________________
નમોમાં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચપરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો’ પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન્ન થાય છે.
નમો અરિહંતાણંમાં “નમો પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નમોમાં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, “અરિહંત પદ સાથેનોપદજોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઈચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યકતપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એક્તા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.”
આ રીતે નમો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્માભાવ)માંથી છોડાવી, બિંદુનવત્વરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.'
જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે “નમોમાં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ, ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે.
નમો પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં અનુષ્ઠાન આવી જાય છે. નમો પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે.
નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે :
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો.
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org