________________
દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈને છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ચત્તારિ શરણે...માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ?
વસ્તુતઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યતઃ અને પ્રથમતઃ સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે “શ્રમણ' શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુપ્તિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરીષહ અને ઉપસર્ગનું સહન કરવું, આહાર, શય્યા, વેશ ઈત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે.
કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે ? દેવતત્ત્વમાં જેમ અરિહંત અને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્ત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદમાત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજાં ઘણાં પદ ઊભાં કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, વિશેષપણે સર્વવિરતિ સાધુ સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાયો એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જેનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-ઉવન્ઝાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સદ્યપ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો ઉવઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે.
ઉપાધ્યાયપદની મહત્તા પર ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org