બીજાને વશ કરવાની શક્તિ.
(આઠ સિદ્ધિઓનાં આ નામોના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથોમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓનાં નામોમાં અને પ્રકારોમાં પણ ફરક જોવા મળે છે.) નવકારમંત્રનાં નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે :
(૧) નમો – અણિમા સિદ્ધિ. (૨) ગહિતાનું · મહિમા સિદ્ધિ. (૩) સિદ્ધાળું -- ગરિમા સિદ્ધિ (૪) આયરિયાણં – લઘિમા સિદ્ધિ. (૫) ઉવપ્નાયાળું – પ્રાપ્તિ સિદ્ધિ. (૬) સવ્વ સાહૂણં – પ્રાકામ્ય સિદ્ધિ. (૭) પંચ નમુારો - ઈશિત્વ સિદ્ધિ. (૮) મંનતાĪ - વશિત્વ સિદ્ધિ.
૪૬ જૈન ધર્મ દર્શન
Page #85
--------------------------------------------------------------------------
________________
(૧) નમો – નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભારપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) રિહંતા – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે એમનો મહિમા થાય છે. અરિહંત માટે ‘ગર્દતુ' શબ્દ પણ પ્રયોજાય છે. અહંતુ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર. ‘રિહંતા' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૩) સિદ્ધાનં – આ પદમાં રહેલા ત્રણે અક્ષરો ગુર છે. વળી સિદ્ધિપદ બધાં પદોમાં સૌથી મોટું–ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે “સિદ્ધા' –પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે.
(છ માથરિયાળે – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે એટલે આર્ય ભગવંતો આગળ સમસ્ત ગત લઘુ છે. પોતાનામાં લઘુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે ‘સાયિાળપદનું ધ્યાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે.
(૫) હવનીયા – ઉવજ્જાય શબ્દ ૩૫, મધ અને ખાય એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩પ એટલે પાસે, ધ એટલે અંતઃકરણ અને માય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. એટલે “૩વનાયા' પદનું ધ્યાન ધરવાથી પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે.
(૬) સબ સાહૂણં –સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઈચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે “સબૂ સહૂિi' પદનું ધ્યાન ધરવાથી પ્રાકામ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૭) પંચ નમુક્કારો – પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે “પંઘ નમુવારો' પદના ધ્યાનથી ઈશિત્વ’ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૮) નાખે – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર બને છે એટલે
નવકારમંત્રમાં સંપદા
૪૭
Page #86
--------------------------------------------------------------------------
________________
માતા પદનું ધ્યાન ધરવાથી “વશિત્વ' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ આઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે જ કહેવાય છે એટલે “વશિત્વ સિદ્ધિ મંગલાણ સાથે સંખ્યાની દૃષ્ટિએ પણ અનુરૂપ ગણાય છે.
આમ નવકારમંત્રમાં આઠ સંપદાઓ રહેલી છે અને એ મહામંત્રની આરાધના નિર્મળ ચિત્તથી પૂરી નિષ્ઠા અને ધ્યાનથી એકાગ્રતાપૂર્વક કરનારને આઠ સિદ્ધિ અપાવનાર છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
સર્વ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે જ સર્વોપરિ છે.
૪૮ જૈન ધર્મ દર્શન
Page #87
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી
જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ પ્રક્રિયા છે. નવકારમંત્રના પદસ્થ ધ્યાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ સહાયક નીવડે છે. ચંચળ વૃત્તિના બાળ જીવોને માટે તો ચિત્તને સ્થિર કરવાના અભ્યાસની. દૃષ્ટિએ તે એક અસરકારક સાધન છે.
આનુપૂર્વી અને અનાનુપૂર્વી એ બે શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ અનુપૂર્વ ઉપરથી આવ્યા છે. “અનુ' એટલે પાસે, પાછળ, બાજુમાં, નીચે, નિયમિત. ‘પૂર્વ' એટલે આગળનું અથવા પહેલાંનું. અનુ + પૂર્વ એટલે આગળપાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ. આનુપૂર્વી–આનુપૂર્વે પ્રાકૃતઃ “આણુપુત્રી') એટલે અનુક્રમ, પરિપાટી, પૌવપર્ય ભાવ અથવા વિશિષ્ટ રચના. શબ્દકોશમાં એના પર્યાયો આપતાં કહેવાયું છેઃ आनुपूर्वी अनुक्रमोऽनुपरिपाटीति पर्याया।
- આનુપૂર્વી એ કર્મસિદ્ધાન્તની પરિભાષાનો એક શબ્દ પણ છે. નામકર્મની એક પ્રકૃતિ માટે તે વપરાય છે. જીવને જે ગતિનું આયુષ્ય ઉદયમાં આવ્યું હોય તે જ ગતિમાં લઈ જાય અને બીજી ગતિમાં જવા ન દે તેવા પ્રકારનું નામકર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય છે.
આનુપૂર્વી શબ્દ જૈન શાસ્ત્રોમાં વિવિધ સંદર્ભમાં વપરાયો છે. દસ પ્રકારની આનુપૂર્વી બતાવવામાં આવે છે, જેમાં નામ-આનુપૂર્વી, સ્થાપના-આનુપૂર્વી, દ્રવ્યઆનુપૂર્વી, ક્ષેત્ર-આનુપૂર્વી, કાળ-આનુપૂર્વી, ભાવ-આનુપૂર્વી વગેરે આનુપૂર્વીનો સમાવેશ થાય છે.
આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેલો હોય તે. એકથી દસની સંખ્યા લઈએ તો ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦માં સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એવી જ રીતે વિપરીત રીતે, છેલ્લેથી કે ઊંધથી લઈએ તો ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧માં પણ સળંગ નિયમિત ક્રમ રહેલો છે. એટલે એ બંનેને આનુપૂર્વી કહી શકાય.
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૪૯
Page #88
--------------------------------------------------------------------------
________________
આનુપૂર્વીના ત્રણ પેટાપ્રકારો બતાવવામાં આવે છે. (૧) મૂળથી નિશ્ચિત કરેલા અંત સુધી જે ક્રમ હોય છે તેને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે. એટલે કે એકથી દસ સુધીની સંખ્યા નિશ્ચિત કરી હોય (અથવા સંખ્યા વધારે કે ઓછી પણ કરી શકાય) અને તે ક્રમાનુસાર હોય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય છે. (૨) આપેલી સંખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર ગોઠવવામાં આવી હોય તો તેને પસાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી (અથવા પશ્ચિમાનુપૂર્વી) કહે છે. ઉ.ત. દસથી એક સુધી ક્રમાનુસાર સંખ્યા હોય તો તેને પશ્ચાનુપૂર્વી અથવા પશ્ચાતનુપૂર્વી કહેવામાં આવે છે. (૩) યથાતથ આનુપૂર્વી યથાતથાનુપૂર્વી – જે આનુપૂર્વીમાં મરજી મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું કરવામાં આવે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય છે. ધારો કે સંખ્યા એકથી દસ સુધીની હોય પરંતુ તેમાં કોઈક વ્યક્તિ ત્રણ કે ચાર કે ગમે ત્યાંથી શરૂ કરી દસ સુધીમાં ગમે ત્યાં અટકે તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. ઉદાહરણ તરીકે ૨, ૩, ૪, ૫ અથવા ૫, ૬, ૭, ૮, ૯ અથવા ૮, ૯, ૧૦ એ યથાતથ આનુપૂર્વી કહેવાય છે. એવી જ રીતે ૯, ૮, ૭, ૬ અથવા ૭, ૬, ૫, ૪, ૩ જેવા વિપરીત ક્રમને પણ યથાતથ આનુપૂર્વી કહેવાય.
અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહિ તે. જેમાં આનુપૂર્વીનો ક્રમ સાચવવામાં આવ્યો ન હોય અથવા તે ક્રમને હેતુપૂર્વક બદલવામાં આવ્યો હોય તો તે અનાનુપૂર્વી બને છે. નવકારમંત્રના એકથી પાંચ અથવા એકથી નવ સુધીનાં પદના પૂર્વાનુપૂર્વી કે પડ્યાનપૂર્વીના ક્રમને સાચવવામાં ન આવે અને તેમાંથી જ બીજી કોઈ સંખ્યા વચ્ચે મૂકીને એ કમને તોડવામાં આવે તો તે અનાનુપૂર્વી બને છે. ઉદાહરણ તરીકે ૧, ૨, ૩, ૪, ૫ અથવા ૫, ૪, ૩, ૨, ૧ એ બંને આનુપૂર્વી છે; પરંતુ ૧, ૩, ૪, ૨, ૫ અથવા ૩, ૨, ૪, ૫, ૧ એ અનાનુપૂર્વી છે. પૂર્વાનુપૂર્વી ફક્ત એક જ હોય છે. તેવી રીતે પડ્યાનુપૂર્વી પણ ફક્ત એક જ હોય છે. પરંતુ અનાનુપૂર્વી સંખ્યા અનુસાર એક કરતાં વધુ હોય છે.
આનુપૂર્વી વગર અનાનુપૂર્વી સંભવી ન શકે. અનાનુપૂર્વીના સમગ્ર એટલે કે કુલ સંખ્યાંકમાં આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે, વસ્તુતઃ અનાનુપૂર્વીમાં બંને છેડે આનુપૂર્વી જ હોય છે. પૂર્વાનુપૂર્વીની પ્રથમ સ્થાપના કર્યા પછી તેના આંકડાઓમાં ગાણિતિક પદ્ધતિએ એવા ક્રમાનુસાર ફેરફાર કરતાં જવામાં આવે છે કે જેથી એક પણ વિકલ્પ અજાણતાં રહી ન જાય કે એક પણ વિકલ્પ ભૂલથી બેવડાય નહિ અને છેલ્લે અનાનપૂર્વી પદ્માનપૂર્વમાં પૂરી થાય છે. એટલા માટે જ ગણિતની દૃષ્ટિએ અનાનુપૂર્વીમાં બંને આનુપૂર્વીનો સમાવેશ થઈ જાય છે.
વિક્રમના પંદરમા શતકમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્ય શ્રી સોમસુંદરસૂરિનો
૫૦ જૈન ધર્મ દર્શન
Page #89
--------------------------------------------------------------------------
________________
તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનર્કીર્તિસૂરી કહે છે :
तत्थ पढमाणुपुव्वी चरमा पच्छाणुपुब्बिया नेया । सेसा उ मज्झिमाओ
अणाणुपुब्बिओ सव्वाओ ॥ એમાં પ્રથમ ભંગસંખ્યા તે આનુપૂર્વી પૂર્વનુપૂર્વી) છે. છેલ્લી ભંગ સંખ્યાને પશ્ચાનુપૂર્વી તરીકે જાણવી જોઈએ. મધ્યમાં આવેલી સર્વ ભંગસંખ્યા તે અનાનુપૂર્વી છે.]
એટલા માટે જ નવકારમંત્રની આનુપૂર્વી એમ કહેવા કરતાં નવકારમંત્રની અનાનુપૂર્વી એમ કહેવું વધુ યોગ્ય છે. “નવકારમંત્રની આનુપૂર્વી એમ કહેવાથી તો સીધો નવકારમંત્ર બોલવાનો જ અર્થ થશે. એમાં અનાનુપૂર્વીનો અર્થ નહિ આવે, પરંતુ અનાનુપૂર્વમાં આનુપૂર્વીનો અર્થ પણ આવી જાય છે.
આનુપૂર્વી સહિત અનાનુપૂર્વીની સંખ્યાને ગણિતની ભાષામાં Permutation & Combination કહેવામાં આવે છે.
કોઈ પણ આપેલી સંખ્યાની આનુપૂર્વી સહિતની અનાનુપૂર્વીની કુલ સંખ્યા કાઢવી હોય તો તેની સાદી રીત એ છે કે પ્રત્યેક સંખ્યાનો ઉત્તરોત્તર ગુણાકાર કરતાં જવું જોઈએ. અને છેલ્લે જે જવાબ આવે તે અનાનુપૂર્વીની કુલ સંખ્યા ગણાય. ૧થી ૩ સુધીની અનાનુપૂર્વીની સંખ્યા કાઢવી હોય તો ૧ ૪ ૨ x ૩ = ૬ થાય. ૧ થી ૪ સુધીની સંખ્યાની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ ૪ ૨ x ૩ ૪ ૪ = ૨૪ થાય. નવકારમંત્રમાં પાંચ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ X ૨ x ૩ X ૪ x ૫ = ૧૨૦ થાય. નવપદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧ X ૨ X ૩ ૪ ૪ ૪ ૫ x ૬ X ૭ X ૮ X ૯ = ૩,૬૨,૮૮૦ થાય.
- શ્રી જિનકીર્તિસૂરિએ વિ.સં. ૧૪૯૭મા પંચપરમેષ્ઠિનમસ્કાર-મહાસ્તોત્રમ્ (અથવા શ્રી નમસ્કારસ્તવ) નામની કૃતિમાં આનુપૂર્વી–અનાનુપૂર્વી ગણિતની દૃષ્ટિએ કેવી રીતે ક્રમાનુસાર, ભૂલચૂક વગર બનાવવામાં આવે છે તે અઘરા વિષયની બહુ જ વિગતવાર સમજણ આપી છે. જૈન શાસ્ત્રકારોએ આવા ગાણિતિક વિષયમાં પણ કેટલું ઊંડાણથી વ્યવસ્થિત મનન-નિરૂપણ કર્યું છે તે આ કૃતિ જોવાથી જણાશે.
નવકારમંત્રમાં પાંચ પદની અનાનુપૂર્વી કે નવપદની ૩૬ ૨૮૮૦ અનાનુપૂર્વી બનાવવાની હોય તો બે અનાનુપૂર્વી ભૂલમાં રહી ન જાય તે માટે ઘણી ચીવટ રાખવી પડે. જો ગાણિતિક પદ્ધતિ પ્રમાણે ક્રમાનુસાર અનાનુપૂર્વીના કોઠાઓ બનાવવામાં આવે તો એક પણ કોઠો રહી ન જાય અને ભૂલચૂક થાય નહિ. શ્રી જિનકીર્તિસૂરિએ
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી
૫૧
Page #90
--------------------------------------------------------------------------
________________
ક્રમાનુસાર કોઠા બનાવવા માટે નીચે પ્રમાણે ગાણિતિક પદ્ધતિ દર્શાવી છે. તેઓ લખે છે :
अणुव्विभंगहिठ्ठा जिठ्ठठ्ठविअग्गओ उवरि सरिसं । पूव्विं जिट्ठाइकमा सेसे मुत्तुं समयमेयं ॥
[આનુપૂર્વીના ભંગની નીચે આવતી પંક્તિમાં પ્રથમ જ્યેષ્ઠ અંકની સ્થાપના કરો, તે પછીના અંકોમાં ઉ૫૨ પ્રમાણે નીચે સમાન અંકની સ્થાપના કરી, તથા સમયભેદને છોડીને બાકીના અંકોની જ્યેષ્ઠાદિ ક્રમથી ખાલી પડેલી જગ્યામાં) પૂર્વ બાજુથી સ્થાપના કરો.]
અહીં જ્યેષ્ઠ અંક એટલે સંખ્યાની દૃષ્ટિએ મોટો અંક એવો અર્થ લેવાનો નથી, પણ ક્રમની દૃષ્ટિએ પૂર્વનો અંક એવો લેવાનો છે, જેમકે ૧, ૨, ૩, ૪, ૫ વગેરે અંકોમાં પનો જ્યેષ્ઠ ૪ છે, ૪નો જ્યેષ્ઠ ૩ છે, ૩નો જ્યેષ્ઠ ૨ છે, રનો જ્યેષ્ઠ ૧ છે. એકનો જ્યેષ્ઠ કોઈ નથી. એટલે તેની જગ્યા ખાલી પડે. હવે ઉદાહરણ તરીકે ૧ થી પની અનાનુપૂર્વી કરવી હોય તો પ્રથમ આનુપૂર્વી ૧, ૨, ૩, ૪, ૫ મૂકવી, પછી તેની નીચે ઉપરના નિયમ પ્રમાણે પંક્તિ મૂકવી. એટલે ૧ની નીચેની જગ્યા ખાલી રહેશે કારણ કે એકનો જ્યેષ્ઠ કોઈ નથી. રની નીચે જ્યેષ્ઠ ૧ આવશે, પછી ૩, ૪, ૫ ઉ૫૨ના ક્રમ પ્રમાણે આવશે. હવે વધેલો અંક તે ૨ છે; પૂર્વ બાજુથી અનાનુપૂર્વી ખાલી પડેલી જગ્યા ૧ની નીચે છે. ત્યાં ૨નો અંક મૂકવો. આ રીતે અનાનુપૂર્વી થશે ૨, ૧, ૩, ૪, ૫. હવે તે પછીની અનાનુપૂર્વી છે કરવી હોય તો તેની નીચે ઉપરના નિયમ પ્રમાણે આંકડાઓ મૂકીને ક૨વી. પરંતુ તેમાં ‘સમયભેદ’ છોડી દેવાનો. સમયભેદ એટલે અગાઉ આવી ગયેલી અનાનુપૂર્વી જેવો સરખો ક્રમ. એકની નીચે ખાલી પડેલી જગ્યા તથા સમયભેદની ખાલી પડેલી જગ્યામાં વધેલા અંકો પૂર્વ બાજુથી જ્યેષ્ઠાદિ ક્રમથી ગોઠવવાના રહે છે. આ રીતે એક પછી એક અનાનુપૂર્વી બનાવતાં જઈએ એટલે છેલ્લે પશ્ચાનુપૂર્વી આવે, જેમ કે ૧, ૨, ૩, ૪, ૫ની પશ્ચાનુપૂર્વી ૫, ૪, ૩, ૨, ૧ આવે. આવી રીતે ગમે તેટલા આંકડાની અનાનુપૂર્વી બનાવી શકાય. અલબત્ત, એમાં જેમ એક એક આંકડો વધતો જાય તેમ અનાનુપૂર્વીની સંખ્યા, કૂદકે કૂદકે વધતી જાય.
એ કૃતિમાં શ્રી જિનકીર્તિસૂરિ આગળ લખે છે :
एगाईण पयाण गणअन्ताणं परोप्परं गुणणे अणुविप्पहाणं मंगाणं हुंति संखाओ
૫૨ જૈન ધર્મ દર્શન
॥
Page #91
--------------------------------------------------------------------------
________________
[ગણપર્યન્ત એક વગેરે પદોના સંખ્યાંકનો પરસ્પર ગુણાકાર કરવાથી આનુપૂર્વી વગેરે (અનાનુપૂર્વી સહિત) ભંગસંખ્યા થાય છે.] વળી, તેઓ સમજાવે છે કે:
एगस्स एग भंगो दोण्हं दो चैव तिण्हछभंगा । चउवीस त चउण्हं विसुत्तरसयं च पंचण्डं ॥ सत्त य सयाणि वीसा छण्हं पणसहस्स चत्त सत्तण्हं । चालीस सहस्स तिसया वीसुत्तरा हुंति अट्टण्हं ॥ लक्खतिगं बासठ्ठी सहस्स अट्ठ य सयाणि तह असिई । नवकार नवपयाणं
મંથસંવત ૩ સવ્વા ૩ . એકનો ભંગ એક છે; બેના બે છે; ત્રણના ભંગ છ છે; ચારના ભંગ ચોવીસ છે અને પાંચના ભંગ એકસો વીસ છે. છના ભંગ સાતસો વીસ છે; સાતના પાંચ હજાર ચાલીસ છે. આઠના ચાલીસ હજાર ત્રણસો વીસ ભંગ છે. અને નવકારનાં નવ પદોની ભંગસંખ્યા ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસી થાય છે.]
ગણિતની દષ્ટિએ-Permution & Combination-ની દૃષ્ટિએ એકની સંખ્યાનો જવાબ એક છે અને ૧xરનો જવાબ બે છે. એ બંને આનુપૂર્વી જ થશે છતાં તેની અનાનુપૂર્વીમાં પણ ગણના કરવી હોય તો થઈ શકે છે.)
૧ અને ૨ એ બે જ સંખ્યા લેવામાં આવી હોય તો તેમાં ફક્ત પૂર્વાનુપૂર્વી ૧, ર થશે. અને પશ્ચાનુપૂર્વી ૨, ૧ થશે, પરંતુ તેમાં અનાનુપૂર્વી નહિ થઈ શકે. એટલે કે નમો અરિહંતાણં અને નમો સિદ્ધાણે એ બે પદનો જ જો જાપ કરવો હોય તો આનુપૂર્વીપૂર્વક જાપ થશે. તેના જાપમાં અનાનુપૂર્વી નહિ આવી શકે, કારણ કે અનાનુપૂર્વી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે.
૧ થી ૩ સુધીની સંખ્યામાં ૧, ૨, ૩ એ પૂર્વાનુપૂર્વી અને ૩, ૨, ૧ એ પશ્ચાનુપૂર્વી ઉપરાંત ૨, ૧, ૩, ૨, ૩, ૧, ૩, ૧, ૨ અને ૧, ૩, ૨ એ ચાર અનાનુપૂર્વી થશે. આમ ૧ થી ૩ સુધીની સંખ્યામાં બે આનુપૂર્વી અને વધુમાં વધુ ચાર અનાનુપૂર્વી થઈ શકે એટલે કે એકથી ત્રણ સુધીની સંખ્યાની કુલ અનાનુપૂર્વી ગણિતની દષ્ટિએ આનુપૂર્વી સહિત) છ થાય છે.
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી
પ૩
Page #92
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ લીધાં હોય અને તે ક્રમાનુસાર હોય એટલે કે નમો અરહિંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વનુપૂર્વી કહેવાય. અને વિપરીત ક્રમ હોય, છેલ્લેથી હોય, એટલે કે નમો લોએ સવ્વ સાહૂણં, નમો ઉવજ્જાયાણું, નમો આયરિયાણં, નમો સિદ્ધાણે, નમો અરિહંતાણં – એ પ્રમાણે ક્રમ હોય તો તે પૂર્વનુપૂર્વી કહેવાય છે. એવી જ રીતે નવકારમંત્રનાં નવ પદ હોય તો નમો અરિહંતાણંથી ક્રમાનુસાર પઢમં હવઈ મંગલમ્ સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય અને પઢમમ્ હવઈ મંગલમુથી નમો અરિહંતાણં સુધીનો ક્રમ પશ્ચાનુપૂર્વી કહેવાય.
- એકથી પાંચ સુધીના અથવા એકથી નવ સુધીનાં પદમાંથી અધવચ ગમે ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તો તેને યથાતથાનુપૂર્વી કહેવામાં આવે છે, જેમ કે નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં, એસો પંચ નમુક્કારો, સબ પાવ પણાસણો–એટલાં પદ ક્રમાનુસાર લીધાં હોય અથવા એસો પંચ, નમુક્કારો, નમો લોએ સવ્વ સાહુર્ણ, નમો ઉવજ્જાયાણં– એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પો પણ સંભવી શકે.
જેમ નવકારમંત્રમાં તેમ ચોવીસ તીર્થકરોનાં નામોમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવથી શરૂ કરી ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ ક્રમાનુસાર બોલવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. મહાવીરસ્વામીથી શરૂ કરી, પાર્શ્વનાથ, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર બોલતાં જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બોલવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય અને અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બોલવામાં આવે અથવા વિપરીત ક્રમાનુસાર વચ્ચેથી બોલવામાં આવે તો તે યથાતથાનુપૂર્વી કહેવાય.
નવકારમંત્રનાં નવ પદની અનાનુપૂર્વીની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂર્વી ગણવાનું સરળ છે. એક કોઢમાં પાંચ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ર૪ કોઠાની અંદર પાંચ પદની અનાનુપૂર્વી આપી શકાય છે અને તેનું જપધ્યાન કરવાનું સરળ બને છે. ચોવીસ તીર્થકરોની દર્શન ચોવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થંકર સાથે એક એવા ચોવીસ કોઠાઓ આપવામાં આવે છે. જો એક કોઠામાં છે અનાનુપૂર્વી આપવામાં આવે તો એવા વીસ કોઠામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વરો સાથે આવા વિસ કોઠા ગોઠવી શકાય. કેટલાક મહાત્માઓ નવ પદની ૩,૬૨,૮૮૦, અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપૂર્વીપૂર્વક ધ્યાન
પ૪ * જૈન ધર્મ દર્શન
Page #93
--------------------------------------------------------------------------
________________
ધરે છે.
અનાનુપૂર્વીના કોઠામાં જ્યાં ૧નો સંખ્યાંક હોય ત્યાં પ્રથમ પદ “નમો અરિહંતાણં' બોલવું, જ્યાં ૨ હોય ત્યાં “નમો સિદ્ધાણં' બોલવું; જ્યાં ૩ હોય ત્યાં નમો આયરિયાણં', જ્યાં ૪ હોય ત્યાં “નમો ઉવજ્જાયાણં' અને જ્યાં ૫ હોય ત્યાં નમો લોએ સવ્વસાહૂણં' બોલવું.
જો નવ પદની અનાનુપૂર્વીનો કોઠો હોય તો જ્યાં ૬ હોય ત્યાં “એસો પંચ નમુક્કારો', ૭ હોય ત્યાં “સત્ર પાવપણાસણો', ૮ હોય ત્યાં “મંગલાણં ચ સવ્વસિ’ અને ૯ હોય ત્યાં પઢમં હવઈ મંગલમ્' બોલવું.
નમૂનારૂપ પાંચ પદની અનાનુપૂર્વીનો આરંભનો અને અંતનો એક એક કોઠો નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ચોવીસ કોઠામાં ૧૨૦ અનાનુપૂર્વી) થાય છે.
નવકારમંત્રનાં પાંચ પદની ભંગ પાંચ ભંગસંખ્યાવાળો સૌથી પહેલો કોઠો નીચે પ્રમાણે છે, જેમાં પ્રથમ ભંગ સંખ્યા તે પૂર્વાનુપૂર્વી છે. જુઓ :
می
به
به
به
به
مه به
م
به
م
سر
نه به
ه
می
નવકારમંત્રનાં પાંચ પદની પાંચ ભંગસંખ્યાવાળો સૌથી છેલ્લા ચોવીસમો કોઠો નીચે પ્રમાણે છે, જેમાં છેલ્લી ભંગસંખ્યા પચ્યાનુપૂર્વી છે. જુઓ:
છે
દ
of wat
બ
હ
જ
નવકારમંત્રનાં પાંચ પદની જેમ નવ પદની ૩૬ ૨૮૮૦ અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા થાય, જેમાં નમૂનારૂપ નીચે એક કોઠો આપ્યો છે, જેમાં પ્રથમ ભંગસંખ્યા તે પૂર્વાનુપર્વ છે જુઓ: ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ -
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી
૫૫
Page #94
--------------------------------------------------------------------------
________________
به
૭
ه
૩ ૨ ૩
૧ ૩ ૨
૨ ૧ ૧
૪ ૪ ૪
૫ ૫ ૫
૬ ૬ ૬
૭ ૭ ૭
૮ ૮ ૮
૯ ૯ ૯
ه م
ه ه
ઇ
૦
૦
ه می
૨ ૧ ૪ ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૪ ૨ ૩ ૫ ૬ ૭ ૮ ૯
એક પણ પંક્તિ બેવડાય નહિ કે એક પણ રહી ન જાય એ રીતે નવ સંખ્યાના આમ ૪૦૩૨૦ કોઠા બનાવી શકાય, જેમાં છેલ્લા કોઠામાં છેલ્લી પંક્તિ તે પશ્ચાનુપૂર્વી ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ હોય. ખરેખર આટલા બધા કોઠા બનતા હશે કે કેમ તે સામાન્ય માણસના માન્યામાં ન આવે એવી વાત છે, પરંતુ ઉચ્ચ ગણિતના નિષ્ણાત માણસોને પૂછવાથી આ વાતની પ્રતીતિ થશે.
અનાનુપૂર્વીનો કોઠો નજર સામે રાખી જાપ કરવાનો હોય તો આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચે પરમેષ્ઠિનો જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધીનો સંખ્યાંક લેવા જતાં પદનો જાપ નહિ થાય. તે પાંચ પદની અનાનુપૂર્વી નહિ બને અને કેટલાક કોઠાની છેલ્લી ઊભી લીટીમાં તો એક જ પદનું પુનરાવર્તન થશે. વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે તો તે જુદી વાત છે.)
એકથી પાંચ સુધીના પદમાં પ્રત્યેક પદ માટે તેની સંખ્યાંક આપવામાં આવે છે અને તે સંખ્યાંક પ્રમાણે પદ બોલવાનું હોય છે. ઉદાહરણ તરીકે ૨, ૩, ૫, ૧, ૪ એ પ્રમાણે સંખ્યા આપેલી હોય તો તે વાંચતી વખતે તેના અનુક્રમે નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો લોએ સવ્વ સાહૂણં, નમો અરિહંતાણું અને નમો ઉવજ્જાયાણે એ પ્રમાણે બોલવું જોઈએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જાય છે, એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારોમાં ઓછું ભટકે છે અથવા ભટકતું બંધ થઈ જાય છે. પૂર્વાનપૂર્વે અનુસાર સીધા ક્રમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વીની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂર્વી ગણવાનો મહિમા ઘણો બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે
પ૬ ૯ જૈન ધર્મ દર્શન
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ અનાનુપૂર્વીનું માહાસ્ય સમજાવતાં કહે છે :
इय अणुपुव्वीप्पमुहे, मंगे सम्म विआणिउं जोउ । भावेण गुणइ निच्चं, सो सिद्धिसुहाई पावेइ ॥ १॥ जं छम्मासियवरिसिअ - तवेण तिव्वेण झिज्झए पावं । नमुक्कारअणणुपुव्वी - गुणणेण तयं खणद्वेण ॥ २॥ जो गुणइ अणणुपुब्बी, मंगे सयले वि सावहाणमणा । दढरोसबेरिएहिं, वद्धोवि स मुच्चए सिंग्धं ॥ ३ ॥ एएहिं अभिमंतिअ, वासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणिमूअप्पमुहा, नासंति खणेण सव्वगहा ॥ ४ ॥ अन्नेवि अ उवसग्गा, रायाइमयाइं दुट्टरोगा य । नवपयअणणुपुव्वी, गुणणेण जंति उवसामं ॥ ५ ॥ तवगच्छं मंडणाणं सीसो सिरि सोमसुंदर गुरुणं । परमपय संपयत्थी जं पइ नव पय थुयं एयं ॥ ६ ॥ पग्चनमुक्कार थुय एयं सयं करंति संफमवि।
जोझाएइ लहहसो जिणकित्तिअमहिमसिद्धि सुहं ॥ ७ ॥ (શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારના આનુપૂર્વી આદિ ભંગોને સારી રીતિએ સમજીને ભાવપૂર્વક પ્રતિદિન ગણે છે, તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે.
જે પાપ છ-માસિક કે વાર્ષિક ભારે તપ કરવાથી નાશ પામે છે, તે પાપ નમસ્કારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે.
જે મનુષ્ય સાવધાન મનવાળો બનીને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે, તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તોપણ શીધ્ર મુક્ત થઈ જાય છે.
નવકારમંત્રથી અભિમંત્રિત “શ્રી શ્રીવત્ત' (શ્રીવેન્ટ) નામના વાસક્ષેપથી શાકિની, ભૂત, સર્વ દુષ્ટ રહો આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે.
બીજા પણ ઉપસર્ગો ઉપદ્રવો), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્રની અનાનુપૂર્વીને ગણવાથી શાંત થઈ જાય છે.
તપગચ્છના મંડનરૂપ શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પરમપદરૂપ સંપત્તિના અભિલાષી થઈને આ નવપદસ્તોત્રનું કથન કર્યું છે. પંચ નમસ્કાર સ્તોત્રનું સંયમમાં તત્પર થઈને જે પઠન કરે છે તથા ધ્યાન ધરે છે તે એવું સુખ પ્રાપ્ત કરે છે કે જેનો મહિમા જિનેશ્વર ભગવાનોએ વર્ણવેલો છે.]
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વીસ પ૭
Page #96
--------------------------------------------------------------------------
________________
અનાનુપૂર્વીનો મહિમા દર્શાવતાં આ જ પ્રમાણે ગુજરાતીમાં કહેવાયું છે:
અમાણપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય; સંદેહ નવ આણો લગાર, નિર્મળ મને જપો નવકાર. શુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક, એમ અણાર્ણપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હશે.
૫૮
જૈન ધર્મ દર્શન
Page #97
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રની શાશ્વતતા
નવકારમંત્રને નિત્ય, શાશ્વત, અનાદિ સિદ્ધ, સનાતન, અવિનાશી તરીકે ઓળખવામાં આવે છે.
શું નવકારમંત્ર ખરેખર શાશ્વત છે ? એને ‘શાશ્વત’ કહેવામાં અતિશયોક્તિ તો નથી થતી ને ? અને ‘નિત્ય’ કહેવામાં જૈન ધર્મનું મિથ્યાભિમાન તો નથી રહ્યું ને ? નવકારમંત્રની ભાષા તો અર્ધમાગધી છે. અર્ધમાગધી ભાષા તો ત્રણ હજાર કે તેથી થોડાં વધુ વર્ષ જૂની છે. તો પછી નવકારમંત્ર એથી વધુ જૂનો કેવી રીતે હોઈ શકે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ એ વિશે શાંત ચિત્તે, પૂર્વગ્રરહિત થઈને, વિશ્વના વિશાળ ફલક ઉપર અને કાળના અનંત પ્રવાહના પપ્રેિક્ષ્યમાં વિચાર કરવાથી આ બધા સંશયો ટળી જશે.
નિત્ય એટલે હંમેશનું, કાયમનું, જેનું અસ્તિત્વ કાયમ કે સતત રહ્યા કરે તે નિત્ય કહેવાય. શાશ્વત એટલે જેનો ક્યારેય નાશ થવાનો નથી. અનાદિ એટલે આદિ વગરનું, જેનો આરંભ ક્યારેય થયો નથી ને આરંભ જેનો ક્યારે થયો તે કહી ન શકાય એવું, આરંભ વિનાનું એટલે અનાદિ. અમુક કાળે તેનો આરંભ થયો એમ કહીએ તો તે અનાદિ ગણાય નહિ અને અસંગતિનો દોષ આવે. સનાતન એટલે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, અવિનાશી, નિશ્વલ. આમ નિત્ય, શાશ્વત, સનાતન, અવિનાશી, અનાદિ એ બધા શબ્દો નજીક-નજીકના અર્થવાળા છે.
નવકારમંત્રને નિત્ય, શાશ્વત અનાદિસિદ્ધ તરીકે ઓળખાવવામાં રહસ્યપૂર્ણ યથાર્થ પ્રયોજન રહ્યું છે. નમવાની ક્રિયા આ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિથી જોઈએ તો કેટલીક વસ્તુઓ ભારથી નમી જાય છે. વૃક્ષો, લતાઓમાં એમ થવું સહજ છે. ગુરુત્વાકર્ષણના નિયમને લીધે નમવું, નીચા થવું એ પદાર્થનો સ્વભાવ બની જાય છે. વાદળો નીચે વરસે છે, પાણી નીચાણમાં વહે છે, નદીઓ પર્વતોમાંથી નીકળી નીચે વહેતી વહેતી સમુદ્રને મળે છે. સ્વેચ્છાએ ભાવપૂર્વક નમવું એવી ક્રિયા પણ જુદી જુદી કોટિના જીવોમાં જોવા મળે છે. પશુપંખીઓમાં પણ પોતાના સંતોષ કે આનંદને વ્યક્ત કરવા માટે, પોતાના
નવકારમંત્રની શાશ્વતતા ૫૯
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપર થયેલા ઉપકારના સ્વીકારનો ભાવ વ્યક્ત કરવા માટે કોઈક શારીરિક કે વાચિક ક્રિયા કરાય છે. મનુષ્યનું ઉત્તમાંગ તે એનું મસ્તક છે. પોતાના ભાવોને દર્શાવવા માટે, જેમ કે હા-ના, સ્વીકાર-અસ્વીકાર, સંતોષ-અસંતોષ ઇત્યાદિ ભાવો દર્શાવવા માટે મસ્તકના હલનચલનની ક્રિયા કુદરતી રીતે થઈ જાય છે. સ્વીકાર માટે, વડીલો કે ગુરુજનો પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા માટે, પોતે ઉપકૃત થયા છે એવો ભાવ બતાવવા માટે મસ્તક નમાવવાની ક્રિયા આદિ કાળથી કે અનાદિ કાળથી ચાલી આવી છે. એવી ક્રિયા અમુક કાળ પછી બંધ થઈ જશે એમ કહી શકાય નહિ. આમ વિશ્વમાં નમન કરવાથી ક્રિયાનું નિત્યત્વ, સાતત્ય જોવા મળે છે. એટલા માટે નમસ્કારની સ્થૂલ ક્રિયા વિશ્વમાં શાશ્વત છે એમ કહી શકાય. ક્યારેક મનમાં નમવાનો ભાવ ન હોય પણ ઔપચારિકતા ખાતર, વિવેક ખાતર, દેખાદેખીથી, સ્વાર્થના પ્રયોજનથી નમવું પડે છે. એવો સ્કૂલ નમસ્કાર તે માત્ર દ્રવ્ય નમસ્કાર છે. ક્યારેક મનમાં નમવાનો ભાવ સહજ સાચો હોય પણ શારીરિક કે સંજોગોની પ્રતિકૂળતાને કારણે અથવા સહજ તેવી સ્થિતિને કા૨ણે તેમ થઈ શકતું નથી. એવો નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર નહિ પણ માત્ર ભાવ-નમસ્કાર છે.
નમસ્કાર આ રીતે ત્રણે પ્રકા૨ જોવા મળે છે : (૧) માત્ર દ્રવ્યનમસ્કાર, (૨) ભાવસહિત દ્રવ્ય-નમસ્કાર અને (૩) માત્ર ભાવ-નમસ્કાર. એ ત્રણે પ્રકા૨ના નમસ્કાર સંસારમાં સતત જોવા મળતા રહે છે. આમ નમન કરવાની ક્રિયા વિશ્વમાં અનાદિ કાળથી છે, તે નિત્ય છે અને શાશ્વત છે.
નવકારમંત્રમાં અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે કોઈ કદાચ પ્રશ્ન કરે કે નમવાની ક્રિયા આ વિશ્વમાં અનાદિ કાળથી ચાલી આવે છે એ સાચું, પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે પંચપરમેષ્ઠિ અનાદિ કાળથી ન હોય તો પછી નમવાની ક્રિયાનું કે નવકારમંત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. એના ઉત્તરમાં શાસ્ત્રકારો પંચપરમેષ્ઠિની શાશ્વતતા તો સમજાવે છે, પરંતુ તે પહેલાં જે વડે આ વિશ્વ બનેલું છે એ મૂળભૂત દ્રવ્યોની નિત્યતા પમ સમજાવે છે.
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે, ‘ના વંત્ત ત્યિાયા નિઘ્યા વં નમુવારો વિ ।' અર્થાત્ જેમ પાંચ અસ્તિકાય નિત્ય છે તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. જૈન ધર્મ પ્રમાણે આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યો છે. તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચે દ્રવ્યો ગુણથી નિત્ય છે, અનાદિ અને અનંત છે. તેનો ક્યારેય નાશ થયો નથી, થતો નથી અને થવાનો નથી. આમ ચૂર્ણિકારે
૬૦
જૈન ધર્મ દર્શન
Page #99
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રની નિત્યતા પંચાસ્તિકાયનું ઉદાહરણ આપીને દર્શાવી છે. ‘નમસ્કારફલ પ્રકરણમાં કહ્યું છેઃ
एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढ़ता, इसुच्चियजिणनमुक्कारो ॥
આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જૈન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ જિન નમસ્કાર (નવકારમંત્ર) ભવ્ય જીવો વડે ભણાય છે.] આમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જૈન ધર્મ અનાદિ છે અને તે પ્રમાણે નવકારમંત્ર પણ અનાદિ છે.
હવે કાળની બાબતનો વિચાર કરીએ. ક્યારેય એમ નહિ કહી શકાય કે અમુક વખતે કાળની શરૂઆત થઈ. જો એમ કહીએ તો તે પહેલાં શું હતું અને શા માટે તેમ હતું તેવા પ્રશ્નો ઊભા થશે અને તેનો કોઈ તર્કયુક્ત બુદ્ધિગમ્ય જવાબ નહિ આપી શકાય. માટે કાળને આરંભ વગરનો અનાદિ માનવો પડશે.
એવી જ રીતે જીવને અર્થાત્ આત્માને પણ અનાદિ, નિત્ય માનવો પડશે. જૈન ધર્મમાં આત્મા વિશે છ પદ ગણાવવામાં આવે છે : (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. (પ) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. આ ષટ સ્થાનક વિશે શાસ્ત્રકાર કહે છે : अत्थि जिओ सो निच्चो, कत्ता भोत्ता य पुन्नपावाणं । अत्थि धुवं निव्वाणं, तदुवाआ अत्थि छठ्ठाणे ॥
આમ જીવને (આત્માને) નિત્ય માનવામાં આવ્યો છે. અમુક કાળે આત્મા ઉત્પન્ન થયો અને અમુક કાળે આત્મા નાશ પામશે એમ કહેવું અસંગત ઠરે છે. આત્મા નિત્ય એટલે શાશ્વત, અનાદિ, અનંત છે. શરીરનો નાશ થાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નિત્યસ્વરૂપનો છે એ સાંખ્યાદિ હિંદુ દર્શનો પણ સ્વીકારે છે. માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં આત્માનાં લક્ષણો દર્શાવતાં કહેવાયું છે :
न जायते म्रियते वा कदाचिन्नपि भूत्वा भविता न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
[તે (આત્મા) જન્મતો નથી કે મરતો નથી. અથવા તે પૂર્વે નહોતો અને પછી પણ નહિ હોય એવું પણ નથી. આત્મા અજ (જેનો જન્મ થતો નથી તે), નિત્ય, શાશ્વત અને પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી.]
જેવી રીતે કાળ અને આત્મા અનાદિ, નિત્ય, શાશ્વત છે, તેવી રીતે જૈન ધર્મ પણ શાશ્વત છે. અહીં જૈન ધર્મનો એકાદ ઉત્સર્પિણ કે અવસર્પિણીની દૃષ્ટિએ કે એના વર્તમાન અથવા તત્કાલીન આચારધર્મની દૃષ્ટિએ નહિ પણ મૂળ મોક્ષમાર્ગ નવકારમંત્રની શાશ્વતતા ૬૧
Page #100
--------------------------------------------------------------------------
________________
અને એની સાધનાની સૂક્ષ્મ દૃષ્ટિએ તથા સનાતન ચાલ્યા કરતા કાળપ્રવાહની દષ્ટિએ વિચાર કરવાનો છે. જ્યાં સુધી જીવ છે, મનુષ્યગતિ છે, મોક્ષમાર્ગ છે અને સિદ્ધદશા છે ત્યાં સુધી એટલે કે અનાદિ-અનંત કાળને વિશે જૈન ધર્મ પણ છે. જેમ કાળ, જીવ અને જૈન ધર્મ અનાદિ છે તેમ જિનેશ્વર ભગવાનને કરાયેલો નમસ્કાર અર્થાત્ નવકારમંત્ર પણ અનાદિ, નિત્ય,શાશ્વત છે. માટે જ કવિ કુશળલાભ વાચક કહે છે :
આગે ચોવીસ હુઈ અનંતી, હોશે વાર અનંત,
નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત. ચોવીસ તીર્થકરોની ચોવીસી ક્યારથી શરૂ થઈ? જેમ વર્તમાન અવસર્પિણી કાળની ચોવીસી છે તેમ ગત કે અનાગત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળની ચોવીસી પણ હતી અને હશે. મહા વિદેહક્ષેત્રમાં જેમ હાલ વીસ તીર્થકરોની વીસી છે તેમ ગત તેમજ અનાગત વીસી પણ હતી અને હશે. આમ જ્યારે કાળની ગણના કરીશું ત્યારે તીર્થકરોની ગણના કરવી જ પડશે. પરંતુ કાળ તો અનાદિ છે, અનંત છે. માટે જ કવિ કુશળલાભે કહ્યું છે કે અનંત ચોવીસીઓ થઈ ગઈ અને અનંત ચોવીસીઓ થશે. એટલા માટે અરિહંત પરમાત્મા, જિનેશ્વર ભગવાનનું પદ અનાદિ અનંત છે. નવકારમંત્રમાં કોઈ એક જ તીર્થકર ભગવાનને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંતકાળના સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરોને નમસ્કાર છે.
જેવી રીતે અરિહંત પરમાત્માનું પદ અને સ્વરૂપ શાશ્વત છે તેવી જ રીતે સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનાં પદ અને સ્વરૂપ પણ શાશ્વત છે, અનાદિ-અનંત છે. નવકારમંત્રમાં અરિહંત ઉપરાંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને કરાતા નમસ્કારમાં પણ કોઈ એક જ નિશ્ચિત વ્યક્તિને નમસ્કાર નથી, પણ અનાદિ-અનંત કાળના તે તે સર્વેને નમસ્કાર છે. એટલે
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ પંચપરમેષ્ઠી હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તે સર્વને નમસ્કાર છે. એટલા માટે જ કવિ કુશળલાભ વાચક નવકારમંત્રના છંદમાં એનો મહિમા વર્ણવતાં કહે છે :
નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક,
સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એણ જપે શ્રી નાયક' પ્રવચનસારોદ્ધાર' વૃત્તિમાં કહ્યું છે :
सर्वमन्त्ररत्नानामुत्पुत्याकरस्य, प्रथमस्य कल्पितपदार्थ करणैक कल्पद्रुमस्य, विषविषधर शाकिनी डाकिनीयाकिन्यादिनिग्रह निरवग्रह स्वभावस्य सकलजगद्ध करणाकृष्टयादाव्यभिचारी प्रौढ प्रभावस्य चतुर्दश पूर्वाणां सारभूतस्य पंचपरमेष्ठि नमस्कारस्य महिमाइत्येयं भूतं परिवर्तते त्रिजगत्यत्कालमेति निष्प्रतिपक्षमेतत् सर्व
૬૨ - જૈન ધર્મ દર્શન
Page #101
--------------------------------------------------------------------------
________________
समयविदाम् ।
અહીં વૃત્તિકારે સર્વ શાસ્ત્રાકારોને સંમત એવા નવકારમંત્રનાં ભિન્ન ભિન્ન વિશેષણો દર્શાવ્યાં છે : (૧) નવકારમંત્ર અન્ય સર્વ મંત્રરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે ખાણ સમાન છે. (૨) નવકારમંત્ર પ્રથમ છે. એટલે નવકારમંત્ર મૂળ મંત્ર છે, અનાદિ કાળનો મંત્ર છે. (૩) સર્વ મનોવાંછિત પદાર્થો આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે. (૪) નવકારમંત્ર સર્વ વિષ, વિષધર, શાકિની, ડાકિની, યાકિની વગેરેનો નિગ્રહ પરાભવ) કરવાવાળો તથા નિરવગ્રહ (અસર થઈ હોય તો તેમાંથી મુક્ત કરાવવાનો) સ્વભાવવાળો મંત્ર છે. (૫) સકલ જગતનું વશીકરણ અને આકર્ષણાદિ કરવામાં સફળ અને પ્રૌઢ પ્રભાવવાળો છે. (૬) નવકારમંત્ર ચૌદપૂર્વના સાર જેવો છે. આવા મહામંત્રનો મહિમા ત્રણે જગતમાં અનાદિકાળથી અદ્ભુત વર્તે છે.
વૃત્તિકારે અહીં ‘જ્ઞાન' શબ્દ પ્રયોજ્યો છે. આકાલ એટલે જ્યારે કાળ શરૂ થયો ત્યારથી. પરંતુ કાળ તો અનાદિ છે. માટે આકાલનો અર્થ અહીં અનાદિ એવો થાય છે.
કોઈકને કદાચ એમ પ્રશ્ન થાય કે નવકારમંત્ર અનાદિ છે તે તો સમજાય છે, પરંતુ તે નિત્ય છે, અનંત છે, શાશ્વત કાળ માટે રહેશે એમ કહેવાય ? કારણ કે આ અવસર્પિણીનો પાંચમો આરો પૂરો થયા પછી છઠ્ઠા આરામાં જો ધર્મ જ નહિ રહે, તો નવકારમંત્ર ક્યાં કહેશે ? છઠ્ઠો આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળ આવે ત્યારે માનો કે નવકારમંત્ર ફરીથી ચાલુ થાય તોપણ એટલો કાળ તો એનો વિચ્છેદ થયો એટલે કે એનું સાતત્ય તૂટ્યું એમ ન કહી શકાય ? તો પછી એની નિત્યતા, શાશ્વતતા ક્યાં રહી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે નવકારમંત્રની નિત્યતા કે શાશ્વતતા જે કહેવામાં આવી છે તે ચૌદ રાજલોકની દૃષ્ટિએ કહેવામાં આવી છે. છઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી એટલો કાળ નવકારમંત્રનો વિચ્છેદ થશે, પરંતુ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદાય ચોથા આરા જેવી સ્થતિ પ્રવર્તે છે, જ્યાં કાયમ તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને જ્યાં મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, નિર્વાણ માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે ત્યાં નવકારમંત્રનો ક્યારેય વિચ્છેદ થતો નથી. ત્યાં શાશ્વતકાળને માટે નવનકા૨મંત્ર વિધમાન જ છે. માટે જ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે :
जदा हि भरहेखएहिं वुच्छिजंजति । तथा वि महाविदेहे अवुच्छिन्नो ।
જ્યારે ભરત અને ઐરાવતક્ષેત્રોમાંથી તે વિચ્છેદ પામે છે, ત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે અવિચ્છિન્ન રહે છે.]
નવકારમંત્રની શાશ્વતતા ૬૩
Page #102
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહક્ષેત્રમાં નવકારમંત્ર બોલાય છે, ભણાય છે. ‘નમસ્કાર ફલ પ્રકરણ' નામના ગ્રંથમાં એના કર્તા એટલે જ કહે છે :
सठ्ठिसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिण नवकारो इय एस पढिज्जइ निच्वं ॥
[એકસો સાઠ વિયો (મહાવિદેહક્ષેત્રની) કે જ્યાં કાળ શાશ્વત છે ત્યાં પણ આ જિનનમસ્કાર નિત્ય ભણાય છે.]
નવકારમંત્ર અર્થથી કે ભાવથી અનાદિ છે એ હજુ સમજાય, પણ શબ્દથી અનાદિ એ કેવી રીતે માનવું ? કારણ કે ભાષા તો સતત પરિવર્તનશીલ માધ્યમ છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે નવકારમંત્ર જેમ અર્થ કે ભાવથી નિત્ય છે તેમ શબ્દથી પણ નિત્ય છે.
આ પૃથ્વી ઉ૫૨ મનુષ્યજીવનની ઉત્પત્તિ અમુક કરોડ વર્ષ કે અમુક અબજ વર્ષ પહેલાં થઈ એવું કેટલાક વૈજ્ઞાનિકો અનુમાન કરે છે, તોપણ તે માત્ર અનુમાન છે. ગત શતકમાં કેટલાક વૈજ્ઞાનિકો કહેતા કે આ પૃથ્વી ઉપર અમુક લાખ વર્ષ પહેલાં માનવજીવનની ઉત્પત્તિ થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિકો હવે કરોડો અને અબજો વર્ષની વાત પર આવ્યા છે. પરંતુ એના વિવાદમાં ન ઊતરતાં એટલું જ કહીએ કે જૈન ધર્મ માત્ર આ પૃથ્વી પૂરતી જ વાત નથી કરતો. સમગ્ર બ્રહ્માંડ, ચૌદ રાજલોકની વાત જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ ચૌદ રાજલોકનો મધ્યભાગ અથવા તિધ્નલોક એ મનુષ્યલોક છે. (મહાવિદેહક્ષેત્રમાં પણ મનુષ્યો વસે છે. આપણી પૃથ્વીની બહારનો આ પ્રદેશ છે.) એટલે જૈન ધર્મ પ્રમાણે મનુષ્ય આ વિશ્વમાં અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. આપણી આ પૃથ્વી ઉપર પણ મનુષ્ય હતો, છે અને રહેશે. મનુષ્યની આકૃતિ નાની-મોટી હોઈ શકે, એનો વર્ણ ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ એની દેહાકૃતિ (બે હાથ, બે પગ, મુખ, બે આંખ, બે કાન, નાક, જીભ વગેરે સહિત) મનુષ્યની જ રહેવાની. એટલે એના ધ્વનિના ઉચ્ચારણના અવયવો – કંઠ, જીભ, સ્વરતંત્રી પડજીભ, તાળવું, હોઠ વગેરે આવાં જ રહેવાનાં. અમુક કાળ પછી આ સ્વર-વ્યંજન ચાલ્યા જશે અને બીજા નવા સ્વર-વ્યંજન આવશે એમ તર્કયુક્ત રીતે નહિ કહી શકાય. કાગડો અનાદિ કાળથી કા... કા... કરે છે અને અનંત કાળ કા... કા... જ ક૨શે. તેવી જ રીતે મનુષ્યનાં ધ્વનિઉચ્ચારણો, વર્ણાક્ષરો આવાં જ રહેશે. કોઈક સ્વર કે કોઈ વ્યંજન અમુક દેશકાળમાં લુપ્ત થઈ જાય એમ બને. (જેમ કે ‘ઋ’ સ્વર કે ‘ભૃ’ સ્વર અત્યારે લુપ્ત છે.) કેટલાક કષ્ટોચ્ચાર્યં સ્વર-વ્યંજનોની બાબતમાં એમ બની શકે, પરંતુ તે પણ ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્રની સમગ્ર દૃષ્ટિએ ન કહી શકાય. સરળતાથી ઉચ્ચારી શકાય એવા વર્ગોની
૬૪ જૈન ધર્મ દર્શન
Page #103
--------------------------------------------------------------------------
________________
બાબતમાં તેવો સંભવ નથી. અને નવકારમંત્રમાં તો સરળ વર્ણાક્ષરો જ છે. એટલે માત્ર વર્ણાક્ષરની દૃષ્ટિએ વિચારીએ તો નવકારમંત્રના વર્ણાક્ષરો ચૌદ રાજલોકમાં એના એ જ રહેવાના છે. એટલે કે નિત્ય છે, શાશ્વત છે. નવકારમંત્રમાં વર્ણમાળાના બધા જ અક્ષરોને સ્થાન નથી મળ્યું. એનો અર્થ જ એ કે કાળના અનંત પ્રવાહમાં વખતોવખત લુપ્ત થઈ જવાના સ્વભાવવાળા વર્ણાક્ષરો નવકારમંત્રમાં અનાદિકાળથી સ્વાભાવિક રીતે સ્થાન પામી શક્યા નથી.
હવે પ્રશ્ન એ થાય છે કે શું નવકારમંત્રના શબ્દોના એના એ જ અર્થ રહેશે ? કારણ કે કેટલાયે શબ્દોમાં ફેરફારો થાય છે અને કેટલાય શબ્દોના અર્થોમાં પણ ફેરફાર થાય છે. એનો ઉત્તર એ છે કે ભાષામાં કેટલુંક તત્ત્વ પરિવર્તનશીલ છે અને કેટલુંક તત્ત્વ નિત્ય છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ પ્રાચીનતમ ભાષા તે વેદકાલીન સંસ્કૃત, પ્રાકૃત ભાષા છે. એમાં કેટલાયે શબ્દોના અર્થ બદલાઈ ગયા છે, તો બીજી બાજુ ઇતિહાસકારોની દૃષ્ટિએ પાંચ-દસ હજાર વર્ષ પસાર થઈ જવા છતાં કેટલાયે શબ્દો વેદકાળમાં જે રીતે બોલાતા હતા અને એનો જે અર્થ થતો હતો તે જ રીતે તે શબ્દો આજે પણ બોલાય છે અને તેનો એ જ અર્થ થાય છે. આ એક સાદું ઉદાહરણ બતાવે છે કે કેટલાક શબ્દાર્થને દસ હજાર કે તેથી વધુ વર્ષ સુધીમાં કશો જ ઘસારો લાગ્યો નથી. કયું એવું તત્ત્વ છે કે જેને લીધે એને કાળનો કશો ઘસારો લાગતો નથી? એ અક્ષરો અને એ શબ્દોમાં પોતાનામાં જ એવું કોઈક દૈવી તત્ત્વ છે કે જે કાલાતીત છે. એટલા માટે અવિનાશી એવા એક એક અક્ષરનું, માતૃકાનું ધ્યાન પણ ઘણું મોટું ફળ આપનારું છે.
શાસ્ત્રકારોએ નવકારમંત્રને સના ખૂનમંત્રોચમ્ કહ્યો છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના આઠમા પદસ્થ ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં નવકારમંત્રને તેઓ અનાદિ સંસિદ્ધ તરીકે ઓળખાવે છે. જુઓ :
ध्यायतोऽनादिसंसद्धिदान् वर्गानेतान् यथाविधि ।
नष्टादिविषये ज्ञान धातुरुत्पद्यते क्षणात् ॥ [અનાદિસિદ્ધ એવા આ વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને નષ્ટ વગેરે થયેલું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. હેમચંદ્રાચાર્ય પદસ્થ ધ્યાનનું લક્ષણ વર્ણવતાં કહે છે :
यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते।
तत्पदस्थं ससमाख्यातं ध्यानं सिद्धान्तपारगे४ ॥ પવિત્ર મંત્રાક્ષરાદિ પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય તેને સિદ્ધાંતનો પાર પામેલા મહાત્માઓ પદસ્થ ધ્યાન કહે છે.]
નવકારમંત્રની શાશ્વતતા
૬૫
Page #104
--------------------------------------------------------------------------
________________
આ પદસ્થ ધ્યાનમાં સ્વરો અને વ્યંજનોનું-માતૃકાક્ષરોનું ધ્યાન ધરનાર યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે.
એટલા માટે અનાદિ સિદ્ધ એવા વર્ણોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ભૂત, વર્તમાન અને ભાવિકાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. નવકારમંત્રના આ અવિનાશી માતૃકાક્ષરોમાં આટલું સામર્થ્ય રહેલું છે.
આથી પ્રતીત થશે કે નવકારમંત્રના અક્ષરો તો અનાદિ સિદ્ધ છે, પરંતુ એ અક્ષરો જે ક્રમે આવે છે તે પણ અનાદિ સિદ્ધ છે. એટલે નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને અર્થસહિત શબ્દાનુપૂર્વી પણ અનાદિ સિદ્ધ, શાશ્વત છે. આ સમજવા માટે દૃષ્ટિની વિશાળતા અને વ્યાપકતાની સાથે સાથે ગહન ચિંતન-મનનની ઊંડી અનુપ્રેક્ષાની આવશ્યકતા રહે છે. નવકારમંત્રની અક્ષરાનુપૂર્વી અને શબ્દાનુપૂર્વી શાશ્વત ન હોય તો નવકારમંત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયાની વાતો બહુ પરિમિત કાળની માનવી પડે. નવકારમંત્રના અક્ષરો અને શબ્દો બદલાતા હોય તો તે સાંભળવાથી જાતિસ્મરણ-જ્ઞાન થાય નહિ. પરંતુ વસ્તુતઃ નવકારમંત્રના અક્ષરો અને શબ્દો એ જ ક્રમે રહે છે અને તેથી જ અનંત ભવભ્રમણમાં જીવને પૂર્વે સાંભળેલા નવકારમંત્રથી જાતિસ્મરણજ્ઞાન થવાની સંભાવના રહે છે.
જેમ દ્વાદશાંગી માટે કહેવાય છે તેમ એમ પણ કહેવાય છે કે નવકારમંત્રને અર્થથી અરિહંત ભગવાન કહે છે અને શબ્દથી ગણધર ભગવાન ગૂંથે છે. એટલા માટે આનો અર્થ કોઈ કદાચ એમ કરે કે ભગવાન મહાવીરસ્વામીએ નવકારમંત્ર અર્થથી કહ્યો છે અને ગૌતમસ્વામીએ એને શબ્દથી ગૂંથી લીધો છે. માટે નવકા૨મંત્ર વધુમાં વધુ ભગવાન મહાવીરસ્વામીના સમય જેટલો પ્રાચીન હોઈ શકે. પરંતુ એમ કહેવું યથાર્થ નથી, કા૨ણ કે આવી રીતે નવકારમંત્રને અર્થથી કહેવાની અને શબ્દથી ગૂંથવાની ક્રિયા તો દરેક તીર્થંકરના સમયમાં થતી હોય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં પણ એ પ્રમાણે થયું છે, અતીત ચોવીસીના તીર્થંકરોના સમયમાં પણ એમ થયું છે. એ જ રીતે ચોવીસીના અનંત તીર્થંકરોના સમયમાં એ જ પ્રમાણે થયું છે.
નવકા૨મંત્ર અને દ્વાદશાંગી વચ્ચે આટલો ફરક સમજવો જરૂરી છે. દ્વાદશાંગી માટે પણ એમ કહેવાય છે કે તીર્થંકર ભગવાન અર્થથી દેશના આપે છે અને એમના ગણધ૨ ભગવંતો એ દ્વાદશાંગીને સૂત્રથી ગૂંથી લે છે. તો પછી શું અનાદિ કાળથી દરેક તીર્થંકર પરમાત્માના ગણધર ભગવંતોએ શબ્દથી ગૂંથેલી દ્વાદશાંગી એક જ સરખા શબ્દાનુપૂર્વાવાળી હશે ? આપણે જોયું તેમ કેટલાક શબ્દો હજારો, લાખો વર્ષ સુધી એના એ જ સ્વરૂપે રહે છે તો બીજી બાજુ કેટલાય શબ્દોના અર્થ બદલાય
૬૬ જૈન ધર્મ દર્શન
Page #105
--------------------------------------------------------------------------
________________
છે અને કેટલાક અર્થ માટે બીજા શબ્દ પ્રચલિત બની જાય છે. એટલે સમગ્ર દ્વાદશાંગીના શબ્દોમાં અને શબ્દાનુપૂર્વીમાં ફરક પડવાનો સંભવ રહે છે. દ્વાદશાંગીના વિષયો, પદાર્થો અને રહસ્યબોધ તો સર્વ તીર્થકરોના સમયમાં એ જ પ્રમાણે રહે છે, પરંતુ તેની ભાષામાં ફરક પડી શકે છે. પરંતુ નવકારમંત્રની બાબતમાં તો અક્ષરો, અક્ષરાનુપૂર્વી કે શબ્દાપૂર્વમાં પણ ફરક પડતો નથી, કારણ કે તે મંત્રસ્વરૂપ છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે જ મહાવીરસ્વામીના સમયની પૂર્વે પણ નવકારમંત્ર એ જ સ્વરૂપે હતો. એટલે જ પાર્શ્વનાથ ભગવાને બળતા નાગને નવકારમંત્ર સંભળાવ્યો હતો. તેવી જ રીતે મુનિ સુવ્રતસ્વામીના સમયમાં સિંહલદ્વીપના રાજદરબારમાં આવેલો કોઈ શ્રાવક વેપારી છીંક આવતાં “નમો અરિહંતાણં' શબ્દો બોલ્યો ત્યારે એ સાંભળીને રાજકન્યા સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને પૂર્વના પોતાની સમડીના ભાવમાં કોઈ મુનિ મહારાજે સંભળાવેલા નવરકારમંત્રનું સ્મરણ થયું હતું.
