________________
(૪) પાપ: જે તત્ત્વ આત્માને અશુભ તરફ લઈ જાય છે તે પાપ. મન, વચન અને કાયાથી જે અશુભ કર્મો બંધાય છે તે પાપ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, કષાયો વગેરેથી પાપ બંધાય છે. પાપને પરિણામે જીવને વિવિધ પ્રકારનાં દુઃખો ભોગવવાં પડે છે.
પુણ્ય અને પાપ એ બંનેથી કર્મ બંધાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે અંતે કર્મરહિત થવાનું છે.
(૫) આસવ : પુણ્ય કે પાપરૂપી કર્મોનો આત્માની સાથે સંબંધ થવાનાં નિમિત્તો અથવા કારણોને આસવ કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના શુભ કે અશુભ વ્યાપારોથી કર્મનાં પુગલો જે દ્વારથી આત્મામાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આસવ.
(૬) બંધ : કર્મનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. દૂધ અને પાણીનો જેવો યોગ થાય છે તેવો યોગ કર્મનાં પુદ્ગલો અને આત્માનો થાય છે.
૭) સંવર : આસવનો નિરોધ એટલે સંવર. જે નિમિત્તોથી કર્મો બંધાય છે તે નિમિત્તોને રોકવાં તેનું નામ સંવર.
(૮) નિર્જરા : પૂર્વ બંધાયેલાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા તે નિર્જરા. એ બે રીતે થાય છે. : (૧) બંધાયેલાં કર્મો પરિપક્વ થઈ ભોગવાય છે અને એ રીતે કર્મક્ષય થાય છે; અથવા (૨) કર્મો ભોગવવાનાં આવે તે પહેલાં તપ વગેરે વડે તેની નિર્જરા કરી શકાય છે.
(૯) મોક્ષ : સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થવો તે મોક્ષ. કર્મબંધનોમાંથી સર્વથા મુક્ત થવાથી જીવ દેહ છોડીને શુદ્ધ આત્મસ્વરૂપ પામે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિ એ જીવનું લક્ષ્ય હોય છે અને સર્વથા કર્મક્ષય થતાં ઊર્ધ્વગમન કરવું તે આત્માનો સ્વભાવ છે. આત્મા ઊર્ધ્વગમન કરી ચૌદ રાજલોકના અગ્રભાગની ઉપર, સિદ્ધશિલાની ઉપર બિરાજમાન થાય છે કે જ્યાંથી એને જન્મમરણના ચક્રમાં ફરીથી આવવાનું રહેતું નથી.
કર્મ-સિદ્ધાંતો સંસારમાં વિવિધ અને વિચિત્ર ઘટનાઓ પ્રતિક્ષણ બન્યા કરે છે. એકનો જન્મ રાજમહેલમાં થાય છે અને એકનો જન્મ ગરીબની ઝૂંપડીમાં થાય છે. આવી અસંખ્ય પ્રકારની ઘટનાઓ બન્યા કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ ઘટનાઓ પાછળ કોઈ નિયમ નહીં હોય ? જૈન ધર્મ સમજાવે છે કે બધી ઘટનાઓ પાછળ નિયમ રહેલો છે અને તે કર્મનો છે.
જૈન ધર્મ એક ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org