________________
છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાના મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે.
બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દાંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે.
આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે. એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે.
(૨) ગતિ પરિણામ – એ માટે અગ્નિની જ્વાળા અને ધુમાડાનું દષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની જ્વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપી સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વગતિ કરે છે.
(૩) બંધન-છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે અને છેડા નીચેના કોશને લાગેલો હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે જ મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે.
બંધન-છેદનું બીજું દૃગંત વૃક્ષની ડાળીમાં આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી, દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતુ દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે.
આવી રીતે જીવને કર્મ બંધન છેદાઈ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે.
(૪) અસંગ – એ માટે માટીથી લપેડેલા તુંબડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મૂકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડૂબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતા તે માટીથી અસંગ થઈ પાણીમાં ઉપર તરવા લાગશે.
એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મમાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે, ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે
સિદ્ધ પરમાત્મા = ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org