સૈકાઓ પૂર્વે જ્યારે મુદ્રિત ગ્રંથો નહોતા અને અભ્યાસ અને સંશોધનની સર્વ સામગ્રી સુલભ નહોતી, ત્યારે એક સંપ્રદાયમાં એક મત એવો પ્રવર્યો હતો કે નવકારમંત્ર સૌ પ્રથમ “ષટ્રખંડાગમ' ગ્રંથમાં જોવા મળે છે, માટે એ ગ્રંથના રચયિતા પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે પરંતુ પૌરય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ ગઈ સદીમાં હસ્તપ્રતો, શિલાલેખો ઇત્યાદિ આધારે જે અધિકૃત સંશોધન કર્યા છે તે દર્શાવે છે કે નવકારમંત્રના ઉલ્લેખો એથી પણ પ્રાચીનકાળના મળે છે. એટલે પુષ્પદન્તાચાર્યે નવકારમંત્રની રચના કરી છે એવો મત હવે સ્વીકાર્ય રહ્યો નથી.
એ તો ઉપલબ્ધ સામગ્રીની વાત થઈ, પરંતુ કાળના પ્રવાહમાં નષ્ટ થઈ ગયેલી સામગ્રીનું પ્રમાણ અનેકગણું છે. માટે જ કવિ કુશળલાભ વાચકે કહ્યું છે તેમ નવકારતણી આદિ કોઈ ન જાણે.”
આમ, જિનશાસનના અને ચૌદ પૂર્વના સારરૂપ પંચમંગલ-મહાશ્રુતસ્કંધ, મંત્રશિરોમણિ નવકારમંત્ર અનાદિસંસિદ્ધ, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે.
નવકારમંત્રની શાશ્વતતા - ૬૭
Page #106
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રના નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નમો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે.
સામાન્ય રીતે મંત્રો ટૂંકા હોય છે, પણ નવકારમંત્ર ૬ ૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે.
| નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા નમો પદ પાંચ વાર પ્રયોજાયું છે :
નમો અરિહંતાણે નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવન્ઝાયાણ નમો લોએ સવ્વ સાહૂણં.
નવકારમંત્રમાં “નમો’ પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્બ ફરી ફરી બોલવું ગમે એવું એ પદ . વળી નમો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચે પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં પંચનમુક્કારો” શબ્દ બહુવચનમાં નહિ પણ એકવચનમાં પ્રયોજાયો
નવકારમંત્રમાં ‘નમો પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ પ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે.
નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠા પદ “એસો પંચનમુક્કારોમાં પણ નમો’ પદ ગૂંથી લેવામાં આવ્યું છે.
૬૮ જૈન ધર્મ દર્શન
Page #107
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્રમાં “નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહેતુક છે. “નમો દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચ ઇન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઇન્દ્રિય અને મન એ રીતે નમોની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક એક ઈન્દ્રિયમાં ચિત્તને કેન્દ્રિત કરી, તેને નિર્મળ કરી, તે તે પરમેષ્ઠિનું ધ્યાન ધરવાનું છે અને પછી છઠ્ઠી વાર “નમો’ આવે ત્યારે પાપના ક્ષય માટે અને મંગળના આર્વિભાવ માટે મનને નિર્મળ કરી શુભ ભાવ ભાવવાનો હોય છે.
સામાન્ય રીતે મંત્રમાં અક્ષરોની રચના સઘન હોવી જોઈએ. પાંચે પરમેષ્ઠિ માટે ફક્ત એક વખત નમો શબ્દ જો પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે. તો પછી પાંચ વખત નો પ્રયોજવાથી શિથિલ ન બની જાય ? એવો પ્રશ્ન થાય.
હા, એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે. મંત્ર સઘન હોવો જોઈએ. પરંતુ નવકારમંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજવાથી એ શિથિલ બનતો નથી. એક પદમાંથી બીજા પદમાં જવા માટે વચ્ચે પુનઃસ્મરણ તરીકે કે વિરામ તરીકે તે ઉપયોગી છે. બાળજીવો માટે તે જરૂરી છે. એથી લય પણ સચવાય છે. તદુપરાંત નવકારમંત્રની આરાધનાની દૃષ્ટિએ પણ એ પાંચ વખત આવશ્યક છે. અન્ય મંત્રોનો જાપ સીધો સળંગ કરાય છે. મંત્ર સીધો ઉચ્ચારાય છે. પરંતુ નવકારમંત્રમાં એથી કંઈક વધુ છે. નવકારમંત્રનો જાપ ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિથી થાય છે. પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી એટલે સીધો સળંગ જાપ, પહેલા પદથી પાંચમા અથવા નવમાં પદ સુધીનો ક્રમથી જાપ. પશ્ચાનુપૂર્વી એટલે ઊંધો નવકાર, છેલ્લા નવમાં અથવા પાંચમા પદથી પહેલા પદ સુધીનો ક્રમથી જાપ અને અનાનુપૂર્વી એટલે ક્રમ વગર આડાઅવળી કોઈપણ સંખ્યા અનુસાર તે તે પદનો જાપ. હવે જો ફક્ત પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ચાર પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહિ. તો નમો વગર એ મંત્રનો જાપ અધૂરો ગણાશે. વળી નવકારમંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઈ પણ એક જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમકે નમો સિદ્ધા અથવા નમો માયરિયા ઈત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નમો પદ ન હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહિ આવે. એટલે નવકારમંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે.
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૬૯
Page #108
--------------------------------------------------------------------------
________________
ક્યારેક પ્રશ્ન થાય છે કે નમો પદ અને પ્રો એ બેમાં કયું સાચું ? તેનો ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં પણ થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે ‘નો આ સર્વત્ર'- એટલે જ્યાં ન હોય ત્યાં બધે પ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે.
અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો વ્યંજન હોય તો બનો વિકલ્પ થાય છે. એટલે કે જનો થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે “શબ્દાનુશાસન' વ્યાકરણમાં “વાલો' સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત નો વિકલ્પ જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો જ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. ન દત્ય વ્યંજન છે અને મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ ર અને પ વિકલ્પ છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને ગમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો રિહંતાપ છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ “નમો’ શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર મહાભ્ય’ પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ “ભગવતીસૂત્રમાં જનમો રિહંતામાં છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને મને એ બંને પદો વિકલ્પ પ્રયોજાય છે, એટલે બંને સાચાં છે. તેવી રીતે નમુક્કારો અને મુક્કારો - મોરારી બંને સાચાં છે.
- નવકારમંત્રના પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર ન અથવા જ છે પરંતુ છેલ્લો અક્ષર તો ઇ છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. ન અથવા અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથન વગેરે નૃત્યના પ્રકારોમાં નાના ઉપયોગથી, આવર્તનથી નનન... નન.. થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે નના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે.
છંદશાસ્ત્રની દૃષ્ટિએ જ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે અને તેથી મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ નમો અને મો બંને પદ સુયોગ્ય છે.
જૈન ધર્મ દર્શન
Page #109
--------------------------------------------------------------------------
________________
નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ન અને નો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં ૬ નાં ૩૫ નામ આપવામાં આવ્યાં છે અને છ નાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યાં છે. ‘વૃત્તરત્નાકર'માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે રૂ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે.
આમ નવકા૨મંત્રમાં નમો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે મો પદની ભલામણ થાય છે.
આપણાં આગમોમાં સર્વ પ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમસાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નમો. એટલે નો પદનું માહાત્મ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન કરવું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા નો. એમનામાં નમોનો ભાવ આવવો જોઈશે. એટલા માટે નોને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નો પદ સુધી પણ પહોંચી શકતો નથી.
નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે ઃ (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. ‘નમો અરિહંતાણં', ‘નમો સિદ્ધાણં' વગેરેમાં ‘નમો' શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે.
નવકા૨મંત્રમાં નમો અરિહંતાણં વગેરેમાં નમો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે પરમેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નમો પદ પછી મૂકવામાં આવે એટલે કે રિહંતાણં નમો એમ ન બોલાય ? કારણ કે એથી વ્યાક૨ણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નમો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે ‘નમો’ પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં ‘નમોત્પુર્ણ (નમુત્યુર્ણ)”માં, ‘નમોસ્તુ વર્ધમાનાય’માં, ‘નમો ભગવતે પાર્શ્વનાથાય’ વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ નમો ભગવતે વાસુદેવાય’ ઇત્યાદિમાં ‘નમો' પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૭૧
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂત્રોમાં નમો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આદ્ય પદ તરીકેનો વિશેષ પ્રચલિત છે.
સ્વરભંજનની દૃષ્ટિએ નમો શબ્દનું વિશ્લેષણ થયું છે. “મન” શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે. ઃ મ અને ન. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે ‘નમ.’ આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે મન'નું ‘નમ’ થાય છે.
નમો (મો)ને ઊલટાવવાથી મોન (મોળ) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસા૨ ત૨ફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નો પદ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે.
‘નમો’ પદમાં ૐૐ કા૨ અંતર્ગત રહેલો છે. નમો પદના સ્વરવ્યંજન છૂટા પાડીએ તો તે આ પ્રમાણે થાય : +ગ+મૂ+ો. આ સ્વરવ્યંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે ઃ ગો+મ્++ન. આમાં પ્રથમ બે વર્ણ તે ઓમ્ = છે. આમ નમો પદમાં મંત્રબીજ ૐ કારનો સમાવેશ થયેલો છે.
હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે ‘ન' અક્ષર સૂર્યવાચક છે અને “મ” અક્ષર ચંદ્રવાચક છે. એટલે ‘નમો’માં ‘ન’ સૂર્યવાચક છે અને મો' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે ‘નમો'માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ. એટલે નમો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ પરિવાર, માલમિલકત ઇત્યાદિ ક૨તાં આત્માનું પ્રાધાન્ય સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણ યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ.
વ્યાકરણની દૃષ્ટિએ નો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે. અને તે અસ્ત્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન.
નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છે : નવ્ય-ભાવ-સંજોગળપયો. એટલે નમો પદનો અર્થ થાય છે દ્રવ્ય અને ભાવનો સંકોચ.' આ વ્યાખ્યાનો વિસ્તા૨ ક૨તાં શ્રી હરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તરા–ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છે : ર્૭૨ જૈન ધર્મ દર્શન
Page #111
--------------------------------------------------------------------------
________________
शिरः पादादि संन्यासो द्रव्यसंकोच: भावसंकोचस्तु विशुद्धस्य मनसो नियोग इति । એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવ-સંકોચ.
દ્રવ્ય સંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને કરસંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊંચું, સ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્ય નમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાગ પ્રણિપાત કહેવામાં આવે છે.
મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઇત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. જેને નમસ્કાર મારે કરવાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે” એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચએટલે કે ભાવનમસ્કાર થતો નથી.
નમોમાં દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે. દ્રવ્ય નમસ્કારમાં શરીરઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે. ભાવ નમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુભવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો’ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, “નમો’ પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી
દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગા થાય. (૧) દ્રવ્યનમસ્કાર હોય, પણ ભાવ નમસ્કાર ન હોય, (૨) ભાવ નમસ્કાર હોય, પણ દ્રવ્યનમસ્કાર ન હોય, (૩) દ્રવ્યનમસ્કાર હોય અને ભાવનમસ્કાર પણ હોય અને રુદ્રવ્યનમસ્કાર ન હોય અને ભાવનમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્યનમસ્કાર કરતાં ફક્ત ભાવનમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંતુ દ્રવ્યનમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્યનમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે.
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ક૭૩
Page #112
--------------------------------------------------------------------------
________________
ભાવનમસ્કાર દ્રવ્યનમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવ નમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્યનમસ્કાર કરવાની ઇચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્યનમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્યનમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્યનમસ્કાર પણ છોડી દેવો જોઈએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્યનમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્યનમસ્કાર કરતી વખતે વિપરીત, અસદુભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્યનમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે.
ભાવરહિત અને ભાવ વગર દ્રવ્યનમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે.
એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઈને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી. આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલું, કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે “શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું વંદના કરી શકું છું. એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે “અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.”
નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. એ વખતે શ્રીકૃષ્ણ પૂછ્યું કે “મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓએ વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે ?'
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, “હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકરરૂપ માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.”
જ જૈન ધર્મ દર્શન
Page #113
--------------------------------------------------------------------------
________________
‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચપરમેષ્ઠિને નમસ્કારનો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ ‘લલિત વિસ્તાર’માં કહ્યું છે : ધર્મ પ્રતિ મૂળમૂતા વવના | ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર, ‘નમો’
છે.
‘નમો અરિહંતાણં’માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં નમો’ પદનું મહત્ત્વ છે. પરંતુ ‘અરિહંત' પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હ્રદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી અરિહંત' પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ નમો’ પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી.
નમો અરિહંતાણંમાં મહત્ત્વનું પદ કયું? નમો કે રિહંતાણં ? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે.
‘નમો અરિહંતાણં’માં પહેલું પદ ‘નમો’ મૂક્યું છે, ‘અરિહંતાણં' નહિ. જો ‘અરિહંત’ પદ મુખ્ય હોત તો ‘અરિહંતાણં નમો’ એમ થયું હોત. વળી ‘નમો’ એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે ‘નમો’ની અનિવાર્યતા છે. ‘નમો’ હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ’માં સરસ સમજાવ્યું છે. પરંતુ બીજી બાજુ તત્ત્વદૃષ્ટિએ જોતાં ‘અરિહંત' પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે ઃ
કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, એ સઘળા તુજ ાસો રે; મુખ્ય હેતુ તુ મોક્ષનો, એ મુજ સબળ વિશ્વસો રે.
આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તોય અરિહંત તો છે જ. અરિહંત ૫૨માત્મા પંચ૫૨મેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી.
નોમાં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં-સાંસારિક ભાવોમાં ન રહે તે ન-મન. નમન એટલે No Mindની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૭૫
Page #114
--------------------------------------------------------------------------
________________
સ્થિર થાય, સાંસરિક વિષયોમાંથી નીકળી પંચપરમેષ્ઠિમાં લીન થાય ત્યારે તે નમન અને નમન બને છે. નમોનું આ રહસ્ય છે.
નમો મન, પ્રાણ અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની વિદ્યા છે. જ્યાં નમો છે ત્યાં સંયમ છે, કૃતજ્ઞતા છે, ઉદારતા છે, સર્વ જીવ પ્રત્યે મૈત્રીની ભાવના છે.
નમો' બોલીને કરાતા નમસ્કારથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે. નમસ્કાર કરતી વખતે પોતાની લઘુતા અને પંચપરમેષ્ઠિની ઉચ્ચતા અને મહત્તાની શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થવી જોઈએ. એમ થાય તો જ પોતાનામાં યત્કિંચિત્ રહેલો અહંકાર પણ નીકળી જાય છે અને વિનયયુક્ત ભક્તિભાવ પ્રગટ થતાં દર્શનની વિશુદ્ધિ થાય
નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દષ્ટિએ જીવને ઉપકારક છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જો કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે.
તંત્રશાસ્ત્ર પ્રમાણે નમસ્કારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેમાં એક અપેક્ષાએ કાયિક નમસ્કાર ઉત્તમ પ્રકારનો, માનસિક નમસ્કાર મધ્યમ પ્રકારનો અને વાચિક નમસ્કાર અધમ પ્રકારનો મનાય
તંત્રશાસ્ત્રમાં નમસ્કારનાં લક્ષણો બતાવતાં કહેવાયું છે :
त्रिकोणमय षट्कोणमर्द्धचन्द्रं प्रदक्षिणम् ।
दण्डमष्टांगमुग्रं च सप्तधा नतिलक्षणम् ॥ (૧) ત્રિકોણ, (૨) ષટ્કોણ, (૩) અર્ધચંદ્ર, (૪) પ્રદક્ષિણા, (૫) દંડ, (૬) અષ્ટાંગ અને (૭) ઉગ્ર એમ નમસ્કારના સાત પ્રકારનાં લક્ષણ છે. આમાં કેવા પ્રકારનો નમસ્કાર કયા દેવ કે દેવીને કયા સમયે કરવો તેનું વિધાન આપવામાં આવ્યું છે.
નમો પદથી અરિહંતાદિ તરફ જે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવના થાય છે એથી બાહ્ય વિષયોનું આકર્ષણ ઘટે છે. એથી બહિરાત્મભાવ ક્રમે ક્રમે મંદ થાય છે, ટળે છે અને અંતરાત્મભાવ વૃદ્ધિ પામે છે. પુદ્ગલ પ્રત્યેની આસક્તિ ઘટે છે અને ચૈતન્ય પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય છે. જેમ ભૂખ લાગી હોય અને ભોજન મળતાં સુધાની નિવૃત્તિ થાય છે, ખાધાનો સંતોષ અને આનંદ થાય છે અને ભોજનથી શરીરની પુષ્ટિવૃદ્ધિ થાય છે તેવી રીતે નમસ્કારની ભાવનાથી બહિરાત્મભાવની
૭૬ - જૈન ધર્મ દર્શન
Page #115
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તિ થાય છે, અંતરાત્મભાવનો આનંદ થાય છે અને પરમાત્મભાવની પુષ્ટિવૃદ્ધિ થાય છે.
નમો’ પદ દાયિકા ભાવોનો ત્યાગ કરાવી, ક્ષયોપશમભાવ તરફ લઈ જાય છે. મમત્વનો ત્યાગ કરાવીને એ સમત્વ તરફ લઈ જાય છે. એ મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યગુદર્શન તરફ લઈ જાય છે. એ મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડે છે. નમો પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઈ જાય છે.
નોમાં ઋણમુક્તિ રહેલી છે. ઉપકારીના ઉપકારનો-પંચપરમેષ્ઠિના ઉપકારનો સ્વીકાર માણસને ત્રણમુક્ત બનાવે છે. એનામાં નમસ્કારનો ભાવ પ્રકાશિત થાય છે. નમો થી નીચ ગોત્રકર્મ બંધાતું અટકે છે અને ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે.
નમો'માં દુષ્કતગહ, સુકૃત-અનુમોદના અને શરણાગતિનો સ્વીકાર છે. એથી નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થાય છે.
નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સતુ. ચિત્ અને આનંદનો મંત્ર છે.
નમો’ પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંત૨ તપ જોડાયેલાં છે. નમો પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચપરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે “નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. નમો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત્ત વગેરેના ભાવો ઉદ્ભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ “નમો' પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે.
પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ કંઠોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપન સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહીત થયું છે, એવું “નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. “નમો પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.'
નમો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું,
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા છેક ૭૭
Page #116
--------------------------------------------------------------------------
________________
બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રયાણ કરવું. જડ અને ચૈતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું.
નમો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય-કષાયોથી વિરમીને શુદ્ધ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર-બહુમાન, પ્રેમ, સ્વસમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચપરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ ફુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવન આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નમો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખવવામાં આવે છે.
જેમને નમસ્કાર કરવામાં આવે છે તે મોટા છે અને હું નાનો છું – એટલે કે પોતાની અલ્પતા અને પરમેષ્ઠિની મહત્તાનો સાચો ભાવ જ્યાં સુધી દિલમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાચો નમસ્કાર થતો નથી. નમસ્કારથી જિનાજ્ઞાનું પાલન કરવાનો ભાવ પ્રગટે છે. નમસ્કારનો ભાવ એ ધર્મનું બીજ હોવાથી એમાંથી ધર્મરુચિ, ધર્મશ્રવણ, ધર્મચિંતન ઇત્યાદિ રૂપી અંકુરો ફૂટે છે, ધર્માચરણરૂપી શાખાઓ પ્રસરે છે અને આગળ જતાં સ્વર્ગના સુખરૂપી અને મોક્ષસુખરૂપી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય છે. એટલે નમો પદરૂપી બીજ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.
નમો પદમાં “ઈશ્વર-પ્રણિધાન’ રહેલું છે. “ઈશ્વર...ણિધાન' શબ્દ વિશેષતા અન્ય દર્શનમાં પ્રયોજાયો છે. પરંતુ જૈન દર્શનમાં પણ તે અવશ્ય ઘટાવી શકાય છે. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા. અરિહંત ભગવાન અથવા સિદ્ધ પરમાત્માને ઈશ્વર' ગણી શકાય અથવા પોતાના આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મભાવને ઈશ્વર ગણી શકાય. પ્રણિધાન એટલે ધ્યાન વડે સ્થાપન કરવું તે. ઈશ્વરમાં પોતાના ચિત્તનું સ્થાપન કરવું, ન્યાસ કરવો તે ઈશ્વપ્રણિધાન. પરમાત્મામાં પોતાની જાતનો ન્યાસ કરવો, અથવા પોતાનામાં પરમાત્માનો ન્યાસ કરવો અને એ રીતે પરમાત્માની સાથે એકરૂપ થવું તે ઈશ્વપ્રણિધાન. “નમો’ પદમાં આ રીતે ઈશ્વપ્રણિધાન રહેલું છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે “નમો’ પદમાં છ આવશ્યકનું પાલન કેવી રીતે થાય છે તે દર્શાવતાં લખ્યું છે, “નમો’ મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યક્ત્વસામાયિકની આરાધના થાય છે; ચતુર્વિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે; મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યકત્વનું આસેવન થાય છે, ઔદયિકભાવમાંથી પાછા ફરીને ક્ષાયોપથમિક ભાવનામાં આવવાનું થાય છે; અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. વર્તમાનનો સંવર કાયોત્સર્ગરૂપ છે અને આગમીનું પ્રત્યાખ્યાન પચ્ચકખાણરૂપ છે. નમો મંત્ર વડે આ રીતે છએ આવકોની ભાતથી આરાધના થાય છે.”
૮ ક જૈન ધર્મ દર્શન
Page #117
--------------------------------------------------------------------------
________________
નમોમાં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચપરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો’ પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન્ન થાય છે.
નમો અરિહંતાણંમાં “નમો પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નમોમાં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, “અરિહંત પદ સાથેનોપદજોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઈચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યકતપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એક્તા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.”
આ રીતે નમો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્માભાવ)માંથી છોડાવી, બિંદુનવત્વરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.'
જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે “નમોમાં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ, ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે.
નમો પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં અનુષ્ઠાન આવી જાય છે. નમો પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે.
નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો.
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૭૯
Page #118
--------------------------------------------------------------------------
________________
અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે–તગત ચિત્ત, સમયવિધાનધમનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભવ, વિસ્મય, પુલક, પ્રમોદ ઈત્યાદિ નો પદ સાથે જ્યારે ગહન ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે નમો પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સમાચ્યું છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, “નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પુલ બાંધવાની ક્રિયા છે. “નમો' એ પુલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદભાવ સુધી પહોંચવાનું કાર્ય “નમો’ ભાવરૂપી સેતુ કરે છે. તેને “અમાત્ર પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે
નમો પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચપરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ “નમો’ પદનો જાપ શાન્તિપ્રેરક
નમો પદનો અથવા નમો રિહંતાનનો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો મદિંતાળ એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાન્ત નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઈત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે :
मंत्र: प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः ।
ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभि४ ॥ અર્થાત્ લોકસંબંધી ફળની ઇચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર-ઢંકાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત-એટલે કે ૐકાર વગર ધ્યાન ધરવું.
શ્રી મેરૂતુંગાચાર્યે “સૂરિમંત્રના અષ્ટવિદ્યાધિકારમાં પણ કહ્યું છે :
૮૦ ૯ જૈન ધર્મ દર્શન
Page #119
--------------------------------------------------------------------------
________________
प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्य जनयति । प्रणवं विना नमो इति मोक्षबीजम् 1
અર્થાત્ પ્રણવ મંત્ર ૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઇષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઇષ્ટ ફ્ળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કા૨ મોક્ષબીજ” છે. આમ મો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. ‘ગંધર્વતંત્ર'માં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે.
यक्षराक्षसपन्नगाः
देवमानुषगंधर्वाः नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ॥ नमस्कारेण लभते चतुवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थ नतिरेका प्रवर्तते । नत्या विजयते लोकान् नत्या धर्म प्रवर्तते । नमस्कारेण दीर्घायुरछिन्न लभते प्रजाः ॥
અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કા૨થી મહાન ઉદય–(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ઘાયુષ્ય મેળવે છે.
નમો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો યોજાયાં છે, જેમ કે નમો સિરતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં ‘લલિત વિસ્તરા-ચૈત્યવંદનવૃત્તિ'માં કહ્યું છે :
एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुव्यारी नमुक्कारो ॥ सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं । पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं ॥
[આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે પરમ મંગલ છે, પુણ્યોમાં તે ૫૨મ પુણ્ય છે અને ફ્લોમાં તે ૫૨મ રમ્ય છે.]
બારાખડી--વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો અક્ષર વધુ સબળ બને છે. શબ્દકોશમાં રહેલા શબ્દ કરતાં વાક્યમાં વપરાયેલા શબ્દનું મૂલ્ય વધી જાય છે. એ જ શબ્દ મંત્રમાં જ્યારે પ્રયોજાય છે ત્યારે એની મહત્તા ઘણીબધી વધી જાય છે. વળી અન્ય મંત્ર કરતાં નવકારમંત્રમાં પ્રયોજાયેલો શબ્દ અતિશય મહિમાવંતો બની ગયો છે. નવકારમંત્રમાં નો શબ્દમાં માત્ર અક્ષર બે
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૮૧
Page #120
--------------------------------------------------------------------------
________________
જ છે, પરંતુ મહર્ષિઓએ પોતાની દિવ્ય અનુભૂતિના આધારે એમાં કેટલું સામર્થ્ય રહેલું છે તે દર્શાવ્યું છે. શ્રી રત્નમંદિરમણિએ કહ્યું છે:
मंत्र पंचनमस्कारः कल्पकारस्कराधिका ।।
___ अस्ति प्रत्यक्षराष्टाग्रोत्कृष्ट विद्यासहस्त्रकः ॥ પિંચ નમસ્કારમંત્ર કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર અને આઠ મહાવિદ્યાઓ રહેલી છે.
નવકારમંત્રમાં નમો પદના બે અક્ષરનો કેટલો બધો અચિંત્ય મહિમા છે તે સમજવા માટે એક જ વાત પૂરતી છે.
૮૨ * જૈન ધર્મ દર્શન
Page #121
--------------------------------------------------------------------------
________________
સમવસરણ
મહાવીર જયંતીનો ઉત્સવ આવે એટલે એ દિવસે ભગવાન મહાવીરના જીવનના અનેક પ્રસંગોનું સ્મરણ થાય. એ પ્રસંગોમાં સમવસરણમાં બેસી દેશના (ઉપદેશ આપતા તીર્થંકર પરમાત્માનું દશ્ય શ્રદ્ધા-ભક્તિયુક્ત જનોને હર્ષથી રોમાંચિત કરે એવું હોય છે.
તીર્થકરોનું જીવન ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે. અતિશય એટલે સામાન્ય રીતે ન બનતી એવી ચમત્કારયુક્ત ઘટના. મનુષ્યજીવનમાં બધી જ ઘટનાઓ તર્કયુક્ત કે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાય એવી નથી હોતી. તીર્થંકર પરમાત્માના વિષયમાં તો કેટકેટલી ઘટનાઓ એવી બને છે કે જે વર્તમાન સમયમાં સામાન્ય માણસોને ચમત્કારરૂપ અને તરત ન માની શકાય એવી લાગે છે. પોતાના સમયના કેટલાક મહાપુરુષોના કે અન્ય લોકોના જીવનમાં કોઈ અસામાન્ય, ચમત્કારરૂપ ઘટના જ્યારે કોઈએ નજરે જોઈ હોય છે ત્યારે એવી વ્યક્તિને કેટલીક ચમત્કારિક ઘટનાઓમાં વિશ્વાસ બેસે છે. એટલે જ શ્રદ્ધાનો સ્વીકાર સ્વાનુભવથી સવિશેષ દૃઢ થાય છે.
જૈન ધર્મમાં તીર્થકર ભગવાનનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે અને એમના જે જુદા જુદા અતિશયો બતાવવામાં આવ્યા છે તે એક શ્રદ્ધાનો વિષય છે. એમાં ભગવાનના સમવસરણની વાત પણ એટલા માટે શ્રદ્ધાનો જ વિષય છે. જેઓ કેવળ તર્ક અને દલીલ સિવાય આગળ વધી શકતા નથી અને વર્તમાન કાળની દૃશ્યમાન સૃષ્ટિ જ માત્ર જેમની સીમા છે તેવા માણસોને માટે સમવસરણનો વિષય ગમ્ય નથી. જેઓ ત્રિકાલિક તત્ત્વને પામવાને માટે શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેઓને ચમત્કારયુક્ત સમવસરણની વાતની આંતપ્રતીતિ થઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરતા હોય તેવા સમયે પણ સંશયવાળા મિથ્યાદૃષ્ટિ જીવો સમવસરણમાં પ્રવેશી નથી શકતા, તો પછી વર્તમાન સમયમાં તેવા પ્રકારના જીવોને આવા વિષયોમાં રસ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય એમાં શી નવાઈ ?
સમોવસરણ' શબ્દના “એકત્ર મળવું, “મિલન', “સમુદાય', “સંચય', “રાશિ,
સમવસરણ - ૮૩
Page #122
--------------------------------------------------------------------------
________________
સમવાય’, ‘સમૂહ' એવા જુદા જુદા અર્થ થાય છે. “ઓઘનિર્યુક્તિ માં કહ્યું છે :
'समोसरण निचय उवचय चए य गुम्मे य रासी य.' । આગમન', પધારવું, “અન્ય દાર્શનિકોનો સમુદાય', “ધર્મવિચાર, આગમવિચાર’ એવા જુદા જુદા અર્થ પણ સમોસરણ શબ્દના થાય છે.
“સમવસરણ” અથવા “સમોસરણ’ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના ભૂમિને માટે અથવા એમની પર્ષદા માટે ‘સમવસરણ’ શબ્દ વપરાય છે.
સમવસરણ' શબ્દ “સમવસૂત' શબ્દ પરથી વ્યુત્પન્ન કરવામાં આવે છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં કહ્યું છે :
'समवसरंति जेसु दरिसणाणि दिट्ठीओ वा ताणि समोसरणाणि ।'
જ્યાં અનેક દર્શન (દૃષ્ટિઓ) સમવસૃત થાય છે તેને સમવસરણ' કહે છે.
સમવસરણમાં “અવસર' શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સુર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વનિના અવસરની પ્રતીક્ષા કરે છે તે “સમવસરણ એવો અર્થ પણ કરાય છે.
સૂત્રકૃતાંગ', “સમવાયાંગ’, ‘આવશ્યક ચૂર્ણિ', “વિશેષ આવશ્યક ભાષ્ય', ‘કલ્પસૂત્ર', “લલિતવિસ્તરા”, “કુવલયમાળા’, ‘ચઉપન-મહાપુરિસ ચરિયમ્', ‘હરિવંશપુરાણ', તિલોયપણત્તિ', “અભિધાન ચિંતામણિ (સ્વોપ્રજ્ઞ ટીકા), વીતરાગસ્તવ', “લોકપ્રકાશ' વગેરે ઘણા ગ્રંથોમાં સમવસરણ”નું સવિગત વર્ણન જોવા મળે છે.
સાધનાકાળ પૂર્ણ થતાં, ચાર ઘાતિ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. એમ થતાં જ ઈન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગ મૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનના જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અર્થાત્ ભગવાન હવે તીર્થંકર થયા છે. એટલે ઇન્દ્રો પોતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણની રચના કરે છે.
વળી તીર્થકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવો સમવસરણની રચના આઠ પ્રાતિહાર્યસહિત કરે છે. પ્રતિહાર એટલે છડીદાર-સેવક તેઓ દેવાધિદેવના અસ્તિત્વને જાહેર કરવા માટે અને લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લાવવા માટે જે ચમત્કારયુક્ત રચના કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. એ આઠ પ્રાતિહાર્ય નીચે પ્રમાણે છે :
૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, પ. સિંહાસન, ૬.
૮૪ જૈન ધર્મ દર્શન
Page #123
--------------------------------------------------------------------------
________________
ભામંડલ, ૭. દુંદુભિ અને ૮. ત્રણ છત્ર.
વર્તમાન સમયમાં જેમ હજારો લાખો લોકોને સંબોધવા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિ પધારવાની હોય ત્યારે મંચ, માઈક, બેઠકો, વાહનવ્યહાર, માણસોની અવરજવર વગેરે માટે દૃષ્ટિપૂર્વક આયોજન સરકારના માણસો દ્વારા કરવામાં આવે છે, તેમ તીર્થંક૨ ૫૨માત્મા જ્યારે દેશના માટે પધારવાના હોય ત્યારે એમને અનુરૂપ એવું આયોજન દેવો પોતાની વૈક્રિયાદિ લબ્ધિનો ઉપયોગ કરીને, સમવસરણ માટે કરે છે.
સમવસરણની રચના કરતી વખતે સૌપ્રથમ વાયુકુમાર દેવતાઓ એક યોજન પ્રમાણે ભૂમિને, કચરો, કાંટા વગેરે કાઢી નાખીને એકદમ શુદ્ધ કરે છે. પછી મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરે છે જેથી ઊડતી રજ બેસી જાય અને વાતાવરણમાં પરિમલ પ્રસરે. પછી છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ ત્યાં એક પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી હોય છે અને સુવર્ણ તથા રત્નોથી ખચિત હોય છે.
એ પીઠ ઉપર ભુવનપતિ દેવતાઓ ચાંદીનો ગઢ બનાવે છે. દસ હજાર પગથિયાં ઊંચો એવો આ ગઢ હોય છે. એ ગઢ ઉ૫૨ ચારે બાજુ પચાસ ધનુષ્ય પ્રમાણ જેટલી સમતલ ભૂમિ બનાવે છે. એને પ્રતર કહેવામાં આવે છે. પ્રત૨ની રચના પછી એના ઉ૫૨ જ્યોતિષી દેવતાઓ સુવર્ણના ગઢની રચના કરે છે. એ ગઢનાં પાંચ હજાર પગથિયાં હોય છે.
આ બીજા ગઢમાં ઉપર ચારે બાજુ પાંચસો ધનુષ્ય પ્રમાણ પ્રતર અથવા સમતલ ભૂમિ હોય છે. આ પ્રત૨ને અંતે ત્રીજો ગઢ હોય છે. એ ગઢ રત્નનો હોય છે. વૈમાનિક દેવો એની રચના કરે છે. એ ગઢનાં પગથિયાં પાંચ હજાર હોય છે. (આમ ત્રણે ગઢનાં મળી કુલ વીસ હજાર પગથિયાં થાય છે.) દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે. (અન્ય તીર્થંકરોના સમવસરણમાં તેનાં માપ જુદાં જુદાં હોય છે.)
ત્રીજા ગઢની ઉપર ચારે બાજુ એક ગાઉ અને છસો ધનુષ્ય લાંબી સમતલ ભૂમિ પ્રત૨ અથવા પીઠ) હોય છે. તેના મધ્ય ભાગમાં ભગવાન માટે સિંહાસનયુક્ત દેવચ્છંદો બનાવવામાં આવે છે.
દરેક ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી હોય છે, દરેક ગઢને ચાર દરવાજા હોય છે અને દરેક દરવાજે ઉપર ચડવાનાં ત્રણે ગઢનાં મળી વીસ હજાર પગથિયાં હોય છે. એટલે ચાર દરવાજાનાં મળીને કુલ એંસી હજાર પગથિયાં હોય છે. દરેક દરવાજા ઉપર મણિમય તોરણો હોય છે. તદુપરાંત સમવસરણમાં ઉપવનો,
સમવસરણ ૮૫
Page #124
--------------------------------------------------------------------------
________________
નૃત્યશાળાઓ, ચૈત્યપ્રાસાદો, વાપિઓ, ધજાઓ, પુષ્પવાટિકાઓ, વેદિકાઓ, પૂતળીઓ, અષ્ટમંગલ, ધૂપઘટી, કળશ ઇત્યાદિની આઠ ભૂમિકામાં સુશોભિત રચનાઓ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ અભવ્ય જીવો સાત ભૂમિકા સુધી પ્રવેશ કરી શકે છે.
દરેક ગઢમાં દરેક દિશામાં દ્વારપાળ કે દ્વારપાલિકા તરીકે દેવ-દેવીઓ હોય
પ્રથમ ગઢમાં પૂર્વના દ્વાર ઉપર તુંબરુ નામનો દેવ હોય છે. દક્ષિણ દિશામાં ખટ્વાંગી નામનો દેવ, પશ્ચિમ દિશામાં કપાલિ નામનો દેવ અને ઉત્તર દિશામાં જટામુકુટધારી નામનો દેવ હોય છે.
બીજા ગઢમાં પૂર્વ દ્વારમાં જયા નામની બે દેવીઓ, દક્ષિણ દિશામાં વિજ્યા નામની બે દેવીઓ, પશ્ચિમ દિશામાં અજિતા નામની બે દેવીઓ અને ઉત્તર દિશામાં અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે.
ત્રીજા ગઢમાં પૂર્વ દિશાના દ્વારમાં સોમ નામનો વૈમાનિક દેવ, દક્ષિણ દિશામાં યમ નામનો વ્યંતર દેવ, પશ્ચિમ દિશામાં વરુણ નામનો જ્યોતિષી દેવ અને ઉત્તર દિશામાં ધનદ નામનો ભુવનપતિ દેવ દ્વારપાળ તરીકે હોય છે.
પહેલા ગઢના પ્રતરમાં વાહનો માટેની વ્યવસ્થા હોય છે. બીજા ગઢના પ્રતરમાં સિંહ, વાઘ, બકરી, હરણ, મોર વગેરે તીર્થંચોને બેસવાની વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢના પ્રતરમાં મનુષ્યો અને દેવ-દેવીઓને માટે વ્યવસ્થા હોય છે.
ત્રીજા ગઢની ઉપર, સમભૂતલ પીઠની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. પુષ્પો, પતાકાઓ, તોરણો અને છત્રથી અશોકવૃક્ષ શોભે છે.
અશોકવૃક્ષના મૂળમાં દેવો ભગવાનને ઉપદેશ આપવા માટે ચાર દિશામાં ચાર સિંહાસનની રચના પાદપીઠસહિત કરે છે. આ સિંહાસનો અને પાદપીઠો સોનાથી બનાવેલાં અને રત્નોથી જડેલાં હોય છે.
આવા દિવ્ય સમોવસરણમાં ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓ સાથે, સુવર્ણકમળ ઉપર પગ મૂકીને ચાલતા આવે છે અને પૂર્વ દ્વારમાંથી પ્રવેશે છે. તે વખતે દેવતાઓ સિંહનાદ વડે જયજયકાર કરે છે.
સમવસરણમાં ભગવાનના પ્રવેશ પછી પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પહેલાં ગણધરો, ત્યાર પછી કેવલીઓ અને એમ અનુક્રમે મન:પર્યવત્રાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો અને અન્ય સાધુઓ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ
૮૬
જૈન ધર્મ દર્શન
Page #125
--------------------------------------------------------------------------
________________
ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશીને નૈઋત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, તથા વ્યંતર દેવીની દેવીઓ આવીને ઊભાં રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષ, વ્યંતર દેવો પોતાનું સ્થાન લે છે. વૈમાનિક દેવો તથા મનુષ્ય સ્ત્રી-પુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠ ઈન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે.
સમવસરણમાં સ્ત્રી-પુરુષો, દેવ-દેવીઓ કે તિર્યંચ ગતિના વિવિધ જીવો ભગવાનની દેશના સાંભળવા આવે છે. ભગવાનના સાંનિધ્યમાં સર્વ જીવો પોતાનો પરસ્પર જન્મગત કુદરતી વેરભાવ ભૂલી જાય છે. વાઘબકરી કે ઉંદર-બિલાડી સાથે પ્રેમથી બેસે છે.
તીર્થંકર પરમાત્માના સમવસરણની ભૂમિનો વિસ્તાર એક યોજન જેટલો હોય છે, પરંતુ એટલા વિસ્તારમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો આવીને બેસે છે. આટલા વિસ્તારમાં આટલા બધા લોકોનો સમાવેશ કેવી રીતે થાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પરંતુ એ બધાંનો સમાવેશ થઈ જાય છે. એ પણ ભગવાનનો જ એક અતિશય ગણાય છે. આટલાં બધાંનો સમાવેશ થતો હોવા છતાં કોઈને સંકોચાઈને બેસવું પડતું નથી કે કોઈને એકબીજાને અડીને બેસવું પડતું નથી. સૌ કોઈ પૂરી અનુકૂળતા સાથે બાધારહિતપણે, સુખેથી બેસી શકે છે એ પણ ભગવાનનો અતિશય મનાય છે.
દરેક સિંહાસનની બંને બાજુ બે ચામરધારી દેવતાઓ હોય છે. દરેક સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે. ઘંટાઓ અને પતાકાઓથી શોભતા આ મહાધ્વજો એક હજાર યોજન ઊંચા હોય છે. એ ધ્વજ અનુક્રમે પૂર્વ દિશામાં ધર્મધ્વજ, દક્ષિણ દિશામાં માનધ્વજ, પશ્ચિમ દિશામાં ગધ્વજ અને ઉત્તર દિશામાં સિંહધ્વજ હોય છે.
ભગવાન જ્યારે વિહરતા હોય છે ત્યારે ઉપર આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે, જે ભગવાનની સાથે સાથે ચાલે છે અને ભગવાનને છાંયો આપે છે. ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજમાન થાય છે ત્યારે આ અશોકવૃક્ષ સમુચિત રીતે ભગવાનની ઉપર ગોઠવાઈ જાય છે. એ અશોકવૃક્ષ ઉપર સર્વ ઋતુઓનાં સર્વોત્તમ પુષ્પો હોય છે. વળી તેના ઉપર ત્રણ છત્ર, ધજાઓ, ઘંટાઓ, પતાકાઓ વગેરેની રચના પણ દેવો કરે છે.
આ અશોકવૃક્ષની ઊંચાઈ દરેક તીર્થંકરની ઊંચાઈ કરતાં બાર ગણી હોય
અશોકવૃક્ષની ઉપર ચૈત્યવૃક્ષની રચના દેવો કરે છે. દરેક તીર્થકરને કેવળજ્ઞાન
સમવસરણ જ ૮૭
Page #126
--------------------------------------------------------------------------
________________
કોઈક એક વૃક્ષની નીચે અથવા તેની સમીપે થાય છે. એટલા માટે એ જ્ઞાનદાતા એવા વૃક્ષને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) ન્યગ્રોધ, (૨) સપ્તપર્ણ, (૩) સાલ, (૪) પ્રિયક, (૫) પ્રિયંગુ, (૬) છત્રાધ, (૭) સરિસ, (૮) નાગવૃક્ષ, (૯) માલીક, (૧૦) પીલક્ષ, (૧૧) તિંદુગ, (૧૨) પાડલ, (૧૩) જંબૂ. (૧) અશ્વત્થ, (૧૫) દધિપણ, (૧૬) નદી, (૧૭) તિલક, (૧૮) અંબ, (૧૯) અશોક, (૨૦) ચંપક, (૨૧) બકુલ, (૨૨) વેડસ, (૨૩) ધવ અને (૨૪) સાલ.
સમોસરણમાં પ્રવેશ કર્યા પછી તીર્થકર ભગવાન અશોકવૃક્ષને તે દ્વારા ચૈત્યવૃક્ષને) ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને પાદપીઠ ઉપર એક અથવા બંને ચરણ ટેકવે છે.
ભગવાન પોતે પૂર્વ દિશામાં સિંહાસન ઉપર બેસે છે અને બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ સિંહાસન અને પાદપીઠ સહિત) કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ જે થાય છે તે ભગવાનનો જ અતિશય છે.
સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું ફક્ત એક જ મુખ દેખાય છે. કોઈ પણ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ ચાર મુખ દેખાતાં નથી. આ પણ ભગવાનનો જ અતિશય છે. પૂર્વ દિશામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની માત્ર પ્રતિકૃતિ જ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કોઈ પણ જીવને એવો આભાસ થતો નથી કે આ ભગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એકરસખા જ દેખાય છે. વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તે જ વાણી અને તેવા જ ભાવો, તે જ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને ભગવાન પોતાની સન્મુખ છે, એવું લાગે છે. ભગવાન ક્યારેક કોઈ પણ જીવને માટે પરામુખ હોતા નથી. “વીતરાગ સ્તવ'ની અવચૂરિમાં કહ્યું છે કે :
'तीर्थंकरा हि सर्वत: सन्मुखा एव, न तु पराङ्मुखाइ क्वापि ।' । સમવસરણમાં બિરાજમાન થાય પછી દેશના આપતાં તીર્થકર ભગવાન સર્વપ્રથમ “નમો તિર્થ' એમ કહી તીર્થને નમસ્કાર છે. અહીં તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. પોતે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા
૮૮ - જૈન ધર્મ દર્શન
Page #127
--------------------------------------------------------------------------
________________
ભગવાન સંઘને નમસ્કાર કરે છે. એમાં એમનો વિનય ગુણ રહેલો છે અને સંઘનું માહાત્મ્ય રહેલું છે.
તીર્થનો એક અર્થ થાય છે શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનની આરાધાનાથી જ અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતજ્ઞાન પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન તીર્થ'ને નમસ્કાર કરે છે.
ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે પાંત્રીસ ગુણથી યુક્ત, પુષ્કર નામના મેઘ સમાન ગંભી૨ એવી ભગવાનની વાણી સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે દિવ્ય ધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સર્વ જીવોને તે કર્ણમધુર, અમૃતતુલ્ય, પ્રય લાગે છે. વળી દિવ્ય ધ્વનિયુક્ત ભગવાનની આ દેશનાને દેવો પોતાનાં વાજિંત્રો વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારે બાજુ એક યોજન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ જીવો અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણનો તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીવોને તો તે જ જન્મમાં મુક્તિ અપાવનારી નીવડે છે.
પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવથી તે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવી૨સ્વામી સુધીના સર્વ તીર્થંકરોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી છે. પરંતુ દરેક તીર્થંકરના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતો અને માપ અહીં દર્શાવ્યા છે.
સમવસરણની રચના જુદા જુદા દેવો મળીને કરે છે. પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શક્તિમાન હોય છે.
સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ ક્યારેક ચોરસ રચના પણ કરાય છે.
સમવસરણની રચના જુદી જુદી ભૂમિકા અથવા કોઠામાં કરવામાં આવે છે. જે મિથ્યાસૃષ્ટિ અભવ્ય જીવો હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી તેઓ અંજાઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતા નથી. જે જીવો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય. ભગવાનનાં દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવો પણ સમવસરણમાં ભગવાનનાં દર્શન કરી શકતા નથી, કરવા જાય તો ભગવાનના અને સમવસરણના દેદીપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમનાં નેત્ર એવાં અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. સાચી જિજ્ઞાસા જેમના
સમવસરણ ૮૯
Page #128
--------------------------------------------------------------------------
________________
મનમાં હોય છે અથવા જેમના મનમાં જાણવાની ઈંતેજારીથી પ્રશ્નો ઊઠે છે. એવા જીવોના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનનાં માત્ર દર્શનથી કે દેશનાના શ્રવણથી પણ થઈ જાય છે.
સમવસરણમાં તીર્થંકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે. દરેક જીવને પોતાની સન્મુખ એવું એક જ રૂપ દેખાય છે. પરંતુ સમવસરણનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનનાં ચારે રૂપનો તાદશ ચિતાર આપણા મનમાં આવે છે. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારના ધ્યાનમાંથી તીર્થંકર ભગવાનનું રૂપસ્થ ધ્યાન ધરવું હોય તો તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું ધ્યાન ધરવું વિશેષ લાભકારક છે. સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને ‘સમવસરણ ધ્યાન' કહેવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય-કૃત યોગશાસ્ત્ર', દેવભદ્રાચાર્ય-કત “સિરિપાસનાર રિલ' વગેરે ગ્રંથોમાં “સમવસરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે, વિશેષતઃ ભારે અંતરાય કર્મના ત્વરિત ક્ષય માટે “સમવસરણ ધ્યાન’ ઘણું ઉપકારક છે.
તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ તપ-જપ-ધ્યાન ઈત્યાદિની ધર્મક્રિયા પણ દર્શાવેલી છે.
શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે, એવી રીતે બાર બાર મહિમાનાં કુલ ચોવીસ દિવસ માટે, સમવસરણ નિમિત્તે ઉપવાસ કરવાના વ્રતને “સમવસરણ વત' કહેવામાં આવે છે. સમવસરણ વ્રત દરમિયાન % હૈં નાદિનાશય સર્જી ના રાય શ્રી સર્વજ્ઞાય ઈત્પરમેષ્ટિને નમનો ત્રિકાલ જાપ કરવામાં આવે
આમ, તીર્થંકર ભગવાનના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે.
© એ જૈન ધર્મ દર્શન
Page #129
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ધ્વનિ
તીર્થકર ભગવાનના અર્થાત્ અરિહંત પરમાત્માના જે બાર ગુણ ગણાવવામાં આવે છે, તેમાં ચાર મૂલાતિશયના (અથવા સહજાતિશયના) ચાર ગુણ સાથે આઠ પ્રતિહાર્યના આઠ ગુણ નીચે પ્રમાણે ગણાવાય છે:
(૧) અપાયા પત્રાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય અને (૪) વચનાતિશય (આ ચાર મૂલાતિશય છે.)
પ્રાતિહાર્યો આઠ છે : (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર. સમવસરણ વખતે દેવો તીર્થંકર પરમાત્માનાં આ આઠ પ્રાતિહાર્યોની રચના કરે છે. આમ, ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્ય મળીને બાર ગુણ થાય છે.
આમાં દિવ્ય ધ્વનિ' એ તીર્થંકર પરમાત્માના પ્રાતિહાર્યનો એક પ્રકાર છે. વળી તે અરિહંત ભગવાનનો એક ઉત્તમ ગુણ છે.
તીર્થંકર પરમાત્માનાં આઠ પ્રાતિહાર્ય (સંખ્યા, ક્રમ અને નામની દૃષ્ટિએ) શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરાને માન્ય છે. પ્રાતિહાર્ય માટેનો નીચેનો શ્લોક ઘણો પ્રાચીન છે અને બંને પરંપરામાં તે પ્રચલિત છે :
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च ।
भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ [અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર (છત્ર) એ જિનેશ્વરોનાં પ્રાતિહાર્ય છે.]
પ્રાચીન સાહિત્યમાં આ શ્લોક લગભગ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયેલા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના “અનેકાન્તજય પતાકા' નામના ગ્રંથમાં ક્યાંકથી ઉદ્ભૂત કરેલો સૌ પ્રથમ જોવા મળે છે. પરંતુ આ શ્લોક એથી કેટલો વધુ પ્રાચીન છે તથા મૂળ કયા ગ્રંથનો એ છે અને એની રચના કોણે કરી છે તે વિશે પ્રમાણભૂત રીતે કશું જાણવા મળતું નથી. સૈકાઓથી પ્રચલિક બનેલો આ શ્લોક અત્યંત પવિત્ર મનાય છે અને સ્તુતિ, ચૈત્યવંદન, વિધિવિધાન વગેરેમાં બહુમાનપૂર્વક એનું પઠન થાય છે.
દિવ્ય ધ્વનિ ૯૧
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રાતિહાર્યો વિશે પ્રાકૃતમાં શ્રી નેમિચંદ્રસૂરિવિરચિત પ્રવચન સારોદ્વા૨' ગ્રંથમાં નીચે પ્રમાણે શ્લોક મળે છે :
कंकिल्लि कुसुमवुठ्ठी देवज्झणि चामरासणाईं च । भावलय भेरी छत्त जयंति जिणपाडिहेराईं ॥
કિંકિલ્લિ (અશોકવૃક્ષ), કુસુમવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભાવલય (ભામંડળ), ભેરી (દુંદુભિ) અને છત્ર એ જિનનાં પાડિહે૨ પ્રાતિહાર્ય) જય પામે છે.] પ્રાતિહાર્યં શબ્દ સંસ્કૃત પ્રતિહાર ઉ૫૨થી આવ્યો છે. પ્રતિહાર કરે તે પ્રતિહાર્ય. પ્રતિહાર શબ્દ પ્રતિ + હ ઉ૫૨થી આવ્યો છે. પ્રત્યે હૈંતિ સ્વામિપાર્શ્વમાનતિ એટલે કે દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર. પ્રતિહારનો એક અર્થ થાય છે દરવાજો અથવા દ્વાર. એટલે લક્ષણાથી પ્રતિહારનો અર્થ થાય છે દ્વારપાળ, બારણાંનો રક્ષક, ચોકીદાર, પહેરેગીર.
પ્રતિહારનો વિશેષ અર્થ થાય છે છડીદાર, રાજાની આગળ ચાલનાર, રાજાનો અંગરક્ષક. વળી પ્રતિહારનો બીજો અર્થ થાય છે ઇન્દ્રની આજ્ઞા મુજબ કામ કરનારા દેવો. દેવો સમવસરણમાં પ્રાતિહાર્યની એટલા માટે ૨ચના કરે છે કે જેથી એ પ્રાતિહાર્યો જગતના લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવે. પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જિજ્ઞાસા, ઔત્સક્ય, કુતૂહલ વગેરે ભાવો પ્રેરે છે અને તીર્થંક૨ ૫૨માત્મા પ્રત્યે પૂજ્યભાવ જન્માવે છે. એટલા માટે દેવો એની રચના કરે છે. દેવોનું આ પ્રતિહારકર્મ છે એટલે એને પ્રાતિહાર્ય (અથવા મહાપ્રાતિહાર્ય) કહેવામાં આવે છે.
રાજાના રક્ષકોને કે પહેરેગીરોને પણ પ્રતિહાર કહેવામાં આવે છે. પરંતુ રાજાના પ્રતિહારો મનુષ્ય હોય છે. વળી તે પગાર લઈ નોકરી કરનારા હોય છે. ક્યારેક રાજા માટે તેના મનમાં અભાવ કે ધિક્કાર પણ હોઈ શકે છે. તીર્થંકર મગવાનના પ્રતિહારો દેવો હોય છે. તેઓ નોકર તરીકે નહિ, પણ પોતાનામાં સહજ રીતે પ્રગટેલા ભક્તિભાવથી પ્રેરાઈને સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી પ્રતિહાર તરીકે કામ કરે છે. તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે અને તેઓ અનધિજ્ઞાની હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિ કે શક્તિ વડે વિવિધ પ્રકારની રચનાઓ કે રૂપો બનાવી (વિકુર્તી) શકે છે. એટલા માટે દેવો સમવસરણમાં જે રચના કરે છે તે પ્રાતિહાર્ય કહેવાય છે. પ્રવચન સારોદ્વાર'ની વૃત્તિમાં કહ્યું છે : પ્રતિહારઃ સુપતિનિયુત્તા देवास्तेषा कर्माणि प्रातिहार्याणि !
‘પ્રાતિહાર્ય’ શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ‘પાડિહેર' શબ્દ આવ્યો. પાડિહેરનો અર્થ કરવામાં આવે છે : (૧) દેવતાકૃત પ્રતિહારકર્મ, (૨) દેવતાકૃત પૂજાવિશેષ અને (૩) દેવોનું સાન્નિધ્ય.
૯૨ જૈન ધર્મ દર્શન
Page #131
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધધર્મમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાયેલો છે. વિનયપિટકના “મહાવગ્ન' ગ્રંથમાં પંદર પ્રકારનાં પ્રાતિહાર્યો ગણાવવામાં આવ્યાં છે. ત્યાં પ્રાતિહાર્ય એટલે એક પ્રકારનો દેવી ચમત્કાર અથવા દેવી ઋદ્ધિ એટલો અર્થ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધના એવા ચમત્કારના પંદર પ્રસંગો તેમાં ટાંકવામાં આવ્યા છે.
દેવો સમવસરણમાં પ્રાતિહાર્યોની જે રચના કરે છે તેમાં તીર્થંકર પરમાત્માનો પ્રભાવ કે અતિશય જ રહેલો હોય છે. દેવો ભલે સ્વેચ્છાએ, પૂજ્યભાવ અને ભક્તિભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્ય ઈત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે તેવું અશોકવૃક્ષ ખુદ ઇન્દ્રના પોતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારો કે તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તેવે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પોતાની તમામ વૈક્રિયાદિ લબ્ધિથી કોઈ એક અશોકવૃક્ષની રચના કરે તોપણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણ અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) જોનારા લોકોના હૃદયમાં ધર્મની ભાવના ઉત્પન ન કરી શકે, જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય, લોકોના હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે.
આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્વેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થઘટન જુદી જુદી રીતે થયું છે.
દિવ્ય ધ્વનિ એટલે શું? દિવ્ય એટલે દૈવી. એનો એક અર્થ થાય છે દેવકૃત અને બીજો અર્થ થાય છે લોકોત્તર.” એટલે દિવ્ય ધ્વનિનો એક અર્થ થાય છે દેવતાઓએ કરેલો ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર, દિવ્ય ધ્વનિ.
સમવસરણ વખતે દેવતાઓ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણીરૂપ દિવ્ય ધ્વનિ તો તીર્થકર પરમાત્માનો પોતાનો હોય છે. એમનું એ આત્મભૂત લક્ષણ છે. તો તેમાં પ્રતિહાર્યપણું કેવી રીતે ઘટી શકે?—એવો પ્રશ્ન કોઈને થાય. એનો ખુલાસો કરતાં પ્રવચન – સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને ક્રૌશિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમોવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો, વીણા, વેણુ વગેરે વાદ્યોના ધ્વનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કોઈ ગાયકના મધુર ગીતધ્વનિને સંગીતકારો
દિવ્ય ધ્વનિ ક ૯૩
Page #132
--------------------------------------------------------------------------
________________
વાજિંત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવો પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિવ્ય ધ્વનિને વધુ આહલાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવો વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય ધ્વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી.
આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એવો થાય કે શું તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે? એનો ઉત્તર એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી તો જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. દેવો તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પોતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શકતા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવોનો દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ધ્વનિને એક યોજન સુધી પ્રસારવા માટે પણ હોય છે.
તીર્થકર ભગવાનની વાણીરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થકર ભગવાનના એવા ચોત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે. ઓગણીસ અતિશય દેવોએ કરેલ હોય છે અને અગિયાર અતિશય કર્મનો ક્ષય થયા પછી પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજાતિશય, (૨) કર્મક્ષયજ અતિશય, અને (૩) દવકૃત અતિશય. પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે, તેમાં સહજાતિશયની સંખ્યા દસ છે, કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિ અને છત્ર એ છ પ્રાતિહાર્યનો સમાવેશ દેવકૃત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યનો સમાવેશ કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનો (એટલે દેવોએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ધ્વનિનો સમાવેશ કોઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પોતાની વાણીરૂપ જે દિવ્ય ધ્વનિ છે તેને ચોત્રીસ અતિશયમાંનાં એક અતિશય તરીકે ગણવામાં આવે છે.
૪ -
જૈન ધર્મ દર્શન
Page #133
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે : (૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારોપત (અગ્રામ્ય), (૪) ગંભીર શબ્દ ભેઘગંભીર), (૫) અનુનાદિ પ્રતિધ્વનિયુક્ત – સરસ પડઘો પડે, રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીતરાગ માલકીસ વગેરે રોગોથી યુક્ત), (૮) મહાર્થ મહાન અર્થવાળી), (૯) અવ્યાહત પૌવપર્ય પરસ્પર વિરોધ વિનાની), (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહરહિત), (૧૨) અપહૃતાન્યોત્તર (બીજાં કોઈ દૂષણ ન બતાવી શકે એવી, (૧૩) હૃદયગ્રાહી, (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તત્ત્વાનુરૂપ, (૧૬) અપ્રકીર્ણપ્રસૃત, (૧૭) અન્યોન્યપ્રગૃહીત, (૧૮) અભિજાત, (૧૯) અતિસ્નિગ્ધ મધુર, (૨૦) અપરમર્મવિદ્ધ (બીજાંઓનાં મર્મને-રહસ્યોને ખુલ્લો ન કરનાર, બીજાનાં હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધમભ્યાસનેય, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદાત્મોત્કર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગતશ્લાઘ, (૨૫) અનાનીત, (૨૬) ઉપાદિતાચ્છિન્ન કૌતુહલ, (૨૭) અદ્ભુત (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ-કિલિકિંચિતાદિવિમુક્ત, (૩૦) અનેક જાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ–(બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્ત્વપરિગ્રહ, (૩૪) અપરિખેદિત અને (૩૫) અવ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથોમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે.
