________________
वओ अच्चेइ जोव्वणं च ।। વિય અને યૌવન ચાલ્યાં જાય છે
ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણચિંતન કરીએ.
આચારાંગ સૂત્રના “લોકવિજય’ નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે :
अप्पं व खलु आउयं इ इहमेगेसिं ।
માળવા... વગો ગ્રેડ નોબૅ ૨ | એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યૌવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, કીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો.
આયુષ્ય વીતી જાય છે એમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી? વસ્તુત યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આયુષ્ય વીતી રહ્યું છે એ નજર સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી-સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે. સંસાર પ્રતિક્ષણ બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા
૨૭૮ જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org