________________
થાય અને ક્રમથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેકનાં બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા સ્થૂલ પરાવર્ત એટલે કે વ્યુત્ક્રમવાળાં પરાવર્ત તો સૂક્ષ્મ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુદ્દગલ પરાવર્ત અનંતવાર કર્યાં છે એ તો સૂક્ષ્મ જ સમજવાના
છે.
દિગંબર પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત ગણાવવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધ' ગ્રંથમાં જણાવ્યું છે કે :
तत्र परिवर्तनं पंचविधं द्रव्यपरिवर्तनं, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति ।
મિથ્યાત્વયુક્ત જીવ નરક ગતિનું ઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરક ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચ ગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમે ક્રમે ભોગવી ત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના આયુષ્યની ગણના કરી નથી.) ત્યારે જીવનું સંસા૨પરિભ્રમણનું એક ભવપરાવર્તન થયું ગણાય છે. ટૂંકમાં ચોર્યાશી લાખ જીવયોનિમાં પ્રત્યેકમાં જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એક ભવપરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આ જીવે ભૂતકાળમાં કર્યાં છે.
આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારોનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે ? વસ્તુત ઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છે એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈંક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર કરવાથી આ તરત નહિ માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ.
કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં
Jain Education International
પુદ્ગલ-પરાવર્ત * ૨૧૫
For Private & Personal Use Only
:
www.jainelibrary.org