તીર્થંકર પરમાત્માના “શ્રવણપરમસૌખ્ય આપનાર દિવ્ય ધ્વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ.ત., દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે :
सरसतरसुधारससोदर४ सरभसविविधदेशापहृत मुक्तव्यापार-प्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरुत्कर्णैराकर्ण्यमान
सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते। શ્રેિષ્ઠતમ અમૃતરસ સરખો, કાનને અતિપ્રિય લાગતો તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દોડી આવે છે તથા સર્વ જનોને આનંદપ્રમોદ આપનારો એવો દિવ્ય ધ્વનિ (દેવો સમવસરણમાં) કરે છે..
દિવ્ય ધ્વનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર સ્ત્રોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે :
स्थाने गभीरहृदयोदधिसम्मवाया8 पीयूषतां तव गिर४ समुदीरयन्ति । पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥ હિં સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો
દિવ્ય ધ્વનિ ૯૫
Page #134
--------------------------------------------------------------------------
________________
અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને – મોક્ષને પામે છે.]
દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના “ભક્તામરસ્તોત્રમાં દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે :
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या: । दिव्यध्वनिभिवति ते विशदार्थसर्व
भाषास्वमावपरिणामगुणप्रयोज्य ॥ સ્વિર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઈષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સવસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર તથા નિર્મળ અર્થ અને સમસ્ત ભાષા-સ્વભાવપરિણામોદિ ગુણોથી યુક્ત આપનો દિવ્ય ધ્વનિ થાય છે.]
‘વીતરાગસ્તવના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે “દિવ્ય ધ્વનિનો મહિમા વર્ણવતાં લખ્યું છે :
मालवकैशिकीमुख्य ग्रामराग पवित्रितः ।
तव दिव्यो ध्वनिः पीतो हर्षोदग्रीवैर्मृगैरपि ॥ મિાલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્ય ધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે.]
દિવ્ય ધ્વનિ વિશે ‘વીતરાગસ્તવ'ની ટીકામાં કહ્યું છે:
तथा धर्मोपदेशावसरे हि भगवान स्वभावसुभगंभविष्णुना श्रोतजनश्रोत्रपट प्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिंकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते ।
ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિરોમાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તરે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે.]
વળી, ‘વીતરાગસ્તવ'ની અવચૂરિમાં દિવ્ય ધ્વનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે :
૬ - જૈન ધર્મ દર્શન
Page #135
--------------------------------------------------------------------------
________________
હે સર્વાતિયિ વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી, વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણને માટે આપ ધર્મદિશના આપો છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશાઓમાં એક યોજના સુધી વિસ્તરે છે. એથી જ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
ક્ષીરાત્રી, સર્પિરાસ્ત્રી, મધ્ધાસ્ત્રી અને અમૃતાન્ઝવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્ય રસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અધિનિમીલિત થયાં છે એવા મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.
‘સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવાં અતિ સ્થિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવઐશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં મૃe 18 (તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વતત્ત્વને જાણનાર હે કલાનાથ ! આપ માલવકૅશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.' દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનયવિજયજીએ લોકપ્રકાશમાં કહ્યું છે
मालवकैशिकीमुख्यग्रामरागांचीतोऽर्हताम् ।
आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्र8 प्रसर्पति ॥ મિાલકોશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ દેવતાઓએ કરેલા) દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધી ફેલાય છે.)
દિગંબર પરંપરાનુસાર દિવ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાગોમાંથી મેઘગર્જના જેવો ૐકારરૂપી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણ-અવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ
દિવ્ય ધ્વનિ
૯૭
Page #136
--------------------------------------------------------------------------
________________
છતાં આ ધ્વનિ પ્રગટ થાય છે. એ ધ્વનિ ભગવાન પોતે પોતાની ઇચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કોઈ ઇચ્છા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થાય છે. એ ધ્વનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ ૐકારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે.
દિગમ્બર પરંપરા અનુસાર દિવ્ય ધ્વનિનો બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યોની પ્રચલિત લોકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : નિનનનમાનત વનધર્માવવોધકરમ્ | ભગવાનની વાણીનો આ એક “અતિશય છે. સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હંમેશાં ગણધરોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા અનુસાર તીર્થકર ભગવાનનો સ્વભાવતઃ પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અઅલિત નીકળે છે અને તે એક યોજન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનનો સર્વમાગધી-ભાષારૂપી જે દિવ્ય ધ્વનિ હોય છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે.
ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ ૐકારરૂપી હોય છે અને એટલા માટે એ દિવ્ય ધ્વનિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતો દિવ્ય ધ્વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલાં હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાતસો જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પોતપોતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી
૯૮ જૈન ધર્મ દર્શન
Page #137
--------------------------------------------------------------------------
________________
ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે. તેવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીનો આ એક અતિશય છે.
સમવસરણ કે પ્રાતિહાર્યનું આલંબન લઈ તપ, જાપ, કે ધ્યાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય ધ્વનિના આલંબન દ્વારા થતી આરાધના માટેનો મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આપ્યો છેઃ ૐ હ્રી અનરામર दित्यध्वनिप्रातिहार्योपशोमिताय श्री जिनाय नमः |
ભવ્ય જીવોને સ્વર્ગાપવર્ગના કલ્યાણમાર્ગ તરફ આકર્ષના૨ જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીનો અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિનો મહિમા જેવોતેવો નથી. ધર્મરુચિહીન કે તત્ત્તરુચિહીન પૃથકજનને તો તેની કલ્પના પણ ન આવી શકે !
દિવ્ય ધ્વનિ ૯૯
Page #138
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ પરમાત્મા
નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે.
ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની ઉચ્ચત્તમ એ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચત્તમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને પછી બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે એમાં પણ રહસ્ય રહેલું છે.
જન્મ-જન્માન્તરમાં માનનારાં, સંસારના ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાના અંતિમ ધ્યેયમાં માનનારાં ભારતીય દર્શનોમાં જીવ કેવી રીતે ભવભ્રમણમાંથી મુક્તિ પામે છે, તેની શુદ્ધ આત્માસ્વરૂપ સિદ્ધાવસ્થા કેવી હોય છે અને તેનું અંતિમ પરિણામ કેવી રીતે કેવા પ્રકારનું આવે છે, તે વિશેની ભિન્ન ભિન્ન માન્યતા રહેલી છે. તેમાં જૈન દર્શનની માન્યતા અનોખી છે.
- સિદ્ધ' શબ્દ ઘણાં દર્શનોમાં વપરાયો છે, પણ એની પણ જુદી જુદી અર્થચ્છાયા છે.
સિદ્ધ' શબ્દના સામાન્ય અથ થાય છે કૃતકૃત્ય, નિષ્પન્ન, પરિપૂર્ણ, દિવ્ય, સંપ્રાપ્ત, સજ્જ, પરિપક્વ, અમર ઇત્યાદિ. કેટલાંક અન્ય દર્શનોમાં જે વ્યક્તિ લબ્ધિસિદ્ધિયુક્ત હોય તેને સિદ્ધ' કહેવામાં આવે છે. અમુક મહાત્મા “સિદ્ધ પુરુષ' છે, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ એટલો જ કે તેઓ કોઈક સિદ્ધિવાળા આત્મદર્શી મહાત્મા છે અને તેમને દુન્યવી વસ્તુઓ મેળવવા માટે કોઈ પણ પ્રકારની વાસના કે પરતંત્રતા રહેતી નથી વિશાળ અર્થમાં, જેઓ પોતાના પ્રયોજનને કે ધ્યેયને પાર પાડે છે તેઓ તે તે વિષયના સિદ્ધ કહેવાય છે. પોતાનું કાર્ય કરવામાં જેઓ અત્યંત કુશળ હોય છે તેઓને સિદ્ધહસ્ત કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સિદ્ધોનો નિર્દેશ નીચેની ગાથામાં કરવામાં આવ્યો છે :
कम्मे सिप्पे अ विज्जा य, मंते योगे अ आगमे अत्थ जत्ता अभिप्पाऐ तवे कम्मकखऐ ईय
૧છે કે જૈન ધર્મ દર્શન
Page #139
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધ શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, તથા કર્મક્ષયસિદ્ધ એમ ઘણા પ્રકારના સિદ્ધ હોય છે. અર્થસિદ્ધ તરીકે મમ્મણ શેઠનું, અભિપ્રાયસિદ્ધ તરીકે અભયકુમારનું, તપસિદ્ધ તરીકે દઢપ્રહારીનું ઉદાહરણ આપી શકાય. આ પ્રકારના સિદ્ધોમાં નામસિદ્ધ, સ્થાપનાસિદ્ધ વગેરે પ્રકારો ઉમેરીને ચૌદ પ્રકારના સિદ્ધ ગણાવવામાં આવે છે, જેમ કે. ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ધ, ૩. દ્રવ્યસિદ્ધ, ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્યસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મંત્રસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯. આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. બુદ્ધિસિદ્ધ, ૧૨. યાત્રાસિદ્ધ, ૧૩. તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ,
- આ બધા પ્રકારના સિદ્ધોમાં કેટલાકની સિદ્ધિ લૌકિક પ્રકારની હોય છે. વળી એવા કેટલાકની સિદ્ધિ તો ભવભ્રમણ વધારનારી હોય છે, પરંતુ આ બધામાં સર્વોચ્ચ સિદ્ધ તે કર્મક્ષયસિદ્ધ છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો તે જ સાચા સિદ્ધ છે. પંચપરમેષ્ઠીમાં જેમને આપણે નમસ્કાર કરીએ છીએ તે આ “કર્મસિદ્ધ' છે, સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ શબ્દની જુદી જુદી વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે :
सिद्धे निट्टिऐ सयलपओणजाऐ ऐऐसिमिति सिद्धाः । સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયાં છે, જેમનાં સકલ પ્રયોજનોનો સમૂહ તે સિદ્ધો કહેવાય.]
सितं - बद्धमष्टप्रकारं कर्मेन्धनं ध्यातं-दग्धं जाज्वल्यमान शुकलध्यानानलेन यैस्ते सिद्धाः ।
[જાજવલ્યમાન એવા શુક્લ ધ્યાનથી જેમણે કર્મરૂપી ઈંધણોને બાળી નાખ્યાં છે તે સિદ્ધ છે.]
सेन्धन्तिस्म अपुनरावृत्या निवृत्तिपुरीमगच्छन् । [જ્યાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધો છે.]
निरुवमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । જેમનો નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ)
अठ्ठपयारकम्मक्खऐण सिद्धिसद्दाम ऐसिं तिं सिद्धाः । [આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો.
सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः ।
સિદ્ધ પરમાત્મા - ૧૦૧
Page #140
--------------------------------------------------------------------------
________________
[સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો.
છે.]
सिध्यन्तिस्म-निष्ठितार्था भवन्तिस्म ।
[જેમને બધાં જ કાર્યો હવે નિષ્ઠિત અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ
છે.
*
*
सेधन्ते स्म - शासितारोऽभवन् माडगलरूपतां वाऽनुभवन्ति स्मेति सिद्धा । [જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ
છે.]
*
सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्यात वा भूव्यैरुपलब्धगुण - संदोहत्वात् । જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે.]
*
सिद्धा - नित्या
1
સિદ્ધા અપર્યવાસન સ્થિતિવાળા હોવાથી ‘નિત્ય' કહેવાય છે..
*
सिद्धा-प्रख्याता
I
સિદ્ધો પોતાના અનંત ગુણોને કા૨ણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત
હોય છે.]
પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો.
*
षिधू त्यां
षिधू संराधौ
સિદ્ધ થયેલાં, નિષ્ઠિતાર્થ થયેલા
વિધૂ શાસ્ત્રમાં થયો – જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વંય માંગલ્યરૂપ થયા
-
સિદ્ધ”ની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે :
ध्यातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृत्तिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठातार्थो यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे || [જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી
૧૦૨
જૈન ધર્મ દર્શન
Page #141
--------------------------------------------------------------------------
________________
મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા તેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવાં શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.]
સિદ્ધ, પરમાત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્નભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે “સિદ્ધાણં બુદ્ધાણં'ની પહેલી ગાથામાં કહ્યું છે:
सिद्धाणं बुद्धाणं पारगयाणं, परंपरगयाणं .
लोएग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं । આમ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉમુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઈત્યાદિ શબ્દો સિદ્ધ પરમાત્મા માટે પ્રયોજ્યા છે.
સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) - નિર્વાણ, જી સિદ્ધિસિદ્ધગતિનસિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કૈવલ્ય, (૬) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિઃશ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિયણિ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખલય, (૨૦) પંચમ ગતિ.
આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે :
__णट्ठट्टकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा
लोयग्गठिया णिच्चा सिद्धा ते एरिसा होंति જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે.] આચારાંગ સૂત્ર (૧/૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે:
सव्वे सरा नयट्टति तक्का जत्थ न विज्जई __ मइ तत्थ ण गाहिया, आए अप्पईठाणस्स खेयन्ने જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે.
આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિ-અનંતના પ્રકારની હોય છે.
સિદ્ધ પરમાત્મા - ૧૦૩
Page #142
--------------------------------------------------------------------------
________________
સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે? કેવા નથી હોતા તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે :
से ण दीहे ण हस्से ण वट्टे ण तंसे ण चउरंसे ण परिणंडले ण आइतंसे ण किण्हे ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंधे ण दुरभिगंधे ण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कऽखडेण ण मउण ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिष्धे ण लुक्ख ण काउ ण रुदे ण संगे ण ईत्थी ण पुरिसे ण अन्नहा, परिण्णे सण्ण उवमा ण विज्जति अरुवीसत्ता अपयस्स पयणत्थि सै ण सदे ण रुवे ण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि.
સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હૃસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ (કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગધવાળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમાં નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી.
આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી. કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌગિલક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી યુક્ત છે. એમાં પણ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે. એ આઠ ગુણ તે આઠ કર્મના ભયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે :
दीहकालरयं जं तु कम्मं से सियमट्ठहा
सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ (દીર્ઘકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાંખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે:
કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધ
થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. શાસ્ત્રકાર લખે છે :
अप्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन ये: चिदानंदमया मुक्ता सिद्धाध सिद्ध प्रयोजना४ ॥
૧જ જૈન ધર્મ દર્શન
Page #143
--------------------------------------------------------------------------
________________
अतुल सुख संपन्ना विदेहा अजरामर
भवे जन्मे कुतस्तेषां कर्मबीजं न विद्यते ॥ [જેમણે શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેઓ ચિદાનંદમય સ્વરૂપ બન્યા છે, જેઓ મુક્ત થયા છે, જેમણે સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા છે, તે સિદ્ધ પરમાત્મા છે. જેઓ અતુલ સુખને પામ્યા છે. જેઓ દેહરહિત છે. જેઓ અજર અને અમર છે, જેમને હવે કર્મરૂપી કોઈ બીજ રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માનો સંસારમાં ફરીથી હવે જન્મ ક્યાંથી થાય ?
‘સિરિસિરિવાલ કહા'માં કહ્યું છે તે પ્રમાણે સિદ્ધ ભગવંતો અનંત ગુણવાળો અથવા એકત્રીસ ગુણવાળા અથવા આઠ ગુણવાળા તથા અનંત ચતુષ્કયવાળાં છે.
जेऽणंतगुणा विगुणा इगतीस गुणा अ अहव अवगणा ।
सिद्धाणंत चउक्का ते सिद्धा दितु मे सिद्धिं ॥ સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે:
(૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન (૩) અનંત સુખ (અવ્યાબાધ સુખ), (૪) અનંત ચારિત્ર (ક્ષાયિક સમ્યકત્વ) (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુ અને (૮) અનંત વીર્ય.
આ આઠ ગુણમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચાર ગુણને અનંત ચતુષ્ક (ચતુષ્ટય) તરીકે ઓળખવામાં આવે છે.
સિદ્ધ ભગવંતનો કયો ગુણ ક્યા કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે તે જોઈએ :
(૧) અનંત જ્ઞાન – જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ જ્ઞાન-અનંત જ્ઞાન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સમસ્ત સ્વરૂપને જાણી શકાય છે.
(૨) અનંત દર્શન – દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ દર્શન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સ્વરૂપને સામાન્ય ધર્મથી જોઈ શકાય
(૩) અવ્યાબાધ દશા – વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આ ગુણથી સર્વ પ્રકારની પીડાથી રહિતપણું – નિરુપાલિકપણે પ્રાપ્ત થાય છે. અવ્યાબાધ સુખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુદ્ગલના સંયોગથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સાંયોગિક સુખ હોવાથી તે બાધાસહિત, વિનશ્વર હોય છે. સિદ્ધદશામાં અસાંયોગિક સુખ હોવાથી તેમાં બાધા થવાનો કોઈ જ સંભવ રહેતો નથી. માટે આ અવ્યાબાધ સુખ સ્વભાવરૂપ, અનંત હોય છે.
સિદ્ધ પરમાત્મા જ ૧૦૫
Page #144
--------------------------------------------------------------------------
________________
() અનંત ચારિત્ર – મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા યથાખ્યાત ચારિત્ર)નો ગુણ પ્રગટ થાય છે. આથી સિદ્ધ પરમાત્મા સ્વ-સ્વભાવ રૂપ ચારિત્રમાં અનંતકાળને માટે અવસ્થિત રહે છે.
(૫) અક્ષય સ્થિતિ- આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. સિદ્ધના જીવોને જન્મ, જરા, મૃત્યુ હોતાં નથી. આ ગુણથી અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અનંતકાળ સુધી તેઓ પોતાની આ શુદ્ધ સ્થિતિમાં રહે
(૬) અરૂપિ– – નામકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. નામકર્મનો નાશ થવાથી તેની સાથે જોડાયેલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દનો પણ નાશ થાય છે. આત્મા સર્વ પ્રકારના સ્થૂલ રૂપમાંથી મુક્ત બને છે એટલે કે અરૂપીપણું પ્રાપ્ત કરે છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અતીન્દ્રિય હોય છે. તેઓ નિરંજન અવસ્થામાં હોય છે. આથી જ એક જ સ્થળે સિદ્ધ પરમાત્મા ગમે તેટલી સંખ્યામાં સ્થિતિ કરી શકે છે. તેઓ અરૂપી હોવાથી તેમનું અરૂપીપણું ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવમાં આવી શકતું નથી.
(૭) અગુરુલઘુત્વ – ગોત્ર કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી ભારે કે હળવો, ઊંચો કે નીચો ઈત્યાદિ પ્રકારના વ્યવહારથી રહિત એવી અવસ્થા આત્મા પ્રાપ્ત કરે છે. જો ગુરુત્વ રહે તો આત્મા લોઢાના ગોળાની જેમ નીચે પડી જાય અને જો લઘુત્વ રહે તો આકડાના ફૂલની જેમ હવામાં ગમે ત્યાં ઊંચે ઊડ્યા
કરે.
(૮) અનંત વીર્ય – અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી આત્મા અનંત શક્તિવંત બને છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો નાશ થતાં આત્મામાં અનંત વીર્યાદિ પાંચ પ્રકારની ક્ષાયિક શક્તિ લબ્ધિ, ઉત્પન્ન થાય છે. એ શક્તિ કેવી છે ? સિદ્ધ પરમાત્મા પોતાની શક્તિથી સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરવા સમર્થ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્મા પોતાની તેવી શક્તિ કદી ફોરવતા નથી, કારણ કે પુગળ સાથેની પ્રવૃત્તિ હવે તેમને રહેતી નથી. વળી તેઓને તેમ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. આ શક્તિથી જ તેઓના આત્મિક ગુણોમાં જરા પણ પરિવર્તન થતું નથી.
શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં નવકાર મંત્રના બીજા પદનો મહિમા
૧૦૬ જૈન ધર્મ દર્શન
Page #145
--------------------------------------------------------------------------
________________
م
م
سم
سم
سم
سم
વર્ણવતાં સિદ્ધ પરમાત્માના આઠ ગુણ આઠ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે દર્શાવતાં લખે છે :
નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ,
જેહમાં ગુણ છે આઠ રે. શુક્લ ધ્યાન અનલે કરી રે લાલ,
કેવળજ્ઞાન અનંત દર્શનાવરણ ક્ષયથી થયો રે લોલ,
કેવલ દર્શન કત અખય અનંત સુખ સહજથી રે લોલ,
વેદની કર્મનો નાશ મોહની કર્મે નિરમતું રે લોલ,
ક્ષાયિક સમક્તિ વાસ અખયથિતિ ગુણ ઉપનો રે લોલ,
આયુકર્મ અભાવિ નામકર્મક્ષયે નીપનો રે લોલ,
રૂપાદિક ગત ભાવ અગુરુલઘુગુણ ઉપનો રે લોલ
ન રહ્યો કોઈ વિભાવ રે. ગોત્ર કર્મક્ષયે નીપનો રે લોલ,
નિજ પર્યાય સ્વભાવ રે. અનંતવીર્ય આતમતરુ રે લોલ,
પ્રગટ્યો અંતરાય નાસ રે. આઠ કર્મ નાશ થયો રે લોલ,
અનંત અખય સુખવાસ રે. સિદ્ધ પરમાત્માના આ જ આઠ ગુણ કેટલાક ભિન્ન શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉ.ત.
सम्मतणाण-दसण-वीर्य सुहुम तहेव अवगहणं ।
अगुरुलघु अव्वाबाहया अट्ठ गुणा होति सिद्धाणं ॥ સમક્તિ દર્શન, જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે :
(૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) અનંત દર્શન, (૩) અનંત જ્ઞાન, (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહનત્વ, (૬) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ.
સિદ્ધ પરમાત્મા જ ૧૭
Page #146
--------------------------------------------------------------------------
________________
સમવાયાંગસૂત્રમાં આઠ પ્રકારનાં કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકતિ બતાવીને સિદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
नव दरियणंमि चत्तारि, आउए पंच आईमे अंते
से से दो दो भेया रवीणाभिलावेण इगतीसं નિવ ગુણ દર્શનાવરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી, પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેક ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.]
સિદ્ધ ભગવંતોએ આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપણું તેમના ગુણ તરીકે દર્શાવાય છે.
(૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આયુ કર્મથી રહિત (૬) બે પ્રકારનાં નામ કર્મથી રહિત (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે.
સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેના એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતા. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે છે :
૧. પાંચ પ્રકારનાં સંસ્થાન– (૧. વાંટલું, ૨. ત્રિરુણ, ૩. ચોખણ, ૪. લાંબુ, ૫. પરિમંડલ).
૨. પાંચ વર્ણ (૧. શ્વેત, ૨. લીલો, ૩. પીળો, ૪. રાતો, ૫. કાળો) ૩. બે પ્રકારની ગંધ સુગંધ અને દુર્ગધ) ૪. પાંચ રસ (૧. ખાટો, ૨, ખારો, ૩. તીખો, ૪. તુરો, ૫. મધુર)
૫. આઠ સ્પર્શ (૧. ટાઢો, ઊનો, ૩. લૂખો, ૪. ચોપડો, ૫. હળવો, ૬. ભારે, ૭. સુંવાળો, ૮. બરછટ)
૬. એક શરીર – કાયયોગ ૭. ત્રણ વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ)
૧૦૮ જૈન ધર્મ દર્શન
Page #147
--------------------------------------------------------------------------
________________
૮. એક પદાર્થ પદાર્થસંગ) ૯. એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે)
આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે.
આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાત કર્યો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતિ કર્મો છે.
ચાર ઘાતિ કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે.
સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠે કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દષ્ટિએ, મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્યા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળશરીર ભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે અર્થાત્ અવિનાશી છે.
આમ સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ કારણ કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવતવે છે અને જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ, સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી અરિહંત પરમાત્માને આપણે પહેલો નમસ્કાર કરીએ છીએ.
વળી, અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મબોધ પમાડી મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે તેની સાથે તેમનું પોતાનું લક્ષ્ય પણ નિર્વાણપદ, સિદ્ધગતિ પ્રાપ્ત કરવાનું હોય છે. વળી તેઓ પોતે જ્યારે સ્વયંદીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે અને “નમો સિદ્ધાણં' બોલીને સામાયિક વ્રત
સિદ્ધ પરમાત્મા જ ૧૦૯
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એ જો અરિહંત ભગવાનનું અંતિમ ધ્યેય ન હોય અને જીવોને તેઓ જો મોક્ષમાર્ગ ન બતાવે તો તેમનું અરિહંતપણું રહેતું નથી.
વ્યવહારદષ્ટિએ જોઈએ તો અરિહંત પરમાત્મા દેહધારી હોવાથી સાકારી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી છે અને તેથી અદશ્ય છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે તેમની અવગાહના આકારવાળી હોય છે. એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવ માટે ગ્રહણ કરવો સરળ છે. એટલે નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર છે તે યોગ્ય છે.
નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ સદેવમાં, આચાર્ય, ઉપાધ્યાય અને સાધનો સમાવેશ સદૂગરમાં અને ચૂલિકાનાં ચાર પદનો સમાવેશ સદૂધર્મમાં કરવામાં આવે છે. આમ, અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ સદેવમાં થતો હોવાથી દેવત્યની દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ બંનેને સરખા ગણી શકાય.
પાંચ પરમેષ્ઠીનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે: (૧) સિદ્ધ અને (૨) સંયતિ. સિદ્ધમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ કરાય છે અને સંયતિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ કરાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (૨૦/૧)માં કહ્યું છે :
सिद्धाणं णमो किच्चा, संजयाणं धं भावओ ।
अत्थषम्मगंई तच्च आणुसट्टि सुणेह ये ॥ અહીં અરિહંત ભગવાનનો સિદ્ધમાં સમાવેશ કર્યો હોવાથી સિદ્ધના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભાષક સિદ્ધ એટલે જેઓ બોલતા હોય, વાણીનો ઉપયોગ દેશના આપવા માટે કરતા હોય તે. અરિહંત ભગવાનનું અંતિમ લક્ષ્ય સિદ્ધગતિનું હોય છે અને તીર્થંકર પદ પૂર્ણ થતાં તેઓ તે જ ભવમાં ભવિષ્યમાં સિદ્ધગતિ અવશ્ય પામવાના જ છે માટે તેમને ભાષક સિદ્ધ તરીકે ઓળખવામાં આવ્યા છે. (૨) અભાષક સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરીને જેઓ અશરીરી બન્યા છે અને જેમને હવે બોલવાનું રહેતું નથી તે સિદ્ધ ભગવંતો.
અરિહંત પરમાત્માની પ્રતિમા-પૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં, એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય. તીર્થકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને
૧૧૦ - જૈન ધર્મ દર્શન
Page #149
--------------------------------------------------------------------------
________________
દેશના આપતા હોય છે, તોપણ તેમની પ્રતિમા-પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થંકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થંકરોની પ્રતિમા પણ નિર્વાણ મુદ્રામાં જ કરવામાં આવે છે.
આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે.
જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થંકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલા બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે.
કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, ‘સિદ્ધા પળરવિહા પળાતા’‘નવતત્ત્વ પ્રકરણ'માં કહ્યું છે :
जिण अजिण तित्थऽतित्था
गिहि अन्न सलिंग थी नर नपुंसा ॥ पत्तेय सयंबुद्धा
वृद्धावोहिय इक्क- णिकवा य ॥
સિદ્ધોના પંદર પ્રકા૨ નીચે પ્રમાણે છે :
(૧) તીર્થસિદ્ધ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે.
(૨) અતીર્થસિદ્ધ – તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવા અતીર્થસિદ્ધ કહેવાય છે.
(૩) તીર્થંકર સિદ્ધ (જિનસિદ્ધ) - જેઓ તીર્થંક૨૫દ પામીને, તીર્થં પ્રવર્તાવ્યા
સિદ્ધ પરમાત્મા ૧૧૧
Page #150
--------------------------------------------------------------------------
________________
પછી સિદ્ધગતિ પામે તે “તીર્થંકર સિદ્ધ કહેવાય. ઉ.ત. નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી વગેરે તીર્થકર સિદ્ધ કહેવાય.
(૪) અતીર્થકર સિદ્ધ (અજિનસિદ્ધ) – જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થકર સિદ્ધ કહેવામાં આવે છે.
(૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરુ વિના સ્વંય દીક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત. કપિલ મુનિ.
(૬)પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – જેઓ ધજા, વૃક્ષ, વૃષભ કે એવા કોઈ પદાર્થને અથવા વ્યક્તિને કે સ્થળ વગેરે જોઈને અનિત્યાદિ ભાવના ભાવમાં સ્વયં દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત. કરકંડ મુનિ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ હતા.
(૭) બુદ્ધબોધિત સિદ્ધ – જેઓ દીક્ષા લઈ આચાર્યાદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય.
(૮) સ્ત્રીલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર સ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત. ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે.
(૯) પુરુષલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર પુરુષના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે પુરુષલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત. ગૌતમસ્વામી વગેરે ગણધરો પુરુષલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર નપુંસક એવા શરીરથી સિદ્ધ થાય તે “નપુંસકલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત. ગાંગેય મુનિ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય.
(૧૧) સ્વલિંગ સિદ્ધ – સર્વવિરતિધર સાધુ, જેઓ મુહપત્તિ રજોહરણ ઇત્યાદિ સાધુનાં વેષ-ચિહ્ન ધારણ કરનાર સિદ્ધ થાય તે “સ્વલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત. જૈન સાધુઓ સ્વલિંગ સિદ્ધ કહેવાય.
(૧૨) અન્યલિંગ સિદ્ધ - કોઈક વ્યક્તિ જૈન ધર્મની ન હોય, અન્ય ધર્મની હોય, અન્ય પ્રકારનો વેષ ધારણ કર્યો હોય પરંતુ દુષ્કર તપ વગેરે કરી વિર્ભાગજ્ઞાની થાય અને સંસારનું સ્વરૂપ તથા તત્ત્વ સમજાતાં, વિશુદ્ધ પરિણામે ચડતાં ચડતાં પરમ અવધિએ પહોંચે અને કેવળજ્ઞાન પામે અને આયુષ્ય પૂર્ણ થવામાં હોય અને સાધુનો વેષ ધારણ કરવા પહેલાં સિદ્ધ થાય તે અન્યલિંગ સિદ્ધ કહેવાય. ઉ.ત. વલ્કલચીરી “અન્યલિંગ સિદ્ધ' કહેવાય છે.
(૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ – સર્વવિરતિધર સાધુ ન થયા હોય અને જેમને
૧૧૨ જૈન ધર્મ દર્શન
Page #151
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થપણામાં ધર્માચરણ કરતાં કરતાં, વિશુદ્ધ ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થાય અને સિદ્ધ થાય તે ગૃહસ્થલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત. ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૪) એક સિદ્ધ – એક સમયમાં ફક્ત એક સિદ્ધ થાય તે એક સિદ્ધ કહેવાય. ઉ.ત. મહાવીરસ્વામી એક સિદ્ધ કહેવાય.
(૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં એક સાથે બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય. ઉ.ત. ઋષભદેવ ભગવાન અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં ૧૦૦ થી વધુ સિદ્ધ થાય નહિ.
દિગંબરો સ્ત્રીલિંગ સિદ્ધ અને નપુંસકલિંગ સિદ્ધમાં માનતા નથી. તદુપરાંત અન્ય લિંગમાં પણ કેટલાક માનતા નથી અથવા માને છે તો જુદી રીતે ઘટાવે છે.).
શ્રી સિદ્ધ પરમાત્માનો મહિમા અને એમનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે.
असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ॥ केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे ।
पासंति सव्वओ खलु केवल दिठ्ठीहिऽणंताहिं ॥ . અિશરીરી (શરીર વિનાના), જીવના પ્રદેશો વડે ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે.
તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદષ્ટિ વડે જોઈ રહ્યા છે.]
સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. સિદ્ધ ભગવાનનું વર્ણન કરતાં કહેવાયું છે :
અરૂપી, અવિનાશી, નિરંજન, રૂં, આકાશી, અનંત ગુણની રાશિ અકેક પરદેસે હૈ, અસંખ્ય પ્રદે એમ ઉપયોગે વ્યક્તિ તેમ સ્વભાવ ભોગીએમ સદા પરમાનંદ હૈ. અચળ, અલખ સિદ્ધ અગમ વિમળ બુદ્ધ નિરાકાર નવિકાર ગુણ ગુણમાં રહે. પરગુણે નહિ કદા નિજ ગુણે રહે સદા
પર્યાય તે ફરે તદા દ્રવ્ય સ્થિર સિદ્ધ હૈ. સિરિ સિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિ કહે છે.
સિદ્ધ પરમાત્મા ૧૧૩
Page #152
--------------------------------------------------------------------------
________________
जे अ अणंता अपुणष्भवाय असरीरया अणाबाधा ।
दसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ॥ જે અનંત છે, અપુનર્ભવ છે, અશરીર છે, અવ્યાબાધ છે, દર્શનશાનથી ઉપયુક્ત છે તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.] જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે :
सिद्धाणं नत्थि देहो न आउ कम्मं न पाण जोणीओ ।
साई अनंता तेसिं ठिइ जिणिंदागमे भणिआ ॥ [સિદ્ધ ભગવંતોને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, દ્રવ્ય પ્રાણ નથી અને યોનિ નથી, તેમની સાદિ અનંત સ્થિતિ જિનેશ્વરના આગમમાં કહી છે.]
અજ અવિનાશી, અકલ, અજરામર, કેવલદેસણ નાણી,
અવ્યા બાધ, અનંત વીરજ, સિદ્ધ પ્રણમો ગુણખાણીજી. આમ, ગતિરહિતતા, ઇન્દ્રિયરહિતતા, શરીરરહિતતા, યોગરહિતતા, વેદરહિતતા, કષાયરહિતતા, નામરહિતતા, ગોત્રરહિતતા, આયુરહિતતા ઈત્યાદિ સિદ્ધ ભગવંતોનાં લક્ષણો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવપદજીની પૂજામાં લખ્યું છે :
સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી, અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિ પણે કરી. સ્વદ્રવ્યક્ષે સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી. સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી,
મુનિરાજ માનસહંસ સમવડ, નમો સિદ્ધ મહામણી. સિદ્ધ ભગવંતો સકલ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. તેઓ જ્ઞાયક સ્વભાવમાં રમણ કરે છે. હવે તેમને વૈભાવિક દશા રહેતી નથી. તેઓ આત્મસંપત્તિવાળા રાજા છે. તેમની આત્મસંપત્તિ પ્રભુતામાં છે. હવે તેઓને બીજા કશા ઉપર આધાર રાખવાનો રહેતો નથી. તેઓના એક એક ગુણનો જો ગહનતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સ્વ-દ્રવ્યથી, સ્વ-ક્ષેત્રથી, રવ-કાલથી અને સ્વ-ભાવથી સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો હોય છે. વળી સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ થયેલી છે તથા અશરીત્વ, નિરંજનત્વ વગેરે શુદ્ધપર્યાયોની પણ પરિણતિ થયેલી છે. આ પરિણતિ શાશ્વત કાળ માટે થયેલી છે.
શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે :
सिद्धनाद्भूत कर्म प्रकृति समुदयान साधितात्म स्वभावन । वन्दे सिद्धि प्रसिद्धये तयनुपम गुणा प्रग्रहवाकृष्टि तुष्ट8 ॥
૧૧૪ ર જૈન ધર્મ દર્શન
Page #153
--------------------------------------------------------------------------
________________
सिद्धिः स्वात्मोपलब्धिः प्रगुण गुणगणोच्छादि दोषापहराद् । योग्योपादानयुक्त्या हषद इह यता हेमभावोपलब्धिः ॥
[જેમણે સર્વ કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કર્યો છે અને પોતાના સ્વભાવને (નિજસ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. એમના જેવા અનંત ગુણોને ધારણ કરનાર મારો આત્મા પણ છે. જેમ સુવર્ણ અગ્નિ વગેરે દ્વારા શુદ્ધ થઈને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે તેમ હું પણ દોષોને દૂર કરી, ગુણોનો ઉત્કર્ષ કરી, યોગ્ય ઉપાદાન મેળવીને મારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું.]
આઠ કર્મના ક્ષયથી, સિદ્ધ ૫૨માત્મામાં ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધત્વ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ એ આઠ ગુણ પ્રગટ થાય છે તમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ઉમેરી તે બાર ગુણ પણ ગણવામાં આવે છે.
આમ, સિદ્ધ ૫૨માત્મા સર્વજ્ઞ છે, સર્વ કર્મથી મુક્ત છે, અપુનર્ભવ છે, અશરી૨ છે, જ્ઞાનશ૨ી૨ છે, જ્યોતિરૂપ છે, નિરંજન છે, નિત્ય છે, શાશ્વત છે, કૃતકૃત્ય છે, અનવધ છે, અકલ છે, અસંગ છે, નિર્મમ નિર્વિકાર છે, અવ્યય છે, અક્ષય છે, અવ્યાબાધ છે, સ્વતંત્ર છે, પરમ પ્રભુત્વને પ્રાપ્ત કરનાર છે, શુદ્ધ ચેતનામય છે, કેવળ જ્ઞાનના અને કેવળ દર્શનના ઉપયોગથી યુક્ત છે, જ્ઞાતાદૃષ્ટા છે, પરમ શાન્તિમય છે, નિષ્કપ છે, લોકાગ્રે સ્થિત છે, સ્વસ્વરૂપમાં લીન છે, સર્વથા દુઃખરહિત છે તથા અનંત સુખના ભોક્તા છે.
?
કર્મમુક્તિ થતાં આ મુક્તાત્માઓ દેહ છોડીને શું કરે છે ? તેઓ સીધા ઊર્ધ્વગમન કરી બીજા સમયે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ નવપદજીની પૂજા'માં સિદ્ધપદ માટે કહ્યું છે :
ત્રિભાગોન દેહાવગાહત્મ દેશ,
રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા, સદાનંદ સૌખ્યાશ્રિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા,
ચાર ઘાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામેલા તીર્થંકરોના કે સામાન્ય કેવલીના જીવો બાકીના ચાર અઘાતિ કર્મનો જ્યારે ક્ષય કરે અને મુક્તિ પામે ત્યારે તેઓ ક્યારે, શા માટે અને કેવી રીતે લોકાગ્રે પહોંચી જાય છે તે પણ બહુ સૂક્ષ્મ વિચા૨ણીય વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી ‘શ્રીપાળ રાસ’માં લખે છે :
સમય પએસ અણફરસી, ચરમ તિભાગ વિશેષ
અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમો તે અશેષ રે.
સિદ્ધ ૫૨માત્મા ૧૧૫
Page #154
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રયોગને ગત પરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઊર્ધ્વ ગતિ જે હતી તે સિદ્ધ પ્રણામો સંત રે. નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોખંત,
સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે. તેરમે – સયોગી કેવલીના – ગુણસ્થાનકેથી જીવ ચૌદમા અયોગી કેવલીના ગુણ સ્થાનકે પહોંચે છે ત્યારે અંત સમયે યોગનિરોધ અને શૈલેશીકરણ કરવાને કારણે તેના એ ચરમ શરીરમાં નાસિકાદિ છિદ્રોવાળી, પોલાણવાળી જગ્યામાં આત્મપ્રદેશો ઘન બનતાં શરીરનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઓછો થાય છે અને બે તૃતીયાંશ જેટલી થયેલી આત્મજ્યોતિ સીધી ઊર્ધ્વગમન કરી સિદ્ધશિલાની ઉપર પહોંચે છે. એમાં કેટલી વાર લાગે છે? જીવ બીજા જ સમયે ત્યાં પહોંચી જાય છે. વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. મુક્તાત્મા અસ્પૃશદ્ ગતિએ ત્યાં પહોંચે છે એક પણ આકાશ પ્રદેશને સ્પર્શ કર્યા વિના તે જાય છે. જો સિદ્ધાત્મા એક એક આકાશપ્રદેશને એક ‘સમય’ જેટલો અલ્પતમ કાળ સ્પર્શીને સાત રાજલોક ઉપર જાય તો તેમ કરવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી જેટલો કાળ સિદ્ધશિલા ઉપર પહોંચતા લાગે સ્પર્શ કરવાનું તેમને હવે કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી.
સંસારી જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો તેને લઈ જનાર કર્મ છે. પરંતુ મુક્તિ પામનાર જીવોને તો કોઈ જ કર્મ રહ્યાં નહિ તો તેમની ઊર્ધ્વગતિ કેવી રીતે થઈ શકે ? એનો ઉત્તર એ છે કે દેહરહિત વિશુદ્ધ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે.
पूर्वप्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागतिपरिणामाच्च ।
आबिद्धकुलालचक्रव्यपगतले पालाबुवदे रण्डबीज वदग्निशिरवावच्च । આ સૂત્રમાં સિદ્ધોની ઊર્ધ્વગતિ માટે ચાર હેતુ અને દાંત દર્શાવવામાં આવ્યાં
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉપરની કડીમાં શાસ્ત્રાનુસાર આ ચાર કારણનો નિર્દેશ કર્યો છે. (૧) પૂર્વપ્રયોગ, (૨) ગતિપરિણામ, (૩) બંધન છેદ અને (૪) અસંગ. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ ચાર હેતુઓ સમજાવવામાં આવ્યા છે અને તેનાં દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે.
(૧) પૂર્વપ્રયોગ – એ માટે બાણની ગતિ અથવા કુંભારના ચાકડાની ગતિનું દાંત આપવામાં આવે છે. ધનુષ્યમાંથી બાણ છૂટીને ગતિ કરે છે, પણ તે પૂર્વે કિશુંક કરવામાં આવ્યું હોય તો જ બાણ છૂટે. બાણ છોડતાં પહેલાં ધનુષ્યની પણછ ખેંચવામાં આવે છે. એથી ધનુષ્ય પણ વાંકું વળે છે અને પણછ પણ વાંકી ખેંચાય
૧૧૬ - જૈન ધર્મ દર્શન
Page #155
--------------------------------------------------------------------------
________________
છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાના મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે.
બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દાંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે.
આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે. એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે.
(૨) ગતિ પરિણામ – એ માટે અગ્નિની જ્વાળા અને ધુમાડાનું દષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની જ્વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપી સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વગતિ કરે છે.
(૩) બંધન-છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે અને છેડા નીચેના કોશને લાગેલો હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે જ મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે.
બંધન-છેદનું બીજું દૃગંત વૃક્ષની ડાળીમાં આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી, દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતુ દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે.
આવી રીતે જીવને કર્મ બંધન છેદાઈ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે.
(૪) અસંગ – એ માટે માટીથી લપેડેલા તુંબડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મૂકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડૂબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતા તે માટીથી અસંગ થઈ પાણીમાં ઉપર તરવા લાગશે.
એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મમાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે, ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે
સિદ્ધ પરમાત્મા = ૧૧૭
Page #156
--------------------------------------------------------------------------
________________
તે સ્થિર, અચલ થઈ જાય છે. ત્યાંથી એને હવે પાછા સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફરવાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે. બૃહદ્ આરણ્યક ઉપનિષમાં કહ્યું છે:
तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः ।
એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.]
એવી જ રીતે પ્રશ્રોપનિષદૂમાં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી.
एतस्मान्न पुनरावर्तन्ते । એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભવભ્રમણમાં આવતા નથી.]
હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે :
तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥
(અંતિમોપદેશ કારિકા)
महाउज्जवल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्द्रैः ॥
एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपणारं । अज्जुण सुवण्ण सरिसं णाणारयणेहिं परिपुण्णं ।. उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं । पंचत्तालं जोयणया अंगुलं पि यंताम्मि ।
તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશપ્રાભાર પણ કહેવામાં આવે છે. સિદ્ધશિલા માટે બીજાં પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઇસીતિવા, (૨) ઇસીપ્રભારાતિવા, (૩) તકૃતિવા, (૪) તણુયરિયતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાશયતિવા, (૯) લોયગ્ગતિવા, (૧૦) લોયગ્ન યુભિયાતિવા, (૧૧) લોયગ્ન બુઝમાનતિવા, (૧૨) સવ્વપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા
૧૧૮
જૈન ધર્મ દર્શન
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી લલિતવિજ્યજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે :
સર્વાસિદ્ધ વૈમાન, ધ્વજાથી જોજન બાર, ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશાભાા’ એવું એનું બીજું નામ છે. અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે, ઉજ્જ્વળ ગોદુગ્ધ એમ જાણે મોતી દામ છે; છેડે મોંખ પાંખ, વચ્ચે જાડી આઠ જોજન છે, જોજન અંતે લલિત' સિદ્ધનો વિશ્રામ છે.
ચૌદ રાજ (ર) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજ્જુ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલોક સુધીનો શેષ લોકભાગ અગિયાર ધનરજ્જુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર આવેલી છે, આ સિદ્ધશિલાની પિરિધ ૧,૪૨,૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનાની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહિ, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને એટલે કે નીચે મૂકીને, ઉપરના ચોવીસમા ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાત્માઓ બિરાજે છે. એ ચોવીસમો ભાગ કેટલો ? ૩૩૩ ધનુષ અને ૩૨ આંગળનાં માપનો છે. (ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો).
માત્ર મનુષ્ય ગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિમાંથી જ સિદ્ધગતિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તુળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે અને ચારે ત૨ફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો આકાર નગારા જેવો, અડધી કાપેલી મોસંબી જેવો, કટોરો જેવો કે ચત્તા છત્ર જેવો છે. કોઈક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં (દેરાસરમાં કરાતા સાથિયામાં) સિદ્ધશિલાની આકૃતિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી સિદ્ધશિલા જોવામાં આવે તો તે બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય.
સિદ્ધ પરમાત્મા ૧૧૯
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉજવાઈ સૂત્રમાં સિદ્ધ' વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે.
कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइष्ठिया
कहिं वोटिं चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ॥ હે ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ?
अलोए पडिहया सिद्धा लोयग्गेय पइठ्ठिया ।
इहं वोदि चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ॥ | હિ શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. સિદ્ધભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે.]
જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મમળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે, કારણ કે ગતિમાં સહાય કરનારું ધમસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવલોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના પોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેવું.) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખાં માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાની મોટી હોય છે. હવે સિદ્ધનાં જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યારે તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે અને અલોક શરૂ થાય છે, ત્યાં એમનું મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે :
સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત
વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજત. આ રીતે સિદ્ધશિલાનું આખું દશ્ય જો નજર સમક્ષ કરીએ તો અનંત આત્મજ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટી એ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી અને
૧૨૦ ક જૈન ધર્મ દર્શન
Page #159
--------------------------------------------------------------------------
________________
મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદેશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે.
સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. હવે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે અનંત કાળચક્રમાં અનંત જીવો
ત્યાં પણ સિદ્ધાવસ્થા પામ્યા છે એ રીતે વિચારતાં અકર્મભૂમિ ઉપર આવેલા સિદ્ધશિલાના એ ભાગમાં પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધો રહેલા છે એ સમજાય એવું
જીવો બે પ્રકારના છે: (૧) સિદ્ધ અને (૨) સંસારી. સિદ્ધશિલા ઉપર સિદ્ધ જીવો તો હોય છે. પણ શું સંસારી જીવો પણ ત્યાં હોઈ શકે ? હા, કારણ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. એટલે સૂક્ષ્મ નિગોદના એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા ઉપર પણ અનંતા છે. ત્યાં જવાનું તેમનું પ્રયોજન કે કારણ? તેમની તેવી કર્મની ગતિ. સિદ્ધશિલા ઉપર ગયેલા સિદ્ધના પ્રકારના જીવો ત્યાં જ્યોતિરૂપે અનંત કાળ માટે નિષ્કપ, સ્થિર છે. એમને હવે નીચે ઊતરવાપણું. સંસારનું પરિભ્રમણ રહ્યું નથી. પરંતુ સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોનો ત્યાં સ્થિરવાસ નથી. કર્મવશ તેમને પણ નીચે ઉતરવાનું, સંસારમાં પરિભ્રમણ કરવાનું રહે જ છે. આવી રીતે એ પ્રકારના સંસારી જીવો અનંતવાસ સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા હોવા છતાં અને સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોની લગોલગ રહેવા છતાં, કર્મની ગતિને કારણે તેમને તેઓનો કશો લાભ મળતો નથી. વળી સિદ્ધશિલા ઉપર કાર્પણ વગણાના પુદ્ગલ પરમાણુઓ પણ હોવા છતાં સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોને તે સ્પર્શી શકતાં નથી.
સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધશિલા ભલે પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ હોય, પણ ચૌદ રાજલોકની દષ્ટિએ એ અલ્પ પ્રમાણ ગણાય. એના ઉપર અનંત સિદ્ધાત્માઓ કેવી રીતે બિરાજમાન થઈ શકે ? વળી
સિદ્ધ પરમાત્મા * ૧૨૧
Page #160
--------------------------------------------------------------------------
________________
સિદ્ધગતિ તો નિરંતર ચાલુ છે એટલે કે નવા નવા સિદ્ધાત્માઓ ત્યાં પહોંચે છે. તો પછી એ બધાનો સમાવેશ ત્યાં કેવી રીતે થઈ શકે ? આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. એનો ઉત્તર એ છે કે સિદ્ધાત્માઓની અવગાહના ત્યાં પરસ્પર અવિરોધથી સમાઈ શકે છે. સિદ્ધાત્માઓ નિજ નિજ પ્રમાણ અમૂર્ત અવગાહનારૂપ હોય છે. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંઘર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજાર કે વધુ દીવા મૂકવામાં આવે તો તેને પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ શકે છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદૃશ્યમાન અવગાહનાની તો વાત જ શી ?
સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વતકાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહિ ? કશું કરવાનું નહિ ? એવી રીતે રહેવામાં કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ?
આવા એવા પ્રશ્નો થયા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પદાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુંપીવું, હરવુંફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુઃખનો અનુભવ થાય છે. આ સુખ-દુઃખને મર્યાદા છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની. આ સુખ અનંત કાળ માટે અનુભવી શકાતું નથી. વળી તેનો અતિભોગ પણ થઈ શકતો નથી. એના અનુભવમાં પરાધીનપણું છે. જ્યાં રોગ છે, આસક્તિ છે, તૃષ્ણા છે, અપેક્ષા છે, ઔત્સુક્ય છે ત્યાં તેના સંતોષથી આ સુખ અનુભવાય છે. પરંતુ તે સુખ કર્માધીન છે. ક્યારેક સુખ અનુભવની ઇચ્છા છતાં તે અનુભવવા ન મળે. સુખ ક્યારેક અનુભવવા જતાં, મધવાળી તલવાર ચાટવા જવાની જેમ, અતિશય દુ:ખ સહન કરવાનો વખત પણ આવે.
સિદ્ધગતિનું સુખ અક્ષય, આવ્યાબાધ, શાશ્વત છે. તે પુદ્ગલ પદાર્થ ૫૨ અવલંબતું નથી. તે સ્વ-સ્વભાવમાં રમણતારૂપ છે. શ૨ી૨૨હિત અવસ્થાનું એ સુખ કેવું છે તે સમજાવવા માટે કે સરખામણી કરવા માટે જગતમાં કોઈ પદાર્થ કે પરિસ્થિતિ નથી. ખુદ સર્વજ્ઞ ભગવંતો, એ સુખ કેવું છે તે જાણવા છતાં વર્ણવી શકતા નથી. ભાષાનું માધ્યમ ત્યાં અપૂર્ણ છે. એ વર્ણવવા માટે ભાષાની શક્તિ િિમત છે. એ સુખ માત્ર અનુભવગમ્ય છે. ‘અપૂર્વ અવસ૨’માં શ્રીમદ્ રાજચંદ્રે
૧૨૨
જૈન ધર્મ દર્શન
Page #161
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે :
જે પદ શ્રી સર્વશે દીઠું શાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે શાન છે. જ્યાં આસક્તિ, ઔસ્ક્ય, અપેક્ષાતૃષ્ણા, અપૂર્ણતા ઈત્યાદિ હોય છે ત્યાં ક્રિયાથી ઇન્દ્રિયગમ્ય આનંદનો અનુભવ થાય છે અને તે પણ અત્યંત પરિમિત પ્રકારનો. જ્યાં પૂર્ણતા છે, તથા આશા, તૃષ્ણા, અપેક્ષાનો અભાવ છે, ત્યાં ક્રિયાની કોઈ આવશ્યકતા કે અપેક્ષા રહેતી નથી. એટલે જ સિદ્ધગતિમાં નિષ્ક્રિયતા નથી. ત્યાંથી બીજે ક્યાંય જવાની જરૂર નથી, જવાપણું રહેતું નથી. સિદ્ધત્વ એ જીવનો પારિણામિક ભાવ છે, એ જીવનો સ્વભાવવંજન પર્યાય છે. વસ્તુત: અશરીર અવસ્થામાં, વિશુદ્ધ સ્વરૂપમાં રમણતાનો જે આનંદ છે તેની તોલે આવે એવો આપણો કોઈ જ આનંદ નથી. ઔપપાતિક (વિવાર) સૂત્રમાં કહ્યું છે :
णवि आत्थि मणुस्साणं तं सोक्खं ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खां अव्वाबाहं उवगयाणं ॥ जं देवाणं सोक्खं सव्वद्धा पिंडियं अणंतुगुणं ।
ण य पावइ मुत्तिसुगं णताहि वग्ग-वग्गृहि ॥ [નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંતવાર વર્ગ-વર્ણિત (એટલે ગુણિત-Square) કરવામાં આવે તોપણ મુક્તિ સુખની તોલે તે ન આવે.] યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે :
सुरासुरनरेन्द्राणां यत्सुरवं भुवनत्रये ।
तत्स्यानन्तभागोपि न मोक्षसुखसंपदः ॥ સુિર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખે છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમાં ભાગ જેટલું પણ નથી.. પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિ કહે છે:
देहमनोवृत्तिभ्यां भवत: शारीर मानसे दुःखे ।
तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ સિરિસિરિવાલ કહામાં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે :
સિદ્ધ પરમાત્મા ૧૨૩
Page #162
--------------------------------------------------------------------------
________________
जे अ अणंतमणुत्तंरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दिंतु मे सद्धिं ॥ ‘તત્ત્વાનુશાસન’માં કહ્યું છે :
आत्मायत्तं निरावाघमतीन्द्रियमनीश्वरम् । घातिरग्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं विदुः ॥
[જે સુખ સ્વાદીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતિ કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને મોક્ષસુખ' કહેવામાં આવે છે..
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી શ્રીપાળ રાસ'માં લખે છે :
ઉપમા વિણ નાણી ભવમાંહે,
તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે.
જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ
આતમામ ૨માપતિ સમો
તે સિદ્ધ સહજ સમાધિ રે.
પંડિત દોલતરામજીએ છહ ઢાળા'માં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું
છે :
જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા,
તે હૈં નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા.
[જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ ૫રમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.]
પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ.ત. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે :
जीवेण भन्ते । सिज्झमाणे कयरंमि आउए सिज्झइ ? गोयमा । जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुव्वलोडियाउए सिज्झइ ॥
ભગવન્ ! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.]
૧૨૪ * જૈન ધર્મ દર્શન
Page #163
--------------------------------------------------------------------------
________________
સિદ્ધપ્રાભૃત’, ‘સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ' વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર દ્વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂપણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે :
(૧) સતુ પદ, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબદુત્વ. આ આઠ દ્વારમાં “ભાદ્વાર’ ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૬) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ.
આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. (વધુ વિગતો માટે “સિદ્ધપ્રાભૃત', “સિદ્ધ પંચાશિકા' વગેરે ગ્રંથ જોવા.)
જુદા જુદા પ્રકાસ્ના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે:
(૧) તીર્થંકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય.
(૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય. (૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થકરો સિદ્ધ થાય. (૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિંગ સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિંગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરૂષલિંગી સિદ્ધ થાય. (૧૨). એક સમયમાં વધુમાં વધુ ૨૦ સ્ત્રીલિંગી સિદ્ધિ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય.
(૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈ પણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય.
સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેક કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો ? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો
સિદ્ધ પરમાત્મા ૯ ૧૨૫
Page #164
--------------------------------------------------------------------------
________________
વચ્ચેનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું ? જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિનાનું અંતર સિદ્ધ થયા વિનાનું હોય છે.
અવગાહના આશ્રીને સિદ્ધો નીચે પ્રમાણે થાય:
(૧) જઘન્ય બે હાથની કાયાવાળા (વામન સંસ્થાનવાળા) એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (તેમની અવગાહના એક હાથ અને ૮ અંગૂલની રહે.)
(૨) મધ્યમ કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. તેમની અવગાહના તેમની કાયાના લગભગ ૨/૩ ભાગ જેટલી રહે.
(૩) ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ બે સિદ્ધ થાય. તેમની અવગાહના ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગૂલ જેટલી રહે. (ઋષભદેવ ભગવાનના કાળમાં તેમના સહિત ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા ૧૦૮ જીવો એક સાથે એક સમયમાં મોક્ષે ગયા તેને અચ્છેરા તરીકે ગણવામાં આવે છે.)
તીર્થકરો હંમેશાં જઘન્યથી સાત હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની કાયાવાળા જ
મરુદેવી માતા પર૫ ધનની કાયાવાળાં હતાં, પરંતુ બેઠાં બેઠાં મોક્ષે ગયાં હતાં. એટલે તેમની અવગાહના તેટલી ઓછી હતી.
કાળ આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : (૧) પહેલા અને બીજા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (૨) ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધિ થાય.
(૩) પાંચમાં આરામાં અને છઠ્ઠાના આરંભમાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય.
વળી, સિદ્ધ પંચાશિકા'માં બતાવ્યું છે, તેમ આસન આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય :
उम्मंथिअ उद्धछिअ, उक्कडि वीरासणे निउंजे अ ।
पासिल्लग उत्ताणग सिद्धा उ कमोण संखगुणा ॥ [ઉન્મથિત આસને સિદ્ધ થયેલા થોડા, તેથી ઊર્ધ્વસ્થિત આસને, ઉત્કટ આસને, વીરાસને, ન્યુન્જાસને (નીચી દષ્ટિ રાખી બેઠેલા), પાસિલગ આસને (એક પડખે સૂઈ રહેલા), તથા ઉત્તાનાસને (ચત્તા સૂઈ રહેલા) સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાતાગુણા જાણવા.. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે :
तीसा अडयाला सट्ठी बावत्तरि य बोधव्वा । चुलसीई छन्नुवई य दुरहिय अट्ठत्तरसयं च ॥
૧૨૬ ક જૈન ધર્મ દર્શન
Page #165
--------------------------------------------------------------------------
________________
એક સમયમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે? અને તે નિરંતર કેટલા સમય સુધી ?
આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે:
(૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે.
(૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર–સતત સાત સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે.
(૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એક સાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર – સતત છ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે.
) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે.
(૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશ્ય અંતર પડે.
(૬) એક સમયમાં તે પ્રમાણે પંચાસીથી છનુની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ત્રણ સમય સુધી પામી શકે. ત્યાર પછી અવય અંતર પડે.
(૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યાર પછી અવશય અંતર પડે.
(૮) એક સમયમાં તે પ્રમાણે એકસો ત્રણથી એકસો આઠની સંખ્યા સુધી જીવો એક સાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યાર પછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે.
આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે.
અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જવાબ હશે.
સિદ્ધ પરમાત્મા જ ૧૨૭
Page #166
--------------------------------------------------------------------------
________________
અનંત કાળ પછી પણ આ જ જવાબ રહેશે. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે :
जइआइ होइ पुच्छा जिणाण मग्गम्मि उत्तरं तइया ।
इकरस निरोयस्स अणंतभागां अ सिद्धिगओ ॥ જ્યારે કોઈ જિનેશ્વર ભગવાનને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા છે? ત્યારે જિનેશ્વર ભગવાન ઉત્તર આપે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે.
કોઈક પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં સંસારમાંથી કેટલા જીવો સિદ્ધ પરમાત્મા બન્યા? ઉત્તર છે : અનંત જીવો, કારણ કે જીવો સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થઈ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ ઘટના અનાદિ-અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનકાળે પણ (મહાવિદેહ ક્ષેત્રમાંથી) અનેક જીવો સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે.
જૈન દર્શન પ્રમાણે સંસારમાં જેટલા જીવો છે અને સિદ્ધાવસ્થામાં જેટલા જીવો છે તે કુલ જીવોમાંથી એક પણ જીવ ક્યારેય ઓછો થવાનો નથી કે એક પણ નવો જીવ તેમાં ઉમેરાવાનો નથી. સંસારી જીવો સિદ્ધ બને એ ઘટના અનાદિકાળથી નિરંતર બને છે અને અનંતકાળ સુધી બનતી રહેશે. જેના દર્શન પ્રમાણે જ્યારે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ સુક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. કોઈક પ્રશ્ન કરે કે જો આવી રીતે જીવો નિરંતર સિદ્ધાવસ્થા પામતા જાય તો એનો અર્થ એ થયો કે સંસારી જીવોમાંથી એટલા જીવો ઓછા થયા. તો પછી એમ કરતાં કરતાં એવો વખત ન આવે કે બધા જ જીવો સિદ્ધ બની જાય ? એનો ઉત્તર એ છે કે સિદ્ધગતિમાં હાલ અનંત જીવો છે અને હવે પછી ગમે તેટલા જીવો ત્યાં જાય તોપણ તે અનંત રહેવાના. તેવી રીતે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી, ક્રમે ક્રમે ઊંચે ચડતો જઈ સિદ્ધ બને તોપણ નિગોદના અનંત જીવો જે છે તે અનંત જ રહેવાના. એટલા માટે જ કહેવાય છે? ઘટે ન રાશિ નિગોદ કી, બઢે ન સિદ્ધ અનંત.
