________________
અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઈએ. જે ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને એમના ઉચ્ચારો વિશદ્ધ હોવા જોઈએ.
૩. શરીરસંપદા – આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઈએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઈએ. તેઓ અતિ પૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઈએ. અલબત્ત, તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે. શરીરની દષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ જોઈએ- (૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઈએ. તેઓ હાથે દૂઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોવા જોઈએ, તેઓ બહેરા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઈએ, (૩) આચાર્યનું શરીર–સંઘયણ મજબૂત હોવું જોઈએ. વારંવાર ભૂખ્યા થઈ જતા હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.)
૪. વચનસંપદા – આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઈએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઈએ, એટલું જ નહિ એની પ્રશંસા થવી જોઈએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું વચન આદેય હોવું જોઈએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઈએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઈએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઈએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડતું જોઈએ. અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહિ. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનિશ્રિત હોવી જોઈએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઈએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારરહિત
૧૪૬ ક જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org