________________
પોતાની લાગવાની. એ માટે પ્રિય-અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તાસ બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌ૨વ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાત્મ્ય બુદ્ધિ જીવને ૨હે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહિ. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપી ખીલી ન શકે.
જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદામાં આવી જાય છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસારમાં કહ્યું છે કે પન્નવમૂદા ઢિ વરસમા એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે ૫૨સમય છે, તે વિભાવદા છે.
દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.
न वाहिरं परिभवे,
अत्ताणं न समुक्कसे । सुअलाभे न मज्जिज्ज । जच्चा तवस्सि बुद्धिए ।
[બીજાનો તિરસ્કાર ન કરો. ‘હું જ્ઞાની છું, લબ્ધિવાન છું, જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું'—એમ પોતાને મોટા ન સમજો.] સૂત્રકૃતાંગમાં કહ્યું છે
मयाणि याणि विगिंच धीरां, नं ताणि सेवंति सुधीरधम्मा । सव्वगोता वगया महेसी, उच्च अगोतं च गईं वयंति ॥
ધીરપુરુષે આવા મદનો ત્યાગ કરવો જોઈએ. સુધીરધર્મ મહાત્માઓ એનું સેવન કરતા નથી. એથી જ સર્વગોત્રથી રહિત થઈને તેઓ ગોત્રરહિત એટલે કે અગોત્ર એવી ઉચ્ચ ગતિ સિદ્ધગતિ) પ્રાપ્ત કરે છે.
એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ કહ્યું છે ઃ ઉચ્ચભાવ દગ દોષે મદ જ્વર છે આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો. પૂર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું.
Jain Education International
૨૭૨ જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org