જૈન દર્શન પ્રમાણે આંકડાઓના ત્રણ મુખ્ય વિભાગ (રાશિ) બતાવવામાં આવે છેઃ (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. આમાં અનંત રાશિને આય (૧) અને વ્યય (C) ઇત્યાદિની કોઈ અસર થતી નથી. એટલે તેનો ક્યારેય વિચ્છેદ થતો નથી. આ વાત ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાન પણ માન્ય રાખે છે : જેમ કે અનંતxઅનંત= () અનંત-અનંત અનંત (...) અનંતxઅનંત= અનંત .....) અનંત....અનંત અનંત (...) એટલે સંસારના અનંત જીવોમાંથી જીવો મોક્ષે જાય
૧૨૮
જૈન ધર્મ દર્શન
Page #167
--------------------------------------------------------------------------
________________
તોપણ સંસારમાં અનંત જીવો શેષ રહે. એટલે ગમે તેટલા જીવો સિદ્ધ બને તોપણ સંસાર ખાલી થઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી.
આવી રીતે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની ઘટના જો નિરંતર ચાલતી હોય અને સંસારમાં ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય મોક્ષસુખ પામવાનું હોય એ વાતમાં આપણને જો સમ્યક શ્રદ્ધા હોય તો આપણે પોતે એમ વિચારવું ઘટે કે કોઈક કાળે કોઈક ભવ્યાત્માએ ભવ્ય પુરુષાર્થ કરી સિદ્ધદશા પ્રાપ્ત કરી હશે ત્યારે તેમની સાથેના કોઈક ઋણાનુબંધથી મારો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડી વ્યવહાર રાશિમાં આવ્યો હશે. જો તેમ ન થયું હોત તો હું હજુ પણ નિગોદના અનંતાનંત જીવોની જેમ નિગોદનું મહાદુઃખ વેઠી રહ્યો હોત. મને નિગોદમાંથી મુક્ત કરાવનાર એ સિદ્ધાત્માનો મારા ઉપર અનંત ઉપકાર થયો છે. માટે એ સિદ્ધાત્મા મારે માટે પરમ વંદનીય છે. એ સિદ્ધાત્માના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકું? વળી તેઓ તો હવે એવી દશામાં છે કે જ્યાં એમને કશું લેવાપણું પણ રહ્યું નથી. મારે એ ઋણમાંથી મુક્ત થવાનું તો બાકી જ છે. અનંત ભવભ્રમણ કરતાં હું મનુષ્યગતિમાં આવી પહોંચ્યો છું અને મને જો હવે ધર્મરુચિ થઈ છે અને ઋણમુક્ત થવાના કર્તવ્યની સમજ આવી છે તથા સિદ્ધાત્માએ કરેલા પુરુષાર્થનો પ્રેરક, ઉપકારક આદર્શ મારી નજર સામે છે, તે મારું એ જ કર્તવ્ય છે કે મારે પણ સૂક્ષ્મ નિગોદના કોઈક એક જીવને મુક્ત કરીને વ્યવહાર રાશિમાં લાવવો જોઈએ. આ હું ત્યારે જ કરી શકું કે જ્યારે પ્રબળ પુરુષાર્થ કરી હું પોતે સિદ્ધગતિ પામી શકું. એમ હું જ્યારે કરી શકીશ ત્યારે મારા બે મુખ્ય હેતુ સરશે. જે સિદ્ધાત્માએ નિગોદમાંથી મને બહાર કાઢ્યો અને સિદ્ધદશાનો આદર્શ મારી સમક્ષ મૂક્યો છે તે હું પરિપૂર્ણ કરી શકીશ અને નિગોદમાંથી એક જીવને વ્યવહારરાશિમાં લાવીને ઋણમુક્ત બની શકીશ.
આમ, મોક્ષપુરુષાર્થ એ ભવ્ય જીવોનું ઉભય દૃષ્ટિએ પરમ કર્તવ્ય બની રહે છે. સિદ્ધ ભગવંતોને વંદન કરવાનું પ્રયોજન છે એની પણ આથી પ્રતીતિ થશે.
સિદ્ધ ભગવંતો મંગલરૂપ છે. આરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજે ક્રમે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે. સાધુ ભગવંતો દ્વારા અને કેવલી પ્રણીત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધદશામાં સિદ્ધશિલા ઉપર અનંત કાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે? એનો ઉત્તર એ છે કે જો ખુદ અરિહંત
સિદ્ધ પરમાત્મા ૧૨૯
Page #168
--------------------------------------------------------------------------
________________
ભગવંતો માટે પણ સિદ્ધ પરમાત્મા મંગલરૂપ છે તો આપણા માટે તો કેમ ન હોઈ શકે ? વળી સિદ્ધ ભગવંતો પોતાના સિદ્ધપણા દ્વારા આપણને મોક્ષ માર્ગ દર્શાવે છે. એ એમનો ઉપકાર પણ અનહદ છે. કોઈ મહાત્મા સૈકાઓ પૂર્વે થઈ ગયા હોય, આપણે એમને જોયા ન હોય તોપણ જો એમનું જીવન આપણે માટે પ્રેરણારૂપ બની જાય, પરોક્ષ રીતે તેમનો આપણા ઉપર ઘણો બધો ઉપકાર થાય, તેમ સિદ્ધ પરમાત્માઓ અષ્ટકર્મનો ક્ષય કરી મુક્તદશા દ્વારા આપણને પરોક્ષ રીતે સમજાવે છે, પ્રેરણા આપે છે અને તે તરફ ગતિ કરવાનું બળ આપે છે. આ રીતે સિદ્ધ પરમાત્મા આપણે માટે મંગળરૂપ અને વંદનીય છે.
કોઈકને પ્રશ્ન થાય છે કે સિદ્ધ પરમાત્માને કોણે જોયા છે ? સિદ્ધશિલા કોણે જોઈ છે ? કોણ ત્યાં જઈ આવ્યું છે ? માટે આ બધી વાતો માન્યામાં આવે એવી નથી. એના ઉત્તરમાં કહેવાનું કે વિશ્વમાં બધી જ બાબતો દશ્યમાન અને પ્રત્યક્ષ હોતી નથી. વર્તમાન વાસ્તવિક જીવનમાં પણ કેટકેટલી વાતો માટે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે, તે કહેનાર વ્યક્તિ કોણ છે તે મહત્ત્વનું છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ એમ કહેવાય છે. એટલે સર્વજ્ઞ ભગવંતોએ જે સિદ્ધ પરમાત્માની વાત કહી હોય તે માનવામાં આપણને કશો વાંધો ન હોઈ શકે. વળી તેઓ એવી દશાએ પહોંચેલા હોય છે કે અન્યથા કહેવા માટે તેમને કોઈ પ્રયોજન નથી. વળી, આકાશ, સામે નજર કરીએ છીએ તો એની અનંતતાનો ખ્યાલ આવે છે. એમાં રહેલી કેટકેટલી વસ્તુઓ વિશેની જાણકારી એ આપણી પહોંચ બહારની વાત છે. આવી અદષ્ટ, અગમ્ય વાત કોઈ આપણને પોતાની જ્ઞાનલબ્ધિથી કહે તો તે ન માનવા માટે કોઈ કારણ રહેતું નથી. તે માટે શ્રદ્ધા જોઈએ. બુદ્ધિ અને તર્ક કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર આ વિશ્વમાં ઘણું મોટું છે. પરંતુ તેવા જ્ઞાનનો યોગ અને સમ્યક શ્રદ્ધા અત્યંત દુર્લભ મનાય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ જીવમાં શ્રદ્ધા અને રુચિ ન થવાં એ અભવ્ય જીવનું લક્ષણ છે. અભવ્ય જીવોને નવ તત્ત્વમાંથી આઠ તત્ત્વ સુધી શ્રદ્ધા હોય છે, તેઓ ચારિત્ર લે છે અને સારી રીતે તેનું પાલન પણ કરે છે, પરંતુ અંતરમાં તેમને નવમા તત્ત્વની–સિદ્ધગતિની-મોક્ષગતિની શ્રદ્ધા હોતી નથી.
સિદ્ધગીતમાં, મોક્ષપદમાં શ્રદ્ધા થવી એ ભવ્યપણાની નિશાની છે. જેમને એવી શ્રદ્ધા છે તેમને માટે સિદ્ધ ભગવંતો પરમ વંદનીય છે.
આમ, અરિહંત પરમાત્માની જેમ સિદ્ધ ભગવંતો પરમાત્માને પણ નમસ્કાર કરવા જોઈએ. શ્રી અભયદેવસૂરિ ભગવતી સૂત્રની ચકામાં લખે છે :
नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शन सुखवीर्यादिगुणयुक्त तयास्वविषयप्रमोदप्रकार्षात्पादनेन भव्यानामतीवोपकार हेतुत्वादिति ॥
૧૦ એ જૈન ધર્મ દર્શન
Page #169
--------------------------------------------------------------------------
________________
[સિદ્ધ ભગવંતો અવિનાશી એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી, સ્વવિષયમાં પ્રમોદનો ઉત્કર્ષ ઉત્પન્ન કરનારા હોવાથી તથા ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનારા હોવાથી નમસ્કાર કરવાને યોગ્ય છે.]
સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાથી કેવા કેવા લાભ થાય છે તે વિશે ‘આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે :
सिद्धाण नमुक्कारो जीवं मोएइ भवसहस्सराओ । 'भावेण कीरमाणो होइ पुणो बोहिलाभभाए ॥ सिद्धाण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ॥ सिद्धाण नमुक्कारो एस खल वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ॥ सिद्धाण नमुक्कारो सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. તેઓને ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો વળી બોધિલાભને માટે થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ધન્ય પુરુષોના ભવનો ક્ષય કરનાર થાય છે. હૃદયમાં તેનું અનુકરણ કરવાથી દુધ્ધનનો નાશ થાય છે.
શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે બહુવાર સતત કરવામાં આવે છે.
શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે તથા સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.]
કોઈક કદાચ પ્રશ્ન કરે કે મોક્ષે ગયેલા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો પછી “નમો મુત્તાણને બદલે નમો સિદ્ધાણં બોલવાની શી જરૂર ? એનો ઉત્તર એ છે કે જીવનું લક્ષ્ય તો આઠ પ્રકારનાં કર્મનો અર્થાતુ સર્વ કર્મનો ક્ષય કરી સંસારપરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનું છે. જે જીવો મુક્તિ પામ્યા છે તેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ સાચું. “મુક્ત અને સિદ્ધ એ બે શબ્દો આમ તો સમાન અર્થવાળા છે. છતાં તે બંને વચ્ચે સૂક્ષ્મ અર્થભેદ છે. એટલે જ આપણે “નમો મુત્તાણું નથી બોલતા, પણ “નમો સિદ્ધાણં' બોલીએ છીએ. સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત થવું અને અનંત ચતુષ્ટયી પ્રાપ્ત કરી સિદ્ધ બનવું એ બે વચ્ચે સમયાંતરનો ફરક છે. શ્રી સાગરાનંદસૂરિએ સમજાવ્યું છે કે જેલમાંથી છૂટવું એ કેદીનું પ્રથમ લક્ષ્ય હોય છે, પરંતુ છૂટ્યા પછી સ્વગૃહે આવીને રહેવાને આનંદ ભોગવવો એ એનું અંતિમ લક્ષ્ય હોય છે. તેવી રીતે કાયારૂપી જેલમાંથી, સંસાર પરિભ્રમણમાંથી છૂટવું
સિદ્ધ પરમાત્મા ૧૩૧
.
Page #170
--------------------------------------------------------------------------
________________
એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં અવ્યાબાધ સુખ અનુભવવું એ જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુત્તા',ને બદલે “નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે.
- નવકારમંત્રમાં આપણે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જેમ જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધ પદની જુદી જુદી આરાધના થાય છે. નવપદની આરાધનામાં અને વીસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધ પદની આરાધના આવી જાય છે.
આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે. (કુવે મુવ૮ વર) જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલા મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકાર મંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં પદનું ધ્યાન મસ્તકમાં રહેલા સહસ્ત્રાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. હૃદયના સ્થાને અષ્ટદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ગે ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે.
તદુપરાંદ “નમો સિદ્ધાણં'ના જાપ અને ધ્યાનથી ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધ પદ પાંચે પદમાં મોટું છે–ગુરુ છે અને તેમાં સિદ્ધાપદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ “નમો સિદ્ધાણં'ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ.
નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠિઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી, પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચપરમેષ્ઠિના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીક રૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઈંધનને બાળનાર અગ્નિના પ્રતીક રૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ
૧૩ર - જૈન ધર્મ દર્શન
Page #171
--------------------------------------------------------------------------
________________
કર્મનો ક્ષય કર્યો. તપાવેલું રક્તવર્ણ સોનું જેમ મલિનતા વિનાનું સાવ શુદ્ધ થઈ જાય છે, તેમ સિદ્ધ પરમાત્માના વિશુદ્ધ આત્માનું ધ્યાન તપાવેલા સુવર્ણ જેવા રક્ત રંગથી કરવાનું હોય છે. જેમ સંપૂર્ણ નિરામય માણસનું રક્ત લાલ રંગનું હોય છે, તેમ કર્મના કોઈ પણ પ્રકારના રોગથી રહિત સિદ્ધ પરમાત્માનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. મંત્રશાસ્ત્રમાં રક્તવર્ણ વશીકરણ–આકર્ષણના હેતુ માટે મનાય છે. સિદ્ધાત્માઓ મુક્તિરૂપી વધૂનું આકર્ષણ કરનારા છે, તેથી તથા જગતના સર્વ જીવોને પોતાના તરફ આકર્ષી રહ્યો છે, તેથી તેમનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ સૌભાગ્યનો મનાય છે. શુકનવંતો ગણાય છે. સિદ્ધ પરમાત્માઓ મુક્તિરૂપી લક્ષ્મીનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય અપાવનારા છે માટે લાલ રંગથી એમનું ધ્યાન ધરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ ઘણે સુધી જોઈ શકાય છે. સિગ્નલ વગેરેમાં એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યક્ દષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઈ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે.
એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ણથી ધ્યાન ધરવાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે, જે સિદ્ધ રક્તકાન્તિ ધરતા, જિહ્યું ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડિમ–જાસૂદનું ફૂલ, અર્ધગુજારવ, નિષધ પર્વત રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચૂનો , હિત તંબોળ, ઈસી રક્તવર્ણ સિદ્ધની પાંખડી થ્થાઈએ.
યુવાચાર્ય શ્રી નથમલજી પંચપરમેષ્ઠિના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના શ્વાસ વડે આકાશમાં “નમો સિદ્ધાણં એમ અક્ષરો લખી, પહેલાં માતૃકાઓનું પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન, બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચંદ્રના રૂપમાં સાક્ષાત્કાર સહિત, કરવાનું સમજાવ્યું છે. હેમચંદ્રાચાર્યે દર્શાવેલ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ક્રમે પણ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે.
નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધપદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દૂહો બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે :
રૂપાતીત સ્વભાવ છે, કેવલ દેસણ નાણી રે; :
તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે. એ દિવસે ૐ હ્રીં નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે.
સિદ્ધ પરમાત્મા એ ૧૩૩
Page #172
--------------------------------------------------------------------------
________________
એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમકે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાદ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
એ દિવસે ગોધૂમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિ સંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ ક૨ના૨ ઘઉંની વાનગી વાપરે છે.
વીસ સ્થાનક તપની આરાધનાના દુહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દુહો
બોલી નમસ્કાર કરવામાં આવે છે.
ગુણ અનંત નિર્માણ થયા, સહજ સ્વરૂપ ઉજાસ,
અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ.
એ દિવસે ૐ નમો સિદ્ધાણં’ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ગ કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ (આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ.ત. મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ વળી પ્રત્યેક ખમાસમણ વખતે ઉ૫૨નો દુહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. તથા સિદ્ધપદનું ધ્યાન રક્ત વર્ષે કરવાનું હોય છે.
સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે :
चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ॥
સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે ‘નમો સિદ્ધાણં’ પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરી૨નો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર ક૨ના૨ તથા પંચમ ગતિ’ મોક્ષ ગતિ) અપાવનારા છે.
૧૪
જૈન ધર્મ દર્શન
Page #173
--------------------------------------------------------------------------
________________
આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે.
परिशिष्ट શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શેલેશી પૂરપ્રાંત, તનુ હીન ત્રિભાગી;
પૂર્વપ્રયોગ પ્રસંગથી, ઉરઘ ગતિ જાગી. સમય એકમાં લોધ્ધાંત, ગયા નિગુણ નિરગી;
ચેતન ભૂપે આત્મરૂપ, સૂદિશા લહી સાગી. કેવલ દેસણ નાણથી એ. રૂપાતીત સ્વભાવ; સિદ્ધ ભયે તસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ.
શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધીએ, ક્ષય કીધા અડ કર્મ રે શિવ વસિયા. અરિહતે પણ માનિયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે. ૧ ગુણ એકત્રીસ પરમાત્મા છે. તુરિયા દશા આસ્વાદ રે. એવભૂત નયે સિદ્ધ થયા છે. ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ત્રિશું કાળનાં રે, અનંતગુણા તે કીધ રે. અનંત વર્ગે વર્ણિત કર્યા રે, તોપણ સુખ સમીધ રે. ૩ બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે. ઊર્ધ્વ ગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયોગ સભાવ રે. ૪ ગતિ પરિણામિક ભાવથી રે, બંધન છેદન યોગ રે. અસંગ ક્રિયા બળે નિર્મળો રે. સિદ્ધગતિનો ઉદ્યોગ રે. ૫ પએ અંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે. ચરમ ત્રિભાગ વિશેષથી રે, અવગાહન ધન કીધ રે. ૬ સિદ્ધશિલાની ઉપરે રે, જયોતિમાં જ્યોતિ નિવાસ રે. હસ્તિપાલ પરે સેવતા રે, સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. ૭
શ્રી સિદ્ધપદની સ્તુતિ અષ્ટ કરમ હું દહન કરીને, ગમન કિયો શિવલાસી, અવ્યાબાધ સાદિ અનંત ચિદાનંદ ચિદાશિજી; પરમાતમ પદ પૂરણ વિલાસી અઘઘન ઘઘ વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાનો, કેવલજ્ઞાની ભાખીજી.
સિદ્ધ પરમાત્મા એક ૧૩૫
Page #174
--------------------------------------------------------------------------
________________
તિત્થરનો સૂર – આચાર્યપદનો આદર્શ
અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકારમંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્માઓ સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચપરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે.
જિનશાસમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોઉત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલા ઋષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થંકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ પાટપરંપરા ચલાવીને જિનશાસનની રક્ષાનું કાર્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલું ભગીરથ કર્યું છે ! એટલે જ આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ “ગચ્છાચાય પ્રકીર્ણકમાં કહ્યું છે: તિત્થરસમો સૂરી, સમ નો નિમિયં પયાસે જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યફ પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ આચાર્ય ભગવંતને તીર્થંકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે સિરિસિરિવાલ કહા' (શ્રી શ્રીપાલ કથા)માં કહ્યું છે :
अत्थमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुब्द । पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ॥
૧૩૬ - જૈન ધર્મ દર્શન
Page #175
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનીરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું શ્રીપાલરાસમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
અત્યમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો;
ભુવન પદારથ પ્રકટન-પટુ તે, આચારજ ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં ધવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થંકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓ રૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવો તેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દવા અનેક હોઈ શકે છે, વળી એક દવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે:
जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो ।
दीवासमा आयरिया दिप्पंति परं च दीवंति ॥ જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે.
જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે ાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દીક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકાતું. આચાર્યપદ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચાં અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તોપણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પઘવિજય મહારાજે કહ્યું છે કે
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે રિવર સમ ભાખ્યા છે.' આચાર્ય શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી રોકાકાર શ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ક્યું
તિરસમો રો – આચાર્યપદનો આદર્શ ૧૩૭
Page #176
--------------------------------------------------------------------------
________________
पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता ।
आयारं दंसंता आयरिया तेण वुच्चंति ॥ આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય છે. આચાર્ય શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવામાં આવે છે:
आ मर्यादया चरन्तीति आचार्याट । જેઓ મર્યાદાપૂર્વક વિચારે છે તે આચાર્ય.
आचारेण वा चरन्तीति आचार्या । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય.
पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः । પંચચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય.
आचारा४ यत्र रुचिराठ आगमा शिवसंगमा
आयोपाया गतापाया आचार्य तं विदुर्बुधाः । જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો ‘આચાર્ય કહે છે.
S
आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात्
प्रदर्शनाच्चेत्याचार्याः । જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપ આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય
आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्य । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય.
૧૩૮ જૈન ધર્મ દર્શન
Page #177
--------------------------------------------------------------------------
________________
ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે:
आ इषद् अपरिपूर्णा: चारा४ हेरिका ये ते आचाराध चार कल्पा इत्यर्थः। युक्तायुक्त विभागनिपुणा विनेया: अतस्तेषु साधवो यथावच्छास्त्रोर्थोपदेशकतया इत्याचार्या ।
શ્રી અભયદેવસૂરિએ “આચાર’ શબ્દમાં રહેલા “ચાર' શબ્દનો અર્થ “ચાર પુરુષ એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત–નિયંત્રિત રાખે તે આચાર્ય
- આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભ-સમારંભ કરે નહિ, કરાવે નહિ તથા તેની અનુમોદના કરે નહિ તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહિ તે આચાર્ય.
આવશ્યકસૂત્રમાં, પંચિદિવસૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે.
શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી શકનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકિર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઈએ.
શ્રી ભદ્રબાહુસ્વામીએ “નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે.
आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा ।
जे ते भावायरिया भावायारोवउत्ता य ॥ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણમાં આચાર્યના ભગવંત બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય સ્વરૂપનું ભગવંત આર્ય દેશ ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દઢ
તિત્થરનો સૂર – આચાર્યપદનો આદર્શ ૧૩૯
Page #178
--------------------------------------------------------------------------
________________
સંઘયણવાળા, અપ્રમત્ત, ધૈર્યવંત, નિર્લોભી, નિઃસ્પૃહી વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશુદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, કુશલ, નિઃશલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્ય સમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગ-ઉન્માર્ગ–દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઈત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય' છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનારા આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો ભવ્ય જીવરૂપી કુમુદોને વિકસાવે છે. ચારિત્રરૂપી કિરણો વડે તેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. સૂર્ય જેવા સૂરિદેવ ન હોય તો ગતના જીવો મિથ્યાત્વના અંધકારમાં અટવાતા હોત. આચાર્ય મહારાજ સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર, ચિંતામણિ રત્નની જેમ સુખ આપનાર જંગમ તીર્થરૂપ છે.
નિશીથભાષ્યમાં કહ્યું છે કે રાવિવિમુક્કો સયધામો , બારિયો ! રાગદ્વેષથી રહિત આચાર્ય “શીતગૃહ સમાન છે. શીતગૃહ એટલે બધી ઋતુમાં જ્યાં એકસરખું સુખદ, અનુકૂળ વાતાવરણ હોય પ્રાચીન સમયમાં મોટા રાજાઓ. ચક્રવર્તીઓ આવા ભવનની રચના કરાવતા.) એટલે આચાર્ય મહારાજ અનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સમતાના ધારક હોવાથી સદાસર્વદા પ્રસન્ન હોય છે.
દિગંબર આમ્નાયના ધવલા’ વગેરે ગ્રંથોમાં કાર્યો સો દોર એમ કહીને આચાર્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે પ્રમાણે પ્રવચનરૂપી સમુદ્રના જળની મધ્યમાં સ્નાન કરવાથી અર્થાતુ પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસથી અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેઓ નિર્દોષ રીતિથી છ આવશ્યકનું પાલન કરે છે, જેઓ મેરુની સમાન નિષ્કપ છે, જેઓ શૂરવીર છે, જેઓ સિંહની જેમ નિર્ભય છે, જેઓ વર્ય એટલે કે શ્રેષ્ઠ છે, જેઓ દેશ, કુળ, જાતિથી શુદ્ધ છે, જેઓ સૌમ્યમૂર્તિ
૧૪૦ કિ જૈન ધર્મ દર્શન
Page #179
--------------------------------------------------------------------------
________________
છે તથા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત છે, જેઓ આકાશની જેમ નિર્લેપ છે, એવા આચાર્યને પંચપરમેષ્ઠિમાં સ્થાન છે. જેઓ સંઘને સંગ્રહ (અર્થાત. દીક્ષા) અને નિગ્રહ (અર્થાત્ શિક્ષા એટલે પ્રાયશ્ચિત્તાદિ દેવામાં કુશળ છે, જેઓ સૂત્ર અને એના અર્થમાં વિશારદ છે, જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ રહી છે, જેઓ સારણ અર્થાતુ. આચરણ અને વારણ અર્થાત્ નિષેધ તથા સાધન અર્થાત્ વ્રતોની રક્ષા કરવાવાળી ક્રિયાઓમાં નિરંતર ઉદ્યમશીલ છે એમને પરમેષ્ઠિ તરીકે ઓળખવા જોઈએ. જેઓ ચૌદ વિદ્યાસ્થાનોમાં પ્રવીણ હોય, અગિયાર અંગ (વિશેષતઃ આચારાંગ)ને ધારણ કરનાર હોય. સ્વસમય અને પરસમયમાં પારંગત હોય, મેરુની જેમ નિશ્ચલ હોય, પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય, સમુદ્રની જેમ દોષોને બહાર ફેંકી દેનાર હોય, સપ્ત પ્રકારના ભયથી રહિત હોય, જેઓ પંચાચારના પાલનમાં અને પળાવવામાં સમર્થ હોય તેઓ આચાર્ય કહેવાય. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : ___ दंसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे ।
अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ॥ જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પરિને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે.]
જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોદ્વહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે.
“આચાર્ય' શબ્દ “આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ ‘સિરિસિરિવાલકહા'માં કહ્યું છે:
जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चंपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ॥
તિત્વથરસમો સૂર – આચાર્યપદનો આદર્શ
૧૪૧
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
જે દિયે સારણ, વાસણ, ચોયણ, પડિચોયણ વળી જનને;
પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને સારણા એટલે સ્મારા. સ્મરણ શબ્દ પરથી સ્મારણા થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઈથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનામાં, સમિતિ-ગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસ-રાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', કંઈ વાધો નહિ'- એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય.
વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવદ્યયોગમાં પ્રવર્તતા હોય, ઉસૂત્ર પરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે.
ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહિ, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાંન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે.
પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાત્ વારંવાર પ્રેરણા કરવી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહિ, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિતિ રહેવાનું ગમે છે.
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઇત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં
૧૪૨ - જૈન ધર્મ દર્શન
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રયોજાયાં છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક-શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ શાસનમાં મૃતરૂપી ધનભંડાર દ્વારા પ્રજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદ પૂજા'ની ઢાળમાં લખ્યું છે :
નમું સૂરિ ચજા, સદ્ય તત્ત્વ તાજા;
જિનેન્દ્રાગમે પ્રઢ સામ્રાજ્ય ભાજા. આચાર્ય મહારાજ માટે “ભાવવૈદ્યનું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે છે.
- નવકારમંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપ છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં પંચિદિય' સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે :
પચિદિય સંવરણો, તહ નવવિહ બંભચેરગુત્તિધરો, ચઉવિહ કસાયમુશ્કે, ઈહ અઢારસગુણોહિં સંજુરો; પંચ મહાવયજુરો, પંચ વિહાયારપાલણ સમો.
પંચ સમિઈતિગુત્તો. છત્તીસગુણો ગુરુ મજ્જ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છે : પાંચ ઇન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડસહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (લ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (૫ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ)–એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે :
पडिरुवाई चउदस खंतीमाइ य दसविहो धम्मो । बारस य भावणाओ सूरिगुण हुँति छत्तीसं ॥
તિ–વરસનો સૂરી – આચાર્યપદનો આદર્શ
૧૪૩
Page #182
--------------------------------------------------------------------------
________________
ચૌદ પ્રકા૨ના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે :
ચઉદ પડિરૂપ પભુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર; બાર ગુણ ભાવનાના અનેચ, પદ છત્તીસ ગુજ્ર સૂરિ કે. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છે :
વ૨ છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; ગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે.
આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છે : (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશતત્પર, (૮) અપરિશ્રાવી–સાંભળેલું નહિ ભૂલના૨, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાક૨, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા.
ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવ૨, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન—ચણા વગેરેનું આયંબિલ કરે છે.
આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપાદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસણાં દેવામાં આવે છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.
‘દશાશ્રુતસ્કંધ’માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩૨ ગુણ તથા ચા૨ પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છે :
૧૪૪ જૈન ધર્મ દર્શન
Page #183
--------------------------------------------------------------------------
________________
अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा
(9) માયા સંપા, (૨) સુસંપ, () સરીરસંપા, (૪) વયસંપા, (૬) વાયળસંપા, (૬) મફસંપયા, (૭) ઘોડાસંપયા () સંહાસંપા.
ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છે : (૧) આચારસંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિજ્ઞાસંપદા.
૧. આચારસંપદા – પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઈત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે છે. આચારસંપદાના ચાર મુખ્ય ભેદ છે : (૧) આચાર્ય પોતે સંયમમાં દઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઈએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઈએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઈએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહિ એવું પણ ન હોવું જોઈએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઈએ. તેઓ પરાધીન ન હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય, (૪) આચાર્ય મહારાજ નિભૂત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઈએ. તેઓ ચંચળ નહિ પણ પરિપક્વ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઈએ.
૨. શ્રુતસંપદા – આચાર્ય જ્ઞાનવાન જોઈએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની હોવી જોઈએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઈએ. તેઓ આગમાદિ લોકોત્તર શાસ્ત્રમાં જેમ પ્રવીણ હોવા જોઈએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઈએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઈત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિનશ્રુતપણુંએટલે શ્રત એમનામાં ઉપસ્થિત હોવું જોઈએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવાં ન જોઈએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના
તિત્થરો મુરી – આચાર્યપદનો આદર્શ ૧૪૫
Page #184
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઈએ. જે ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને એમના ઉચ્ચારો વિશદ્ધ હોવા જોઈએ.
૩. શરીરસંપદા – આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઈએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઈએ. તેઓ અતિ પૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઈએ. અલબત્ત, તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે. શરીરની દષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ જોઈએ- (૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઈએ. તેઓ હાથે દૂઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોવા જોઈએ, તેઓ બહેરા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઈએ, (૩) આચાર્યનું શરીર–સંઘયણ મજબૂત હોવું જોઈએ. વારંવાર ભૂખ્યા થઈ જતા હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.)
૪. વચનસંપદા – આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઈએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઈએ, એટલું જ નહિ એની પ્રશંસા થવી જોઈએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું વચન આદેય હોવું જોઈએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઈએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઈએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઈએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડતું જોઈએ. અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહિ. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનિશ્રિત હોવી જોઈએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઈએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારરહિત
૧૪૬ ક જૈન ધર્મ દર્શન
Page #185
--------------------------------------------------------------------------
________________
વચનવાળી હોવી જોઈએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઈએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઈએ. ૫. વાચનાસંપદા આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઈએ. આ વચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશવિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઈએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીત ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઈને ક૨વી જોઈએ. પાત્રની યોગ્યાયોગ્યતા જોઈને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઈએ. (૨) સમુદ્દેશ–એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહિ તે ચકાસતા રહેવું જોઈએ. (૩) વાચના વારંવાર આપવી-આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઈએ. (૪) ગહન અર્થ સમજાવે – શિષ્યોની યોગ્યતા અનુસા૨ નય પ્રમાણે, નિક્ષેપથી નિર્યુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઈએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઈએ. વાચના વખતે વંદનાવ્યવહાર પણ બરાબર સચવાવો જોઈએ.
-
-
૬. મતિસંપદા - આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઈએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળથી ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય અને પ્રસંગાનુસાર એનું કથન કરતાં પણ તેમને આવડવું જોઈએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઈએ.. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઈએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઈએ કે ગમે ત્યારે કોઈ પણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઈએ.
૭. પ્રયોગસંપદા–પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસ૨ન્ન હોવા જોઈએ. તેઓ ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ ક૨ના૨ વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઈએ.
૮. સંગ્રહ પરિજ્ઞાસંપદા – આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઈએ.
તિત્યયરસનો સૂત્ત – આચાર્યપદનો આદર્શ * ૧૪૭
Page #186
--------------------------------------------------------------------------
________________
પોતાના શિષ્ય-સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ ક્યારે ક્યારે કઈ કઈ વસ્તુઓ, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઈએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્ય પરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઇત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે. નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઈએ. (૨) વસ્ત્રપાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઈએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુર, રાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે.
આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઈએ : (૧) આચારવિનય-એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સંયમ સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે. ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ રોગી સાધુઓની ઉચિત વ્યવસ્થા કરાવે; સારા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ મળી આપી તૈયાર કરે.
૨. શ્રુતિવિનય – આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે અને નિઃશેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે.
૩. વિશેષણવિનય – આચાર્ય પોતે મિથ્યાષ્ટિને સમ્યગૃષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગુદૃષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે, અસ્થિતિને સ્થિર કરે અને જે સ્થિતિ હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે.
૪. દોષનિધનતા વિનય – આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માનમાયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન
૧૪૮ જૈન ધર્મ દર્શન
Page #187
--------------------------------------------------------------------------
________________
કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્કૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે.
આમ આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે.
નવકારમંત્રમાં પંચપરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૬૪૩૬ એટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છે :
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે;
છત્રીસ છત્રીસ ગુણે, શોભિત સમયમાં દખ્યા રે. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે “વીસ સ્થાનકની પૂજામાં આચાર્ય પદનો મહિમા ગાતાં કહ્યું છે :
બારસે છનું ગુણે ગુણવંતા, સોહમ જે મહંતા;
આયરિયા દીઠે તે દીઠ, સ્વરૂપ સમાધિ ઉલ્લચંતા આમ પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણ–ષત્રિશિત્રિશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ ‘નવપદ વાચના' નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય.)
(૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુક્લધ્યાન.
(૨) ૫ સમ્યકત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, ૫ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૧ સંવેગ.
(૩) ૫ પ્રમોદ, ૫ આશ્રય, પ નિદ્રા, ૫ કુભાવના, પ ઇન્દ્રિયો, ૫ વિષયો, ૬ જીવનિકાય
(૪) ૬ વેશ્યા, ૬ આવશ્યક, ૬ દ્રવ્ય, ૬ દર્શન, ૬ ભાષા, ૬ વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિંડેષણા, ૭ પાનૈષણા, ૭ સુખ, ૮ મદ. (૬) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ.
તિત્યારસનો સૂર – આચાર્યપદનો આદર્શ કે ૧૪૯
Page #188
--------------------------------------------------------------------------
________________
(૭) ૮ કર્મ, ૮ અથંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણાં, ૯ કલ્પ. (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૬ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સમાચારી, ૧૬ કષાયત્યાગ
(૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ.
(૧૨) ૧૦વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર. (૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રૂચિ, ૨ શિક્ષા. (૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક. (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિત્તદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના.
(૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સૂક્ષ્મોપદેશી, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા.
(૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગારવ, ૩ શલ્ય ૧૫ સંજ્ઞા. (૧૯) ૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્ત્રધારક, ૧૮ બ્રહ્મભેદ. (૨૩) ૧૯ કાયોત્સર્ગ, ૧૭ મરણપ્રકાર પ્રકટન.
(ર૪) ૨૦ અસમાધિસ્થાનત્યાગ, ૧૦ એષણાદોષ ત્યાગ, ૫ ગ્રાસેષણા દોષ ત્યાગ, ૧ મિથ્યાત્વ.
(૨૫) ૨૧ સબલસ્થાનત્યાગ, ૧૫ શિક્ષાશીલ. (૨૬) ૨૨ પરિષદ, ૧૪ આત્યંતરગ્રંથી. (૨૭) ૫ વેદિકાદોષત્યાગ, ૬ આરબટાદિધોષ ત્યાગ, ૧૫ પ્રતિલેખના. (૨૮) ૨૭ અણગારગુણ, ૯ કોટિવિશુદ્ધિ (૨૯) ૨૮ લબ્ધિ, ૮ પ્રભાવક (૩૦) ૨૯ પાપકૃતવર્જન, ૭ શોધિગુણ. (૩૧) ૩૦ મહામોહ બંધસ્થાન વર્જન, ૬ અંતરંગારિવર્જન. (૩૨) ૩૧ સિદ્ધગુણોનું અનુકીર્તન, ૫ જ્ઞાનનું અનુકીર્તન. (૩૩) ૩૨ જીવરક્ષક, ૪ ઉપસર્ગ વિજેતા. (૩૪) ૩૨ દોષરહિત વંદનાના અધિકારી, ૪ વિકથારહિત.
૧૫o 5 જૈન ધર્મ દર્શન
Page #189
--------------------------------------------------------------------------
________________
(૩૫) ૩૩ અશાતનાવર્જી, ૩ વિચાર. (૩૬) ૩૨ પ્રકારની ગણિસંપદા, ૪ વિનય.
આમ, આચાર્યના છત્રીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. એ આચાર્યના પદનો મહિમા અને ગૌરવ બતાવે છે.
આચાર્યના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉ.ત. આચાર્યના ગૃહસ્થાચાર્ય, પ્રતિષ્ઠાચાર્ય, બાલાચાર્ય, નિર્યાપકાચાર્ય, એલાચાર્ય એવા પાંચ પ્રકારો બતાવવામાં આવે છે. તે દરેકની યોગ્યતા, તેમની જવાબદારી અને તેમનું કાર્ય ઈત્યાદિ શાસ્ત્રગ્રંથોમાં દર્શવવામાં આવ્યાં છે.
રાજદ્મશ્રીયસૂત્રમાં આચાર્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે. કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય.
- સાધુઓમાં આચાર્યનું પદ સર્વોચ્ચ હોવા છતાં તે પદ માનકષાયનું મોટું નિમિત્ત બની શકે છે. એમાંથી જ આચારમાં કેટલીક ત્રુટિઓ આવે છે; ક્યારેક ઉત્સુત્ર-પરૂપણા થઈ જાય છે. સ્વયં આચારપાલનમાં અને આચારપાલન કરાવવામાં જૂનાધિકતાનો સંભવ રહે છે. એટલે જ શાસ્ત્રકારોએ આચાર્યના ભિન્નભિન્ન પ્રકારો બતાવ્યા છે.
સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યો કહ્યા છે : (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા.
આચાર્ય મહારાજ અને એમના શિષ્યપરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે “સ્થાનાંગસૂત્રમાં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે-(૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ કૃતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્ય પરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવો છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્ય પરિવાર સાલવૃક્ષ જેવો છે અને હજી આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્ય પરિવાર પણ એરંડના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ્છ છે.
સ્થાનાંગસૂત્રમાં વળી બીજી એક રીતે ઉપમા આપીને આચાર્યના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે જેમકે-(૧) સોનાગ એટલે ચંડાલના કરંડ એટલે ચેપલા અથવા પાત્ર જેવા, (૨) વેશયાના ટોપલા જેવા, (૩) ગાથાપતિ અર્થાત ગૃહપતિના ટોપલા જેવા અને ) રાજાના વેપલા જેવા.
તિત્વથરસનો સૂર – આચાર્યપદનો આદર્શ એક ૧૫૧
Page #190
--------------------------------------------------------------------------
________________
બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને સત્યરુષ નહિ પણ કાપુરુષ કહ્યા છે : ના કફમંતો સો વારસો, ન તત્પરલો !
આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની-લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે.
આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહિ પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે :
जे माय तायबांधवपमुहेहितोऽवि इत्थ जीवाणं ।
साहंतिहिअं कज्जं ते आयरिये नमसामि ॥ જે જીવોનું માતા, પિતા તથા ભાઈ વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્ય પદની પૂજામાં અંતે આ જ ભાવના ભાવી છે તે આપણે ભાવવી જોઈએ :].
ન તે સુહ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ-પાયા; તહા હુ તે ચેવ સયા ભજેહ,
જે મુખ્ય સૂખ્ખાઈ લહુ લહેહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતા નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ
૧૫ર કે જૈન ધર્મ દર્શન
Page #191
--------------------------------------------------------------------------
________________
જલદી મળે.
શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યકસૂત્રમાં અંતર્ગત ‘નમસ્કાર નિર્યુક્તિમાં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છે : आयरियनमुक्करो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ॥
[આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ-સમ્યકત્વને આપનારો થાય છે.]
आयरियनमुक्कारो धन्नाण भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ॥
[ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હૃદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ધ્યાનનું નિવારણ તે અવશ્ય કરે જ છે.] आयरियनमुक्कारो एवं खलु वण्णिओ महत्थु त्ति ।
जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरए बहुस्ते ॥
આ રીતે આચાર્યને કરેલો નમસ્કાર મહાન અર્થવાળો અને મરણ નજીકમાં હોય ત્યારે તે નિરંતર અને બહુ વાર કરવામાં આવે છે.]
आयरियनमुक्कारो सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं तइअं होइ मंगलं ॥
[આચાર્યને કરેલો નમસ્કાર બધાંયે પાપોનો નાશ કરનારો અને બધાં મંગલોમાં આ ત્રીજું મંગલ પહેલું અરિહંત અને બીજું સિદ્ધ) છે.]
તિત્ત્વયરસનો સૂરી – આચાર્યપદનો આદર્શ ૧૫૩
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયપદની મહત્તા
ચૌદ પૂર્વના સારરૂપ, પંચમંગલ મહામૃત સ્કંધસ્વરૂપ નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પદો છે.
નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” અને “નમો સિદ્ધાણં' એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે.
નમો આયરિયાણં', “નમો ઉવઝયાણું” અને “નમો લોએ સવ્વ સાહૂણં એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે.
‘એસો પંચ નમુક્કારો, સત્ર પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલમ્'- ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે.
દેવ, ગુરુ અને ધર્મ – એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમંત્રમાં રસરુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તોપણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે “નમસ્કાર બૃહત્ ફળ પ્રકરણમાં કહ્યું છે :
सुचिरंपि तवो तबियं, चिन्नं चरणं च बहु पढियं ।
जई ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं ॥ [ઘણા લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, શ્રુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જો નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય, તો તે સઘળું નિષ્ફળ ગયું એમ જાણવું.]
નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને જુદા જુદા નમસ્કાર ન કરાય ?
૧૫૪ રન જૈન ધર્મ દર્શન
Page #193
--------------------------------------------------------------------------
________________
દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈને છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ચત્તારિ શરણે...માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ?
વસ્તુતઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યતઃ અને પ્રથમતઃ સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે “શ્રમણ' શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુપ્તિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરીષહ અને ઉપસર્ગનું સહન કરવું, આહાર, શય્યા, વેશ ઈત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે.
કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે ? દેવતત્ત્વમાં જેમ અરિહંત અને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્ત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદમાત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજાં ઘણાં પદ ઊભાં કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, વિશેષપણે સર્વવિરતિ સાધુ સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાયો એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જેનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-ઉવન્ઝાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સદ્યપ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો ઉવઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે.
ઉપાધ્યાયપદની મહત્તા પર ૧૫૫
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય (અર્ધમાગધીમાં ઉવજ્ઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા
મળે છે ઃ
उपेत्य अधीयतेऽस्मात् ।
[જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય.]
*
उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो - लाभो भवति येभ्यस्ये उपाध्यायाः । [જેમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.]
*
હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ'માં કહે છે :
उपाध्यायस्तु पाठकः 1
[જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય.]
*
अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः ।
જેમની પાસે અધિક વા૨ જવાનું થાય છે તે ઉપાધ્યાય.]
*
स्मर्यते सूत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः ।
[જેમની પાસે જિનપ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.]
उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधी वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां बा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः ।
[જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે
ઉપાધ્યાય.]
*
आधिनां मनः पीडानामायो लाभः -आध्यायः अधियां वा
( नञः कुत्सार्थत्वात्) कुबुद्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्याय: उपहतः आध्यायः वा यैस्ते उपाध्यायः ।
[જેઓએ આધિ, કુબુદ્ધિ અને દુર્ધ્યાનને ઉપહત અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.]
‘આવશ્યકચૂર્ણિ’માં કહ્યું છે :
*
तमुपेत्य शिष्टा अधियन्त इत्युपाध्यायः ।
૧૫૬ જૈન ધર્મ દર્શન
Page #195
--------------------------------------------------------------------------
________________
[જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.)
આવશયક નિર્યુક્તિમાં કહ્યું છે : '
उति उवओगकरणे वत्ति अ पावपरिज्जये होई ।
ज्ञात्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ।। જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, એટલે ધ્યાન ધરીને, ૩ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે.]
‘રાજવાર્તિકમાં તથા સર્વાર્થ સિદ્ધિ માં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું
છે:
विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्टानादागमं
श्रुताखमधियते इत्युपाध्यायः જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને મૃતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે. ,
નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાય મહારાજનાં લક્ષણો દર્શાવતાં કહ્યું
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा ।
णिक्खस्वभावसहिया उवज्झाया एरिसा होंति ॥ રિત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિકાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.] દિગંબર પરંપરાના “ધવલા’ ગ્રંથમાં કહ્યું છે :
चोद्दस-पुव्व-महोपहिमहिगम्म सिवरित्थिओ सिवत्थीणं ।
सीलधराणं वत्ता होई मुणीसो उवज्झायो ॥ જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલંધરોને મુનિઓને ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.]
ઉપાધ્યાય ભગવંતનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણવવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે.
ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છામાં બીજાઓને
ઉપાધ્યાયપદની મહત્તા ૧૫૭
Page #196
--------------------------------------------------------------------------
________________
ભણાવે.
૧૨ ગુણ: બાર ઉપાંગાસ્ત્રો પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે. ૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે.
આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચીસ ગુણ ગણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે :
અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતી ટીકા), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) વવાય, (૨) રાયપસેણિય, (૩) જીવાજીવાભિગમ, (૪) પણ વણા, (૫) સૂરપણત્તિ, (૬) જંબૂદીવપણત્તિ, (૭) ચંદપષ્ણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કપ્રવર્ડસિયા, (૧૦) પુઠ્યિા , (૧૧) પુષ્કચૂલિયા, (૧૨) વરિહદસા.
ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી’ એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે ચરણસિત્તરી'. સાધુ ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થાય ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે :
वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ ।
नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ॥ ત્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત)
૫ પ્રકારનાં શ્રમણધર્મ
૧૦ પ્રકારનો સંયમ
૧૭ પ્રકારનો વૈયાવચ્ચે
૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ)
૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર)
૩ પ્રકારના તપ (છ બાહ્ય + છ આત્યંતર)
૧૨ પ્રકારનાં
૧૫૮ રન જૈન ધર્મ દર્શન
Page #197
--------------------------------------------------------------------------
________________
ક્રોધાદિનો (ચાર કષાયોનો નિગ્રહ
૪ પ્રકાર
૭૦ પ્રકાર કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ. કરણસિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું:
पिंड विसोही समिई, भावण पडिमा यन्दअनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥
[પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ ક્રિયા) છે.]
કરણસિત્તરીના ૭૦ બોલ નીચે પ્રમાણે છે : પિંડવિશુદ્ધિ
૪ પ્રકારની સમિતિ
૫ પ્રકારની ભાવના
૧૨ પ્રકારની પ્રતિમા
૧૨ પ્રકારની ઇન્દ્રિયનિરોધ
૫ પ્રકારની પ્રતિલેખના
૨૫ પ્રકારની
૩ પ્રકારની અભિપ્રહ
૪ પ્રકારના કુલ
૦ પ્રકારના ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયાર અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાહ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાહ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ
શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસમાં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ :
અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જેહ રે; ગુણ પણ વીસ અલંક, દૃષ્ટિવાદ અરથ ગેહ રે.
ગુપ્તિ
અથવા અંગ ઈગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગ રે.”
ઉપાધ્યાયપદની મહત્તા
૧૫૯
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે.
વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે: बारसंग विउबुद्धा करण चरण जुओ ।। पब्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे ॥
[બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુક્ત, પ્રભાવના તથા યોગથી યુક્ત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું
બાર અંગના બાર ગુણ, એક ગુણ કરણસિત્તરીનો, એક ગુણ ચરણચિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે.
જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં કહે છે :
પંચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે,
મુક્તાફલ માલા પરિ, દીપે દસ અંગિ ાિહી રે.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ “નવપદની પૂજામાં આ પચીસ પચીસીનો નિર્દેશ કરતાં કહે છે : “ધરે પંચને વર્ગ વર્ણિત ગુણીધા. અહીં એમણે ગણિતશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપર્યા છે. પાંચનો વર્ગ એટલે પપ૨૫. આ વર્ગને ફરી વર્ગિત કરવામાં આવે એટલે ૨૫૪૨૫=૬ ૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે.
આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫૪૨૫ એટલે કુલ ૬ ૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬ ૨૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય; તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય.
સંસ્કૃત શબ્દ “ઉપાધ્યાય' ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં ઉવજઝાય શબ્દ આવ્યો છે. અધ્યાપન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ધ, પાÀ, ઓઝા, ઝા જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે :
૧૬૦ જૈન ધર્મ દર્શન
Page #199
--------------------------------------------------------------------------
________________
‘ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકમ, મુતવૃદ્ધ; શિક્ષક, દીક્ષક, થવિર, ચિરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિચ્છક, જિતપરિશ્રમ, વૃતમાલ. સામ્યધારી, વિદિત-પદવિભાગ, કુત્તિયાવણ, વિગત દ્વેષરાગ; અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્ભયાનંદ, આતમપ્રવાદી.”
આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિંતક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા-કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલોક પારિભાષિક ભેદ રહેલો છે.
ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, ‘વિશેષાવશ્યક ભાષ્યમાં નીચેની ગાથાઓમાં કહ્યું છે :
नामं ठवणा दविए भावे चउव्विहो उवज्झाया ।
दबे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया ॥ નામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય
वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे ।
जम्हा तं उवइसंति उवज्झाया नेण चुच्चंति ॥ - દ્વિાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાનને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.]
उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्म होई निददेंसे ।
एएण होइ उज्झा जेसो अच्यो वि पज्जाओ ॥ 8િ શબદ ઉપયોગ કરવાના અર્થમાં તથા વ શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ૩ન્લ શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાયો છે.]
उवगम्य जओऽहोयई जं चोवगमयजझयाविति ।
जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया ॥ જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.]
__ आयारदेसणाओ आयरिया, विणयणादुवज्झाया ।
अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया ॥ આિચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ભગવંત આચાર્ય અને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય
ઉપાધ્યાયપદની મહત્તા આ ૧૬ ૧
Page #200
--------------------------------------------------------------------------
________________
કહેવાય.. પંચાધ્યાયીમાં ઉપાધ્યાયનાં લક્ષણો બતાવતાં કહ્યું છે :
उपाध्याया8 समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारग४ ॥ कविर्जन्यग्रसूत्राणां शब्दार्थे: सिद्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्त्ववर्मनाम् । उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम् । यदध्येति स्वंय चापि शिष्यानधयापयेद गुरुः ।
सेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधि १ । (ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવક્તા, વાગુ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિદ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ અર્થમાં મધુરતા આણનાર, વસ્તૃત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં શ્રતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાતુ ઉપાધ્યાય હોય છે.
ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે.]
શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગયો છે :
ભારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેતે જ,
સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે જી.' ઉપાધ્યાય મહારાજના ૬ ૨૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસરાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતાના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિઓ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે, Only those who respecct their seniors can command respect from their juniors.
આવશ્યક નિર્યુક્તિની ૯૦૩મી ગાથામાં “વિણયા' શબ્દ પ્રયોજાયેલો છે.
૧૬૨
જૈન ધર્મ દર્શન
Page #201
--------------------------------------------------------------------------
________________
એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ “ભગવતી સૂત્રની ચકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે.
नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वदिति ।
ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જોકે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તોપણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસક્રમની દૃષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય વચ્ચે નથી. ગથ્થવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય ઘણી બધી દષ્ટિએ સમાન હોય છે.
કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતા વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેટલાક ઉપાધ્યાય જીવનપર્યત ઉપાધ્યાય જ રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે :
જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;'
સૂત્ર ભણીએ સખત હ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાષે તેહ
આચાર્ય એ ભેદ લહીએ, ઘેઈમાં અધિક અંતર ન કહીએ.' શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર યુવરાજીનું રૂપક પ્રયોજીને ગચ્છ-વ્યવસ્થાની દૃષ્ટિએ “ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે :
રાજકુવર સરીખા ગણચિંતક આચરિજ પદ જોગ;
જે ઉવાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.' રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજાની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની-ગચ્છની ચિંતા કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભયરૂપી રોગ આવતો નથી.
ઉપાધ્યાયપદની મહત્તા ઃ ૧૬૩
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ ‘નવકાર ભાસ'ના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે :
ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે; જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ,
પણિ નતિ ધરે અભિમાન રે;
વલી સૂાર્થનો પાઠ દઈ, વિ જીવને સાવધાન રે.' દિગંબર પરંપરાના ધવલા” ગ્રંથમાં પણ કહ્યું છે : चतुर्दशविद्यास्थानव्याख्यातारः उपाध्यायाः तात्कालिक प्रवचनव्याख्यातारो वा आचार्यस्योक्ता शेष लक्षण समन्विताः संग्रहानुग्रहादिगुणहीनाः ।
[ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે; અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે.] ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ‘શ્રીપાલ રાસ’માં લખે છે :
અર્થ સૂત્ર ને ાન વિભાગે, આચાર જ ઉવજ્ઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિયેં તે સુપસાય..
પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદ મોક્ષસંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્નપૂર્વક નમસ્કાર કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવો.]
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પંચપરમેષ્ઠિ ગીતા'માં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે :
‘સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવજ્ઝાય; એહ વચન ઈહીં ભાખ્યો, ભગવઈ-વૃત્તિ લેઈ, એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે ધ્રેઈ ભેઈ.’
૧૬૪ આ જૈન ધર્મ દર્શન
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં ભગવતીસૂત્રની વૃત્તિનો આધાર આપ્યો છે અને ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદષ્ટિથી ભેદ છે, નિશ્ચયદષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે.
ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં સવિશેષપણે, કર્તવ્યરૂપે મગ્ન રહેતા હોવા છતાં તેમની વ્રત-તપાદિ ક્રિયાઓમાં જરા પણ ન્યૂનતા આવતી નથી. તેઓ પોતાના શિષ્યોને, અન્ય મુનિઓને વાચના આપવા ઉપરાંત ક્રિયાઓનાં રહસ્ય પણ સમજાવતા હોય છે અને અધ્યયન કરતાં કરતાં મુનિઓ ક્રિયાની બાબતમાં પ્રમાદી ન બને તે તરફ પણ પૂરતું લક્ષ આપતા હોય છે. ઉપાધ્યાય ભગવંત સાધુમાંથી ઉપાધ્યાય થયા હોય છે એટલે સાધુ તરીકેનાં તેમનાં વ્રત–તપાદિ ચાલુ જ હોય છે અને સાધુના સત્તાવીસ ગુણોથી તો તેઓ યુક્ત હોય જ છે. પોતાના પંચાચારના વિશુદ્ધ પાલન દ્વારા તેઓએ વાચના લેતા મુનિઓ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે.
ઉપાધ્યાય મહારાજ બાહ્ય બધી ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરતા હોવા છતાં અને પોતાના ગરછમાં સારણાદિક કર્તવ્ય કરતા હોવા છતાં તેમનું ચિત્ત સતત ધ્યાનમાં રહેતું હોય છે. તેઓ આગમોના મુખ્યાથે ઉપરાંત અક્ષર, પદ, વાય, વાક્યસમૂહનો શો તાત્પયર્થ છે, તથા તેમાં કેવાં કેવાં રહસ્યો ગૂંથી લેવામાં આવ્યાં છે તેનું મનન-ચિંતન કરતા હોય છે. તેમનું ભાવચિંતન મૌલિક અવગાહનરૂપ, અનુપ્રેક્ષારૂપ હોય છે. તેમનો રસનો વિષય જિનેશ્વરકથિત પદાર્થોનાં રહસ્યોને પામવાનો હોય છે. એથી જ તેઓ આત્મમગ્ન હોય છે અર્થાત્ આત્મરૂપી ઘરમાં રમણ કરતા હોય છે. કહ્યું છે :
સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો,
રંગીલે જી ઉરા તું પાઠક પદ મન ધર હો.’ ‘શ્રીપાલ રાસમાં પણ કહ્યું છે :
તપ સર્જાયે રત સધ, દ્વાશ અંતના ધ્યાતા રે,
ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ, ગ ભાતા રે.” ઉપાધ્યાય ભગવંત દિવસ-રાત અન્ય ક્રિયાઓ કરતા હોવા છતાં અને સમુદાયનાં અન્ય વ્યવહારનાં કાર્યો એમણે કરવાનાં હોય તોપણ એમનું ચિત્ત તો શ્રતશાસ્ત્રના તમામ પદાર્થોમાં સતત રમતું હોય છે. એમને માટે ઉપમા આપવામાં આવે છે કે, જેમ જલ વિના માછલી તરફડે તેમ ઋતશાસ્ત્ર વિના ઉપાધ્યાય મહારાજને ચેન ન પડે. શાસ્ત્રોના અધ્યયન કે અધ્યાપનનો તેમને ક્યારેક થાક ન લાગે. વસ્તુતઃ અધ્યયન-અધ્યાપનની વાત આવે ત્યારે તેઓ ઉત્સાહમાં આવી જાય. અધ્યાપનના
ઉપાધ્યાયપદની મહત્તા એક ૧૬૫
Page #204
--------------------------------------------------------------------------
________________
કાર્યનો તેમને ક્યારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય કે અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે કે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્ત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેગમાં આવીને ખોટી ખોટી દલીલો કરે તોપણ ઉપધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે ક્યારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ન ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને તેની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ એકસરખી ન હોય એટલે જે જીવ જે દશાએ હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના તેવા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે : ‘મા તુષ મા રુ.’ મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ ‘માસતુસ’ ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતાનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે.
શ્રુતશાસ્ત્ર અધ્યયન અને અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે.
ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને પણ થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં ૨સ રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મૂર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી દે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી શ્રીપાલ રાસ'માં લખે છે :
મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજ્ઝાય સલજન પૂજિત, સૂત્ર અરથ સનિ જાણે.’
૧૬૬ : જૈન ધર્મ દર્શન
Page #205
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી.
આમ ઉપાધ્યાયપદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાયપદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારોએ અહીં સુપેરે સમજાવ્યું છે.
શ્રી ભદ્રબાહુસ્વામી ‘આવશ્યક નિર્યુક્તિમાં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે :
उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ । भावेण कीरमाणो होई पूणो बोहिलाबाए ॥ उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणताणं । हियअं अणुम्मयंतो विसोत्तियावारओ होई ॥ उवज्झायनमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो ॥ उवज्झायनमुक्कारो सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवई मंगलं ॥ (૧) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. ) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ‘શ્રીપાલ રાસના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે:
બાવના ચંદન સમ રસવણે, અહિત તાપ સવિ ટળે. તે ઉવાય નમીજે જે વલી,
જિનશાસન અજુઆલે રે.” જેઓ બાવનાચંદનના રસ જેવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના
ઉપાધ્યાયપદની મહત્તા આ ૧૬૭
Page #206
--------------------------------------------------------------------------
________________
અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નવપદની પૂજામાં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ “સિરિ સિરિવાલ કહા'માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે :
सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं ।
गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियम थराणं ॥ સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થનો વિસ્તાર કરીને સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે અર્થાતું જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં ત્યાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે.
પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, “શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચક્ષુ અને ઘાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ ષડૂરસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.' રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે :
‘દ્વાદશ અંગ સઝાય કરે જે, પારગ ધારક તાસ;
સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉwય ઉલ્લાસ.' વળી તેઓ ઉપાધ્યાય પદનો મહિમા સમજાવતાં કહે છે :
નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આશાયત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય.
૧૬૮. જૈન ધર્મ દર્શન
Page #207
--------------------------------------------------------------------------
________________
નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવન્ઝય,
નામ જપતાં જેહનું નવ નિધિ મંગલ થાય.' પંન્યાય શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, “ઉવાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાતુ શ્રી ઉપાધ્યાય ભગવંતો સદ્ય ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.
શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા “સિરિ સિરિવાલ કહા'માં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે :
गणतित्तीसु निउत्ते सुत्तत्थजझावणंमि उज्जुते ।
सज्जाए लीणमणे सम्मं झाएह उज्झाए ॥ ગિણ (ગચ્છ-ધર્મસંઘ)ની તૃપ્તિ (સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારણાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યક પ્રકારે ધ્યાન કરો]
‘સિરિ સિરિવાલ કહા'માં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે :
जे बारसंघसज्झाय पारगा धारगा तयस्थाणं । तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए । अन्नणवहि बिहुराण पाणिणं सुअ रसायणं सारं । जे दिति महाविज्जा तेहं झाएमि उज्झाए ॥ मोहादि दळूनठप्प नाण जीवाण चेयणं दिति ।
जे केवि नरिंदा ईव ते हं झाएमि उज्झाए ॥ શ્રી રત્નશેખરસૂરિ ઉપાધ્યાય ભગવંત માટે વળી લખે છે :
सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं ।
तम्हा हु ते उवज्झायराये, झाएह निच्वं पिकयप्पसाए ॥ સારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કૃપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરો.
શ્રત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થનો બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશુદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે.
