________________
ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરવો જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા યોગોનો નિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, લેગ્યારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણમાંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમનો દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે.
આમ સમુદ્દઘાત અને શૈલેશીકરણ એ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યક શ્રદ્ધા હોય તેમને આવી સૂક્ષ્મ વોગપ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતોનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય.
૨૪૬ ૩ જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org