________________
પરિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં આઠ કે તેથી વધુ “સમય વીતી જાય છે. સમુદ્રઘાતમાં દંડ, કપાટ (કબાટ), પ્રતર મંથાન) અને લોકપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવંતો શરીરમાં રહેલા પોતાના આત્માને-આત્મપ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં લોકાન્તપર્વત ઉપર નીચે એટલે કે ઊર્ધ્વ શ્રેણીએ અને અધો શ્રેણીએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશોની દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે.
- ત્યારપછી બીજા સમયે, દેડરૂપે બનેલા આત્મપ્રદેશોને, દંડની બંને બાજુને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે. ત્યારપછી ચોથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકપૂરણની ક્રિયા કરે છે.
આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતનો આત્મા ચૌદ રાજલોકમાં, સમગ્ર, વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કાર્મણ વર્ગણાના વધારાના પુદ્ગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશોને સંકોચવાની ક્રિયા કરે છે. હવે એનો ક્રમ ઊલટો છે. પાંચમાં, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લોકપૂરણ, મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે ફરીથી શરીઅમાણ થઈ જાય છે.
આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે કેવળ જ્ઞાનીઓની અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુદ્દઘાત કરાવવાની આવશ્યકતા રહેતી નથી.
શૈલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતો કરે છે. યોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : મનોયોગ, વચનયોગ અને કાયયોગ. ચિત્ત, વાણી અને શરીરના આ યોગ સૂક્ષ્મ અને સ્કૂલ (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂલ કે સૂક્ષ્મ યોગ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશો કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશો કંપાયમાન રહે છે
સમુદ્દઘાત અને શૈલેશીકરણ ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org