ઉપાધ્યાયપદની મહત્તા એ ૧૬૯
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે :
નિત્ય ઉવજ્ઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં; હૃદય દુર્ધ્યાન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયી વિરાધે'
નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પીત (પીળો), ઉપાધ્યાયપદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષતઃ ધ્યાતા-ધઅયાનની દૃષ્ટિએ કરવામાં આવી છે અને તેમાં વિશિષ્ટ પ્રયોજન રહેલું છે. સામાન્ય અનુભવની એ વાત છે કે આંખ બંધ કરીને કોઈ પણ એક પદાર્થનું ધ્યાન ધરીએ તો આંખ બંધ થતાં જ શ્યામ વર્ણ દેખાય છે. પછી ધીમે ધીમે નીલો વર્ણ, પછી પીળો વર્ણ અને શ્વેત વર્ણ દેખાય છે. ધ્યાનમાં બહુ સ્થિર થતાં બાલસૂર્ય જેવો, તેમના ગોળા જેવો લાલ વર્ણ દેખાય છે. પંચપરમેષ્ઠિમાં છેલ્લું પદ સાધુનું છે. ત્યાંથી જીવે ઉત્તરોત્તર ચઢતાં ચઢતાં સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. એટલા માટે રંગનો ક્રમ એ પ્રમાણે આપવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ આત્માના જ ગુણ હોવાથી તેને શ્વેત વર્ણ રાખવામાં આવ્યો છે.
ઉપાધ્યાયપદનો રંગ નીલો છે. વીજળીના બે તાર અડતાં તેમાંથી ઝરતા તણખાનો જેવો ભૂરી ઝાંયવાળો લીલો રંગ હોય છે તેવા રંગથી માંડીને ઘાસના લીલા રંગ જેવા લીલા રંગ સુધીના રંગ હોય છે. નીલમણિની પ્રભા પણ શીતળ, નયનરમ્ય અને મનોહર હોય છે. ઉદ્યાનની હિરયાળી વનરાજ પોતે પ્રસન્ન હોય છે અને જોનારને પણ પ્રસન્ન કરી દે છે. હરિયાળાં વૃક્ષો પોતાના આશ્રર્ય આવના૨નો શ્રમ હરી લે છે અને તેમને શીતળતા, પ્રસન્નતા અર્પે છે. તેવી રીતે ઉપાધ્યાય ભગવંત પોતે હંમેશાં ઉપશાંત અને પ્રસન્ન હોય છે તથા તેમના સાંનિધ્યમાં આવનારને તેઓ શાંત અને પ્રસન્ન કરી દેતા હોય છે. ઉપાધ્યાય ભગવંત પાસે ભવનો ભય અને થાક ઊતરે છે, શંકાનું સમાધાન થાય છે અને તે થતાં પ્રસન્નતા અનુભવાય છે.
મંત્રશાસ્ત્રમાં અંતરાયો, ઉપદ્રવો કે અશિવના નિવારણ માટે નીલ વર્ણ (લીલા રંગ)નું ધ્યાન ધરવાનું વિધાન છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનના આવરણને કે અંતરાયને
૧૯૭૦ જૈન ધર્મ દર્શન
Page #209
--------------------------------------------------------------------------
________________
દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ણ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રશાસ્ત્રમાં (જૈન, હિન્દુ અને બૌદ્ધ એ ત્રણેમાં) બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચ તત્ત્વો સંકળાયેલાં છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકારમંત્રના નમો' એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્ત્વ સાથે અનુસંધાન થાય છે. નમો ઉવજ્ઝાયાણ’ એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો 3=0 આકાશ, ઉ પૃથ્વી; વ = = પૃથ્વી અને જલ; યા = વાયુ અને ણ = આકાશ – એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે.
=
જલ; ઝા
મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકારમંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાયપદનો મંત્ર ૐ હ્રીં નમો ઉવઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે.
નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યમાં ચોથા દિવસે ઉપાધ્યાયપદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. ત્યાર પછી જિનમંદિરે જઈ પચીસ સાથિયા કરવાના પચીસ ખમાસણાં દેવાનાં, પચીસ પ્રદક્ષિણા કરવાની અને ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે :
તપ સજ્ઝાયે ૨ત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આત્મા, જગબંધત ગભાતા રે.’
પ્રત્યેક પ્રદક્ષિણા અના ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયપદના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે શ્રી આચારાંગ સૂત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ” આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. ઉપાધ્યાયપદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ * કાવ્યની શક્તિ (બીજી આવૃત્તિ) પૃ. ૧૨૩
ઉપાધ્યાયપદની મહત્તા ૬ ૧૭૧
Page #210
--------------------------------------------------------------------------
________________
કરવાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે.
પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ણનાં ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચીસ મરકત મણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે.
ઉપાધ્યાયપદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની શક્તિ પ્રાપ્ત કર્યું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બનું.”
આમ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્વળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે! શ્રી હરિવિજયસૂરિના શિષ્ય સત્તરભેદી પૂજાના રચયિતા, કુંભારનું ગધેડું ભૂંકે ત્યારે કાઉસગ્ગ પારવાનો અભિગ્રહ ધારણ કરનાર અને તેથી આખી રાત ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાનમાં એ પૂજાની રચના કરનાર શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયનું નામ કેટલું બધું પ્રેરક છે ! એ જ પ્રમાણે શ્રી હીરવિજયસૂરિના શિષ્યો ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી ગીતાર્થ પ્રભાવક ઉપાધ્યાય હતા. અનેક રાસકૃતિઓના રચયિતા ઉપાધ્યાય શ્રી સમયસુંદરજી, ઉપાધ્યાય મંઘવિજયજી, ઉપાધ્યાય શ્રી માનવિજયજી, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી તથા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીનાં નામ પણ શાસનપ્રભાવકોમાં સુપરિચિત છે. તદુપરાંત ‘શ્રીપાલ રાસ' અને પુણ્યપ્રકારના સ્તવનના રચયિતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ અને આ બધા ઉપાધ્યાયોમાં જેમણે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતીમાં અનેક રચનાઓ આપી છે અને ત્રણ ત્રણ ચોવીસીઓની રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ ઉપાધ્યાયોમાં શિરમોર સમાન છે. જેમનું સાહિત્ય રસ અને ભારપૂર્વક વાંચતા જેમનાં ચરણમાં મસ્તક સહજપણે પૂજ્યભાવથી નમી પડે છે એવા ઉપાધ્યાયમહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો ઉપાધ્યાયપદને ઘણું બધું ગૌરવ અપાવ્યું છે. ઉપાધ્યાયજી મહારાજ એટલું બોલતાં જ એ શબ્દો શ્રી યશોવિજયજી માટે વપરાય છે એવી તરત પ્રતીતિ થાય છે, કારણ કે ઉપાધ્યાય શબ્દ એમના નામના પર્યાયરૂપ બની ગયો છે.
૧૭૨ ઃ જૈન ધર્મ દર્શન
Page #211
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત બીજા ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે એમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુતઃ શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા ઉપાધ્યાય ભગવંતો દ્વારા જ સારી રીતે ચાલી શકે છે. એટલા માટે જ તેમને શાસનના સ્થંભભૂત તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
આમ આચાર્ય નહિ પણ આચાર્ય જેવા, આચાર્ય ભગવંતને સહાયરૂપ, શ્રુતજ્ઞાનરૂપી રસાયન દ્વારા શિષ્યોને માતૃસમ વાત્સલ્યભાવથી સુસજ્જ કરી શ્રુતપરંપરાને ચાલુ રાખનાર, ક્ષમા, આર્જવ, માર્દવ ઈત્યાદિ ગુણોથી યુક્ત, નિરાકાંક્ષી નિરભિમાની, પચીસ-પચીસ જેટલા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત જિનશાસનના આધારસ્થંભરૂપ છે. જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો આદર્શ ઘણો જ ઊંચો રહ્યો છે. એથી પંચપરમેષ્ઠિમાં, નવકારમંત્રમાં ઉપાધ્યાય ઉવઝાય ભગવંતનું સ્થાન અધિકારપૂર્વક યથાર્થ સ્થાને રહેલું છે. એમને જપ-તપ-ધ્યાનપૂર્વક કરાયેલો સાચો નમસ્કાર ભવભ્રમણ દૂર કરવામાં, મોક્ષપ્રાપ્તિમાં અવશ્ય સહાયરૂપ બને છે.
ઉપાધ્યાયપદની મહત્તા - ૧૭૩
Page #212
--------------------------------------------------------------------------
________________
નમો લોએ સવ્વસાહૂણે
અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યાં છે. એ પંચપરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ “નમો લોએ સવ્વસાહૂણં એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ.
નવકારમંત્રના નવ પદમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાતુ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ, પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે.
સાધ-પદ કેન્દ્રસ્થાને છે. એનો અર્થ એ થયો એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણ કે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહિ, આચાર્ય થવાય નહિ, અરિહંત પણ થવાય નહિ અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહિ. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જૈન ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકારમંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘજીએ કહ્યું છે :
સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે.
આ પાંચમો નમસ્કાર સાધુ ભગવંતોને કરતાં આપણે બોલીએ છીએ : નમો લોએ સવ્વસાહૂણં. પરંતુ આ પાંચમા પદમાં આગળનાં ચારે પદ કરતાં બે શબ્દ વધારે છે–લોએ” અને “સત્ર.” “લોએ' એટલે કે સમસ્ત લોકમાં રહેલા. “સવ' એટલે સર્વ. તો શું પહેલાં ચાર પદોમાં લોએ” અને “સબ' એ બે શબ્દોની જરૂર નથી ? વસ્તુત: એમાં એ બે શબ્દો અધ્યાહાર છે. જો પ્રથમ અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં લોએ” અને “સવ” એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે
૧૭૪
જૈન ધર્મ દર્શન
Page #213
--------------------------------------------------------------------------
________________
જ એમ સમજી શકાય છે.
“લોએ એટલે લોકમાં, લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને લોક એટલે ચૌદ રાજલોકના ઉર્ધ્વ, તિર્યગુ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિર્યગુ લોક. અઢી દ્વીપ પ્રમાણ મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં લોએ' એટલે મનુષ્યલોક.
‘સવ' એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે: (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને તે નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણે લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે, તે સર્વને, જ્યાં જ્યાં સાધુત્વ છે તે સર્વને વંદન હો. - સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે : (૧) સાથથતિ નિષ્માવતિ વિદ્યાર્થીતિ સાધુal – જે ધર્માદિ કાર્યને નિષ્પાદક
કરે એટલે કે સાધે તે સાધુ. (૨) સાઘતિ જ્ઞાનાદિ શક્તિfમક્ષમિતિ સાધુel – જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને
સાધે તે સાધુ. (૩) સચદર્શનજ્ઞાનવારિતૈક્ષ સાધયતીતિ સાધુal - જે સમ્યગદર્શન,
સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર વડે મોક્ષને સાધે તે સાધુ. (૪) સ્વારિત મોક્ષાનુન વી સીધયતીતિ સાધુel – જે સ્વ-પર હિતને અથવા
મોક્ષને અનુષ્ઠાનને સાધે તે સાધુ. (૫) નિવ્વા સાહળ સાધવal – જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શાન્તિ સધાન્તીતિ સાધવ – જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) સાથત પોપતિ વિશિષ્ટક્રિયfમરપરમિતિ સાધુel – જે વિશિષ્ટ ક્રિયા
વડે અપવર્ગ અર્થાતુ મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) મનવિમર્થ સાધયતતિ સાધુણ – જે અભિલષિત (ઈચ્છિત) અર્થને સાધે
તે સાધુ. (૯) સમતાં તે સર્વભૂતેષુ વ્યાયતન્નતિ સાધવણl - સર્વપ્રાણીઓ પ્રત્યે જે સમાતાનું
ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (१०) समायिकादिगत विशुद्ध क्रियाऽभिव्यडङग्यसकलसत्त्वॐहिताशयामृतलक्षण
પfબTH Uર્વ સાધુ ઘર્ષણ | સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે.
નમો લોએ સવ્વસાહૂણે કે ૧૭૫
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૧) સહાય વા સંયમોપિ ઘારયન્તીતિ સાધવ – જે સંયમમાં સહાયક બને તે સાધુ.
આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે સહાય કરે તે સાધુ એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી
આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે:
निव्वाणासाहए जोगे जम्हा साहन्ति साहुणो ।
समा य सव्वभूएसु तम्हा ते भावसाहूणो ॥ નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી ‘ભાવસાધુ કહેવાય છે.]
- સાધુસંસ્થા ભારવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જોકે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તોપણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવ્રતી, સંત મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, ક્ષમાશ્રવણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ' માટે પ્રયોજાયેલા જોવા મળે છે.
નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્તાવીસ – એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે.
સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) છકાય જીવની રક્ષા (૪) પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ (૫) ત્રણ ગુપ્તિનું પાલન (૬) લોભ નિગ્રહ-લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે
૧૭૬
જૈન ધર્મ દર્શન
Page #215
--------------------------------------------------------------------------
________________
(૮) મનનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કહે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે
૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે.
જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભય સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ.
જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. “દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી” એટલે “ધનતા” અને “ક્ષાનો “ક્ષ' એટલે “ક્ષય.” દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહિ.
ગૃહસ્થ વ્યક્તિ જ્યારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે કરેમિ ભંતે” સૂત્ર ઉચ્ચારાવાય છે. એમાં તે “સલ્વે સાવજ્જ જોગ પચકખામિ' બોલી સર્વ સાવદ્ય યોગમાં પચફખાણ લે છે. સાવધ યોગ એટલે દોષયુક્ત, પાપયુક્ત પ્રવૃત્તિ. મુનિપણાની દીક્ષામાં અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચ મહાવ્રત ધારણ કરવામાં આવે છે. સંયમ અને જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ કે મોરપીંછી) એમને આપવામાં આવે છે. આ મહાવ્રતોનો ભંગ થાય એવી જે કોઈ પ્રવૃત્તિ તે સાવદ્ય યોગ. ગૃહસ્થ જીવનમાં કેટલીક પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. માણસ ઘરમાં રહે છે અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાધુને હવે પોતાનું ઘર હોતું નથી. તેઓ અણગાર બન્યા છે. સાધુનું જીવન એવી રીતે ઘડવામાં આવ્યું છે કે એ નાણાં વગર પોતાનું જીવન ચલાવી શકે છે. એમને રસોઈ કરવાની નથી હોતી. તેઓ ગોચરી વહોરી લાવીને પોતાના ઉપાશ્રયમાં આવીને વાપરે છે. તેઓ
નમો લોએ સવ્વસાહૂણે એક ૧૭૭
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉઘાડા પગે ચાલીને બધે જાય છે. તેઓ બે જોડી વસ્ત્ર રાખે છે જે ગૃહસ્થોએ વહોરાવેલાં હોય છે. સાધુનાં વસ્ત્ર–પાત્ર પરિમિત હોય છે. દિગંબર મુનિઓ તો વસ્ત્ર–પાત્ર પણ રાખતા નથી. કરપાત્રી હોવાથી તેઓ હાથમાં લઈને જ આહાર કરી લે છે. સાધુ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમને કોઈ મોજશોખ હોતા નથી. એટલે સાધુ ભગવંતને જીવનના અંત સુધી પોતાના નિર્વાહ માટે પાસે એક રૂપિયો પણ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ કંચન અને કામિનીના ત્યાગી હોય છે. સાધુને સૂવા માટે ગાદલો–ઓશિકાં હોતાં નથી. પાથરવા ઓઢવા માટે એક કામળી અને હાથ એ જ ઓશીકું. દિગંબર મુનિઓ તો પહેરવા કે પાથરવા માટે એક વસ્ત્ર પણ રાખતા નથી. આમ સાધુ ભગવંતોને અર્થોપાર્જનની, અર્થસંક્ષણની કે અર્થવૃદ્ધિની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ નિમિત્તે થતા સાવદ્ય યોગોથી તેઓ મુક્ત રહે છે. આત્મજ્ઞાન માટે સાધુપણું કહ્યું છે. આનંદઘનજીએ કહ્યું છે :
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. માત્ર વેષ ધારણ કરવાથી સાધુપણું નથી આવી જતું. સાધુત્વનો ભાવ પણ જોઈએ. દ્રવ્યલિંગી અને ભાવલિંગીના ચાર ભેદ થાય છે. દ્રવ્યલિંગી હોય, પણ ભાવલિંગી ન હોય, (૨) ભાવલિંગી હોય પણ વ્યલિંગી ન હોય, (૩) દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય અને (૪) દ્રવ્યલિંગી ન હોય અને ભાવલિંગી પણ ન હોય. આ ચારમાં શ્રેષ્ઠતમ તે જ કે જે દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય. દ્રવ્યલિંગ નિરર્થક નથી. ભાવલિંગી થવા માટે પણ તે અત્યંત ઉપકારક છે. કેટલાંક પહેલાં માત્ર દ્રવ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે.
શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત સ્થૂલ અને અત્યંતર અર્થાત્ સૂક્ષ્મ રૂપાંતર-transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા, વ્યવહાર ઇત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા-શણગારવાની વાત નહિ. જૈન સાધુ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો' કે “આવજો' કહેતા નથી. માત્ર
૧૭૮ - જૈન ધર્મ દર્શન
Page #217
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ' કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચારી. ખાવું' નહિ પણ “વાપરવું, “પથારી' નહિ પણ “સંથારો', “વાસણ' નહિ પણ પાતરાં'. સાધુને હવે કોઈના સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજેમાંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું.
સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ વર્તમાન જોગ’ એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે :
आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायाणि ।
तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो ॥ (આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે..
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશોને?” તો સાધુ મહારાજ એમ ન કહે કે “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.” જવાનું નિશ્ચિત જ હોય તોપણ સાધુ મહારાજ કહે કે “વર્તમાન જોગ'. એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસર તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. - શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ પ્રકરણમાં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે :
गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा ।
जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो ॥ મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગારવાનો ત્યાગ કરનારા, અસંગ થયેલા, જિનમત-જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યકત્વના પ્રભાવક હોવા જોઈએ.
જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર–પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દસવૈકલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો
|
નમો લોએ સવ્વસાહૂણં જ ૧૭૯
Page #218
--------------------------------------------------------------------------
________________
નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે
ક્લેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અસંદીન જિમ દ્વીપ તથા ભવિજન આભાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર ગુણમહિમા ભંડાર.
જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દ્વીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનાર હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્થ જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે.
સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારમંત્રના એક બાલાવબોધમાં કહ્યું છે : ‘જે સાધુ ૪૨ દોષ વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઇન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પે વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાન્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસ૨, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બંધવ, કુતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધા૨ના૨, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા....',
બીજા એક બાલાવબોધમાં કહ્યું છે :
સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ.... સમ્યાન સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર એ રત્નત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરઈ, છઠ્ઠું રાત્રિભોજન વરઈ, સાત ભય ટાલઈ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહા૨ ક૨ઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રવદ્વાર રુંધઈ, અઠ્ઠા૨સ સહસ સીલાંગરથ ધરઈ, બાવીસ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાલઈ, બઈતાલીસ દોષવિશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર લ્વેઈ, પંચ દોષરહિત મંડલી ભુંજઈ, જે સમ-શત્રુ-મિત્ર સમ-લેટ્ટ–કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમા, અકિંચણા, અમચ્છા, જીઈંદિયા, જીવકસાયા, નિમ્મલ બંભર્ચ૨વાસા, સજ્ઝાય ઝાણ–જુગ્ગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિ૨સાહારા, અંતાહારા, પંતાહારા, અરસજીવી, વિરસજીવી, અંતજીવી,
૧૮૦ * જૈન ધર્મ દર્શન
Page #219
--------------------------------------------------------------------------
________________
પંતજીવી, તુચ્છાહારા, સુહાહારા, સુક્કા, ભુક્કા, નિમ્મેસા, નિસ્સોશિયા, કિસિઅંગા, નિરાગસરા, કુખ્ખિસંબલા, ખજ્ઞાતકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઈસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયર–કારત જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિઃકિંચણ, નિરહંકારી, નિઃપરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.’
આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કે
न च राजभयं न च चोरभयं ईहलोकसुखं परलोकहितं । नरदवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ॥
સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે :
साधूनां दर्शन पुण्यं, तीर्थभूता हि साधव: I तीर्थ: खलति कालेन, सद्यः साधुसमागमः ॥
જંગમ તીર્થરૂપ સાધુ ભગવંતનાં દર્શનથી પુણ્યોપાર્જન થાય છે. સ્થાવર તીર્થ કરતાં પણ તરત ફળ આપનાર સાચા જંગમ તીર્થનો મહિમા મોટો છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને સાધુને માટે અષ્ટ પ્રવચના માતા ગણવામાં આવે છે. દસ પ્રકારના યતિ ધર્મને સાધુના દસ પિતા રૂપે દર્શાવવામાં આવે છે. ગૃહસ્થની સંભાળ રાખનાર એક માતા અને એક પિતા હોય છે. સાધુની સંભાળ રાખનાર આઠ માતા અને દસ પિતા હોય છે. સંઘને પણ સાધુનાં માતાપિતાઅમ્માપિયા તરીકે ઓળખાવવામાં આવે છે.
સાધુ ભગવંત ચાલે તો ઈર્ષ્યાસમિતિપૂર્વક, બોલે તો ભાષાસમિતિપૂર્વક, ગોચરી–આહાર લેવા જાય તો એષણાસમિતિપૂર્વક, ચીજવસ્તુઓ લે–મૂકે તો તે આદાનભંડનિક્ષેપણા સમિતિપૂર્વક અને શૌચાદિક્રિયા કરે તો તે પરિષ્ઠાપનિકા સમિતિપૂર્વક. તેઓની પ્રત્યેક ક્રિયા જ્યણાપૂર્વકની હોય છે.
સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરે તે પોતાના શરીરને ઢાંકવા માટે અને નહિ કે દેહને શણગારવા માટે. કડક ઇસ્ત્રીવાળાં કપડાં સાધુને ન શોભે. એવું વસ્ત્ર આવ્યું હોય તોપણ આમળી નાખી, કરચલીઓવાળું વસ્ત્ર ધારણ કરે. જીર્ણ કંથા એ સાધુની
નમો લોએ સવ્વસાહૂર્ણ * ૧૮૧
Page #220
--------------------------------------------------------------------------
________________
શોભા છે. સાધુ સીવેલાં વસ્ત્ર ન પહેરે. સાધુઓ પોતાનાં વસ્ત્ર પોતે જ ધુએ. ઓછામાં ઓછા પાણીથી. ગૃહસ્થ પાસે વસ્ત્રો ન ધોવડાવે. પોતે પણ રોજેરોજ વસ્ત્ર ન ધુએ. દિગંબર મુનિઓ તો જીવનપર્યત વસ્ત્ર ધારણ ન કરે.
જૈન સાધુઓ અપરિગ્રહી હોવાથી છત્રી, બૂટ, ચંપલ, છરી, કાતર ઈત્યાદિ કશું જ વાપરતા નથી. તેઓ વાહનનો ઉપયોગ કરતા નથી. ચાતુર્માસ સિવાય એક સ્થળે તેઓ રહેતા નથી. એના નિયમો હોય છે. ઉઘાડા પગે પાદવિહાર એ જૈન સાધુનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. ઝડપી વાહનોના વર્તમાન યુગમાં પણ સાધુઓના પાદવિહારમાં સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. સાધુ એથી સ્વાધીન છે. જે વખતે વિચાર થાય તે વખતે તે વિહારનો પોતાનો કાર્યક્રમ તરત ગોઠવી શકે છે. વિહારથી આરોગ્ય સારું રહે છે અને વિશાળ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતાં નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંઘાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી, પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તાણ વિહાર કરી શકે છે.
નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દઢ નિયમો બતાવ્યા છે. જેન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ કહ્યું છે ;
જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે. સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતાં, તજતા ભિક્ષા દોષો;
પગ પગ વતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૬,૧૮૦, ૧૮00 છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે :
૩ યોગ X ૩ કરણ ૪૪ સંજ્ઞા X ૫ ઈન્દ્રિયો X ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની
૧૮૨ જૈન ધર્મ દર્શન
Page #221
--------------------------------------------------------------------------
________________
અવિરાધના ૧૦ યતિ ધર્મ = ૧૮000 શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે.
શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાજી મહારાજે કહ્યું છે :
મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદગુરુ પાસે. દૂષમ કાલે પણ ગુણવતા, વરતે શુભ અધ્યાસે. છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લપિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉ. ગુઠાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલે;
રહે શેલડી મંકી રાખી, કેતો કાલ પરાલે? શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં લખ્યું છે : ૩ર-જિરિ-નન-સાર-હથ7-
ત મો ય નો ઢોડુ . સમર-મિr-ઘર-1નંદ-વિ-વિUસિનો નો સમuો |
શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ.
- સાધુ ભગવંત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ બીજાના કરેલા ઘર (દર)માં રહે છે, આહારનો સ્વાદ લેતો નથી તથા દરમાં દાખલ થતી વખતે ગતિ તદ્દન સીધી રાખે છે. એવી રીતે સાધુ ભગવંત બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ ન ધરાવનારા અને સંયમ માર્ગમાં સીધી ગતિ કરનારા હોય છે. સાધુ ભગવંત પર્વત જેવા અડોલ, અગ્નિ જેવા તેજસ્વી, સમુદ્ર જેવા ગંભીર અને મર્યાદાવાળા, આકાશ જેવા નિરાલંબ, કમળ જેવા નિર્લેપ, સૂર્ય જેવા પ્રકાશમાન, પવન જેવા નિબંધ હોવા જોઈએ. સાધુ ભગવંત માટે આવી ૮૪ પ્રકારની ઉપમાઓ શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે.
જૈન ધર્મમાં ચારનું શરણું લેવાનું કહ્યું છે. એ ચાર તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણીત ધર્મ. આ ચારમાં સાધુને પણ સ્થાન આપવામાં આવ્યું છે એ પરથી સાધુપદનો મહિમા સમજાશે. સિદ્ધ પરમાત્માએ આઠ્ઠ કર્મનો ક્ષય કર્યો છે એટલે એ તો સર્વોચ્ચ આદર્શ છે. અરિહંત ભગવાને ચાર ઘાતી કર્મનો ક્ષય કર્યો હોય છે. દેહધારી જીવોમાં તેઓ સર્વોચ્ચ સ્થાને છે. અરિહંત અને સિદ્ધલ પરમાત્મા પછી સાધુનું શરણું લેવામાં આવે છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ન્યૂનતા નથી હોતી, પણ સાધુમાં ન્યૂનતા હોઈ શકે છે. આમ છતાં સાધુ પદને એટલું મહત્ત્વ આપવામાં એક કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા પરોક્ષ છે અને અરિહંત ભગવાનનો પ્રત્યક્ષ લાભ બધાંને ન મળી શકે.
નમો લોએ સવ્વસાહૂણં ૧૮૩
Page #222
--------------------------------------------------------------------------
________________
પરંતુ અરિહંત ભગવાનના વિરહકાળમાં પણ સાધુ ભગવંતનો યોગ સર્વસુલભ હોય છે. સાધુ પદમાં અહીં આચાર્ય અને ઉપાધ્યાયનું પદ સંનિહિત છે. આ શ્રમણવર્ગ અનેક જીવોને સંસારના ભયથી બચાવી મોક્ષમાર્ગ બતાવે છે, મોક્ષમાર્ગ પર આરૂઢ કરાવે છે અને અનેક જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થાય છે. એટલા માટે સાધુ ભગવંતનું શરણ અત્યંત મહત્ત્વનું છે.
‘ચઉસરણપયા’માં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે :
જીવલોકના બંધુ, કુગતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જનાર, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. કેવળજ્ઞાની, પરમાવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રુતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધાક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈરતિરોધથી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં, રમતા, વિષયકષાયથી રહિત, ઘર–બા૨ સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, ક્લેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.’
પંચસૂત્ર’માં ચાર શરણમાં સાધુ ભગવંતના શ૨ણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ ! એમાં કહ્યું છે તા પસંતગંભીરાસયા, સાવજોગવિયા, પંચવિહાયારજાણગા, પરોવયાનિયા, પઉમાઈનિર્દેસણા, ઝાણજયણસંગયા, વિસુજઝમાણભાવા સાહૂ સરણું. તિથા (૧) પ્રાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવધયોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકા૨, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પદ્મ વગેરેની ઉપમાવળા, (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.]
આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેની થોડીક ઘટનાઓ ઉ૫૨થી સમજાશે.
(૧) સાધુતાના બાહ્યવેશનાં દર્શન માત્રથી ઉદયન મંત્રીને સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવા માત્રથી સંપ્રતિ રાજાને સમ્યગ્દર્શન
૧૮૪ જૈન ધર્મ દર્શન
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થયું હતું. (૩) સાધુઓનો ઈયસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગદર્શન થયું હતું. () સાધુને ગોચરી વહોરતાં જોઈને ઈલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજુબાહુને ધક્ષા લેવાના ભાવ જાગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એક સાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬) શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું.
જૈન ધર્મની દીક્ષી અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ ધક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં પ્રવજ્યાહ એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે:
(૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે) (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, જી નિર્માણ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્ય જન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની ધરુણતા, સંયોગ-વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં સંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો હોય, (૬) અને એથી વૈરાગ્યવાન હોય, (૭) અલ્પ કષાયવાળો, (૮) અલ્પ નોકષાય (હાસ્યાદિ વાળો, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનયવંત, (૧૧) બહુમાન ધરાવતો હોય, (૧૨) વિશ્વાસઘાત ન કરનારો, (૧૩) શરીરે ખોડખાંપણવાળો ન હોય,(૧)શ્રદ્ધાવંત, (૧૫) ધર્મમાં સ્થિર, (૧૬) અને પોતે પોતાની મેળે સદ્ગુરુ પાસે દીક્ષા લેવા આવેલો હોય. - જેમ દુનિયામાં વિવિધ વ્યવસાયોમાં અયોગ્ય વ્યક્તિઓ હોય છે અને વિવિધ ધમમાં અયોગ્ય સાધુ-સંન્યાસીઓ હોય છે તેમ જૈન ધર્મમાં પણ રહેવાના. વ્યાવહારિક ઉપાધિ અને કૌટુંબિક જવાબદારીથી મુક્ત એવા સાધુજીવન તરફ કોઈક પ્રમાદી માણસો ખેંચાય છે અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લે છે. આવા ઘૂસી જનાર માણસોને જોઈને જ પેલી લોકોકિત પ્રચલિત થઈ હશે કે
શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાએ શિર કી ખાજ, ખાને કો લકું મિલે, ઓર લોક કહે “મહારાજ.'
સાચા ભાવથી દીક્ષા લીધા પછી પણ કેટલાક શિથિલાચારી, સ્વચ્છેદી, પતિત થઈ જાય છે. આવા અયોગ્ય સાધુના મુખ્ય પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) પાર્શ્વસ્થ, (૨) અવસાન, (૩) કુશીલ, જ) સંસક્ત અને (૫) યથાછંદ. આવા કુપાત્ર સાધુઓની લાક્ષણિકતાઓ શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે. તેમને
નમો લોએ સવ્વસાહૂણ * ૧૮૫
Page #224
--------------------------------------------------------------------------
________________
અવંદનીય ગણવામાં આવ્યા છે અને તેમને સમુદાયમાંથી બહાર મૂકવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી તેઓ બીજા સાધુઓને બગાડે નહિ અને શાસનને વગોવે નહિ.
જૈન ધર્મમાં સાધુ-સાધ્વીની દીક્ષા માટે જે કેટલીક વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) બાળક (આઠ વર્ષથી ઓછી ઉંમરનો), (૨) વૃદ્ધ, (૩) નપુંસક, (૪) ક્લીબ, (૫) જડ, તોતડો, બેડોળ કાયાવાળો, આળસુ, (૬) વ્યાધિગ્રસ્ત, (૭) ચોર, (૮) રાજાપકારી (રાજાનો દ્રોહ કરનાર, ગુનેગાર), (૯) ઉન્મત્ત ગાંડો), (૧૦) અદર્શન (આંધળો), (૧૧) દાસ (દાસીથી ઉત્પન્ન થયેલ, ધસીપુત્ર), (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ, (૧૪) ઋણાર્ત (દેવાદાર), (૧૫) જુગતિ, (શરીર, જાતિ, કર્મ વગેરેથી ભ્રષ્ટ કે દૂષિત), (૧૬) અવબદ્ધ (સંયમ સિવાય અન્ય કોઈ ખોટા આશયથી દીક્ષા લેવાની ઈચ્છા રાખનાર), (૧૭) ભૂતક કોઈએ ભાડે લીધેલો, કોઈ સાથે કરારથી બંધાયેલો), (૧૮) નિષ્ફટિક (માતા-પિતા કે વડીલોની રજા વગર કાચી ઉંમરે દીક્ષા લેવા આવેલો.)
સાધુની દીક્ષા માટે અયોગ્ય બતાવેલી આવી વ્યક્તિઓની જેમ જ એવી સ્ત્રીઓ પણ સાધ્વી તરીકે દીક્ષા લેવાને અયોગ્ય ઠરે છે.
તદુપરાંત ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીને પણ દીક્ષા આપી શકાતી નથી.
જૈન સાધુઓ દંત ધાવન કે સ્નાન કરતા નથી તો તેમનું મોટું અને શરીર ગંધાય નહિ ? આવો પ્રશ્ન કેટલાયને થાય છે. એનો ઉત્તર એ છે કે જેઓને સાધુ ભગવંતો પાસે વારંવાર જવાનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે કે જૈન સાધુઓ સવારના બશ-દંતધાવન કરતા ન હોવા છતાં અને સ્નાન કરતા ન હોવા છતાં તેમનું શરીર ગંધાતું નથી. તેનું મુખ્ય કારણ તેઓનો સંયમ છે. જેઓ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ઊર્ધ્વરિતા બને છે એમના શરીરમાં ઓજસરૂપે વિશુદ્ધ પરમાણુઓ એવા પ્રસરી રહે છે કે તે ગંધાતા અશુદ્ધ પરમાણુઓને બહાર કાઢી નાખે છે. આથી જેન સાધુ-સાધ્વીઓનું શરીર ક્યારેય ગંધાતું નથી. જૈન સાધુઓ પોતાના આહાર, વસ્ત્રાદિ માટે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરે છે એટલેકે પ્રકૃતિમાં ઓછામાં ઓછો હસ્તક્ષા કરે છે. એ દૃષ્ટિએ જૈન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહિ મળે.
જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાનાં રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે
૧૮૬ - જૈન ધર્મ દર્શન
Page #225
--------------------------------------------------------------------------
________________
જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહિ. શ્રી સિદ્ધિસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે?
જેઓ જેન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞઅજાણ છે એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યાં રહે છે, એનાં કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુતઃ જૈન સાધુસાધ્વીઓ સંઘ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે મોક્ષની સાધના માટે લે છે, સમાજોવા માટે નહિ. તેઓ મફતનું ખાય છે કે સમાજ ઉપર બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે વ્યક્તિ જે ધ્યેયથી પ્રવૃત્તિ કરતી હોય તેની પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રાખવી તે અયોગ્ય છે. સમાજસેવા અને આધ્યાત્મિક સાધના એ બંને ભિન્ન વસ્તુ છે. સાધના કરતાં કરતાં અનાયાસે, પ્રકારાન્તરે કે સૂક્ષ્મ રીતે સમાજસેવા થઈ જાય તે જુદી વસ્તુ છે. પરંતુ દીન, હીન, દુઃખી, રોગી લોકોને અન્નવસ્ત્ર-ઔષધાદિ આપવા નીકળી પડવું, દર્દીઓની સારવાર કરવી ઇત્યાદિ પ્રકારનું સેવાકાર્ય ઇષ્ટ અને ઉત્તમ હોવા છતાં સાધુ-સાધ્વી પાસેથી એની અપેક્ષા રાખી ન શકાય. એટલા માટે તેઓએ દીક્ષા લીધી નથી હોતી. આ વાત કેટલાકને તરત ન સમજાય એવી છે. પરંતુ થોડાક સાધુઓના ગાઢ સંપર્કમાં આવવાથી એ સમજાય એવી છે. ઊંડું ચિંતન માગી લે એવી આ બાબત છે.
શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સાધુ ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહ્યું છે :
साहूणं नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाओ ॥ साहूण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तिआवरओ होइ ॥ साहूणं नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणंति उवग्गे अभिक्खणं कीरइ बहुसो ॥
નમો લોએ સવ્વસાહૂણં ૧૮૭
Page #226
--------------------------------------------------------------------------
________________
साहूण नमुक्कारो सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર મહાન અર્થવાળો છે એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો અનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.] શ્રી જ્ઞાનવિમલસૂરિએ નવકાર ભાસમાં કહ્યું છે,
અરિહંત ભક્તિ સા ઉપદેશે, વાયરસૂરિના સહાઈ રે. મુનિ વિણ સર્વ કિયા નવિ સૂઝ, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિનો સાધો રે;
સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે :
विनय सुहनियत्ताणं विसुद्ध चारितनियजुत्ताणं ।
तच्चुगुणसाहगाणं सदा य किच्चुजुयाण नरो ॥ સિાધુઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. ભૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા સદા ભક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ |
असहाये सहायत्तं करंति मे संजमं करिन्तस्स ।
एएण कारणेणं नमामिऽहं सव्व साहूणं ॥ સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું..
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતામાં સાધપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે :
નમસ્કાર આણગારને, વાસિત જેગનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ, પવિત્ત, આર્તધ્યાન તસ નવિ હુવે દુર્ગતિ વાસ,
ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે :
ધન્ય તે મુનિવરા રે, જે ચલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે.
૧૮૮ જૈન ધર્મ દર્શન
Page #227
--------------------------------------------------------------------------
________________
ભોગપક તરુ ઉપચ બેઠ, પંકજ પરે જે ન્યારા;
સિંહ પરે નિજ વિક્રમ શ્રેચ, ત્રિભુવન જન આધારા. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં “ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણંપદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસમણા, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દૂહો બોલાય છે:
અપ્રમત્ત જે નિત્ય રહે. નવિ હરખે, નવિ શોચે રે;
સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભગવંત શ્રી ઉદ્યતનસૂરિએ “કુવલયમાળા' નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે સાધુ ધર્મપરિભાવના' વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં યંક્યો છે :
હું ક્યારે સાધુપણું પામીશ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ? ક્યારે ધર્મધ્યાનમાં લાગી જઈશ ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ ? ક્યારે સમભાવવાળો થઈશ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ ?'
હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજ્યો છે–તિધર્માનુરજ્જાનામ્ એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે “આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?”
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો.
નમો લોએ સવ્વસાહૂણ ૧૮૯
Page #228
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનું તત્વજ્ઞાન નિગોદ
નિગોદ જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે.
જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે આ વિષયની વિચારણા પરથી સમજી શકાશે.
દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી. ‘નિગોદ’ શબ્દ પણ મુખ્યત્વે જૈનોમાં જ વપરાય છે.
આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે, પાણીમાં સૂક્ષ્મ જીવ એટલે કે જીવાણુ છે અને હવામાં પણ જીવાણુ છે. પાણી વગેરે પ્રવાહીમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા (અપકાય) અને હવામાં વિવિધ પ્રકારના ‘વાઈરસ’ (વાયુકાય)ની વાત હવે સામાન્ય ગણાય છે.
જે કેટલાક જીવાણુઓ નરી નજરે જોઈ શકાતાં નથી તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે.
વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા અમીબા’ની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતાં નથી.
ન
જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ(Common body)વાળા જીવો તે ‘નિગોદ’ કહેવાય છે. બેક્ટેરિયા કે વાઈરસ કરતાં તેઓ વધુ ત્વરિતપણે પોતાના શરીરમાં જન્મમરણ કરે છે અર્થાત્ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ મૃત્યુ પામે છે, પાછા ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ ઘટના અમુક અમુક નિયમોને આધારે ચાલ્યા કરે છે.
નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તોપણ એના સ્વીકા૨ માટે શ્રદ્ધા અનિવાર્ય છે.
ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નિગોદ વિશે કહ્યું હતું. ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં નિગોદની ચર્ચા આવે છે. કોઈક પૂર્વચાર્યે નિગોદ છત્રીશી'ની
૧૯૦ જૈન ધર્મ દર્શન
Page #229
--------------------------------------------------------------------------
________________
રચના કરી છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે ભગવતી સૂત્રની ચકામાં આ આખી નિગોદછત્રીશી ઉતારેલી છે. એટલે આપણને એ પ્રાપ્ત થઈ શકી છે. આ છત્રીશીના કર્તાનું નામ મળતું નથી, પણ એમના સામર્થ્યની પ્રતીતિ ગાથાઓ વાંચતાં થાય છે. (આ છત્રીશી ઉપર પ. પૂ. સ્વ. પ્રતાપસૂરિજી મહારાજના શિષ્ય સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજે સરસ વિવેચન કર્યું છે જ પ્રકાશિત થયેલું છે)
નિગોદનો વિષય અત્યંત સૂક્ષ્મ અને કઠિન છે. એના સમગ્ર સ્વરૂપને કોઈક જ જાણી શકે છે. જૈન પરંપરાનો ઈતિહાસ કહે છે કે એક વખત ઇન્દ્ર મહારાજ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને વંદન કરવા ગયા. તે સમયે શ્રી સીમંધર સ્વામીએ પોતાની દેશનામાં નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળી ઈન્દ્ર મહારાજ આશ્ચર્ય ચકિત થઈ ગયા. એમણે શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન કર્યો કે “ભગવાન ! હાલ ભરત ક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?
ભગવાને કહ્યું, “મથુરા નગરીમાં શ્રી આર્યરક્ષિતસૂરિ મારી જેમ જ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.”
ત્યાર પછી ઈન્દ્ર મહારાજને જિજ્ઞાસા થઈ એટલે તેઓ એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ શ્રી. આર્યરક્ષિતસૂરિ પાસે આવ્યા અને નિગોદ વિશે સમજાવવા વિનંતી કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ એમને નિગોદનું યથાસ્થિત સ્વરૂપ સમજાવ્યું. એથી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. તે વખતે શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના જ્ઞાનથી ઈન્દ્ર મહારાજને ઓળખી લીધા હતા.
સમગ્ર સૃષ્ટિમાં ચોર્યાસી લાખ જીવાયોનિ છે એટલે કે ચોર્યાશી લાખ પ્રકારના જીવો છે. એમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ છે અને અત્યંત વિકસિત સ્વરૂપ તે મનુષ્ય છે. જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં– ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીરરૂપી સહિયારું ઘર છે.
આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે – બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂમ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને
નિગોદ કા ૧૯૧
Page #230
--------------------------------------------------------------------------
________________
બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને “અનંતકાય' પણ કહે છે. નિજોદ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છે :
નિ-નિયતાં, --ક્ષેત્ર-નિવાસ,
अनन्तानंत जीवानां ददाति इति निगोदः । નિ એટલે નિયત-નિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવોજો એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, હું એટલે વાતિ અર્થાતું આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ.
निगोदशरीरं येषां ते निगोदशरीरात । અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશરીરી કહેવાય છે.
નિગોદ શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં શિવ, ળિો શબ્દ છે.
જીવને નિગોદપણું “સાધારણ' નામના નામકર્મના ઉદયથી હોય છે. નિગોદ શબ્દ તેના શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત “નિગોદ' શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે :
વિ ા મંતે ! ળિો પuતા ? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ? ભગવાન કહે છે :
गोयमा । दुविहा णिगोदा पण्णता, तं जहा, णिगोदा य, णिगोदजीवा य । (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમકે (૧) નિગોદ (શરીર) અને (૨) નિગોદ જીવ.
સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી.
નિગોદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી ગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા છે.
નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે? તેના
૧૯ર
ધર્મ દર્શન
Page #231
--------------------------------------------------------------------------
________________
ઉત્તરમાં કહેવાયું છે કે બે અથવા વધુ પદાર્થો એકબીજાની અંદર રહી શકે છે. એ પ્રમાણે રહેવાની બે રીતિ છે. (૧) અપ્રવેશ રીતિ અને (૨) પ્રવેશ રીતિ અથવા સંક્રાન્ત રીતિ.
એક ધબડીની અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંક્રાન્ત નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દિવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દિવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈ પણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દૃષ્ટિઓ માહોમાહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોળ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે.
એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે.
એક નિગોદમાં અનંત જીવો હોય છે એટલું જ નહિ એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદી બંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે.
જે અને જેટલા આકાશપ્રદેશો એક નિગોદે અવગાહ્યા હોય તે જ અને તેટલા જ આકાશપ્રદેશો બીજી અસંખ્ય નિગોદોએ તે જ સમયે અવગાહ્યા હોય તો તે નિગોદ અને બીજી તેવી સર્વ નિગોદો “સમાવગાહી' કહેવાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તો દૂધના એક ભાગમાં સાકાર વધારે અને બીજા ભાગમાં ઓછી હોય એવું નથી હોતું. દૂધમાં સાકર અન્યૂનાધિકપણે-ખુલ્યપણે પ્રસરે છે. તેમ સમાવગાહી નિગોદો પરસ્પર એક પણ આકાશપ્રદેશની ચૂનાધિકતા વગર સર્વત્ર તુલ્ય ક્ષેત્રમાં અવગાહેલી હોય છે. આવી નિગોદોને “સમાવગાહી' નિગોદો કહે છે અને સમાવગાહી નિગોદોના સમુદાયને “ગોળો’ કહે છે. આવા અસંખ્ય ગોળા ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આમ, નિગોદના એક ગોળાના અવગાહક્ષેત્રમાં કેટલીયે
નિગોદ મે ૧૯૩
Page #232
--------------------------------------------------------------------------
________________
નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જોઈએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાખ થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્ધિવાળી નિગોદો “વિષમાવગાહી' નિગોદ કહેવાય છે.
જે ગોળામાં વિષમાવગાહી નિગોદોનો સ્પર્શના છ એ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે.
જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિકૂટ સ્થાનોમાં હોય છે. નિકૂટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગોદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે.
નિગોદના ગોળાના ખંડગોળો અને અખંડગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળ સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડગોળો અને અખંડ અથવા પૂર્ણગોળો એવા શબ્દો પ્રયોજાયા છે.
સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે.
આ રીતે ચૌદ રાજલોકમાં નિગોદના ગોળ અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે નિગોદછત્રીશી'માં કહ્યું છે :
गोला य असंखिज्जा, हुति निगोया असंखया गोले ।
इक्किक्को य निहोओ, अणंत जीवो मुणेयव्वो ॥ १२ ॥ ગોળા અસંખ્ય છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું.
નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિના બે પ્રકાર છે:
(૧) સૂર્ણ સાધારણ વનસ્પતિકાય અને (૨) બાદર સાધારણ વનસ્પતિકાય.
૧૪ - જૈન ધર્મ દર્શન
Page #233
--------------------------------------------------------------------------
________________
આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે : (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (૩) બાદર અપર્યાપ્તા નિગોદ અને (૪) બાદર પર્યાપ્ત નિગોદ. કહ્યું છે :
एवं सूहुमणइगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि ।
बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि ॥ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચૌદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિગોદ નથી છેદતી, નથી ભેદરતી નથી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી. કે નથી શોષાતી.
બાદર સાધારણ કાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
નિગોદરના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે અવ્યવહારરાશિ” નિગોદ અને વ્યવહારરાશિ” નિગોદ. એમાં “વ્યવહાર' અને ‘અવ્યવહાર' શબ્દ એના અર્થ પ્રમાણે પ્રયોજાયા છે. સૂક્ષ્મ વનસ્પતિકાયમાંથી નીકળેલા જે જીવોનો પછીથી બાદર’ નામે, પૃથ્વીકાયાદિ નામે “વ્યવહાર’ થાય છે તે વ્યવહારરાશિના જીવો છે અને જે જીવો સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ અનાદિ કાળથી જન્મમરણ કર્યા કરે છે અને હજુ બાદર નામનો વ્યવહાર પામ્યા નથી તે જીવોને અવ્યવહાર રાશિના જીવો તરીકે ઓળખવામાં આવે છે, તેઓને ‘અનાદિ નિગોદ', સૂક્ષ્મ નિગોદ’, ‘નિત્ય નિગોદ', “નિશ્ચય નિગોદ ઈત્યાદિ તરીકે પણ ઓળખાવાય
સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો સૂક્ષ્મ વનસ્પતિપણામાંથી બહાર નીકળ્યા હોવાથી તેઓ અવ્યવહાર રાશિના નથી, પરંતુ જે જીવો અનાદિ કાળથી સૂક્ષ્મ વનસ્પતિકાયમાં કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં વારંવાર ઉત્પન્ન થયા કરતા રહ્યા હોય અને અનાદિ કાળથી જે જીવોએ બાદરપણું ક્યારેય પ્રાપ્ત ન કર્યું હોય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિના જીવોને અવ્યવહારરાશિના ગણવા કે કેમ તે વિશે મતાન્તર છે.
જે જીવો અનાદિ કાળથી માત્ર સૂક્ષ્મ વનસ્પતિ રૂપે જ જન્મમરણ કર્યા કરે છે અને ક્યારે ય બાદરપણું પ્રાપ્ત કર્યું નથી કે કરવાના નથી તેવા અવ્યવહાર રાશિના
નિગોદ ૧૫
Page #234
--------------------------------------------------------------------------
________________
જીવોનો સતત આયુષ્યકાળ અનાદિ-અનંત છે. વ્યવહાર રાશિના નિગોદના જીવોનો આવો ઉત્કૃષ્ટ કાળ અનાદિ–સાન્ત અથવા સાદિ-સાત્ત છે.
નિગોદના જે જીવોએ એક વાર પણ બાદરપણું પ્રાપ્ત કર્યું હોય અને વ્યવહારરાશિમાં આવ્યા હોય, પરંતુ પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય તોપણ તે વ્યવહારરાશિના જીવો ગણાય છે.
સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવોનું શરીઅમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટથી શરીર કંઈક અધિક હોય છે. એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી ઓછી અને પર્યાપ્ત બાદર નિગોદની અવગાહના સૌથી વધુ હોય છે.
સૂક્ષ્મ નિગોદ આપણને નરી નજરે દેખાતી નથી. તેવી રીતે બાદર નિગોદ પણ દેખાતી નથી. તો પછી સૂક્ષ્મ અને બાદર એવા ભેદ કરવાની શી જરૂર ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂક્ષ્મ નિગોદ ગમે તેટલી એકત્ર થાય તોપણ ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક કાચથી ક્યારેય નિહાળી નહિ શકાય. પરંતુ બાદર નિગોદ એક, બે કે લાખો કે કરોડો એક સાથે હોય તોપણ ન દેખાવા છતાં અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છે :
एगस्स दोण्ह तिण्ह, व, संखेज्जाण व न पासिक सक्का ।
दीसंति सरीराइं णिओयजीवाणऽणंताणं ॥ એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને પ્રત્યેકના જુદા જુદા શરીરને દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે.]
બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઈએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે.
અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હૈયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય
૧૯૬
જૈન ધર્મ દર્શન
Page #235
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદ્ધ સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે.
જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ અનાદિસાત્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિ-અનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે.
- સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે :
समयं वक्कंताणं समयं तेसिं शरीर निव्वत्ती।
समयं आणुग्गहणं समयं उसासनीसासो ॥ 'સિમયકાળ ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિઃશ્વાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે-સમકાળે થાય છે અને ઉચ્છવાસ-નિ:શ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.]
एक्कस्य उ जं गहणं, बहूण साहारणाण तं चेव । जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स ॥ साहाणसाहारो साहाणमाणुपाण गहणं च ।
साहारणजीयणं साहारण लक्खणं एयं ॥ એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે.
સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે.]
એકનિગોદમાં રહેલા અનંત જીવોનાં વદન પ્રાયઃ એક સરખાં હોય છે.નિગોદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે.
નિગોદ ૧૭
Page #236
--------------------------------------------------------------------------
________________
નિગોદના જીવોને ઔદારિક, તેજસ્ અને કામણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. ઔદ્યારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસુ અને કાશ્મણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશ અસંખ્યાત હોય છે.
નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોઢ તિબક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘયણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે.
નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંશા, ભયસંજ્ઞા, વિષયમૈથુન) સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે.
પુરુષ વેદ, સ્ત્રી વેદ, અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે.
નિગોદના જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેયામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા હોય છે.
નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અચક્ષુ દર્શનવાળા હોય છે. આમ તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે.
નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાત્ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગુણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચૈતન્ય નથી, તોપણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું :
जं नरए नेरइया दुखं पावंति गोयमा तिखं ।
तं पुण निगोअजीवा अनन्तगुणियं वियाणाहि ॥ હેિ ગૌતમ ! નારકીમાં નારકીના જીવો જે દુઃખ પામે છે, તેથી અનંતગુણ દુઃખ નિગોદના જીવો પામે છે એમ જાણવું
આમ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવોને હોય છે.
નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત્વ અને દેશવિરતિ પણ પામી શકે
૧૯૮ જૈન ધર્મ દર્શન
Page #237
--------------------------------------------------------------------------
________________
તથા અનન્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે,
નિગોદના જીવોને અગ્રભવમાં–પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તિના ચૌદ રત્નોની પદવી, તથા સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે યુગલિકમાં, દેવમાં અનેક નારકમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે યુગલિક, દેવ અને નારકના જીવો અનત્તર ભવે નિગોદમાં આવતા નથી.
કોઈ પણ એક જીવના આત્મપ્રદેશોની અવગાહના ચૌદ રાજલોક પ્રમાણ છે. કેવળી ભગવંતો જ્યારે સમુદ્દઘાત કરે છે ત્યારે ચોથે સમયે તેમનો એક એક આત દેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે. એટલે કે એમના આત્મ પ્રદેશે ચૌદ રાજલોકમાં વ્યાપ્ત બને છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના છે.
હવે જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ હોય છે. જીવ જ્યારે સંકુચિત થાય છે, નાનામાં નાનો દેહ ધારણ કરે છે ત્યારે તે અંગુલના અસંખ્યાત ભાગપ્રમાણ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત જઘન્ય અવગાહના ફક્ત નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના અંગુલની અસંખ્યાત ભાગ પ્રમાણ છે.
એક નિગોદમાં અનંતા જીવો હોવાથી, એટલે કે તેઓનું એક સાધારણ શરીર હોવાથી નિગોદના બધા જ જીવોની અવગાહના સરખી હોય છે.
કોઈ પણ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે તે કેવી રીતે જાણવું? તે માટે કહ્યું છે કે જે વનસ્પતિની સિરા (નસો), સંધિ (સાંધા) અને પર્વ (ગાંઠા) ગુપ્ત હોય, જે વનસ્પતિને ભાંગવાથી સરખા ભાગ થાય, જેમાં તંતુ ન હોય અને છેદવા છતાં જે ફરીથી ઊગી શકે તે સાધારણ વનસ્પતિ કહેવાય. આ ઉપરાંત બીજાં પણ કારણો છે જેને લીધે અમુક પ્રકારની વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે.
કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ, સેવાળ, લીલાં આદુ-હળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવા કુલ બત્રીસ પ્રકારના અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર
નિગોદ ક. ૧૯
Page #238
--------------------------------------------------------------------------
________________
વગરની હિંસા થાય છે.
નિગોદના જીવો માંસમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે :
सद्यः
समूर्च्छितान्त - जन्तुसन्तानदूषितम्
नरकाध्वनि पाथेयं कोऽस्नीयात् पिशितं सुधीः ॥
[પ્રાણીને કાપતાં કે વધ કરતાંની સાથે જ તરત જ માંસની અંદર નિગોદરૂપ અનંતા સંમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. કો સમજુ માણસ નરકના ભાતા સરખા માંસનું ભક્ષણ કરે ?]
એક નિગોદ (સૂક્ષ્મ કે બાદર)માં અનંત જીવો છે. ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાત છે. બાદર નિગોદ અસંખ્યાત છે અને પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી વધારે છે. વળી પ્રત્યેક સૂક્ષ્મ નિગોદમાં અનંત જીવો અનંત અનંત છે.
વર્તમાનમાં સિદ્ધગતિમાં ગયેલા જીવો અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંત જીવો મોક્ષે જશે. આમ ત્રણે કાળના સિદ્ધગતિના જીવોનો કુલ સરવાળો ક્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ ૨હેશે કે હજુ એક નિગોદનો અનંતનો ભાગ મોક્ષે ગયો છે.' દ્રવ્યલોકમાં કહ્યું છે. न तादग् भविता कालः सिद्धाः सोपचया अपि । यत्राधिका भवत्येक- निगोदानंतभागतः 1
એવો કાળ ભવિષ્યમાં આવવાનો નથી કે જ્યારે સર્વ (ત્રણે કાળના) સિદ્ધાત્માઓને એકત્ર કરવામાં આવે તોપણ એક નિગોદના અનંતમા ભાગ કરતાં અધિક થાય.]
जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया । इक्कस निगोयस्स य, अणंतभागो उ सिद्धगओ ॥
[શ્રી જિનેશ્વર ભગવાનના માર્ગમાં જ્યારે જ્યારે સિદ્ધગતિના જીવોની સંખ્યા વિશે) પૃચ્છા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ ઉત્તર મળશે કે એક નિગોદના અનંતમાં ભાગના જીવો સિદ્ધગતિમાં ગયા છે.]
હવે આટલું તો નક્કી છે કે ચૌદ રાજલોકમાં મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ગતિના જીવો સતત મોક્ષે જાય છે. એટલે ચતુર્ગતિરૂપ સંસારમાંથી જીવો તો ઓછા થાય છે. એક જીવ મોક્ષે જાય એટલે તે જ સમયે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહા૨ રાશિમાં આવે છે. કારણ કે વ્યવહારરાશિની સંખ્યા કાયમ અખંડ રહે છે. પરંતુ અવ્યવહાર રાશિમાંથી તો જીવો સતત ઓછા થતા જાય છે.
ર∞
જૈન ધર્મ દર્શન
Page #239
--------------------------------------------------------------------------
________________
અવ્યવહારરાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહારરાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહારરાશિ હંમેશાં તુલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહારરાશિને એકાન્ત હાનિ જ થયા કરે છે.
આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમા ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે?
વળી, નિગોદના જીવો સતત ઘટના જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહિ આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ?
આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છે: (૧) સંખ્યાત, (૨) અસંખ્યાત અને (૩) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે.
એકથી અમુક આંકડા (Digit) સુધીની રકમને “સંખ્યાત' કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમકે પાંચમા પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શૂન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચ પાંચે ભાગીએ તો જવાબ “એક આવે.
પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તોપણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તોપણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય.
તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શૂન્ય નહિ, પણ અનંત જ 22. (Infinity-Infinity=Infinity) atid 4344 34rid G421642 Bid 244. (Infinity x Infinity=Infinity)
એટલા માટે અવ્યવહારરાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહિ. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તોપણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે.
એટલા માટે “ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે.
નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને
નિગોદ - ૨૦૧
Page #240
--------------------------------------------------------------------------
________________
નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઈને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને “ચતુર્ગતિ નિગોદ કહેવામાં આવે છે.
| નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગુદૃષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઊર્ધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપગલ પરાવર્તનમાં હોય છે, તોપણ એટલો કાળ પણ ઓછો નથી. એમાં અનંત ભવો ફરી પાછા કરવાના આવે છે. મોટા મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણે પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઈએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો રખડતો, અથડાતો-કૂટાતો અનેક ભયંકર દુઃખો સહન કરતો કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવાં જોઈએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઈએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે.
નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મવિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી.
૨૦૨ ક જૈન ધર્મ દર્શન
Page #241
--------------------------------------------------------------------------
________________
પગલ–પરાવર્ત
પુદ્ગલ પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર, પૂરું કરવું. પુગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પૂરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે? કેવી રીતે કેવા ભાવથી કરે છે –એવા બધા પ્રશ્નોના ઉત્તર રૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્તુ છે અને એ જોઈતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોડ્યા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે.
સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ – એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટા ભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે.
દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને કેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે છે.
જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જોકે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેમાં પણ તે વિશે ઊંડું ચિંતન કરનારા થોડા છે. પોતે અનાદિકાળથી સંસારમાં ચાર ગતિમાં ભટકી રહ્યો છે અને હવે સંસારચક્રમાંથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરવી છે એવી લગનીવાળા અને તે પ્રમાણે આચરણ કરનારા જીવે તો બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળશે.
વળી, પોતાનું સંસાર-પરિભ્રમણ કેટલા કાળથી ચાલે છે, તે કેટલું લાંબું-પહોળું
પુદ્ગલ–પરાવર્ત ૨૩
Page #242
--------------------------------------------------------------------------
________________
છે અને તેનું સ્વરૂપ કેવું છે એ વિશે તો કોઈક જ વિચાર કરે છે.
જૈન ધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવયોનિના જીવો – આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરી શકાય – ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : (૧) પુદ્ગલ (૨) ધર્માસ્તિકાય (૩) અધમસ્તિકાય ( આકાશાસ્તિકાય અને (૫) કાલ. એમાં જીવને સવિશેષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદ્ગલ સાથે છે. આ સંબંધ અનાદિ કાળથી એટલે કે જ્યારે જીવ નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષઘણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વિતાવેલા ચક્કરોના કાલને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટ વેઠ્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છૂટવાનો એને ભાવ થાય.
જીવનો જડ તત્ત્વ એટલે કે પુગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલો સંબંધ આ મનુષ્ય ભવ સુધી ચાલતો આવ્યો છે.
આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુદ્ગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચકિત થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકભાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક જિંદગીમાં એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં– નહાવા ધોવામાં વાપરતા હોઈશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે?
આપણે જે પુદ્ગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ પ્રહણ-વિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત
૨જ
જૈન ધર્મ દર્શન
Page #243
--------------------------------------------------------------------------
________________
થઈ. ભૂતકાળમાં જે અનંત જન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયા તેના હિસાબ પણ વિચારવો જોઈએ.
