________________
શ્રી લલિતવિજ્યજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે :
સર્વાસિદ્ધ વૈમાન, ધ્વજાથી જોજન બાર, ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશાભાા’ એવું એનું બીજું નામ છે. અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે, ઉજ્જ્વળ ગોદુગ્ધ એમ જાણે મોતી દામ છે; છેડે મોંખ પાંખ, વચ્ચે જાડી આઠ જોજન છે, જોજન અંતે લલિત' સિદ્ધનો વિશ્રામ છે.
ચૌદ રાજ (ર) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજ્જુ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલોક સુધીનો શેષ લોકભાગ અગિયાર ધનરજ્જુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર આવેલી છે, આ સિદ્ધશિલાની પિરિધ ૧,૪૨,૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનાની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહિ, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને એટલે કે નીચે મૂકીને, ઉપરના ચોવીસમા ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાત્માઓ બિરાજે છે. એ ચોવીસમો ભાગ કેટલો ? ૩૩૩ ધનુષ અને ૩૨ આંગળનાં માપનો છે. (ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો).
માત્ર મનુષ્ય ગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિમાંથી જ સિદ્ધગતિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તુળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે અને ચારે ત૨ફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો આકાર નગારા જેવો, અડધી કાપેલી મોસંબી જેવો, કટોરો જેવો કે ચત્તા છત્ર જેવો છે. કોઈક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં (દેરાસરમાં કરાતા સાથિયામાં) સિદ્ધશિલાની આકૃતિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી સિદ્ધશિલા જોવામાં આવે તો તે બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય.
સિદ્ધ પરમાત્મા ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org