________________
ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરોની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા ઘણા કિસ્સા પણ બને છે. - ઈ.સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી–વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઈનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઈના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પૂરતું ભોજન મળતું ન હતું. બીજી બાજુ શ્રીમંતની મિજબાનીઓના એંઠવાડના ઢગલા કચરામાં ઠલવાતા હતા. આવું હોય તો ત્યાં દેખીતી રીતે ગરીબોને શ્રીમંતો તરફ ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર વગેરે થયા વગર રહે નહિ. હિંસાનો વંટોળ જાગે તો તેમાં પહેલા નિશાન તરીકે શ્રીમંતો જ આવે. ધનસંગ્રહની એમની પ્રવૃત્તિ જ એમના મોતનું નિમિત્ત બને છે.
કોઈ એક માણસ જ્યારે પોતાની શક્તિ અનુસાર વધુ પડતું કમાવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યાવહારિક રીતે જ બીજા કેટલાક માણસોની કમાવાની તક ઝૂંટવાઈ જાય છે. શ્રીમંતો પોતાના પૈસાના જોરે, મોટાં સાહસો કરવાની શક્તિ વડે, બીજાને હંફાવવાની તાકાત દ્વારા મોટી કમાણી કરી લેવાની તક ઝડપી લે છે. વ્યાવહારિક દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી એમ કેટલાકને લાગે, પરંતુ સામાજિક ન્યાય (Social Justice)ની દૃષ્ટિએ તેમાં અન્યાય અવશ્ય રહેલો જણાશે. એટલા માટે પણ માણસે પરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ. માણસે આજીવિકા અર્થે પૂરતું મળતું હોય તો વેળાસર નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. એવા લોકો જે સુખ-શાંતિનો અનુભવ કરે છે તે અનેરો છે.
કેટલાંક વર્ષ પહેલાં એક નાનકડા વર્તુળમાં મેં એમ કહ્યું હતું કે સાઠ વર્ષની નિવૃત્તિવયનો વિચાર આપણા પૂર્વજોએ યોગ્ય રીતે જ કર્યો છે. આપણે આપણા જીવનમાં એ પ્રણાલિકાને જો અનુસરીએ તો આપણે પણ સુખી થઈએ અને બીજા પણ સુખી થાય. એ વખતે એક શ્રીમંત ઉદ્યોગપતિએ એવું કહ્યું છે કે, “નિવૃત્ત થવાની તમારી વાતની સાથે હું સંમત થતો નથી. હું એક કારખાનું ચલાવું છું. એમાં બે હજાર માણસો કામ કરે છે. બે હજાર માણસોને રોજીરોટી આપવાની જવાબદારી
રાહ નિવિ
સં સં પવદ્દ
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org