જીવ જે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ-વિસર્જન જન્મજન્માન્તરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈન ધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયાને તદ્દન સાદી રીતે સામાન્ય દૃષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય
કે ચૌદ રાજલોકમાં રહેલાં તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈ પણ જીવ ગ્રહણવિસર્જન પૂર્ણ કરે એને એક પુદ્દગલ પરાવર્ત કહેવામાં આવે છે. જોકે આટલી વાત પૂરતી નથી, કારણ કે આ પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઇત્યાદિ વિશે આપણા આગમગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે.
પુદ્ગલ શબ્દ પુત્ અને વૃત્ત એવાં બે પદોનો બનેલો છે. પુત્ (અથવા પુ) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઇત્યાદિ. સ્ એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું. આમ, પુદ્ગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.
છ દ્રવ્યોમાંથી બીજો કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એક માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે.
પુદ્ગલ પ્રા. પુગ્ગલ, પોગ્ગલ) શબ્દની વ્યાખ્યા પ્રવચન સારોદ્વાર' ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છે દ્રવ્યર્ ાન્તિ-વિયુષ્યન્તે વિચિત્ દ્રવ્યં स्वसंयोगतः पूरयन्ति-पुष्टं कुर्वन्ति पुद्गलाः ।
જે દ્રવ્યથી ગલિત થાય છે, વિયુક્ત થાય છે અને સ્વસંયોગથી કિંચિત્ પુષ્ટ કરે છે તે પુદ્ગલ છે.]
બીજી વ્યાખ્યા છે :
पुग्गलो
ऋरूढह्हः पूरणाद् गलनाच्च पुद्गलाः ।
એટલે કે જેનામાં પૂરણત્વ અને ગલણત્વ છે તે પુદ્ગલ છે.
આપણે પથ્થર, લાકડું ધાતુ વગેરે નિર્જીવ જડ વસ્તુને જોઈએ છીએ અને ઓળખીએ છીએ. એ વસ્તુના ટુકડા કરતાં કરતાં બારીક ભૂકો કરતાં એવા તબક્કે આવીએ કે જ્યારે હવે એના બે વિભાગ થઈ શકે એમ ન હોય એને અણુ અથવા પરમાણુ કહીએ . શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યું છે કે પરમાણુ પુ ગલ અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અાહ્ય અને અગ્રાહ્ય છે, એટલે કે પુદ્ગલ પરમાણુના વિભાગ થઈ શકતા નથી, તેનું છેદનભેદન થઈ શકતું નથી. તેને બાળી શકાતા નથી અને ઇન્દ્રિય વડે તે ગ્રહણ કરી શકાતા નથી. વળી
{
પુદ્ગલ-પરાવર્ત * ૨૦૫
पूरणगलत्तणत्तो
Page #244
--------------------------------------------------------------------------
________________
તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશી છે. એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી.
નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે પુળના વડા (અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે) સંધા, ટેક્ષ-પતા પરમાણુ ઘેવ નાયા। આમ પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. એમાં સ્કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે. આ રીતે પરમાણુ એ પુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે. એવા સૂક્ષ્મ પરમાણુમાં ૨સ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે. બે કે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે. બે, ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે.
ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છે : (૧) પ્રયોગ પરિણત – એટલે જીવના વ્યાપારથી પરિણત યુગલો જેમ કે શરીરાદિ, (૨) વિસાસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (૩) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસ્રાસા એ બંને દ્વારા પરિણત પુદ્ગલો-જેમ કે મૃતકલેવરો.
પુદ્દગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. પરમાણુ પુદ્ગલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે. એક પરમાણુ બીજાં અનંત ૫૨માણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું પરિવર્તન અનંત છે, કારણ કે પુદ્દગલ પરમાણુઓ અનંત છે. એટલે આ પરિવર્તનના પ્રકાર પણ અનંત છે. આ પરિવર્તનના આધારે પુદ્ગલોનો જે પરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે.
ચૌદ રાજલોકમાં અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ છે. એમાં કોઈ પણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. એવી અનંત વર્ગણાઓ પુદ્દગલ પરમાણુઓમાં છે. એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે, જેમ કે (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) તેજસ્ વર્ગણા, (૪) કાર્મણ વર્ગણા, (આહા૨ક વર્ગણા અત્યંત અલ્પ પ્રમાણમાં છે. આહા૨ક શરીર જીવને સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થઈ શકે છે.) (૫) મનોવર્ગણા, (૬) વચન વર્ગણા અને (૭) શ્વોસોચ્છ્વાસ વર્ગણા.
અનાદિ કાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ
૨૦૬ જૈન ધર્મ દર્શન
Page #245
--------------------------------------------------------------------------
________________
છે. આ ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયાને પુદ્ગલ પરાવર્ત કહેવામાં આવે છે. જીવ જ્યારે ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પુદ્દગલ પરમાણુઓને ગ્રહણ કરે અને પરિણમાવે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. એમાં અનંત કાળચક્ર પસાર થઈ જાય છે. એક કાળચક્ર એટલે એક અવસર્પિણી અને એક ઉત્પસર્પિણીનો કાળ અર્થાત્ વીસ કોડાકોડી સાગરોપમ જેટલો કાળ. પલ્યોપમ અને સાગરોપમ એ કાળને માપવાનાં બે વિરાટ માપ છે.
પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય. પલ્ય એટલે કૂવો અથવા મોટો ખાડો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમણ વાળ (વધુ સંખ્યામાં સમાય એવા)ના અગ્રભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહિ. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તોપણ એક પણ ટીપું અંદર ઊતરે નહિ અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તોપણ એ પલ્ય જરા પણ દબાય નહિ કે નમે નહિ. હવે એ પલ્યમાં રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી દર સો વર્ષે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય.
પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દ૨ સો વર્ષે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અહ્વા પલ્યોપમનું છે.
સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું મોટું. હવે પલ્પ એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ કૂવામાં કે ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવે અને તે પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. આ સાગર જેવો કૂવો કેટલો મોટો હોય ? તે માટે કહે છે તે દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ. દસ કોડાકોડી એટલે દસ કરોડ ગુણ્યા કરોડ.
પલ્યોપમની જેમ સાગરોપમના પણ છ ભેદ થાય છે. અહીં સૂક્ષ્મ અહ્વા સાગરોપમનું દૃષ્ટાન્ત છે.
હવે કલ્પના કરી શકાશે કે એક સાગરોપમ એટલે કેટલો કાળ. એવા દસ કોડાકોડી સાગરોપમ બરાબર અડધું કાલચક્ર-ઉત્સર્પિણી અથવા અવસર્પિણી. ઉત્સર્પણી અને અવસર્પિણી બંને ભેગા મળીને એક કાળચક્ર એટલે કે વીસ કોડાકોડી સાગ૨ોપમ (સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું અથવા સાતમી નરકના જીવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) થાય. એક બે નહિ પણ અનંત કાળચક્ર જેટલો કાળ એક પુદ્ગલ પરાવર્તનમાં પસાર થઈ જાય છે. આપણે આ વાત તરત માની ન
પુદ્ગલપરાવર્ત ૨૦૭
Page #246
--------------------------------------------------------------------------
________________
શકીએ, પણ શાસ્ત્રકારો કહે છે કે ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો કરતો અનંત પુગલ પરાવર્ત કરતો કરતો આપણો જીવ મનુષ્ય ગતિમાં આવ્યો છે.
આ પ્રમાણે પુદ્ગલ પરાવર્ત મુખ્ય ચાર પ્રકારના છે: (૧) દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (૨) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૩) કાળ પુગલ પરાવર્ત () ભાવ પુદ્ગલ પરાવર્ત.
આ ચારે દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન બાદર (સ્થૂલ) અને સૂક્ષ્મ એવા ભેદ કરીએ તો કુલ આઠ પુગલ પરાવર્ત નીચે પ્રમાણે થાય છે :
(૧) બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત, (૨) સૂક્ષ્મ પુગલ પરાવર્ત, (૩) બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત, (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, (૭) બાદર ભાવ મુદ્દગલ પરાવર્ત, અને (૮) સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત. પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે :
पोग्गल परियट्टो ईह दव्वाइ चउविहो मुणेयव्यो ।
धुलेयरभेएहिं जह होइ तहा निसामेइ ॥ દ્રવ્ય વગેરે પુગલ પરાવર્ત ચાર પ્રકારના જાણવા. એમાં પણ સ્કૂલ અને સૂક્ષ્મ એવા ભેદો કહેલા છે.)
સંસાર–પરિભ્રમણમાં જીવ આ આઠે પ્રકારનાં પુગલ પરાવર્ત કરતો આવ્યો છે. આ આઠે પુદ્ગલ પરાવર્તમાં એક પૂરું થાય પછી જીવ બીજું પુદ્ગલ પરાવર્ત ચાલુ કરે એવું નથી. આઠે પુદ્ગલ પરાવર્ત સાથે સાથે જ ચાલે છે. વળી એવું નથી કે એક પરાવર્ત પૂરું થયું એટલે કામ પતી ગયું, અથવા આઠે પરાવર્ત પૂરાં થયાં એટલે વાતનો અંત આવી ગયો. એક પરાવર્ત પૂરું થતાં બીજું તલ્લણ ચાલુ થઈ જાય છે. એ રીતે જીવે અનાદિ કાળથી વર્તમાન કાળ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે.
આઠે પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કોઈને તરત ન સમજાય એવું છે. એ માટે ઉદાહરણ તરીકે મેં નીચે આપેલી રમતો ઉપયોગી થઈ પડશે. રમત-૧
ઊભી અને આડી લીટીઓ દોરીને ઊભાં દસ અને આડાં દસ-એ રીતે ગણતાં કુલ ૧૦૦ ખાનાં કરવાં. એ દરેક ખાનામાં અનુક્રમે ૧થી ૧૦૦ની સંખ્યા લખવામાં આવે.
૨૦૮ રન
જૈન ધર્મ દર્શન
Page #247
--------------------------------------------------------------------------
________________
હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી ૧૦૦ સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી ૧થી ૧૦૦ સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠી નીકળતી જાય તેમ તેમ રમત રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે. આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય.
આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ વ્યુત્કમ અથવા ક્રમઉત્કમ પરાવર્તન છે. એને સ્થૂલ અથવા બાદર પરાવર્તન કહી શકાય. રમત-૨
હવે એ પ્રમાણે ૧ થી ૧૦૦ સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા કાગળ ઉપર ચોકડી કરવાની છે, પણ કોથળીમાંથી જ્યારે નંબર ૧ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. ત્યાર પછી જ્યારે નંબર ૨ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડાવાળી સોગઠી નીકળે તો તેની ચોકડી નહિ કરવાની. હવે એક કોથળી પૂરી થઈ, પણ થોડાક જ આંકડા ઉપર અનુક્રમે ચોકડી થઈ શકી છે. એટલે રમત આગળ લંબાવવા એ બધી સોગઠીઓને કોથળીમાં પાછી મૂકી દઈને હલાવીને ફરીથી સોગઠીઓ એક પછી એક કાઢવાની. એમાં આગળ કરેલી ચોકડીઓમાં અનુક્રમે જ આગળ વધવાનું. આ કોથળી પૂરી થતાં બીજા કેટલાક નંબરમાં અનુક્રમે આગળ વધાશે. ત્યાર પછી ત્રીજી વાર, ચોથી વાર, એમ અનુક્રમે કોથળીમાંથી ફરી ફરી સોગઠીઓ કાઢવાની અને એમ કરતાં ૧થી ૧૦૦ સુધીના આંકડા ઉપર અનુક્રમે બધી જ ચોકડી થઈ જાય ત્યારે એક પરાવર્તન થાય. આ પરાવર્તન ક્રમથી થયું છે. એમાં બે-ત્રણ વાર કોથળી ફરીથી ભરીને કાઢવાથી ચોકડી પૂરી કરવાનું કાર્ય નહિ પતે. ઘણી બધી વાર કરવું પડશે. કોઈ વાર પંદર-વીસ કોથળીથી પરાવર્તન પૂરું થાય અને ન થાય તો છેવટે સો વાર કોથળી ભરવાથી તો એ અવશ્ય પૂરું થશે જ. આ પ્રમાણે થયેલું પરાવર્તન ક્રમથી થયું છે એમ કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. રમત ન. ૩
આગળ પ્રમાણે જ ૧થી ૧૦૦ ખાનામાં અનુક્રમે આંકડા લખવા. પણ એવા નંબરવાળા ચાર કાગળ સાથે રાખવા. એક લાલ રંગનો, એક વાદળી રંગનો, એક લીલા રંગનો અને એક કેસરી રંગનો.
પુદ્ગલ-પરાવર્તન ૨૦૯
Page #248
--------------------------------------------------------------------------
________________
ચાર બાજુવાળી ચોરસ સોગઠીમાં પ્રત્યેક બાજુ અનુક્રમે લાલ, વાદળી, લીલો અને કેસરી રંગ રાખવો. દરેક રંગ ઉપર ૧થી ૧૦૦માંથી કોઈ એક આંકડો લખેલો હોવો જોઈએ. જરૂરી નથી કે એક જ આંકડો ચારે રંગમાં એક સરખો લખેલો હોય. એ લખેલો હોઈ પણ શકે છે અને ન પણ હોય, પણ દરેક રંગમાં ૧થી ૧૦૦ સુધી આંકડા હોવા જોઈએ.
હવે કોથળીમાંથી એક સોગઠી કાઢવામાં આવે. એના ઉપર લાલ રંગમાં જે આંકડો હોય તે પ્રમાણે લાલ રંગના કાગળ પરના આંકડા પર ચોકડી કરવી. એ જ વખતે એ જ સોગઠીમાં વાદળી, લીલા અને કેસરી રંગમાં જે જે આંકડા લખ્યા હોય તે પ્રમાણે તે તે રંગના કાગળના આંકડામાં ચોકડી કરવી. આમ ૧થી ૧00 સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહિ પણ અક્રમથી કે યુટ્યમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું. એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા સ્થૂલ પરાવર્તન થયાં. રમત નં. ૪
આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર ૧થી ૧૦૦ સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય.
અહીં તો સમજવા માટે સમતમાં આપણે ૧થી ૧૦૦ સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જોકે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા નથી લાખ, કરોડ કે અબજ સુધીના નહિ, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે.
અલબત્ત, આ પુદ્ગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય” માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે–એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે.
વળી આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ–તત્ક્ષણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તનો કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
૨૧૦
જૈન ધર્મ દર્શન
Page #249
--------------------------------------------------------------------------
________________
હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુગલ પરાવર્તન વિશે વિગતે જોઈએ.
સ્કૂલ અને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છે:
औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया ।
सर्वाणुपरिणतेर्भे स्थूलोऽ भूतपुद्गलावतः ॥ [ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ – એ સાતે વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) સ્કૂલ દ્રવ્ય પુગલ પરાવર્ત થાય છે.]
પુદ્ગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુગલ પરાવર્ત ગણાવવામાં આવે છે. જેમ કે (૧) ઔદારિક પુગલ પરાવર્ત (૨) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત (૩) તેજસ પુદ્ગલ પરાવર્ત (૪) કાર્મણ પુદ્ગલ પરાવર્ત (૫) મન પુદ્ગલ પરાવર્ત (6) વચન પુદ્ગલ પરાવર્ત અને (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
જીવે જ્યારે જ્યારે ઔદારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે ઔદારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશઃ ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણમાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને ઔદારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશ: ઔદારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમવે ત્યારે સાત વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય.
જીવે જે ગતિ જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નગરગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુદ્ગલોને ન પરિણાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંશી હોય તો તે વખતે તે મન વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. એકેન્દ્રિય જીવો વચન વર્ગણાના પુગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પુદ્ગલ પરાવર્ત અનંત વાર કર્યો હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાતે વર્ગણાના પ્રકારના અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે.
પુદ્ગલ-પરાવર્ત જ ૨૧૧
Page #250
--------------------------------------------------------------------------
________________
ઔદારિક શરીરવાળો જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ ઔદારિક શરીરના નિમણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મ પ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. (શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે. પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિમિત કર્યા છે. તેને પ્રસ્થાપિત કર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે. પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત કર્યા છે પુદ્ગલોનો રસાનુભવ કર્યો છે, પરિહાર કર્યા છે. સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે, અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળાં) કર્યા છે, નિઃસૃત અને નિઃસૃષ્ટ પૃથક) કર્યા છે અને એ રીતે તે પુદ્ગલો આત્મ પ્રદેશોથી પૃથક્ અર્થાત્ છૂટાં થયાં છે.
આમ જીવ પોતાના શરીરમાં ઔદારિક પુગલો ગ્રહણ કરીને, પરિણમાવીને પછી છોડી દે છે. એમાં ગૃહીત, બદ્ધ, સ્મૃ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે.
ભગવતી સૂત્રમાં ભગવાન મહાવી સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે :
હે ગૌતમ ! સૌથી ઓછાં વૈક્રિય પુગલ-પરિવર્ત છે. એનાથી અનન્તગુણા વધારે વચન-પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા મન:પુગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન-પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુગલ-પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસ્ પુગલપરિવર્ત છે અને એનાથી અનંતાનુણ કામણ પુગલ પરિવર્ત છે.
બીજી બાજુ આ સાત વર્ગણાના પુદ્ગલ પરાવર્તના નિવતના નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિર્તના કાળ કાર્પણ પુગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુગલનો કાળ અનંતગણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પગલનો કાળ અનંત છે. એનાથી મન મુદ્દગલનો કાળ અનંતગણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગણો છે અને એનાથી વૈક્રિય પુગલ પરાવર્તનનો નિવર્તન કાળ અનંતગુણો છે.
આ પ્રમાણે ચૌદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ
૨૧૨ જ જૈન ધર્મ દર્શન
Page #251
--------------------------------------------------------------------------
________________
પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતાં જે પરાવર્ત થાય તેને સ્કૂલ દ્રવ્ય પુગલ પરાવર્ત કહે છે.
સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત કહેવાય.
જીવ પ્રથમ ઔદારિક વર્ગણારૂપે સર્વ પુદ્ગલ પરમાણુને ભોગવે, ત્યાર પછી વૈક્રિય વર્ગણા રૂપે ભોગવે, એમ કરતાં સાત વર્ગણા રૂપે અનુક્રમે ભોગવે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય. જીવ પુદ્ગલ પરમાણુને ઔદારિક વગણા તરીકે ભોગવતો હોય ત્યારે વચ્ચે વૈક્રિયાદિ વર્ગણારૂપે ગમે તેટલી વાર ભોગવે તે ન ગણાય. તેવી જ રીતે વૈક્રિયાદિ અન્ય વર્ગણા માટે પણ સમજવું.
કેટલાક શાસ્ત્રકારો દ્રવ્ય પરાવર્તના બે ભેદ બતાવે છે : (૧) નોકર્મ દ્રવ્ય પરાવર્ત અને (૨) કર્મ દ્રવ્ય પરાવર્ત. એમાં નોકર્મ દ્રવ્ય પરાવર્તના કાળના ત્રણ ભેદ બતાવવામાં આવે છે : (૧) અગૃહીત-ગ્રહણ કાળ, (૨) ગૃહીત-ગ્રહણ કાળ અને (૩) મિશ્ર કાળ.
સ્કૂલ (બાદર) અને સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત વિશે શ્રી “પુદ્ગલ પરાવર્તસ્તવમાં કહ્યું છે:
निरवशेषलोकदेशान् भवे भवे पूर्वसंभवैर्मणैः ।
स्पृशत: क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावत: ॥ ચૌદ રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને ભવે ભવે ક્રમે-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે પૂલ ક્ષેત્ર પરાવર્ત થાય].
લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. એના પ્રત્યેક પ્રદેશને બુક્રમથી જીવ મરણથી સ્પર્શે અને એમ કરતાં બધા જ આકાશપ્રદેશોને સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય (અન્ય એક મત પ્રમાણે જીવ જન્મથી સ્પર્શે અને એમ કરતાં બધાં જ આકાશ પ્રદેશોને જન્મથી સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.
જીવ ચૌદ રાજલોકના સમગ્ર આકાશ પ્રદેશોને પ્રત્યેકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.
કેટલાક શાસ્ત્રકારો ક્ષેત્ર પરાવર્તના બે ભેદ બતાવે છે: (૧) સ્વક્ષેત્ર પરાવર્ત અને (૨) પરક્ષેત્ર પરાવર્ત. સ્વક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ એક જીવ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના સાથે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર ક્રમથી એક એક પ્રદેશ અધિક અવગાહના સાથે ઉત્પન્ન થતો થતો છેવટે મહામસ્યની ઉત્કૃષ્ટ અવગાહના સુધી
પુદ્ગલ–પરાવર્ત - ૨૧૩
Page #252
--------------------------------------------------------------------------
________________
પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સમગ્ર લોકાકાશના એક એક પરદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય.
સ્કૂલ અને સૂક્ષ્મ કાળ પુગલ પરવર્ત પ્રવચન સારોદ્ધારમાં સ્થૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છે :
ओसप्यिणीह समया जावइया ते य निययमरणेणं ।
पुट्ठा कमुक्कमेण कालपरट्टो भवे थूलो ॥ [અવસર્પિણી (તથા ઉત્સર્પિણી)માં એના સમયોને જીવ ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ કાળ પુગલ પરાવર્ત થાય.].
જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા ‘સમય’ થાય તે સર્વ સમયને ક્રમ-અક્રમથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક ભૂલ કાળ પુગલ પરાવર્ત થાય.
કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ “સમયે મરણ પામ્યો ત્યાર પછી તે એ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમય ગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમા કે પચાસમાં કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમવને અનુક્રમે સ્પર્શવા જોઈએ.
આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય.
સ્કૂલ અને સૂક્ષ્મ ભાવ પરાવર્ત શ્રી પુગલ પરાવર્તસ્તવમાં સ્થૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છે :
अनुभागबन्धहेतून् समस्त लोकप्रदेशपरिसंखयान् ।
मियत: क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्त॥ સિમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ બંધના સ્થાનોને (હેતુઓને) કમ-ઉત્ક્રમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે ભાવ પૂગલ પરાવર્ત થાય.]
સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગબંધના સ્થાનોને જીવ મરણ પામતો વ્યુત્ક્રમથી સ્પર્શે ત્યારે બાદર ભાવ પુગલ પરાવર્ત થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે.
આ પ્રમાણે આઠે કર્મનાં પુગલોમાં રહેલા અસંખ્યાતા રસભેદોના પુદ્ગલપરમાણુઓને જીવ વ્યુત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે બાદર ભાવ પરાવર્તન
૨૧૪ - જૈન ધર્મ દર્શન
Page #253
--------------------------------------------------------------------------
________________
થાય અને ક્રમથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેકનાં બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા સ્થૂલ પરાવર્ત એટલે કે વ્યુત્ક્રમવાળાં પરાવર્ત તો સૂક્ષ્મ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુદ્દગલ પરાવર્ત અનંતવાર કર્યાં છે એ તો સૂક્ષ્મ જ સમજવાના
છે.
દિગંબર પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત ગણાવવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધ' ગ્રંથમાં જણાવ્યું છે કે :
तत्र परिवर्तनं पंचविधं द्रव्यपरिवर्तनं, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति ।
મિથ્યાત્વયુક્ત જીવ નરક ગતિનું ઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરક ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચ ગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમે ક્રમે ભોગવી ત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના આયુષ્યની ગણના કરી નથી.) ત્યારે જીવનું સંસા૨પરિભ્રમણનું એક ભવપરાવર્તન થયું ગણાય છે. ટૂંકમાં ચોર્યાશી લાખ જીવયોનિમાં પ્રત્યેકમાં જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એક ભવપરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આ જીવે ભૂતકાળમાં કર્યાં છે.
આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારોનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે ? વસ્તુત ઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છે એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈંક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર કરવાથી આ તરત નહિ માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ.
કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં
પુદ્ગલ-પરાવર્ત * ૨૧૫
:
Page #254
--------------------------------------------------------------------------
________________
હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત પરાવર્તમાં આવેલા હોવાથી તેઓ ચ૨માવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં (શ્લોક ૭૨) જણાવ્યું છે : चरमे पुद्गल - परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिञ्चरित्री ૬, तत्सैवेतदुदाहृतम् ।.
[છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં વર્તતો જીવ શુક્લ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.]
જે જીવોને સંસા૨પરિભ્રમણમાં એક વખત ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તોપણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમકિત નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે.
એટલે આપણે ‘શ્રી પુદ્ગલપરાવર્તીસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં અંતે જે પ્રાર્થના કરી છે તે જ પ્રાર્થના કરીએ :
नाना पुद्गल पुद्गलावलि परावर्तानन्तानहं, परंपूरमियचिरं कियदशं वाढं द्रढं नोढवान् दृष्ट्वा दृष्टचरं भवन्तमधुना भक्तयार्थयामि प्रभो, तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयः श्रयिं प्रापय ॥
[અનેક પુદ્ગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમીભમીને હે પ્રભુ ! હું ઘણું દુઃખ પામ્યો છું. હવે આપણે દૃષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુઃખ (ઞશં) થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી મોક્ષરૂપી) લક્ષ્મીનું હું પ્રાપ્ત કરું.]
૨૧૬ જૈન ધર્મ દર્શન
Page #255
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખાં નથી હોતાં. અને એકના એક માણસના વિચારો, ભાવો, ઈત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેવો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુગલ પરમાણુઓને લેગ્યા કહેવામાં આવે છે.
લેયા' જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી વેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉદ્ભવતા-પરિણમતા વિવિધરંગી પુગલ પરમાણુઓ સાથે પણ છે.
આ પુલ પરમાણુઓને દ્રવ્યલેયા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવો, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે.
લેશ્યા' શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે લેગ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, જ્વાળા, દીપ્તિ, બિલ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઈત્યાદિ.
લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંતઃકરણની વૃત્તિ, આત્મપરિણામ, અંતર્ગતની ચેતના, આભમંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ.
પ્રાકૃતમાં લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા' શબ્દ “સુ” ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લમ્' એટલે ચમકવું.
વેશ્યા જ ૨૧૭
Page #256
--------------------------------------------------------------------------
________________
લેશ્યાની જુદી જુદી વ્યાખ્યા અપાય છે. ઉત્તરાધ્યયની ટીકામાં કહ્યું છે:
लेशयति श्लेषयतीवात्मनि जननयनानीति लेश्या । જે લોકોની આંખોને પોતાના તરફ આકૃષ્ટ કરે છે તે લેગ્યા છે.] આવશ્યક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે :
श्लेषयन्त्यात्मान्श्ष्टविधेन कर्मणा इति लेश्याए । જે આત્માને અષ્ટવિધ કર્મ ચોંટાડે છે તે લેગ્યા છે.] ચોવરિનો ભેચ્છા અર્થાત્ લેયા એ યોગપરિણામ છે.
નિયંવો તેડ્યા – લેયા એ કર્મનિસ્યદરૂપ છે. (કર્મમાંથી વહેતો પ્રવાહ
દિગંબર ગ્રંથ ધવલા’ની ટીકામાં કહ્યું છે : નિમ્પતીતિ તેડ્યા – જે કર્મોને આત્મા સાથે લિપ્ત કરે છે તે વેશ્યા.
પાયોદયના રોગપ્રવૃતિનેંડ્યા | – લેયા એ કષાયોદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ છે. (આ વ્યાખ્યા અધૂરી ગણાય છે, કારણ કે સયોગી કેવલીને કષાય નથી હોતા, પણ શુક્લલેશ્યા હોય છે.) શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં દ્રવ્ય લેગ્યા માટે કહ્યું છે:
कृष्णादि द्रव्य सान्निध्यजनितो जीव परिणामो लेश्या ।
स्कटिकस्येव तत्रांय लेश्या शब्द प्रयुज्यते ॥ [કૃષ્ણ વગેરે દ્રવ્યના સાનિધ્યથી જે જીવપરિણામ ઉત્પન્ન થાય છે તે લેયા.] વળી કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्यात् परिमो य आत्मनः । વળી ભાવલેરયા માટે એમણે કહ્યું છે : कृष्णादि द्रव्य साचिव्य जनिताऽत्मपरिणामरुपा भावलेश्या ।
કૃિષ્ણાદિ દ્રવ્યના સાનિધ્યથી જે આત્મપરિણામરૂપ ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવલેયા.]
આપણા મનમાં ભાવો, વિચારતરંગો સતત બદલાતા રહે છે. એક ક્ષણ પણ ચિત્ત નવરું પડતું નથી. ક્યારેક કદાચ આપણે એ વિશે સભાન ન પણ હોઈએ, પણ ભાવતરંગો તો નિરંતર, ઊંઘમાં પણ ચાલતા જ રહે છે.
વ્યવહારજગતમાં આપણે વિવિધ પ્રકારના મનુષ્યો જોઈએ છીએ. દરેક માણસના ચહેરા ભિન્નભિન્ન છે અને એ દરેક ચહેરા પરનું તેજ પણ ભિન્નભિન્ન છે, એટલું જ નહિ એક જ વ્યક્તિના ચહેરા પર પણ વારંવાર તેજ બદલાય છે. એક પ્રતિષ્ઠિત માણસ હોય અને કોઈ એનું ખરાબ રીતે જાહેરમાં અપમાન કરે
૨૧૮
જૈન ધર્મ દર્શન
Page #257
--------------------------------------------------------------------------
________________
તો એના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. કોઈક પ્રામાણિક ગણાતો માણસ કંઈક ચોરી કરતાં રંગે હાથ પકડાઈ જાય કે તરત એનું મોઢું પડી જાય છે, પ્લાન થઈ જાય છે. માણસ અત્યંત પ્રસન્ન હોય પણ અચાનક ચિંતાના ગંભીર સમાચાર આવતાં વ્યગ્ર બની જાય ત્યારે એના ચહેરા પરની રેખાઓ અને રંગો બદલાઈ જાય છે. માણસ નિરાશ બેઠો હોય અને એકદમ કોઈ સરસ ખુશખબર આવે કે તરત તે જો ઉત્સાહમાં આવી જાય તો એના ચહેરા પર રોશની પથરાઈ રહે છે. માણસની ભૂલ થાય અને એને અપમાનજનક ઠપકો આપવામાં આવે તો એનું મોઢું પડી જાય છે. ક્રોધના ભારે આવેશમાં કોઈ માણસ આવી જાય તો એનો ચહેરો પહેલાં લાલ થાય અને પછી કાળો પડી જાય છે. આ બધું બતાવે છે કે માણસના દેહમાં રંગોની કોઈક સૂક્ષ્મ પ્રક્રિયા થયા કરે છે.
આ સૂક્ષ્મ પ્રક્રિયા તે લેયા છે. આપણા બાહ્ય દેખાતા શરીરની અંદર આપણા આત્મા સાથે, (આત્મપ્રદેશો સાથે જોડાયેલાં બીજાં બે સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીર તે તેજસ શરીર અને બીજું તે કામણ શરીર. તેજસ શરીર સૂક્ષ્મ છે અને કાર્પણ શરીર એનાથી પણ વધુ સૂક્ષ્મ છે. જેમ બાહ્ય શરીરનાં પુગલ પરમાણુઓ છે, તેમ આ બંને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરનાં પણ પુગલ પરમાણુઓ છે. આપણાં સ્થૂલ બાહ્ય શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતર શરીર એ ત્રણે સાથે કામ કરે છે. આપણો ચેતનાવ્યાપાર આ ત્રણે શરીર સાથે સંકળાયેલો છે. જેમ આપણા પૂલ બાહ્ય શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન મગજ એટલે કે ચિત્ત છે, તેમ આપણા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન પણ ચિત્ત જ છે. ચિત્તનો આત્મા સાથે સંબંધ છે.
આપણા સૂક્ષ્મ તેજસ શરીર સાથે ચેતનાના જે વ્યાપારો ચાલે છે તે વેશ્યા છે અને આપણા કામણ શરીર સાથે કે તે દ્વારા ચાલતા વ્યાપારો તે અધ્યવસાયો છે. અધ્યવસાયો અનુસાર લેગ્યા હોય છે. અધ્યવસાય બદલાય તો લેયા બદલાય.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લેયા કે તેને મળતી વિચારણા થયેલી છે. મહાભારના “શાન્તિપર્વની “વૃત્રગીતામાં કહ્યું છે :
षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् ।
रक्तं पुन; सह्यातरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् ॥ મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છે : આ છ વર્ષ છે-કૃષ્ણ, ધૂમ, નીલ, રક્ત, હાદ્રિ તથા શુક્લ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ વર્ણવાળા જીવો એનાથી કંઈક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુઃખ સહન કરવાને યોગ્ય
લેશિયા - ૨૧૯
Page #258
--------------------------------------------------------------------------
________________
હોય છે. હાદ્રિ (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુક્લ વર્ણવાળા પરમ સુખી હોય છે.
આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુક્લ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે.
પાતંજલ યોગદર્શન'માં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુક્લ અને શુક્લ એમ ત્રણ પ્રકાર છે.
ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં લેશ્યાને માટે ‘અભિજાતિ’ શબ્દ પ્રયોજાયો છે. બૌદ્ધોના ‘અંગુત્તરનિકાય’ ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત ! પૂરણકશ્યપોપો કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ તથા પરમ શુક્લ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારિધ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી
છે.’
જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીરસ્વામી કહે છે કે લેશ્યાઓ છ પ્રકારની છે. कइ णं भन्ते, लेस्साओ पन्नत्ताओः गोयमा । छलेस्साओ पन्नत्ताओ, तं जहोફતેસ્સા, નીતેક્ષા, પિત્તેક્ષા, તેડનેસ્સા, પમ્હનેમા, સુજેસા
।
[હે ભગવાન, લેશ્યાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ, લેશ્યાઓ છ પ્રકા૨ની છે, તે આ પ્રમાણે છે : (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજોલેશ્યા (૫) પાલેશ્યા, (૬) શુક્લલેશ્યા.]
શ્રી ભગવતીસૂત્ર ઉપરાંત શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આ છ લેશ્યાઓ વિશે બહુ વિગતે વિચારણા કરવામાં આવી છે.
લેશ્યાના મુખ્ય બે પ્રકા૨ છે : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગલરૂપ છે. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણો દ્રવ્ય લેશ્યામાં પણ છે. પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૭મા પદમાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું છે કે દ્રવ્યલેશ્ય અસંખ્યાત્ પ્રદેશી છે અને તેની અનન્ત વર્ગણા છે.
૨૨૦ જૈન ધર્મ દર્શન
Page #259
--------------------------------------------------------------------------
________________
ભાવલેયા અવર્ણી, અગંધી, અરસી, અરૂ. હોય છે. ભાવલેયા અગુરુલઘુ છે. ભાવલેશ્યા પરસ્પરમાં પરિણમન કરે છે. ભાવલેશ્યા કર્મ બંધનમાં કોઈ પ્રકારે હેતુરૂપ છે. એટલે ભાવલેશ્યા સુગતિનો હેતુ બની શકે છે અને દુર્ગતિનો હેતુ પણ બની શકે છે. દ્રવ્યલેશ્વા ભાવલેગ્યા અનુસાર જ હોય છે. છએ વેશ્યાઓ સૂક્ષ્મ હોવાથી છપધસ્થને અગોચર હોય છે.
- ઉત્તરાધ્યયનસૂત્રમાં એના ચોત્રીસમા અધ્યયનમાં આ છ વેશ્યાનાં લક્ષણો આપ્યાં છે. એમાં કૃષ્ણલેશ્યાનાં લક્ષણઓ નીચે પ્રમાણે આપ્યાં છે :
पंचसवप्पवत्तो तीहिं अगुत्तो छसु अविरओ य। तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ निद्धन्धसपरिणामो निस्संसो अजिइंदिओ ।
__ एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे ॥ જે મનુષ્ય પાંચ આશ્રવ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)માં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે, છ કાયની હિંસાથી નહિ વિરમેલા, તીવ્ર આરંભનાં પરિણામવાળો છે, ક્ષુદ્ર, વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે, કૂર પરિણામવાળો, નૃશંસ (કુટિલ ભાવવાળો) અને અજિતેન્દ્રિય છે – આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણલયાનાં પરિણામવાળો છે.] નીલ લેગ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
इस्सा अमरिसअतवो अविज्जमाया अहीरिया य । गेही पओसे य सद्धे पमत्ते रसलोलुए साय गवेसए य ॥ आरंभाओ अविरओ खुद्दो साहसिओ नरो ।
एयजोगसमाउत्तो नीललेसं तु परिणमे ॥ જે મનુષ્ય ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વૃદ્ધ, દ્વેષી, શેઠ, પ્રમત્ત, રસલોલુપ, સુખ શોધનાર (સ્વાર્થી), આરંભ કરવામાં ન અટકનાર, સુદ્ર, સાહિસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નીલલયામાં પરિણત થાય છે.] કાપોતલયાનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए। पलि चंग ओवहिए मिच्छदिट्ठी अणारिए॥ उप्फालगदुट्ठवाई य, तेने यावि य मच्छरी।
एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे ॥ જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે, કપટી છે, અસરળ, દોષોને છુપાવનાર, અભિમાની, પરિગ્રહી, મિથ્યાષ્ટિ, અનાર્ય, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સરી છે – આ બધાંથી જે યુક્ત હોય છે તે કાપોતલેગ્યામાં પરિણત થાય છે.]
લેશિયા
૨૨૧
Page #260
--------------------------------------------------------------------------
________________
તેજલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
જે મનુષ્ય નમ્રતાથી વર્તનાર, અચંચલ, માયારરહિત, અકૂતુહલી, વિનયમાં નિપુણ, દાન, યોગી, ઉપધાન કરવાવાળો, ધર્મપ્રેમી, ધર્મમાં દઢ, પાપભીરુ, હિત ઈચ્છનાર – એ બધાંથી યુક્ત હોય તે તેજલેગ્યામાં પરિણત થયેલો છે.] પઘલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
पयणुक्कोहमाणे य मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ॥ तहा पयणुवाई य उवसंते जिइं दिए ।
एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ॥ જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, ચિત્ત પ્રશાંત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, યોગી અને ઉપધાન તપશ્ચર્યા કરવાવાળો હોય, અભ્યભાષી, ઉપશાન્ત, જિતેન્દ્રિય હોય – આ બધાંથી જે યુક્ત હોય તેનામાં પદ્મવેશ્યા પરિણત થયેલી હોય છે.]. શુક્લલશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
अट्टरुद्दाणि वज्जित्ता धम्मसुक्काणि साहए। पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिसु ॥ सरागो वीयरागो वा उवसंते जिइंदिए ।
एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ॥ જે મનુષ્ય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરે છે, પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરવાવાળો છે, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત છે, ઉપશાન અને જિતેન્દ્રિય છે, સરાગ (અલ્પરાગી) કે વીતરાગ હોય છે તે શુક્લલેશ્યામાં પરિણત હોય છે.]
દ્રવ્યલેયા પુદ્ગલ પરમાણુઓની હોય છે અને પુદ્ગલ પરમાણમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. એટલે છએ દ્રવ્યલેયાનાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ કેવા પ્રકારનાં હોય છે એ ભગવાને ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં કહ્યાં છે.
લેયાઓના વર્ણ, રસ વગેરે કેટલા હોય છે તે વિશે ભગવાને ભગવતીસૂત્રમાં કહ્યું છે :
गोयमा ! दव्वलेसं पडुच्च - पंचवण्णा, पंचरसा, दु गंधा, अट्ट फाला पण्णत्ता। भावलेसं पडुच्च - अवण्णा, अरसा, अगंधा, अफासा पण्णत्ता ।
ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ એમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહ્યા છે.
૨૨૨ જૈન ધર્મ દર્શન
Page #261
--------------------------------------------------------------------------
________________
ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણરહિત, રસરહિત, ગંધરહિત અને સ્પર્શરહિત છે.]
દ્રવ્યલેશ્યાઓ છ છે, પરંતુ એના વર્ણ (રંગ) પાંચ બતાવવામાં આવ્યા છે, કારણ કે કાપીત કબૂતરના રંગ જેવી) લેશ્યાનો જુદો વર્ણ નથી, પણ તે કાળો અને લાલ એ બે વર્ણના મિશ્રણવાળો વર્ણ છે. આ છ દ્રવ્યલેયાના વર્ણ (રંગ) સમજાવવા માટે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યાં છે :
કૃષ્ણલેશ્યા કાળાં વાદળ, અંજન, પાડાનાં શિંગડાં, અરીઠ, ગાડાની મળી, આંખની કીકી, ભમરો, કાળી કેસર, કોયલ, કાળી કનેર વગેરેના કાળા વર્ણ કરતાં પણ વધારે કાળી હોય છે.
નીલલેયા અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, વૈડૂર્ય નીલમણિ, પોપટની પાંખ, કબૂતરની ડોક વગેરેના નીલ રંગ કરતાં વધુ નીલ વર્ણવાળી હોય છે.
કાપોતલેશ્યા કબૂતરની ડોક, કોયલની પાંખ, અળશીનાં ફૂલ વગેરેના વર્ણ જેવી, કાલલોહિત વર્ણવાળી હોય છે.
તેજોલેશ્યા લોહી, બાલસૂર્ય, ઈન્દ્રગોપ, હિંગળો, પોપટની ચાંચ, દીપશિખા, લાખ વગેરેના વર્ણ જેવી હોય છે.
પાલેશ્યા ચંપાનું ફૂલ, હળદર, હડતાલ, સુવર્ણ, વાસુદેવનું વસ્ત્ર વગેરેના વર્ણ જેવી હોય છે.
શુક્લલેયા શંખ, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર, રૂપાનો હાર, શરદઋતુની વાદળી, ચંદ્ર વગેરેના વર્ણ જેવી હોય છે.
આમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાનો વર્ણ અપ્રીતિકર, અમનોશ હોય છે. ત્રણ શુભ લેગ્યાનો વર્ણ પ્રીતિકર અને મનોજ્ઞ હાય છે.
માણસના કે અન્ય જીવના શરીરની ચામડીના જે રંગો છે તે દ્રવ્ય લશ્યાને કારણે છે એમ ન સમજવું. એ રંગો નામકર્મ પ્રમાણે હોય છે અને તે ભૂલ દૃષ્ટિથી નિહાળી શકાય છે. દ્રવ્ય લશ્યાનાં પરમાણુ સૂક્ષ્મ હોય છે. આથી જ કોઈક ગોરો માણસ ઘાતકી હોઈ શકે છે અને એની કૃષ્ણલેશ્યા સંભવી શકે છે. તેવી જ રીતે કોઈ માણસ તદ્દન શ્યામ હોય અને છતાં એ પવિત્ર, જ્ઞાની, શુભ લેશ્યાવાળો હોઈ શકે છે. આપણા તીર્થકરો રાતા વર્ણના, નીલ વર્ણના, કંચન વર્ણના હતા. એટલે દેહવર્ણ અને વેશ્યાવર્ણ એ બે જુદા છે. દ્રવ્યલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર લક્ષણમાંથી વર્ણ મનુષ્યના મનને અને શરીરને વધુ પ્રભાવિત કરે છે. એટલે લેશ્યાવર્ણનો પ્રભાવ દેહવર્ણ પર પડે છે.
તીવ્ર અશુભ લેશ્યાવાળા માણસોની પાસે બેસતાં વાતારવણ બહુ તંગ લાગે
લેવા ક ૨૨૩
Page #262
--------------------------------------------------------------------------
________________
છે. ક્યારેક કોઈ ક્રોધી માણસના ક્રોધની એવી અસર થાય છે કે જો સ્વભાવનો સામો માણસ પણ ઉશ્કેરાઈને ક્રોધ કરવા લાગે છે. બીજી બાજુ તીર્થંકર પરમાત્માની, કેવલી ભગવંતોની અને કેટલાક પવિત્ર મહાત્માઓની શુક્લલેશ્યા એવી પ્રબળ હોય છે કે એમની સાથે તકરાર કરવાના આશયથી આવેલા માણસો કે પરસ્પર વેરવિરોધવાળા જીવો એમને જોતાં જ શાન્ત થઈ જાય છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આવા કેટલાયે પ્રસંગો બન્યા હતા. કેટલાક યોગી મહાત્માઓ જંગલમાં હોય તો હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્ત બનીને બેસી જતાં હોય છે. આ બધો વેશ્યાનો જ પ્રભાવ છે.
કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યાની ગંધ મરેલી ગાય, મરેલું કૂતરું, મરેલો સર્પ વગેરે ગંધ કરતાં પણ વધુ દુર્ગધમય હોય છે.
તેજોલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા એ ત્રણ વેશ્યાની ગંધ સુગંધી પુષ્પ, ઘસેલાં, સુગંધી દ્રવ્યો વગેરેની સુગંધ જેવી હોય છે.
કૃષ્ણલેશ્યાનો રસ (સ્વાદ) કડવું તુંબડું, કડવો, લીંબડો, કુટજ, કૃષ્ણકંદ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ કડવો હોય છે. નીલલેશ્યાનો રસ સૂંઠ, મરી, પીપર, મરચું, ચિત્રમૂલ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તીખો હોય છે. કાપોતલેશ્યાનો રસ કાચી કેરી, કાચું કોઠું, કાચું દાડમ, બીજોરું, બીલું, ફણસ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તુરો હોય છે. આ ત્રણે લેગ્યાનો રસ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. તેજો વેશ્યાનો રસ પાકી કેરી, પાકું કોઠું, પાકું દાડમ વગેરેના સ્વાદ જેવો ખટમીઠો હોય છે. પઘલેશ્યાનો રસ ચન્દ્રપ્રભા, ઉત્તમ વારુણી, મધ, ખજૂરાસવ, દ્રાક્ષાસવ વગેરેના સ્વાદ જેવો મધુર હોય છે. શુક્લલયાનો રસ ગોળ, સાકર ખજૂર, દ્રાક્ષ, ખીર, લાડુ વગેરેના સ્વાદ જેવો મીઠો હોય છે.
કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણે લશ્યાનો સ્પર્શ કરવત, ગાયની જીભ, સાગવૃક્ષનાં પાંદડાં વગેરેના જેવો કર્કશ હોય છે. તેજો, પડા અને શુક્લ એ ત્રણ લેશ્યાનો સ્પર્શ માખણ, શિરીષનાં ફૂલ વગેરેના કોમળ સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે.
દ્રવ્યલેયાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અત્યંત સૂક્ષ્મ છે, નજરે ન જોઈ શકાય એવાં છે. એ વિશે જે અહીં કહ્યું છે તે એ યુગલ પરમાણુઓમાં કેટલી ક્ષમતા રહેલી છે તે બતાવવા માટે છે. એવાં પરમાણુઓ બહાર જો સ્કંધરૂપ હોય તો આવો અનુભવ અવશ્ય થાય.
શુભ અને અશુભ લેયાનાં સ્થાન ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે હોય છે એ માટે ભગવાને કહ્યું છે કે અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલા ‘સમય’
૨૨૪ ક જૈન ધર્મ દર્શન
Page #263
--------------------------------------------------------------------------
________________
અને ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં શુભાશુભ લેશ્યાનાં સ્થાન જાણવાં. મતલબ કે સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે શુભ અને અશુભ લેશ્યા હોય છે.
કૃષ્ણ, નીલ, કાર્પાત, તેજો, પદ્મ અને શુક્લ એ છે લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણલેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુક્લલેશ્યાની સ્થિતિ છે. નીલ, કાપોત, તેજો અને પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે.
તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમકે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત એમ ત્રણ લેશ્યાઓ હોય છે અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાંકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે.
મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મ–ભૂમિના મનુષ્યોમાં ચાર લેશ્યા હોય છે અને સંમુર્ચ્છિમ મનુષ્ય જીવોમાં ત્રણ લેશ્યા હોય
છે.
જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયા-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ લેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે.
આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ લેશ્યાઓ – કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ છ લેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ - પીત, પદ્મ અને શુક્લ એ લેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુક્લલેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને ૫૨મ શુક્લલેશ્યા હોય છે. આમ પહેલાથી તેમા ગુણસ્થાન સુધી શુક્લલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેશ્યારહિત હોય છે. નાકીના જીવોમાં લેશ્યા નીચે પ્રમાણે હોય છે :
एवं सत्तवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु । काऊ य दोसु तईवाए मीसिया नीलिया चउत्थीए । पंचमिया मीसा कण्हा तत्तो परम कण्हा ॥
લેશ્યા ૨૨૫
Page #264
--------------------------------------------------------------------------
________________
પહેલી રત્નપ્રભા નારકીમાં તથા બીજી શર્કરપ્રભા નારકીમાં એક કાપોતલેશ્યા હોય છે. ત્રીજી વાલુકાપ્રભા નારકીના જીવોમાં કાપોત અને નીલલેશ્યા હોય છે. ચોથી પંકપ્રભા નારકીના જીવોમાં એક નીલેશ્યા હોય છે. પાંચમી ધૂપ્રભા નારકમાં નીલ અને કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમ પ્રભા નારકીમાં એક કૃષ્ણલેશ્યા હોય છે અને સાતમી તમતમા પ્રભા નારકીમાં પરમ કૃષ્ણલેશ્યા હોય છે.
આમ નારકીના જીવમાં ફક્ત ત્રણ લેશ્યા હોય છે અને પહેલેથી સાતમી નારકી સુધી અનુક્રમે અશુભ, અશુભતર, અશુભતમ લેક્ષા હોય છે.
દેવગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર લેયાઓ હોય છે, જેમકે ભવનપતિના અને વાણવ્યંતર દેવ-દેવીમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવદેવીમાં એક તેજોલેક્ષા હોય છે. વૈમાનિક દેવ-દેવીમાં ત્રણ શુભ લેયાઓ – તેજો, પત્ર અને શુક્લલેશ્યાઓ હોય છે. અનુત્તરીપપાતિક દેવોને પરમ શુક્લલેશ્યા હોય છે. ચારે ગતિના જીવોની લેશ્યાઓનો અહીં માત્ર સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આગમોમાં તે વિશે બહુ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે.
લેયાઓના આ બે મુખ્ય વિભાગને બીજી રીતે પણ ઓળખવવામાં આવે છે, જેમ કે પહેલી ત્રણ લેશ્યાઓ દુર્ગધવાળી છે અને પછીની ત્રણ લેગ્યાઓ સુગંધવાળી છે. પહેલી ત્રણ લેયાઓ રસની અપેક્ષાએ અમનોજ્ઞ છે અને પછીની ત્રણ લેગ્યાઓ મનોજ્ઞ છે; પહેલી ત્રણ લેયાઓ સ્પર્શની અપેક્ષાઓ શીતરુક્ષ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ઉષ્ણ-સ્નિગ્ધ છે. પહેલી ત્રણ લેયાઓ અધર્મલેશ્યાઓ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ધર્મલેશ્યા છે; પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જનારી છે અને પછીની ત્રણ વેશ્યાઓ સુગતિમાં લઈ જનારી છે; પહેલી ત્રણ લેયાઓ અશુદ્ધ છે અને પછીની ત્રણ વેશ્યાઓ વિશુદ્ધ છે; પહેલી ત્રણ લેયાઓ અપ્રશસ્ત છે અને પછીની ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે. આ જ પ્રમાણે ભાવલેશ્યાનાં લક્ષણો બતાવવામાં આવે છે.
છ લેયા વચ્ચેનો ફરક સમજાવવા માટે પ્રાચીન સમયથી જાંબનું વૃક્ષ અને છ મિત્રોનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. આવયસૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ આ દત્ત આપ્યું છે. (આ દૃષ્ટાન્નનું ચિત્ર કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં આનો પટ કોતરાવેલો હોય છે.)
છ મિત્રો એક ઉપવનમાં ફરવા ગયા હતા. તેઓ બહુ ભૂખ્યા થયા હતા. ત્યાં તેઓએ એક જાંબુનું વૃક્ષ જોયું કે જેના ઉપર ઘણાં બધાં જાંબુ લટકતાં હતાં. જાંબુના ભારથી કેટલીક ડાલીઓ લચી પડી હતી. સરસ મઝાનાં જાંબુ જોતાં તે ખાવાની દરેકના મનમાં ઈચ્છા જાગૃત થઈ. તે કેવી રીતે મેળવીને ખાવાં તે વિશે
૨૨૬ જૈન ધર્મ દર્શન
Page #265
--------------------------------------------------------------------------
________________
પોતપોતાના મનની વેશ્યા અનુસાર દરેકના મનમાં જુદો જુદો વિચાર ઉત્પન્ન થયો.
એક મિત્રે કહ્યું કે આપણને ભૂખ લાગી છે અને જાંબુ ખાવાનું મન થયું છે, પરંતુ વૃક્ષ ઉપર ચડવામાં કષ્ટ ઘણું છે. વળી જો ઉપરથી પડ્યા તો જાનનું જોખમ છે. એના કરતાં સારો રસ્તો એ છે કે આપણે આખા વૃક્ષને જ નીચેથી કાપીને પાડી નાખીએ તો આરામથી જાંબુ ખાઈ શકાય. આપણી પાસે વૃક્ષને કાપવા માટે કરવત, કુહાડી વગેરે છે.
બીજા મિત્રે કહ્યું કે આખા વૃક્ષને કાપી નાખવાની શી જરૂર છે? આપણે મોટી મોટી ડાળીઓ કાપી નાખીએ. જેથી વૃક્ષ બચી જાય અને આપણને જાંબુ મળે.
ત્રીજા મિત્રે કહ્યું, “મોટી મોટી ડાળ કાપવાની શી જરૂર છે? જે નાની નાની શાખાઓ છે તે જ તોડી લઈએ.
ચોથા મિત્રે કહ્યું, “નાની શાખાઓ તોડવાની પણ જરૂર નથી. ફક્ત જાંબુફળવાળા જે ગુચ્છા (ઝૂમખાં) છે તે તોડી લઈએ.”
પાંચમા મિત્રે કહ્યું કે, “આખા ગુચ્છ તોડવાની પણ જરૂર નથી. એમાંથી સારાં સારાં પાકાં જાબું હોય તે ઝૂમખાં હલાવીને જાંબુ પાડી લઈએ તો કેમ ?”
છઠ્ઠા મિત્રે કહ્યું, ‘મિત્રો, એમ કરવાની પણ જરૂર નથી. અહીં વૃક્ષ નીચે તો જુઓ ! કેટલાં બધાં સરસ પાકાં જાંબુ પડેલાં છે. આપણે એ જ વીણી લઈએ. ઝાડ પર ચડવાનો શ્રમ લેવાની અને ઝાડને નુકસાન પહોંચાડવાની કંઈ જરૂર નથી.”
આ દષ્ટાન્તમાં એક જ હેતુ માટે છે. મિત્રોને જુદા જુદા ભાવ થાય છે. એમાં ઉગ્રતમ ભાવથી કોમલતમ ભાવ સુધીના ભાવો જોઈ શકાય છે. આખું વૃક્ષ કાપવાની વાત કરનારની કૃષ્ણલેશ્યા છે અને નીચે પડેલાં જાંબુ વીણી લેવાની વાત કરનારની શુક્લલેશ્યા છે. બીજા, ત્રીજા વગેરે મિત્રની અનુક્રમે નલ, કાપોત, પીત અને પદ્મવેશ્યા છે.
છ વેશ્યાઓને સમજાવવા માટે “આવશ્યસૂત્રની ટીકામાં બીજું એક દૃષ્યન્ત આપવામાં આવ્યું છે. એ છે પ્રામઘાતકનું. એક વખત છ ડાકુઓ એક ગામ લૂંટવા માટે શસ્ત્રો લઈને નીકળ્યા. છએની વેશ્યા જુદી જુદી હતી. દરેકના મનમાં જુદા જુદા વિચાર ચાલતા હતા. રસ્તામાં એક ડાકુએ કહ્યું, ‘આપણે ગામ લૂંટવા જઈએ છીએ ત્યારે ત્યાં કોઈ પણ માણસ કે પશુ વચ્ચે આવે તે બધાંની આપણે શસ્ત્રોથી હત્યા કરી નાખવી જોઈએ, જેથી લૂંટનું કામ સરળ બને. બીજાએ કહ્યું કે પશુઓને મારવાની શી જરૂર? આપણે ફક્ત મનુષ્યોને મારી નાખવા જોઈએ. ત્રીજાએ કહ્યું કે બધા મનુષ્યોમાંથી સ્ત્રીઓ અને બાળકોને મારવાની જરૂર નથી. ફક્ત પુરુષોને
વેશ્યા જ ૨૨૭
Page #266
--------------------------------------------------------------------------
________________
મારી નાખવા જોઈએ. ચોથા ડાકુએ કહ્યું, “બધા પુરુષોને મારવાની જરૂર નથી, જે સશક્ત અને સશસ્ત્ર પુરુષો હોય એટલાને જ મારી નાખીએ. પાંચમા ડાકુએ કહ્યું, “બધા સશસ્ત્ર પુરુષોની હત્યા કરવાની જરૂર નથી. જેઓ આપણને જોઈ ભાગી જાય તેઓને મારવાની જરૂર નથી.' છઠ્ઠા ડાકુએ કહ્યું. “આપણું કામ ધન લૂંટવાનું છે. જો ધન લૂંટવા મળતું હોય અને કોઈ સામનો ન કરે તો કોઈની પણ હત્યા કરવાની શી જરૂર છે?
આ દરાન્તમાં બધાને મારી નાખવાનો વિચાર કરનાર પ્રથમ ડાકુની લેશ્યા કૃષ્ણ છે. અને કોઈની પણ હત્યા કરવાની જરૂર નથી એ ડાકુની લેણ્યા શુક્લ છે. અલબત્ત, આ દૃષ્ટાંત જુદી જુદી વેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે જ છે. એક જ ક્રિયા કરવાની હોય પરંતુ તે માટે ભિન્નભિન્ન વ્યક્તિના અધ્યવસાયો ભિન્નભિન્ન હોઈ શકે છે. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે જેની લેયા શુક્લ હોય તે લૂંટવા જાય જ કેમ ? અથવા જે લૂંટવા જાય તેની લેગ્યા શુક્લ કેવી રીતે હોઈ શકે ? પરંતુ દૃષ્ટાન્ત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું છે. | તેજલેશ્યાનો એક બીજો પ્રકાર પણ છે. છ લેગ્યામાંની તેજલેશ્યા કરતાં એ જુદો છે.
ભગવાન મહાવીર અને ગોલકના સંબંધમાં બનેલી તેજલેશ્યાની ઘટના સુપ્રસિદ્ધ છે. છ પ્રકારની લેગ્યામાં આવતી તેજોલેશ્યા કરતાં આ તેજલેશ્યા ભિન્ન પ્રકારની છે. આ તેજોલેશ્યા તપોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને તે પૌગલિક પ્રકારની છે. ઠાણાંગસૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ત્રણ રીતે આ પૌદ્ગલિક તેજલેશ્યા પ્રાપ્ત થાય છે.
तिहिं ठाणेहिं सम्मणे निग्गंथे संखितविउलतेउलेस्से भवइ,
तं जहा-आयावणयाए, खंतिखामाए, अपाणगेणं तवो कम्मेणं । ત્રણ સ્થાનથી પ્રકારથી, રીતથી) શ્રમણ નિર્ઝન્થને સાંક્ષિપ્ત-વિપુલ એવી તેજોલેયાની પ્રાપ્તિ થાય છે જેમ કે (૧) આતાપનથી (ઠંડી-ગરમી સહન કરવાથી). (૨) ક્ષાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (૩) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી...
વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે :
જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે
૨૨૮
જૈન ધર્મ દર્શન
Page #267
--------------------------------------------------------------------------
________________
અને એક ચોગલું નાનો પ્યાલો) ઉષ્ણ પાણી પીવામાં આવે અને ફરી છઠ્ઠ કરવામાં આવે અને આ રીતે સળંગ છ મહિના તપશ્ચર્યા કરવામાં આવે અને તેટલો કાળ રોજ અમુક સમય સુધી સૂર્યની સામે જોઈ એની ઉષ્ણતા-આતાપના લેવામાં આવે તો એ તપસ્વીને ઉષ્ણ તેજોલેયા પ્રાપ્ત થાય છે. આવી તેજોલેયા ધરાવનાર વ્યક્તિ તે તેજલેયા ફેંકીને બીજાને બાળીને ભસ્મીભૂત કરી શકે છે અથવા અમુક નગરોને પણ બાળી શકે છે.
તપોલબ્ધિથી મેળવેલી તેજલેશ્યા કેટલી બધી બળવાન હોઈ શકે છે એ અંગે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી પર ફેંકેલી તેજલેશ્યાનું ઉદાહરણ ભગવતીસૂત્રમાં આપેલું છે. એમાં કહ્યું છે:
ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિર્ઝન્થોને બોલાવીને કહ્યું, “હે આર્યો ! મંખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી જે ઉષ્ણ તેજોલેશયા કાઢી હતી તે અંગ, બંગ વગેરે સોળ દેસોનો ઘાત કરવામાં—એને ભસ્મીભૂત કરવામાં સમર્થ હતી. આના ઉપરથી આવી તેજોલેયા કેટલી શક્તિશાળી હોઈ શકે તેનો ખ્યાલ આવશે. (વર્તમાન સમયનો એટમ બોમ્બ એની આગળ કંઈ વિસાતમાં નથી.)
જ્યારે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉષ્ણ તેજોલેશ્યા ફેંકી ત્યારે ભગવાને એની સામે શીતલેયા ફેંકી કે જેથી ગોશાલકની તેજોલેયા ભગવાનનો વધ ન કરી શકી, પણ તે ભગવાનની આસપાસ પ્રદક્ષિણા ફરીને પાછી ગોશાલક પર જ પડી હતી.
તપલબ્ધિથી પ્રાપ્ત થતી તેજોલેશ્યા એ જીવના તેજસ્ શરીરમાંથી પ્રસરતી એક પ્રકારની ઉર્જા છે, પૌદ્ગલિક શક્તિ છે.
શ્રમણ કાલોદયીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું, “હે ભગવાન ! જેમ સચિત્ત અગ્નિકાય પ્રકાશે છે, તેમ અચિત્ત અગ્નિકાયનાં પુદ્ગલ પ્રકાશે છે ?”
ભગવાને કહ્યું, “હા! કાલોદલીન ! અચિત્ત પુગલ પણ પ્રકાશ કરે છે. હે કાલોદયીન ! ક્રોધી અણગારમાંથી તેજોલેશ્યા નીકળીને દૂર જવાથી દૂર પડે છે અને પાસે જવાથી પાસે પડે છે. જ્યાં તે તેજોવેશ્યા પડે છે ત્યાં અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે.'
ઉષ્ણ તેજોલેયાથી અન્ય વ્યક્તિ કે ગ્રામનગરને બાળવાની શક્તિનો પ્રતિકાર કરી એને શાન્સ કરવાની, પાછી વાળવાની શક્તિ શીત તેજોલેશ્યામાં હોય છે. તાપસ વેશ્યાયને ગોશાલક ઉપર તેજોલેશ્યા ફેંકી ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવી લીધો હતો. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામી ગૌતમસ્વામીને કહે છે, હે ગૌતમ ! મંખલીપુત્ર ગોશાલક પર અનુકંપા લાવીને મેં
વેશ્યા જ ૨૨૯
Page #268
--------------------------------------------------------------------------
________________
તાપસ વેશ્યાયને ફેકેલી તેજોલેયાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો. એ જાણીને અને ગોશાલકને કિંઈ પણ ઈજા ન થયેલી જોઈને તેયાયને પોતાની ઉષ્ણ તેજલેયા પાછી ખેંચી લીધી હતી.
કોઈ પણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજોલેયા હોય તો ફેંકેલી લેયા પાછી ફરે છે એટલું જ નહિ, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે છે.
તેજોલેશ્યા ફેંકવા માટે તેજસ શરીરનો સમુઘાત કરવો પડે છે. સમુદ્યાતમાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવા પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તેજસમુદ્યાત તેજોલેવાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે.
મુખ્ય છ લેયાઓમાંની તેજલેશ્યા તથા તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજોવેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજોલેશ્યાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજલેશ્યાનો અર્થ થાય છે આત્મિક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ પ્રયોજ્યો છે. સુખાસી-કામ.” દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચારે છે કે જો એક માસની દીક્ષાપર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોવેશ્યા અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, વાવત બાર માસની દિક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાશા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજલેશ્યા અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે.
આમ, ત્રણ પ્રકારની તેજોલેયા બતાવવામાં આવી છે.
લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેયા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય ત્યાં કષાયો હોવા જ જોઈએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની લેગ્યા છે. કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુક્લલેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી.
૨૩૦
જૈન ધર્મ દર્શન
Page #269
--------------------------------------------------------------------------
________________
લેશ્યા અને યોગ મન, વચન, કે કાયાના અથવા ત્રણેના) વચ્ચેનો સંબંધ અવિનાભાવ છે. જ્યાં યોગ છે ત્યાં લેસ્યા છે અને જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે. લેશ્યા માટે મન, વચન અને કાયા એ ત્રણેના યોગ સાથે હોવા અનિવાર્ય નથી. એકેન્દ્રિય જીવોમાં ફક્ત કાયયોગ હોય છે. તેઓને વચનયોગ અને મનોયોગ ન હોવા છતાં તેઓને લેશ્યા હોય છે. સયોગી કેવળીને શુક્લલેશ્યા હોય છે. અયોગી કેવળી અલેશી હોય છે.
લેશ્યાની જ્ઞાન-અજ્ઞાન સાથે સંબંધ કેવો છે એ વિશે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે કૃષ્ણલેશ્યાની પદ્મલેશ્યાવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શુક્લલેશ્યાવાળા જીવોમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી જીવમાં નિયમથી ફક્ત એક કેવળજ્ઞાન હોય છે.
જેમ જેમ લેશ્યાની વિશુદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે. વિશુદ્ધ જ્ઞાન માટે લેશ્યાની વિશુદ્ધિ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે વિશુદ્ધ લેશ્યા હોય તો જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તો જ અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન અતિશય વિશુદ્ધ જ્ઞાન છે અને કૃષ્ણલેશ્યા તો સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે. તો પછી કૃષ્ણલેશ્યા અને મનઃપર્યવ જ્ઞાનનો સંબંધ કેવી રીતે ઘટી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેવાયું છે કે પ્રત્યેક લેશ્યાના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. એમાંથી કેટલાયે મંદ રસવાળાં અધ્યવસાયસ્થાન પ્રમત્તસંયતને પણ હોય છે. એટલે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોત લેશ્યા પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. બીજી બાજુ મન:પર્યવજ્ઞાન સૌ પ્રથમ થાય છે તો અપ્રમત્ત ગુણસ્થાનવાળાને જ. પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન અને પ્રમત્ત ગુણસ્થાન વચ્ચે ચડઊતર, આવનજાવન થાય છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનવાળા મહાત્મા જો અને જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે મનઃપર્યવજ્ઞાન તો હોય જ છે. આ રીતે કૃષ્ણલેશ્યાવાળાને પણ મનઃપર્યવજ્ઞાન સંભવી શકે છે. આ એક સંભાવના છે. જો કે એ અત્યંત વિરલ અને અપવાદરૂપ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય વગેરેમાં રહેતો કૃષ્ણલેશ્યાવાળો (અથવા નીલ કે કાપોતલેશ્યાવાળો) જીવ અનન્તર ભવમાં–પછીના તરતના ભવમાં મનુષ્યગતિ પામી શકે છે, કેવળજ્ઞાન પામી શકે છે અને મોક્ષગતિ પામી સિદ્ધ પરમાત્મા થઈ શકે છે. એવા જીવોની તેવી ભવિતવ્યતા હોય છે. એમાં આગળ જતાં એમને શુક્લલેશ્યા સહાયભૂત થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ શુક્લલેશ્યા હોય છે.
લેશ્યા અને ધ્યાનનો વિચાર કરીએ તો આર્ત્તધ્યાન વખતે કૃષ્ણ, નીલ અને
વેશ્યા ૨૩૧
Page #270
--------------------------------------------------------------------------
________________
કાપોત એ ત્રણ અશુભ લેયાઓ હોય છે. રૌદ્રધ્યાન વખતે પણ એ જ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પરિણમન વધારે તીવ્ર હોય છે. આર્તધ્યાન કરતાં રોદ્રધ્યાનમાં લેશ્યા અતિસંક્લિષ્ટ પરિણામવાળી હોય છે. ધર્મધ્યાનના સમયે તેજો, પદ્ધ અને શુક્લલેશ્યા હોય છે. શુક્લધ્યાનના પહેલા બે પાયા ચરણ)માં ફક્ત શુક્લલેયા હોય છે, ત્રીજા ચરણમાં પરમ શુક્લલેક્ષા હોય છે અને ચોથા ચરણમાં જીવ લેશ્યાતીત હોય છે.
લેશ્યાઓનું પરિણમન કેવા પ્રકારે થાય છે એ વિશે ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે હે ગૌતમ ! સર્વ લેયાઓ ત્રણ પ્રકારે, નવ પ્રકારે, સત્તાવીસ પ્રકારે, એક્યાસી પ્રકારે, બસો તેતાલીસ પ્રકારે અથવા એથી પણ ઘણા બધા પ્રકારે પરિણામોમાં પરિણત થાય છે. કૃષ્ણલેયા નીલલેયાને પ્રાપ્ત કરીને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણમન પામે છે. એવી જ રીતે બીજી લેશ્યાઓ પણ પરિણમન પામે છે. જેમ દૂધ મેળવણ (છાશ વગેરે ખટાશવાળું જામણ) પ્રાપ્ત કરીને પછી એના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને વારંવાર પ્રાપ્ત કરીને પછી દૂધ દહીં થઈ જાય છે એ રીતે એક લેયામાંથી બીજી વેશ્યાનું પરિણમન થાય છે. આ પ્રકારના પરિણમનને લેયાગતિ કહેવામાં આવે છે.'
લેશ્યાનું પરિણમન કોઈ જડ વિભાજન જેવું નથી. એટલે કે એક વેશ્યા પૂરી થાય પછી જ બીજી વેશ્યા ચાલુ થાય એવું નથી. બે વેશ્યાઓના વારંવાર સંમિશ્રણથી એકમાંથી બીજીનું પરિણમન થાય છે. આ પરિણમન સતત ઊર્ધ્વગામી જ રહે અથવા સતત અધોગામી જ રહે અથવા છએ લેયાએ આખું વર્તુળ પૂરું કરવાનું જ રહે એવું નથી, શુક્લલેયાવાળો કૃષ્ણલેશ્યામાં પણ આવી જાય અને કષણવેશ્યાવાળો શુક્લલેશ્યામાં આવી જાય. આ પરિણમન માટે કોઈ કાળ નિશ્ચિત નથી. અંતમુહૂર્તમાં એકમાંથી બીજી લેગ્યામાં પરિણમન થઈ શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું એ માટે સચોટ ઉદાહરણ છે. શુક્લલેશમાંથી પરમ કૃષ્ણલેથા અને પરમકૃષ્ણમાંથી પરમ શુક્લલેગ્યામાંથી પરિણમન કેટલા અલ્પકાળમાં થયું હતું! લેશ્યાએ નરકગતિમાંથી બચાવી કેવળજ્ઞાન અપાવ્યું !
જેમ દૂધ અને દહીંનું દગન્ત આપવામાં આવે છે તેમ શુદ્ધ જેત વસ્ત્રમાં પડેલા કોઈ રંગનું પ્રવાહી પડતાંની સાથે જેમ પ્રસરી જાય છે એનું દુષ્યન્ત આપવામાં આવે છે અથવા વેડૂચમણિમાં પરોવેલા રંગીન દોરાનું દત્ત પણ આપવામાં આવે
લેશ્યાના પરિણમન અને જીવના ઉત્પત્તિ તથા મરણ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે :
ર૩ર ક જૈન ધર્મ દર્શન
Page #271
--------------------------------------------------------------------------
________________
लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ, परे भवे अत्थि जीवस्स ॥ लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववाओ परे भवे आत्थि जीवस्स । अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव । लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ॥ બધી જ લેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી લેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણવેળા એ આગામી ભવની લેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ ૫૨લોકમાં જાય છે. લેશ્યાની વ્યવસ્થા એવી છે કે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં તે પરિણત થાય છે. પરલોકમાં જે લેશ્યા પ્રાપ્ત થવાની હોય તે લેશ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલા માટે, ઉદાહરણ તરીકે, કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઉપરાંત વધારાના એક અંતમુહૂર્તની હોય છે. બીજી લેગ્યાઓમાં પણ તે પ્રમાણે સમજવું.
મૃત્યુ પામનાર જીવની ગતિમાં લેશ્યાના યોગ અંગે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને જો નરક ગતિમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યાપરિણામ પણ તેવાં જ હોય છે. એવી રીતે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યાપરિણામ પણ તેવાં જ હોય છે.
મૃત્યુ સમયે જીવની જે લેશ્મા હોય છે તેમાં પણ પરિણમનની તરતમતા સંભવી શકે છે. એટલે એ પ્રમાણે મરણના પ્રકા૨ સ્થાનાંગસૂત્રની ટીકામાં દર્શાવ્યા
છે.
મૃત્યુ સામે લેશ્યા જેમ છે તેમ જ અવસ્થિત રહે તો એને સ્થિત લેશ્યામરણ કહે છે. એ સમયે જો લેશ્યા સંકિષ્ટ થાય તો સંક્લિષ્ટ લેશ્યામરણ કહે છે અને મૃત્યુ સમયે લેશ્યાના પર્યાયો પ્રતિસમય વિશુદ્ધ થતા રહે તો તેને પર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણ સમયે લેશ્યા અવિશુદ્ધ ન થતી હોય તો અસંકિષ્ટલેશ્યામ૨ણ કહે છે અને પર્યાયોમાં વિશુદ્ધિ ન થતી હોય તો અપર્યવજાતલેશ્યામ૨ણ કહે છે.
મરણના બાલમ૨ણ, પંડિતમરણ અને બાલપંડિતમ૨ણ તથા પંડિતબાલમ૨ણ એવા પ્રકારો પાડવામાં આવે છે. એ પ્રકાર અનુસાર એ સમયની લેશ્યાના પર્યાયોમાં
લેશ્યા ૨૩૩
Page #272
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ-અશુદ્ધિની દૃષ્ટિએ પણ પ્રકારો વિચારાયા છે.
મૃત્યુ સમયની જીવની વેશ્યા કેટલી શુભ કે અશુભ છે અને એમાં પણ તે કેટલી અવગાઢ ભગ્નતાયુક્ત) છે તે પ્રમાણે જીવને પરભવમાં બોધિલાભ અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ મા અધ્યયનમાં અંતે કહ્યું છે કે જે જીવો સમ્યગ્દર્શનમાં અનુરક્ત, નિયાણું ન કરનાર અને શુક્લલશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં સુલભબોધિ થાય છે. જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત, નિયાણું કરવાવાળા અને કૃષ્ણલેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં દુર્લભબોધિ થાય છે.
ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિના જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમની વેશ્યાઓનું પરિણમન કેવું થાય છે એ વિશે બહુ સૂક્ષ્મતાથી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં દર્શાવવામાં આવ્યું છે. એ આખો વિષય પરિભાષિક અને કઠિન છે, પરંતુ જો રસ પડે તો બહુ ગમે એવો વિષય છે.
આધુનિક વિજ્ઞાને જે કેટલાંક સૂક્ષ્મદર્શક સાધનો બનાવ્યાં છે એમાં કિલિયન ફોટોગ્રાફી પણ છે. આ ફોટોગ્રાફી દ્વારા મનુષ્યના શરીરમાંથી બહાર જે આભા (Aura) નીકળે છે અને એ આભામંડળનો ફોટો લઈ શકાય છે. આ ફોટોગ્રાફમાં મનુષ્યના મસ્તકની બહાર, એના મનમાં ચાલતા વિચારો, અધ્યવસાયો અનુસાર જે આભામંડળ રચાય છે તે દેખાય છે. દરેકનું આભામંડળ જુદું હોય છે. દ્રવ્યલેશ્યામાં વર્ણ, રસ સ્પર્શ અને ગંધ એમ ચાર હોય છે. આ ફોટોગ્રાફમાં માત્ર વર્ણ દેખાય છે. ફોટોગ્રાફનું આ આભમંડળ એ વેશ્યાનું જ સંપૂર્ણ રંગપ્રતિબિંબ છે એમ તરત નિશ્ચિતપણે નહિ કહી શકાય. એમાં હજુ સંશોધનને – અભ્યાસને ઘણો અવકાશ છે. કારણ કે લેગ્યાનાં છ છે જ્યારે આભામંડળના ફોટોગ્રાફમાં વાદળી, રાખોડી વગેરે બેત્રણ રંગ આછા કે ઘેરા દેખાય છે, પરંતુ મનુષ્યના મનમાં ઊઠતા વિચારો, ભાવો, અધ્યવસાયો અનુસાર શરીરમાં, વિશેષતઃ મસ્તકમાં સૂક્ષ્મ રંગો ઉદ્દભવે છે અને તે બહાર આવે છે એમ આધુનિક વિજ્ઞાન સ્વીકારતું થયું
લેશ્યાને આભામંડળ, શરીરનાં ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રંગ ચિકિત્સા, રત્નચિકિત્સા વગેરે શાસ્ત્રો સાથે સંબંધ હોવાનું અનુમાન થાય છે. આ વિશે અભ્યાસ થવા લાગ્યો છે અને એ વિશે ભવિષ્યમાં વધુ પ્રકાશ પડવાનો સંભવ છે. (હાલ પ.પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજ એ વિષયમાં ઊંડો અભ્યાસ કરી રહ્યા છે)
૨૩૪
જૈન ધર્મ દર્શન
Page #273
--------------------------------------------------------------------------
________________
આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જૈન ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દૃઢ થાય છે.
જેઓને ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ નહિ પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઈએ. અશુભ લેશ્યાઓના સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાથ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છે :
तथापि शीतरुक्षो स्पर्शे आधानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शी उत्तराणां
तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ । અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેશ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેગ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહરવાની ક્રિયા કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યાનસૂત્રમાં કહ્યું છે :
तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया ।
अपसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठए मुणि ॥ આમ, આ વેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત વેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેયાઓમાં અવસ્થિત રહેવું.
ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેશ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેગ્યામાં આવી જવું જોઈએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે.
વેશ્યા ડ ૨૩૫
Page #274
--------------------------------------------------------------------------
________________
સંલેખના
સંલેખના' એ જૈનોમાં વપરાતો પારિભાષિક શબ્દ છે. સચ ાયપાય નૈવના ત સંન્નેના – એવી સંલેખનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કશ કરવાં એટલે કે પાતળાં બનાવવાં એનું નામ સંલેખના.
- સંલેખના એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપમાં સંલેખનાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે “સંલેખના' એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઈત્યાદિ બાહ્ય તપ કે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિ આવ્યંતર તપ તે મનમાં જાગતા વિકારો, દુર્ભાવો, કષાયોને પાતળા કરવા માટે છે. આમ, સંલેખનામાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે.
સંલેખનનાનો સાદો અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એનો વિશિષ્ટ અર્થ “મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત' એવો છે. આ પ્રકારના વ્રત માટે સંલેખના' ઉપરાંત “અનશન,” “સંથારી’ વગેરે શબ્દ પણ વપરાય છે. આ પ્રકારના વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે “મારણાંતિક અનશન” કે “મારણાંતિક સંથારો' એવા શબ્દો પણ પ્રયોજાય છે.
જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું ન હોય, ઊઠવા-બેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતો હોય, શરીર રોગોથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓનો સંયમધર્મ પાળવાનું, સાધુઓના આચારોનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તેવે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે.
કોઈક વખત દુકાળ, યુદ્ધ કે એવી બીજી કોઈ આપત્તિ આવી પડે ત્યારે પણ ગુરુમહારાજની અનુમતિથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે સંલેખનાવ્રત સ્વીકારવામાં આવે છે. મૃત્યુ જ્યારે સાવ નજીક દેખાતું હોય અથવા વિષમ સંજોગોમાં ધર્મને
ર૩૬ - જૈન ધર્મ દર્શન
Page #275
--------------------------------------------------------------------------
________________
અને પોતાની જાતને અધર્મથી રક્ષવા માટે મૃત્યુ ઈષ્ટ ગણાતું હોય ત્યારે એવા કોઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સંલેખનાદ્રત સ્વીકારવા માટે શિષ્ય સાધુને કે ગૃહસ્થ ભક્તને અનુજ્ઞા આપે છે.
આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્ત્વિક દષ્ટિએ ઘણો મોટો તફાવત છે.
જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જે જાયું તે જાય' એમ કહેવાય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તો જીવન પછી મૃત્યુ છે અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય જીવો માટે તો જન્મજન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.
જન્મ અને મૃત્યુમાં ઘણોબધો ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તત્ત્વો છે. સંસારમાં જન્મને લોકો આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીઓ મૃત્યુને મંગળ માને છે અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મોક્ષ, નિર્વાણ અપાવે છે.
જન્મ પછી અપવાદરૂપ પ્રસંગો સિવાય મૃત્યુ તરત જ હોતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક ગતિમાં ગર્ભ કે અન્ય રૂપે નવો જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વૈવિધ્ય નથી હોતું. કોઈનો જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયો એવો પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કોઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એવો પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી, ઝેરી કે હિંસક પ્રાણીઓના ભોગ બનવાથી, કઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુ માટે અવકાશ હોય છે.
જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ,
) બલાયમરણ, (૫) શાર્તામરણ, (૬) અંતઃશલ્યમરણ, (૭) તભવમરણ, (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થામરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) વેહાયસમરણ, (૧૪) ગૂધપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઈંગિનીમરણ, (૧૭) પાદપોપગમનમરણ. આ બધા પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે.
જે માણસોનાં જીવનમાં કોઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું
સલેખના ક ૨૩૭
Page #276
--------------------------------------------------------------------------
________________
નથી અને મૃત્યુ આવતાં જેઓ અત્યંત ભયભીત થઈ જાય છે અને આર્ત્ત-રૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમરણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મોટ૨ ઇત્યાદિના અકસ્માતમાં જે માણસો અચાનક મૃત્યુ પામે છે તે માણસો સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય
છે.
જે માણસોનું જીવન સંયમપૂર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂર્વે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે, દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કુદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કોઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પોતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તો ધ્યાનમાં, કાઉસગ્ગમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પોતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે.
જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતાં હોય છે એવાં માણસો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે.
આમ બાલમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કોટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમ૨ણ, બાલપંડિતમરણ, પંડિતમરણ, પંડિતમ૨ણ, પંડિતપંડિતમરણ એવું વર્ગીકરણ પણ કરે છે. વસ્તુતઃ એમાં શુભ કે અશુભ ધ્યાનની તરતમતા અંતસમયે કેટલી હોય છે તેના ઉપ૨ તે મરણનો આધાર રહે છે.
મૃત્યુના વિવિધ પ્રકારોને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય : (૧) માણસને જીવવામાં ૨સ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે. (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેર્છાએ પોતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે સ્વેચ્છાએ થતા મૃત્યુનો વિચાર કરીશું.
જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેના પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારો કે સંલેખના ઇત્યાદિ જુદા જુદા પ્રકારો પડે છે. અત્યંત દુઃખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજ્જાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં
૨૩૮ જૈન ધર્મ દર્શન
Page #277
--------------------------------------------------------------------------
________________
ઉગ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેમાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ ધ્યાન વગેરે હોય છે.
આત્મહત્યા અશુભ, અમંગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે અને કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પોતાના પ્રાણને હોડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણનો ભોગ પણ આપે છે તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઈત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ સ્વપક્ષમાં સુત્ય અને વિપક્ષમાં નિંદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણા લોકોના આદરને પાત્ર થાય છે.
જે માણસો પ્રભુભક્તિમાં ખૂબ લીન થયા હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાનો તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતો હોય છે ત્યારે આવો વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડો ખોદી તેમાં દટાઈ ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરનાં શિખર પરથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનનો અંત એવા સ્વાભાવિક ક્રમે નહિ, પરંતુ અચાનક વહેલો આણવામાં આવે છે.
જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખના કરે છે તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પાણી, ક્રમે ક્રમે ઘટાડે છે; શરીરને કશ બનાવે છે; આહાર-નિહારની કુદરતી હાજતો બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના જીવનનો સ્વાભાવિક ક્રમે અંત આવવા દે છે. આમ, સંલેખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારનાં મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.
મૃત્યુના જે વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુને ખાસ બતાવવામાં આવેલ છે : (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇંગિનીમરણ અને (૩) પાદપોપગમનમરણ.
(૧) ભક્તપરિણામરણ: આ પ્રકારના મરણમાં સાધક ક્રમે ક્રમે પોતાનાં આહાર-પાણી ઓછો કરવા લાગે છે અને અમુક સમય પછી આહાર અને પાણી
સંલેખના આ ૨૩૯
Page #278
--------------------------------------------------------------------------
________________
લેવાનાં સતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ ક્રમે ક્રમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ-દોઢ માસ કે બે માસ જેટલો સમય વીતતો હોય છે. એથી વધારે સમય વીતે એવો સંભવ પહેલેથી જણાતો હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી. અથવા તો મારણાંતિક સંખનાને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલોકન કરી, ઠીક લાગે તો અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે.
કોઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુઓ બાર વર્ષ અગાઉથી સંલેખનાવત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે ક્રમે એક પછી એક પ્રકારનો આહાર છોડતા જઈ છેવટે માસિક મારણાંતિક સંલેખના સુધી આવી પહોંચે છે અને એ રીતે બાર વર્ષને અંતે પોતાનો દેહ છોડે છે. પરમ ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સંલેખનાદ્રત અંગીકાર છે.
(૨) ઇગિનીમરણ : આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞામરણની જેમ આહાર-પાણી તો છોડી જ દે છે, પરંતુ પછી કોઈ એક નિશ્ચિત સ્થળમાં જ પોતાનો સંથારો પથારી કરીને એની બહાર ન જવાનો નિયમ કરે છે અને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇંગિત એટલે કે ઈશારા દ્વારા જ તેઓ કહે છે. આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર રથળ, અન્નપાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે અને પોતાનો વ્યવહાર ઇશારા દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઈંગિનીમરણ કહેવામાં આવે છે.
(૩) પાદપોપગમનમરણ ભક્તપરિસ્સામરણ કરતાં ઇંગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપોપગમનમરણ છે. પાદમ એટલે વૃક્ષ. કોઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિશ્રેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધકે આહાર-પાણીનો ત્યાગ તો ક્યારનોય કરી દીધો હોય છે, પરંતુ કોઈ એકાંત સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી તે નિશ્રેષ્ટ પડ્યા રહે છે; તેઓ હાથ-પગ પણ હલાવતા નથી, કોઈની સાથે ઈશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું પણ ફરતા નથી અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને છૂટી જવા દે છે.
આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા
૨૪૦
જૈન ધર્મ દર્શન
Page #279
--------------------------------------------------------------------------
________________
સંલેખનાવત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજ્જતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપોપગમનમરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછ્યું હતું કે “આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે?” ત્યારે ભગવાને કહ્યું હતું કે “જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.”
જે વ્યક્તિ સંલેખના વ્રત સ્વીકારે છે તે વ્યક્તિએ પોતાના વતનો ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે :
(૧) જે વ્યક્તિ સંલેખના-વ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પોતાના વ્રતના પુણ્યોપાર્જનથી પછીના જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભોગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ.
(૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ ભોગવવાની આકાંક્ષા ન થવી જોઈએ.
(૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લોકો ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે થોડું વધુ જીવવા મળે તો સારું એવો ભાવ થવાનો પણ સંભવ રહે છે, પરંતુ વધુ જીવવાનો તેવો ભાવ ન જ થવો જોઈએ.
(જી અન-પાણીના ત્યાગ પછી દેહનું કષ્ટ જ્યારે વધતું જતું હોય છે ત્યારે પોતાના જીવનનો અંત વહેલો આવી જાય તો જલદી છુટાય એવો ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ.
(૫) સંલેખનાના વ્રત દરમિયાન વ્યક્તિને ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભોગ ભોગવવાનું મન થાય એવો સંભવ છે. એવે વખતે મનથી પણ ભોગોપભોગની એવી ઈચ્છા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચાર થતાં અસમાધિ થવાનો સંભવ છે.
સંલેખનાવત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીનો સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછો આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે પ્રકારનાં ઘણાં ભયસ્થાનો આ પ્રકારના વ્રતમાં
સંલેખના ક ૨૪૧
Page #280
--------------------------------------------------------------------------
________________
રહેલાં હોય છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કોઈકને દસ-પંદર દિવસ લાગે તો કોઈકને મહિનો કે બે મહિના પણ લાગે અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર
વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વ્રતના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેવી સાવચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે.
વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઈત્યાદિ જોવાં, ઉપરાંત વ્રત લેનારની વૈયાવચ્ચ કરવા માટે ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ) સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુઓ આ પ્રકારનું વૈયાવચ્ચ કરે છે તેને નિઝામણાં' નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે યોગ્ય સમયે, યોગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લોકો આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મરમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિતિ કરવા માટે તેવા પ્રકારનાં વચનો, સ્તોત્રો, મંત્રો ઈત્યાદિ સંભળાવવાની જવાબદારી અ નિઝામણાં કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત લેવું એ તો કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું અને અંત સમય સુધી અસમાધિનો ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે.
સંલેખના-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધનાઓ કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનોની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.
આમ, સંલેખના-વ્રત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત છે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સંગોપાંગ પૂર્ણ કરી શકે છે.
૨૪૨
જૈન ધર્મ દર્શન
Page #281
--------------------------------------------------------------------------
________________
સમુદ્યાત અને શૈલેશીકરણ
સમુદ્યાતા અને શૈલેશીકરણ એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દો છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.
સમુદ્યાત એટલે સમ + ઉદ્દઘાત. સમ એટલે સરખું અને ઉદ્યાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી કરવા માટેનો પ્રયત્ન તે સમુદ્દઘાત. શૈલ એટલે પર્વત, આત્મ-પ્રદેશોને મેરુ પર્વતની જેમ અચલ કરવાની ક્રિયા તે શેલેશીકરણ.
જડ અને ચેતન તત્ત્વનો સંયોગ એ એક અદૂભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વનો વિયોગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંયોગ અને વિયોગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તત્ત્વ – આત્મ તત્ત્વ – નજરે જોઈ શકાતું નથી.
જડ અને ચેતન તત્ત્વના સંયોગ-વિયોગની ઘટનાઓમાં બે મહત્ત્વની ઘટનાઓ જે જન્મ અને મૃત્યુની છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુષ્ય પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે.
બધાંનું મૃત્યુ એકસરખું હોતું નથી. તેવી જ રીતે બધાંનો ચેતનરહિત મૃતદેહ પણ એકસરખો હોતો નથી. કોઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કોઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકો ચળતા હોય છે. બીજી બાજુ કોઈ સંતમહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજારો-લાખો માણસોનો ધસારો થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કોઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળો અને વિરૂપ બનવા લાગે છે; કોઈકના મૃત ચહેરા
સમુદ્યાત અને શૈલેશીકરણ ૪ ૨૪૩
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉ૫૨ શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે.
મહાન સંતો અને યોગી પુરુષોના મૃતદેહ વિશે અવનવી ચમત્કાભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ ચારસો વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસો વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.)
મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. ‘કાળજ્ઞાન' નામના પ્રાચીન ગ્રંથમાં અંતિમ ક્ષણની આગાહીરૂપ વિવિધ લક્ષણો, સમયમર્યાદાઓ સાથે દર્શાવવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો ભાનમાં રહેતાં નથી. કોઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ પૂરેપૂરા જાગ્રત હોય છે.
જે કેવળજ્ઞાનીઓ હોય છે, તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામની સૂક્ષ્મ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળજ્ઞાનીઓ સમુદ્દાતની અને શૈલેશીકરણની છે.
જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવંતો મોક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે દેહ અને આત્માની જે બે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓ અનુક્રમે સમુદ્દાતની અને શૈલેશીકરણની છે.
જ્ઞાનવ૨ણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવનો એ છેલ્લો કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણના સમય સુધી માત્ર ચાર આઘાતી કર્મો – આયુ, નામ, ગોત્ર અને વેદનીય બાકી રહે છે. ચારેય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા મોક્ષગતિ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવંતોને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભોગવવાનાં રહે છે. પરંતુ એમાં આયુષ્યના કાળ કરતાં બાકીનાં ત્રÉર્મો ભોગવવાનો કાળ જો વધુ હોય તો તે એકસરખો કરવાને માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવળી ભગવંતો સમુદ્દાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે ચારે ય કર્મોનો એક સાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે છ મહિના જેટલો કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદ્દાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભોગવી લે છે. કેવળી-સમુદ્દાત આઠ ‘સમયમાં ક૨વામાં આવે છે. સમય એટલે જૈન
૨૪૪ જૈન ધર્મ દર્શન
Page #283
--------------------------------------------------------------------------
________________
પરિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં આઠ કે તેથી વધુ “સમય વીતી જાય છે. સમુદ્રઘાતમાં દંડ, કપાટ (કબાટ), પ્રતર મંથાન) અને લોકપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવંતો શરીરમાં રહેલા પોતાના આત્માને-આત્મપ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં લોકાન્તપર્વત ઉપર નીચે એટલે કે ઊર્ધ્વ શ્રેણીએ અને અધો શ્રેણીએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશોની દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે.
- ત્યારપછી બીજા સમયે, દેડરૂપે બનેલા આત્મપ્રદેશોને, દંડની બંને બાજુને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે. ત્યારપછી ચોથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકપૂરણની ક્રિયા કરે છે.
આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતનો આત્મા ચૌદ રાજલોકમાં, સમગ્ર, વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કાર્મણ વર્ગણાના વધારાના પુદ્ગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશોને સંકોચવાની ક્રિયા કરે છે. હવે એનો ક્રમ ઊલટો છે. પાંચમાં, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લોકપૂરણ, મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે ફરીથી શરીઅમાણ થઈ જાય છે.
આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે કેવળ જ્ઞાનીઓની અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુદ્દઘાત કરાવવાની આવશ્યકતા રહેતી નથી.
શૈલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતો કરે છે. યોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : મનોયોગ, વચનયોગ અને કાયયોગ. ચિત્ત, વાણી અને શરીરના આ યોગ સૂક્ષ્મ અને સ્કૂલ (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂલ કે સૂક્ષ્મ યોગ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશો કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશો કંપાયમાન રહે છે
સમુદ્દઘાત અને શૈલેશીકરણ ૨૪૫
Page #284
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરવો જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા યોગોનો નિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, લેગ્યારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણમાંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમનો દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે.
આમ સમુદ્દઘાત અને શૈલેશીકરણ એ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યક શ્રદ્ધા હોય તેમને આવી સૂક્ષ્મ વોગપ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતોનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય.
૨૪૬ ૩ જૈન ધર્મ દર્શન
Page #285
--------------------------------------------------------------------------
________________
વીરપ્રભુનાં વચનો
છે
૧. ત્રેિ નિં સમારે
યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું णाइवेलं वएज्जा અતિવેળા ન બોલવું आतुरा परितावेन्ति
આતુર માણસો પરિતાપ કરાવે છે ४. दुक्करं करेउं जे तारुण्णे समपात्तणं
યૌવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે ૫. ને છન્ન તે ન વત્ત
જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી आयंकदंसी न करेइ पावं આતંકદર્શી પાપ કરતો નથી नातिवेलं हसे मुणी
મુનિઓએ અમર્યાદ હસવું નહીં ८. मायन्ने असणपाणस्स
ખાનપાનની માત્રાના જાણકાર ૧૦. અને હાંતિ તં વિત્ત
બીજાઓ તે ધન હરી જાય છે ૧૧. રદ નિવિન વેર તેસિં પર્વ
પરિગ્રહ વધારનાર વેર વધારે છે ૧૨. તમાવિને નાથવ દત્ત લોભગ્રસ્ત થઈને અદત્ત ગ્રહણ કરે છે
વિપ્રભુનાં વચનો ૨૪૭
$
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૩. મોરિતે સત્ત્વવયસ્ક નિમંણૂ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ૧૪. અનં વાનસ સોળ
બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ૧૫. વિમાની ન હૈં તસ્ક મોવવો અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી
૧૬. સત્તુતમિત્રો જ કૃધ્ધિના
અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) ક્રોધ ન કરવો ૧૭. સાહીળે ચડું મોર્ સે હૈં વાર્ફ ત્તિ વુર્ર
સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે
૧૮. માનું મયા નિને 1
માનને મૃદુતાથી જીતવું
૧૯. મૌની મમફ સંસારે
ભોગી સંસારમાં ભમે છે
૨૦. સિન્થેન હોવાપાં, વિં ચ વાડુ ઘણું |
એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય
છે
૨૧. અધ્દિો ન માસેન્ના, માસનાાસ્ત્ર અંતરા |
વગર પૂછ્યું ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું ૨૨. નો નાયો ન મરિસ્સામિ, સો હું તે મુદ્દેશિયા
જે જાણે કે હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઇચ્છી શકે ૨૩. અવીમળો રે !
અદીનભાવથી વિચારવું
૨૪. થોવં નક્કું 7 હિંમÌ !
થોડું મળતાં ખેદ ન કરવો
૨૫. બામત્ત પાળ મોયળ મોડ્ સે નિથે !
જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે
૨૬. સંતપ્તિ અસાદું રાતિ ।
રાજાઓનો સંસર્ગ સારો નથી
૨૭. તેમિ પિ તવો અશુદ્ધો । તેમનું પણ તપ અશુદ્ધ
૨૪૮ જૈન ધર્મ દર્શન
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮. વો અન્વેર્ નોળું ઘ વય અનેયૌવન ચાલ્યાં જાય છે
૨૯. સીત્તવર્ડ્ઝનું ટાળ પૂરો વિખ્ખા |
ક્રુશીલ વધારનાર સ્થાનોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ ૩૦. સૂત્રં મારૂ અપ્પાળ, ખાવું નેયં ન પક્ષŞ |
જ્યાં સુધી વિજેતાને જોયો નથી, ત્યાં સુધી પોતાને શૂરવીર માને છે ૩૧. ડાળ માળ ળ મોવસ્તુ અસ્થિ । કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી
વીપ્રભુનાં વચનો. * ૨૪૯
Page #288
--------------------------------------------------------------------------
________________
આ જિનવચન.
काले कालं समायरे । યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું
ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ પોતાના આચારપાલનમાં કાળનો પૂરેપૂરો ખ્યાલ રખે એ દષ્ટિથી કહ્યું છે કે જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે જ કરી લેવું જોઈએ. ઊઠવું, બેસવું, સૂવું, ગોચરી વહોરવી, આહાર લેવો તથા પડિલેહણ પ્રતિલેખન), પ્રતિક્રમણ ઈત્યાદિ ધર્મક્રિયાઓ સમયસર કરી લેવી જોઈએ. કસમયે એ કરવાથી ઘણી ક્ષતિઓ થવાનો સંભવ છે, ક્યારેક પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે ને ધારેલું પરિણામ આવતું નથી. વળી ક્યારેક એથી સાધુજીવનના ગૌરવને હાની પહોંચે છે.
મનુષ્યના જીવન ઉપર જે જુદાં જુદાં તત્ત્વોનો પ્રભાવ પડે છે એમાં સૌથી વધુ પ્રભાવ કાળનો છે. કાળ સતત વહેતો રહે છે. કાળ એટલો સૂક્ષ્મ છે કે એને પકડી શકાતો નથી. વર્તમાન કાળ ક્ષણ માત્રમાં ભૂતકાળમાં સરી પડે છે. ભવિષ્યકાળ ક્યારેય ખતમ થવાનો નથી. ભૂતકાળની શરૂઆત ક્યારે થઈ તે કોઈ કહી શકે નહિ. એટલે કે એ અનાદિ છે. આમ ભવિષ્યકાળ અને ભૂતકાળ બંને અનંત છે, તો બીજી બાજુ વર્તમાનકાળ માત્ર એક ક્ષણ (કાળનું એક લઘુતમ એકમ જેને જૈન ધર્મ ‘સમય’ કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા ! માટે જ વર્તમાનનું માહામ્ય છે.
કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાન વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે.
જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કારણ તે કાળ છે. જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય
૨૫૦ એ જૈન ધર્મ દર્શન
Page #289
--------------------------------------------------------------------------
________________
કાર્ય કરી લેવું જોઈએ. રાત્રે નિં સમાય | ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે:
कालेण णिक्खमे भिक्खू कालेण य पडिक्कमे ।
अकालं च विवज्जिता काले कालं समायरे ॥ [[ભિક્ષુએ વેળાસર નીકળવું ભિક્ષા માટે) અને વેળાસર પાછા આવી જવું. કળા કાર્ય કરવું નહિ, યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું.]
જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઈએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાનો વખત આવે છે. રાંડ્યા પછી ડાપણ આવે છે.
સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન છે. જે કાર્યાનમતિપતયેત્ | (કાર્યકાળને વેડફી ન નાખો.) ન તિતિવર્તન્ત મહત્ત વેષ હર્મપુ ! મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતાં અર્થાત્ વિલંબ નથી કરતા.)
પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવાં પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે, જળ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Shike when the iron is hot અથવા Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે.
જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાનપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ જીવનમાં અપેક્ષિત સિદ્ધિઓ મેળવી શક્તા નથી. તેઓ મહાન બની શકતા નથી.
કાળ ધસમસતો જાય છે. એને અટકાવી શકતો નથી. “Time and Tide wait for none.” જે માણસે અંગત જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તેણે કાળને વશ કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. સિદ્ધિની યેચે પહોંચેલા માણસોના જીવનનો જો બરાબર અભ્યાસ કરીએ તો જોઈ શકાશે તે તેઓએ પોતાનાં વર્ષોનો હિસાબ બરાબર રાખેલો છે. ક્યારેક તો આશ્ચર્ય થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે ! વસ્તુતઃ કાળને બરાબર
છાને ર્તિ સમાચાર |
૨૫૧
Page #290
--------------------------------------------------------------------------
________________
પારખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એકસાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઈ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એકસાથે બે કામ કરવાનો એમને સારો મહાવરો હતો. આવો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ. ભુલકણાપણું ન આવવું જોઈએ અને વિનયવિવેક ન ચૂકવા જોઈએ.
જે પ્રજા પોતાના માનવ-કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે ને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ત્યાં ભાર મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકાર નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકૂથલીમાં કે ક્ષુદ્ર બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાઈ જતા કલાકોનું આર્થિક બોજા વગરનું સ્વૈચ્છિક આયોજન જો થાય તોપણ કેટલાયે વિકાસકાર્યો સહેલાઈથી થઈ શકે. ગાંધીજીએ ગ્રામસફાઈ, પ્રૌઢશિક્ષણ, રાષ્ટ્રભાષાના વર્ગો વગેરે પ્રકારના રચનાત્મક કાર્યક્રમો બતાવી એનો અમલ કરાવ્યો હતો.
વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ-સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેકન્ડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે.
કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ઘ લાગે. દુઃખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટના વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે ક્ષુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન કર્યું હોત. વળી એટલો સમય પણ બરબાદ ન
૨૫૨ જૈન ધર્મ દર્શન
Page #291
--------------------------------------------------------------------------
________________
કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડુંઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે વેડફાઈ ગયો હતો.
સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઈ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઈએ. એના પોતે ગુલામ ન બનવું જોઈએ. કેટલાક લોકો સમય સાચવે છે. ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઈ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છે :
What is this life full of care, If there is no time to stand and stare.
એટલા માટે જ એક લેખકે કહ્યું કે To do great work a man must be idle as well as very industrious. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, ધર્ય વગેરે સદ્ગણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે.
આપણે જોઈએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઈ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની એમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોકિયા કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખા મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ બનાવતી ન હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય.
કાંડે ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કીમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઈ ગયો એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જોકે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંન્યાસીઓ પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ કેટલા વાગ્યા છે એવો સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો
વા વાર્તા સમાયરે I
૨૫૩
Page #292
--------------------------------------------------------------------------
________________
જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે. પણ તેઓ ખોટા ન પડે.
જીવનમાં ભૌતિક સિદ્ધિઓમાં કાળનું મહત્ત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરંતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે “હે ગૌતમ ! ‘સમય’ માત્રનો પ્રમાદ ન કરશો.’ સમયે રામ મ મથU
કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર ફરે છે તે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે, જાણે કે કાળ જેવું કશું છે જ નહિ. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે. યુગપ હોય છે.
૨૫૪ જૈન ધર્મ દર્શન
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૯૭૪માં કેનિયામાં નાયરોબી સંઘ સમક્ષ વ્યાખ્યાન આપ્યા પછી રમણભાઈનું સન્માન કરતા
નાયરોબી સંઘના પ્રમુખ.
૧૯૮૪માં યુ. કે.માં લેસ્ટરમાં જૈન સંઘ સમક્ષ વ્યાખ્યાન
આપતા રમણભાઈ.
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૯૮૪માં લંડનમાં ડૉ. નટુભાઈ શાહના અધ્યક્ષસ્થાને
પ્રવચન આપતા રમણભાઈ.
ક રીજી (प्रवचनबाट
અમેરિકાથી તીર્થયાત્રાએ આવેલા જૈના'ના સભ્યોને સમેતશિખરમાં શાસ્ત્રગ્રંથનો
પરિચય કરાવતા રમણભાઈ.
Jain Edatoriternational
For D
ate & Personalise. Only
www.ainelibrary.org
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ કોબાના રજત જયંતિ ઉત્સવ
પ્રસંગે ડૉ. રમણભાઈનું સન્માન.
બોતેર જિનાલય-કચ્છના જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે રમણભાઈનું સન્માન કરતા ડુંગરશીભાઈ ગાલા.
Jain Education international
For Private
Persuraroseronty
dibrary.org
Page #296
--------------------------------------------------------------------------
________________
TEA & SAFETY
मंडल
मनंदन
NATIONAL SEMINAR ON JA WOT DECEMBER 2001
ORGANISED BY
ARTMENT OF PHILOSOPHY. GUJARAT UNIVE MAHAVIR 2600 JANMA KALYANAK MAHOTSAV SA
GUJARAT, PRADESH
AND
૨૦૦૧માં ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઑફ ફિલોસોફી - ગુજરાત યુનિવર્સિટી યોજિત ‘નેશનલ સેમિનાર'માં
પ્રવચન આપતા રમણભાઈ.
શ્રી ચીમન ગામ મારે ભગવાન મુખ્યhod;
પાલિતાણા તીર્થમાં અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહ'માં પ્રવચન આપતા રમણભાઈ.
www.jamembrary.org
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાયલા તરફથી પુસ્તક વિમોચન પછી રમણભાઈને અર્પણ કરતાં
શ્રીમતી મિનળબેન શાહ.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં શ્રી રાકેશભાઈની Ph. d. થીસીસ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ના ચાર
ભાગ રમણભાઈને અર્પણ કરતા પ્રમુખ શ્રી રમેશભાઈ શાહ.
Januatu
wwwalipelibrary.org
For riscate & Personal use only
Cretionet
Page #298
--------------------------------------------------------------------------
________________
અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહ”માં. રમણભાઈનું સન્માન કરતાં શ્રી કિશોરભાઈ વર્ધન.
=૧૧.જાન્યુ007
IIT TTTT
MOTII ના
છે !
(બળવતી
શણું 87788)
TAT I !
પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ રિસર્ચ સેન્ટર'
તરફથી યોજાયેલા “જૈન સાહિત્ય જ્ઞાનસત્ર'માં (જાન્યુ. ૨૦૦૪)માં પ્રવચન આપતા ડૉ. રમણભાઈ.
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રી એમઈજન યવ B રાંધણી મુ પણ મને 1ીન Uાળી
વિકીદાર રાજa aa આશિર છે. રેલ ને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
વ્યાખ્યાન આપતા પ્રમુખ રમણભાઈ.
અમેરિકામાં ન્યુયોર્કના જૈન સેન્ટરમાં પ્રવચન આપતા
ડૉ. રમણભાઈ.
Page #300
--------------------------------------------------------------------------
________________
.
1 શ્રી રાકેશભાઈની થીસીસ ‘શ્રી આત્મસિદ્ધશાસ્ત્ર'ની પૂર્ણાહુતિ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા રમણભાઈ.
। આચાર્ય યશોદેવસૂરિ મહારાજને સુખશાતા પૂછી
આશીર્વાદ મેળવતા રમણભાઈ.
Page #301
--------------------------------------------------------------------------
________________
आतुरा परितावेन्ति આતુર માણસો પરિતાપ કરાવે છે].
ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે ઉતરી તાત્તિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે.
હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકાતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઇઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, કાશમીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બોમ્બવિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેર વાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાશવી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે.
આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે અધીરો, આકુળવ્યાકુળ, પોતાની ઇચ્છાઓને તૃપ્ત કરવા માટે ધમપછાડા કરનાર. આતુર એટલે ઘવાયેલો, સ્વમાનભંગ થયેલો, નિરાશ માણસ. આતુર એટલે માંદો, અશક્ત માણસ. (સંસ્કૃતમાં આતુરશાલા એટલે ઇસ્પિતાલ)
આતુરતા એટલે ઉત્કંઠા, અપેક્ષા, ભાવના, ઉત્સુકતા ઇચ્છા વગેરે. પરંતુ તુરી પftતાત્તિમાં આતુરતા શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાયે જીવો અજ્ઞાનમય, દુઃખમય, દુર્બોધમય અને હીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. બીજી બાજુ સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે.
HRI પરિતાત્તિ - ૨૫૫
Page #302
--------------------------------------------------------------------------
________________
આતુરતા વિવિધ પ્રકારની હોય છે. ક્ષુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતુર, યશાતુર, પદાતુર, સત્તાતુર, વિજયાતુર એમ ભિન્ન ભિન્નિ પ્રકારના આતુક માણસો સંસારમાં જોવા મળે છે અને તે દરેકમાં પણ જુદી જુદી કક્ષા હોય છે.
કેટલીક તીવ્ર અને અદમ્ય વાસનાઓ માણસને જંપીને બેસવા દેતી નથી. તેવા માણસો પોતાની વાસનાઓની તૃપ્તિ માટે નિર્લજ્જ બનીને બહુ ઉપદ્રવ કરે છે, કાવાદાવા કરે છે. એમ કરવામાં બીજા લોકોને કષ્ટ પડે તો તેની તેમને ચિંતા હોતી નથી; બલકે બીજાને કષ્ટ આપીને તેઓ રાજી થાય છે, આતુરતા ઉગ્ર બનતાં તેઓ આક્રમક કે હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે.
ભૂખ લાગી હોય અને માણસ ભોજન માટે તડપતો હોય તો તેવો ક્ષુધાતુર માણસ ભોજન ન મળે તો ઉત્પાત મચાવે છે. કહેવાયું છે કે વુમુક્ષિતઃ વિન રોતિ પાપમ્ ? ભૂખ્યો માણસ શું પાપ ન કરી બેસે ? ભૂખથી પીડાતા માણસોએ, ક્ષુધાતુરોએ કશું ન મળતાં સર્પાદિ ખાઈને ભૂખ સંતોષ્યાના બનાવો બન્યા છે. ગઈ સદીમાં ઉત્તર ધ્રુવની શોધસફરે નીકળેલા કેટલાક સાહસિકોએ પોતાનો ખોરાક ખૂટતાં અદમ્ય ભૂખને કારણે પોતાના વહાલા કૂતરાઓને મારીને અથવા છેવટે પોતાના પ્રિય સાથીદારને મારી નાખીને એનું માસ ખાધું છે. દુકાળના વખતમાં ક્ષુધાતુર માતાએ પોતાનાં નાનાં કુમળાં બાળકોને મારી નાખીને એનું માંસ ખાઈ પેટ ભર્યાના બનાવો પણ બન્યા છે. ભૂખની વેદનાવાળો માણસ ભૂખ સંતોષવા ગમે તે અભક્ષ્ય ખાવા તૈયાર થઈ જાય છે. તૃષાતુર માણસ ગટરનું પાણી પીતાં પણ અચકાતો નથી. જો ભૂખ-તરસ જેવી પ્રાથમિક સંવેદનાઓ પણ જ્યારે અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસને સ્વાર્થાંધ બનાવી દે છે અને તેની પાસે પાપાચરણ કરાવે છે, તો અન્ય ઉગ્ર સંવેદનાઓની તો વાત જ શી !
કામવાસનાની આતુરતા માણસ પાસે ક્યારેક ભયંકર અનર્થો કરાવે છે. વ્હામાતુરાળાં ન મયં ન ભષ્ના --કામાતુર માણસોને લાજશ૨મ રહેતી નથી કે ભય રહેતો નથી' – એવી સાચી લોકાક્તિ પ્રચલિત કરે છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો પણ બને
૨૫૬
જૈન ધર્મ દર્શન
Page #303
--------------------------------------------------------------------------
________________
છે. આમ, કામવાસનાની ઉગ્ર આતુરતાના અનર્થો ઘણા જોવા મળે છે.
ધનની થોડીઘણી આતુરતા લગભગ બધા જ માણસોમાં હોય છે. પોતાના ગુજરાન માટે પ્રમાણિકતાથી સ્વાભાવિક રીતે ધન કમાવું એ જુદી વાત છે, પરંતુ મોટા ધનપતિ થવાની મહત્ત્વાકાંક્ષા માણસને જ્યારે સતાવે છે ત્યારે તે જાતજાતનાં કુટિલ કાર્યો કરવા પ્રેરાય છે. પોતાના કરતાં બીજી કોઈ વ્યક્તિ ધંધામાં કે ઉદ્યોગમાં આગળ નીકળી ન જાય તે માટે વિવિધ પ્રકારના કપટભર્યા રસ્તાઓ તેને અપનાવવા પડે છે. એવા ધનાતુર માણસો અન્ય લોકોને સતત પરિસંતાપ કરાવતા રહે છે.
જ્યારે તેમની આતુરતાની માત્રા અતિશય વધે છે ત્યારે તેમના સ્વભાવમાં પણ ઉગ્રતા અને અભિમાન આવી જાય છે. એનો કષ્ટદાયક અનુભવ સ્વજનોને, સંબંધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ બગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. કોઈએ પોતાનો સ્વમાનભંગ કર્યો હોય અથવા કોઈએ પોતાને મહેણું માર્યું હોય તો તે સહન ન થતાં ધનપતિઓએ બીજાને પાયમાલ કર્યાના કે મરાવી નાખ્યાના દાખલાઓ સમાજમાં વારંવાર જોવા મળે છે.
માણસને પોતાના જીવનનિર્વાહ માટે જે કેટલીક વસ્તુઓની જરૂર પડે છે એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પોતાને જોઈતી વસ્તુ ન્યાયપૂર્વક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર ચાલે છે ત્યાં સુધી – આતુરતાને કે સંઘર્ષને એકંદરે અવકાશ રહેતો નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હોય અને તે મેળવવા માટે ઉમેદવારો ઘણાબધા હોય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ તરવરી રહે છે. જરૂર પડે તો બળ અજમાવીને, ઝૂંટાઝૂંટ કરીને પણ પોતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઈએ એવું માનનારા આતુર લોકો દુનિયામાં ઓછા નથી.
વશાતુર માણસો પણ ઓછા નથી હોતા. તેઓ પણ બીજાઓને સંતાપ કરાવે છે. કોઈ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પોતાનાં સદ્દગુણો અને કાર્યો અનુસાર કેટલાક માણસની સમાજમાં ચોમેર કીર્તિ સ્વાભાવિક રીતે પ્રસરતી હોય છે. તેઓ બીજાને પરિતાપ કરાવતા નથી. સાચા સાધુસંતો કે સજ્જન માણસો પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ કે ચેષ્ટા કરતા નથી. પરંતુ કેટલાક માણસો સમાજમાં અનેક લોકો પોતાને ઓળખે એટલા માટે કંઈક ને કંઈક તુક્કાઓ દોડાવતા રહે છે. પોતાનાં નાનાં-મોટાં કાર્યની નોંધ જો લોકોએ કે વર્તમાનપત્રોએ લીધી ન હોય તો તેઓ બેચેન બની જાય છે. પોતાનો રોષ અનેક લોકો ઉપર તેઓ ઠાલવે છે. નહર પ્રાણ પ્રસિદ્ધ પુરુષો મત એ એમનો મંત્ર હોય છે. કેટલાક કીર્તિના વ્યસની માણસોને થોડા દિવસ સુધી જો પ્રસિદ્ધિમાંથી બાકાત રાખવામાં આવે તો તેમની માનસિક બીમારી વધી જાય છે અને તેઓ બીજાને ઉપદ્રવો કરવાનું ચાલુ
માતા પિતાત્તિ ૨૫૭
Page #304
--------------------------------------------------------------------------
________________
કરી દે છે.
જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પદાતુર હોય છે. કોઈક સંસ્થામાં કોઈક નાનું કે મોટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી તીવ્ર કે ઉત્કટ હોય છે કે પોતાને તે પદ ન મળે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. માણસને પોતાની પાત્રતા અનુસાર કોઈ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પોતાનામાં પાત્રતા ન હોય તોપણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હોય છે કે તેની જાણ થતાં કેટલાક લોકોને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે; નિંદા અને કલહનું વાતાવરણ સર્જાય છે. પદ મેળવવા માટે આંટીઘૂંટી અને કાવાદાવાની યોજના થાય છે. એકાદ એવા માણસને કારણે બીજા કેટલાય માણસોને પણ માનસિક પરિતાપ થયા કરે છે. ખુદ પદાતુર માણસને પણ માનસિક પરિતાપ ઓછો હોતો નથી. જો પોતે પદ મેળવવામાં પરાજિત થાય છે તો સ્વબચાવ અને પરનિંદાનું તેનું વિષચક્ર લાંબા સમય સુધી ઘૂમ્યા કરે છે.
આતુરતાનું મોટું ક્ષેત્ર તે રાજકા૨ણ છે. જેમ દેશ મોટો અને સત્તા મોટી તેમ તેમાં સર્વોચ્ચ પદ મેળવવા માટેના ઉમેદવારો ઘણાબધા રહેવાના. અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં પડેલા સત્તાતુર માણસો લોકોને વધુ પરિતાપ કરાવે છે. હવે તો જ્યારે પ્રચાર-માધ્યમો ઘણાં વધી ગયાં છે ત્યારે સત્તાતુર માણસોના કાવાદાવાની ઘણીબધી ગુપ્ત વાતો બહાર આવી જાય છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે માણસ મોટી લાંચ આપે છે, મોટી લાંચ લે છે અને વખત આવ્યે પ્રતિસ્પર્ધી જૂથની વ્યક્તિઓને યુક્તિપ્રયુક્તિથી મરાવી પણ નાખે છે. સામ્યવાદી દેશોમાં સ્ટેલિન અને બીજા સત્તાધીશોએ પોતાના સત્તાકાળ દરમિયાન સત્તાતુરતાને ખાતર હજારો-લાખો માણસોની ગુપ્ત રીતે હત્યા કરાવી નાખી છે.
સત્તાનો નશો ક્યારેક આખી પ્રજાને એવો ચડે છે કે પડોશી રાજ્યોનો પ્રદેશ પચાવી પાડવા માટે અથવા તેના ઉપર વર્ચસ્વ જમાવવા માટે યુદ્ધનો આશરો લે છે. દુનિયાનાં તમામ યુદ્ધોના મૂળમાં સત્તા પર રહેલી વ્યક્તિઓનો પોતાની સત્તા માટેની અને વિજય માટેની આતુરતા જ કારણરૂપ હોય છે. સત્તા પર રહેવું, વિજ્યાતુર બનવું અને બીજી બાજુ દુશ્મન દેશો પ્રત્યે ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ બે વસ્તુ સામાન્ય રીતે એકસાથે સંભવી ન શકે.
માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષમાં પરિણમે છે. જ્યારે ઇચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઇત્યાદિની તીવ્રતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સદ્ગુણો
૨૫૮
જૈન ધર્મ દર્શન
Page #305
--------------------------------------------------------------------------
________________
પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી. બીજા લોકોને માનસિક પરિતાપ પહોંચાડવાની વાત તો હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસો બીજાની હત્યા કરવામાં પણ સંકોચ કે લજ્જા અનુભવતા નથી. માણસ જ્યારે સ્વાર્થોધ બની જાય છે ત્યારે માનવતાનો સહજ સદ્દગુણ તેનામાંથી અદશ્ય થઈ જાય છે. કેટલાક આતુર માણસોમાં, રાતદિવસ એક જ વાતનું સતત ચિંતન, સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ
જ્યાં સુધી કોઈકને કષ્ટ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ મળતી નથી. કેટલાક પારધીઓ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસો પશુપક્ષીનો શિકાર તો કરે જ છે, પરંતુ પોતે જેનો શિકાર કર્યો હોય તે પશુ કે પક્ષીને જ્યાં સુધી પોતાની નજર સામે તરફડતું જુએ નહિ ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેટલાક આતુર લોકોને પરપીડન પ્રકારની આવી ગ્રંથિ વારંવાર સતાવતી રહે છે.
જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂર છે સંતોષની. માણસ
જ્યાં સુધી પોતાની ઈચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઈચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. માટે વ્રત-પ્રતિજ્ઞા આવશ્યક અને ઉપકારી છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભાવિકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિત સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ “આતુરતાને પરિમિત કરતાં રહેવું પડશે !
ભગવાન મહાવીરે આતુરા પરિતાન્ત એ બે શબ્દમાં સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષણિકતા કેટલું વિશદ દર્શન કરાવ્યું છે !
માતા પિતાત્તિ ૨૫૯
Page #306
--------------------------------------------------------------------------
________________
परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई પરિગ્રહ વધારનાર વેર વધારે છે)
ભગવાન મહાવીરે કહ્યું છે કે "હિં નિવિદ્યાપ વેરું તેલં વિદ્દ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારે છે.
સામાન્ય લોકોની સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્થૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુઃખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે.
અપરિગ્રહ તથા પરિગ્રહ–પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત તરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્ચયદષ્ટિએ ઘણુંબધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ ભગવંતોએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ “પરિગ્રહપરિણામના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે.
પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દષ્ટિકોણથી વિચારણા થઈ શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું.
આહાર, નિદ્રા, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઈષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે.
પરિગ્રહ સાથે એટલે ધનસંપત્તિ વગેરે સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, ખોવાઈ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાનાં મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો
૨૬૦ જૈન ધર્મ દર્શન
Page #307
--------------------------------------------------------------------------
________________
જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઈ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઈથી જીવના૨ને પોતાની જિંદગીનો ઘણોબધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે.
દુનિયાનાં દુ:ખોનું, ક્લેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે.
સગા ભાઈઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે પોતપોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઈઓ–ભાઈઓ વચ્ચે પણ દ્વેષ, ઈર્ષ્યા, મત્સર વગેરે જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઈઓ વચ્ચે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક જણ બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી. માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો અવશ્ય આવે જ છે. બીજી—ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઈનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની સરખે ભાગે યથાર્થ વહેંચણી થઈ શકતી નથી. એની કિંમત આંકવામાં જ ઝઘડા શરૂ થઈ જાય છે. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે ક્લેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તોપણ માનસિક ક્લેશ, ઈર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું વખતોવખત વિસર્જન કરતો રહે તો ક્લેશ-કંકાસનાં નિમિત્તો ઓછાં થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મષ્ટિ ખીલતી રહે.
મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે ફુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કા૨ણે કાઢી નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે.
ાિહ નિવિાળ વે તેસિં પવર્લ્ડ * ૨૬૧
Page #308
--------------------------------------------------------------------------
________________
છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સમસ્ત જગતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઈ છે. રેડિયો, ટી.વી. કેમેરા, વિડિયો, ટેપરેકોર્ડર, ઘડિયાળ, ટેલિફોન, કેલક્યુલેટર, કમ્યુટર, ઈપરાઈટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપની વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જ વેપારીનીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવાં નવાં મોડલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેરપાટ્સ જાણીજોઈને ન આપવા કે જેથી વસ્તુઓ વપરાશમાં ઝાઝો વખત ચાલે નહિ. કોઈ એક વસ્તુ પાંચ-દશ વર્ષ સારી રીતે ચાલે તો ઘણું થયું. પછી એ ફેંકી દેવાની રહે “વાપરીને ફેંદી દો' એ પ્રકારની વેપારી નીતિ દુનિયાની ઘણી કંપનીઓની થઈ ગઈ છે. એના કારણે દુનિયાનાં બજારોમાં રોજરોજ નવો નવો માલ ઠલવાય છે અને લોકોના ઘર સુધી તે પહોંચાડવાનો, બબ્બે લોકોના ઘરમાં તે ઘુસાડવાનો યુક્તિપૂર્વક પ્રલોભનો સહિત, પ્રયત્ન થાય છે. દુનિયાનું વર્તમાન અર્થકારણ એક જુદી જ પદ્ધતિએ ચાલી રહ્યું છે. તેથી લોકોને અવનવી ચીજો માટે આકર્ષીને તેમનું ધન કેમ ખેંચી લેવું એની શાસ્ત્રીય તાલીમ એવા એજન્ટોને અપાય છે.
દુનિયામાં બધા જ લોકો એકસરખી આવકવાળા, એકસરખાં સાધન-સગવડ ધરાવનાર બને એવું ક્યારેય શક્ય નથી. આર્થિક અસમાનતાનું લક્ષણ લોકોમાં હંમેશ રહેવાનું. એટલે આર્થિક સમૃદ્ધિની સાથે લોકોમાં આર્થિક અસમાનતાનું તત્ત્વ આવ્યા વગર રહે નહિ. અસમાનતા જો આવે તો કુદરતી રીતે ત્યાં ઈષ્યનું તત્ત્વ પણ વગર આવ્યા વગર રહે નહિ. પ્રજાનો કેટલોક વર્ગ ખૂબ અમનચમન કરતો હોય અને બીજો મોટો વર્ગ બે ટંક ભોજન પણ પામતો ન હોય તો ત્યાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ થયા વગર રહે નહિ. ગરીબ વર્ગની ધિક્કારની લાગણી તરત પ્રગટ ન થતી હોય, પરંતુ એવા સંજોગો ઊભા થતાં તરત પ્રગટ થાય છે અને ધિક્કારની સામુદાયિક લાગણી હિંસામાં પરિણમે છે અને તવંગર વર્ગ એનો ભોગ બને છે.
દુનિયાના કેટલાક દેશોના થોડા કે વધુ લોકો અત્યંત સમૃદ્ધ બનેલા દેખાશે, પરંતુ સમગ્ર દુનિયામાં જાતે ફરીએ અને શહેરોથી દૂરદૂરના વિસ્તારોમાં ફરીને જો સરખું અવલોકન કરીએ તો જણાશે કે દુનિયાની વસ્તીના અધથી વધુ લોકો મધ્યમ કે નિમ્ન કક્ષાનું સાધારણ જીવન જીવી રહ્યા છે. કેટલાય લોકો અસહ્ય ગરીબીમાં પોતાનું જીવન જેમતેમ પૂરું કરે છે. મનુષ્યજન્મ જાણે કે વેઠ–વૈતરું કરવા માટે એમને મળ્યો હોય એવું જોવા મળે છે.
દુનિયાના કેટલાયે દેશોમાં ઘરમાં એકલદોકલ રહેતાં સ્ત્રી કે પુરુષને, એના
૨૬૨ જૈન ધર્મ દર્શન
Page #309
--------------------------------------------------------------------------
________________
ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરોની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા ઘણા કિસ્સા પણ બને છે. - ઈ.સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી–વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઈનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઈના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પૂરતું ભોજન મળતું ન હતું. બીજી બાજુ શ્રીમંતની મિજબાનીઓના એંઠવાડના ઢગલા કચરામાં ઠલવાતા હતા. આવું હોય તો ત્યાં દેખીતી રીતે ગરીબોને શ્રીમંતો તરફ ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર વગેરે થયા વગર રહે નહિ. હિંસાનો વંટોળ જાગે તો તેમાં પહેલા નિશાન તરીકે શ્રીમંતો જ આવે. ધનસંગ્રહની એમની પ્રવૃત્તિ જ એમના મોતનું નિમિત્ત બને છે.
કોઈ એક માણસ જ્યારે પોતાની શક્તિ અનુસાર વધુ પડતું કમાવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યાવહારિક રીતે જ બીજા કેટલાક માણસોની કમાવાની તક ઝૂંટવાઈ જાય છે. શ્રીમંતો પોતાના પૈસાના જોરે, મોટાં સાહસો કરવાની શક્તિ વડે, બીજાને હંફાવવાની તાકાત દ્વારા મોટી કમાણી કરી લેવાની તક ઝડપી લે છે. વ્યાવહારિક દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી એમ કેટલાકને લાગે, પરંતુ સામાજિક ન્યાય (Social Justice)ની દૃષ્ટિએ તેમાં અન્યાય અવશ્ય રહેલો જણાશે. એટલા માટે પણ માણસે પરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ. માણસે આજીવિકા અર્થે પૂરતું મળતું હોય તો વેળાસર નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. એવા લોકો જે સુખ-શાંતિનો અનુભવ કરે છે તે અનેરો છે.
કેટલાંક વર્ષ પહેલાં એક નાનકડા વર્તુળમાં મેં એમ કહ્યું હતું કે સાઠ વર્ષની નિવૃત્તિવયનો વિચાર આપણા પૂર્વજોએ યોગ્ય રીતે જ કર્યો છે. આપણે આપણા જીવનમાં એ પ્રણાલિકાને જો અનુસરીએ તો આપણે પણ સુખી થઈએ અને બીજા પણ સુખી થાય. એ વખતે એક શ્રીમંત ઉદ્યોગપતિએ એવું કહ્યું છે કે, “નિવૃત્ત થવાની તમારી વાતની સાથે હું સંમત થતો નથી. હું એક કારખાનું ચલાવું છું. એમાં બે હજાર માણસો કામ કરે છે. બે હજાર માણસોને રોજીરોટી આપવાની જવાબદારી
રાહ નિવિ
સં સં પવદ્દ
૨૬૩
Page #310
--------------------------------------------------------------------------
________________
મારી છે. તમારા કહેવા પ્રમાણે હું જો નિવૃત્ત થઈ જાઉં તો એ બે હજાર માણસોનું શું થાય? તેઓ નિરાધાર થઈ જાય. મારે કારખાનું ચાલુ રાખવું એ મારું સામાજિક કર્તવ્ય છે.”
મેં એમને કહ્યું કે કેટલીક વાર આપણને આપણી અનિવાર્યતા લાગે છે, તેમાં આપણો સૂક્ષ્મ અહંકાર પણ હોય, પરંતુ વાસ્તવમાં તેવી અનિવાર્યતા હોતી નથી. અચાનક નિવૃત્ત થવાની જો અનુકૂળતા ન હોય તો ક્રમિક રીતે નિવૃત્ત થવાનો વિચાર પણ અમલમાં મૂકવાની શરૂઆત કરી દેવી જોઈએ. ક્યારેક તો એવો વખત આવશે કે જ્યારે આપણે નહિ હોઈએ એ વખતે શું થશે એવી કલ્પના કરીને અગાઉથી તે માટે આયોજન કરવું જોઈએ. બે હજાર માણસોને રોજી-રોટી આપવાની જવાબદારી જેમ આપણી છે તેમ એટલા લોકોને અચાનક બેકાર બનાવી દેવાનું જોખમ પણ આપણે કદાચ કરી બેસીએ. માટે અમુક ઉંમરે માણસે પોતાના વેપારધંધાને વિકસાવવાનાં સ્વપ્ન છોડી દેવા જોઈએ.
હવે કુદરતનું બનવું એવું થયું કે આ વાત પછી ત્રણેક મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે એ ઉદ્યોગપતિનું અચાનક અવસાન થયું. નિવૃત્ત થવાની તેમની ભાવના તો દૂર રહી પણ એમની અચાનક વિદાયને કારણે કારખાનામાં મોટી ખોટ આવવા લાગી. અને થોડાક મહિનામાં કારખાનું બંધ કરવાનો વખત આવ્યો. બે હજાર માણસો કામ-ધંધા વગરના બની ગયા. દરેક વખતે આવું જ બને છે એવું નથી, પરંતુ માણસે દીર્ધદષ્ટિથી વિચારવાની જરૂર તો રહે જ છે.
જેઓએ શુદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી પોતાનું જીવન પસાર કરવું છે તેઓએ તો વિચારવું જોઈએ કે પોતાની પાસે પોતાનો જીવનનિર્વાહ ઘણી સારી રીતે થઈ શકે એટલું ધન જો હોય તો તેઓએ વધુ કમાવા માટેની પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ, નિવૃત્ત શાંત સ્વસ્થ, ધર્મમય પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ઘણા માણસો પોતાના વેપાર-ધંધાને એટલો બધો વિકસાવે છે અને પછી પોતે જ અંદર એટલા બધા ખુંપતા જાય છે કે તેમને માટે તેમાંથી નીકળતું જીવનના અંત સુધી શક્ય બનતું નથી. ઘણો સારો વેપારધંધો ચાલતો હોય તોપણ માણસે તેમાંથી વેળાસર નિવૃત્ત થવાની ભાવના સેવવી જોઈએ. વેપાર-ધંધામાં માણસે પોતાના ઉત્તરાધિકારીનો વેળાસર વિચાર કરી લેવો જોઈએ.
શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને, મૂચ્છને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ના સેવવી જોઈએ. અલ્પતમ પરિગ્રહ પોતાની
ર૬૪ જૈન ધર્મ દર્શન
Page #311
--------------------------------------------------------------------------
________________
પાસે હોય, પરંતુ તેના ઉપભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણ વર્જ્ય ગણવામાં આવ્યો છે.
સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો સ્થૂલ પરિગ્રહ એટલે પુદ્ગલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. પુદ્ગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં-પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતે પોતાના પ્રત્યે જ વેર બાંધે છે.
સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળીએ તો ઇચ્છાઓ, વાસનાઓ, લોભાદિકષાયો તથા એ માટેની મૂર્છા એ પણ પરિગ્રહ છે. એ પરિગ્રહથી આત્મા સાથે જ વે૨ બંધાય છે. આત્માના એ શત્રુઓ છે. એ શત્રુઓને નિર્મૂળ કરવાના છે.
પરિગ્રહનો ત્યાગ એટલે વેરનો ત્યાગ. જીવનો એટલે કે ચેતનનો ઉચ્ચતમ આદર્શ એ જ હોવો ઘટે.
परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवडूढई * २६५
Page #312
--------------------------------------------------------------------------
________________
माणं मद्दवया जिणे । માનને મૃદુતાથી જીતવું
ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે :
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ અર્થાતુ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું. માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો.
ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે.
ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે !
આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તોપણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય !
ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન’ વિશે વિચારણા કરીશું.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે.
ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલનાંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂર શી? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માન, પ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ
ર૬૬ જૈન ધર્મ દર્શન
Page #313
--------------------------------------------------------------------------
________________
પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાના ક્ષેત્રમાં “ટોપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી? બીજા કશાથી માનને ન જીતી શકાય ?
સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે છે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહિ સમજાય.
જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ હું કોણ છું ? જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણરૂપી ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન કયું ? એ કેવી રીતે પમાય ?’–ઈત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને મુક્ત બનાવે છે. એવાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગે ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ મેળવે છે તેજ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે कषायमुक्तिः किल मुक्तिरेव ।
હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે.
મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મૃર્માવ8 માર્દવમ્ ! મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં મૃદુતા દબાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે.
जात्यादिमदावेशदभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ
મા મવયા લિ. ૨૬૭
Page #314
--------------------------------------------------------------------------
________________
છે. માર્દવ એટલે માનનો નાશ.].
ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, ૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિના હોવાં જોઈએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે :
अट्ठमयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए,
रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે- (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને ઐશ્વર્યમદ.]
આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે “મારી પાસે નાગદેવતા, ગુરુડદેવતા આવે છે અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે–એવો મદ પણ માણસને થઈ શકે છે. રત્નકરંડક શ્રાવકાચારમાં શ્રી સમંતભદ્રાચાર્યે કહ્યું છે :
ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः ।
अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु हतस्मया ॥ [જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાને જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માન' કહ્યું છે.] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
कुलरुवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि।
जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ॥ [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, ાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા અહંકાર રાખતો નથી તેને માર્દવ ધર્મ થાય છે.]
જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુત કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને
ર૬૮ જૈન ધર્મ દર્શન
Page #315
--------------------------------------------------------------------------
________________
ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો પણ માણસને અહંકારી બનાવી દે છે.
એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને હું-હું, હું-હું-હું કરે છે ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે.
કુળ, ધન, રૂપ, જ્ઞાન ઈત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે પણ માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માંગે છે એવાં વાક્યો ઉચ્ચારે કે નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સુંઘતાં નથી એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુતઃ ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય તો એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ.
માણસને ઉચ્ચ, કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે. પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતિકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતાં રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહારથી કેટલુંક કદાચ ઈષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે.
જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તોપણ અધ્યાત્મમાર્ગેથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોઈ તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને
માપ વિથ નિને ! એ ૨૬૯
Page #316
--------------------------------------------------------------------------
________________
તેની ખબર જલદી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે, કા૨ણ કે વ્યવહારમાં અભિમાન કરતાં ક્રોધની વધુ ટીકા થાય છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહા૨માં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. ‘માન’ની સાથે ‘પત્ર’ શબ્દ જોડાય છે. માનપત્ર’, ‘સન્માનપત્ર' જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે પત્ર’ શબ્દ જોડાતો નથી. માનની આગળ ‘સત્’ શબ્દ પ્રયોજાય છે. ‘સન્માન’ શબ્દ વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ ‘સત્’ શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં માન’ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુતઃ માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ.
માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તોપણ પોતે મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સદ્ગુણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનુમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ. આપણા સ્વાર્થમાંથી તે ન પ્રગટ થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફુલાઈ ન જવું જોઈએ, જો ફુલાયા તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણા સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયના નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગૃત રહેવાનું છે તે તો પોતે જ. અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે.
૨૦ જૈન ધર્મ દર્શન
Page #317
--------------------------------------------------------------------------
________________
પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે :
श्रुतशीलविनयसंदूषणस्व धर्मार्थकामविध्नस्य ।
मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दद्यात् ॥ શ્રત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિખરૂપ એવા માનને કયો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે?
કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છે :
अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ ।
माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं ॥ અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે. વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે :
जात्यादि मदोन्मत्त: पिशाचवद् भवति दुःखितश्चह ।
जात्यादिहीनतां परभवे च निठसंशय लभते । અર્થાતુ જાતિ, કુળ, ધન, રૂપ, ઐશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુઃખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી.
હેમચંદ્રાચાર્યે ભોગશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે. : પુર્વ મહું પુનસ્તાન, હીના મતે નજ8 અર્થાત્ માણસ જો જાતિ, કુળ, રૂપ, ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાન્તરમાં હીનતા હીનતા સાંપડે છે.
માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તોપણ એક દિવસ એ રૂ૫ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને કદાચ ભવાન્તરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈનાં જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું? આ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ.
જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી હું- પણાનો અથવા “મારાપણાનો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને
માર્ગ મવા નિ I - ૨૭૧
Page #318
--------------------------------------------------------------------------
________________
પોતાની લાગવાની. એ માટે પ્રિય-અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તાસ બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌ૨વ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાત્મ્ય બુદ્ધિ જીવને ૨હે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહિ. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપી ખીલી ન શકે.
જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદામાં આવી જાય છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસારમાં કહ્યું છે કે પન્નવમૂદા ઢિ વરસમા એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે ૫૨સમય છે, તે વિભાવદા છે.
દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.
न वाहिरं परिभवे,
अत्ताणं न समुक्कसे । सुअलाभे न मज्जिज्ज । जच्चा तवस्सि बुद्धिए ।
[બીજાનો તિરસ્કાર ન કરો. ‘હું જ્ઞાની છું, લબ્ધિવાન છું, જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું'—એમ પોતાને મોટા ન સમજો.] સૂત્રકૃતાંગમાં કહ્યું છે
मयाणि याणि विगिंच धीरां, नं ताणि सेवंति सुधीरधम्मा । सव्वगोता वगया महेसी, उच्च अगोतं च गईं वयंति ॥
ધીરપુરુષે આવા મદનો ત્યાગ કરવો જોઈએ. સુધીરધર્મ મહાત્માઓ એનું સેવન કરતા નથી. એથી જ સર્વગોત્રથી રહિત થઈને તેઓ ગોત્રરહિત એટલે કે અગોત્ર એવી ઉચ્ચ ગતિ સિદ્ધગતિ) પ્રાપ્ત કરે છે.
એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ કહ્યું છે ઃ ઉચ્ચભાવ દગ દોષે મદ જ્વર છે આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો. પૂર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું.
૨૭૨ જૈન ધર્મ દર્શન
Page #319
--------------------------------------------------------------------------
________________
थोवं लडुं न खिंसऐ। [થોડું મળતાં ખેદ ન કરવો
ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ–જીવનમાં અને એમના આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસતું, કેમ ઊઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે.
જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે “દસકાલિક સૂત્રમાં કહ્યું છે:
अतिंतिणे अचवले अप्पभासी मियासणे ।
- हविज्ज उवरे दंते थोवं लड़े न खिंसए ॥ | મુનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.]
ગોચરી આ સાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઈક ઘરે સારો આહાર મળે, તો કોઈક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈક ઘરે વાનગીઓ સરસ હોય પણ વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઈક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઈક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઈક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે પછી ઘરનાંને માટે શું રહેશે ? કોઈક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.” કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ઘરનાં સૌના ચહેરા પર દેખાઈ આવે.
ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણીમોટી
ગોવં નવું ન GિI ૨૭૩
Page #320
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા રહેલી છે.
થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. સામાન્ય માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે છે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે.
સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઈકને વધુ મળે અને કોઈકને ઓછું મળે. એમાં માનવસ્વભાવની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધન્ય ધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણાં હોય, પણ મોટા ભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદા સર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ન હંમેશાં રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પણ હંમેશાં બનતી રહેવાની.
વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ લેવડદેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે.
માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જણાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજામાંથી તે ઉપજાવી શકે છે. સૌને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત કિનારા, પાલવ વગેરેની કંઈક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઈક મહિલાઓને ચેન પડતું નથી. પોતાના રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તોપણ મોઢું મચકોડનારા સજ્જનો જોવા મળશે.
કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ
૨૪ જૈન ધર્મ દર્શન
Page #321
--------------------------------------------------------------------------
________________
તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતાંઅજાણતાં વ્યક્ત થવા વગર રહેતો નથી. કોઈક તત્કાળ વ્યક્ત કરે છે, કોઈ પછીથી; કોઈક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઈક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માણસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાનાં નાણાં પ્રમાણે વસ્તુ બરાબર મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે.
એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઈસક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ પણ લીધો. ત્યાર પછી થોડી વારે બધાને બીજી વાર આઈસક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ તે લેવાની ના પાડી. યજમાન બહેને આગ્રહ કર્યો તોપણ ન લીધો, એટલે બહેને એને કારણ પૂછ્યું. બાળકીએ કહ્યું, “મારી મમ્મીએ મારી પાસે પ્રોમિસ લીધું છે કે હું બીજી વાર આઈસક્રીમ નહિ માગું. આપશે તોપણ નહિ લઉં. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે.”
યજમાન બહેને કહ્યું, “તારી મમ્મીએ આવું પ્રોમિસ ન લેવું જોઈએ. ત્યારે બાળકી બોલી, પણ મમ્મીને થોડી ખબર છે કે અહીં પહેલી વારમાં જ કેટલો ઓછો આઈસક્રીમ આપ્યો છે ?'
નાની બાળકીએ નિર્દોષતાથી વ્યક્ત કરેલો અસંતોષનો ભાવ મોટા માણસો પણ સભાનપણે વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી.
બીજી બાજુ જે માણસોનો અભિગમ જે મળ્યું તે માણવાનો હોય છે તેઓ પોતાના એટલા સમયને સાર્થક કરે છે. જીવન જીવવાની એ એક કળા છે. દરેક પરિસ્થિતિમાં તેઓ રાજી રાજી હોય છે. હાસ્ય, પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, વિનોદ, ઇત્યાદિથી તેમનું જીવન છલોછલ ભરેલું રહે છે. પોતાને ઓછું મળ્યું છે એવી સભાનતા પણ તેઓ રાખતા નથી અને તેમને રહેતી પણ નથી. પોતાની યોગ્યતા કે ધારણા કરતાં પોતાને ઘણુંબધું મળ્યું છે એવો આશાવાદ એમના જીવનમાં વણાઈ ગયો હોય છે. ક્યાંક ફરિયાદ કરવાનું તેમને પ્રયોજન જણાતું નથી.
પોતાને થોડું મળ્યું હોય, પણ પોતાના સ્વજન, સાથીદાર કે આશ્રિતને કશું જ ન મળ્યું હોય અથવા વધારે મળ્યું હોય ત્યારે માણસની કસોટી થાય છે. થોડામાંથી પણ થોડું બીજાને આપવાની ઇચ્છા મનની ઉદારતા અને ત્યાગની ભાવના વગર સંભવી ન શકે. અન્યને અધિક મળ્યું હોય ત્યારે ઈર્ષ્યા, પડાવી લેવાની વૃત્તિ ઈત્યાદિ પોતાનામાં જન્મે છે કે નહિ તેના આધારે તેના સત્ત્વની કસોટી થાય છે.
થોવ તqયું ન હિંસા - ૨૭૫
Page #322
--------------------------------------------------------------------------
________________
આમ જોવા જઈએ તો માણસની તૃષ્ણા, વાસના, ઈચ્છાઓનો કોઈ અંત નથી. ધન, સત્તા, ભોગોપભોગની સામગ્રી, કીર્તિ ઈત્યાદિ માટેની એની ભૂખ સદૈવ સતત પ્રદીપ્ત રહે છે. ગમે તેટલું મળે તો પણ ઓછું પડે. ભગવાન મહાવીરે કહ્યું છે કે રૂછાયો મા IIક્ષમા ૩નંતિયા | ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો છેડો નથી તેમ ઇચ્છાઓનો છેડો નથી. એક ઇચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી જાગી જ હોય. માણસની વૃત્તિઓ આવી હોય તો, જ્યારે પોતાની અપેક્ષા કરતાં, અધિકારપૂર્વક મળવું જોઈએ તે કરતાં ઓછું મળ્યું હોય ત્યારે માણસ બેચેન થયા વગર રહેતો નથી.
જેણે થોડાથી સંતોષ માનવો હોય તેણે પોતાની ઇચ્છાઓ ઉપર સંયમ મેળવવો જોઈએ. જ્યારે જ્યારે જે જે ઈચ્છા થાય તે સંતોષવાનો પ્રયત્ન કરવા કરતાં તેના ઉપર કાબૂ મેળવી, તેવી ઇચ્છાઓ ક્રમે ક્રમે ઓછી કરવાથી આત્મબળ ખીલે
છે.
પોતાની ઈચ્છાઓ અતૃપ્ત રહે છે એ પ્રકારની સભાનતા કે એ માટેનું દુઃખ કે કષ્ટ પછી નથી રહેતું. પોતે કેટલા શક્તિમાન છે કે આવી નાની-મોટી ઈચ્છાઓને સ્વચ્છાએ જતી કરી શકે છે એ પ્રકારની શ્રદ્ધાપૂર્વકની પ્રસન્નતા હોવી જોઈએ. એથી આગળ જતાં તો ઇચ્છાઓ જન્મે જ નહિ એ સ્થિતિ સુધી પહોંચી જઈ શકાય છે. વારંવાર નિસ્પૃહ રહેવાના મહાવરાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય.
પોતાને ઓછું મળ્યું હોય ત્યારે વાસ્તવિકતાનો સહર્ષ, સસ્મિત સ્વીકાર એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ ચાવી છે. એવી વ્યક્તિ દ્વારા નિરાશા, વિસંવાદ કે સંઘર્ષનાં આંદોલનો ઉદ્દભવતાં નથી.
માણસ એમ જો વિચારતો થઈ જાય કે પોતાને જે ઓછું મળ્યું છે તેની પાછળ કોઈક કારણ તો હોવું જ જોઈએ. મનની ઉદારતા અને તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઈક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્ત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય.
થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઈએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો
ર૭૬
જૈન ધર્મ દર્શન
Page #323
--------------------------------------------------------------------------
________________
ડર રહે છે. જ્યાં અલ્પસંતુષ્ટ ન થવાનું હોય ત્યાં અસંતુષ્ટતા દોષરૂપ ગણાય. અધ્યાત્મસાધનામાં પણ અલ્પસંતુષ્ટતાથી પ્રગતિ ન થાય. પૂર્ણતા તરફ્નો પુરુષાર્થ જ મોટું ફ્ળ આપી શકે.
જેઓ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવાવાળા છે તેઓ તો ઇચ્છા ઉપરના સંયમ અને ઇચ્છાનિરોધથી આગળ વધી નિરીહતાના તબક્કે પહોંચવાનો પુરુષાર્થ કરે છે. સામાજિક કક્ષાએ પ્રાપ્તિ કે અલ્પપ્રાપ્તિ અંગે ગમે તે અભિગમ હોય, આધ્યાત્મિક કક્ષાએ તો ભગવાન મહાવીરે કહ્યું છે કે છંદ્ર નિરોહેન વેફ મોવવું । ઇચ્છાઓના નિરોધથી જ અર્થાત્ નિરીહતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
થોવં તલ્લું ન હિંમરે * ૨૭૭
Page #324
--------------------------------------------------------------------------
________________
वओ अच्चेइ जोव्वणं च ।। વિય અને યૌવન ચાલ્યાં જાય છે
ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણચિંતન કરીએ.
આચારાંગ સૂત્રના “લોકવિજય’ નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે :
अप्पं व खलु आउयं इ इहमेगेसिं ।
માળવા... વગો ગ્રેડ નોબૅ ૨ | એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યૌવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, કીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો.
આયુષ્ય વીતી જાય છે એમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી? વસ્તુત યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આયુષ્ય વીતી રહ્યું છે એ નજર સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી-સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે. સંસાર પ્રતિક્ષણ બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા
૨૭૮ જૈન ધર્મ દર્શન
Page #325
--------------------------------------------------------------------------
________________
કરે છે. પૌગલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે.
માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઈને સવારે ઊઠીએ એટલી વારમાં તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઈ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૬૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં– આંખના એક પલકારા જેટલી વારમાં તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઈનું ચાલતું નથી.
ગુજરાતના ધરતીકંપમાં આપણે જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસામાં, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠ્ઠા ભાગમાં' જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે.
મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ વિભાગ કરવામાં આવે છે. ધણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે : (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની.
એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે :
દસાં ઘવડો, વીસ બાવશે, તીસાં તીખો, ચાલીસાં ફક, પચ્ચાસ પાકો, સાઠાં થાકો, સત્ત (૭૦) સડિયો. અસ્સી ગલિયો,
નળે નાગો, સોવાં ભાગો. દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઊભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચિડાઈ જતો, રુઆબ કરતો થઈ જાય છે. ચાલીસની ઉમરે એના શરીરનો
વો અન્ને નોઘvi - ૨૭૯
Page #326
--------------------------------------------------------------------------
________________
થોડો ઘસારો શરૂ થઈ જાય છે. તે થોડો ફીકો લાગવા માંડે છે. પચાસની ઉંમરે સંસારના સારામાઠા અનુભવોથી ઘડાયેલો પાકો બની જાય છે. સાઠની ઉંમરે શક્તિથી ક્ષીણ થવા લાગતાં, હવે ચડતું લોહી ન રહ્યું હોવાથી થાકવા લાગે છે. સિત્તેરે માણસના શરીરમાં રોગો ઘર ઘાલે છે અને શરીરના કોઈ કોઈ અંગ કે ચામડી સડવા લાગે છે. એંસીની ઉંમરે શરીર ગળવા લાગે છે, વજન ઘટવા લાગે છે. નેવુંની ઉંમરે શરીરની સ્વસ્થતા જાય છે. વિસ્મૃતિ આવે છે. વસ્ત્રો વગેરેનું ભાન પણ ઓછું થાય છે અને લજ્જા પણ ઓછી થાય છે. સો વર્ષ થતાં માણસ હવે જીવન પૂરું કરી ભાગે છે.
એક અપેક્ષાએ એમ કહેવાય છે કે જે સમયે જન્મ થયો તે સમયથી જ મૃત્વની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. જે જાયું તે જાય' એ ન્યાયે લખાયેલી આવરદા પૂરી થવાની જ છે.
ઉત્તરાધ્યયનના ૧૮માં અધ્યયનમાં કહ્યું છે કે નવિષે વેવ હવું , વિનુસંપાય વંવર્ત | અર્થાત્ જીવન અને રૂ૫ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઈએ. • શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :
વિતુ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષણનો પ્રસંનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઈત્યાદિ પણ અનિત્ય જ છે.
આયુષ્ય પલ પલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી મંદ છે કે સામાન્ય માણસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે :
અંજલિ જલ ર્યું આયુ ઘટત હૈ હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તોપણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે
૨૮૦ જૈન ધર્મ દર્શન
Page #327
--------------------------------------------------------------------------
________________
પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું.
સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્વળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસપિસ્તાલીસની ઉંમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઈન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોટું હવે ડાચું બની જાય છે. અવાજ કર્કશ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે.
જ્યાં સુધી દેહ સુદઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા–પૂછવાથી સ્વજનો પણ ચિડાયા કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તોપણ હવે ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે.
ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, અડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઇચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. ‘ડોસો મરતો નથી અને માચી છોડતો નથી” જેવા તુચ્છકાર વાચક પણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે.
વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો, શરીરથી લાચાર બની જાય છે. કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ’ એમ એટલા માટે પણ કહેવાય છે. મોઢે મોઢ સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો.
વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ નિર્વેદ ચિંતા તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ
વગો કફ નોવ્યાં રા ૨૮૧
Page #328
--------------------------------------------------------------------------
________________
અથવા મનોમન શાપ પણ આપે છે.
વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યૌવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે “અહો! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.'
ગમે તેટલી વય થઈ હોય તોપણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે :
अंग गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं ।
वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ (અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોટું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઈને ચાલે છે. તોપણ ભવિષ્યની આશાઓ-ઇચ્છાઓને છોડતો નથી.]. વૈરાગ્યશતકમાં પણ કહ્યું છે કે :
· अज्जं कल्लं पर परारिं पुरिसा चिंतति अत्थसंपत्तिं ।
अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति ॥ પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું આયુષ્ય અંજલિ ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.]
એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડશો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે રૂપ નાઢિ પંgિ | પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે :
अनित्याणि शरीराणि विभवो नैव शाश्थतः ।
नित्यं संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ॥ (શરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશાં પાસે આવીને બેઠ છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ
૨૮૨
જૈન ધર્મ દર્શન
Page #329
--------------------------------------------------------------------------
________________
દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભ્યાસ રહ્યા કહે છે.
અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો સ્વતંત્ર ખ્યાલ આવતો નથી. હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી.
એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રના કુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે :
दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए ।
एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !]
परिजरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
ते सव्वबले व हायइ, समयं गोयम मा पमायए ॥ હેિ ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કિર નહિ !]
- ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસારવું તે ઊતરવું જોઈએ.
વકો ઉમ્બેઃ ગોત્ર ૨
૨૮૩
Page #330
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧૩
૩૦
જિત.૧
વિ છે 2 દ ભ છે છે ક - દે
૩
૪૮
૫૫
૬ ૧
પ્રો. શ્રી. રમણલાલ ચી. શાહના લેખોની યાદી ક્રમ લેખનું નામ ૧ ત્રિવિજ્ય
જિત.૧ ૨ પ્રતિસેવના
જિત.૧ ૩ નિયાણ
જિ.ત.૧ ૪ સંલેખના
જિત.૧ ૫ કરુણાની ચરમ કોટિ ૬ સાંવત્સરિક ક્ષમાપના
જિત.૧ ૭ સમુદ્રઘાત અને શૈલેશીકરણ
જિત.૧ ૮ કાઉસગ્ગ
જિ.ત.૧ ૯ કલ્પસૂત્ર
જિત.૧ ૧૦ પચ્ચકખાણ
જિત.૧ ૧૧ આલોચના
જિત.૧ ૧૨ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા ૧૩ સંયમની સહચરી ગોચરી
જિત.૧ ૧૪ વર્ધમાન તપની ઓળી ૧૫ પવધિરાજ પર્યુષણ–૧
જિત.૧ ૧૬ પર્વાધિરાજ પર્યુષણ-૨ ૧૭ લાંછન ૧૮ પ્રભાવના ૧૯ પરીષહ
જિ.ત.૨ ૨૦ ઉપસર્ગ
જિત.૨ ૨૧ કેશલોચ
જિ.ત.૨
૮૦
જિ.ત.૧
૧૦૩ ૧૧૯
૧૩૨
જિત.૧
૧૪૪
૧૫૨
૧૫૯
જિત.૧ જિત.૨ જિત.૨
૫૮
૭૩
૨૮૪
જૈન ધર્મ દર્શન
Page #331
--------------------------------------------------------------------------
________________
1
જિત.ર
જિત.૨
જિ.ત.૨
જિત.૨
જિત.૩
જિ.ત.૩
જિ.ત.૩
જિ.ત.૩
જિત.૩
જિત.૩
જિત.૩
જિ.ત.૩
જિ.ત.૪
જિ.ત.૪
૩૬ નવકારમંત્રની આનુપર્વી અને અનાનુપૂર્વી
જિ.ત.૪
૩૭ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ
જિ.ત.૪
૩૮ દિવ્ય ધ્વનિ
જિ.ત.૪
૩૯ લોગરસ સૂત્ર
જિ.ત.૪
૪૦ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ જિ.ત.૪
૪૧ ભક્તામર સ્તોત્ર
જિત.૪
૪૨ પર્વરાધના
૪૩ અભ્યાખ્યાન
૪૪ નવકારમંત્રની શાશ્વતા
૪૫ ઉપાધ્યાયપદની મહત્તા
૨૨ લબ્ધિ
૨૩ સમવસરણ
૨૪ નિકામિષાહાર–જૈન દૃષ્ટિએ
૨૫ મલ્લિનાથની પ્રતિમા
૨૬ સમર્થ શીયમ્, મા પમાયગે ।
૨૭ ધર્મધ્યાન
૨૮ પ્રતિક્રમણ
૨૯ દાનધર્મ
૩૦ સ્વાધ્યાય
૩૧ જાતિસ્મરણ જ્ઞાન
૩૨ સંયમનો મહિમા
૩૩ શીલવિઘાતક પરિબળો
૩૪ મનુષ્યજન્મની દુર્લભતા
૩૫ નવકારમંત્રમાં સંપદા
૪૬ સામાયિક
૪૭ બોધિદુર્લભ ભાવના
૪૮ જિનતત્ત્વ ભાગ ૧થી ૬ના વિષયો
૪૯ અદત્તાદાન - વિરમણ
૫૦ અવધિજ્ઞાન
૫૧ સિદ્ધ પરમાત્મા પર વિનયં
પરિશિષ્ટ * ૨૮૫
જિ.ત.૫
જિ.ત.૫
જિ.ત.૫
જિત.પ
જિત.૫
જિત.૫
જિ.ત.પ
જિ.ત.૬
જિ.ત.૬
જિ.ત.૬
જિ.ત.૧
૮૬
૧૧૨
૧૨૭
૧૪૨
૧
૯
૩૬
૫૮
૧૦૦
૧૨૩
૧૩૯
૧૫૦
૧
૨૧
૩૮
૫૫
૯૨
૧૦૮
૧૪૫
૧૬૯
૧
८
૨૨
૩૫
૬૩
૧૧૪
૧૨૭
૧
૩૪
૫૪
૧
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૭
૩૮
૬)
૭૩
૮૩
૧૦૭
પ૩ આર્જવ
જિ.ત.૭ ૫૪ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
જિ.ત.૭ ૫૫ ઈરિયાવહી ઐયંપથિકી).
જિત.૭ પ૬ જૈન દર્શનમાં કાળની વિભાવના
જિ.ત.૭ ૫૭ તત્થરસમો સૂર – આચાર્યપદનો આદર્શ જિત.૭ ૫૮ દસમો ગ્રહ પરિગ્રહ
જિ.ત.૭ ૫૯ નવકારમંત્રમાં નમો પદનો મહિમા
જિ.ત.૭ ૬૦ નમો લોએ સવ્વસાહૂણે
જિ.ત.૮ ૬૧ નિગોદ
જિ.ત.૮ ૬૨ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
જિત.૮ ૬૩ પુગલ-પરાવર્ત
જિત.૮ ૬૪ વેશ્યા
જિ.ત.૮ ૬૫ અનર્થદંડ વિરમણ
જિત.૮
૧ ૨૪
૨૬
૬૯
૯૦
૧૧૯
૨૮૬
જૈન ધર્મ દર્શન
Page #333
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ
જીવનઝરમર
૧૯૨૬ પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ
શાહ. જન્મસ્થળ - પાદરા, વડોદરા જિલ્લો. જન્મ - ત્રીજી ડિસેમ્બર
૧૯૨૬, કારતક વદ ૧૩, ૧૯૮૩ ૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા
બદલ ઈનામ મળ્યું. ૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત. ૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૪૨ ચિત્રકલામાં રસ - રાહુલકર સરના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર
દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ બને પરીક્ષામાં પ્રથમ નંબરે
આવી પારિતોષિકો મેળવ્યાં. ૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના
કાર્યમાં ભાગ લીધો. ૧૯૪૪ મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મળ્યો. ૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્કસ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં
આમાં એડમિશન મેળવ્યું સ્વપ્ન સારા લેખક થવાનું. ઘરછોડી
મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વસ્તૃત્વસ્પર્ધા, નાટકલેખન અને
અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટ્સમાં ફર્સ્ટ ક્લાસ. બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર
૨૮૭
Page #334
--------------------------------------------------------------------------
________________
લીધા. ૧૯૪૮ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ, ગુજરાતી વિષયમાં પ્રથમ
આવ્યા. ૪૮-૪૯ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમણૂક. ૪૮-૪૯ પાટણ જૈન
હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે. અભ્યાસ ચાલુ સાંજવર્તમાન પત્રમાં
પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First Class First આવ્યા. મુંબઈ
યુનિવર્સિટીમાં બળવંતરાય કલ્યાણરામ ઠકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કૉલેજમાં એમએ. અને
એમ.એસસી – સર્વમાં પ્રથમ આવવા બદલ સેન્ટ ફ્રાન્સિસ મેડલ મળ્યો. ૧૯૫૧
જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એન.સી.સી. (નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશકરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧થી ૫૪ સેકન્ડ લેફ્ટનન્ટ, ૧૯૫૪થી ૫૭ લેફ્ટનન્ટ, ૧૯૫૮થી ૬૫ કેપ્ટન, ૧૯૬૫થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી.
મનીષા સૉનેટ સંપાદન, શ્રી મીન દેસાઈ સાથે – ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની
સોફયા કૉલેજના ગુજરાતીના અધ્યાપિકા તારાબહેન શાહ સાથે
વેવિશાળ થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી
મુંબઈ જૈન યુવક સંઘની કારોબારીમાં સભ્ય. ગુજરાતી સાહિત્યનું
રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯૫૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઓફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ
કર્યો. બદરીનાથ - કેદારનાથનાં દર્શન. ૧૯૫૫ ૧૯૫પથી પ૬ જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ કૉલેજ શરૂ
કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સી.ના જોફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કૉલેજે મોકલ્યા. “એવરેસ્ટ'નું આરોહણ પુસ્તક પ્રગટ
થયું. (એવરેસ્ટનાં રોમાંચક સાહસોની ઐતિહાસિક કથા) ૧૯૫૫. ૧૯૫૬ પ૬ જૂનથી મુંબઈ આવી ગયા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય
૨૮૮ . જૈન ધર્મ દર્શન
Page #335
--------------------------------------------------------------------------
________________
૫૨ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ ગુલામોનો મુક્તિદાતા પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળદમયંતી રાસ' પ્રગટ. પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ‘ગુજરાતી સાહિત્ય’નું રેખાદર્શન પ્રગટ.
(૨) ‘શ્રેષ્ઠ નિબંધિકાઓ’ ૧૯૫૭ સંપાદન ચીનુ દેસાઈ સાથે. ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ટી.જી. શાહ અને ચંચળબહેનના જીવન પર આધારિત જીવન દર્પણ’ પ્રગટ થયું.
૧૯૬૦ તા. ૩ નવેમ્બર ૧૯૬૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે પુત્ર અમિતાભનો જન્મ. પીએચ.ડી.ની થીસિસ તૈયા૨ કરી યુનિ.ને મોકલી પીએચ.ડી.ની ડિગ્રી મળી. શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી ઉત્તરધ્રુવની શોધ સફર’ની લેખમાળા ‘કુમાર' માસિકમાં શરૂ.
૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજીકૃત જંબુસ્વામી રાસ' પ્રગટ થયો. ૧૯૬૨ ‘ગુજરાતી સાહિત્ય સભા' તરફથી ૧૯૬૨નું ગ્રંથસ્થ વાંડ્મય' પુસ્તકોનું અવલોકન શરૂ.
-
૧૯૬૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા. અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા. સરયૂબહેન મહેતા Ph.d. માટે રજિસ્ટર થયા. ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો.
૧૯૬૫ ‘કુવલયમાળા’ ઉદ્યોતનસૂરિષ્કૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન
૧૯૬ ૫
૧૯૬૬ ‘૧૯૬૨નું ગ્રંથાલય વાંડ્મય પ્રગટ થયું. કુમાર માસિકમાં લખાયેલી એકાંકી શ્યામ રંગ સમીપે’ – નાટિકા સંગ્રહ પ્રગટ થયો.
૧૯૬૭ જાપાનનો પ્રવાસ. શ્રી યેહાન નુમાટાના આમંત્રણથી બોદ્ધધર્મની સંસ્થા માટે વ્યાખ્યાનો આપવા ગયા.
૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ.
૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ ‘તિરુકુરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૨૮૯
Page #336
--------------------------------------------------------------------------
________________
આપ્યું. સેમિનારમાં ભાગ લીધો. “અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ
અને સિંગાપોરનો પ્રવાસ. ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા અધ્યાત્મપ્રસાદક મંડળના
પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ
' તરીકે પસંદગી. એવરેસ્ટના આરોહણ'ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર – તારાબહેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો
સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્વાણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં
કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબહેન સાથે ગયા. કેનિયાનાં મહત્ત્વનાં શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસમુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર પર વક્તવ્યો આપ્યાં. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું.
ઈથોપિયાનો પ્રવાસ ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ. પોષ સુદ ૭ વિ. સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રી લંકાનો પ્રવાસ. “નરસિંહ પૂર્વેનું સાહિત્ય' – જાન્યુઆરી ૧૯૭૬
જૈનધર્મ – બીજી આવૃત્તિ – પરિચય ટ્રસ્ટ જૈનધર્મ – મરાઠી આવૃત્તિ –
પરિચય ટ્રસ્ટ ૧૯૭૭ ચિ. શેલજા ઈન્ટર આર્ટ્સની ક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી.
મહાવીર જૈન વિદ્યાલય યોજિત જૈન સાહિત્ય સમારોહ' પહેલો કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો, આયોજન રમણભાઈએ કર્યું. ઓસ્ટ્રેલિયા – સીડનીમાં P.E.Nની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું. હોંગકોંગ, સીંગાપોર ગયા. U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાખ્યાનો આપવા તારાબહેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યાં. સાથે સાથે ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, બેલ્બિમ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો.
જૈન ધર્મ દર્શન
Page #337
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ – હિંદી આવૃત્તિ પરિચય ફસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ,
સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introduction, “સમયસુંદર', પડીલેહા', “આપણાં
ફાગુકાવ્યો' પ્રગટ થયાં જૈન સાહિત્ય સમારોહ – બીજો મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો. સાઉથ અમેરિકા – બ્રાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો. તેમાં વક્તવ્ય આપ્યું. બ્રાઝિલનાં જુદાં જુદાં શહેરો – બ્રાઝિલિયા, સાવો-પાઉલો ઉપરાંત ટ્રિીનીડાડ, પનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ વગેરે જોયા પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોયાં પાછા ફરતા શિકાગો,
ન્યૂયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ :
૧. સમયસુંદરકત થાવસ્યા સુતરિષિ ચોપાઈ ૨. નિલવવાદ ૩. નળદમયંતીની કથાનો વિકાસ ૪. નળદમયંતી પ્રબંધ (ગુણવિનયકૃત) ૫. હેમચંદ્રાચાર્ય ૬. ઉત્તરધ્રુવની શોધસફર – પ્રગટ થયાં.
જૈન સાહિત્ય સમારોહ (૩) સુરતમાં થવો. ૧૯૮૧ ચોપાટી – દેવપ્રકાશનું નિવાસ સ્થળ છોડી ૨૧-૨૨, રેખા . ૧માં રહેવા
ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધજીવનના સહતંત્રી બન્યા. ચિ. શૈલજા M.A. With Psychologyમાં first Class first આવી. મુંબઈ યુનિનો K.T. Telang સુવર્ણચંદ્રક મળ્યો. શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા. ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયાં. ઋષિવર્ધનકૃત “નલરાય દવદંતી ચરિત્ર'
ફેબ્રુ. ૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો
સ્વર્ગવાસ થતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધજીવનના તંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઈ. પુત્રી. ચિ. શૈલજાના ભાવનગર
ડો. રમણલાલ ચી. શાહ જીવનઝરમર : ૨૯૧
Page #338
--------------------------------------------------------------------------
________________
નિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયાં. સોનગઢમાં જૈનસાહિત્ય સમારોહનું આયોજન ‘ક્રિતિકા’ પુસ્તક પ્રગટ
થયું. ૧૯૮૩ સુરતમાં જૈન સાહિત્ય સમારોહ પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે –
ભાગ-૧ માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત ધનાશાલિભદ્ર ચોપાઈ
- ડિસે. ૮૩માં પ્રગટ. ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા
તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો. ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને... ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યું. – જૈન સાહિત્ય સમારોહ – કચ્છ – માંડવીમાં થયો. - બે લઘુ રાકૃતિઓ, પ્રદેશે જયવિજયના' – પાસપોર્ટની પાંખે – ભાગ ૧ આવૃત્તિ ૩જી – દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૮૪માં થયો. - યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે, અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું. ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુકેના જુદાજુદા સ્થળે જૈનધર્મ
પર વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૮૫ ૬ હો જૈન સાહિત્ય સમારોહ – ખંભાતમાં થયો. જિનતત્ત્વ ભાગ-૧, જૈન
સાહિત્ય સમારોહ-ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ – પાલણપુરમાં થયો. મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ
અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. – કેનેડામાં વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ – જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું. – બૌદ્ધધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ બીજો પ્રગટ થયો. જૈન સાહિત્ય સમારોહ – સમેત શિખરમાં યોજાયો દોહિત્ર કૈવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના
૧૯૮૮ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ પહેલા
છૂટા થયા. પુત્ર અમિતાભના જામનગરનિવાસી શ્રી નગીનભાઈ પદમશી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયાં.
૨૯ર
જૈન ધર્મ દર્શન
Page #339
--------------------------------------------------------------------------
________________
સોવિયેટ યુનિયનનો પ્રવાસ – ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો. ૧મો સાહિત્ય સમારોહ – બોંતેર જિનાલય – કચ્છમાં કર્યો. મોહનલાલજી મહારાજ પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિનતત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, ઉપાધ્યાય યશોવિજયજી જુલાઈ, પ્રભાવક સ્થવિરો’ ભાગ- જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની
પ્રતિષ્ઠામાં ભાગ લીધો. યુકેમાં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જબુવિજયજી પાટણ પાસે)
મહારાજની પ્રભાવક સ્થવિરો, ભાગ.
જિનતત્ત્વ સાંપ્રત સહચિંતન ભાગ ૧ ડિસે. ૮૯ ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડિગ્રી મળી.
તારાબહેનનાં માતુશ્રી ધીરજબહેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો. વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, શેઠ મોતીશા' પ્રગટ થયા. અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું –
ધોળકા. ૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં.
તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ ગુડીપડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો. શેઠ મોતીશા – બીજી આવૃત્તિ-૧૯૯૧. તાઓ દર્શન-૯૧,
પ્રભાવક સ્થવિરો-૯૧માં પ્રગટ થયા. ૧૯૯૨ અમેરિકા, યુકે અને આઈસલેન્ડનો પ્રવાસ. અભયભાઈ અને મંગળાબહેન
સાથે આઈસલેન્ડનો પ્રવાસ એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર, ૯રના રોજ જન્મ થયો. જિનતત્ત્વ -ભાગ-૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ૨, અભિચિંતના – જાન્યુ. ૯૨, શેઠ મોતીશા બેરરથી બ્રિગેડિયર જાન્યુ.
૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯ર પ્રગટ થયા. ૧૯૯૩ ‘તિવિહેણ વંદામિ. માર્ચ-૯૩, રાણકપુર તીર્થ જાન્યુ પ્રભાવક સ્થવિરો –
ઓગસ્ટ ૯૩. “સાંપ્રત સહચિંતન – ભાગ-૪ “જિનતત્ત્વ' ભાગ-૧ બીજી
આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ – બોતેર જિનાલય-કચ્છ
સાંપ્રત સહચિંતન ભાગ-૫ જૂન ૯૪ ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર થીસિસ – મહાનિબંધ - ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું.
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર : ર૯૩
Page #340
--------------------------------------------------------------------------
________________
૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ – શંખેશ્વરમાં વિજયશેખરકૃત નળદમયંતી
પ્રબંધ – ફેબ્રુ. ૯૫ Jin-Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઑગસ્ટ
૯૫ સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો 100મા વર્ષમાં પ્રવેશ ૧૪મો જૈનસાહિત્ય સમારોહ, ગોધરા-કચ્છ “
કોફ્યુસિયસનો નીતિધર્મ ઓગસ્ટ ૯૬ જિનતત્ત્વ, ભાગ-૬ ફેબ્રુઆરી ૯૬ ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ-ઈજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ
સાંપ્રત સહચિંતન ભાગ-૯ અધ્યાત્મસાર ભાગ-૧ - ૯૭ ઓસ્ટ્રેલિયા-૯૭ પ્રભાવક સ્થવિરો જૂન-૯૭ ૨-૧૨-૯૮ના દિવસે
કોન્વોકેશન – રાકેશભાઈને Ph.Dની ડીગ્રી મળી. ૧૯૯૮ નોર્વે સ્વીડનનો પ્રવાસ. અભયભાઈ મહેતા સાથે પાસપોર્ટની પાંખે ભાગ
૧ની ત્રીજી આવૃત્તિ – માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ
૨) ઓક્ટો. ૯૮. સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ) દુબાઈ, મસ્કત, શાહજહા અબુધાબીનો
પ્રવાસ રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો. જેન સોશ્યલ ગ્રૂપ' ઉપરાંત જુદા જુદા ઘરે – ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જેનધર્મ અને સાહિત્ય પર પ્રવચનો. મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખ સ્થાને ગૂર્જર ફાગુસાહિત્ય-૯૯ સાંપ્રતસહચિંતન” ભાગ-૧૧ મે. ૯૯ જેન લગ્નવિધિ બીજી આવૃત્તિ-૯૯ ઓસ્ટ્રેલિયા – ન્યુઝીલેન્ડનો પ્રવાસ. પૂ. રાકેશભાઈ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ. સિંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ તારાબહેન અને રમણભાઈ બન્નેએ
વક્તવ્યો આપ્યાં. ૨000 ૨૧ સપ્ટેમ્બર ૨૦OO, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ
અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ. Comfort Trave, મહાસુખભાઈ ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા. વિપ્રભુનાં વચનો ભાગ-૧ જેનધર્મ – માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર અધ્યાત્મસાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ જૂન.
૨૯૪ ન જૈન ધર્મ દર્શન
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૦૦૧ જૈન સાહિત્ય સમારોહ – મલ્લિનાથ, તીર્થ, દહાણ
વીપ્રભુનાં વચનો ભાગ-૧ સાંપ્રત સહચિંતન ભાગ-૧૩ અધ્યાત્મસાર ભાગ-૩ નવેમ્બર-૨૦૦૧ આચાર્ય વિજયશીલચક્રસૂરિ આયોજિત અવધૂત આનંદઘનની આધ્યાત્મિક શબ્દચેતના' મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર. – સંગોષ્ઠિ – સુરતમાં અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ
લીધો – ૧૩ ઓક્ટો. ૨O૧. ૨૦૦૨ મોટા ભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ. શૈલજાએ
મુલુંડમાં – ગોલ્ડન સ્વાનમાં કુટુંબ-મિલન યોજ્યું. રમણભાઈ તારાબહેનના લગ્નનું ૫૦મું વર્ષ – મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી. મધ્યપ્રદેશના મહત્ત્વ દિગંબર તીર્થોની યાત્રા કરી. મહેન્દ્રભાઈ અને આશાબહેને પ૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વરતીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો. જિનતત્ત્વ ભાગ-૭, ઓગસ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો – ભા. ૧, ૨, ૩, ૪, ૫ એક પુસ્તકરૂપે છાપ્યા. જિનતત્ત્વ – ૧થી ૫ ભાગ સાથે છાપ્યા.
ઓક્ટો. ૨૦૦ર ૨૦૦૩ જાન્યુઆરીમાં જૈનસાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી
બાબુલાલ અમૃતલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી “સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં ... હૉલમાં અપાયો. ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા કચ્છમાં યોજાયો. પંડિત સુખલાલજી' ડિસેમ્બર-૩ “સાંપ્રત સહચિંતન' ભાગ-૧૪ ઓક્ટો. અધ્યાત્મસાર ભાગ
૩ નવે. ૨૦૦૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરેથી ૩૦૧, ત્રિદેવ,
મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા. અધ્યાત્મસાર સંપૂર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા ૨૦૦૪) સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. ૨૦૦૪ જિનતત્ત્વ ભાગ૮ મે. ૨૦૦૪ જૈનધર્મના પુષ્પગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવે.
૨૦૪ ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજીત જ્ઞાનસાર – સંપૂર્ણનું વિમોચન ૪ માર્ચ
૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું. ‘વંદનીય હૃદયસ્પર્શ સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો. રમણભાઈને નબળાઈ વધતી ગઈ. ૨૨મીએ રાત્રે બોકહાર્ટ
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર : ૨૯૫
Page #342
--------------------------------------------------------------------------
________________
હોસ્પિટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૬મીએ તબિયત સુધરી ૨૪મીએ બાહ્મ મુહૂર્ત સમાધિમૃત્યુ થયું. અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યો. ૨૫મીએ અગ્નિસંસ્કાર કર્યા. ર૭મીએ પાટકર હોલમાં પ્રાર્થનાસભા યોજાઈ. તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બર કે પ્રબુદ્ધજીવનનો અંક શ્રદ્ધાંજલિઅંક તરીકે અને જાન્યુઆરી ૨૦૬. 'ક દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા.
ર૯૬ છે. જૈન ધર્મ દર્શન
Page #343
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો
એકાંકીસંગ્રહ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન યામ રંગ સમીપે
પાસપોર્ટની પાંખે – ભાગ ત્રીજો જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ
નિબંધ ગુલામોનો મુક્તિદાતા
સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ હેમચંદ્રાચાર્ય
અભિચિંતના વંદનીય હૃદયસ્પર્શ
સાહિત્ય-વિવેચન પ્રભાવકસ્થવિરો, ભાગ ૧થી ૬
| ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) તિવિહેણ વંદામિ
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી બંગાકુ-શુમિ શ્રી મોહનલાલજી મહારાજ
ક્રિતિકા શેઠ મોતીશાહ
નળ-દમયંતીની કથાનો વિકાસ બેરરથી બ્રિગેડિયર
સમયસુંદર પંડિત સુખલાલજી
પડિલેહા પ્રવાસ-શોધ-સફર ૧૯૬૨નું ગ્રંથસ્થ વામય એવરેસ્ટનું આરોહણ
ગુર્જર ફાગુસાહિત્ય રાણકપુર તીર્થ
સંશોધન-સંપાદન ઉત્તરધ્રુવની શોધ-સફર
નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) ન્યૂઝીલેન્ડ
જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત). પ્રદેશે જય-વિજયના
| કુવલયમાળા (ઉદ્દદ્યોતનસૂરિકૃત) ઓસ્ટ્રેલિયા
મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) પાસપોર્ટની પાંખે
નિલ-દવદંતી પ્રબંધ ગુણવિનયકૃત) ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો ૨૯૭
Page #344
--------------------------------------------------------------------------
________________
થાવચ્ચાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) નલરાય-દવદંતી ચિરત્ર
(જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત)
(ઋષિવર્ધનસૂરિષ્કૃત) ધના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ
(સાહિત્ય અકાદમી, દિલ્હી)
બે લઘુ રાસકૃતિઓ
(નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે)
ધર્મ-તત્ત્વજ્ઞાન
જૈનધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જૈનધર્મ (મરાઠી આવૃત્તિ)
જ્ઞાનસાર
જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ કન્ફ્યૂશિયસનો નીતિધર્મ
વી૨ પ્રભુનાં વચનો ભાગ ૧-૨
રાહુલ સાંકૃત્યાયન
1
અનુવાદ
મનીષા
ચિંતનયાત્રા
અવગાહન
સમયચિંતન
Buddhism An Introduction શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ
Shraman Bhagwan Mahavir
શ્રેષ્ઠ નિબંધિકાઓ
નીરાજના
& Jainism જૈનધર્મ (હિન્દી આવૃત્તિ)
જીવનદર્પણ
બૌદ્ધધર્મ
તત્ત્વવિચાર અને અભિવંદના
શબ્દલોક
નિહ્નવવાદ તાઓ દર્શન
અક્ષરા
કવિતાલહરી
મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી
જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩
અધ્યાત્મસા૨ (સંપૂર્ણ)
સંક્ષેપ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) જૈન લગ્નવિધિ
એન. સી. સી.
૨૮ જૈન ધર્મ દર્શન
પ્રકીર્ણ
Page #345
--------------------------------------------------------------------------
________________
Page #346
--------------------------------------------------------------------------
________________
- WMDAT JAN YUYAK SANGH SHRI CHIMANLAL CHAKUBHAI SHAH MEMORIAL SPRING LECTURES
હતી જતી નથી
COMARCA
વીર નવિધાવી 2ક મહોત્સવ
Jain Educamaral
Small Uses
WWW.jettembrary say
Page #347
--------------------------------------------------------------------------
________________
ડૉ. હસુ યાજ્ઞિક ડૉ. હસુ યાજ્ઞિક, હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં તા. ૧૩-૨-૧૯૩૮માં. અભ્યાસ એમ.એ. પીએચ.ડી. અને વાયોલિન વાદનમાં પ્રથમ વર્ગમાં વિશારદ થયા. ઈ.૧૯૯૩થી ૧૯૮૨ સુધી એમણે એમ. પી. શાહ કૉલેજ સુરેન્દ્રનગર, ડી. કે. વી. કૉલેજ જામનગર અને ગુજ રાત-કોલેજ અમદાવાદ વગેરે સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ૧૯ વર્ષ સેવા આપી અને ૧૯૮૨થી ૧૯૯૬ની નિવૃત્તિ સુધીના ૧૪ વર્ષ ગુજરાત રાજ્યની ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને સિંધી અકાદમીઓમાં સેવા આપી . નિવૃત્તિ પછી ૧૯૯૬થી ૨૦૦૪ સુધી એમણે શ્રી ઝવેરચંદ મેઘાણી લોકવિદ્યાસંશોધન ભવનમાં એકઝીક્યુટીવ ટ્રસ્ટી અને નિયામક તરીકે માનદ સેવા આપી. | ડૉ. હસુ યાજ્ઞિક ૧૯૫૬થી લખે છે અને ૧૯૬૬થી આજ સુધીમાં જનસત્તા, સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબ, જન્મભૂમિ પ્રવાસી, મુંબઈ સમાચાર વગેરે વર્તમાન પત્રોમાં તેમની કૉલમ તથા ધારાવાહી નવલકથાઓ પ્રગટ થયાં છે. એમનાં ૧૨૫ તથા વિશ્વસાહિત્યની અનુવાદિત પુસ્તકોના સંપાદનનાં ૩પ પુસ્તકો મળી ૧૬૦ પુસ્તકો પ્રકાશિત થયાં
છે.
એમના શોધપત્રો પેરિસ (ફ્રાન્સ), શિયાટલ (અમેરિકા), વેનિસ (ઈટાલી) વગેરેમાં વંચાયા છે અને તે તે યુનિવર્સિટી દ્વારા પ્રગટ થયા છે. એમનાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો મળ્યા છે. વાર્તા માટે રોપ્ય ચંદ્રક, સ્કાયલાર્ક એવૉર્ડ, લંડન, ગુજરાતી સાહિત્ય
અકાદમીની ફેલોશિપ, ઝવેરચંદ મેઘાણી Persones
એવોર્ડ વગેરે મળ્યા છે.
Wan Education
For theate
ary.org
Page #348
--------------------------------------------------------------------------
________________ રમણભાઇની કલા રચના (1941)